25-02-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે બ્રાહ્મણ સો દેવતા બનો છો , તમે ભારત ને સ્વર્ગ બનાવો છો , તો તમને પોતાની બ્રાહ્મણ જાતિ નો નશો હોવો જોઈએ”

પ્રશ્ન :-
સાચાં બ્રાહ્મણો ની મુખ્ય નિશાનીઓ શું હશે?

ઉત્તર :-
સાચાં બ્રાહ્મણો નું આ જૂની દુનિયા થી લંગર ઉઠેલું હશે. તે જાણે આ દુનિયાનો કિનારો છોડી ચુક્યાં. ૨. સાચાં બ્રાહ્મણ તે જે હાથે થી કામ કરે અને બુદ્ધિ સદા બાપ ની યાદ માં રહે અર્થાત્ કર્મયોગી હોય. ૩. બ્રાહ્મણ અર્થાત્ કમળફૂલ સમાન. ૪. બ્રાહ્મણ અર્થાત્ સદા આત્મ-અભિમાની રહેવાનો પુરુષાર્થ કરવા વાળા. ૫. બ્રાહ્મણ અર્થાત્ કામ મહાશત્રુ પર વિજય પ્રાપ્ત કરવા વાળા.

ઓમ શાંતિ!
રુહાની બાપ રુહાની બાળકો ને સમજાવે છે. બાળકો કોણ? આ બ્રાહ્મણ. આ ક્યારેય ભૂલો નહીં કે અમે બ્રાહ્મણ છીએ, દેવતા બનવાવાળા છીએ. વર્ણો ને પણ યાદ કરવા પડે છે. અહીં તમે પરસ્પર ફક્ત બ્રાહ્મણ જ બ્રાહ્મણ છો. બ્રાહ્મણો ને બેહદ નાં બાપ ભણાવે છે. આ બ્રહ્મા નથી ભણાવતાં. શિવબાબા ભણાવે છે બ્રહ્મા દ્વારા. બ્રાહ્મણો ને જ ભણાવે છે. શુદ્ર થી બ્રાહ્મણ બન્યાં વગર દેવી-દેવતા બની નથી શકતાં. વારસો શિવબાબા પાસે થી મળે છે. એ શિવબાબા તો બધાનાં બાપ છે. આ બ્રહ્મા ને ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડફાધર કહેવાય છે. લૌકિક બાપ તો બધાને હોય છે. પારલૌકિક બાપ ને ભક્તિ માર્ગ માં યાદ કરે છે. હવે આપ બાળકો સમજો છો આ છે અલૌકિક બાપ જેમને કોઈ નથી જાણતું. ભલે બ્રહ્મા નું મંદિર છે, અહીં પણ પ્રજાપિતા આદિ દેવ નું મંદિર છે. એમને કોઈ મહાવીર કહે છે, દિલવાલા પણ કહે છે. પરંતુ હકીકત માં દિલ લેવા વાળા છે શિવબાબા, નહીં કે પ્રજાપિતા આદિદેવ બ્રહ્મા. બધા આત્માઓ ને સદા સુખી બનાવવા વાળા, ખુશ કરવાવાળા એક જ બાપ છે. આ પણ ફક્ત તમે જ જાણો છો. દુનિયા માં તો મનુષ્ય કાંઈ નથી જાણતાં. તુચ્છ બુદ્ધિ છે. આપણે બ્રાહ્મણ જ શિવબાબા પાસે થી વારસો લઈ રહ્યાં છીએ. તમે પણ આ ઘડી-ઘડી ભૂલી જાઓ છો. યાદ છે ખૂબ સહજ. યોગ શબ્દ સંન્યાસીઓએ રાખ્યો છે. તમે તો બાપ ને યાદ કરો છો. યોગ સાધારણ શબ્દ છે. આને યોગ આશ્રમ પણ નહીં કહેવાશે, બાળકો અને બાપ બેઠાં છે. બાળકો ની ફરજ છે - બેહદ નાં બાપ ને યાદ કરવાં. આપણે બ્રાહ્મણ છીએ, દાદા પાસે થી વારસો લઈ રહ્યાં છીએ બ્રહ્મા દ્વારા એટલે શિવબાબા કહે છે જેટલું બની શકે યાદ કરતા રહો. ચિત્ર પણ ભલે રાખો તો યાદ રહેશે. આપણે બ્રાહ્મણ છીએ, બાપ પાસે થી વારસો લઈએ છીએ. બ્રાહ્મણ ક્યારેય પોતાની જાતિ ને ભૂલે છે શું? તમે શુદ્ર નાં સંગ માં આવવાથી બ્રાહ્મણપણું ભૂલી જાઓ છો. બ્રાહ્મણ તો દેવતાઓ કરતાં પણ ઊંચા છે કારણકે તમે બ્રાહ્મણ નોલેજફુલ છો. ભગવાન ને જાની જાનનહાર કહે છે ને? એનો પણ અર્થ નથી જાણતાં. એવું નથી કે બધાનાં દિલો માં શું છે તે બેસીને જુએ છે. ના, એમને સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ની નોલેજ છે. એ બીજરુપ છે. ઝાડ નાં આદિ-મધ્ય-અંત ને જાણે છે. તો એવાં બાપ ને ખૂબ યાદ કરવાનાં છે. એમનો આત્મા પણ એ બાપ ને યાદ કરે છે. એ બાપ કહે છે આ બ્રહ્મા પણ મને યાદ કરશે ત્યારે આ પદ મેળવશે. તમે પણ યાદ કરશો ત્યારે પદ મેળવશો. પહેલાં-પહેલાં તમે અશરીરી આવ્યાં હતાં પછી અશરીરી બનીને પાછા જવાનું છે. બીજા બધા તમને દુઃખ આપવા વાળા છે, એમને કેમ યાદ કરશો? જ્યારે હું તમને મળ્યો છું, હું તમને નવી દુનિયા માં લઈ ચાલવા આવ્યો છું. ત્યાં કોઈ દુઃખ નથી. એ છે દૈવી સંબંધ. અહીં પહેલાં-પહેલાં દુઃખ હોય છે સ્ત્રી-પુરુષ નાં સંબંધ માં કારણકે વિકારી બને છે. તમને હવે હું એ દુનિયા ને લાયક બનાવું છું, જ્યાં વિકાર ની વાત નથી રહેતી. આ કામ મહાશત્રુ ગવાયેલું છે જે આદિ-મધ્ય-અંત દુઃખ આપે છે. ક્રોધ માટે એવું નહીં કહેવાશે કે આ આદિ-મધ્ય-અંત દુઃખ આપે છે, ના. કામ ને જીતવાનું છે. તે જ આદિ-મધ્ય-અંત દુઃખ આપે છે. પતિત બનાવે છે. પતિત શબ્દ વિકાર પર લાગે છે. આ દુશ્મન પર જીત મેળવવાની છે. તમે જાણો છો આપણે સ્વર્ગ નાં દેવી-દેવતા બની રહ્યાં છીએ. જ્યાં સુધી આ નિશ્ચય નથી તો કાંઈ નહીં મેળવી શકો.

બાપ સમજાવે છે બાળકોએ મન્સા-વાચા-કર્મણા એક્યુરેટ બનવાનું છે. મહેનત છે. દુનિયા માં આ કોઈને ખબર નથી કે તમે ભારત ને સ્વર્ગ બનાવો છો. આગળ ચાલીને સમજશે. ઈચ્છે પણ છે એક વર્લ્ડ, એક રાજ્ય, એક ધર્મ, એક ભાષા હોય. તમે સમજાવી શકો છો - સતયુગ માં આજ થી ૫ હજાર વર્ષ પહેલાં એક રાજ્ય, એક ધર્મ હતો જેને સ્વર્ગ કહેવાય છે. રામ રાજ્ય અને રાવણ રાજ્ય ને પણ કોઈ નથી જાણતું. ૧૦૦ ટકા તુચ્છ બુદ્ધિ થી હવે તમે સ્વચ્છ બુદ્ધિ બનો છો નંબરવાર પુરુષાર્થ અનુસાર. બાપ બેસી તમને ભણાવે છે. ફક્ત બાપ ની મત પર ચાલો. બાપ કહે છે કે જૂની દુનિયા માં રહેતાં કમળફૂલ સમાન પવિત્ર રહો. મને યાદ કરતા રહો. બાપ આત્માઓ ને સમજાવે છે. હું આત્માઓ ને જ ભણાવવા આવ્યો છું આ ઓરગન્સ (બ્રહ્મા તન) દ્વારા. આપ આત્માઓ પણ ઓરગન્સ દ્વારા સાંભળો છો. બાળકોએ આત્મ-અભિમાની બનવાનું છે. આ તો જૂનું છી-છી શરીર છે. આપ બ્રાહ્મણ પૂજા ને લાયક નથી. તમે ગાયન લાયક છો, પૂજવા લાયક દેવતાઓ છે. તમે શ્રીમત પર વિશ્વ ને પવિત્ર સ્વર્ગ બનાવો છો એટલે તમારું ગાયન છે. તમારી પૂજા નથી થઈ શકતી. ગાયન ફક્ત આપ બ્રાહ્મણો નું છે, નહીં કે દેવતાઓ નું. બાપ તમને જ શુદ્ર થી બ્રાહ્મણ બનાવે છે. જગત અંબા તથા બ્રહ્મા આદિ નાં મંદિર બનાવે છે પરંતુ એમને આ ખબર નથી કે આ કોણ છે? જગત પિતા તો બ્રહ્મા થયા ને? એમને દેવતા નહીં કહેવાશે. દેવતાઓ નાં આત્મા અને શરીર બંને પવિત્ર છે. હવે તમારો આત્મા પવિત્ર બનતો જાય છે. પવિત્ર શરીર નથી. હવે તમે ઈશ્વર ની મત પર ભારત ને સ્વર્ગ બનાવી રહ્યાં છો. તમે પણ સ્વર્ગનાં લાયક બની રહ્યાં છો. સતોપ્રધાન જરુર બનવાનું છે. ફક્ત આપ બ્રાહ્મણ જ છો જેમને બાપ ભણાવે છે. બ્રાહ્મણો નાં ઝાડ ની વૃદ્ધિ થતી રહેશે. બ્રાહ્મણ જે પાક્કા બની જશે તે પછી જઈને દેવતા બનશે. આ નવું ઝાડ છે. માયા નાં તોફાન પણ લાગે છે. સતયુગ માં કોઈ તોફાન નથી લાગતાં. અહીં માયા બાબા ની યાદ માં રહેવા નથી દેતી. આપણે ઈચ્છીએ છીએ બાબા ની યાદ માં રહીએ. તમો થી સતોપ્રધાન બનીએ. બધો આધાર છે યાદ પર. ભારત નો પ્રાચીન યોગ પ્રસિદ્ધ છે. વિલાયત વાળા પણ ઈચ્છે છે પ્રાચીન યોગ કોઈ આવીને શીખવાડે. હવે યોગ પણ બે પ્રકાર નાં છે - એક છે હઠયોગી, બીજા છે રાજયોગી. તમે છો રાજયોગી. આ ભારત નો પ્રાચીન રાજયોગ છે જે બાપ જ શીખવાડે છે. ફક્ત ગીતા માં મારા બદલે શ્રીકૃષ્ણ નું નામ લખી દીધું છે. કેટલો ફરક થઈ ગયો છે. શિવજયંતી થાય છે તો તમારી વૈકુંઠ ની પણ જયંતી થાય છે, જેમાં શ્રીકૃષ્ણ નું રાજ્ય છે. તમે જાણો છો શિવબાબા ની જયંતી છે તો ગીતા ની પણ જયંતી છે. વૈકુંઠ ની પણ જયંતી થાય છે જેમાં તમે પવિત્ર બની જશો. કલ્પ પહેલાં ની જેમ સ્થાપના કરે છે. હવે બાપ કહે છે મને યાદ કરો. યાદ ન કરવાથી માયા કાંઈ ન કાંઈ વિકર્મ કરાવી દે છે. યાદ ન કર્યા અને લાગી ચમાટ. યાદ માં રહેવાથી ચમાટ નહીં ખાશો. આ બોક્સિંગ થાય છે. તમે જાણો છો - આપણો દુશ્મન કોઈ મનુષ્ય નથી. રાવણ છે દુશ્મન.

બાપ કહે છે આ સમય નાં લગ્ન બરબાદી છે. એક-બીજા ની બરબાદી કરે છે (પતિત બનાવી દે છે). હવે પારલૌકિક બાપે ઓર્ડિનન્સ (કાયદો) કાઢ્યો છે, બાળકો, આ કામ મહાશત્રુ છે. આનાં પર જીત મેળવો અને પવિત્રતા ની પ્રતિજ્ઞા કરો. કોઈ પણ પતિત ન બને. જન્મ-જન્માંતર તમે પતિત બન્યાં છો આ વિકાર થી, એટલે કામ મહાશત્રુ કહેવાય છે. સાધુ-સંત બધા કહે છે પતિત-પાવન આવો. સતયુગ માં પતિત કોઈ હોતાં નથી. બાપ આવીને જ્ઞાન થી સર્વ ની સદ્દગતિ કરે છે. હમણાં બધા દુર્ગતિ માં છે. જ્ઞાન આપવા વાળા કોઈ નથી. જ્ઞાન આપવા વાળા એક જ જ્ઞાન સાગર છે. જ્ઞાન થી દિવસ છે. દિવસ છે રામ નો, રાત છે રાવણ ની. આ શબ્દો નો યથાર્થ અર્થ પણ તમે બાળકો સમજો છો. ફક્ત પુરુષાર્થ માં કમજોરી છે. બાપ તો ખૂબ સારી રીતે સમજાવે છે. તમે ૮૪ જન્મ પૂરાં કર્યા છે, હવે પવિત્ર બની પાછા જવાનું છે. તમને તો શુદ્ધ અહંકાર હોવો જોઈએ. આપણે આત્માઓ બાબા ની મત પર આ ભારત ને સ્વર્ગ બનાવી રહ્યાં છીએ, જે સ્વર્ગ માં પછી રાજ્ય કરીશું. જેટલી મહેનત કરશો એટલું પદ મેળવશો. ભલે રાજા-રાણી બનો, ભલે પ્રજા બનો. રાજા-રાણી કેવી રીતે બને છે, તે પણ જોઈ રહ્યાં છો. ફોલો ફાધર ગવાયેલું છે, હમણાં ની વાત છે. લૌકિક સંબંધ ને માટે નથી કહેવાતું. આ બાપ મત આપે છે - મામેકમ્ યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. તમે સમજો છો આપણે હમણાં શ્રીમત પર ચાલીએ છીએ. અનેક ની સેવા કરીએ છીએ. બાળકો બાપ ની પાસે આવે છે તો શિવબાબા પણ જ્ઞાન થી બહેલાવે છે. આ પણ તો શીખે છે ને? શિવબાબા કહે છે હું આવું છું સવારે. સારું, પછી કોઈ મળવા માટે આવે છે તો શું આ નહીં સમજાવશે? એવું કહેશે શું કે બાબા તમે આવીને સમજાવો, હું નહીં સમજાવીશ. આ ખૂબ ગુપ્ત વાતો છે ને? હું તો સૌથી સારું સમજાવી શકું છું. તમે એમ કેમ સમજો છો કે શિવબાબા જ સમજાવે છે, આ નહીં સમજાવતા હશે? આ પણ જાણો છો કલ્પ પહેલાં આમણે સમજાવ્યું છે, ત્યારે તો આ પદ મેળવ્યું છે. મમ્મા પણ સમજાવતી હતી ને? એ પણ ઊંચ પદ મેળવે છે. મમ્મા-બાબા ને સૂક્ષ્મવતન માં જુઓ છો તો બાળકોએ ફોલો ફાધર કરવાનું છે. સરેન્ડર પણ ગરીબ થાય છે, સાહૂકાર થઈ ન શકે. ગરીબ જ કહે છે - બાબા, આ બધું તમારું છે. શિવબાબા તો દાતા છે. એ ક્યારેય લેતા નથી. બાળકો ને કહે છે - આ બધું તમારું છે. હું પોતાનાં માટે મહેલ નથી ત્યાં બનાવતો. તમને સ્વર્ગ નાં માલિક બનાવું છું. હવે આ જ્ઞાન-રત્નો થી ઝોલી ભરવાની છે. મંદિર માં જઈને કહે છે મારી ઝોલી ભરો. પરંતુ કયા પ્રકારની, કઈ વસ્તુ ની ઝોલી ભરી આપો… ઝોલી ભરવાવાળી લક્ષ્મી છે, જે પૈસા આપે છે. શિવ ની પાસે તો જતા નથી, શંકર ની પાસે જઈને કહે છે. સમજે છે શિવ અને શંકર એક છે પરંતુ એવું થોડી છે?

બાપ આવી સત્ય વાત બતાવે છે. બાપ છે જ દુઃખહર્તા-સુખકર્તા. આપ બાળકોએ ગૃહસ્થ વ્યવહાર માં પણ રહેવાનું છે. ધંધો પણ કરવાનો છે. દરેક પોતાનાં માટે સલાહ પૂછે છે - બાબા, અમને આ વાત માં ખોટું બોલવું પડે છે. બાપ દરેક ની નસ (સ્થિતિ) જોઈને સલાહ આપે છે કારણકે બાપ સમજે છે હું કહું અને કરી ન શકે એવી સલાહ જ કેમ આપું? નસ જોઈને સલાહ જ એવી અપાય છે જે કરી પણ શકે. કહું અને કરે નહીં તો નાફરમાનવરદાર ની લાઈન માં આવી જાય. દરેક નાં પોત-પોતાનાં હિસાબ-કિતાબ છે. સર્જન તો એક જ છે ને, એમની પાસે આવવું પડે. એ પૂરી સલાહ આપશે. બધાએ પૂછવું જોઈએ - બાબા, આ હાલત માં અમારે કેવી રીતે ચાલવું જોઈએ? હવે શું કરીએ? બાપ સ્વર્ગ માં તો લઈ જાય છે. તમે જાણો છો આપણે સ્વર્ગવાસી તો બનવાના છીએ. હમણાં આપણે સંગમવાસી છીએ. તમે હવે નથી નર્ક માં, નથી સ્વર્ગ માં. જે-જે બ્રાહ્મણ બને છે એમનું લંગર આ છી-છી દુનિયા થી ઉઠી ચૂક્યું છે. તમે કળિયુગી દુનિયા નો કિનારો છોડી દીધો છે. કોઈ બ્રાહ્મણ આગળ જઈ રહ્યાં છે યાદ ની યાત્રા માં, કોઈ ઓછાં. કોઈ હાથ છોડી દે છે અર્થાત્ પછી કળિયુગ માં ચાલ્યાં જાય છે. તમે જાણો છો ખેવૈયા આપણને હવે લઈ જઈ રહ્યાં છે. તે યાત્રા તો અનેક પ્રકારની છે. તમારી એક જ યાત્રા છે. આ બિલકુલ ન્યારી યાત્રા છે. હા, તોફાન આવે છે જે યાદ ને તોડી દે છે. આ યાદ ની યાત્રા ને સારી રીતે પાક્કી કરો. મહેનત કરો. તમે કર્મયોગી છો. જેટલું થઈ શકે હથ કાર ડે દિલ યાર ડે… અડધો કલ્પ તમે આશિક, માશૂક ને યાદ કરતા આવ્યાં છો. બાબા, અહીં ખૂબ દુઃખ છે, હવે અમને સુખધામ નાં માલિક બનાવો. યાદ ની યાત્રા માં રહેશો તો તમારા પાપ ખલાસ થઈ જશે. તમે જ સ્વર્ગ નો વારસો મેળવ્યો હતો, હવે ગુમાવ્યો છે. ભારત સ્વર્ગ હતું ત્યારે કહે છે પ્રાચીન ભારત. ભારત ને જ ખૂબ માન આપે છે. સૌથી મોટું પણ છે, સૌથી જૂનું પણ છે. હવે તો ભારત કેટલું ગરીબ છે એટલે બધા એને મદદ કરે છે. તે લોકો સમજે છે, અમારી પાસે ખૂબ અનાજ થઈ જશે. ક્યાંય થી મંગાવવું નહીં પડશે પરંતુ આ તો તમે જાણો છો - વિનાશ સામે છે જે સારી રીતે સમજે છે તેમને અંદર ખૂબ ખુશી રહે છે. પ્રદર્શન માં કેટલાં આવે છે. કહે છે તમે સત્ય કહો છો પરંતુ આ સમજે કે અમારે બાપ પાસે થી વારસો લેવાનો છે, આ થોડી બુદ્ધિ માં બેસે છે? અહીં થી બહાર નીકળ્યાં ખલાસ. તમે જાણો છો બાબા આપણને સ્વર્ગ માં લઈ જાય છે. ત્યાં ન ગર્ભ જેલ માં, ન તે જેલ માં જઈશું. હવે જેલ ની યાત્રા પણ કેટલી સહજ થઈ ગઈ છે. પછી સતયુગ માં ક્યારેય જેલ નું મોઢું જોવા નહીં મળશે. બંને જેલ નહીં રહેશે. અહીં બધા આ માયા નાં પામ્પ છે. મોટાં-મોટાં ને જાણે ખલાસ કરી દે છે. આજ ખૂબ માન આપી રહ્યાં છે, કાલે માન જ ખલાસ. આજે દરેક વાત ક્વિક (ઝડપી) થાય છે. મોત પણ ક્વિક થતું રહેશે. સતયુગ માં એવાં કોઈ ઉપદ્રવ હોતાં નથી. આગળ ચાલી જોશો શું થાય છે. ખૂબ ભયંકર સીન છે. આપ બાળકોએ સાક્ષાત્કાર પણ કર્યો છે. બાળકો માટે મુખ્ય છે યાદ ની યાત્રા. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. મન્સા-વાચા-કર્મણા ખૂબ-ખૂબ એક્યુરેટ બનવાનું છે. બ્રાહ્મણ બનીને કોઈ પણ શુદ્રો નાં કર્મ નથી કરવાનાં.

2. બાબા પાસે થી જે સલાહ મળે છે એનાં પર પૂરે-પૂરાં ચાલીને ફરમાનવરદાર બનવાનું છે. કર્મયોગી બની દરેક કાર્ય કરવાનું છે. સર્વ ની ઝોલી જ્ઞાન-રત્નો થી ભરવાની છે.

વરદાન :-
ડબલ લાઈટ બની કર્માતીત અવસ્થા નો અનુભવ કરવાવાળા કર્મયોગી ભવ

જેમ કર્મ માં આવવાનું સ્વાભાવિક થઈ ગયું છે તેમ કર્માતીત બનવાનું પણ સ્વાભાવિક થઈ જાય, એનાં માટે ડબલ લાઈટ રહો. ડબલ લાઈટ રહેવા માટે કર્મ કરતા સ્વયં ને ટ્રસ્ટી સમજો અને આત્મિક સ્થિતિ માં રહેવાનો અભ્યાસ કરો, આ જ બે વાતો નું અટેન્શન રાખવાથી સેકન્ડ માં કર્માતીત, સેકન્ડ માં કર્મયોગી બની જશો. નિમિત્ત માત્ર કર્મ કરવા માટે કર્મયોગી બનો પછી કર્માતીત અવસ્થા નો અનુભવ કરો.

સ્લોગન :-
જેમનું દિલ મોટું છે એમનાં માટે અસંભવ કાર્ય પણ સંભવ બની જાય છે.

આ અવ્યક્ત ઈશારા - એકતા અને વિશ્વાસ ની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો

તમારા માં જે પણ વિશેષતાઓ છે, એને સામે રાખો, કમજોરીઓ ને નહીં, તો પોતાને પોતાનામાં વિશ્વાસ રહેશે. કમજોરી ની વાત ને વધારે નહીં વિચારતા, તો સદા ખુશી માં આગળ વધતા જશો. પ્રેક્ટિકલ માં અનેક દેશ, અનેક ભાષાઓ, અનેક રુપ-રંગ પરંતુ અનેકતા માં પણ બધાનાં દિલ માં એકતા છે ને? કારણકે દિલ માં એક બાપ છે. એક શ્રીમત પર ચાલવાવાળા છો. અનેક ભાષાઓ હોવા છતાં પણ મન નું ગીત, મન ની ભાષા એક છે.