25-07-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાજોલી નો ખેલ યાદ કરો , આ ખેલ માં આખા ચક્ર નું , બ્રહ્મા અને બ્રાહ્મણો નું રહસ્ય સમાયેલું છે”

પ્રશ્ન :-
સંગમયુગ પર બાપ પાસે થી કયો વારસો બધાં બાળકો ને પ્રાપ્ત થાય છે?

ઉત્તર :-
ઈશ્વરીય બુદ્ધિ નો. ઈશ્વર માં જે ગુણ છે તે આપણ ને વારસા માં આપે છે. આપણી બુદ્ધિ હીરા જેવી પારસ બની રહી છે. હમણાં આપણે બ્રાહ્મણ બની બાપ પાસે થી ખૂબ ભારી ખજાનો લઈ રહ્યા છીએ, સર્વગુણો થી પોતાની ઝોલી ભરી રહ્યા છીએ.

ઓમ શાંતિ!
આજે છે સદ્દગુરુવાર, બૃહસ્પતિ (ગુરુ)વાર. દિવસો માં પણ કોઈ ઉત્તમ દિવસ હોય છે. બૃહસ્પતિ નો દિવસ ઊંચ કહે છે ને? બૃહસ્પતિ અર્થાત્ વૃક્ષપતિ દિવસ પર સ્કૂલ અથવા કોલેજ માં બેસે છે. હવે આપ બાળકો જાણો છો કે આ મનુષ્ય સૃષ્ટિ રુપી ઝાડ નું બીજરુપ છે બાપ અને એ અકાળમૂર્ત છે. અકાળમૂર્ત બાપ નાં અકાળમૂર્ત બાળકો. કેટલું સહજ છે. મુશ્કેલી ફક્ત છે યાદ ની. યાદ થી જ વિકર્મ વિનાશ થાય છે. તમે પતિત થી પાવન થાઓ છો. બાપ સમજાવે છે આપ બાળકો પર અવિનાશી બેહદની દશા છે. એક હોય છે હદની દશા અને બીજી હોય છે બેહદની. બાપ છે વૃક્ષપતિ. વૃક્ષ થી પહેલાં-પહેલાં બ્રાહ્મણ નીકળ્યાં. બાપ કહે છે હું વૃક્ષપતિ સત્-ચિત્-આનંદ સ્વરુપ છું. પછી મહિમા ગાય છે જ્ઞાન નાં સાગર, શાંતિ નાં સાગર… તમે જાણો છો સતયુગ માં દેવી-દેવતાઓ બધાં શાંતિ નાં, પવિત્રતા નાં સાગર છે. ભારત સુખ-શાંતિ-પવિત્રતા નો સાગર હતું, એને કહેવાય છે વિશ્વમાં શાંતિ. તમે છો બ્રાહ્મણ. હકીકત માં તમે પણ અકાળમૂર્ત છો, દરેક આત્મા પોતાનાં તખ્ત પર વિરાજમાન છે. આ બધાં ચૈતન્ય અકાળ તખ્ત છે. ભ્રકુટી ની વચ્ચે અકાળમૂર્ત આત્મા વિરાજમાન છે, જેને સિતારો પણ કહેવાય છે. વૃક્ષપતિ બીજરુપ ને જ્ઞાન નાં સાગર કહે છે, તો જરુર એમણે આવવું પડે. પહેલાં-પહેલાં જોઈએ બ્રાહ્મણ, પ્રજાપિતા બ્રહ્મા નાં એડોપ્ટેડ ચિલ્ડ્રન. તો જરુર મમ્મા પણ જોઈએ. આપ બાળકોને ખૂબ સારી રીતે સમજાવે છે. જેવી રીતે બાજોલી રમે છે ને? એનો પણ અર્થ સમજાવ્યો છે. બીજરુપ શિવબાબા છે પછી છે બ્રહ્મા. બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ રચાયા. આ સમયે તમે કહેશો કે હમ સો બ્રાહ્મણ સો દેવતા… પહેલાં આપણે શુદ્ર બુદ્ધિ હતાં. હમણાં ફરી થી બાપ પુરુષોત્તમ બુદ્ધિ બનાવે છે. હીરા જેવી પારસબુદ્ધિ બનાવે છે. આ બાજોલી નું રહસ્ય પણ સમજાવે છે. શિવબાબા પણ છે, પ્રજાપિતા બ્રહ્મા અને એડોપ્ટેડ બાળકો સામે બેઠાં છે. હવે તમે કેટલાં વિશાળ બુદ્ધિ બન્યા છો? બ્રાહ્મણ જ પછી દેવતા બનશે. હમણાં તમે ઈશ્વરીય બુદ્ધિ બનો છો જે ઈશ્વર માં ગુણ છે તે તમને વારસા માં મળે છે. સમજાવતી વખતે આ ભૂલો નહીં. બાપ જ્ઞાન નાં સાગર છે નંબરવન. એમને જ્ઞાનેશ્વર કહેવાય છે. જ્ઞાન સંભળાવવા વાળા ઈશ્વર. જ્ઞાન થી થાય છે સદ્દગતિ. પતિતો ને પાવન બનાવે છે જ્ઞાન અને યોગ દ્વારા. ભારતનો પ્રાચીન રાજયોગ પ્રસિદ્ધ છે કારણ કે આયરન એજ થી ગોલ્ડન એજ બન્યા હતાં. આ તો સમજાવાયું છે કે યોગ બે પ્રકાર નાં છે-તે છે હઠયોગ અને આ છે રાજયોગ. તે હદ નો, આ છે બેહદ નો. તે છે હદ નાં સંન્યાસી, તમે છો બેહદ નાં સંન્યાસી. તે ઘરબાર છોડે છે, તમે આખી દુનિયાનો સંન્યાસ કરો છો. હમણાં તમે છો પ્રજાપિતા બ્રહ્માનાં સંતાન, આ નાનકડું નવું ઝાડ છે. તમે જાણો છો જૂનાં થી નવાં બની રહ્યા છે. કલમ લાગી રહી છે. બરોબર આપણે બાજોલી રમીએ છીએ. હમ સો બ્રાહ્મણ પછી હમ સો દેવતા. ‘સો’ અક્ષર જરુર લગાવવાનો છે. ફક્ત આપણે નહીં. હમ સો શુદ્ર હતાં (આપણે જ શુદ્ર હતાં), હમ સો બ્રાહ્મણ બન્યાં (આપણે જ બ્રાહ્મણ બન્યાં)… આ બાજોલી બિલકુલ ભૂલવી ન જોઈએ. આ તો બિલકુલ સહજ છે. નાનાં-નાનાં બાળકો પણ સમજાવી શકે છે, આપણે ૮૪ જન્મ કેવી રીતે લઈએ છીએ? સીડી કેવી રીતે ઉતર્યા છીએ? પછી બ્રાહ્મણ બની ચઢીએ છીએ. બ્રાહ્મણ થી દેવતા બનીએ છીએ.

હવે બ્રાહ્મણ બની ખૂબ ભારી ખજાનો લઈ રહ્યા છીએ. ઝોલી ભરી રહ્યા છીએ. જ્ઞાન-સાગર કોઈ શંકર ને નથી કહેવાતાં. તે ઝોલી નથી ભરતાં. આ તો ચિત્રકારોએ બનાવી દીધું છે. શંકર ની વાત નથી. આ વિષ્ણુ અને બ્રહ્મા અહીનાં છે. લક્ષ્મી-નારાયણ નું યુગલ રુપ ઉપર દેખાડ્યું છે. આ છે આમનો (બ્રહ્માનો) અંતિમ જન્મ. પહેલાં-પહેલાં આ વિષ્ણુ હતાં. પછી ૮૪ જન્મો પછી આ (બ્રહ્મા) બન્યાં છે. આમનું નામ મેં બ્રહ્મા રાખ્યું છે. બધાનું નામ બદલી દીધું કારણ કે સંન્યાસ કર્યો ને? શુદ્ર થી બ્રાહ્મણ બન્યાં તો નામ બદલી લીધું. બાપે ખૂબ રમણીક નામ રાખ્યા છે. તો હવે તમે સમજો છો, જુઓ છો - વૃક્ષપતિ આ રથ પર બેઠાં છે. એમનું આ અકાળ તખ્ત છે, આમનું પણ છે. આ તખ્ત ની એ લોન લે છે. એમને પોતાનું તખ્ત તો મળતું નથી. કહે છે હું આ રથ માં વિરાજમાન થાઉં છું, પરિચય આપું છું. હું તમારો બાપ છું ફક્ત જન્મ-મરણ માં નથી આવતો, તમે આવો છો. જો હું પણ આવું તો તમને તમોપ્રધાન થી સતોપ્રધાન કોણ બનાવશે? બનાવવા વાળા તો જોઈએ ને? એટલે જ મારો આવો પાર્ટ છે. મને બોલાવો પણ છો હે પતિત-પાવન, આવો. નિરાકાર શિવબાબા ને આત્માઓ પોકારે છે કારણ કે આત્માઓ ને દુઃખ છે. ભારતવાસી આત્માઓ ખાસ બોલાવે છે કે આવીને પતિતો ને પાવન બનાવો. સતયુગ માં તમે ખૂબ પવિત્ર સુખી હતાં, ક્યારેય પણ પોકારતા નહોતાં. તો બાપ સ્વયં કહે છે તમને સુખી બનાવીને હું પછી વાનપ્રસ્થ માં બેસી જાઉં છું. ત્યાં મારી જરુર જ નથી. ભક્તિમાર્ગ માં મારો પાર્ટ છે પછી મારો પાર્ટ અડધોકલ્પ નથી. આ તો બિલકુલ સહજ છે. આમાં કોઈનો પ્રશ્ન ઉઠી નથી શકતો. ગાયન પણ છે દુઃખ મેં સિમરણ સબ કરે… સતયુગ-ત્રેતા માં ભક્તિમાર્ગ હોતો જ નથી. જ્ઞાનમાર્ગ પણ નહીં કહેવાશે. જ્ઞાન તો મળે જ છે સંગમ પર, જેનાથી તમે ૨૧ જન્મ પ્રારબ્ધ મેળવો છો. નંબરવાર પાસ થાય છે. નાપાસ પણ થાય છે. તમારું આ યુદ્ધ ચાલી રહ્યું છે. તમે જુઓ છો જે રથ પર બાપ વિરાજમાન છે, તે તો જીતી લે છે. પછી અનન્ય બાળકો પણ જીત મેળવી લે છે જેવી રીતે કુમારકા છે, ફલાણી છે, જરુર જીત મેળવશે. ઘણાઓને આપસમાન બનાવે છે. તો બાળકોએ આ બુદ્ધિમાં રાખવાનું છે-આ બાજોલી છે. નાનાં બાળકો પણ આ સમજી શકે છે એટલે બાબા કહે છે બાળકોને પણ શીખવાડો. એમને પણ બાપ પાસે થી વારસો લેવાનો હક છે. વધારે વાત તો નથી. થોડું પણ આ જ્ઞાન ને જાણવાથી જ્ઞાન નો વિનાશ નથી થતો. સ્વર્ગ માં તો જરુર આવી જશે. જેવી રીતે ક્રાઈસ્ટ નો સ્થાપન કરેલો ક્રિશ્ચન ધર્મ કેટલો મોટો છે? આ દેવી-દેવતા તો સૌથી પહેલાં અને મોટો ધર્મ છે. જે બે યુગ ચાલે છે તો જરુર એમની સંખ્યા પણ ખૂબ હોવી જોઈએ. પરંતુ હિન્દુ કહી દીધાં છે. કહે પણ છે ૩૩ કરોડ દેવતાઓ. પછી હિંદુ કેમ કહે છે? માયાએ બુદ્ધિ ને બિલકુલ જ મારી નાખી છે તો આ હાલત થઈ ગઈ છે. બાપ કહે છે માયા ને જીતવી કોઈ મુશ્કેલ વાત નથી. તમે દરેક કલ્પ જીત મેળવો છો. સેના છો ને? બાપ મળ્યા છે આ વિકારો રુપી રાવણ પર જીત મેળવવા માટે.

તમારા પર હમણાં વૃક્ષપતિ ની દશા છે. ભારત પર જ દશા આવે છે. હમણાં બધાં પર રાહુ ની દશા છે. બાપ વૃક્ષપતિ આવે છે તો જરુર ભારત પર વૃક્ષપતિ ની દશા બેસશે. આમાં બધું જ આવી જાય છે. આપ બાળકો જાણો છો આપણ ને નીરોગી કાયા મળે છે, ત્યાં મૃત્યુ નું નામ નથી હોતું. અમરલોક છે ને? એવું નહીં કહેશે કે ફલાણા મર્યા. મરવાનું નામ નથી, એક શરીર છોડી બીજું લઈ લે છે. શરીર લેવા અને છોડવા પર ખુશી જ રહે છે. ગમ (દુઃખ) નું નામ નથી. તમારા પર હમણાં વૃક્ષપતિ ની દશા છે. બધાં પર તો વૃક્ષપતિ ની દશા હોઈ ન શકે. સ્કૂલ માં પણ કોઈ પાસ થાય છે કોઈ નાપાસ થાય છે. આ પણ પાઠશાળા છે. તમે કહેશો - અમે રાજયોગ શીખીએ છીએ, શીખવાડવા વાળા કોણ છે? બેહદ નાં બાપ. તો કેટલી ખુશી થવી જોઈએ? આમાં કોઈ બીજી વાત નથી. પવિત્રતા ની છે મુખ્ય વાત. લખેલું પણ છે-હે બાળકો! દેહ સહિત દેહ નાં બધાં સંબંધ છોડી મામેકમ્ યાદ કરો. આ ગીતા નાં શબ્દ છે. આ ગીતા એપિસોડ ચાલી રહ્યો છે. તેમાં પણ મનુષ્યો એ અગડમ-બગડમ કરી દીધું છે. લોટ માં મીઠું થોડું છે (લોટ માં મીઠાં જેટલું છે). વાત કેટલી સહજ છે? જે બાળકો પણ સમજી જાય. છતાં પણ ભૂલો કેમ છો? ભક્તિમાર્ગ માં પણ કહેતા હતાં બાબા, તમે આવશો તો અમે તમારા જ બનીશું. બીજું ન કોઈ. અમે તમારા બની તમારી પાસે થી પૂરો વારસો લઈશું. બાપ નાં બને જ છે વારસો લેવા માટે. એડોપ્ટ થાય છે, જાણે છે બાપ પાસે થી અમને શું મળશે? તમે પણ એડોપ્ટ થયા છો. જાણો છો આપણે બાપ પાસે થી વિશ્વની બાદશાહી, બેહદ નો વારસો લઈશું. બીજા કોઈમાં મમત્વ નહીં રાખીશું. સમજો, કોઈનાં લૌકિક બાપ પણ છે, એમની પાસે શું હશે? કરીને દોઢ લાખ હશે. આ બેહદ નાં બાપ તમને બેહદ નો વારસો આપે છે.

આપ બાળકો અડધોકલ્પ જુઠ્ઠી કથાઓ સાંભળતા આવ્યા છો. હવે સાચ્ચી કથા બાપ પાસે થી સાંભળો છો. તો આવાં બાપ ને યાદ કરવા જોઈએ. ધ્યાન થી સાંભળવું જોઈએ. હમ સો નો અર્થ પણ સમજાવવાનો છે. તે તો કહી દે છે આત્મા સો પરમાત્મા. આ ૮૪ જન્મો ની કહાણી તો કોઈ બતાવી ન શકે. બાપ માટે કહે છે કુતરા-બિલાડી બધામાં છે. બાપની ગ્લાનિ કરે છે ને? આ પણ ડ્રામા માં નોંધ છે. કોઈ પર દોષ નથી રાખતાં. ડ્રામા જ એવો બનેલો છે. તમને જે જ્ઞાન થી દેવતા બનાવે છે તમે પછી એમને જ ગાળો આપવા લાગી પડો છો? તમે આવી રીતે બજોલી રમો છો. આ ડ્રામા પણ બનેલો છે. હું પછી આવીને તમારા પર પણ ઉપકાર કરું છું. જાણું છું તમારો પણ દોષ નથી, આ ખેલ છે. કહાણી તમને સમજાવું છું, આ છે સાચ્ચી-સાચ્ચી કથા જેનાથી તમે દેવતા બનો છો. ભક્તિમાર્ગ માં પછી અનેક કથાઓ બનાવી દીધી છે. મુખ્ય ઉદ્દેશ કંઈ પણ નથી. તે બધી છે ઉતરતી કળા માટે. એ પાઠશાળા માં વિદ્યા ભણાવે છે છતાં પણ શરીર નિર્વાહ માટે લક્ષ છે. પંડિત લોકો પોતાનાં શરીર નિર્વાહ માટે કથા સંભળાવે છે. લોકો એમની આગળ પૈસા રાખતા જાય છે, પ્રાપ્તિ કંઈ પણ નથી. તમને તો હમણાં જ્ઞાન-રત્ન મળે છે, જેનાથી તમે નવી દુનિયાનાં માલિક બનો છો. ત્યાં દરેક વસ્તુ નવી મળશે. નવી દુનિયામાં બધું નવું હશે. હીરા-ઝવેરાત વગેરે બધું નવું હશે. હવે બાપ કહે છે બીજી બધી વાતો તમે છોડી બાજોલી યાદ કરો. ફકીર લોકો પણ બાજોલી રમતા તીર્થો પર જાય છે. કોઈ પગપાળા પણ જાય છે. હમણાં તો મોટરો, એરોપ્લેન પણ નીકળી પડ્યા છે. ગરીબ તો એમાં જઈ ન શકે. કોઈ ખૂબ શ્રદ્ધા વાળા હોય છે તો પગપાળા પણ ચાલ્યા જાય છે. દિવસે-દિવસે સાયન્સ થી ખૂબ સુખ મળતું જાય છે. આ છે અલ્પકાળનું સુખ, પડે છે તો કેટલું નુકસાન થઈ જાય છે. આ વસ્તુઓમાં સુખ છે અલ્પકાળ માટે. બાકી ફાઈનલ મોત ભરાયેલું છે. તે છે સાયન્સ, તમારું છે સાયલેન્સ. બાપ ને યાદ કરવાથી બધાં રોગ ખતમ થઈ જાય છે, નીરોગી બની જાઓ છો. હમણાં તમે સમજો છો સતયુગ માં એવર હેલ્દી હતાં. આ ૮૪ નું ચક્ર ફરતું જ રહે છે. બાપ એક જ વાર આવીને સમજાવે છે તમે મારી ગ્લાનિ કરી છે, પોતાને ચમાટ મારી છે. ગ્લાનિ કરતા-કરતા તમે શુદ્ર બુદ્ધિ બની પડ્યા છો. સિક્ખ લોકો પણ કહે છે જપ સાહેબ તો સુખ મળે અર્થાત્ મનમનાભવ. શબ્દ જ બે છે, બાકી વધારે માથું મારવાની તો જરુર જ નથી. આ પણ બાપ આવીને સમજાવે છે. હમણાં તમે સમજો છો સાહેબ ને યાદ કરવાથી તમને ૨૧ જન્મો નું સુખ મળે છે. તે પણ એમનો રસ્તો બતાવે છે. પરંતુ પૂરો રસ્તો તો જાણતા જ નથી. સિમર-સિમર સુખ પાઓ. આપ બાળકો જાણો છો બરોબર સતયુગ માં બીમારી વગેરે દુઃખ ની કોઈ વાત પણ નથી હોતી. આ તો કોમન વાત છે. એને સતયુગ ગોલ્ડન એજ કહેવાય છે, આને કળિયુગ આયરન એજ કહેવાય છે. સૃષ્ટિનું ચક્ર ફરતું રહે છે. સમજણ કેટલી સારી છે? બાજોલી છે, હમણાં આપ બ્રાહ્મણ છો પછી દેવતા બનશો. આ વાતો તમે ભૂલી જાઓ છો. બાજોલી યાદ છે તો આ જ્ઞાન પૂરું યાદ રહે. આવાં બાપ ને યાદ કરી રાત્રે સુઈ જવું જોઈએ. છતાં પણ કહે છે બાબા, ભૂલી જઈએ છીએ. માયા ઘડી-ઘડી ભૂલાવી દે છે. લડાઈ છે તમારી માયા ની સાથે. પછી અડધોકલ્પ તમે એનાં પર રાજ્ય કરો છો. વાત તો સહજ બતાવે છે. નામ છે જ સહજ જ્ઞાન, સહજ યાદ. બાપ ને ફક્ત યાદ કરો, શું તકલીફ આપે છે? ભક્તિમાર્ગ માં તો તમે ખૂબ તકલીફ લીધી છે. દિદાર (સાક્ષાત્કાર) માટે ગળું કાપવા તૈયાર થઈ જાય છે, કાશી કલવટ ખાય છે. હા, જે નિશ્ચયબુદ્ધિ થઈને કરે છે એમનાં પછી વિકર્મ વિનાશ થાય છે. પછી નવેસર શરુ થશે હિસાબ-કિતાબ. બાકી મારી પાસે નથી આવતાં. મારી યાદ થી વિકર્મ વિનાશ થાય છે, નહીં કે જીવઘાત થી. મારી પાસે તો કોઈ આવતું નથી. કેટલી સહજ વાત છે? આ બાજોલી તો વૃદ્ધો ને પણ યાદ રહેવી જોઈએ, બાળકો ને પણ યાદ રહેવી જોઈએ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. વૃક્ષપતિ બાપ પાસે થી સુખ-શાંતિ-પવિત્રતા નો વારસો લેવા માટે પોતે-પોતાને અકાળમૂર્ત આત્મા સમજી બાપ ને યાદ કરવાનાં છે. ઈશ્વરીય બુદ્ધિ બનાવવાની છે.

2. બાપ પાસેથી સાચ્ચી કથા સાંભળીને બીજાઓને સંભળાવવાની છે. માયાજીત બનવા માટે આપ સમાન બનાવવાની સેવા કરવાની છે. બુદ્ધિમાં રહે - આપણે કલ્પ-કલ્પ નાં વિજયી છીએ, બાપ આપણી સાથે છે.

વરદાન :-
નિર્બળ થી બળવાન બની અસંભવ ને સંભવ કરવાવાળા હિમ્મતવાન આત્મા ભવ

“હિંમતે બચ્ચે મદદે બાપ” આ વરદાન નાં આધાર પર હિંમત નો પહેલો દૃઢ સંકલ્પ કર્યો કે અમારે પવિત્ર બનવું જ છે અને બાપે પદમગણી મદદ આપી કે આપ આત્માઓ અનાદિ-આદિ પવિત્ર છો, અનેકવાર પવિત્ર બન્યા છો અને બનતા રહેશો. અનેકવાર ની સ્મૃતિ થી સમર્થ બની ગયાં. નિર્બળ થી એટલાં બળવાન બની ગયા જે ચેલેન્જ કરો છો કે વિશ્વ ને પણ પાવન બનાવીને જ દેખાડીશું, જેને ઋષિ-મુનિ, મહાન આત્માઓ સમજે છે કે પ્રવૃત્તિ માં રહેતા પવિત્ર રહેવું મુશ્કેલ છે, એને આપ અતિ સહજ કહો છો.

સ્લોગન :-
દૃઢ સંકલ્પ કરવો જ વ્રત લેવું છે, સાચાં ભક્ત ક્યારેય વ્રત તોડતા નથી.