25-10-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
સંગમયુગ પર જ તમારે આત્મ - અભિમાની બનવાની મહેનત કરવી પડે , સતયુગ અથવા કળિયુગ માં
આ મહેનત નથી હોતી”
પ્રશ્ન :-
શ્રીકૃષ્ણ નું નામ તેમનાં મા-બાપ કરતાં પણ અધિક પ્રસિદ્ધ છે, શા માટે?
ઉત્તર :-
કારણ કે શ્રીકૃષ્ણ કરતાં પહેલાં જેમનો પણ જન્મ થાય છે તે જન્મ યોગબળ થી નથી થતો.
શ્રીકૃષ્ણ નાં મા-બાપે કોઈ યોગબળ થી જન્મ નથી લીધો. ૨. પૂરી કર્માતીત અવસ્થા વાળા
રાધા-કૃષ્ણ જ છે, એ જ સદ્દગતિ મેળવે છે. જ્યારે બધા પાપ આત્માઓ ખતમ થઈ જાય છે ત્યારે
ગુલગુલ (પાવન) નવી દુનિયા માં શ્રીકૃષ્ણ નો જન્મ થાય છે, તેને જ વૈકુંઠ કહેવાય છે.
૩. સંગમ પર શ્રીકૃષ્ણ નાં આત્માએ, સૌથી વધારે પુરુષાર્થ કર્યો છે એટલે એમનું નામ
પ્રસિદ્ધ છે.
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
રુહાની બાળકો ને રુહાની બાપ સમજાવે છે. ૫ હજાર વર્ષ પછી એક જ વાર બાળકો ને આવીને
ભણાવે છે, પોકારે પણ છે કે અમને પતિતો ને આવીને પાવન બનાવો. તો સિદ્ધ થાય છે કે આ
પતિત દુનિયા છે. નવી દુનિયા, પાવન દુનિયા હતી. નવું મકાન સુંદર હોય છે. જૂનું જેમ
તૂટેલું-ફૂટેલું થઈ જાય છે. વરસાદ માં પડી જાય છે. હમણાં આપ બાળકો જાણો છો બાપ આવ્યાં
છે નવી દુનિયા બનાવવાં. હમણાં ભણાવી રહ્યાં છે. પછી પાંચ હજાર વર્ષ પછી ભણાવશે. આવું
ક્યારેય કોઈ સાધુ-સંત વગેરે પોતાનાં અનુયાયીઓ ને નહીં ભણાવશે. તેમને આ ખબર જ નથી.
નથી ખેલ ની ખબર કારણકે નિવૃત્તિ માર્ગ વાળા છે. બાપ વગર કોઈ પણ સૃષ્ટિ નાં
આદિ-મધ્ય-અંત નાં રહસ્ય સમજાવી ન શકે. આત્મ-અભિમાની બનવામાં જ બાળકો ને મહેનત થાય
છે કારણકે અડધાકલ્પ માં તમે ક્યારેય આત્મ-અભિમાની બન્યાં નથી. હવે બાપ કહે છે પોતાને
આત્મા સમજો. એવું નથી કે આત્મા સો પરમાત્મા. ના, પોતાને આત્મા સમજી પરમપિતા પરમાત્મા
શિવ ને યાદ કરવાના છે. યાદ ની યાત્રા મુખ્ય છે, જેનાથી જ તમે પતિત થી પાવન બનો છો.
આમાં કોઈ સ્થૂળ વાત નથી. કોઈ નાક-કાન વગેરે બંધ નથી કરવાના. મૂળ વાત છે - પોતાને
આત્મા સમજી બાપ ને યાદ કરવાં. તમે અડધાકલ્પ થી ટેવાયેલા છો - દેહ-અભિમાન માં રહેવાનાં.
પહેલાં પોતાને આત્મા સમજશો ત્યારે બાપ ને યાદ કરી શકશો. ભક્તિમાર્ગ માં પણ બાબા-બાબા
કહેતાં આવે છે. બાળકો જાણે છે સતયુગ માં એક જ લૌકિક બાપ છે. ત્યાં પારલૌકિક બાપ ને
યાદ નથી કરતા કારણકે સુખ છે. ભક્તિમાર્ગ માં પછી બે બાપ બની જાય છે. લૌકિક અને
પારલૌકિક. દુઃખ માં બધા પારલૌકિક બાપ ને યાદ કરે છે. સતયુગ માં ભક્તિ હોતી નથી. ત્યાં
તો છે જ જ્ઞાન ની પ્રારબ્ધ. એવું નથી કે જ્ઞાન હોય છે. આ સમય નાં જ્ઞાન ની પ્રારબ્ધ
મળે છે. બાપ તો એક જ વાર આવે છે. અડધોકલ્પ બેહદ નાં બાપ નો, સુખ નો વારસો રહે છે.
પછી લૌકિક બાપ પાસે થી અલ્પકાળ નો વારસો મળે છે. આ મનુષ્ય નથી સમજાવી શકતાં. આ છે
નવી વાત, ૫ હજાર વર્ષ માં સંગમયુગ પર એક જ વાર બાપ આવે છે. જ્યારે કળિયુગ અંત,
સતયુગ આદિ નો સંગમ હોય છે ત્યારે જ બાપ આવે છે - નવી દુનિયા ફરી થી સ્થાપન કરવાં.
નવી દુનિયામાં આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું પછી ત્રેતા માં રામરાજ્ય હતું. બાકી
દેવતાઓ વગેરે નાં જે આટલાં ચિત્ર બનાવ્યાં છે તે બધી છે ભક્તિમાર્ગ ની સામગ્રી. બાપ
કહે છે આ બધા ને ભૂલી જાઓ. હવે પોતાનાં ઘર ને અને નવી દુનિયા ને યાદ કરો.
જ્ઞાન માર્ગ છે સમજ
નો માર્ગ, જેનાથી તમે ૨૧ જન્મ સમજદાર બની જાઓ છો. કોઈ દુઃખ નથી રહેતું. સતયુગ માં
ક્યારેય કોઈ એવું નહીં કહેશે કે અમને શાંતિ જોઈએ. કહેવાય છે ને - માંગવા કરતાં મરવું
ભલું. બાપ તમને એવાં સાહૂકાર બનાવી દે છે જે દેવતાઓ ને ભગવાન પાસે થી કોઈ ચીજ
માંગવાની જરુર નથી રહેતી. અહીં તો દુવા માંગે છે ને? પોપ (ખ્રીસ્તીઓનાં ધર્મ ગુરુ)
વગેરે આવે છે તો કેટલાં દુવાઓ લેવા જાય છે. પોપ કેટલાઓ નાં લગ્ન કરાવે છે. બાબા તો
આ કામ નથી કરતાં. ભક્તિમાર્ગ માં જે ભૂતકાળ થઈ ગયું છે તે હવે થઈ રહ્યું છે તે ફરી
રીપીટ (પુનરાવૃત્તિ) થશે. દિવસે-દિવસે ભારત કેટલું (નીચું થતું) પડતું જાય છે. હમણાં
તમે છો સંગમ પર. બાકી બધા છે કળિયુગી મનુષ્ય. જ્યાં સુધી અહીં ન આવે ત્યાં સુધી
કાંઈ પણ સમજી ન શકે કે હમણાં સંગમ છે કે કળિયુગ છે? એક જ ઘર માં બાળકો સમજે છે સંગમ
પર છીએ, બાપ કહેશે અમે કળિયુગ માં છીએ તો કેટલી તકલીફ થઈ જાય છે. ખાવા-પીવા વગેરે
ની પણ ઝંઝટ થઈ જાય છે. તમે સંગમયુગી છો શુદ્ધ પવિત્ર ભોજન ખાવા વાળા. દેવતાઓ
ક્યારેય કાંદા વગેરે થોડી ખાય છે? આ દેવતાઓ ને કહેવાય જ છે નિર્વિકારી. ભક્તિમાર્ગ
માં બધા તમોપ્રધાન બની ગયા છે. હવે બાપ કહે છે સતોપ્રધાન બનો. કોઈ પણ એવું નથી જે
સમજે કે આત્મા પહેલાં સતોપ્રધાન હતો પછી તમોપ્રધાન બન્યો છે કારણકે તેઓ તો આત્મા ને
નિર્લેપ સમજે છે. આત્મા સો પરમાત્મા છે એવું-એવું કહી દે છે.
બાપ કહે છે જ્ઞાનસાગર
હું જ છું, જે આ દેવી-દેવતા ધર્મ નાં હશે તે બધા આવીને ફરી થી પોતાનો વારસો લેશે.
હમણાં સૈપલિંગ (કલમ) લાગી રહી છે. તમે સમજી જશો - આ આટલું ઊંચું પદ મેળવવા લાયક નથી.
ઘર માં જઈને લગ્ન વગેરે કરીને છી-છી થતા રહે છે. તો સમજાવાય છે કે ઊંચ પદ મેળવી ન
શકે. આ રાજાઈ સ્થાપન થઈ રહી છે. બાપ કહે છે - હું તમને રાજાઓ નાં રાજા બનાવું છું
તો પ્રજા જરુર બનાવી પડે. નહીં તો રાજ્ય કેવી રીતે મેળવશે? આ ગીતા નાં શબ્દ છે ને-આને
કહેવાય જ છે ગીતા નો યુગ. તમે રાજયોગ શીખી રહ્યાં છો-જાણો છો આદિ સનાતન દેવી-દેવતા
ધર્મ નું ફાઉન્ડેશન લાગી રહ્યું છે. સૂર્યવંશી-ચંદ્રવંશી બંને રાજાઈ સ્થાપન થઈ રહી
છે. બ્રાહ્મણ કુળ સ્થાપન થઈ ચૂક્યું છે. બ્રાહ્મણ જ પછી સૂર્યવંશી-ચંદ્રવંશી બને
છે. જે સારી રીતે મહેનત કરશે તે સૂર્યવંશી બનશે. બીજા ધર્મ વાળા જે આવે છે તે આવે જ
છે પોતાનાં ધર્મ ની સ્થાપના કરવાં. પાછળ તે ધર્મ નાં આત્માઓ આવતા રહે છે, ધર્મ ની
વૃદ્ધિ થતી જાય છે. સમજો કોઈ ક્રિશ્ચન છે તો તેમનાં બીજરુપ ક્રાઈસ્ટ થયાં. તમારા
બીજરુપ કોણ છે? બાપ, કારણકે બાપ જ આવીને સ્વર્ગ ની સ્થાપના કરે છે બ્રહ્મા દ્વારા.
બ્રહ્મા ને જ પ્રજાપિતા કહેવાય છે. રચયિતા નહીં કહેવાશે. આમનાં દ્વારા બાળકો અડોપ્ટ
કરાય છે. બ્રહ્મા ને પણ તો ક્રિયેટ કરે (રચે) છે ને? બાપ આવીને પ્રવેશ કરી આ રચે
છે. શિવબાબા કહે છે તમે મારા બાળકો છો. બ્રહ્મા પણ કહે છે તમે મારા સાકારી બાળકો
છો. હમણાં તમે કાળા છી-છી બની ગયા છો. હવે ફરી બ્રાહ્મણ બન્યાં છો. સંગમ પર જ તમે
પુરુષોત્તમ દેવી-દેવતા બનવાની મહેનત કરો છો. દેવતાઓ ને અને શૂદ્રો ને કોઈ મહેનત નથી
કરવી પડતી, આપ બ્રાહ્મણો ને મહેનત કરવી પડે છે દેવતા બનવા માટે. બાપ આવે જ છે સંગમ
પર. આ છે બહુ જ નાનો યુગ એટલે આને લિપ યુગ કહેવાય છે. આમને કોઈ જાણતા નથી. બાપ ને
પણ મહેનત લાગે છે. એવું નથી કે ઝટ થી નવી દુનિયા બની જાય છે. તમને દેવતા બનવામાં
સમય લાગે છે. જે સારા કર્મ કરે છે તો સારા કુળ માં જન્મ લે છે. હમણાં તમે નંબરવાર
પુરુષાર્થ અનુસાર ગુલ-ગુલ (ફૂલ) બની રહ્યાં છો. આત્મા જ બને છે. હમણાં તમારો આત્મા
સારા કર્મ શીખી રહ્યો છે. આત્મા જ સારા તથા ખરાબ સંસ્કાર લઈ જાય છે. હવે તમે
ગુલ-ગુલ બની સારા ઘર માં જન્મ લેતા રહેશો. અહીં જે સારો પુરુષાર્થ કરે છે, તો જરુર
સારા કુળ માં જન્મ લેતા હશે. નંબરવાર તો છે ને? જેવાં-જેવાં કર્મ કરે છે એવો જન્મ
લે છે. જ્યારે ખરાબ કર્મ કરવા વાળા બિલકુલ ખતમ થઈ જાય છે પછી સ્વર્ગ સ્થાપન થઈ જાય
છે, છાંટછૂટ થઈને. તમોપ્રધાન જે પણ છે તે ખતમ થઈ જાય છે. પછી નવાં દેવતાઓ નું આવવાનું
શરુ થાય છે. જ્યારે ભ્રષ્ટાચારી બધા ખતમ થઈ જાય છે ત્યારે કૃષ્ણ નો જન્મ થાય છે,
ત્યાર સુધી અદલા-બદલી થતી રહે છે. જ્યારે કોઈ છી-છી નહીં રહેશે ત્યારે શ્રીકૃષ્ણ
આવશે, ત્યાં સુધી તમે આવતા-જતા રહેશો. શ્રીકૃષ્ણ ને જન્મ આપવાવાળા મા-બાપ પણ પહેલાં
થી જોઈએ ને? પછી બધા સારા-સારા રહેશે. બાકી ચાલ્યાં જશે, ત્યારે જ એને સ્વર્ગ
કહેવાશે. તમે શ્રીકૃષ્ણ ને રિસીવ (સ્વાગત) કરવા વાળા રહેશો. ભલે તમારો છી-છી જન્મ
હશે કારણકે રાવણરાજ્ય છે ને? શુદ્ધ જન્મ થઈ ન શકે. ગુલ-ગુલ (પવિત્ર) જન્મ શ્રીકૃષ્ણ
નો જ પહેલાં-પહેલાં થાય છે. તેનાં પછી નવી દુનિયા વૈકુંઠ કહેવાય છે. શ્રીકૃષ્ણ
બિલકુલ ગુલ-ગુલ નવી દુનિયામાં આવશે. રાવણ સંપ્રદાય બિલકુલ ખતમ થઈ જશે. શ્રીકૃષ્ણ
નું નામ એમનાં મા-બાપ કરતાં પણ વધારે પ્રસિદ્ધ છે. શ્રીકૃષ્ણ નાં મા-બાપ નું નામ
એટલું પ્રસિદ્ધ નથી. શ્રીકૃષ્ણ ની પહેલાં જેમનો જન્મ થાય છે તે યોગબળ થી જન્મ નહીં
કહેવાશે. એવું નથી શ્રીકૃષ્ણ નાં મા-બાપે યોગબળ થી જન્મ લીધો છે. ના, જો એવું હોત
તો એમનું પણ નામ પ્રસિદ્ધ હોત. તો સિદ્ધ થાય છે એમનાં મા-બાપે એટલો પુરુષાર્થ નથી
કર્યો જેટલો શ્રીકૃષ્ણએ કર્યો છે. આ બધી વાતો આગળ ચાલી તમે સમજતા જશો. પૂરી
કર્માતીત અવસ્થા વાળા રાધા-કૃષ્ણ જ છે. એ જ સદ્દગતિ માં આવે છે. પાપ આત્માઓ બધા ખતમ
થઈ જાય છે ત્યારે એમનો જન્મ થાય છે પછી કહેવાશે પાવન દુનિયા એટલે શ્રીકૃષ્ણ નું નામ
પ્રસિદ્ધ છે. મા-બાપ નું એટલું નથી. આગળ ચાલીને તમને ખૂબ સાક્ષાત્કાર થશે. સમય તો
બાકી છે. તમે કોઈને પણ સમજાવી શકો છો - અમે આ બનવા માટે ભણી રહ્યાં છીએ. વિશ્વ માં
આમનું રાજ્ય હમણાં સ્થાપન થઈ રહ્યું છે. આપણા માટે તો નવી દુનિયા જોઈએ. હમણાં તમને
દૈવી સંપ્રદાય નહીં કહેવાશે. તમે છો બ્રાહ્મણ સંપ્રદાય. દેવતા બનવા વાળા છો. દૈવી
સંપ્રદાય બની જશો પછી તમારો આત્મા અને શરીર બંને સ્વચ્છ હશે. હમણાં તમે સંગમયુગી
પુરુષોત્તમ બનવા વાળા છો. આ બધી મહેનત ની વાત છે. યાદ થી વિકર્માજીત બનવાનું છે. તમે
પોતે કહો છો યાદ ઘડી-ઘડી ભૂલાઈ જાય છે. બાબા પિકનિક પર બેસે છે તો બાબા ને વિચાર રહે
છે. આપણે યાદ માં નહીં રહેશું તો બાબા શું કહેશે એટલે બાબા કહે છે તમે યાદ માં બેસી
પિકનિક કરો. કર્મ કરતા માશૂક ને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે, આમાં જ મહેનત છે. યાદ
થી આત્મા પવિત્ર થશે, અવિનાશી જ્ઞાન-ધન પણ જમા થશે. પછી જો આ પવિત્ર બની જાય છે તો
બધું જ્ઞાન વહી જાય છે. પવિત્રતા જ મુખ્ય છે. બાપ તો સારી-સારી વાત જ સમજાવે છે. આ
સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન બીજા કોઈ માં પણ નથી. બીજા જે પણ સત્સંગ વગેરે
છે તે બધા છે ભક્તિમાર્ગ નાં.
બાબાએ સમજાવ્યું છે -
ભક્તિ હકીકત માં પ્રવૃત્તિ માર્ગ વાળાએ જ કરવાની છે. તમારા માં તો કેટલી તાકાત રહે
છે. ઘેર બેઠાં તમને સુખ મળી જાય છે. સર્વ શક્તિમાન્ બાપ પાસે થી તમે આટલી તાકાત લો
છો. સંન્યાસીઓ માં પણ પહેલાં તાકાત હતી, જંગલો માં રહેતાં હતાં. હવે તો કેટલાં
મોટાં-મોટાં ફ્લેટ બનાવીને રહે છે. હવે તે તાકાત નથી. જેમ તમારા માં પણ પહેલાં સુખ
ની તાકાત રહે છે. પછી ગુમ થઈ જાય છે. તેમનાં માં પણ પહેલાં શાંતિ ની તાકાત હતી, હવે
તે તાકાત નથી રહી. પહેલાં તો સાચ્ચું કહેતાં હતાં કે રચયિતા અને રચના ને અમે નથી
જાણતાં. હવે તો પોતાને ભગવાન શિવોહમ્ કહી બેસે છે. બાપ સમજાવે છે - આ સમયે આખું ઝાડ
તમોપ્રધાન છે એટલે સાધુઓ વગેરે નો પણ ઉદ્ધાર કરવા હું આવું છું. આ દુનિયા જ બદલાવાની
છે. બધા આત્માઓ પાછા ચાલ્યાં જશે. એક પણ નથી જેમને એ ખબર હોય કે આપણા આત્મા માં
અવિનાશી પાર્ટ ભરાયેલો છે જે ફરી થી રિપીટ કરીશું. આત્મા આટલો નાનો છે, એમાં અવિનાશી
પાર્ટ ભરેલો છે જે ક્યારેય વિનાશ નથી થતો. આમાં બુદ્ધિ ખૂબ સારી પવિત્ર જોઈએ. તે
ત્યારે થશે જ્યારે યાદ ની યાત્રા માં મસ્ત રહેશો. મહેનત વગર પદ થોડી મળશે એટલે ગવાય
છે ચઢે તો ચાખે… ક્યાં ઊંચા માં ઊંચા રાજાઓ નાં રાજા ડબલ સિરતાજ, ક્યાં પ્રજા?
ભણાવવા વાળા તો એક જ છે. આમાં સમજ ખૂબ સારી જોઈએ. બાબા વારંવાર સમજાવે છે યાદ ની
યાત્રા છે મુખ્ય. હું તમને ભણાવીને વિશ્વ નાં માલિક બનાવું છું. તો શિક્ષક ગુરુ પણ
હશે. બાપ તો છે જ શિક્ષકો નાં શિક્ષક, બાપો નો બાપ. આ તો આપ બાળકો જાણો છો આપણા બાબા
ખૂબ પ્રિય (પ્રેમાળ) છે. આવાં બાપ ને તો બહુ જ યાદ કરવાના છે. ભણવાનું પણ પૂરું છે.
બાપ ને યાદ નહીં કરશો તો પાપ નષ્ટ નહીં થશે. બાપ બધા આત્માઓ ને સાથે લઈ જશે. બાકી
શરીર બધા ખતમ થઈ જશે. આત્માઓ પોતાનાં ધર્મ નાં સેક્શન (વિભાગ) માં જઈને નિવાસ કરે
છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બુદ્ધિ ને
પવિત્ર બનાવવા માટે યાદ ની યાત્રા માં મસ્ત રહેવાનું છે. કર્મ કરતા પણ એક માશૂક યાદ
રહે - ત્યારે વિકર્માજીત બનશો.
2. આ નાનકડા યુગ માં
મનુષ્ય થી દેવતા બનવાની મહેનત કરવાની છે. સારા કર્મો અનુસાર સારા સંસ્કારો ને ધારણ
કરી સારા કુળ માં જવાનું છે.
વરદાન :-
પોતાની રુહાની
લાઈટ્સ દ્વારા વાયુમંડળ ને પરિવર્તન કરવાની સેવા કરવા વાળા સહજ સફળતા મૂર્ત ભવ
જેવી રીતે સાકાર
સૃષ્ટિ માં જે રંગ ની લાઈટ પ્રગટાવો છો તે જ વાતાવરણ થઈ જાય છે. જો લીલી લાઈટ હોય
છે તો ચારેય તરફ તે જ પ્રકાશ છવાઈ જાય છે. લાલ લાઈટ હોય છે તો યાદ નું વાયુમંડળ બની
જાય છે. જ્યારે સ્થૂળ લાઈટ વાયુમંડળ ને પરિવર્તન કરી દે છે તો આપ લાઈટ હાઉસ પણ
પવિત્રતા ની લાઈટ કે સુખ ની લાઈટ થી વાયુમંડળ પરિવર્તન કરવાની સેવા કરો તો સફળતા
મૂર્ત બની જશો. સ્થૂળ લાઈટ આંખો થી જુએ છે, રુહાની લાઈટ અનુભવ થી જાણશે.
સ્લોગન :-
વ્યર્થ વાતો
માં સમય અને સંકલ્પ ગુમાવવા - આ પણ અપવિત્રતા છે.
અવ્યક્ત ઈશારા - સ્વયં
અને સર્વ પ્રત્યે મન્સા દ્વારા યોગ ની શક્તિ નો પ્રયોગ કરો
કોઈપણ ખજાનો ઓછો ખર્ચ
કરી અધિક પ્રાપ્ત કરી લેવી, આ જ યોગ નો પ્રયોગ છે. મહેનત ઓછી સફળતા વધારે આ વિધિ થી
પ્રયોગ કરો. જેવી રીતે સમય તથા સંકલ્પ શ્રેષ્ઠ ખજાના છે, તો સંકલ્પ ઓછા માં ઓછા
ખર્ચ થાય પરંતુ પ્રાપ્તિ વધારે થાય. જે સાધારણ વ્યક્તિ બે ચાર મિનિટ સંકલ્પ ચલાવ્યાં
પછી, વિચાર્યા પછી સફળતા કે પ્રાપ્તિ કરી શકે છે તે તમે એક-બે સેકન્ડ માં કરી શકો
છો, આને કહેવાય છે કમ ખર્ચ બાલા નશીન. ખર્ચો ઓછો કરો પરંતુ પ્રાપ્તિ ૧૦૦ ગુણા થાય
આનાંથી સમય ની તથા સંકલ્પ ની જે બચત થશે, તે બીજાઓ ની સેવા માં લગાવી શકશો, દાન
પુણ્ય કરી શકશો, આ જ યોગ નો પ્રયોગ છે.