24-09-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે જેટલો સમય બાપ
ની યાદ માં રહેશો તેટલો સમય કમાણી જ કમાણી છે , યાદ થી જ તમે બાપ નાં સમીપ આવતા જશો”
પ્રશ્ન :-
જે બાળકો યાદ માં નથી રહી શકતાં, એમને કઈ વાત માં શરમ આવે છે?
ઉત્તર :-
પોતાનો ચાર્ટ રાખવામાં એમને શરમ આવે છે. સમજે છે સાચું લખીશું તો બાબા શું કહેશે?
પરંતુ બાળકોનું કલ્યાણ એમાં જ છે કે સાચ્ચો-સાચ્ચો ચાર્ટ લખતા રહે. ચાર્ટ લખવામાં
ખૂબ ફાયદા છે. બાબા કહે છે-બાળકો, એમાં શરમાઓ નહીં.
ઓમ શાંતિ!
રુહાની બાપ
બાળકોને સમજાવે છે. હમણાં આપ બાળકો ૧૫ મિનિટ પહેલાં આવીને અહીં બાપ ની યાદમાં બેસો
છો. હવે અહીં બીજું તો કોઈ કામ નથી. બાપ ની યાદ માં જ આવીને બેસો છો. ભક્તિમાર્ગ
માં તો બાપ નો પરિચય નથી. અહીં બાપનો પરિચય મળ્યો છે અને બાપ કહે છે મામેકમ્ યાદ કરો.
હું તો બધાં બાળકો નો બાપ છું. બાપ ને યાદ કરવાથી વારસો તો આપમેળે યાદ આવવો જોઈએ.
નાનાં બાળકો તો નથી ને? ભલે લખો છો અમે ૫ મહિના કે ૨ મહિના નાં છીએ પરતું તમારી
કર્મેન્દ્રિયો તો મોટી છે. તો રુહાની બાપ સમજાવે છે, અહીં બાપ અને વારસા ની યાદ માં
બેસવાનું છે. જાણો છો કે આપણે નર થી નારાયણ બનવાનાં પુરુષાર્થ માં તત્પર છીએ અથવા
સ્વર્ગ માં જવા માટે પુરુષાર્થ કરી રહ્યા છીએ. તો એ બાળકોએ નોંધ કરવી જોઈએ - અમે અહીં
બેઠાં-બેઠાં કેટલો સમય યાદ કર્યા? લખવાથી બાપ સમજી જશે. એવું નથી કે બાપ ને ખબર પડે
છે-દરેક કેટલો સમય યાદ માં રહે છે? તે તો દરેક પોતાનાં ચાર્ટ થી સમજી શકે છે-બાપ ની
યાદ હતી કે બુદ્ધિ ક્યાંક બીજી તરફ ચાલી ગઈ? આ પણ બુદ્ધિમાં છે હવે બાબા આવશે તો આ
પણ યાદ થઈ ને? કેટલો સમય યાદ કર્યા, તે ચાર્ટ માં સાચું લખશે. ખોટું લખવાથી તો વધારે
જ સો-ગણું પાપ ચઢશે, વધારે જ નુકસાન થઈ જશે એટલે સાચું લખવાનું છે-જેટલું યાદ કરશો
એટલા વિકર્મ વિનાશ થશે. અને એ પણ જાણો છો આપણે નજીક આવતા જઈએ છીએ. અંત માં જ્યારે
યાદ પૂરી થઈ જશે તો આપણે પછી બાબા ની પાસે જતા રહીશું. પછી કોઈ તો ઝટ નવી દુનિયામાં
આવીને પાર્ટ ભજવશે, કોઈ ત્યાં જ બેઠાં રહેશે. ત્યાં કોઈ સંકલ્પ તો આવશે નહીં. તે છે
જ મુક્તિધામ, દુ:ખ-સુખ થી ન્યારું. સુખધામ માં જવા માટે હમણાં તમે પુરુષાર્થ કરો
છો. જેટલાં તમે યાદ કરશો એટલાં વિકર્મ વિનાશ થશે. યાદ નો ચાર્ટ રાખવાથી જ્ઞાન ની
ધારણા પણ સારી થશે. ચાર્ટ રાખવામાં તો ફાયદો જ છે. બાબા જાણે છે યાદ માં ન રહેવાને
કારણે લખવામાં શરમ આવે છે. બાબા શું કહેશે, મોરલી માં સંભળાવી દેશે. બાપ કહે છે આમાં
શરમાવાની શું વાત છે? દિલ માં દરેક સમજી શકે છે - અમે યાદ કરીએ છીએ કે નહીં?
કલ્યાણકારી બાપ તો સમજાવે છે, નોંધ રાખશો તો કલ્યાણ થશે. જ્યાં સુધી બાબા આવે, એટલો
સમય જે બેઠાં એમાં યાદ નો ચાર્ટ કેટલો રહ્યો? ફરક જોવો જોઈએ. પ્રિય ચીજ ને તો ખૂબ
યાદ કરાય છે. કુમાર-કુમારી ની સગાઈ થાય છે તો દિલ માં એક-બીજા ની યાદ રહી જાય છે.
પછી લગ્ન થવાથી પાક્કી થઈ જાય છે. જોયા વગર સમજી જાય છે-અમારી સગાઈ થઈ છે. હવે આપ
બાળકો જાણો છો કે શિવબાબા આપણા બેહદનાં બાપ છે. ભલે જોયા નથી પરંતુ બુદ્ધિ થી સમજી
શકો છો, એ બાપ જો નામ-રુપ થી ન્યારા છે તો પછી પૂજા કોની કરો છો? યાદ કેમ કરો છો?
નામ-રુપ થી ન્યારી બેઅંત તો કોઈ વસ્તુ હોતી નથી. જરુર વસ્તુ જોયા પછી વર્ણન થાય છે.
આકાશ ને પણ જુએ છે ને? બેઅંત કહી ન શકાય. ભક્તિમાર્ગ માં ભગવાન ને યાદ કરે છે - ‘હે
ભગવાન’ તો બેઅંત થોડી કહેવાશે? ‘હે ભગવાન’ કહેવાથી ઝટ એમની યાદ આવે છે તો જરુર કોઈ
ચીજ છે. આત્મા ને પણ ઓળખી શકાય છે, જોઈ ન શકાય.
સર્વ આત્માઓનાં એક જ
બાપ હોય છે, એમને પણ જાણવામાં આવે છે. આપ બાળકો જાણો છો-બાપ આવીને ભણાવે પણ છે.
પહેલાં આ ખબર નહોતી કે ભણાવે પણ છે. શ્રીકૃષ્ણ નું નામ નાખી દીધું છે. શ્રીકૃષ્ણ ને
તો આ આંખો થી જોવાય છે. એમનાં માટે તો બેઅંત, નામ-રુપ થી ન્યારા કહી ન શકાય.
શ્રીકૃષ્ણ તો ક્યારેય કહેશે નહીં કે મામેકમ્ યાદ કરો. એ તો સન્મુખ છે. એમને બાબા પણ
નહીં કહેવાશે. માતાઓ તો શ્રીકૃષ્ણ ને બાળક સમજી ખોળા માં બેસાડે છે. જન્માષ્ટમી પર
નાનાં શ્રીકૃષ્ણ ને ઝુલાવશે. શું સદૈવ નાનાં જ છે? પછી રાસ-વિલાસ પણ કરે છે. તો
જરુર થોડા મોટા થયાં, પછી એના કરતાં મોટાં થયા તથા શું થયું? ક્યાં ગયા? કોઈને પણ
ખબર નથી. સદૈવ નાનું શરીર તો નહીં હશે ને? કંઈ પણ વિચાર નથી કરતાં. આ પૂજા વગેરે નો
રિવાજ ચાલ્યો આવે છે. જ્ઞાન તો કોઈનામાં નથી. દેખાડે છે શ્રીકૃષ્ણએ કંસપુરી માં
જન્મ લીધો. હવે કંસપુરી ની તો વાત જ નથી. કોઈનો પણ વિચાર નથી ચાલતો. ભક્ત લોકો તો
કહેશે કે શ્રીકૃષ્ણ હાજર-હજૂર છે પછી તેમને સ્નાન પણ કરાવે છે, ખવડાવે પણ છે. હવે એ
ખાતા તો નથી. રાખે છે મૂર્તિ ની સામે અને પોતે ખાઈ લે છે. આ પણ ભક્તિમાર્ગ થયો ને?
શ્રીનાથજી પર કેટલો ભોગ લગાવે છે, તે તો ખાતા નથી, પોતે ખાઈ જાય છે. દેવીઓની પૂજા
માં પણ એવું કરે છે. પોતે જ દેવીઓ બનાવે છે, એમની પૂજા વગેરે કરી પછી ડૂબાડી દે છે.
ઘરેણા વગેરે ઉતારીને ડુબાડે છે પછી ત્યાં તો ઘણાં રહે છે, જેમનાં હાથ માં જે આવ્યું
તે ઉપાડી લે છે. દેવીઓની જ વધારે પૂજા થાય છે. લક્ષ્મી અને દુર્ગા બંને ની મૂર્તિઓ
બનાવે છે. મોટી મમ્મા પણ અહીં બેઠી છે ને, જેમને બ્રહ્મપુત્રા પણ કહે છે. સમજશે ને
કે આ જન્મ અને ભવિષ્ય નાં રુપ ની પૂજા કરી રહ્યા છે. કેટલો વન્ડરફુલ ડ્રામા છે!
આવી-આવી વાતો શાસ્ત્ર માં આવી ન શકે. આ છે પ્રેક્ટિકલ એક્ટિવિટી (વાસ્તવિક વાતો).
આપ બાળકોને હવે જ્ઞાન છે. સમજો છો સૌથી વધારે ચિત્ર બનાવ્યા છે આત્માઓનાં. જ્યારે
રુદ્ર-યજ્ઞ રચે છે ત્યારે લાખો સાલિગ્રામ બનાવે છે. દેવીઓનાં ક્યારેય લાખો ચિત્ર નહીં
બનાવશે. તે તો જેટલાં પુજારી હશે, એટલી દેવીઓ બનાવતા હશે. એ તો એક જ સમય પર લાખો
સાલિગ્રામ બનાવે છે. એમનો કોઈ નિશ્ચિત દિવસ નથી હોતો. કોઈ મુહૂર્ત વગેરે નથી હોતું.
જેમ દેવીઓની પૂજા નક્કી કરેલ સમય પર થાય છે. શેઠ લોકોને તો જ્યારે વિચાર આવશે કે
રુદ્ર અથવા સાલિગ્રામ રચીએ તો બ્રાહ્મણ બોલાવશે. રુદ્ર કહેવાય છે એક બાપ ને પછી એમની
સાથે અસંખ્ય સાલિગ્રામ બનાવે છે. એ શેઠ લોકો કહે છે આટલાં સાલિગ્રામ બનાવો. એની
તિથિ-તારીખ કોઈ નિશ્ચિત નથી હોતી. એવું પણ નથી કે શિવ જયંતિ પર જ રુદ્ર પૂજા કરે
છે. ના, ખાસ કરીને શુભ દિવસ બૃહસ્પતિ (ગુરુવાર) ને જ રાખે છે. દિવાળી માં લક્ષ્મીનું
ચિત્ર થાળી માં રાખીને તેની પૂજા કરે છે. પછી રાખી દે છે. એ છે મહાલક્ષ્મી, યુગલ છે
ને? મનુષ્ય આ વાતો ને જાણતા નથી. લક્ષ્મી ને પૈસા ક્યાંથી મળશે? યુગલ તો જોઈએ ને?
તો આ (લક્ષ્મી-નારાયણ) યુગલ છે. નામ પછી મહાલક્ષ્મી રાખી દે છે. દેવીઓ ક્યારે બની?
મહાલક્ષ્મી ક્યારે બનીને ગઈ? આ બધી વાતો મનુષ્ય નથી જાણતાં. તમને હમણાં બાપ બેસીને
સમજાવે છે. તમારામાં પણ બધાને એકરસ ધારણા નથી થતી. બાબા આટલું બધું સમજાવીને પછી પણ
કહે છે શિવબાબા યાદ છે? વારસો યાદ છે? મૂળ વાત છે આ. ભક્તિમાર્ગ માં કેટલાં પૈસા
વેસ્ટ કરે છે? અહીં તમારી પાઈ પણ વેસ્ટ નથી થતી. તમે સર્વિસ કરો છો સમજદાર બનવા માટે.
ભક્તિમાર્ગ માં તો ખૂબ પૈસા ખર્ચ કરે છે, બેસમજ બની ગયાં છે. બધું માટી માં ભળી જાય
છે. કેટલો ફરક છે? આ સમયે જે કંઈ કરે છે એ ઈશ્વરીય સર્વિસ માં શિવબાબા ને આપે છે.
શિવબાબા તો ખાતા નથી, ખાઓ તમે છો. તમે બ્રાહ્મણ વચ્ચે ટ્રસ્ટી છો. બ્રહ્માને નથી
આપતાં. તમે શિવબાબા ને આપો છો. કહે છે-બાબા, તમારા માટે ધોતીયું-ખમીસ લાવ્યા છીએ.
બાબા કહે છે-આમને આપવાથી તમારું કઈ પણ જમા નહીં થશે. જમા તે થાય છે જ્યારે તમે
શિવબાબા ને યાદ કરીને એમને આપો છો. પછી આ તો સમજો છો બ્રાહ્મણો ની શિવબાબા નાં ખજાના
દ્વારા જ પરવરિશ થાય છે. બાબા ને પૂછવાની આવશ્યકતા નથી કે શું મોકલું? આ તો લેશે નહીં.
તમારું જમા જ નહીં થાય, જો બ્રહ્મા ને યાદ કર્યા તો. બ્રહ્મા એ તો લેવાનું છે
શિવબાબા નાં ખજાનામાં થી. તો શિવબાબા જ યાદ આવશે. તમારી ચીજ કેમ લે? બી.કે. ને આપવું
પણ ખોટું છે. બાબાએ સમજાવ્યું છે તમે કોઈ ની પાસેથી પણ ચીજ લઈને પહેરશો તો એમની યાદ
આવતી રહેશે. કોઈ હલકી ચીજ છે તો એની વાત નથી. સારી ચીજ તો વધારે જ યાદ
અપાવશે-ફલાણાએ આ આપ્યું છે. એમનું કંઈ જમા તો થતું નથી. તો નુકસાન થયું ને? શિવબાબા
કહે છે મામેકમ્ યાદ કરો. મને કપડા વગેરેની આવશ્યકતા નથી. કપડા વગેરે બાળકોને જોઈએ.
તે શિવબાબા નાં ખજાના માં થી પહેરશે. મારે તો પોતાનું શરીર નથી. આ તો શિવબાબા નાં
ખજાના માં થી લેવાનાં હકદાર છે. રાજાઈ નાં પણ હકદાર છે. બાપ નાં ઘરે જ બાળકો
ખાય-પીએ છે ને? તમે પણ સર્વિસ કરી, કમાણી કરતા રહો છો. જેટલી સર્વિસ વધારે, એટલી
વધારે કમાણી થશે. ખાશે, પીશે શિવબાબા નાં ભંડારા માં થી. એમને નહીં આપશો તો જમા જ
નહીં થશે. શિવબાબા ને જ આપવાનું હોય છે. બાબા, તમારી પાસેથી ભવિષ્ય ૨૧ જન્મ માટે
પદ્માપદ્મપતિ બનીશું. પૈસા તો ખતમ થઈ જશે એટલે સમર્થ ને આપણે આપી દઈએ છીએ. બાપ
સમર્થ છે ને? ૨૧ જન્મો માટે એ આપે છે. ઇનડાયરેક્ટ પણ ઈશ્વર અર્થ આપે છે ને?
ઇનડાયરેક્ટ માં એટલું સમર્થ નથી. હમણાં તો ખૂબ સમર્થ છે કારણ કે સન્મુખ છે. વર્લ્ડ
ઓલમાઈટી ઓથોરીટી આ સમય માટે છે.
ઈશ્વર અર્થ થોડું
દાન-પુણ્ય કરે છે તો અલ્પકાળ માટે કંઈક મળી જાય છે. અહીં તો બાપ તમને સમજાવે છે -
હું સન્મુખ છું. હું જ આપવા વાળો છું. આમણે પણ શિવબાબા ને બધું જ આપીને આખા વિશ્વ
ની બાદશાહી લઈ લીધી ને? આ પણ જાણો છો - આ વ્યક્ત નો જ અવ્યક્ત રુપ માં સાક્ષાત્કાર
થાય છે. આમના માં શિવબાબા આવીને બાળકો સાથે વાત કરે છે. ક્યારેય પણ એ વિચાર ન કરવો
જોઈએ-આપણે મનુષ્ય પાસે થી લઈએ. બોલો, શિવબાબા નાં ભંડારા માં મોકલી દો, આમને આપવાથી
તો કંઈ નહીં મળે, વધારે જ નુકસાન થઈ જશે. ગરીબ હશે, ૩-૪ રુપિયાની કોઈ ચીજ તમને આપશે.
એનાં કરતાં તો શિવબાબા નાં ભંડારા માં આપવાથી પદમ થઈ જશે. પોતાનું નુકસાન થોડી
કરવાનું છે? પૂજા ખાસ કરીને દેવીઓની જ થાય છે કારણ કે તમે દેવીઓ જ ખાસ નિમિત્ત બનો
છો જ્ઞાન આપવામાં. ભલે ગોપ પણ સમજાવે છે પરંતુ ખાસ કરીને તો માતાઓ જ બ્રાહ્મણી બની
રસ્તો બતાવે છે એટલે દેવીઓનું નામ વધારે છે. દેવીઓની ખૂબ પૂજા થાય છે. આ પણ આપ બાળકો
સમજો છો અડધોકલ્પ આપણે પૂજ્ય હતાં. પહેલાં છીએ સંપૂર્ણ પૂજ્ય, પછી થોડાંક ઓછા પૂજ્ય
કારણ કે બે કળા ઓછી થઈ જાય છે. રામ ની ડિનાયસ્ટી (રાજધાની) કહેવાશે ત્રેતા માં. તે
તો લાખો વર્ષ ની વાત કહી દે છે, તો તેનો કોઈ હિસાબ જ નથી થઈ શકતો. ભક્તિમાર્ગ વાળાની
બુદ્ધિમાં અને તમારી બુદ્ધિમાં કેટલો રાત-દિવસ નો ફરક છે! તમે છો ઈશ્વરીય બુદ્ધિ, એ
છે રાવણ ની બુદ્ધિ. તમારી બુદ્ધિમાં છે કે આ આખું ચક્ર જ ૫ હજાર વર્ષનું છે, જે ફરતું
રહે છે. જે રાત માં છે તે કહે છે લાખો વર્ષ, જે દિવસમાં છે તે કહે છે ૫ હજાર વર્ષ.
અડધોકલ્પ ભક્તિમાર્ગ માં તમે અસત્ય વાતો સાંભળી છે. સતયુગ માં એવી વાતો હોતી જ નથી.
ત્યાં તો વારસો મળે છે. હમણાં તમને ડાયરેક્ટ મત મળે છે. શ્રીમદ્દ ભગવત ગીતા છે ને?
બીજા કોઈ શાસ્ત્ર પર શ્રીમદ્દ નામ નથી. દર ૫ હજાર વર્ષ પછી આ પુરુષોત્તમ સંગમયુગ,
ગીતા નો યુગ આવે છે. લાખો વર્ષની તો વાત હોઈ ન શકે. ક્યારેય પણ કોઈ આવે તો લઈ જાઓ
સંગમ પર. બેહદનાં બાપે રચયિતા અર્થાત્ સ્વયં નો અને રચના નો પૂરો પરિચય આપ્યો છે.
છતાં પણ કહે છે - અચ્છા, બાપ ને યાદ કરો, બીજી કોઈ ધારણા નથી કરી શકતાં તો સ્વયં ને
આત્મા સમજી બાપ ને યાદ કરો. પવિત્ર તો બનવાનું જ છે. બાપ પાસે થી વારસો લો છો તો
દૈવીગુણ પણ ધારણ કરવાનાં છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ૨૧ જન્મો
માટે પદમો ની કમાણી જમા કરવા માટે ડાયરેક્ટ ઈશ્વરીય સેવા માં બધું સફળ કરવાનું છે.
ટ્રસ્ટી બની શિવબાબા નાં નામ પર સેવા કરવાની છે.
2. યાદ માં જેટલો સમય
બેસો, એટલો સમય બુદ્ધિ ક્યાં-ક્યાં ગઈ - આ તપાસ કરવાની છે. પોતાનો સાચ્ચો-સાચ્ચો
પોતામેલ રાખવાનો છે. નર થી નારાયણ બનવા માટે બાપ અને વારસા ની યાદ માં રહેવાનું છે.
વરદાન :-
વિસ્મૃતિ ની દુનિયા માંથી
નીકળી સ્મૃતિ સ્વરુપ રહી હીરો પાર્ટ ભજવવા વાળા વિશેષ આત્મા ભવ
આ સંગમયુગ સ્મૃતિ નો
યુગ છે અને કળિયુગ વિસ્મૃતિ નો યુગ છે. તમે બધાં વિસ્મૃતિ ની દુનિયા માંથી નીકળી ગયાં.
જે સ્મૃતિ સ્વરુપ છે તે જ હીરો પાર્ટ ભજવવાવાળો વિશેષ આત્મા છે. આ સમયે ડબલ હીરો
છો, એક - હીરા સમાન વેલ્યુએબલ બન્યા છો, બીજો - હીરો પાર્ટ છે. તો આ જ દિલ નું ગીત
સદા વાગતું રહે કે વાહ મારું શ્રેષ્ઠ ભાગ્ય. જેવી રીતે દેહ નું કર્તવ્ય યાદ રહે છે
એવી રીતે આ અવિનાશી કર્તવ્ય કે “હું શ્રેષ્ઠ આત્મા છું” યાદ રહે ત્યારે કહેવાશો
વિશેષ આત્મા.
સ્લોગન :-
હિંમત નો પહેલો
કદમ આગળ વધારો તો બાપ ની સંપૂર્ણ મદદ મળશે.