25-06-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - પાવન બનવાનો એક માત્ર ઉપાય છે - બાપ ની યાદ , યાદ ની મહેનત જ અંત માં કામ આવશે”

પ્રશ્ન :-
સંગમ પર કયું તિલક આપો તો સ્વર્ગ ની રાજાઈ નું તિલક મળી જશે?

ઉત્તર :-
સંગમ પર આ જ તિલક આપો કે આપણે આત્મા બિંદુ છીએ, આપણે શરીર નથી. અંદર માં આ જ ઘોટતા રહો કે આપણે આત્મા છીએ, આપણે બાપ થી વારસો લેવાનો છે. બાબા પણ બિંદુ છે, આપણે પણ બિંદુ છીએ. આ તિલક થી સ્વર્ગ ની રાજાઈનું તિલક પ્રાપ્ત થશે. બાબા કહે છે હું ગેરેન્ટી (ખાતરી) કરું છું - તમે યાદ કરો તો અડધાકલ્પ નાં માટે રડવાથી છૂટી જશો.

ઓમ શાંતિ!
આ ફુરના (નશો) જોઈએ કે મુજ આત્માએ બાપ ને જરુર યાદ કરવાનાં છે ત્યારે પાવન બની શકાય છે. મહેનત જે કંઈ છે, તે આ જ છે, જે મહેનત બાળકો થી પહોંચતી નથી. માયા ખૂબ હેરાન કરે છે. એક બાપ ની યાદ ભુલાવી દે છે, બીજા ની યાદ આવી જાય છે. બાપ અથવા સાજન ને યાદ નથી કરતાં. આવાં સાજન ને તો ઓછાં માં ઓછાં ૮ કલાક યાદ કરવાની સર્વિસ આપવાની છે અર્થાત્ સાજન ને મદદ આપવાની છે - યાદ કરવાની. અથવા બાળકોએ બાપ ને યાદ કરવાં જોઈએ - આ છે ખૂબ મોટી મહેનત. ગીતા માં પણ છે મનમનાભવ. બાપ ને યાદ કરતાં રહો. ઉઠતાં-બેસતાં, ચાલતાં-ફરતાં એક બાપ ને જ યાદ કરતાં રહો બીજું કંઈ નહીં. અંત માં આ યાદ જ કામ આવશે. પોતાને આત્મા અશરીરી સમજો, હવે આપણે પાછાં જવાનું છે. આ મહેનત ખૂબ કરવાની છે. સવારે સ્નાન વગેરે કરીને પછી એકાંત માં ઉપર છત પર કે હોલ માં આવીને બેસી જાઓ. જેટલું એકાંત હોય તેટલું સારું છે. હંમેશા આ જ વિચાર કરો કે અમારે બાપ ને યાદ કરવાનાં છે. બાપ થી પૂરો વારસો લેવાનો છે. આ મહેનત દર ૫ હજાર વર્ષ પછી તમારે કરવી પડે છે. સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ - ક્યાંય પણ તમારે આ મહેનત નહીં કરવી પડશે. આ સંગમ પર જ તમને બાપ કહે છે કે મને યાદ કરો, બસ. આ જ વેળા છે જ્યારે બાપ કહે છે મને યાદ કરો. બાપ આવે પણ સંગમ પર છે બીજા ક્યારેય બાપ આવતાં જ નથી. તમે પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણો છો. ઘણાં બાળકો બાપ ને ભૂલી જાય છે એટલે ખૂબ દગો ખાય છે, રાવણ ખૂબ દગાબાજ છે. અડધાકલ્પ નો આ જ દુશ્મન છે એટલે બાપ કહે છે રોજ સવારે ઉઠીને આ વિચાર સાગર મંથન કરો અને આ જ ચાર્ટ રાખો - કેટલો સમય અમે બાપ ને યાદ કર્યા! કેટલી જંક (કાટ) ઉતરી હશે! બધો આધાર યાદ નાં ઉપર છે. બાળકોએ પૂરી કોશિશ કરવાની છે, પોતાનો પૂરો વારસો મેળવવા માટે. નર થી નારાયણ બનવાનું છે. આ છે સાચ્ચી સત્યનારાયણ ની કથા. ભક્ત લોકો પૂર્ણિમા નાં દિવસે સત્યનારાયણ ની કથા કરે છે. હવે તમે જાણો છો સોળે કળા સંપૂર્ણ બનવાનું છે. તે બનશો સત્ય બાપ ને યાદ કરવાથી. બાપ છે શ્રીમત આપવા વાળા. બાપ કહે છે ગૃહસ્થ માં રહો, ધંધા-ધોરી વગેરે કંઈ પણ કરો. બાપ ને યાદ જરુર કરવાનાં છે અને પાવન બનવાનું છે. બસ. યાદ નહીં કરશો તો રાવણ થી ક્યાંય ને ક્યાંય દગો ખાતા રહેશો એટલે મૂળ વાત સમજાવે છે યાદ ની. શિવાબાબા ને યાદ કરવાનાં છે. દેહ સહિત દેહ નાં જે પણ સંબંધી છે તેમને ભૂલી પોતાને આત્મા નિશ્ચય કરો. બાપ વારંવાર સમજાવે છે - પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરવાનાં છે. નહીં તો પછી અંત માં ખૂબ-ખૂબ પસ્તાશો. ખૂબ દગો ખાશો. કોઈ એવો જોર થી થપ્પડ લાગશે જે માયા એકદમ કાળું મોઢું કરી દેશે. બાપ આવ્યાં છે ગોરું મોઢું બનાવવાં. આ સમયે બધા એક-બીજા નું કાળું મોઢું કરતાં રહે છે. ગોરા બનાવવા વાળા એક જ બાપ છે, જેમની યાદ થી તમે ગોરા સ્વર્ગ નાં માલિક બનશો. આ છે જ પતિત દુનિયા. બાપ આવે જ છે પતિતો ને પાવન બનાવવાં. બાકી તમારા ધંધા-ધોરી વગેરે થી બાબા ને કોઈ સંબંધ નથી. શરીર નિર્વાહ અર્થ તમારે જે કરવાનું છે તે કરો. બાપ તો ફક્ત કહે છે મનમનાભવ. તમે કહો પણ છો અમે કેવી રીતે પાવન દુનિયાનાં માલિક બનીએ. બાપ કહે છે ફક્ત મને યાદ કરો. બસ. બીજો કોઈ ઉપાય પાવન બનવાનો નથી. કેટલું પણ દાન-પુણ્ય વગેરે કરો, કેટલી પણ મહેનત કરો. ભલે આગ માંથી આવતા-જતા રહો, કંઈ પણ કામ નહીં આવી શકે - સિવાય એક બાપ ની યાદ નાં. ખૂબ સહજ વાત છે, આને કહેવાય છે - સહજયોગ. પોતાનાં થી પૂછો અમે પોતાનાં મીઠાં-મીઠાં બાપ ને આખાં દિવસ માં કેટલું યાદ કરીએ છીએ! નિંદર માં તો કોઈ પાપ નથી થતું. અશરીરી થઈ જાઓ છો. બાકી દિવસ માં ઘણાં પાપ થતાં રહે છે અને જૂનાં પાપ પણ ઘણાં છે. મહેનત કરવાની છે યાદ ની. અહીં આવો છો તો આ મહેનત કરવાની છે. બહાર નાં વ્યર્થ સંકલ્પો ને ઉડાવી દો. નહીં તો વાયુમંડળ ખૂબ ખરાબ કરી દે છે. ઘર નાં, ખેતી-વાડી નાં વિચાર ચાલતાં રહે છે. ક્યારેક બાળકો યાદ આવશે, ક્યારેક ગુરુ ની યાદ આવશે. સંકલ્પ ચાલતાં રહેશે તો વાયુમંડળ ને ખરાબ કરી દેશો. મહેનત ન કરવાવાળા વિધ્ન નાખે છે. આ એટલી સૂક્ષ્મ વાતો છે. તમે પણ હમણાં જાણો છો - પછી ક્યારેય નહીં જાણશો. બાપ હમણાં જ વારસો આપે છે પછી અડધાકલ્પ માટે નિશ્ચિંત થઈ જાઓ છો. લૌકિક બાપ ની ફુરના અને બેહદ બાપ ની ફુરના માં કેટલું અંતર છે. બાપ કહે છે કે ભક્તિમાર્ગ માં મને કેટલી ફુરના રહે છે. ભગત કેટલાં ઘડી-ઘડી યાદ કરે છે. સતયુગ માં કોઈ પણ યાદ નથી કરતાં. બાપ કહે છે કે તમને એટલું સુખ આપું છું જે તમારે મને ત્યાં યાદ કરવાની દરકાર જ નથી રહેતી. હું જાણું છું મારા બાળકો સુખધામ, શાંતિધામ માં બેઠા છે. બીજા કોઈ મનુષ્ય સમજી ન શકે. આવાં બાપ માં નિશ્ચય બુદ્ધિ થવામાં માયા વિઘ્ન નાખે છે. બાપ કહે છે કે ફક્ત મને યાદ કરો તો તમારા માં જે એલોય (ખાદ) પડી ગઈ છે, ચાંદી, તાંબું, લોખંડ... તે નીકળી જશે. ગોલ્ડન એજ (સતયુગ) થી સિલ્વર (ત્રેતા) માં આવવાથી પણ બે કળા ઓછી થાય છે. આ વાતો તમે સાંભળો અને સમજો છો. જે સાચાં બ્રાહ્મણ હશે તેમને સારી રીતે બુદ્ધિ માં બેસશે, નહીં તો બેસશે નહીં. યાદ ટકશે નહીં. બધો આધાર બાપ ને યાદ કરવા પર છે. વારંવાર કહે છે બાળકો બાપ ને યાદ કરો. આ બાબા પણ કહેશે શિવબાબા ને યાદ કરો. શિવબાબા સ્વયં પણ કહેશે મુજ બાપ ને યાદ કરો. આત્માઓને કહે છે હે બાળકો. એ નિરાકાર પરમાત્મા પણ આત્માઓને કહેશે. મૂળ વાત જ આ છે. કોઈ પણ આવે તો તેમને પહેલાં-પહેલાં બોલો કે અલ્ફ ને યાદ કરો બીજી કોઈ ટીક-ટીક નથી કરવાની. ફક્ત બોલો - પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો. આ જ અંદર ઘોટવાનું છે. આપણે આત્મા છીએ, ગાય પણ છે ને તુલસીદાસ ચંદન ઘિસે, તિલક દેત રઘુવીર… તિલક કોઈ સ્થૂળ થોડી છે! તમે સમજો છો કે તિલક હકીકત માં આ સમય ની યાદગાર છે. તમે યાદ કરતા રહો છો અર્થાત્ રાજાઈ નું તિલક આપો છો. તમને રાજાઈ નું તિલક મળશે, ડબલ સિરતાજ બનશો. રાજાઈ નું તિલક મળશે અર્થાત્ સ્વર્ગ નાં મહારાજા, મહારાણી બનશો. બાપ કેટલું સહજ બતાવે છે. બસ, ફક્ત આ યાદ કરો - આપણે આત્મા છીએ, શરીર નહીં. આપણે બાપ પાસેથી વારસો લેવાનો છે.

તમે જાણો છો આપણે આત્મા બિંદુ જેવાં છીએ, બાબા પણ બિંદુ છે. બાબા જ્ઞાન નાં સાગર, સુખ નાં સાગર છે. એ આપણને વરદાન આપે છે. આમની બાજુ માં આવીને બેસે છે. ગુરુ પોતાનાં શિષ્ય ને બાજુ માં બેસાડી શીખવાડે છે. આ પણ બાજુ માં બેઠા છે. બાળકોને ફક્ત કહે છે પોતાને આત્મા સમજો, મામેકમ્ યાદ કરો. સતયુગ માં પણ તમે પોતાને આત્મા સમજો છો, પરંતુ બાપ ને નથી જાણતાં. આપણે આત્મા શરીર છોડીએ છીએ પછી બીજું લેવાનું છે. ડ્રામા અનુસાર તમારો પાર્ટ જ એવો છે એટલે તમારી આયુ ત્યાં લાંબી હોય છે, પવિત્ર રહો છો. સતયુગ માં આયુ લાંબી હોય છે, કળિયુગ માં નાની થઈ જાય છે. ત્યાં છે યોગી, અહીં છે ભોગી. પવિત્ર હોય છે યોગી. ત્યાં રાવણ રાજ્ય જ નથી. આયુ લાંબી હોય છે. અહીં આયુ કેટલી નાની હોય છે, આને કર્મભોગ કહેવાય છે. ત્યાં અકાળે મૃત્યુ ક્યારેય થતું નથી. તો બાપ કહે છે કે બાપ ને ઓળખ્યા છે તો શ્રીમત પર ચાલો. એક બાપ ને યાદ કરો. પોતાને આત્મા સમજો. આપણે હવે જવાનું છે, આ શરીર છોડવાનું છે. બાકી સમય સર્વિસ (સેવા) માં લગાવવાનો છે.

આપ બાળકો ખુબ ગરીબ છો એટલે બાપ ને તરસ આવે છે. તમને વૃદ્ધ માતાઓ, કુબ્જાઓ વગેરે ને કોઈ તકલીફ નથી આપતાં. વૃદ્ધ માતાઓ ને કુબ્જા કહેવાય છે. વૃદ્ધ માતાઓ ને સમજાવાય છે - બાપ ને યાદ કરો. તમને કોઈ પૂછે ક્યાં જાઓ છો? બોલો, ગીતા પાઠશાળા માં જઈએ છીએ. અહીં તો તે કૃષ્ણનો આત્મા ૮૪ જન્મ લઈ હવે બાપ થી જ્ઞાન લઇ રહ્યો છે.

બાળકો પ્રદર્શન વગેરે પર કેટલો ખર્ચો કરે છે, લખે પણ છે ફલાણા સારા પ્રભાવિત થયાં. પરંતુ બાબા કહે છે એક પણ એવું નથી લખતા કે બરોબર આ સમયે બેહદ નાં બાપ આ બ્રહ્મા તન માં આવેલાં છે, એમનાથી જ સ્વર્ગ નો વારસો મળી શકે છે. બાબા સમજી જાય છે કે એક ને પણ નિશ્ચય નથી થયો. ફક્ત પ્રભાવિત થાય છે, આ જ્ઞાન ખૂબ સારું છે. સીડી સારી રીતે થી દેખાડી છે. પરંતુ પોતે યોગ માં રહી તમોપ્રધાન થી સતોપ્રધાન બને, તે નથી કરતાં. ફક્ત કહે છે - સમજણ ખૂબ સારી છે, પરમાત્મા થી વારસો મેળવવાની. પરંતુ સ્વયં મેળવે, તે નહીં. કંઈ પણ પુરુષાર્થ નથી કરતાં, પ્રજા અસંખ્ય બનશે. બાકી રાજા બને તે મહેનત છે. દરેક પોતાનાં દિલ થી પૂછે કે અમે ક્યાં સુધી બાપ ની યાદ માં હર્ષિત રહીએ છીએ? આપણે ફરી થી સો દેવતા બનીએ છીએ. એવી-એવી પોતાની સાથે એકાંત માં બેસી વાતો કરો, કોશિશ કરીને જુઓ. બાપ ને યાદ કરતાં રહો તો બાપ ગેરંટી (ખાતરી) આપે છે - તમે અડધોકલ્પ ક્યારેય રડશો નહીં. હવે તમે કહો છો બાબા આવીને અમને રાવણ માયા પર જીત અપાવે છે. જે જેટલી મહેનત કરે છે, પોતાનાં માટે જ કરે છે. પછી તમે આવશો નવી દુનિયામાં. જૂની દુનિયાનો હિસાબ-કિતાબ પણ ચુક્તું કરવાનો છે જ્યારે કે તમારે તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે. પાવન બનવાની યુક્તિ પણ બતાવે છે. આ છે કયામત નો સમય, બધાનો વિનાશ થવાનો છે. નવી દુનિયાની સ્થાપના થવાની છે. તમે જાણો છો આપણે આ મુત્યુલોક માં આ શરીર છોડી ફરી નવી દુનિયા અમરલોક માં આવીશું. આપણે ભણીએ જ છીએ નવી દુનિયાનાં માટે બીજી કોઈ એવી પાઠશાળા નથી, જ્યાં ભવિષ્ય નાં માટે ભણાવતાં હોય. હાં, જે ખૂબ દાન-પુણ્ય કરે છે તો રાજા ની પાસે જન્મ લે છે. ગોલ્ડન સ્પૂન ઈન માઉથ કહેવાય છે. સતયુગ માં તમને મળે છે, કળિયુગ માં પણ જે રાજાઓ ની પાસે જન્મ લે છે તેમને પણ મળે છે છતાં પણ અહીં તો અનેક પ્રકારનાં દુઃખ હોય છે. તમને તો ભવિષ્ય ૨૧ જન્મ નાં માટે કોઈ દુઃખ નથી હોતું. ક્યારેય બીમાર નહીં પડશો, ગોલ્ડન સ્પૂન ઈન સ્વર્ગ. અહીં છે અલ્પકાળ નાં માટે રાજાઈ. તમારી છે ૨૧ જન્મ નાં માટે. બુદ્ધિ થી સારી રીતે કામ લેવાનું છે, પછી સમજાવવાનું છે. એવું નહીં કે ભક્તિમાર્ગ માં રાજા નથી બની શકતાં. કોઈ કોલેજ અથવા હોસ્પિટલ બનાવે છે તો તેમને પણ ફળ મળે છે. હોસ્પિટલ બનાવે છે તો બીજા જન્મ માં સારી તંદુરસ્તી રહેશે. કહે છે ને - આમને પૂરી આયુ માં તાવ પણ નથી આવ્યો. લાંબી આયુ હોય છે. ખૂબ દાન વગેરે કર્યા છે, હોસ્પિટલ વગેરે બનાવે છે ત્યારે આયુ વધે છે. અહીં તો યોગ થી તમે એવરહેલ્દી-વેલ્દી (સદા સ્વસ્થ-સંપન્ન) બનો છો. યોગ થી તમે ૨૧ જન્મ નાં માટે શફા (આશ્રય) લો છો. આ તો ખૂબ મોટી હોસ્પિટલ, ખૂબ મોટી કોલેજ છે. બાપ દરેક વાત સારી રીતે સમજાવે છે. બાપ કહે છે જેમને જ્યાં મજા આવે, જ્યાં દિલ લાગે, ત્યાં જઈને ભણતર ભણી શકે છે. એવું નહીં કે આપણાં સેવાકેન્દ્ર પર આવે, આમની પાસે કેમ જાય છે. ના, જેમને જ્યાં ઈચ્છે ત્યાં જાય. વાત તો એક જ છે. મોરલી તો વાંચીને સંભળાવે છે. તે મોરલી અહીં થી જાય છે પછી કોઈ વિસ્તાર થી સારું સમજાવે છે, કોઈ ફક્ત વાંચીને સંભળાવે છે. ભાષણ કરવા વાળા સારા લલકાર કરતાં હશે. ક્યાંય પણ ભાષણ હોય - પહેલાં-પહેલાં બતાવો શિવબાબા કહે છે પોતાને આત્મા સમજી મુજ બાપ ને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે અને પાવન બની પાવન દુનિયાનાં માલિક બનશો. કેટલું સહજ સમજાવે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બહાર નાં વ્યર્થ વિચારો ને છોડી એકાંત માં બેસી યાદ ની મહેનત કરવાની છે. સવારે-સવારે ઉઠી વિચાર સાગર મંથન કરવાનું અને પોતાનો ચાર્ટ જોવાનો છે.

2. જેમ ભક્તિ માં દાન-પુણ્ય નું મહત્વ છે, એમ જ્ઞાનમાર્ગ માં યાદ નું મહત્વ છે. યાદ થી આત્માને એવરહેલ્દી-વેલ્દી બનાવવાનો છે. અશરીરી રહેવાનો અભ્યાસ કરવાનો છે.

વરદાન :-
કમ્બાઇન્ડ રુપ ની સેવા દ્વારા આત્માઓ ને સમીપ સંબંધ માં લાવવા વાળા કમ્બાઇન્ડ રુપધારી ભવ

ફક્ત અવાજ દ્વારા સેવા કરવાથી પ્રજા બનતી રહી છે પરંતુ અવાજ થી પરે સ્થિતિ માં સ્થિત થઈ પછી અવાજ માં આવો, અવ્યક્ત સ્થિતિ અને પછી અવાજ - એવી કમ્બાઇન્ડ રુપ ની સેવા વારિસ બનાવશે. અવાજ દ્વારા પ્રભાવિત આત્માઓ અનેક અવાજ સાંભળવાથી આવાગમન માં આવી જાય છે પરંતુ કમ્બાઇન્ડ રુપધારી બની કમ્બાઇન્ડ રુપની સેવા કરો તો એમનાં પર કોઈ પણ રુપ નો પ્રભાવ પડી નથી શકતો.

સ્લોગન :-
સાધનો માં બેહદ ની વૈરાગ્ય વૃતિ ની સાધના મર્જ થવા ન દો.

આ અવ્યક્ત ઈશારા - સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચર ને સરળ બનાવો , સહનશીલ બનો .

જે સહનશીલ બાળકો છે તે પોતાની સહનશીલતા ની શક્તિ થી કેવાં પણ કઠોળ સંસ્કાર વાળા ને, કેવાં પણ કઠિન કાર્ય ને શીતળ બનાવી દે છે કે સહજ કરી દે છે. સહનશીલતા નાં ગુણવાળા ગંભીર હશે અને ગહેરાઈ માં જશે. તે ક્યારેય ગભરાશે નહીં. ગહેરાઈ માં જઈને સફળતા પ્રાપ્ત કરશે.