25-03-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે બાપ નાં બાળકો માલિક છો , તમે કોઈ બાપ ની પાસે શરણ નથી લીધી , બાળક ક્યારેય બાપ ની શરણ માં નથી જતાં”

પ્રશ્ન :-
કઈ વાત નું સદા સિમરણ થતું રહે તો માયા હેરાન નહીં કરશે?

ઉત્તર :-
આપણે બાપ ની પાસે આવ્યાં છીએ, એ આપણાં બાપ પણ છે, શિક્ષક પણ છે, સદ્દગુરુ પણ છે પરંતુ છે નિરાકાર. આપણને નિરાકારી આત્માઓ ને ભણાવવાવાળા નિરાકાર બાબા છે, આ બુદ્ધિમાં સિમરણ રહે તો ખુશી નો પારો ચઢ્યો રહેશે પછી માયા હેરાન નહીં કરશે.

ઓમ શાંતિ!
ત્રિમૂર્તિ બાપે બાળકો ને સમજાવ્યું છે. ત્રિમૂર્તિ બાપ છે ને? ત્રણેય ને રચવાવાળા તે થયાં સર્વ નાં બાપ કારણકે ઊંચા માં ઊંચા એ બાપ જ છે. બાળકો ની બુદ્ધિમાં છે અમે એમનાં બાળક છીએ. જેમ બાપ પરમધામ માં રહે છે તેમ આપણે આત્માઓ પણ ત્યાં નાં નિવાસી છીએ. બાપે આ પણ સમજાવ્યું છે કે આ ડ્રામા છે, જે કાંઇ થાય છે તે ડ્રામા માં એક જ વાર થાય છે. બાપ પણ એક જ વાર ભણાવવાં આવે છે. તમે કોઈ શરણાગતિ નથી લેતાં. આ શબ્દ ભક્તિમાર્ગ નો છે - શરણ પડી હું તારા… બાળક ક્યારેય બાપ ને શરણ પડે છે શું! બાળકો તો માલિક હોય છે. આપ બાળકો બાપ ને શરણ નથી પડ્યાં. બાપે તમને પોતાના બનાવ્યાં છે. બાળકોએ બાપ ને પોતાનાં બનાવ્યાં છે. આપ બાળકો બાપ ને બોલાવો જ છો કે બાબા, આવો અમને પોતાનાં ઘરે લઈ જાઓ અથવા રાજાઈ આપો. એક છે શાંતિધામ, બીજું છે સુખધામ. સુખધામ છે બાપ ની મિલકત અને દુઃખધામ છે રાવણ ની મિલકત. ૫ વિકારો માં ફસાવાથી દુઃખ જ દુઃખ છે. હવે બાળકો જાણે છે - આપણે બાબા ની પાસે આવ્યાંં છીએ. એ બાપ પણ છે, શિક્ષક પણ છે પરંતુ છે નિરાકાર. આપણને નિરાકારી આત્માઓ ને ભણાવવા વાળા પણ નિરાકાર છે. એ છે આત્માઓ નાં બાપ. આ સદૈવ બુદ્ધિ માં સિમરણ થતું રહે તો પણ ખુશી નો પારો ચઢે. આ ભૂલવાથી જ માયા હેરાન કરે છે. હમણાં તમે બાપ પાસે બેઠાં છો તો બાપ અને વારસો યાદ આવે છે. મુખ્ય-ઉદ્દેશ તો બુદ્ધિ માં છે ને? યાદ શિવબાબા ને કરવાનાં છે. શ્રીકૃષ્ણ જો હોય, તેના પર તો બધા ઝટ ફિદા થઇ જાય. ખાસ માતાઓ તો ખૂબ ઈચ્છે છે અમને શ્રીકૃષ્ણ જેવું બાળક મળે, શ્રીકૃષ્ણ જેવો પતિ મળે. હવે બાપ કહે છે હું આવ્યો છું, તમને શ્રીકૃષ્ણ જેવું બાળક અથવા પતિ પણ મળશે અર્થાત્ આમનાં જેવાં ગુણવાન સર્વગુણ સંપન્ન, સોળે કળા સંપૂર્ણ સુખ આપવાવાળા તમને મળશે. સ્વર્ગ અથવા શ્રીકૃષ્ણપુરી માં સુખ જ સુખ છે. બાળકો જાણે છે અહીં અમે ભણીએ છીએ - શ્રીકૃષ્ણપુરી માં જવાનાં માટે. સ્વર્ગ ને જ બધા યાદ કરે છે ને? કોઈ મરે છે તો કહે છે ફલાણા સ્વર્ગવાસી થયાં પછી તો ખુશ થવું જોઈએ, તાળી વગાડવી જોઈએ. નર્ક થી નીકળીને સ્વર્ગ માં ગયાંં - આ તો બહુજ સારું થયું. જ્યારે કોઈ કહે ફલાણા સ્વર્ગ પધાર્યા તો બોલો ક્યાંથી ગયાંં? જરુર નર્ક થી ગયાં. આમાં તો બહુજ ખુશી ની વાત છે. બધાને બોલાવીને ટોલી ખવડાવવી જોઈએ. પરંતુ આ તો સમજ ની વાત છે. તેઓ એવું નહીં કહેશે ૨૧ જન્મ નાં માટે સ્વર્ગ ગયાં. ફક્ત કહી દે છે સ્વર્ગ ગયાં. અચ્છા, પછી તેમનાં આત્મા ને અહીં બોલાવો છો કેમ? નર્ક નું ભોજન ખવડાવવાં? નર્ક માં તો બોલાવવાં ન જોઈએ. આ બાપ બેસી ને સમજાવે છે, દરેક વાત જ્ઞાન ની છે ને? બાપ ને બોલાવે છે અમને પતિત થી પાવન બનાવો તો જરુર પતિત શરીરો ને ખતમ કરવાં પડે. બધા મરી જશે પછી કોણ કોનાં માટે રડશે? હવે તમે જાણો છો આપણે આ શરીર છોડી જઈશું પોતાનાં ઘરે. હમણાં આ પ્રેક્ટિસ (અભ્યાસ) કરી રહ્યાં છીએ કે કેવી રીતે શરીર છોડીએ? આવો પુરુષાર્થ દુનિયામાં કોઈક જ કરતાં હશે!

આપ બાળકો ને આ જ્ઞાન છે કે આપણું આ જૂનું શરીર છે. બાપ પણ કહે છે હું જૂનાં જૂત્તા નું લોન (આધાર) લઉં છું. ડ્રામા માં આ રથ જ નિમિત્ત બનેલો છે. આ બદલાઈ નથી શકતો. આમને ફરી તમે ૫ હજાર વર્ષ પછી જોશો. ડ્રામા નાં રહસ્ય સમજી ગયાં ને? આ બાપ નાં સિવાય બીજા કોઇમાં તાકાત નથી જે સમજાવી શકે. આ પાઠશાળા બહુજ વન્ડરફુલ છે, અહીંયાં વૃદ્ધ પણ કહેશે અમે જઈએ છીએ ભગવાન ની પાઠશાળા માં - ભગવાન-ભગવતી બનવાં. અરે વૃદ્ધો થોડી ક્યારેય સ્કૂલ માં ભણે છે? તમને કોઈ પૂછે છે તમે ક્યાં જાઓ છો? બોલો, અમે જઈએ છીએ ઈશ્વરીય યુનિવર્સિટી માં. ત્યાં અમે રાજયોગ શીખીએ છીએ. શબ્દ એવાં સંભળાવો જે તેઓ ચક્રિત થઈ જાય. વૃદ્ધ પણ કહેશે અમે જઈએ છીએ ભગવાન ની પાઠશાળા માં. અહીં આ વન્ડર છે, અમે ભગવાન ની પાસે ભણવા જઈએ છીએ. આવું બીજું કોઈ કહી ન શકે. કહેશે નિરાકાર ભગવાન ક્યાંથી આવ્યાંં? કારણકે તેઓ તો સમજે છે ભગવાન નામ-રુપ થી ન્યારા છે. હવે તમે સમજણ થી બોલો છો. દરેક મૂર્તિ નાં ઓક્યુપેશન (કર્તવ્ય) ને તમે જાણો છો. બુદ્ધિમાં આ પાક્કું છે કે ઊંચા માં ઊંચા શિવબાબા છે, જેમનાં આપણે સંતાન છીએ. અચ્છા, પછી સૂક્ષ્મવતનવાસી બ્રહ્મા-વિષ્ણુ-શંકર, તમે ફક્ત કહેવા માત્ર નથી કહેતાં. તમે તો જીગરી જાણો છો કે બ્રહ્મા દ્વારા સ્થાપના કેવી રીતે કરે છે. સિવાય તમારાં બીજું કોઈ પણ બાયોગ્રાફી (જીવનકહાની) બતાવી ન શકે. પોતાની બાયોગ્રાફી જ નથી જાણતા તો બીજાઓની કેવી રીતે જાણશે? તમે હમણાં બધુંજ જાણી ગયાં છો. બાપ કહે છે હું જે જાણું છું તે આપ બાળકો ને સમજાવું છું. રાજાઈ પણ બાપ વગર તો કોઈ આપી ન શકે. આ લક્ષ્મી-નારાયણે કોઈ લડાઈ થી તે રાજ્ય નથી મેળવ્યું. ત્યાં તો લડાઈ હોતી નથી. અહીં તો કેટલાં લડે-ઝઘડે છે. કેટલાં અસંખ્ય મનુષ્ય છે. હમણાં આપ બાળકો નાં દિલ ની અંદર આ આવવું જોઈએ કે અમે બાપ થી દાદા દ્વારા વારસો મેળવી રહ્યાં છીએ. બાપ કહે છે- મામેકમ્ યાદ કરો, એવું નથી કહેતા કે જેમાં પ્રવેશ કર્યો છે તેમને પણ યાદ કરો. નહીં, કહે છે મામેકમ્ યાદ કરો. તે સંન્યાસી લોકો પોતાનો ફોટા નામ સહિત આપે છે. શિવબાબા નો ફોટો શું નીકાળશે? બિંદુ ની ઉપર નામ કેવી રીતે લખશે! બિંદુ પર શિવબાબા નામ લખશે તો બિંદુ થી પણ નામ મોટું થઈ જશે. સમજણ ની વાતો છે ને? તો બાળકોએ બહુજ ખુશ થવું જોઈએ કે અમને શિવબાબા ભણાવે છે. આત્મા ભણે છે ને? સંસ્કાર આત્મા જ લઈ જાય છે. હમણાં બાબા આત્મા માં સંસ્કાર ભરી રહ્યાં છે. એ બાપ પણ છે, શિક્ષક પણ છે, ગુરુ પણ છે. જે બાપ તમને શીખવાડે છે તમે બીજાઓને પણ આ શીખવાડો, સુષ્ટિ ચક્ર ને યાદ કરો અને કરાવો. જે એમનામાં ગુણ છે તે બાળકો ને પણ આપે છે. કહે છે હું જ્ઞાન નો સાગર, સુખ નો સાગર છું. તમને પણ બનાવું છું. તમે પણ બધાને સુખ આપો. મન્સા, વાચા, કર્મણા કોઈ ને પણ દુઃખ ન આપો. બધાનાં કાન માં આ જ મીઠી-મીઠી વાત સંભળાવો કે શિવબાબા ને યાદ કરો તો યાદ થી વિકર્મ વિનાશ થશે. બધાને આ સંદેશ આપવાનો છે કે બાબા આવ્યાંં છે, એમનાથી આ વારસો મેળવો. બધાને આ સંદેશ આપવો પડે. છેવટે સમાચાર પત્રવાળા પણ નાખશે. આ તો જાણો છો અંત માં બધા કહેશે અહો પ્રભુ તારી લીલા… તમે જ બધાને સદ્દગતિ આપો છો. દુઃખ થી છોડાવી બધાને શાંતિધામ માં લઈ જાઓ છો. આ પણ જાદુગરી થઇ ને? તેમની છે અલ્પકાળ માટે જાદુગરી. આ તો મનુષ્ય થી દેવતા બનાવે છે, ૨૧ જન્મો નાં માટે. આ મનમનાભવ નાં જાદુ થી તમે લક્ષ્મી-નારાયણ બનો છો. જાદુગર, રત્નાગર આ બધા નામ શિવબાબા પર છે, નહીં કે બ્રહ્મા પર. આ બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ બધા ભણે છે. ભણીને પછી ભણાવે છે. બાબા એકલા થોડી ભણાવે છે? બાબા તમને સાથે ભણાવે છે, તમે પછી બીજાઓને ભણાવો છો. બાપ રાજયોગ શીખવાડી રહ્યાં છે. એ જ બાપ રચયિતા છે, શ્રીકૃષ્ણ તો રચના છે ને? વારસો રચયિતા થી મળે છે, ન કે રચના થી. શ્રીકૃષ્ણ થી વારસો નથી મળતો. વિષ્ણુ નાં બે રુપ આ લક્ષ્મી-નારાયણ છે. નાનપણ માં રાધે-કૃષ્ણ છે. આ વાતો પણ પાક્કી યાદ કરી લો. વૃદ્ધ પણ આગળ વધી જાય તો ઊંચ પદ મેળવી શકે છે. વૃદ્ધ માતાઓ (ઘરડીઓ) નું પછી થોડું મમત્વ પણ રહે છે. પોતાની જ રચના રુપી જાળ માં ફસાઈ જાય છે. કેટલાઓની યાદ આવી જાય છે, તેમનાથી બુદ્ધિયોગ તોડી અને પછી એક બાપ થી જોડવો એમાં જ મહેનત છે. જીવતે જીવ મરવાનું છે. બુદ્ધિમાં એક વાર તીર લાગી ગયું તો બસ. પછી યુક્તિ થી ચાલવાનું હોય છે. એવું પણ નહીં કોઈ થી વાતચીત નથી કરવાની. ગૃહસ્થ વ્યવહાર માં ભલે રહો, બધાથી વાતચીત કરો. તેમનાથી પણ સંબંધ ભલે રાખો. બાપ કહે છે-ચેરિટી બિગન્સ એટ હોમ. જો સંબંધ જ નહીં રાખશો તો તેમનો ઉદ્ધાર કેવી રીતે કરશો? બંને થી સંબંધ નિભાવવાનો છે. બાબા થી પૂછે છે-લગ્ન માં જાઉં? બાબા કહેશે કેમ નહીં જાઓ. બાપ ફક્ત કહે છે કામ મહાશત્રુ છે, તેનાં પર જીત મેળવવાની છે તો તમે જગતજીત બની જશો. નિર્વિકારી હોય જ છે સતયુગ માં. યોગબળ થી જન્મ થાય છે. બાપ કહે છે નિર્વિકારી બનો. એક તો આ પાક્કું કરો કે અમે શિવબાબા ની પાસે બેઠાં છીએ, શિવબાબા અમને ૮૪ જન્મો ની કહાણી બતાવે છે. આ સૃષ્ટિ ચક્ર ફરતું રહે છે. પહેલાં-પહેલાં દેવી-દેવતાઓ આવે છે સતોપ્રધાન, પછી પુનર્જન્મ લેતાં-લેતાં તમોપ્રધાન બને છે. દુનિયા જૂની પતિત બને છે. આત્મા આ જ પતિત છે ને? અહીંયાની કોઈ ચીજ માં સાર નથી. ક્યાં સતયુગ નાં ફળ-ફૂલ ક્યાં અહીંયા નાં! ત્યાં ક્યારેય ખાટી વાસી ચીજ હોતી નથી. તમે ત્યાંનો સાક્ષાત્કાર પણ કરીને આવો છો. તમારું દિલ થાય છે આ ફળ-ફૂલ લઈ જઈએ. પરંતુ અહીં આવો છો તો તે ગુમ થઇ જાય છે. આ બધો સાક્ષાત્કાર કરાવી બાળકોને બાપ બહેલાવે છે. આ છે રુહાની બાપ, જે તમને ભણાવે છે. આ શરીર દ્વારા ભણે આત્મા છે, ન કે શરીર. આત્મા ને શુદ્ધ અભિમાન છે-હું પણ આ વારસો લઈ રહ્યો છું, સ્વર્ગ નો માલિક બની રહ્યો છું. સ્વર્ગમાં તો બધા જશે પરંતુ બધાનું નામ તો લક્ષ્મી-નારાયણ નહીં હશે ને? વારસો આત્મા મેળવે છે. આ જ્ઞાન બીજું કોઈ આપી ન શકે સિવાય બાપ નાં. આ તો યુનિવર્સિટી છે, આમાં નાનાં બાળકો, જવાન બધા ભણે છે. આવી કોલેજ ક્યારેય જોઈ? તે મનુષ્ય થી બેરિસ્ટર ડોક્ટર વગેરે બને છે. અહીં તમે મનુષ્ય થી દેવતા બનો છો.

તમે જાણો છો-બાબા આપણાં શિક્ષક, સદ્દગુરુ છે, એ આપણને સાથે લઈ જશે. પછી આપણે ભણતર અનુસાર આવીને સુખધામ માં પદ મેળવીશું. બાપ તો ક્યારેય તમારા સતયુગ ને જોતાં પણ નથી. શિવબાબા પૂછે છે - હું સતયુગ જોઉં છું? જોવાનું તો શરીર થી હોય છે, તેમને પોતાનું શરીર તો છે નહીં, તો કેવી રીતે જોશે? અહીં આપ બાળકો સાથે વાત કરે છે, જુએ છે આ આખી જૂની દુનિયા છે. શરીર વગર તો કાંઈ જોઈ ન શકાય. બાપ કહે છે હું પતિત દુનિયા, પતિત શરીર માં આવીને તમને પાવન બનાવું છું. હું સ્વર્ગ જોતો પણ નથી. એવું નહીં કે કોઈ નાં શરીર થી છુપાઈને જોઈ આવું. ના, પાર્ટ જ નથી. તમે કેટલી નવી-નવી વાતો સાંભળો છો. તો હવે આ જુની દુનિયા થી દિલ નથી લગાવવાનું. બાપ કહે છે જેટલાં પાવન બનશો તો ઊંચ પદ મેળવશો. આખી યાદ ની યાત્રા ની બાજી છે. યાત્રા પર પણ મનુષ્ય પવિત્ર રહે છે, પછી જ્યારે પાછાં આવે છે તો ફરી અપવિત્ર બને છે. આપ બાળકોને ખુશી બહુજ હોવી જોઈએ. જાણો છો બેહદનાં બાપ પાસેથી આપણે બેહદનાં સ્વર્ગ નો વારસો લઈએ છીએ તો એમની શ્રીમત પર ચાલવાનું છે. બાપ ની યાદ થી જ સતોપ્રધાન બનવાનું છે. ૬૩ જન્મો નો કાટ ચઢેલો છે. તે આ જન્મ માં ઉતારવાનો છે, બીજી કોઈ તકલીફ નથી. વિષ પીવાની જે ભૂખ લાગે છે, તે છોડી દેવાની છે, તેનો તો વિચાર પણ નહીં કરો. બાપ કહે છે આ વિકારો થી જ તમે જન્મ-જન્માંતર દુઃખી થયા છો. કુમારીઓ પર તો બહુજ તરસ પડે છે. બાઈસ્કોપ માં જવાથી જ ખરાબ થઈ પડે છે, આનાથી જ હેલ (નર્ક) માં ચાલ્યાં જાય છે. ભલે બાબા કોઈને કહે છે જોવામાં વાંધો નથી, પરંતુ તમને જોઈ બીજા પણ જવાં લાગી જશે એટલે તમારે નથી જવાનું. આ છે ભાગીરથ. ભાગ્યશાળી રથ છે ને જે નિમિત્ત બન્યો છે-ડ્રામા માં પોતાનાં રથ ની લોન આપવાં. તમે સમજો છો - બાબા આમનામાં આવે છે, આ છે હુસેન નો ઘોડો. તમને બધાને હસીન બનાવે છે. બાપ સ્વયં હસીન છે, પરંતુ રથ આ લીધો છે. ડ્રામા માં આમનો પાર્ટ જ એવો છે. હવે આત્માઓ જે કાળા બન્યા છે તેમને ગોલ્ડન એજડ (સતયુગી) બનાવવાનાં છે.

બાપ સર્વશક્તિમાન છે કે ડ્રામા? ડ્રામા છે પછી તેમાં જે એક્ટર્સ છે તેમનામાં સર્વશક્તિમાન કોણ છે? શિવબાબા. બીજો પછી રાવણ. અડધોકલ્પ છે રામરાજ્ય, અડધોકલ્પ છે રાવણરાજ્ય. ઘડી-ઘડી બાપ ને લખે છે અમે બાપ ની યાદ ભૂલી જઈએ છીએ. ઉદાસ થઈ જઇએ છીએ. અરે, તમને સ્વર્ગનાં માલિક બનાવવા આવ્યો છું પછી તમે ઉદાસ કેમ રહો છો! મહેનત તો કરવાની છે, પવિત્ર બનવાનું છે. એમ જ તિલક આપી દે શું? સ્વયં જ પોતાને રાજતિલક આપવાનાં લાયક બનવાનું છે - જ્ઞાન અને યોગ થી. બાપ ને યાદ કરતાં રહો તો તમે સ્વયં જ તિલક નાં લાયક બની જશો. બુદ્ધિમાં છે શિવબાબા આપણાં સ્વીટ બાપ, શિક્ષક, સદ્દગુરુ છે. આપણને પણ બહુજ સ્વીટ (મીઠાં) બનાવે છે. તમે જાણો છો આપણે શ્રીકૃષ્ણપુરી માં જરુર જઈશું. દર ૫ હજાર વર્ષ પછી ભારત સ્વર્ગ જરુર બને છે. પછી નર્ક બને છે. મનુષ્ય સમજે છે જે ધનવાન છે તેમનાં માટે અહીં જ સ્વર્ગ છે, ગરીબ નર્ક માં છે. પરંતુ એવું નથી. આ છે જ નર્ક. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાઈસ્કોપ (સિનેમા) હેલ (નર્ક) માં જવાનો રસ્તો છે, એટલે બાઈસ્કોપ નથી જોવાનું. યાદ ની યાત્રા થી પાવન બની ઊંચ પદ લેવાનું છે, આ જૂની દુનિયા થી દિલ નથી લગાડવાનું.

2. મન્સા-વાચા-કર્મણા કોઈને પણ દુઃખ નથી આપવાનું. બધા નાં કાનો માં મીઠી-મીઠી વાતો સંભળાવવાની છે, બધાને બાપ ની યાદ અપાવવાની છે. બુદ્ધિયોગ એક બાપ સાથે જોડાવાનો છે.

વરદાન :-
સ્મૃતિ ની સ્વીચ ઓન કરી સેકંડ માં અશરીરી સ્થિતિ નો અનુભવ કરવાવાળા પ્રીત બુદ્ધિ ભવ

જ્યાં પ્રભુ પ્રીત છે ત્યાં અશરીરી બનવું એક સેકન્ડ નાં ખેલ સમાન છે. જેવી રીતે સ્વીચ ઓન કરતા જ અંધકાર સમાપ્ત થઈ જાય છે. એવી રીતે પ્રીત બુદ્ધિ બની સ્મૃતિ ની સ્વીચ ઓન કરો તો દેહ અને દેહ ની દુનિયા ની સ્મૃતિ ની સ્વીચ ઓફ થઈ જશે. આ સેકન્ડ નો ખેલ છે. બાબા કહેવામાં પણ સમય લાગે છે પરંતુ સ્મૃતિ માં લાવવામાં સમય નથી લાગતો. આ બાબા શબ્દ જ જૂની દુનિયાને ભૂલવાનો આત્મિક બોમ્બ છે.

સ્લોગન :-
દેહભાન ની માટી નાં બોજ થી પરે રહો તો ડબલ લાઈટ ફરિશ્તા બની જશો.

અવ્યક્ત ઈશારા - સત્યતા અને સભ્યતા રુપી કલ્ચર ને અપનાવો

સત્યતા ની પરખ છે સંકલ્પ, બોલ, કર્મ, સંબંધ-સંપર્ક બધામાં દિવ્યતા ની અનુભૂતિ થવી. કોઈ કહે છે હું તો સદા સાચું બોલું છું પરંતુ બોલ અથવા કર્મ માં જો દિવ્યતા નથી તો બીજા ને તમારું સાચું, સાચું નહીં લાગશે એટલે સત્યતા ની શક્તિ ને ધારણ કરો. કંઈ પણ સહન કરવું પડે, ગભરાઓ નહીં. સત્ય સમય પ્રમાણે સ્વયં સિદ્ધ થશે.