26-02-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - સુખ આપવા વાળા એક બાપ ને યાદ કરો , આ થોડા સમય માં યોગબળ જમા કરો તો અંત માં ખૂબ કામ આવશે”

પ્રશ્ન :-
બેહદ નાં વૈરાગી બાળકો, તમને કઈ સ્મૃતિ સદા રહેવી જોઈએ?

ઉત્તર :-
આ આપણું છી-છી વસ્ત્ર (શરીર) છે, આને છોડી પાછા ઘરે જવાનું છે - આ સ્મૃતિ સદા રહે. બાપ અને વારસો યાદ રહે, બીજું કાંઈ પણ યાદ ન આવે. આ છે બેહદ નો વૈરાગ. કર્મ કરતા યાદ માં રહેવાનો એવો પુરુષાર્થ કરવાનો છે જે પાપો નો બોજો માથા પર થી ઉતરી જાય. આત્મા તમોપ્રધાન થી સતોપ્રધાન બની જાય.

ઓમ શાંતિ!
બાપ બાળકો ને રોજ ખૂબ સહજ વાતો સમજાવે છે. આ છે ઈશ્વરીય પાઠશાળા. બરોબર ગીતા માં પણ કહે છે ભગવાનુવાચ. ભગવાન બાપ બધાનાં એક છે. બધા ભગવાન ન હોય શકે. હા, બધા બાળકો હોય શકે છે એક બાપ નાં. આ જરુર બુદ્ધિ માં આવવું જોઈએ કે બાપ સ્વર્ગ નવી દુનિયા ની સ્થાપના કરવા વાળા છે. એ બાપ પાસે થી આપણને સ્વર્ગ નો વારસો જરુર મળ્યો હશે. ભારત માં જ શિવજયંતી ગવાય છે. પરંતુ શિવજયંતી કેવી રીતે થાય છે? આ તો બાપ જ આવીને સમજાવે છે. બાપ આવે છે કલ્પ નાં સંગમયુગ પર. બાળકો ને ફરી થી પતિત થી પાવન બનાવવા અર્થાત્ વારસો આપવાં. આ સમયે બધાને રાવણ નો શ્રાપ છે એટલે બધા દુઃખી છે. હમણાં કળિયુગી જૂની દુનિયા છે. આ હંમેશા યાદ રાખો કે આપણે બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણ છીએ. જે પણ પોતાને બ્રહ્માકુમાર-કુમારી સમજે છે, તેમણે જરુર આ સમજવું જોઈએ કે કલ્પ-કલ્પ દાદા પાસે થી બ્રહ્મા દ્વારા વારસો લઈએ છીએ. આટલાં અસંખ્ય બાળકો બીજા કોઈને હોય ન શકે. એ છે સર્વ નાં બાપ. બ્રહ્મા પણ બાળક છે. બધા બાળકો ને વારસો દાદા પાસે થી મળે છે. એમનો વારસો છે સતયુગ ની રાજધાની. આ બેહદ નાં બાપ જ્યારે સ્વર્ગ નાં રચયિતા છે તો જરુર આપણને સ્વર્ગ ની રાજાઈ હોવી જોઈએ. પરંતુ આ ભૂલી ગયા છીએ. આપણને સ્વર્ગ ની બાદશાહી હતી. પરંતુ નિરાકાર બાપ કેવી રીતે આપશે, જરુર બ્રહ્મા દ્વારા આપશે. ભારત માં આમનું રાજ્ય હતું. હમણાં કલ્પ નો સંગમ છે. સંગમ પર બ્રહ્મા છે ત્યારે તો બી.કે. કહેવાય છે. અંધશ્રદ્ધા ની કોઈ વાત હોઈ નથી શકતી. એડોપ્શન છે. આપણે બ્રહ્માકુમાર-કુમારીઓ છીએ. બ્રહ્મા શિવબાબા નું બાળક છે, આપણને શિવબાબા પાસે થી ફરી થી સ્વર્ગ ની બાદશાહી મળી રહી છે. પહેલાં પણ મળી હતી, જેને ૫ હજાર વર્ષ થયાં. આપણે દેવી-દેવતા ધર્મ નાં હતાં. અંત સુધી વૃદ્ધિ થતી રહે છે. જેમ ક્રાઈસ્ટ આવ્યાં, ક્રિશ્ચન ધર્મ હજી સુધી છે. વૃદ્ધિ થતી રહે છે. તેઓ જાણે છે કે ક્રાઈસ્ટ દ્વારા અમે ક્રિશ્ચન બન્યાં. આજ થી ૨ હજાર વર્ષ પહેલાં ક્રાઈસ્ટ આવ્યાં હતાં. હવે વૃદ્ધિ થઈ રહી છે. પહેલાં-પહેલાં સતોપ્રધાન પછી રજો, તમો માં આવવાનું છે. તમે સતયુગ માં સતોપ્રધાન હતાં પછી રજો, તમો માં આવ્યાં છો. તમોપ્રધાન સૃષ્ટિ થી પછી સતોપ્રધાન જરુર બને છે. નવી દુનિયા માં આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો. મુખ્ય ધર્મ છે ચાર. તમારો ધર્મ અડધોકલ્પ ચાલે છે. અહીં પણ તમે તે જ ધર્મ નાં છો. પરંતુ વિકારી બનવાનાં કારણે તમે પોતાને દેવી-દેવતા નથી કહેવાતાં. તમે હતાં આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં પરંતુ વામમાર્ગ માં જવાના કારણે તમે પતિત બન્યાં છો, એટલે પોતાને હિન્દુ કહી દો છો. હમણાં તમે બ્રાહ્મણ બન્યાં છો. ઊંચા માં ઊંચા છે શિવબાબા. પછી છો તમે બ્રાહ્મણ. આપ બ્રાહ્મણો નો ઊંચા માં ઊંચો વર્ણ છે. બ્રહ્મા નાં બાળકો બન્યાં છો. પરંતુ વારસો બ્રહ્મા પાસે થી નથી મળતો. શિવબાબા બ્રહ્મા દ્વારા સ્વર્ગ ની સ્થાપના કરી રહ્યાં છે. તમારો આત્મા હવે બાપ ને જાણી ગયો છે. બાપ કહે છે કે મારા દ્વારા મને જાણવાથી આખાં સૃષ્ટિ ચક્ર નાં આદિ-મધ્ય-અંત ની નોલેજ સમજી લેશો. તે જ્ઞાન મને જ છે. હું જ્ઞાન નો સાગર, આનંદ નો સાગર, પવિત્રતા નો સાગર છું. ૨૧ જન્મ તમે પવિત્ર બનો છો પછી વિષય સાગર માં પડી જાઓ છો. હમણાં જ્ઞાન નાં સાગર બાપ તમને પતિત થી પાવન બનાવે છે. કોઈ ગંગા નું પાણી પાવન નથી બનાવી શકતું. સ્નાન કરવા જાય છે પરંતુ તે પાણી કોઈ પતિત-પાવન નથી. આ નદીઓ તો સતયુગ માં પણ છે, તો કળિયુગ માં પણ છે. પાણી નો ફરક નથી હોતો. કહે પણ છે “સર્વ નાં સદ્દગતિ દાતા એક રામ.” એ જ જ્ઞાન નાં સાગર પતિત-પાવન છે.

બાબા આવીને જ્ઞાન સમજાવે છે જેનાથી તમે સ્વર્ગ નાં માલિક બનો છો. સતયુગ-ત્રેતા માં ભક્તિ, શાસ્ત્ર વગેરે કાંઈ હોતું નથી. તમે બાપ પાસે થી વારસો લો છો સદા સુખ નો. એવું નથી ત્યાં તમારે ગંગા-સ્નાન કરવાનું છે કે કોઈ યાત્રા કરવાની છે. તમારી આ છે રુહાની યાત્રા જે કોઈ મનુષ્ય શીખવાડી ન શકે. બાપ છે સર્વ આત્માઓ નાં બાપ, શરીરધારી બાપ તો અનેક છે. રુહાની બાપ એક છે. આ પાક્કું-પાક્કું યાદ કરી લો. બાબા પણ પૂછે છે તમને કેટલાં બાપ છે તો મૂંઝાઈ જાય છે કે આ શું પૂછે છે? બાપ તો બધાનાં એક હોય છે. બે-ત્રણ બાપ કેવી રીતે હશે? બાપ સમજાવે છે એ પરમાત્મા બાપ ને યાદ કરો છો દુઃખ માં. દુઃખ માં હંમેશા કહો છો, હે પરમપિતા પરમાત્મા અમને દુઃખ થી છોડાવો. તો બે બાપ થયા ને? એક શરીરધારી બાપ, બીજા રુહાની બાપ. જેમની મહિમા ગાય છે તુમ માત-પિતા હમ બાલક તેરે… તમારી કૃપા થી સુખ ઘનેરા. લૌકિક મા-બાપ પાસે થી સુખ ઘનેરા નથી મળતાં. જ્યારે દુઃખ હોય છે તો એ બાપ નું સિમરણ કરે છે. આ બાપ જ આવાં પ્રશ્ન પૂછે છે, બીજા તો કોઈ પૂછી ન શકે.

ભક્તિમાર્ગ માં તમે ગાઓ છો બાબા તમે આવશો તો અમે તમારા સિવાય બીજા કોઈનું નહીં સાંભળીશું. બીજા તો બધા દુઃખ આપે છે, આપ જ સુખ આપવા વાળા છો. તો બાપ આવીને યાદ અપાવે છે કે તમે શું કહેતાં હતાં. તમે જાણો છો, તમે જ બ્રહ્માકુમાર-કુમારી કહેવાઓ છો. મનુષ્ય ની એવી પથ્થરબુદ્ધિ છે જે આ પણ નથી સમજતા કે બી.કે. શું છે? મમ્મા-બાબા કોણ છે? આ કોઈ સાધુ-સંત નથી. સાધુ-સંન્યાસી ને ગુરુ કહેવાશે, માત-પિતા નહીં કહેવાશે. આ બાપ તો આવીને દૈવી ધર્મ નું રાજ્ય સ્થાપન કરે છે. જ્યાં આ લક્ષ્મી-નારાયણ રાજા-રાણી રાજ્ય કરતા હતાં. પહેલાં પવિત્ર હતાં પછી અપવિત્ર બને છે. જે પૂજ્ય હતાં, તે પછી ૮૪ જન્મ લે છે. પહેલાં બેહદ નાં બાપ નો ૨૧ જન્મ સુખ નો વારસો મળે છે. કુમારી એ જે ૨૧ કુળ નો ઉદ્ધાર કરે. આ તમારું ગાયન છે. તમે કુમારીઓ છો, ગૃહસ્થી નથી. ભલે મોટા છો પરંતુ મરજીવા બની, બધા બાપ નાં બાળક-બાળકીઓ બનો છો. પ્રજાપિતા બ્રહ્મા નાં અનેક બાળકો છે અને વૃદ્ધિ થતી રહેશે. પછી આ બધા દેવતા બનશે. આ શિવબાબા નો યજ્ઞ છે. આને કહેવાય છે રાજસ્વ યજ્ઞ, સ્વરાજ્ય મેળવવાનો યજ્ઞ. આત્માઓ ને બાપ પાસે થી સ્વર્ગ નાં રાજ્ય નો વારસો મળે છે. આ રાજસ્વ અશ્વમેધ જ્ઞાન-યજ્ઞ માં શું કરવાનું છે? શરીર સહિત જે કાંઈ છે, તે બલિહાર કરવાનું છે અથવા સ્વાહા કરવાનું છે. આ યજ્ઞ થી તો તમે ફરી રાજ્ય મેળવશો. બાપ યાદ અપાવે છે કે ભક્તિમાર્ગ માં તમે ગાતા હતાં કે હે બાબા, તમે જ્યારે આવશો તો અમે બલિહાર જઈશું, વારી જઈશું. હવે તમે બધા પોતાને બ્ર.કુ. કુમારીઓ તો સમજો છો. ભલે રહો પોતાનાં ગૃહસ્થ વ્યવહાર માં પરંતુ પાવન રહેવું પડશે, કમળ પુષ્પ સમાન. પોતાને આત્મા સમજો. આપણે બાબા નાં બાળકો છીએ. તમે આત્માઓ છો આશિક. બાપ કહે છે હું છું એક માશૂક. તમે મુજ માશૂક ને પોકારતા રહો છો. તમે અડધાકલ્પ નાં આશિક છો જેમને પરમપિતા પરમાત્મા કહેવાય છે, એ નિરાકાર છે. આત્મા પણ નિરાકાર છે જે આ શરીર દ્વારા પાર્ટ ભજવે છે. ભક્તિમાર્ગ માં પણ તમારે પાર્ટ ભજવવાનો છે. ભક્તિ છે જ રાત, અંધકાર માં મનુષ્ય ઠોકરો ખાય છે. દ્વાપર થી લઈને તમે ઠોકરો ખાધી છે. આ સમયે મહાદુઃખી થઈ ગયા છો. હવે જૂની દુનિયા નો અંત છે. આ પૈસા વગેરે બધું માટી માં ભળી જવાનું છે. ભલે કોઈ કરોડપતિ છે, રાજા છે, બાળકો જન્મશે તો સમજશે આ ધન અમારા બાળકો માટે છે. અમારા પુત્ર, પોત્રા ખાશે. બાપ કહે છે કાંઈ પણ ખાશે નહીં. આ દુનિયા જ ખતમ થવાની છે. બાકી થોડો સમય છે. વિઘ્ન ખૂબ પડશે. પરસ્પર લડશે. અંત માં એવાં લડશે જે લોહી ની નદીઓ વહેશે. તમારી તો કોઈની સાથે લડાઈ નથી. તમે યોગબળ માં રહો છો. તમે યાદ માં રહેશો તો કોઈ પણ તમારી સામે ખરાબ વિચાર થી આવશે તો એમને ભયંકર સાક્ષાત્કાર થઈ જશે અને ઝટ ભાગી જશે. તમે શિવબાબા ને યાદ કરશો અને તે ભાગી જશે. જે પાક્કા બાળકો છે, પુરુષાર્થ માં રહે છે કે મારા તો એક શિવબાબા, બીજું ન કોઈ. બાપ સમજાવે છે કે હથ કાર ડે... બાળકોએ ઘર ને પણ સંભાળવાનું છે. પરંતુ આપ આત્માઓ બાપ ને યાદ કરો તો પાપો નો બોજો ઉતરી જશે. ફક્ત મને યાદ કરો તો તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો, પરંતુ નંબરવાર પુરુષાર્થ અનુસાર. પછી તમે બધા આ શરીર છોડશો, બાબા સર્વ આત્માઓ ને મચ્છરો સદૃશ્ય લઈ જશે. બાકી આખી દુનિયા ને સજાઓ ખાવાની છે. ભારત માં બાકી થોડા જઈને રહેશે. તેનાં માટે આ મહાભારત લડાઈ છે. અહીં તો ખૂબ વૃદ્ધિ થશે. પ્રદર્શન, પ્રોજેક્ટર વગેરે દ્વારા કેટલાં સાંભળે છે. તે પ્રજા બનતી જાય છે. રાજા તો એક હોય છે બાકી હોય છે પ્રજા. વજીર પણ પ્રજા ની લાઈન માં આવી જાય છે. અનેક પ્રજા બને છે. એક રાજા ની લાખો નાં અંદાજ માં પ્રજા હોય છે. તો રાજા-રાણી ને મહેનત કરવી પડે ને?

બાપ કહે છે - બધું જ કરતા નિરંતર મને યાદ કરો. જેમ આશિક-માશૂક હોય છે, તેમનો શારીરિક પ્રેમ હોય છે. આપ બાળકો આ સમયે આશિક છો. તમારા માશૂક આવેલા છે. તમને ભણાવી રહ્યાં છે. ભણતાં-ભણતાં તમે દેવતા બની જશો. યાદ થી વિકર્મ વિનાશ થશે અને તમે સદૈવ નિરોગી પણ બનશો. પછી ૮૪ નાં ચક્ર ને પણ યાદ રાખવાનું છે. સતયુગ માં આટલાં જન્મ, ત્રેતા માં આટલાં જન્મ. આપણે દેવી-દેવતા ધર્મ વાળાઓએ પૂરું ૮૪ નું ચક્ર લગાવ્યું છે. આગળ ચાલીને તમારી ખૂબ વૃદ્ધિ થશે. તમારા સેવાકેન્દ્રો હજારો નાં અંદાજ માં થઈ જશે. ગલી-ગલી માં સમજાવતા રહેશો કે ફક્ત બાપ ને અને વારસા ને યાદ કરો. હવે ચાલો ઘરે પાછાં. આ તો છી-છી વસ્ત્ર (શરીર) છે. આ છે બેહદ નો વૈરાગ. સંન્યાસી તો ફક્ત હદ નાં ઘરબાર છોડી દે છે. તે છે હઠયોગી. તે રાજયોગ શીખવાડી ન શકે. કહે છે આ ભક્તિ પણ અનાદિ છે. બાપ કહે છે આ ભક્તિ તો દ્વાપર થી શરુ થાય છે. ૮૪ સીડીઓ ઉતરી હવે તમે તમોપ્રધાન બન્યાં છો. તમે જ દેવી-દેવતા હતાં. ક્રિશ્ચન કહેશે અમે જ ક્રિશ્ચન હતાં. તમે જાણો છો આપણે સતયુગ માં હતાં. બાપે દેવી-દેવતા ધર્મ સ્થાપન કર્યો. આ જે લક્ષ્મી-નારાયણ હતાં એ હવે બ્રાહ્મણ બન્યાં છે. સતયુગ માં એક રાજા-રાણી હતાં, એક ભાષા હતી. આ પણ બાળકોએ સાક્ષાત્કાર કર્યો છે. તમે છો બધા આદિ સનાતન ધર્મ નાં. તમે જ ૮૪ જન્મ લો છો. તે જે કહે છે આત્મા નિર્લેપ છે તથા ઈશ્વર સર્વવ્યાપી છે, આ ખોટું છે. બધામાં આત્મા છે, પછી કેવી રીતે કહો છો અમારા માં પરમાત્મા છે? પછી તો બધા ફાધર્સ (પિતા) થઈ ગયાં. કેટલાં તમોપ્રધાન બની ગયા છે. આગળ જે સાંભળતા હતાં તે માની લેતા હતાં. હવે બાપ આવીને સત્ય સંભળાવે છે. તમને જ્ઞાન નું ત્રીજું નેત્ર આપે છે જેનાથી તમે સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ને જાણો છો. અમરકથા પણ આ છે. બાકી સૂક્ષ્મવતન માં કથા વગેરે નથી. આ બધી ભક્તિમાર્ગ ની સેપલિંગ (કલમ) છે. તમે અમરકથા સાંભળી રહ્યાં છો, અમર બનવા માટે. ત્યાં તમે ખુશી થી એક શરીર છોડી બીજું જઈને લેશો. અહીં તો કોઈ મરે છે તો રડે-પીટે છે. ત્યાં બીમારી વગેરે થતી નથી. સદૈવ એવરહેલ્દી (સદા સ્વસ્થ) રહે છે. આયુષ્ય પણ લાંબુ હોય છે. ત્યાં પતિતપણું હોતું નથી. હવે આ પાક્કું કરી લેવાનું છે કે આપણે ૮૪ નું ચક્ર પૂરું કર્યુ છે. હમણાં બાબા આપણને લેવા આવ્યાં છે. પાવન બનવાની યુક્તિઓ પણ તમને બતાવે છે. ફક્ત મુજ બાપ ને અને વારસા ને યાદ કરો. સતયુગ માં સોળે કળા સંપૂર્ણ પછી કળા ઓછી થતી જાય છે. હવે તમારા માં કોઈ કળા નથી રહી. બાપ જ દુઃખ થી છોડાવીને સુખ માં લઈ જાય છે એટલે લિબ્રેટર (મુક્તિદાતા) કહેવાય છે. બધાને પોતાની સાથે લઈ જાય છે. તમારા ગુરુ તમને સાથે થોડી લઈ જાય છે? તે ગુરુ ચાલ્યાં જાય છે તો ચેલા ગાદી પર બેસે છે પછી ચેલા માં ખૂબ ગડબડ થઈ જાય છે. પરસ્પર ગાદી માટે લડી પડે છે. બાપ કહે છે હું આપ આત્માઓ ને સાથે લઈ જઈશ. તમે સંપૂર્ણ નહીં બનશો તો સજાઓ ખાશો અને પદ ભ્રષ્ટ થશે. અહીં રાજધાની સ્થાપન થઈ રહી છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. યાદ નો એવો અભ્યાસ કરવાનો છે જે ખરાબ વિચાર વાળા સામે આવતાં જ પરિવર્તન થઈ જાય. મારા તો એક શિવબાબા, બીજું ન કોઈ… આ પુરુષાર્થ માં રહેવાનું છે.

2. સ્વરાજ્ય મેળવવા માટે શરીર સહિત જે કાંઈ પણ છે, તે બલિહાર જવાનું છે. જ્યારે આ રુદ્ર યજ્ઞ માં સર્વ સ્વાહા કરશો ત્યારે રાજ્ય પદ મળશે.

વરદાન :-
સહન શક્તિ ની વિશેષતા દ્વારા બીજા નાં સંસ્કારો ને પરિવર્તન કરવા વાળા દૃઢ સંકલ્પધારી ભવ

જેમ બ્રહ્મા બાપે જ્ઞાની અને અજ્ઞાની આત્માઓ દ્વારા ઇનસલ્ટ (અપમાન) સહન કરી એને પરિવર્તન કર્યુ તો ફોલો ફાધર કરો, એનાં માટે પોતાનાં સંકલ્પો માં ફક્ત દૃઢતા ને ધારણ કરો. આ ન વિચારો કે ક્યાં સુધી થશે? ફક્ત થોડું પહેલાં લાગે છે કેવી રીતે થશે? ક્યાં સુધી સહન કરીશું. પરંતુ જો તમારા માટે કોઈ કાંઈ બોલે પણ છે તો તમે ચૂપ રહો, સહન કરી લો તો તે પણ બદલાઈ જશે. ફક્ત દિલશિકસ્ત ન બનો.

સ્લોગન :-
સંગમ પર સહન કરી લેવું, નમી જવું, આ સૌથી મોટી મહાનતા છે.

આ અવ્યક્ત ઈશારા - એકતા અને વિશ્વાસ ની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો

બાપદાદા ઈચ્છે છે કે બાળકોની પહેલાં સાથીઓ માં, સેવા માં, વાયુમંડળ માં એકતા હોય, પછી એક બળ એક ભરોસો, એક મત હોય ત્યારે સેવા માં સફળતા મળશે. જેવી રીતે નાળિયેર તોડીને, રીબીન કાપીને ઉદ્ઘાટન કરો છો, એવી રીતે એકમત, એક બળ, એક ભરોસો અને એકતા ની રીબીન કાપો અને પછી સર્વ ની સંતુષ્ટતા, પ્રસન્નતા નું નારિયેળ તોડો. આ પાણી ધરતી માં નાખો પછી જુઓ સફળતા કેટલી થાય છે.