26-01-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
અડધોકલ્પ જેમની ભક્તિ કરી છે , એ જ બાપ સ્વયં તમને ભણાવી રહ્યાં છે , આ ભણતર થી જ
તમે દેવી - દેવતા બનો છો”
પ્રશ્ન :-
યોગબળ નાં લિફ્ટ ની કમાલ શું છે?
ઉત્તર :-
આપ બાળકો યોગબળ ની લિફ્ટ થી સેકન્ડ માં ઉપર ચઢી જાઓ છો અર્થાત્ સેકન્ડ માં
જીવનમુક્તિ નો વારસો તમને મળી જાય છે. તમે જાણો છો સીડી ઉતરવામાં ૫ હજાર વર્ષ લાગ્યાં
અને ચઢો છો એક સેકન્ડ માં, આ જ છે યોગબળ ની કમાલ. બાપ ની યાદ થી બધા પાપ કપાઈ જાય
છે. આત્મા સતોપ્રધાન બની જાય છે.
ઓમ શાંતિ!
રુહાની બાપ
રુહાની બાળકો ને સમજાવે છે. રુહાની બાપ ની મહિમા તો બાળકો ને સંભળાવી છે. એ જ્ઞાન
નાં સાગર, સત્-ચિત્-આનંદ સ્વરુપ છે. શાંતિ નાં સાગર છે. એમને બધી બેહદ ની શિફતેં (મહિમા)
અપાય છે. હવે બાપ છે જ્ઞાન નાં સાગર. અને આ સમયે જે પણ મનુષ્ય છે બધા જાણે છે અમે
ભક્તિ નાં સાગર છીએ. ભક્તિ માં જે સૌથી આગળ હોય છે તેમને માન મળે છે. આ સમયે કળિયુગ
માં છે ભક્તિ, દુઃખ. સતયુગ માં છે જ્ઞાન નું સુખ. એવું નથી કે ત્યાં જ્ઞાન છે. તો આ
મહિમા ફક્ત એક જ બાપ ની છે અને બાળકો ની મહિમા પણ છે કારણકે બાપ બાળકો ને ભણાવે છે
અથવા યાત્રા શીખવાડે છે. બાપે સમજાવ્યું છે બે યાત્રાઓ છે. ભક્ત લોકો તીર્થ કરે છે,
ચારેય તરફ ચક્ર લગાવે છે. તો જેટલો સમય ચારેય તરફ ચક્ર લગાવે છે, એટલો સમય વિકાર
માં નથી જતાં. દારુ વગેરે છી-છી કોઈ વસ્તુ ખાતાં-પીતાં નથી. ક્યારેક બદ્રીનાથ,
ક્યારેક કાશી ચક્ર લગાવે છે. ભક્તિ કરે છે ભગવાન ની. હવે ભગવાન તો એક હોવા જોઈએ ને?
બધી બાજુ તો ચક્કર લગાવવા ન જોઈએ ને? શિવબાબા નાં તીર્થ નું પણ ચક્ર લગાવે છે. સૌથી
મોટું બનારસ નું તીર્થ ગવાયેલું છે, જેને શિવ ની પુરી કહે છે. ચારેય તરફ જાય છે
પરંતુ જેમનાં દર્શન કરવા જાય છે અથવા જેમની ભક્તિ કરે છે, એમની બાયોગ્રાફી (જીવનકહાણી),
ઓક્યુપેશન (કર્તવ્ય) ની કોઈને ખબર નથી એટલે તેને કહેવાય છે અંધશ્રદ્ધા. કોઈની પૂજા
કરવી, માથું નમાવવું અને તેમની જીવન કહાણી ને ન જાણવી, આને કહેવાય છે બ્લાઇન્ડફેથ.
ઘર માં પણ મનાવે છે, દેવીઓ ની કેટલી પૂજા કરે છે, માટી કે પથ્થર ની દેવીઓ બનાવી તેને
ખૂબ શૃંગારે છે. સમજો લક્ષ્મી નું ચિત્ર બનાવે છે, એમને પૂછો તેમની બાયોગ્રાફી બતાવો
તો કહેશે સતયુગ ની મહારાણી હતી. ત્રેતા ની પછી સીતા હતી. બાકી આમણે કેટલો સમય રાજ્ય
કર્યુ, લક્ષ્મી-નારાયણ નું રાજ્ય ક્યાંથી ક્યાં સુધી ચાલ્યું? આ કોઈ પણ નથી જાણતાં.
મનુષ્ય ભક્તિમાર્ગ માં યાત્રા પર જાય છે, આ બધા છે ભગવાન ને મળવાનાં ઉપાય. શાસ્ત્ર
વાંચવા આ પણ ઉપાય છે ભગવાન ને મળવા માટે. પરંતુ ભગવાન છે ક્યાં? કહેશે એ તો
સર્વવ્યાપી છે.
હમણાં તમે જાણો છો
ભણતર થી આપણે આ (દેવી-દેવતા) બનીએ છીએ. બાપ સ્વયં આવીને ભણાવે છે, જેમને મળવા માટે
અડધોકલ્પ ભક્તિમાર્ગ ચાલે છે. કહે છે બાબા પાવન બનાવો અને પોતાનો પરિચય પણ આપો કે
આપ કોણ છો? બાબાએ સમજાવ્યું છે કે તમે આત્મા બિંદુ છો, આત્મા ને જ અહીંયા શરીર મળેલું
છે, એટલે અહીંયા કર્મ કરે છે. દેવતાઓ માટે કહેશે કે આ સતયુગ માં રાજ્ય કરીને ગયા
છે. ક્રિશ્ચન લોકો તો સમજે છે બરોબર ગોડફાધરે પેરેડાઇઝ (વૈકુંઠ) સ્થાપન કર્યુ. અમે
એમાં નહોતાં. ભારત માં પેરેડાઇઝ હતું, તેમની બુદ્ધિ છતાં પણ સારી છે. ભારતવાસી
સતોપ્રધાન પણ બને છે તો પછી તમોપ્રધાન પણ બને છે. તેઓ એટલું સુખ નથી જોતા તો દુઃખ
પણ એટલું નથી જોતાં. હમણાં અંત નાં ક્રિશ્ચન લોકો કેટલાં સુખી છે! પહેલાં તો તે
ગરીબ હતાં. પૈસા તો મહેનત થી કમાવાય છે ને? પહેલાં એક ક્રાઈસ્ટ આવ્યાં, પછી તેમનો
ધર્મ સ્થાપન થાય છે, વૃદ્ધિ થતી જાય છે. એક થી બે, બે થી ચાર… પછી એવી રીતે વૃદ્ધિ
થતી જાય છે. હમણાં જુઓ ક્રિશ્ચન નું ઝાડ કેટલું થઈ ગયું છે. ફાઉન્ડેશન છે -
દેવી-દેવતા વંશજ. તે પછી અહીં આ સમયે સ્થાપન થાય છે. પહેલાં એક બ્રહ્મા પછી
બ્રાહ્મણો ની એડોપ્ટેડ (દત્તક) સંતાન થાય છે. બાપ ભણાવે છે તો ઘણાં અસંખ્ય બ્રાહ્મણ
થઈ જાય છે. પહેલાં તો આ એક હતાં ને? એક થી કેટલી વૃદ્ધિ થઈ છે. કેટલી થવાની છે.
જેટલાં સૂર્યવંશી, ચંદ્રવંશી દેવતાઓ હતાં, એટલાં બધા બનવાનાં છે. પહેલાં છે એક બાપ,
એમનો આત્મા તો છે જ. બાપ નાં આપણે આત્માઓ સંતાન કેટલાં છીએ? આપણા સર્વ આત્માઓ નાં
બાપ એક અનાદિ છે. પછી સૃષ્ટિ નું ચક્ર ફરતું રહે છે. બધા મનુષ્ય તો સદૈવ નથી ને?
આત્માઓએ ભિન્ન-ભિન્ન પાર્ટ ભજવવાનો છે. આ ઝાડ નું પહેલું-પહેલું થડ છે દેવી-દેવતાઓ
નું, પછી એનાથી ટ્યુબ્સ (શાખાઓ) નીકળી છે. તો બાપ બાળકો ને સમજાવે છે - બાળકો, હું
આવીને શું કરું છું? આત્મા માં જ ધારણા થાય છે. બાપ બેસીને સંભળાવે છે - હું આવ્યો
કેવી રીતે? તમે બધા બાળકો જ્યારે પતિત બન્યાં છો તો યાદ કરો છો. સતયુગ-ત્રેતા માં
તો તમે સુખી હતાં તો યાદ કરતા નહોતાં. દ્વાપર પછી જ્યારે દુઃખ વધારે થયું છે ત્યારે
પોકારે છે - હે પરમપિતા પરમાત્મા બાબા. હા બાળકો, સાંભળ્યું. શું ઈચ્છો છો? બાબા,
આવીને પતિતો ને પાવન બનાવો. બાબા અમે ખુબ દુઃખી, પતિત છીએ. અમને આવીને પાવન બનાવો.
કૃપા કરો, આશીર્વાદ કરો. તમે મને પોકાર્યો છે - બાબા, આવીને પતિતો ને પાવન બનાવો.
પાવન સતયુગ ને કહેવાય છે. આ પણ બાપ સ્વયં બતાવે છે. ડ્રામા નાં પ્લાન અનુસાર જ્યારે
સંગમયુગ હોય છે, સૃષ્ટિ જૂની થાય છે ત્યારે હું આવું છું.
તમે સમજો છો સંન્યાસી
પણ બે પ્રકાર નાં છે. તે છે હઠયોગી, તેમને રાજયોગી ન કહેવાય. તેમનો છે હદ નો
સંન્યાસ. ઘરબાર છોડી જંગલ માં જઈને રહે છે. ગુરુઓ નાં ફોલોઅર્સ (અનુયાયી) બને છે.
ગોપીચંદ રાજા માટે પણ એક કથા સંભળાવે છે. તેમણે કહ્યું તમે ઘરબાર કેમ છોડો છો? ક્યાં
જાઓ છો? શાસ્ત્રો માં ઘણી બધી વાર્તાઓ છે. હમણાં તમે બી.કે., રાજાઓ ને પણ જઈને
જ્ઞાન અને યોગ શીખવાડો છો. એક અષ્ટાવક્ર ગીતા પણ છે, જેમાં દેખાડયું છે - રાજા ને
વૈરાગ આવ્યો, બોલ્યાં મને કોઈ પરમાત્મા સાથે મળાવે. ઢંઢેરો પિટાવ્યો. તે આ જ સમય
છે. તમે જઈને રાજાઓ ને જ્ઞાન આપો છો ને, બાપ સાથે મળાવવા માટે. જેમ તમે મળ્યાં છો
તો બીજાઓ ને પણ મળાવવાની કોશિશ કરો છો. તમે કહો છો અમે તમને સ્વર્ગ નાં માલિક
બનાવીશું, મુક્તિ-જીવનમુક્તિ આપીશું. પછી તેમને કહો શિવબાબા ને યાદ કરો, બીજા કોઈને
નહીં. તમારી પાસે પણ શરુઆત માં બેઠાં-બેઠાં એક-બીજા ને જોતા ધ્યાન માં ચાલ્યાં જતા
હતાં ને? ખૂબ વન્ડર (આશ્ચર્ય) લાગતું હતું. બાપ હતાં ને આમનામાં, તો એ ચમત્કાર
દેખાડતા હતાં. બધાની દોરી ખેંચી લેતા હતાં. બાપદાદા ભેગા થઈ ગયા ને? કબ્રસ્તાન
બનાવતા હતાં. બધા બાપ ની યાદ માં સુઈ જાઓ. બધા ધ્યાન માં ચાલ્યાં જતા હતાં. આ બધી
શિવબાબા ની ચતુરાઈ હતી. આને પછી કોઈ જાદુ સમજવા લાગ્યાં. આ હતી શિવબાબા ની રમત. બાપ
જાદુગર, સૌદાગર, રત્નાગર છે ને? ધોબી પણ છે, સોની પણ છે, વકીલ પણ છે. બધાને રાવણ ની
જેલ માંથી છોડાવે છે. એમને જ બધા બોલાવે છે - હે પતિત-પાવન, હે દૂરદેશ નાં રહેવા
વાળા… અમને આવીને પાવન બનાવો. આવો પણ પતિત દુનિયા માં, પતિત શરીર માં આવીને અમને
પાવન બનાવો. હવે તમે તેનો પણ અર્થ સમજો છો. બાપ આવીને બતાવે છે આપ બાળકોએ રાવણ નાં
દેશ માં મને બોલાવ્યો છે, હું તો પરમધામ માં બેઠો હતો. સ્વર્ગ સ્થાપન કરવા માટે મને
નર્ક રાવણ નાં દેશ માં બોલાવ્યો કે હવે સુખધામ માં લઈ ચાલો. હવે આપ બાળકો ને લઈ જાય
છે ને? તો આ છે ડ્રામા. મેં જે તમને રાજ્ય આપ્યું હતું તે પૂરું થયું પછી દ્વાપર થી
રાવણ રાજ્ય ચાલ્યું છે. ૫ વિકારો માં પડ્યાં, તેનાં પછી ચિત્ર પણ છે જગન્નાથપુરી
માં. પહેલાં નંબર માં જે હતાં એ પછી ૮૪ જન્મ લઈ હવે અંત માં છે પછી તેમને જ પહેલાં
નંબર માં જવાનું છે. આ બ્રહ્મા બેઠાં છે, વિષ્ણુ પણ બેઠાં છે. આમનો પરસ્પર શું
સંબંધ છે? દુનિયા માં કોઈ નથી જાણતાં. બ્રહ્મા-સરસ્વતી પણ અસલ માં સતયુગ નાં માલિક
લક્ષ્મી-નારાયણ હતાં. હવે નર્ક નાં માલિક છે. હવે આ તપસ્યા કરી રહ્યાં છે - આ
લક્ષ્મી-નારાયણ બનવા માટે. દેલવાડા મંદિર માં પૂરું યાદગાર છે. બાપ પણ અહીં જ આવ્યાં
છે એટલે હવે લખે પણ છે - આબુ બધા તીર્થો માં, બધા ધર્મો નાં તીર્થો માં મુખ્ય તીર્થ
છે કારણકે અહીંયા જ બાપ આવીને સર્વ ધર્મો ની સદ્દગતિ કરે છે. તમે શાંતિધામ થઈને પછી
સ્વર્ગ માં જાઓ છો. બાકી બધા શાંતિધામ માં ચાલ્યાં જાય છે. તે છે જડ યાદગાર, આ છે
ચૈતન્ય. જ્યારે તમે ચૈતન્ય માં તે બની જશો તો પછી આ મંદિર વગેરે બધા ખતમ થઈ જશે. પછી
ભક્તિમાર્ગ માં આ યાદગાર બનાવશે. હમણાં તમે સ્વર્ગ ની સ્થાપના કરી રહ્યાં છો.
મનુષ્ય સમજે છે - સ્વર્ગ ઉપર છે. હમણાં તમે સમજો છો આ જ ભારત સ્વર્ગ હતું, હમણાં
નર્ક છે. આ ચક્ર જોવાથી જ આખું જ્ઞાન આવી જાય છે. દ્વાપર થી બીજા બધા ધર્મ આવે છે
તો હમણાં જુઓ કેટલાં ધર્મ છે. આ છે આયરન એજ (કળયુગ). હમણાં તમે સંગમ પર છો. સતયુગ
માં જવા માટે પુરુષાર્થ કરો છો. કળિયુગ માં છે બધા પથ્થરબુદ્ધિ. સતયુગ માં છે
પારસબુદ્ધિ. તમે જ પારસબુદ્ધિ હતાં, તમે જ પછી પથ્થરબુદ્ધિ બન્યાં છો, ફરી
પારસબુદ્ધિ બનવાનું છે. હવે બાપ કહે છે તમે મને બોલાવ્યો છે તો હું આવ્યો છું અને
તમને કહું છું - કામ ને જીતો તો જગતજીત બનશો. મુખ્ય આ વિકાર જ છે. સતયુગ માં છે બધા
નિર્વિકારી. કળિયુગ માં છે વિકારી.
બાપ કહે છે બાળકો, હવે
નિર્વિકારી બનો. ૬૩ જન્મ વિકાર માં ગયા છો. હવે આ અંતિમ જન્મ પવિત્ર બનો. હવે મરવાનું
પણ બધાએ છે. હું સ્વર્ગ સ્થાપન કરવા આવ્યો છું તો હવે મારી શ્રીમત પર ચાલો. હું જે
કહું તે સાંભળો. હમણા તમે પથ્થરબુદ્ધિ ને પારસબુદ્ધિ બનાવવાનો પુરુષાર્થ કરી રહ્યાં
છો. તમે જ પૂરી સીડી ઉતરો છો અને પછી ચઢો છો. તમે જાણે જિન્ન છો. જિન્ન ની વાર્તા
છે ને - તેણે કહ્યું કામ આપો તો રાજાએ કહ્યું સારું સીડી ઉતરો અને ચઢો. ઘણાં મનુષ્ય
કહે છે ભગવાન ને શું પડી હતી જે સીડી ચઢાવે અને ઉતારે છે? ભગવાન ને શું થયું છે જે
આવી સીડી બનાવી? બાપ સમજાવે છે આ અનાદિ ખેલ છે. તમે ૫ હજાર વર્ષ માં ૮૪ જન્મ લીધાં
છે. ૫ હજાર વર્ષ તમને નીચે ઉતરવા માં લાગ્યાં છે પછી ઉપર જાઓ છો સેકન્ડ માં. આ છે
તમારા યોગબળ ની લિફ્ટ. બાપ કહે છે યાદ કરો તો તમારા પાપ કપાઈ જશે. બાપ આવે છે તો
સેકન્ડ માં તમે ઉપર ચઢી જાઓ છો તો પછી નીચે ઉતરવામાં ૫ હજાર વર્ષ લાગ્યાં છે. કળાઓ
ઓછી થતી જાય છે. ચઢવાની તો લિફ્ટ છે. સેકન્ડ માં જીવનમુક્તિ. સતોપ્રધાન બનવાનું છે.
પછી ધીરે-ધીરે તમોપ્રધાન બનશો. ૫ હજાર વર્ષ લાગે છે. અચ્છા, પછી તમોપ્રધાન થી
સતોપ્રધાન બનવાનું છે એક જન્મ માં. હમણાં જ્યારે હું તમને સ્વર્ગ ની બાદશાહી આપું
છું તો તમે પવિત્ર કેમ નહીં બનશો? પરંતુ કામેશું, ક્રોધેશું પણ છે ને! વિકાર ન
મળવાથી પછી સ્ત્રી ને મારે છે, બહાર કાઢી મૂકે છે, આગ લગાવી દે છે. અબળાઓ પર કેટલાં
અત્યાચાર થાય છે. આ પણ ડ્રામા માં નોંધ છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે, માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જગત નાં
માલિક બનવા અથવા વિશ્વ ની બાદશાહી લેવા માટે મુખ્ય કામ વિકાર પર જીત મેળવવાની છે.
સંપૂર્ણ નિર્વિકારી જરુર બનવાનું છે.
2. જેમ આપણને બાપ
મળ્યાં છે એમ બધા ને બાપ સાથે મળાવવા ની કોશિશ કરવાની છે. બાપ નો સાચ્ચો પરિચય
આપવાનો છે. સાચ્ચી-સાચ્ચી યાત્રા શીખવાડવાની છે.
વરદાન :-
ગમ ની દુનિયા
સામે હોવા છતાં પણ બેગમપુર ની બાદશાહી નો અનુભવ કરવા વાળા અષ્ટ શક્તિ સ્વરુપ ભવ
ગમ અને બેગમ નું હમણાં
જ જ્ઞાન છે, ગમ ની દુનિયા સામે હોવા છતાં પણ સદા બેગમપુર ની બાદશાહી નો અનુભવ કરવો
- આ જ અષ્ટ શક્તિ સ્વરુપ, કર્મેન્દ્રિય જીત બાળકો ની નિશાની છે. હમણાં જ બાપ દ્વારા
સર્વ શક્તિઓ ની પ્રાપ્તિ થાય છે પરંતુ જો કોઈને કોઈ સંગદોષ અથવા કોઈ કર્મેન્દ્રિય
નાં વશીભૂત થઈ પોતાની શક્તિ ગુમાવી લો છો તો જે બેગમપુર નો નશો તથા ખુશી પ્રાપ્ત છે
તે સ્વત: જ ખોવાઈ જાય છે બેગમપુર નાં બાદશાહ પણ કંગાળ બની જાય છે.
સ્લોગન :-
દૃઢતા ની શક્તિ
સદા સાથે હોય તો સફળતા ગળા નો હાર છે.
અવ્યક્ત ઇશારા - આ
અવ્યક્ત મહિના માં બંધનમુક્ત રહી જીવનમુક્ત સ્થિતિ નો અનુભવ કરો
પોતાનાં સંકલ્પો નાં
તોફાન તથા કોઈ પણ સંબંધ દ્વારા પ્રકૃતિ તથા સમસ્યાઓ દ્વારા તોફાન અથવા વિઘ્ન આવે છે
તો એનાથી મુક્તિ મેળવવા માટે યોગ યુક્ત, યુક્તિ-યુક્ત બનો. જ્યાં સુધી યોગયુક્ત નથી
ત્યાં સુધી વિઘ્નો થી યુક્ત છો.