25-11-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
શાંતિનો ગુણ સૌથી મોટો ગુણ છે , એટલે શાંતિથી બોલો , અશાંતિ ફેલાવવાનું બંધ કરો”
પ્રશ્ન :-
સંગમયુગ પર બાપથી બાળકોને કયો વારસો મળે છે? ગુણવાન બાળકો ની નિશાનીઓ કઈ હશે?
ઉત્તર :-
પહેલો વારસો મળે છે જ્ઞાન નો, ૨. શાંતિ નો, ૩. ગુણો નો. ગુણવાન બાળકો સદા ખુશીમાં
રહેશે. કોઈનાં અવગુણ નહીં જુએ, કોઈની કમ્પલેન (ફરિયાદ) નહીં કરશે, જેમનામાં અવગુણ
છે તેમનો સંગ પણ નહીં કરશે. કોઈએ કંઈ કહ્યું તો સાંભળ્યું ન સાંભળ્યું કરી પોતાની
મસ્તી માં રહેશે.
ઓમ શાંતિ!
રુહાની બાપ
બેસી રુહાની બાળકો ને સમજાવે છે. એક તો તમને બાપ પાસે થી જ્ઞાન નો વારસો મળી રહ્યો
છે. બાપ પાસેથી પણ ગુણ ઊઠાવવાનાં છે અને પછી આ ચિત્રો થી (લક્ષ્મી-નારાયણ થી) પણ
ગુણ ઊઠાવવાનાં છે. બાપને કહેવાય છે શાંતિનાં સાગર. તો શાંતિ પણ ધારણ કરવી જોઈએ.
શાંતિ માટે જ બાપ સમજાવે છે એક-બીજા સાથે શાંતિથી બોલો. આ ગુણ ઊઠાવવાનો હોય છે.
જ્ઞાન નાં ગુણ ઊઠાવી જ રહ્યા છો. આ જ્ઞાન ભણવાનું છે. આ જ્ઞાન ફક્ત આ વિચિત્ર બાપ જ
ભણાવે છે. વિચિત્ર આત્માઓ (બાળકો) ભણે છે. આ છે અહીંની નવી ખૂબી (વિશેષતા), જેને
બીજું કોઈ જાણતું નથી. શ્રીકૃષ્ણ જેવા દૈવી ગુણ પણ ધારણ કરવાના છે. બાપે સમજાવ્યું
છે હું શાંતિનો સાગર છું તો શાંતિ અહીં સ્થાપન કરવાની છે. અશાંતિ ખતમ થવાની છે.
પોતાની ચલન ને જોવી જોઈએ - ક્યાં સુધી અમે શાંતિમાં રહીએ છીએ. ઘણા પુરુષ લોકો હોય
છે જે શાંતિ પસંદ કરે છે. સમજે છે કે શાંત રહેવું સારું છે. શાંતિનો ગુણ પણ બહુ જ
ભારે છે. પરંતુ શાંતિ કેવી રીતે સ્થાપન થશે? શાંતિનો અર્થ શું છે? - આ ભારતવાસી
બાળકો નથી જાણતાં. બાપ ભારતવાસીઓ માટે જ કહેશે. બાપ આવે પણ ભારતમાં જ છે. હવે તમે
સમજો છો બરોબર અંદર માં પણ શાંતિ જરુર હોવી જોઈએ. એવું નથી કોઈ અશાંત કરે તો પોતાને
પણ અશાંત કરવાના છે. ના, અશાંત થવું આ પણ અવગુણ છે. અવગુણ ને કાઢવાના છે. દરેક
પાસેથી ગુણ ગ્રહણ કરવાના છે. અવગુણ તરફ જોવું પણ ન જોઈએ. ભલે અવાજ સાંભળો છો તો પણ
પોતે શાંત રહેવું જોઈએ કારણકે બાપ અને દાદા બંને શાંત રહે છે. ક્યારેય બગડતા નથી.
બુમો નથી પાડતાં. આ બ્રહ્મા પણ શીખ્યા છે ને? જેટલા શાંત રહો, એટલું સારું છે. શાંતિ
થી જ યાદ કરી શકો છો. અશાંતિ વાળા યાદ કરી ન શકે. દરેકનાં ગુણ ગ્રહણ કરવાનાં જ છે.
દત્તાત્રેય વગેરે નાં ઉદાહરણ પણ અહીં લાગે છે. દેવતાઓ જેવા ગુણવાન તો કોઈ હોતા નથી.
એક જ વિકાર મૂળ છે, એનાં પર તમે વિજય મેળવી રહ્યા છો, મેળવતા રહો છો. કર્મેન્દ્રિયો
પર વિજય મેળવવાનો છે. અવગુણો ને છોડી દેવાનાં છે. જોવાનું પણ નથી, બોલવાનું પણ નથી.
જેનામાં ગુણ છે એની પાસે જ જવું જોઈએ. બહુ જ મીઠાં અને શાંત થઈને રહેવાનું છે. થોડું
જ બોલીને તમે બધા કાર્ય કરી શકો છો. સૌથી ગુણ ગ્રહણ કરી ગુણવાન બનવાનું છે.
સમજુ-ડાહ્યા જે હોય છે. એ શાંત રહેવાનું પસંદ કરે છે. કોઈ ભક્ત લોકો જ્ઞાનીઓથી પણ
ડાહ્યા નિર્માણચિત્ત હોય છે. બાબા તો અનુભવી છે ને? આ જે લૌકિક બાપનો બાળક હતો, તેઓ
શિક્ષક હતા, બહુ જ નિર્માણ, શાંત રહેતા હતાં. ક્યારેય ક્રોધ માં નહોતા આવતા. જેમ
સાધુ લોકો હોય છે તો તેમની મહિમા કરાય છે, ભગવાનને મળવા માટે પુરુષાર્થ કરતા રહે છે
ને? કાશી માં, હરિદ્વાર માં જઈને રહે છે. બાળકોએ બહુ જ શાંત અને મીઠાં રહેવું જોઈએ.
અહીં કોઈ અશાંત રહે છે તો શાંતિ ફેલાવવાને નિમિત્ત નથી બની શકતાં. અશાંતિ વાળા સાથે
વાત પણ ન કરવી જોઈએ. દૂર રહેવું જોઈએ. ફરક છે ને? તે બગલા અને એ હંસ. હંસ આખો દિવસ
મોતી ચુગતા રહે છે. ઊઠતાં, બેસતાં, ચાલતાં જ્ઞાન નું સિમરણ કરતા રહો. આખો દિવસ
બુદ્ધિ માં એ જ રહે - કોઈને કેવી રીતે સમજાવીએ? બાપનો પરિચય કેવી રીતે આપીએ?
બાબા એ સમજાવ્યું છે
જે પણ બાળક આવે છે તેમના થી ફોર્મ ભરાવાય છે. સેન્ટર્સ પર જ્યારે કોઈ કોર્સ કરવા
ઈચ્છે છે તો તેમનાથી ફોર્મ ભરાવવાનું છે, કોર્સ નથી કરવો તો ફોર્મ ભરાવવાની દરકાર
નથી. ફોર્મ ભરાવાય જ એટલે છે કે ખબર પડે એમનામાં શું-શું છે? શું સમજાવવાનું છે?
કારણકે દુનિયામાં તો આ વાતોને કોઈ સમજતું નથી. તો ફોર્મ થી તેમની બધી ખબર પડે છે.
બાપ ને કોઈ મળે છે તો પણ ફોર્મ ભરાવવાનું હોય છે. તો ખબર પડે, શા માટે મળે છે? કોઈ
પણ આવે છે તો એમને હદ અને બેહદ નાં બાપ નો પરિચય દેવાનો છે કારણકે તમને બેહદનાં બાપે
આવીને પોતાનો પરિચય આપ્યો છે તો તમે પછી બીજાઓને પરિચય આપો છો. એમનું નામ છે શિવબાબા.
શિવ પરમાત્માય નમઃ કહે છે ને? તે કૃષ્ણને દેવતાય નમઃ કહેશે. શિવને કહેશે શિવ
પરમાત્માય નમઃ. બાપ કહે છે મને યાદ કરો તો તમારા પાપ કપાઈ જાય. મુક્તિ-જીવનમુક્તિ
નો વારસો મેળવવા માટે પવિત્ર આત્મા જરુર બનવું પડે. એ છે જ પવિત્ર દુનિયા, જેને
સતોપ્રધાન દુનિયા કહેવાય છે. ત્યાં જવું છે તો બાપ કહે છે મને યાદ કરો. આ તો ખૂબ
સહજ છે. કોઈનાથી પણ ફોર્મ ભરાવીને પછી તમે કોર્સ કરાવો છો. એક દિવસ ભરાવો પછી સમજાવો
પછી ફોર્મ ભરાવો તો ખબર પડશે આપણે તેમને સમજાવ્યું, તે યાદ રહ્યું કે નહીં? તમે જોશો,
બે દિવસ નાં ફોર્મ માં ફરક જરુર હશે. ઝટ તમને ખબર પડી જશે - શું સમજ્યા છે? અમારા
સમજાવવા પર કંઈ વિચાર કર્યો છે કે નહીં? આ ફોર્મ બધા પાસે હોવાં જોઈએ. બાબા મોરલી
માં ડાયરેક્શન આપે છે તો મોટા-મોટા સેન્ટર્સે તો ઝટ એક્ટ (અમલ) માં લાવવું જોઈએ.
ફોર્મ રાખવાનાં છે. નહીં તો ખબર કેવી રીતે પડશે? પોતે પણ ફીલ (અનુભવ) કરશે - કાલે
શું લખ્યું હતું? આજે શું લખું છું? ફોર્મ તો ખૂબ જરુરી છે. અલગ-અલગ છપાવો તો પણ
વાંધો નથી. અથવા તો એક જગ્યાએ છપાવી બધી જગ્યાએ મોકલી દો. આ છે બીજાઓ નું કલ્યાણ
કરવું.
આપ બાળકો અહીં આવ્યા
છો દેવી-દેવતા બનવાં. દેવતા શબ્દ બહુ જ ઊંચો છે. દૈવી ગુણ ધારણ કરવા વાળાને દેવતા
કહેવાય છે. હવે તમે દૈવી ગુણ ધારણ કરી રહ્યા છો તો જ્યાં પ્રદર્શની અથવા મ્યુઝિયમ
હોય છે ત્યાં આ ફોર્મ વધારે હોવા જોઈએ. તો ખબર પડે કે કેવી અવસ્થા છે. સમજીને પછી
સમજાવવું પડે. બાળકોએ તો સદૈવ ગુણ જ વર્ણન કરવાનાં છે, અવગુણ ક્યારેય નહીં. તમે
ગુણવાન બનો છો ને? જેમનામાં બહુ જ ગુણ હશે તેઓ બીજામાં પણ ગુણ ફૂંકી શકશે. અવગુણ
વાળા ક્યારેય ગુણ ફૂંકી નહીં શકે. બાળકો જાણે છે સમય કંઈ વધારે નથી રહ્યો.
પુરુષાર્થ ખૂબ કરવાનો છે. બાપે સમજાવ્યું છે - તમે રોજ મુસાફરી કરો છો, યાત્રા કરતા
રહો છો. આ જે ગાયન છે અતીન્દ્રિય સુખ ગોપ-ગોપીઓ ને પૂછો - આ અંતની વાત છે. હમણાં તો
નંબરવાર છે. કોઈ તો અંદરમાં ખુશી નાં ગીત ગાતા રહે છે - ઓહો! પરમપિતા પરમાત્મા અમને
મળ્યા છે? એમના થી અમે વારસો લઈએ છીએ? એમની પાસે કોઈ કમ્પ્લેન (ફરિયાદ) રહી ન શકે.
કોઈ એ કંઈ કીધું તો પણ સાંભળ્યું ન સાંભળ્યું કરી પોતાની મસ્તી માં મસ્ત રહેવું
જોઈએ. કોઈપણ બીમારી કે દુઃખ વગેરે છે તો તમે ફક્ત યાદ માં રહો. આ હિસાબ-કિતાબ હમણાં
જ ચુક્તુ કરવાનાં છે, પછી તો તમે ૨૧ જન્મ ફુલ (ભરપૂર) બનો છો. ત્યાં દુઃખની વાત જ
નથી હોતી. ગાયન છે - ખુશી જેવો ખોરાક નથી. પછી સુસ્તી વગેરે બધું ઊડી જાય છે, આમાં
તો આ છે સાચ્ચી ખુશી, એ છે જુઠ્ઠી. ધન મળ્યું, દાગીનાં મળ્યા તો ખુશ થશે. આ છે બેહદ
ની વાત. તમારે તો અથાહ ખુશી માં રહેવું જોઈએ. જાણો છો આપણે ૨૧ જન્મો માટે સદા સુખી
રહીશું. આ જ સ્મૃતિ માં રહો - આપણે શું બનીએ છીએ? બાબા કહેવાથી જ દુઃખ દૂર થઈ જવા
જોઈએ. આ તો ૨૧ જન્મોની ખુશી છે. હવે બાકી થોડા દિવસ છે. આપણે જઈએ છીએ આપણા સુખધામ.
પછી બીજું કંઈ પણ યાદ ન રહે. આ બાબા પોતાનો અનુભવ સંભળાવે છે. કેટલા સમાચાર આવે છે,
ખિટ-ખિટ ચાલે છે. બાબા ને કોઈ વાતનું દુઃખ થોડી થાય છે? સાંભળ્યું, સારું, આ ભાવી.
આ તો કંઈ પણ નથી, આપણે તો કારુન નાં ખજાના વાળા બનીએ છીએ. પોતાની સાથે વાતો કરવાથી
જ ખુશી થાય છે. બહુ શાંતિ માં રહે છે, તેમનો ચહેરો પણ બહુ જ ખુશનુમા: રહેશે.
સ્કોલરશીપ વગેરે મળે છે તો ચહેરો કેટલો હર્ષિત રહે છે. તમે પણ પુરુષાર્થ કરી રહ્યા
છો - આ લક્ષ્મી-નારાયણ જેવા હર્ષિતમુખ બનવા માટે. આમને જ્ઞાન તો છે નહીં. તમને તો
જ્ઞાન પણ છે તો ખુશી રહેવી જોઈએ. હર્ષિતપણું હોવું જોઈએ. આ દેવતાઓથી તમે બહુ જ ઊંચા
છો. જ્ઞાન-સાગર બાપ આપણને કેટલું ઊંચું જ્ઞાન આપે છે. અવિનાશી જ્ઞાન-રત્નો ની લોટરી
મળી રહી છે તો કેટલાં ખુશ રહેવું જોઈએ? આ તમારો જન્મ હીરા જેવો ગવાય છે. નોલેજફુલ
બાપ ને જ કહેવાય છે. આ દેવતાઓને નથી કહેવાતું. તમે બ્રાહ્મણ જ નોલેજફુલ છો તો તમને
જ્ઞાન ની ખુશી રહે છે. એક તો બાપ મળવાની ખુશી હોય છે. સિવાય તમારા કોઈને ખુશી રહી ન
શકે. ભક્તિમાર્ગમાં જીગરી સુખ નથી રહેતું. ભક્તિમાર્ગ નું છે આર્ટિફિશિયલ (બનાવટી)
અલ્પકાળ નું સુખ. તેનું નામ જ છે સ્વર્ગ, સુખધામ, હેવન. ત્યાં અપાર સુખ, અહીં અપાર
દુઃખ. હવે બાળકોને ખબર પડે છે - રાવણ રાજ્યમાં આપણે કેટલા છી-છી બન્યા છીએ.
ધીમે-ધીમે નીચે ઉતરતા આવ્યા છીએ. આ છે જ વિષય સાગર. હવે બાપ આ વિષનાં સાગર થી કાઢી
તમને ક્ષીરસાગર માં લઈ જાય છે. બાળકોને અહીં બહુ જ મીઠું લાગે છે (ગમે છે) પછી ભૂલી
જવાથી શું અવસ્થા થઈ જાય છે? બાપ કેટલો ખુશી નો પારો ચઢાવે છે. આ જ્ઞાન-અમૃત નું જ
ગાયન છે. જ્ઞાન-અમૃત નો ગ્લાસ પીતા રહેવાનું છે. અહીં તમને બહુ જ સારો નશો ચઢે છે
પછી બહાર જવાથી એ નશો ઓછો થઈ જાય છે. બાબા પોતે ફીલ કરે છે, અહીં બાળકોને સારી
ફીલિંગ આવે છે - અમે પોતાના ઘરે જઈએ છીએ, અમે બાબાની શ્રીમત પર રાજધાની સ્થાપન કરી
રહ્યા છીએ. આપણે મોટા વોરીયર્સ (યોદ્ધા) છીએ. આ બધી નોલેજ બુદ્ધિમાં છે, જેનાથી તમે
આટલું પદ મેળવો છો. ભણાવે જુઓ કોણ છે? બેહદનાં બાપ, એકદમ બદલી દે છે. તો બાળકોને
દિલ માં કેટલી ખુશી હોવી જોઈએ. આ પણ દિલમાં આવવું જોઈએ કે બીજાઓને પણ ખુશી આપીએ.
રાવણનો છે શ્રાપ અને બાપ નો મળે છે વારસો. રાવણ નાં શ્રાપ થી તમે કેટલા દુઃખી-અશાંત
બન્યા છો. ઘણાં ગોપ પણ છે જેમની ઈચ્છા થાય છે સેવા કરીએ. પરંતુ કળશ માતાઓને મળે છે.
શક્તિ-દળ છે ને? વંદે માતરમ્ ગવાય છે. સાથે વંદે પિતરમ્ તો છે જ. પરંતુ નામ માતાઓનું
છે. પહેલાં લક્ષ્મી, પછી નારાયણ. પહેલાં સીતા, પછી રામ. અહીં પહેલાં પુરુષનું નામ
પછી સ્ત્રીનું લખે છે. આ પણ ખેલ છે ને? બાપ સમજાવે તો બધું જ છે. ભક્તિમાર્ગ નું
રહસ્ય પણ સમજાવે છે. ભક્તિ માં શું-શું થાય છે. જ્યાં સુધી જ્ઞાન નથી તો ખબર થોડી
પડે છે? હમણાં તમારા બધા નું કેરેક્ટર (ચરિત્ર) સુધરે છે. તમારા દૈવી ચરિત્ર બની
રહ્યાં છે. ૫ વિકારો થી આસુરી ચરિત્ર થઈ જાય છે. કેટલું ચેંજ (પરિવર્તન) થાય છે. તો
પરિવર્તન આવવું જોઈએ ને? શરીર છૂટી જાય પછી થોડું પરિવર્તન થઈ શકશે? બાપમાં તાકાત
છે, કેટલા માં ચેંજ (પરિવર્તન) લાવે છે. ઘણાં બાળકો પોતાનો અનુભવ સંભળાવે છે - અમે
બહુ જ કામી, શરાબી હતા, અમારામાં બહુ જ પરિવર્તન થયું છે. હવે અમે બહુ જ પ્રેમથી
રહીએ છીએ. પ્રેમ નાં આંસૂ પણ આવી જાય છે. બાપ સમજાવે તો બહુ જ છે પરંતુ આ બધી વાતો
ભુલાઈ જાય છે. નહીં તો ખુશી નો પારો ચઢ્યો રહે. આપણે અનેકોનું કલ્યાણ કરીએ. મનુષ્ય
બહુ જ દુઃખી છે, તેમને રસ્તો બતાવીએ. સમજાવવા માટે પણ કેટલી મહેનત કરવી પડે છે. ગાળો
પણ ખાવી પડે છે. પહેલાથી જ અવાજ છે, આ બધા ને ભાઈ-બહેન બનાવી દે છે. અરે, ભાઈ-બહેન
નો સંબંધ તો સારો છે ને? તમે આત્માઓ તો ભાઈ-ભાઈ છો. પરંતુ છતાં પણ જન્મ-જન્માંતર ની
દૃષ્ટિ જે પાક્કી થઈ છે, એ તૂટતી નથી. બાબા પાસે તો ઘણા સમાચાર આવે છે. બાપ સમજાવે
છે આ છી-છી દુનિયાથી આપ બાળકોનું દિલ હટી જવું જોઈએ. ગુલ-ગુલ બનવું જોઈએ. કેટલાં
જ્ઞાન સાંભળીને પણ ભૂલી જાય છે. આખું જ્ઞાન ઊડી જાય છે. કામ મહાશત્રુ છે ને? બાબા
તો બહુ જ અનુભવી છે. આ વિકાર ની પાછળ રાજાઓએ પોતાની રાજાઈ ગુમાવી છે. કામ બહુ જ
ખરાબ છે. બધા કહે પણ છે બાબા, આ બહુ જ કડો દુશ્મન છે. બાપ કહે છે કામ ને જીતવાથી તમે
વિશ્વનાં માલિક બનશો. પરંતુ કામ વિકાર એટલો કડો છે જે પ્રતિજ્ઞા કરીને પછી નીચે પડે
છે. બહુ જ મુશ્કેલ થી કોઈ સુધરે છે. આ સમયે આખી દુનિયાનું ચરિત્ર બગડેલું છે. પાવન
દુનિયા ક્યારે હતી? કેવી રીતે બની? તેમણે રાજ્ય ભાગ્ય કેવી રીતે મેળવ્યું? ક્યારેય
કોઈ બતાવી ન શકે. આગળ સમય આવશે તમે લોકો વિદેશ વગેરેમાં પણ જશો. તેઓ પણ સાંભળશે.
સ્વર્ગ કેવી રીતે સ્થાપન થાય છે. તમારી બુદ્ધિ માં આ બધી વાતો સારી રીતે છે. તો હવે
તમને આ જ લાત અને તાત રહેવી જોઈએ, બીજી બધી વાતો ભૂલી જવાની છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ઊઠતાં,
બેસતાં, ચાલતાં, જ્ઞાનનું સિમરણ કરી મોતી ચુગવા વાળા હંસ બનવાનું છે. બધા પાસેથી
ગુણ ગ્રહણ કરવાનાં છે. એક-બીજામાં ગુણ જ ફુંકવાનાં છે.
2. પોતાનો ચહેરો સદા
ખુશનુમા રાખવા માટે પોતાની સાથે વાતો કરવાની છે - ઓહો! અમે તો કારુન્ડ નાં ખજાના
નાં માલિક બનીએ છીએ. જ્ઞાન સાગર બાપ દ્વારા અમને જ્ઞાન રત્નો ની લોટરી મળી રહી છે!
વરદાન :-
પોતાના ટાઈટલ
ની સ્મૃતિ ની સાથે સમર્થ સ્થિતિ બનાવવા વાળા સન્માન ધારી ભવ
સંગમયુગ પર સ્વયં બાપ
પોતાના બાળકોને શ્રેષ્ઠ ટાઈટલ આપે છે, તો એ જ રુહાની નશામાં રહો. જેવું ટાઈટલ યાદ
આવે, તેવી સમર્થ સ્થિતિ બનતી જાય. જેવી રીતે તમારું ટાઇટલ છે - સ્વદર્શન ચક્રધારી
તો આ સ્મૃતિ આવતા જ પરદર્શન સમાપ્ત થઈ જાય, સ્વદર્શનની આગળ માયાનું ગળું કપાઈ જાય.
મહાવીર છું, આ ટાઈટલ યાદ આવે તો સ્થિતિ અચલ-અડોલ બની જાય. તો ટાઈટલની સ્મૃતિ ની સાથે
સમર્થ સ્થિતિ બનાવો ત્યારે કહીશું શ્રેષ્ઠ સન્માન ધારી.
સ્લોગન :-
ભટકતા આત્માઓની
ઈચ્છા પૂર્ણ કરવા માટે પરખવાની શક્તિ ને વધારો.