25-09-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બેહદ
ની સ્કોલરશિપ લેવી છે તો અભ્યાસ કરો - એક બાપ સિવાય બીજું કોઈ પણ યાદ ન આવે”
પ્રશ્ન :-
બાપ નાં બન્યા પછી પણ જો ખુશી નથી રહેતી તો તેનું કારણ શું છે?
ઉત્તર :-
૧. બુદ્ધિ માં પૂરું જ્ઞાન નથી રહેતું. ૨. બાપ ને યથાર્થ રીતે યાદ નથી કરતાં. યાદ ન
કરવાને કારણે માયા દગો દે છે એટલે ખુશી નથી રહેતી. આપ બાળકોની બુદ્ધિ માં નશો રહે -
બાપ આપણ ને વિશ્વ નાં માલિક બનાવે છે, તો સદા ઉલ્લાસ અને ખુશી રહેશે. બાપ નો જે
વારસો છે - પવિત્રતા, સુખ અને શાંતિ, એમાં ભરપૂર બનો તો ખુશી રહેશે.
ઓમ શાંતિ!
ઓમ્ શાંતિ નો
અર્થ તો બાળકો ને સારી રીતે ખબર છે - હું આત્મા, આ મારું શરીર. આ સારી રીતે યાદ કરો.
ભગવાન એટલે આત્માઓનાં બાપ આપણને ભણાવે છે. આવું ક્યારેય સાંભળ્યું છે? તે તો સમજે
છે શ્રીકૃષ્ણ ભણાવે છે, પરંતુ એમનાં તો નામ-રુપ છે ને? આ તો ભણાવવા વાળા છે નિરાકાર
બાપ. આત્મા સાંભળે છે અને પરમાત્મા સંભળાવે છે. આ નવી વાત છે ને? વિનાશ તો થવાનો જ
છે ને? એક છે વિનાશકાળે વિપરીત બુદ્ધિ, બીજી છે વિનાશકાળે પ્રીત બુદ્ધિ. પહેલાં તમે
પણ કહેતા હતાં ઈશ્વર સર્વવ્યાપી છે, પથ્થર-ભિત્તર માં છે. આ બધી વાતો ને સારી રીતે
સમજવાની છે. આ તો સમજાવ્યું છે આત્મા અવિનાશી છે, શરીર વિનાશી છે. આત્મા ક્યારેય
ઘટતો-વધતો નથી. તે છે આટલો નાનો આત્મા, આટલો નાનો આત્મા જ ૮૪ જન્મ લઈને બધાં પાર્ટ
ભજવે છે. આત્મા શરીરને ચલાવે છે. ઊંચા માં ઊંચાં બાપ ભણાવે છે તો જરુર પદ પણ ઊંચું
મળશે. આત્મા જ ભણીને પદ પ્રાપ્ત કરે છે. આત્મા કંઈ દેખાતો નથી. ખૂબ કોશિશ કરે છે કે
જોઈએ આત્મા કેવી રીતે આવે છે? ક્યાંથી નીકળે છે? પરંતુ ખબર નથી પડતી. સમજો, કોઈ જુએ
તો પણ સમજી નહીં શકશે. આ તો તમે સમજો છો આત્મા જ શરીર માં નિવાસ કરે છે. આત્મા અલગ
છે, જીવ અલગ છે. આત્મા નાનો-મોટો નથી થતો. જીવ (શરીર) નાનાં થી મોટું થાય છે. આત્મા
જ પતિત અને પાવન બને છે. આત્મા જ બાપ ને બોલાવે છે - હે પતિત આત્માઓને પાવન બનાવવા
વાળા બાબા, આવો. આ પણ સમજાવ્યું છે - દરેક આત્માઓ છે બ્રાઈડ્સ (સીતાઓ) અને એ છે રામ.
બ્રાઈડગ્રૂમ (રામ) એક છે. તે લોકો પછી બધાને બ્રાઈડગ્રૂમ કહી દે છે. હવે
બ્રાઈડગ્રૂમ બધામાં પ્રવેશ કરે, આ તો બની ન શકે. આ બુદ્ધિમાં ઉલ્ટું જ્ઞાન હોવાનાં
કારણે જ નીચે ઉતરતા આવ્યા છે કારણ કે ખૂબ ગ્લાનિ કરે છે, પાપ કરે છે, ડિફેમ (બદનામ)
કરે છે. બાપ ની અતિશય નિંદા કરી છે. બાળકો ક્યારેય બાપ ની ગ્લાનિ કરશે શું? પરંતુ
આજકાલ બગડે છે તો બાપ ને પણ ગાળો આપવા લાગે છે. આ તો છે બેહદ નાં બાપ. આત્મા જ બેહદ
નાં બાપ ની ગ્લાનિ કરે છે - બાબા, તમે કચ્છ-મચ્છ અવતાર છો. શ્રીકૃષ્ણ ની પણ ગ્લાનિ
કરી છે - રાણીઓ ને ભગાવી, આ કર્યુ, માખણ ચોર્યું. હવે માખણ વગેરે ચોરવાની એમને શું
આવશ્યકતા પડી? કેટલાં તમોપ્રધાન બુદ્ધિ બની ગયા છે? બાપ કહે છે હું આવીને તમને પાવન
બનાવવાની ખૂબ સહજ યુક્તિ બતાવું છું. બાપ જ પતિત-પાવન સર્વશક્તિમાન ઓથોરિટી છે. જેમ
સાધુ-સંત વગેરે જે પણ છે, તેમને શાસ્ત્રો ની ઓથોરિટી કહે છે. શંકરાચાર્ય ને પણ
વેદો-શાસ્ત્રો વગેરે ની ઓથોરિટી કહેવાશે, તેમનો કેટલો ભપકો હોય છે? શિવાચાર્ય નો તો
કોઈ ભપકો નથી, એમની સાથે કોઈ પલટન નથી. આ તો બધાં વેદો-શાસ્ત્રો નો સાર સંભળાવે છે.
જો શિવબાબા ભપકો દેખાડે તો પહેલાં આમનો (બ્રહ્માનો) પણ ભપકો જોઈએ. પરંતુ ના. બાપ કહે
છે હું તો આપ બાળકો નો સેવક છું. બાપ આમનામાં પ્રવેશ કરી બાળકોને સમજાવે છે કે બાળકો,
તમે પતિત બન્યા છો. તમે પાવન બની અને ૮૪ જન્મો પછી પતિત બની ગયા છો. આમની જ
હિસ્ટ્રી-જોગ્રોફી ફરી થી રિપીટ થશે. આમણે જ ૮૪ જન્મ ભોગવ્યાં છે. પછી તેમને જ
સતોપ્રધાન બનવાની યુક્તિ બતાવે છે. બાપ જ સર્વશક્તિમાન છે. બ્રહ્મા દ્વારા બધાં
વેદો-શાસ્ત્રો નો સાર સમજાવે છે. ચિત્રો માં બ્રહ્મા ને શાસ્ત્ર દેખાડે છે. પરંતુ
હકીકત માં શાસ્ત્રો વગેરેની વાત નથી. નથી બાબા ની પાસે શાસ્ત્ર, નથી આમની પાસે, નથી
તમારી પાસે શાસ્ત્ર. આ તો તમને નિત્ય નવી-નવી વાતો સંભળાવે છે. આ તો જાણો છો કે બધાં
ભક્તિમાર્ગ નાં શાસ્ત્ર છે. હું કોઈ શાસ્ત્ર થોડી સંભળાવું છું? હું તો તમને મોઢે
સંભળાવું છું. તમને રાજયોગ શીખવાડું છું, જેનું પછી ભક્તિમાર્ગ માં નામ ગીતા રાખી
દીધું છે. મારી પાસે તથા તમારી પાસે કોઈ ગીતા વગેરે છે શું? આ તો ભણતર છે. ભણવામાં
અધ્યાય, શ્લોક વગેરે થોડી હોય છે? હું આપ બાળકોને ભણાવું છું, હૂબહૂ કલ્પ-કલ્પ આમ જ
ભણાવતો રહીશ. કેટલી સહજ વાત સમજાવું છું - સ્વયંને આત્મા સમજો. આ શરીર તો મોટું થઈ
જાય છે. આત્મા અવિનાશી છે, શરીર તો ઘડી-ઘડી બળતું રહે છે. આત્મા એક શરીર છોડી બીજું
લે છે.
બાપ કહે છે હું તો એક જ વાર આવું છું. શિવરાત્રિ મનાવે પણ છે. હકીકત માં હોવી જોઈએ
શિવ જયંતિ. પરંતુ જયંતિ કહેવાથી માતા નાં ગર્ભ થી જન્મ થઈ જાય, એટલે શિવરાત્રિ કહી
દે છે. દ્વાપર-કળિયુગ ની રાત્રિ માં મને શોધે છે. કહે છે સર્વવ્યાપી છે. તો તમારામાં
પણ છે ને? પછી ધક્કા કેમ ખાઓ છો? એકદમ જાણે દેવતાથી આસુરી સંપ્રદાય નાં બની જાય છે.
દેવતાઓ ક્યારેય દારુ પીવે છે શું? તે જ આત્માઓ પછી ઉતરી (ઉતરતી કળા માં આવે) છે તો
દારુ વગેરે પીવા લાગી જાય છે. બાપ કહે છે હવે આ જૂની દુનિયાનો વિનાશ પણ જરુર થવાનો
છે. જૂની દુનિયામાં છે અનેક ધર્મ, નવી દુનિયામાં છે એક ધર્મ. એક થી અનેક ધર્મ થયાં
છે, ફરી એક જરુર થવાનો છે. મનુષ્ય તો કહી દે છે કળિયુગ ને હજી ૪૦ હજાર વર્ષ પડ્યાં
છે, આને કહેવાય છે ઘોર અંધકાર. જ્ઞાન-સૂર્ય પ્રગટા, અજ્ઞાન-અંધેર વિનાશ. મનુષ્ય માં
ખૂબ અજ્ઞાન છે. બાપ જ્ઞાન-સૂર્ય, જ્ઞાન-સાગર આવે છે તો તમારું ભક્તિમાર્ગ નું
અજ્ઞાન સમાપ્ત થઈ જાય છે. તમે બાપ ને યાદ કરતા-કરતા પવિત્ર બની જાઓ છો. ખાદ નીકળી
જાય છે. આ છે યોગ-અગ્નિ. કામ-અગ્નિ કાળા બનાવી દે છે. યોગ-અગ્નિ અર્થાત્ શિવબાબા ની
યાદ ગોરા બનાવે છે. શ્રીકૃષ્ણ નું નામ પણ રાખ્યું છે - શ્યામ-સુંદર. પરંતુ અર્થ થોડી
સમજે છે? બાપ આવીને અર્થ સમજાવે છે. પહેલાં-પહેલાં સતયુગ માં કેટલાં સુંદર છે? આત્મા
પવિત્ર સુંદર છે તો શરીર પણ પવિત્ર સુંદર લે છે. ત્યાં કેટલું ધન-સંપત્તિ બધું જ નવું
હોય છે. નવી ધરતી પછી જૂની થાય છે. હવે આ જૂની દુનિયાનો વિનાશ જરુર થવાનો છે. ખૂબ
તૈયારીઓ થઈ રહી છે. ભારતવાસી એટલું નથી સમજતાં, જેટલું તેઓ સમજે છે કે અમે અમારા
કુળ નો વિનાશ કરી રહ્યા છીએ. કોઈ પ્રેરક છે. વિજ્ઞાન દ્વારા અમે અમારો જ વિનાશ
લાવીએ છીએ. આ પણ સમજે છે ક્રાઈસ્ટ થી ૩ હજાર વર્ષ પહેલાં પેરેડાઈઝ (વૈકુંઠ) હતું. આ
ભગવાન-ભગવતી નું રાજ્ય હતું. ભારત જ પ્રાચીન હતું. આ રાજયોગ થી લક્ષ્મી-નારાયણ આવાં
બન્યા હતાં. તે રાજયોગ ફરીથી બાપ જ શીખવાડી શકે છે. સંન્યાસી શીખવાડી ન શકે. આજકાલ
કેટલું ઠગે છે. બહાર જઈને કહે છે - અમે ભારત નો પ્રાચીન યોગ શીખવાડીએ છીએ. અને પછી
કહે છે ઈંડા ખાઓ, દારુ વગેરે ભલે પીવો, કંઈ પણ કરો. હવે તે કેવી રીતે રાજયોગ શીખવાડી
શકશે? મનુષ્ય ને દેવતા કેવી-રીતે બનાવશે? બાપ સમજાવે છે આત્મા કેટલો ઊંચો છે, પછી
પુનર્જન્મ લેતા-લેતા સતોપ્રધાન થી તમોપ્રધાન બની જાય છે. હવે તમે ફરીથી સ્વર્ગની
સ્થાપના કરી રહ્યા છો. ત્યાં બીજો કોઈ ધર્મ હોતો જ નથી. હવે બાપ કહે છે નર્ક નો
વિનાશ તો જરુર થવાનો છે. અહીં સુધી જે આવ્યા છે તે પછી સ્વર્ગ માં જરુર જશે. શિવબાબા
નું થોડું પણ જ્ઞાન સાંભળ્યું તો સ્વર્ગ માં જશે જરુર. પછી જેટલું ભણશે, બાપ ને યાદ
કરશે, એટલું ઊંચ પદ પ્રાપ્ત કરશે. હવે વિનાશ કાળ તો બધાં માટે છે. વિનાશકાળે પ્રીત
બુદ્ધિ જે છે, બાપ સિવાય બીજા કોઈને યાદ નથી કરતાં, એ જ ઊંચ પદ પ્રાપ્ત કરે છે. આને
કહેવાય છે બેહદ ની સ્કોલરશીપ, આમાં તો રેસ કરવી જોઈએ. આ છે ઈશ્વરીય લોટરી. એક તો
યાદ, બીજું દૈવીગુણ ધારણ કરવાના છે અને રાજા-રાણી બનવાનું છે તો પ્રજા પણ બનાવવાની
છે. કોઈ ખૂબ પ્રજા બનાવે છે, કોઈ ઓછી. પ્રજા બને છે સેવા દ્વારા. મ્યુઝિયમ,
પ્રદર્શન વગેરે માં અનેક પ્રજા બને છે. આ સમયે તમે ભણી રહ્યા છો પછી
સૂર્યવંશી-ચંદ્રવંશી ડિનાયસ્ટી માં ચાલ્યા જશો. આ છે આપ બ્રાહ્મણો નું કુળ. બાપ
બ્રાહ્મણ કુળ એડોપ્ટ કરી તેમને ભણાવે છે. બાપ કહે છે હું એક કુળ અને બે ડિનાયસ્ટી
બનાવું છું. સૂર્યવંશી મહારાજા-મહારાણી, ચંદ્રવંશી રાજા-રાણી. એમને કહેવાશે ડબલ
સિરતાજ પછી જ્યારે વિકારી રાજાઓ બને છે તો તેમને લાઈટ નો તાજ નથી રહેતો. એ ડબલ તાજ
વાળા નાં મંદિર બનાવીને તેમને પૂજે છે. પવિત્ર ની આગળ માથું નમાવે છે. સતયુગ માં આ
વાતો હોતી નથી. તે છે જ પાવન દુનિયા, ત્યાં પતિત હોતા નથી. તેને કહેવાય છે સુખધામ,
નિર્વિકારી દુનિયા. આને કહેવાય છે વિકારી દુનિયા. એક પણ પાવન નથી. સંન્યાસી ઘરબાર
છોડીને ભાગે છે, રાજા ગોપીચંદ નું પણ દૃષ્ટાંત છે ને? તમે જાણો છો કોઈ પણ મનુષ્ય
એક-બીજા ને ગતિ-સદ્દગતિ નથી આપી શકતાં. સર્વ નો સદ્દગતિ દાતા હું જ છું. હું આવીને
બધાને પાવન બનાવું છું. એક તો પવિત્ર બની શાંતિધામ ચાલ્યા જશે અને બીજા પવિત્ર બની
સુખધામ માં જશે. આ છે અપવિત્ર દુઃખધામ. સતયુગ માં બીમારી વગેરે કંઈ પણ હોતું નથી.
તમે એ સુખધામ નાં માલિક હતાં પછી રાવણ રાજ્ય માં દુઃખધામ નાં માલિક બન્યાં છો. બાપ
કહે છે કલ્પ-કલ્પ તમે મારી શ્રીમત પર સ્વર્ગ સ્થાપન કરો છો. નવી દુનિયાનું રાજ્ય લો
છો. પછી પતિત નર્કવાસી બનો છો. દેવતાઓ જ પછી વિકારી બની જાય છે. વામમાર્ગ માં ઉતરે
છે.
મીઠાં-મીઠાં બાળકોને બાપે આવીને પરિચય આપ્યો છે કે હું એક જ વાર પુરષોત્તમ સંગમયુગ
પર આવું છું. હું યુગે-યુગે તો આવતો જ નથી. કલ્પ નાં સંગમયુગે આવું છું, ન કે
યુગે-યુગે. કલ્પ નાં સંગમ પર કેમ આવું છું? કારણ કે નર્ક ને સ્વર્ગ બનાવું છું. દર
૫ હજાર વર્ષ પછી આવું છું. ઘણાં બાળકો લખે છે - બાબા, અમને ખુશી નથી રહેતી, ઉલ્લાસ
નથી રહેતો. અરે, બાપ તમને વિશ્વનાં માલિક બનાવે છે, આવાં બાપ ને યાદ કરીને તમને ખુશી
નથી રહેતી? તમે પૂરું યાદ નથી કરતા ત્યારે ખુશી નથી રહેતી. પતિ ને યાદ કરતા ખુશી
થાય છે, જે પતિત બનાવે છે અને બાપ જે ડબલ સિરતાજ બનાવે છે, એમને યાદ કરીને ખુશી નથી
થતી? બાપ નાં બાળકો બન્યા છો છતાં પણ કહો છો ખુશી નથી! પૂરું જ્ઞાન બુદ્ધિમાં નથી.
યાદ નથી કરતા એટલે માયા દગો દે છે. બાળકોને કેટલું સારી રીતે સમજાવે છે? કલ્પ-કલ્પ
સમજાવે છે. આત્માઓ જે પથ્થરબુદ્ધિ બની ગયા છે, તેમને પારસબુદ્ધિ બનાવું છું.
નોલેજફુલ બાપ જ આવીને નોલેજ આપે છે. એ દરેક વાત માં ભરપૂર છે. પવિત્રતા માં ભરપૂર,
પ્રેમ માં ભરપૂર. જ્ઞાન નાં સાગર, સુખ નાં સાગર, પ્રેમ નાં સાગર છે ને? એવા બાપ પાસે
થી તમને આ વારસો મળે છે. આવાં બનવા માટે જ તમે આવો છો. બાકી તે સત્સંગ વગેરે તો બધાં
છે ભક્તિમાર્ગ નાં. તેમાં મુખ્ય ઉદ્દેશ કંઈ પણ નથી. આને તો ગીતા પાઠશાળા કહેવાય છે,
વેદ પાઠશાળા નથી હોતી. ગીતા દ્વારા નર થી નારાયણ બનો છો. જરુર બાપ જ બનાવશે ને?
મનુષ્ય, મનુષ્ય ને દેવતા બનાવી ન શકે. બાપ વારંવાર બાળકોને સમજાવે છે – બાળકો, સ્વયં
ને આત્મા સમજો. તમે કોઈ દેહ થોડી છો? આત્મા કહે છે હું એક દેહ છોડી બીજો લઉં છું.
અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને
ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જેમ શિવબાબા
ને કોઈ ભપકો નથી, સેવક બની બાળકો ને ભણાવવા માટે આવ્યા છે, એમ બાપ સમાન ઓથોરિટી હોવા
છતાં પણ નિરહંકારી રહેવાનું છે. પાવન બનીને પાવન બનાવવાની સેવા કરવાની છે.
2. વિનાશ કાળ નાં સમયે
ઈશ્વરીય લોટરી લેવા માટે પ્રીત બુદ્ધિ બની યાદ માં રહેવાની અને દૈવી ગુણો ને ધારણ
કરવાની રેસ કરવાની છે.
વરદાન :-
શુદ્ધ સંકલ્પો
નાં ઘેરાવ દ્વારા સેફ્ટી નો અનુભવ કરવા અને કરાવવા વાળા શક્તિશાળી આત્મા ભવ
શક્તિશાળી આત્મા તે
છે જે દૃઢતા ની શક્તિ દ્વારા સેકન્ડ થી પણ ઓછા સમય માં વ્યર્થ ને સમાપ્ત કરી દે.
શુદ્ધ સંકલ્પ ની શક્તિ ને ઓળખો, એક શુદ્ધ તથા શક્તિશાળી સંકલ્પ ખૂબ કમાલ કરી શકે
છે. ફક્ત કોઈ પણ દૃઢ સંકલ્પ કરો તો દૃઢતા સફળતા ને લાવશે. બધાં માટે શુદ્ધ સંકલ્પો
નું બંધન, ઘેરાવ એવો બાંધો જે કોઈ થોડા કમજોર પણ હોય, એના માટે પણ આ ઘેરાવ એક
છત્રછાયા બની જાય, સેફ્ટી નું સાધન અથવા કિલ્લો બની જાય.
સ્લોગન :-
સૌથી શ્રેષ્ઠ
ભાગ્ય એમનું છે જેમને ડાયરેક્ટ ભગવાન દ્વારા પાલના, ભણતર અને શ્રેષ્ઠ જીવન ની
શ્રીમત મળે છે.