25-06-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - પાક્કો - પાક્કો નિશ્ચય કરો કે આપણે આત્મા છીએ , આત્મા સમજી દરેક કામ શરુ કરો તો બાપ યાદ આવશે , પાપ નહીં થશે”

પ્રશ્ન :-
કર્માતીત સ્થિતિ પ્રાપ્ત કરવા માટે કઈ મહેનત દરેકે કરવાની છે? કર્માતીત સ્થિતિ ની સમીપતા ની નિશાની કઈ છે?

ઉત્તર :-
કર્માતીત બનવા માટે યાદ નાં બળ થી પોતાની કર્મેન્દ્રિયો ને વશમાં કરવાની મહેનત કરો. અભ્યાસ કરો હું નિરાકાર આત્મા નિરાકાર બાપ ની સંતાન છું. બધી કર્મેન્દ્રિયો નિર્વિકારી બની જાય-આ છે જબરજસ્ત મહેનત. જેટલાં કર્માતીત અવસ્થા ની સમીપ આવતા જશો એટલાં અંગ-અંગ શીતળ, સુગંધિત થતા જશે. એમના માંથી વિકારી વાસ નીકળી જશે. અતિન્દ્રીય સુખ નો અનુભવ થતો રહેશે.

ઓમ શાંતિ!
શિવ ભગવાનુવાચ. આ તો બાળકોએ નથી બતાવવાનું કે કોના પ્રત્યે? બાળકો જાણે છે - શિવબાબા જ્ઞાન નાં સાગર છે. મનુષ્ય સૃષ્ટિનાં બીજરુપ છે. તો જરુર આત્માઓ સાથે વાત કરે છે. બાળકો જાણે છે શિવબાબા ભણાવી રહ્યા છે. બાબા શબ્દ થી સમજે છે પરમ આત્મા ને જ બાબા કહેવાય છે. બધાં મનુષ્યમાત્ર એ પરમ આત્માને જ ફાધર કહે છે! બાબા પરમધામ માં રહે છે. પહેલાં-પહેલાં આ વાતો પાક્કી કરવાની છે. પોતાને આત્મા સમજવાનું છે અને આ પાક્કો નિશ્ચય કરવાનો છે. બાપ જે સંભળાવે છે, તે આત્મા જ ધારણ કરે છે. જે જ્ઞાન પરમાત્મા માં છે તે આત્મા માં પણ આવવું જોઈએ. જે પછી મુખ થી વર્ણન કરવાનું હોય છે. જે કંઈ પણ ભણતર ભણે છે, તે આત્મા જ ભણે છે. આત્મા નીકળી જાય તો ભણતર વગેરેની કંઈ પણ ખબર ન પડે. આત્મા સંસ્કાર લઈ ગયો, જઈને બીજા શરીર માં બેઠો. તો પહેલાં પોતાને આત્મા પાક્કુ-પાક્કુ સમજવું પડે. દેહ-અભિમાન હવે છોડવું પડે. આત્મા સાંભળે છે, આત્મા ધારણ કરે છે. આત્મા આમાં ન હોત તો શરીર હલી પણ ન શકે. હવે આપ બાળકોએ આ પાક્કો-પાક્કો નિશ્ચય કરવાનો છે - પરમ આત્મા આપણને આત્માઓને જ્ઞાન આપી રહ્યા છે. આપણે આત્મા પણ શરીર દ્વારા સાંભળીએ છીએ અને પરમાત્મા શરીર દ્વારા સંભળાવી રહ્યા છે - આ ઘડી-ઘડી ભૂલી જાય છે. દેહ યાદ આવે છે. આ પણ જાણો છે સારા તથા ખરાબ સંસ્કાર આત્મા માં જ રહે છે. દારુ પીવો, છી-છી વાત કરવી… આ પણ આત્મા કરે છે કર્મેન્દ્રિયો દ્વારા. આત્મા જ આ કર્મેન્દ્રિયો દ્વારા આટલો પાર્ટ ભજવે છે. પહેલાં-પહેલાં આત્મ-અભિમાની જરુર બનવાનું છે. બાપ આત્માઓને જ ભણાવે છે. આત્મા જ પછી આ નોલેજ સાથે લઈ જશે. જેવી રીતે ત્યાં પરમ આત્મા જ્ઞાન સહિત રહે છે, તેવી રીતે આપ આત્માઓ પછી આ નોલેજ સાથે લઈ જશો. હું આપ બાળકોને આ જ્ઞાન સહિત લઈ જાઉં છું. પછી આપ આત્માઓએ પાર્ટ માં આવવાનું છે, તમારો પાર્ટ છે નવી દુનિયામાં પ્રાલબ્ધ ભોગવવાનો. જ્ઞાન ભુલાઈ જાય છે. આ બધું સારી રીતે ધારણ કરવાનું છે. પહેલાં-પહેલાં આ ખૂબ-ખૂબ પાક્કુ કરવાનું છે કે હું આત્મા છું, ઘણાં છે જે આ ભૂલી જાય છે. પોતાની સાથે ખૂબ-ખૂબ મહેનત કરવાની છે. વિશ્વનાં માલિક બનવું છે તો મહેનત વગર થોડી બનશો? ઘડી-ઘડી આ પોઈન્ટ ને જ ભૂલી જાય છે કારણ કે આ નવી નોલેજ છે. જ્યારે પોતાને આત્મા ભૂલી દેહ-અભિમાન માં આવે છે તો કંઈ ને કંઈ પાપ થાય છે. દેહી-અભિમાની બનવાથી ક્યારેય પાપ નહીં થશે. પાપ કપાઈ જશે. પછી અડધોકલ્પ કોઈ પાપ નહીં થશે. તો આ નિશ્ચય રાખવો જોઈએ - આપણે આત્મા ભણીએ છીએ, દેહ નહીં. પહેલાં શરીરધારી મનુષ્ય ની મત મળતી હતી, હમણાં બાપ શ્રીમત આપી રહ્યા છે. આ નવી દુનિયાની બિલકુલ નવી નોલેજ છે. તમે બધાં નવા બની જશો, આમાં મૂંઝાવાની વાત જ નથી. અનેકાનેક વાર તમે જૂનાં થી નવા, નવા થી જૂનાં બનતા આવ્યા છો, એટલે સારી રીતે પુરુષાર્થ કરવાનો છે.

આપણે આત્મા કર્મેન્દ્રિયો દ્વારા આ કામ કરીએ છીએ. ઓફિસ વગેરે માં પણ પોતાને આત્મા સમજીને કર્મેન્દ્રિયો દ્વારા કામ કરતા રહેશો તો શીખડાવવા વાળા બાપ જરુર યાદ આવશે. આત્મા જ બાપ ને યાદ કરે છે. ભલે પહેલાં પણ કહેતા હતાં હું ભગવાન ને યાદ કરું છું. પરંતુ પોતાને સાકાર સમજી નિરાકાર ને યાદ કરતા હતાં. પોતાને નિરાકાર સમજી નિરાકાર ને યાદ ક્યારેય નહોતા કરતાં. હવે તમારે પોતાને નિરાકાર આત્મા સમજી નિરાકાર બાપ ને યાદ કરવાના છે. આ ખૂબ વિચાર સાગર મંથન કરવાની વાતો છે. ભલે કોઈ-કોઈ લખે છે-અમે ૨ કલાક યાદ માં રહીએ છીએ. કોઈ કહે છે અમે સદૈવ શિવબાબા ને યાદ કરીએ છીએ. પરંતુ સદૈવ કોઈ યાદ કરી ન શકે. જો યાદ કરતા હોય તો પહેલાથી જ કર્માતીત અવસ્થા થઈ જાય. કર્માતીત અવસ્થા તો ખૂબ જબરજસ્ત મહેનત થી થાય છે. આમાં બધી વિકારી કર્મેન્દ્રિયો વશ થઈ જાય છે. સતયુગ માં બધી કર્મેન્દ્રિયો નિર્વિકારી બની જાય છે. અંગ-અંગ સુગંધિત થઈ જાય છે. હમણાં વાસી છી-છી અંગ છે. સતયુગ ની તો ખૂબ પ્યારી મહિમા છે. એને કહેવાય છે સ્વર્ગ નવી દુનિયા, વૈકુંઠ. ત્યાંના ફીચર્સ, તાજ વગેરે અહીંયા કોઈ બનાવી ન શકે. ભલે તમે જોઈને પણ આવો છો. પરંતુ અહીં તે બનાવી ન શકે. ત્યાં તો નેચરલ શોભા રહે છે તો હવે આપ બાળકોએ યાદ થી જ પાવન બનવાનું છે. યાદ ની યાત્રા ખૂબ-ખૂબ કરવાની છે. આમાં ખૂબ મહેનત છે. યાદ કરતા-કરતા કર્માતીત અવસ્થા મેળવી લો છો તો બધી કર્મેન્દ્રિયો શીતળ થઈ જાય. અંગ-અંગ ખૂબ સુગંધિત થઈ જાય, દુર્ગંધ નહીં રહેશે. હમણાં તો બધી કર્મેન્દ્રિયો માં દુર્ગંધ છે. આ શરીર કોઈ કામનું નથી તમારો આત્મા હમણાં પવિત્ર બની રહ્યો છે. શરીર તો બની ન શકે. તે ત્યારે બને જ્યારે તમને નવું શરીર મળે. અંગ-અંગ માં સુગંધ હોય-આ મહિમા દેવતાઓની છે. આપ બાળકોને ખૂબ ખુશી થવી જોઈએ. બાપ આવ્યા છે તો ખુશી નો પારો ચઢી જવો જોઈએ.

બાપ કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. ગીતા નાં શબ્દ કેટલાં ક્લિયર છે. બાબાએ કહ્યું પણ છે - મારા જે ભક્ત છે, જે ગીતા-પાઠી હશે, તે શ્રીકૃષ્ણ નાં પુજારી જરુર હશે. ત્યારે બાબા કહે છે દેવતાઓ નાં પુજારીઓને સંભળાવજો. મનુષ્ય શિવ ની પૂજા કરે છે અને પછી કહી દે છે સર્વવ્યાપી. ગ્લાનિ કરવા છતાં પણ મંદિરો માં રોજ જાય છે. શિવ નાં મંદિર માં અનેકાનેક જાય છે. ખૂબ ઊંચી સીડી ચઢીને જાય છે ઉપર, શિવ નું મંદિર ઉપર બનાવાય છે. શિવબાબા પણ આવીને સીડી બતાવે છે ને? એમનું ઊંચું નામ, ઊંચું ધામ છે. કેટલાં ઉપર જાય છે. બદ્રીનાથ, અમરનાથ ત્યાં શિવ નાં મંદિર છે. ઊંચા ચઢાવવા વાળા છે, તો એમનું મંદિર પણ ખૂબ ઊંચું બનાવે છે. અહીં ગુરુશિખર નું મંદિર પણ ઊંચા પહાડ પર બનાવેલું છે. ઊંચા બાપ તમને ભણાવે છે. દુનિયામાં તો બીજા કોઈ નથી જાણતાં કે શિવબાબા આવીને ભણાવે છે. એ તો સર્વવ્યાપી કહી દે છે. હમણાં તમારી સામે મુખ્ય ઉદ્દેશ પણ છે. બાપ સિવાય બીજું કોણ કહેશે? આ તમારો મુખ્ય ઉદ્દેશ છે. આ બાપ જ આપ બાળકોને બતાવે છે. તમે કથા પણ સત્ય નારાયણ ની સાંભળો છો. તે તો જે પહેલાં થઈ જાય છે, એની કથાઓ બતાવે છે કે પહેલાં શું-શું થયું? જેની કહાણી કહેવાય છે. આ ઊંચામાં ઊંચા બાપ મોટા માં મોટી કહાણી સંભળાવે છે. આ કહાણી તમને ખૂબ ઊંચા બનાવવા વાળી છે. આ સદૈવ યાદ રાખવું જોઈએ અને અનેક ને સંભળાવવાની છે. કહાણી સંભળાવવા માટે જ તમે પ્રદર્શન અથવા મ્યુઝિયમ બનાવો છો. ૫ હજાર વર્ષ પહેલાં ભારત જ હતું, જેમાં દેવતાઓ રાજ્ય કરતા હતાં. આ છે સાચ્ચી-સાચ્ચી કહાણી, જે બીજા કોઈ બતાવી ન શકે. આ રીયલ કહાણી છે જે ચૈતન્ય વૃક્ષપતિ બાપ સમજાવે છે, જેનાથી તમે દેવતા બનો છો. આમાં પવિત્રતા મુખ્ય છે. પવિત્ર નહીં બનશો તો ધારણા નહીં થશે. સિંહણ નાં દૂધ માટે સોના નું વાસણ જોઈએ, ત્યારે જ ધારણા થઈ શકે. આ કાન વાસણ જેવા છે ને? આ સોના નાં વાસણ જેવા હોવા જોઈએ. હમણાં પથ્થરનાં છે. સોના નાં બને ત્યારે જ ધારણા થઈ શકે. ખૂબ અટેન્શન થી સાંભળવાનું અને ધારણ કરવાનું છે. કહાણીઓ તો સરળ છે, જે ગીતા માં લખી છે. તે કહાણી સંભળાવીને કમાણી કરે છે. સાંભળવા વાળા પાસેથી એમની કમાણી થઈ જાય છે. અહીં તમારી પણ કમાણી છે. બંને કમાણી ચાલતી રહે છે. બંને વેપાર છે. ભણાવે પણ છે. કહે છે મનમનાભવ, પવિત્ર બનો. આવી રીતે બીજા કોઈ નથી કહેતાં, નથી મનમનાભવ રહેતાં. કોઈપણ મનુષ્ય અહીં પવિત્ર હોઈ ન શકે કારણ કે ભ્રષ્ટાચાર ની ઉત્પત્તિ છે. રાવણ રાજ્ય કળિયુગ અંત સુધી ચાલવાનું છે, એમાં પાવન થવાનું છે. પાવન કહેવાય છે દેવતાઓને, ન કે મનુષ્યો ને. સંન્યાસી પણ મનુષ્ય છે, એમનો છે નિવૃત્તિ માર્ગ નો ધર્મ. બાપ કહે છે મને યાદ કરો તો તમે પવિત્ર બની જશો. ભારત માં પ્રવૃત્તિમાર્ગ નું જ રાજ્ય ચાલે છે. નિવૃત્તિ માર્ગ વાળા સાથે તમારું કોઈ કનેક્શન નથી. અહીં તો સ્ત્રી-પુરુષ બંને ને પવિત્ર બનવાનું છે. બંને પૈડા ચાલે છે તો ઠીક છે, નહીં તો ઝઘડો થઈ પડે છે. પવિત્રતા પર ઝઘડો ચાલે છે. બીજા કોઈ સત્સંગ માં પવિત્રતા પર ઝઘડો થાય, એવું ક્યારેય સાંભળ્યું નહીં હશે. આ એક જ વાર જ્યારે બાપ આવે છે ત્યારે ઝઘડો થાય છે. સાધુ-સંત વગેરે ક્યારેય કહે છે શું કે અબળાઓ પર અત્યાચાર થશે! અહીં બાળકીઓ પોકારે છે બાબા, અમને બચાવો. બાપ પણ પૂછે છે નિર્વસ્ત્ર તો નથી થતાં? કારણ કે કામ મહાશત્રુ છે ને? એકદમ નીચે પડે છે. આ કામ વિકારે બધાને વર્થ નોટ એ પેની (કોડીતુલ્ય) બનાવ્યા છે. બાપ કહે છે ૬૩ જન્મ તમે વૈશ્યાલય માં રહો છો, હવે પાવન બની શિવાલય માં ચાલવાનું છે. આ એક જન્મ પવિત્ર બનો. શિવબાબા ને યાદ કરો તો શિવાલય સ્વર્ગ માં ચાલશો. છતાં પણ કામ વિકાર કેટલો જબરજસ્ત છે? કેટલો હેરાન કરે છે, કશિશ (આકર્ષણ) થાય છે. કશિશ ને કાઢવી જોઈએ. જ્યારે પાછું જવાનું છે તો પવિત્ર જરુર બનવાનું છે. ટીચર કોઈ બેસી થોડી રહેશે? ભણતર થોડો સમય ચાલશે. બાબા બતાવી દે છે. મારો આ રથ છે ને? રથ નું આયુષ્ય કહેવાશે. બાપ કહે છે હું તો સદૈવ અમર છું, મારું નામ જ છે અમરનાથ. પુનર્જન્મ નથી લેતો એટલે અમરનાથ કહેવાય છે. તમને અડધાકલ્પ માટે અમર બનાવે છે. છતાં પણ તમે પુનર્જન્મ લો છો. તો હવે આપ બાળકોએ જવાનું છે ઉપર. મોઢું તે તરફ, પગ આ તરફ કરવાનાં છે. પછી આ તરફ મોઢું કેમ ફેરવવું જોઈએ? કહે છે બાબા, ભૂલ થઈ ગઈ, મોઢું આ તરફ થઈ ગયું. તો એટલે ઉલ્ટા બની જાય છે.

તમે બાપ ને ભૂલી દેહ-અભિમાની બનો છો તો ઉલ્ટા બની જાઓ છો. બાપ બધું બતાવે છે. બાપ પાસે કંઈ પણ માંગવાનું નથી કે તાકાત આપો, શક્તિ આપો. બાપ તો રસ્તો બતાવે છે-યોગબળ થી આવા બનવાનું છે. તમે યોગબળ થી એટલા સાહૂકાર બનો છો જે ૨૧ જન્મ ક્યારેય કોઈ પાસે માંગવાની જરુર નથી. એટલું તમે બાપ પાસેથી લો છો. સમજો છો બાબા તો અથાહ કમાણી કરાવે છે, કહે છે જે ઈચ્છો તે લઈ લો. આ લક્ષ્મી-નારાયણ છે હાઈએસ્ટ. પછી જે ઈચ્છો તે લો. પૂરું ભણશો નહીં તો પ્રજા માં ચાલ્યા જશો. પ્રજા પણ જરુર બનવાની છે. તમારા મ્યુઝિયમ આગળ જતા અસંખ્ય થઈ જશે અને તમને મોટા-મોટા હોલ મળશે, કોલેજ મળશે, જેમાં તમે સર્વિસ કરશો. આ જે લગ્ન માટે હોલ બનાવે છે, આ પણ તમને જરુર મળશે. તમે સમજાવશો-શિવ ભગવાનુવાચ, હું તમને એવાં પવિત્ર બનાવું છું, તો ટ્રસ્ટી હોલ આપી દેશે. બોલો, ભગવાનુવાચ - કામ મહાશત્રુ છે, જેનાથી દુઃખ મેળવ્યું છે. હવે પાવન બની પાવન દુનિયામાં ચાલવાનું છે. તમને હોલ મળતા રહેશે. પછી કહેશે ટૂ લેટ. બાપ કહે છે હું આવી રીતે મફત માં થોડી લઈશ જે પછી ભરીને આપવું પડે? બાળકોની પાઈ-પાઈ થી તળાવ બને છે. બાકી તો બધાનાં માટીમાં ભળી જવાના છે. બાપ સૌથી મોટા શરૉફ પણ છે. સોની, ધોબી, કારીગર પણ છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ જે સાચ્ચી-સાચ્ચી કહાણી સંભળાવે છે, તે અટેન્શન થી સાંભળવાની અને ધારણ કરવાની છે, બાપ પાસેથી કંઈ પણ માંગવાનું નથી. ૨૧ જન્મો માટે પોતાની કમાણી જમા કરવાની છે.

2. પાછા ઘરે ચાલવાનું છે, એટલે યોગબળ થી શરીર ની કશિશ સમાપ્ત કરવાની છે. કર્મેન્દ્રિયો ને શીતળ બનાવવાની છે. આ દેહ નું ભાન છોડવાનો પુરુષાર્થ કરવાનો છે.

વરદાન :-
એક સ્થાન પર રહેતા અનેક આત્માઓની સેવા કરવા વાળા લાઈટ - માઈટ સંપન્ન ભવ

જેવી રીતે લાઈટ હાઉસ એક સ્થિતિ પર સ્થિત થઈને દૂર-દૂર ની સેવા કરે છે. એવી રીતે તમે બધાં એક સ્થાન પર હોવા છતાં અનેકો ની સેવા અર્થ નિમિત્ત બની શકો છો આમાં ફક્ત લાઈટ-માઈટ થી સંપન્ન બનવાની આવશ્યક્તા છે. મન-બુદ્ધિ સદા વ્યર્થ વિચારવા થી મુક્ત હોય, મનમનાભવ નાં મંત્ર નું સહજ સ્વરુપ હોય-મન્સા શુભભાવના, શ્રેષ્ઠ કામના, શ્રેષ્ઠ વૃત્તિ અને શ્રેષ્ઠ વાઈબ્રેશન થી સંપન્ન હોય તો આ સેવા સહજ કરી શકો છો. આ જ મન્સા સેવા છે.

સ્લોગન :-
હવે આપ બ્રાહ્મણ આત્માઓ માઈટ બનો અને બીજા આત્માઓ ને માઈક બનાવો.