24-11-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 15.12.2002
બાપદાદા મધુબન
“ સમય પ્રમાણ લક્ષ અને
લક્ષણ ની સમાનતા દ્વારા બાપ સમાન બનો”
આજે ચારેય તરફનાં
સર્વ સ્વમાનધારી બાળકોને જોઈ હર્ષિત બાપદાદા થઈ રહ્યા છે. આ સંગમ પર જે આપ બાળકોને
સ્વમાન મળે છે એનાથી મોટું સ્વમાન આખા કલ્પ માં કોઈપણ આત્મા ને પ્રાપ્ત નથી થઈ શકતું.
કેટલું મોટું સ્વમાન છે, એને જાણો છો? સ્વમાન નો નશો કેટલો મોટો છે, આ સ્મૃતિમાં રહે
છે? સ્વમાનની માળા બહુ જ મોટી છે. એક-એક દાણા ગણતા જાઓ અને સ્વમાન નાં નશા માં
લવલીન થઈ જાઓ. આ સ્વમાન અર્થાત્ ટાઈટલ સ્વયં બાપદાદા દ્વારા મળ્યા છે. પરમાત્મા
દ્વારા સ્વમાન પ્રાપ્ત છે એટલે આ સ્વમાન ને રુહાની નશાને કોઈ ઓથોરિટી નથી જે હલાવી
શકે કારણ કે ઓલમાઈટી ઓથોરિટી દ્વારા પ્રાપ્તિ છે.
તો બાપદાદાએ આજે
અમૃતવેલે આખા વિશ્વ નાં સર્વ બાળકો તરફ ચક્કર લગાવતા જોયું કે દરેક બાળકની સ્મૃતિ
માં કેટલા સ્વમાનો ની માળા પડેલી છે. માળાને ધારણ કરવી અર્થાત્ સ્મૃતિ દ્વારા એ જ
સ્થિતિમાં સ્થિત રહેવું. તો પોતાને ચેક કરો-આ સ્મૃતિની સ્થિતિ ક્યાં સુધી રહે છે?
બાપદાદા જોઈ રહ્યા હતા કે સ્વમાન નો નિશ્ચય અને એનો રુહાની નશો બંને નું બેલેન્સ
કેટલું રહે છે? નિશ્ચય છે- નોલેજફૂલ બનવું અને રુહાની નશો છે- પાવરફુલ બનવું. તો
નોલેજફૂલ માં પણ બે પ્રકાર જોયા-એક છે નોલેજફૂલ. બીજું છે નોલેજબુલ (જ્ઞાન સ્વરુપ)
તો પોતાનાથી પૂછો- હું કોણ? બાપદાદા જાણે છે કે બાળકો નું લક્ષ બહુ જ ઊંચુ છે. લક્ષ
ઊંચુ છે ને, શું ઊંચુ છે? બધા કહે છે બાપ સમાન બનીશું. તો જેવી રીતે બાપ ઊંચે થી
ઊંચા છે તો બાપ સમાન બનવાનું લક્ષ કેટલું ઊંચું છે! તો લક્ષ ને જોઈ બાપદાદા બહુ જ
ખુશ થાય છે પરંતુ… પરંતુ બતાવે શું? પરંતુ શું….તે ટીચર્સ અથવા ડબલ ફોરેનર્સ સાંભળશે?
સમજી તો ગયાં હશે. બાપદાદા લક્ષ અને લક્ષણ સમાન ઈચ્છે છે. હવે સ્વયં ને પૂછો કે
લક્ષ અને લક્ષણ અર્થાત્ પ્રેક્ટીકલ સ્થિતિ સમાન છે? કારણ કે લક્ષ અને લક્ષણ નું
સમાન હોવું - આ જ બાપ સમાન બનવું છે. સમય પ્રમાણે આ સમાનતાને સમીપ લાવો.
વર્તમાન સમયે બાપદાદા
બાળકોની એક વાત જોઈ નથી શકતાં. ઘણા બાળકો ભિન્ન-ભિન્ન પ્રકાર થી બાપ સમાન બનવાની
મહેનત કરે છે, બાપ નાં મહોબ્બત ની આગળ મહેનત કરવાની આવશ્યકતા જ નથી, જ્યાં મોહબ્બત
છે ત્યાં મહેનત નથી. જ્યારે ઊલટો નશો દેહ-અભિમાન નો નેચર બની ગયો, નેચરલ બની ગયા.
જ્યાં દેહ-અભિમાન માં આવવાનો પુરુષાર્થ કરવો પડતો? અથવા ૬૩ જન્મો પુરુષાર્થ કર્યો?
નેચર બની ગયો, નેચરલ બની ગયો. જે હમણાં પણ ક્યારેક-ક્યારેક આ જ કહો છો કે દેહી નાં
બદલે દેહમાં આવી જાઓ છો. તો જેવી રીતે દેહ-અભિમાન, નેચર અને નેચરલ રહ્યો તેવી રીતે
હવે દેહી-અભિમાની સ્થિતિ પણ નેચર અને નેચરલ હોય, નેચર ને બદલવું મુશ્કેલ હોય છે.
હમણાં પણ ક્યારેક-ક્યારેક કહો છો ને કે મારો ભાવ નથી, નેચર છે. તો એ નેચર ને નેચરલ
બનાવ્યો છે અને બાપ સમાન નેચર ને નેચરલ નથી બનાવી શકતાં? ઊલટું નેચર ને વશ થઈ જાઓ
છો અને યથાર્થ નેચર બાપ સમાન બનવાની,એમાં મહેનત કેમ? તો બાપદાદા હમણા બધા બાળકોની
દેહી-અભિમાની રહેવાની નેચરલ નેચર જોવા ઇચ્છે છે. બ્રહ્મા બાપ ને જુઓ ચાલતા-ફરતા કોઈ
પણ કાર્ય કરતાં દેહી-અભિમાની સ્થિતિ નેચરલ નેચર હતી.
બાપદાદાએ સમાચાર
સાંભળ્યા કે આજકાલ વિશેષ દાદીઓ આ રુહરિહાન કરે છે- ફરિશ્તા અવસ્થા, કર્માતીત અવસ્થા,
બાપ સમાન અવસ્થા નેચરલ કેવી રીતે બને? નેચર બની જાય, આ રુહરિહાન કરો છો ને? દાદી ને
પણ આ જ વારંવાર આવે છે ને ફરિશ્તા બની જઈએ, કર્માતીત બની જઈએ, બાપ પ્રત્યક્ષ થઈ જાય.
તો ફરિશ્તા બનવું અથવા નિરાકારી કર્માતીત અવસ્થા બનવાનું વિશેષ સાધન છે - નિરહંકારી
બનવું. નિરંકારી જ નિરાકારી બની શકે છે એટલે બાપે બ્રહ્મા દ્વારા લાસ્ટ મંત્ર
નિરાકારી ની સાથે નિરહંકારી કહ્યું. ફક્ત પોતાનો દેહ અથવા બીજાનાં ને દેહમાં ફસાવવું,
આને જ દેહ અહંકાર અથવા દેહ-ભાન નહીં કહેવાય. દેહ-અહંકાર પણ છે દેહ ભાન પણ છે. પોતાના
દેહ અથવા બીજા નાં દેહનાં ભાનમાં રહેવું, લગાવમાં રહેવું- એમાં તો મેજોરીટી પાસ છે.
જે પુરુષાર્થની લગન માં રહે છે, સાચા પુરુષાર્થી છે, તે આ મોટા રુપ થી પરે છે. પરંતુ
દેહ-ભાન નાં સૂક્ષ્મ અનેક રુપ છે, એનું લિસ્ટ પરસ્પર કાઢો. બાપદાદા આજે નથી સંભળાવતા.
આજે આટલો જ ઈશારો બહુ જ છે કારણ કે બધા સમજદાર છે. તમે બધા જાણો છો ને, જો બધાને
પૂછશો ને, તો બધા બહુ જ હોશિયારી થી સંભળાવશે. પરંતુ બાપદાદા ફક્ત નાનો તો સહજ
પુરુષાર્થ બતાવે છે કે સદા મન-વચન-કર્મ, સંબંધ-સંપર્કમાં લાસ્ટ મંત્ર ત્રણ શબ્દો ને
(નિરાકારી, નિરહંકારી, નિર્વિકારી) સદા યાદ રાખો. સંકલ્પ કરો છો તો ચેક કરો-
મહામંત્ર સંપન્ન છે? એવી રીતે જ બોલ, કર્મ બધામાં ત્રણ ફક્ત ત્રણ શબ્દ યાદ રાખો અને
સમાનતા કરો. આ તો સહજ છે ને? આખી મોરલી નથી કહેતા કે યાદ કરો, ત્રણ શબ્દ. આ
મહામંત્ર સંકલ્પને પણ શ્રેષ્ઠ બનાવી દેશે. વાણીમાં નિર્માણતા લાવશે, કર્મમાં સેવા
ભાવ લાવશે, સંબંધ-સંપર્કમાં સદા શુભ ભાવના, શ્રેષ્ઠ કામનાની વૃત્તિ બનાવશે.
બાપદાદા સેવા નાં
સમાચાર પણ સાંભળે છે, સેવામાં આજકાલ ભિન્ન-ભિન્ન કોર્સ કરાવો છો, પરંતુ હવે એક
કોર્સ રહી ગયો છે. તે છે દરેક આત્મામાં જે શક્તિ જોઈએ, તે ફોર્સનો કોર્સ કરાવો.
શક્તિ ભરવાનો કોર્સ, વાણી દ્વારા સંભળાવવાનો કોર્સ નહીં, વાણી ની સાથે-સાથે શક્તિ
ભરવાનો કોર્સ પણ હોય. જેનાથી સારું-સારું કહે નહીં પરંતુ સારા બની જાય. આ વર્ણન કરે
કે આજે મને શક્તિ ની અંચલી મળી. અંજલી પણ અનુભવ થાય તો એ આત્માઓ ને માટે બહુ જ છે.
કોર્સ કરાવો પરંતુ પહેલા પોતાને કરાવીને પછી કહો. તો સાંભળ્યું, બાપદાદા શું ઈચ્છે
છે? લક્ષ અને લક્ષણને સમાન બનાવો. લક્ષ બધાનું જોઈને બાપદાદા બહુ જ-બહુ જ ખુશ થાય
છે. હવે ફક્ત સમાન બનો, તો બાપ સમાન બહુ જ સહજ બની જશો.
બાપદાદા તો બાળકોને
સમાન થી પણ ઊંચા, પોતાનાથી પણ ઊંચા જુએ છે. સદા બાપદાદા બાળકોને માથા નાં તાજ કહે
છે. તો મુગટ તો માથાથી પણ ઊંચું હોય છે ને! ટીચર્સ - માથા નાં તાજ છો?
ટીચર્સ સાથે :-
જુઓ, કેટલી
ટીચર્સ છે. એક ગ્રુપ માં આટલી ટીચર્સ તો દરેક ગ્રુપમાં કેટલી ટીચર્સ હશે? ટીચર્સે
બાપદાદા ની એક આશ પૂરી કરવાનો સંકલ્પ કર્યો છે પરંતુ સામે નથી લાવ્યા. જાણો છો કઈ
છે? એક તો બાપદાદા એ કહ્યું છે કે બધા વારીસો ની માળા બનાવો. વારીસોની માળા, જનરલ
માળા નહીં. બીજું-સંબંધ-સંપર્ક વાળાને માઈક બનાવો. તમે ભાષણ નહીં કરો પરંતુ તે તમારા
તરફ થી મીડિયા બની જાય. પોતાની મીડિયા બનાવો. મીડિયા શું કરે છે? ઊલટા કે સુલ્ટા
અવાજ ફેલાવે છે ને! તો માઈક એવા તૈયાર થાય જે મીડિયા સમાન પ્રત્યક્ષતા નો અવાજ
ફેલાવે. તમે કહેશો ભગવાન આવી ગયા, ભગવાન આવી ગયા….તે તો કોમન સમજે છે પરંતુ તમારા
તરફથી બીજા કહે, ઓથોરિટી વાળા કહે, પહેલા તમને લોકો ને શક્તિઓ નાં રુપમાં પ્રત્યક્ષ
કરે. જ્યારે શક્તિઓ પ્રત્યક્ષ થશે ત્યારે બાપ પ્રત્યક્ષ થશે. તો બનાવો, મીડિયા
તૈયાર કરો. જોઈશું. કર્યું છે? ચાલો કંગન જ ચાલે, માળા છોડો, તૈયાર કર્યા છે? હાથ
ઉઠાવો જેમણે એવી રીતે તૈયાર કર્યા છે? બાપદાદા જોશે કોણે તૈયાર કર્યા છે? અચ્છા,
હિંમત તો રાખી છે. સાંભળો-ટીચર્સે શું કરવાનું છે! શિવરાત્રી પર વારિસ કવોલિટી
તૈયાર કરો. માઈક તૈયાર કરો, ત્યારે પછી બીજા વર્ષે શિવરાત્રિ પર બધાનાં મોઢે થી
શિવ-બાપ આવી ગયા, આ અવાજ નીકળે. એવી શિવરાત્રિ મનાવો. પ્રોગ્રામ તો બહુ જ સારા
બનાવ્યા છે. પ્રોગ્રામ બધાને મોકલ્યા છે ને! પ્રોગ્રામ તો ઠીક બનાવ્યા છે પરંતુ
દરેક પ્રોગ્રામથી કોઈ માઈક તૈયાર થાય, કોઈ વારીસ તૈયાર થાય. આ પુરુષાર્થ કરો, ભાષણ
કરી ચાલી ગયા, એવું નહીં. આ તો ૬૬ વર્ષ થઈ ગયા અને ૫૦ વર્ષ સેવા નાં પણ મનાવી લીધા.
હવે શિવરાત્રિ ની ડાયમંડ જુબલી મનાવો. આ બે પ્રકાર નાં આત્માઓ તૈયાર કરો, પછી જુઓ,
નગારાં વાગે છે કે નહીં? નગારાં જાતે થોડી જ વગાડશો? તમે તો દેવીઓ નાં સાક્ષાત્કાર
કરાવશો. નગારાં વગાડવા વાળા તૈયાર કરો. જે પ્રેક્ટિકલ ગીત ગાય શિવ-શક્તિઓ આવી ગઈ.
સાંભળ્યું, શિવરાત્રિ પર શું કરશો? એમ જ ભાષણ કરીને પૂરું નહીં કરવું. પછી લખશે બાબા
૫૦૦-૧૦૦૦, લાખ આત્માઓ આવી ગયા, આ તો ગયા, સંદેશ આપ્યા, પરંતુ વારિસ કેટલા નીકળ્યા?
માઇક કેટલા નીકળ્યા? હવે તે સમાચાર આપજો. જે હમણાં સુધી કર્યું ધરણી બનાવી, સંદેશ
આપ્યા, એને બાબા સારું કહે છે, તે સેવા વ્યર્થ નથી ગઈ, સમર્થ થઈ છે. પ્રજા તો બની
છે, રોયલ ફેમિલી તો બની છે પરંતુ રાજા-રાણી પણ તો જોઈએ. રાજા-રાણી તખ્ત વાળા નહીં,
રાજા-રાણી ની સાથે ત્યાં દરબાર માં પણ રાજા સમાન બેસે છે, એવા તો બનાવો. રાજ્ય
દરબાર શોભા વાળો થઈ જાય. સાંભળો, શિવરાત્રિ પર શું કરવાનું છે? પાંડવ, સાંભળી રહ્યા
છો? હાથ ઉઠાવો. ધ્યાન આપો. અચ્છા. મોટા-મોટા મહારથી બેઠા છે. બાપદાદા ખુશ થાય છે, આ
પણ દિલ નો પ્રેમ છે, કારણ કે તમારા બધાના સંકલ્પ ચાલે છે ને, પ્રત્યક્ષતા કયારે થશે,
ક્યારે થશે….તો બાપદાદા સાંભળી રહ્યા છે. શું સાંભળ્યું મધુબન વાળાઓ એ? મધુબન વાળાઓ
એ સાંભળ્યું? મધુબન, શાંતિવન, જ્ઞાન સરોવર વાળા, બધા મધુબન નિવાસી છે. અચ્છા.
મધુબન થી નગારાં વાગશે,
ક્યાંથી નગારાં વાગશે? (દિલ્હીથી) મધુબનથી નહીં? કહો ચારે તરફ થી. એક તરફથી નહીં
વાગશે. મધુબન થી પણ વાગશે, તો ચારે તરફ થી વાગશે ત્યારે કુંભકરણ જાગશે. મધુબન વાળા
જેવી રીતે સેવા માં અથક થઈને સેવાનો પાર્ટ ભજવી રહ્યા છો ને, એવી રીતે આ પણ મન્સા
સેવા કરતા રહો. ફક્ત કર્મણાં નહીં, મનસા, વાચા, કર્મણા ત્રણે સેવા, કરો પણ છો અને
વધારે કરો. અચ્છા. મધુબન વાળા, ભૂલો નહીં. મધુબન વાળા વિચારે છે બાપદાદા આવે મધુવનમાં
છે પરંતુ મધુબન નું નામ નથી લેતાં. મધુબન તો સદાય યાદ છે જ. મધુબન ન હોત તો આવે ક્યાં?
તમે સેવાધારી સેવા ન કરત તો આ ખાવાનું, રહેવાનું કેવી રીતે હોત! તો મધુબન વાળાને
બાપદાદા પણ દિલથી યાદ કરતા અને દિલથી દુવાઓ આપે છે. અચ્છા, મધુબન થી પણ પ્રેમ,
ટીચર્સ થી પણ પ્રેમ, મીઠી-મીઠી માતાઓથી પણ પ્રેમ અને સાથે મહાવીર પાંડવો થી પણ
પ્રેમ. પાંડવો નાં વગર પણ ગતિ નથી એટલે ચતુર્ભુજ રુપ ની મહિમા વધારે છે. પાંડવ અને
શક્તિઓ બંનેનું કમ્બાઇન્ડ રુપ વિષ્ણુ ચતુર્ભુજ છે. અચ્છા.
મધુબન વાળા પાંડવ, આપ
બધાને પણ નશો છે ને? વિજય નો નશો, બીજો નશો નહીં. સારું છે, પાંડવ ભવન માં મેજોરીટી
પાંડવ છે, પાંડવ ન હોત તો તમે બધાને મધુબન માં મજા નથી આવતી એટલે બલિહારી મધુબન
નિવાસીઓની, જે તમને મોજ થી રાખે છે, ખવડાવે છે અને ઉડાવે છે. આજે બાપદાદા ને મધુબન
નિવાસી અમૃતવેલાથી યાદ આવી રહ્યા છે. ભલે અહીં છે, ભલે ઉપર બેસેલા છે ભલે મધુબન વાળા
કોઈ અહીં પણ ડ્યુટી પર છે પરંતુ ચારે તરફથી મધુબન નિવાસીઓને બાપદાદા એ અમૃતવેલા થી
યાદ આપી છે. અચ્છા.
બાપદાદા એ જે રુહાની
એક્સરસાઇઝ આપી છે, તે આખા દિવસમાં કેટલી વાર કરો છો? અને કેટલા સમયમાં કરો છો?
નિરાકારી અને ફરિશ્તા. બાપ અને દાદા, હમણાં નિરાકારી, હમણા-હમણાં ફરિશ્તા સ્વરુપ.
બંનેમાં દેહ-ભાન નથી. તો દેહ-ભાન થી પરે જવાનું છે તો આ રુહાની એક્સરસાઇઝ કર્મ કરતા
પણ પોતાની ડ્યુટી ભજવતા પણ એક સેકન્ડ માં અભ્યાસ કરી શકો છો. આ એક નેચરલ અભ્યાસ થઈ
જાય-હમણાં-હમણાં નિરાકારી ,હમણાં-હમણાં ફરિશ્તા. અચ્છા. (બાપદાદા એ ડ્રિલ કરાવી).
એવી રીતે નિરંતર ભવ.
ચારે તરફ નાં બાપદાદાની યાદમાં મગન રહેવા વાળા બાપ સમાન બનવાનાં લક્ષ ને લક્ષણ માં
સમાન બનાવવા વાળા જે ખૂણે-ખૂણામાં સાયન્સ નાં સાધનોથી દિવસ અથવા રાત જાગીને બેઠેલા
છે, એવા બાળકોને પણ બાપદાદા યાદ-પ્યાર, મુબારક અને દિલ ની દુવાઓ આપી રહ્યા છે.
બાપદાદા જાણે છે બધા નાં દિલમાં આ સમયે દિલારામ બાપ ની યાદ સમાયેલી છે. દરેક
ખૂણા-ખૂણામાં બેઠેલા બાળકોને બાપદાદા પર્સનલ નામ થી યાદ-પ્યાર આપી રહ્યા છે. નામો
ની માળા માં જપે તો રાત પૂરી થઈ જશે. બાપદાદા બધા બાળકોને યાદ આપે છે, ભલે
પુરુષાર્થમાં કેવા પણ નંબર હોય પરંતુ બાપદાદા સદા દરેક બાળકો નાં શ્રેષ્ઠ સ્વમાન ને
યાદ-પ્યાર આપે છે અને નમસ્તે કરે છે. યાદ-પ્યાર આપતી વખતે બાપદાદા ની સામે ચારે તરફ
નાં દરેક બાળકો યાદ છે. કોઈ એક બાળક પણ કોઈ પણ ખૂણામાં, ગામમાં, શહેરમાં, દેશમાં,
વિદેશમાં, જ્યાં પણ છે, બાપદાદા એમને સ્વમાન યાદ અપાવતા યાદ-પ્યાર આપે છે. બધા
યાદ-પ્યાર નાં અધિકારી છે કારણકે બાબા કહો તો યાદ-પ્યાર નાં અધિકારી છે જ. તમે બધા
સન્મુખ વાળાને પણ બાપદાદા સ્વમાનનાં માલાધારી સ્વરુપ માં જોઈ રહ્યા છે. બધાનાં બાપ
સમાન સ્વમાન સ્વરુપ માં યાદ-પ્યાર અને નમસ્તે.
દાદીજી સાથે :-
ઠીક થઈ ગયા,
હવે કોઈ બીમારી નથી. ભાગી ગઈ. તે ફક્ત દેખાડવા માટે આવી જે બધા જુવે કે અમારી પાસે
પણ આવે છે તો કોઈ મોટી વાત નથી.
બધા દાદીઓ બહુ જ સારો
પાર્ટ ભજવી રહ્યા છે. બાપદાદા બધાનાં પાર્ટને જોઈ કરીને ખુશ થાય છે. (નિર્મલ શાંતા
દાદીથી) આદિ રત્ન છો ને! અનાદિ રુપમાં પણ નિરાકારી બાપ નાં સમીપ છો, સાથે-સાથે રહો
છો અને આદિ રુપમાં પણ રાજ્ય દરબાર નાં સાથી છો. સદા રોયલ ફેમિલી નાં પણ રોયલ છો અને
સંગમ પર પણ આદિ રત્ન બનવાનું ભાગ્ય મળ્યું છે. તો બહુ જ મોટું ભાગ્ય છે, છે ને
ભાગ્ય? તમારી હાજરી રહેવું જ બધા નાં માટે વરદાન છે. બોલો નહીં બોલો, કંઈ કરો, નહીં
કરો પરંતુ તમારા હાજર રહેવું જ બધાનાં માટે વરદાન છે. અચ્છા, ઓમ શાંતિ.
વરદાન :-
લૌકિક અલૌકિક
જીવનમાં સદા ન્યારા બની પરમાત્મા સાથે નાં અનુભવ દ્વારા નષ્ટોમોહા ભવ
સદા ન્યારા રહેવાની
નિશાની છે પ્રભુ પ્રેમની અનુભૂતિ અને જેટલો પ્રેમ હોય છે એટલા સાથે રહેશો, અલગ નહીં
થશો. પ્રેમ એને જ કહેવાય છે જે સાથે રહે. જ્યારે બાપ સાથે છે તો સર્વ બોજ બાપને
આપીને પોતે હલકા થઈ જાઓ, આ જ વિધિ છે નષ્ટો મોહા બનવાની. પરંતુ પુરુષાર્થ નાં વિષય
માં સદા શબ્દ ને અન્ડરલાઇન કરો. લૌકિક અને અલૌકિક જીવન માં સદા ન્યારા રહો ત્યારે
સદા સાથ નો અનુભવ થશે.
સ્લોગન :-
વિકારો રુપી
સાપોને પોતાની શૈયા બનાવી દો તો સહજયોગી બની જશો.