26-03-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
બાપ નો હાથ પકડયો છે , તમે ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં પણ બાપ ને યાદ કરતા - કરતા
તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો”
પ્રશ્ન :-
આપ બાળકોની અંદર કયો ઉલ્લાસ રહેવો જોઈએ? તખ્તનશીન બનવાની વિધિ શું છે?
ઉત્તર :-
સદા ઉલ્લાસ રહે કે જ્ઞાન સાગર બાપ આપણને રોજ જ્ઞાન-રત્નો ની થાળીઓ ભરી-ભરીને આપે
છે. જેટલા યોગ માં રહેશો એટલી બુદ્ધિ કંચન થતી જશે. આ અવિનાશી જ્ઞાન-રત્ન જ સાથે
જાય છે. તખ્તનશીન બનવું છે તો માતા-પિતા ને પૂરે-પૂરાં ફોલો (અનુકરણ) કરો. એમની
શ્રીમત અનુસાર ચાલો, બીજાઓને પણ આપ સમાન બનાવો.
ઓમ શાંતિ!
રુહાની બાળકો
આ સમયે ક્યાં બેઠાં છે? કહેશે રુહાની બાપ ની યુનિવર્સિટી અથવા પાઠશાળા માં બેઠાં
છીએ. બુદ્ધિ માં છે કે આપણે રુહાની બાપ ની આગળ બેઠાં છીએ, એ બાપ આપણને સૃષ્ટિ નાં
આદિ-મધ્ય-અંત નાં રહસ્ય સમજાવે છે અથવા ભારત નું રાઈઝ (ઉત્થાન) અને ફોલ (પતન) કેવી
રીતે થાય છે, એ પણ બતાવે છે. ભારત જે પાવન હતું તે હવે પતિત છે. ભારત સિરતાજ હતું
પછી કોણે જીત મેળવી છે? રાવણે. રાજાઈ ગુમાવી દીધી તો પતન થયું ને? કોઈ રાજા તો નથી.
જો હશે પણ તો પતિત જ હશે. આ જ ભારત માં સૂર્યવંશી મહારાજા-મહારાણી હતાં. સૂર્યવંશી
મહારાજાઓ અને ચંદ્રવંશી રાજાઓ હતાં. આ વાતો હમણાં તમારી બુદ્ધિ માં છે, દુનિયા માં
આ વાતો કોઈ નથી જાણતાં. આપ બાળકો જાણો છો આપણા રુહાની બાપ આપણને ભણાવી રહ્યાં છે.
રુહાની બાપ નો આપણે હાથ પકડયો છે. ભલે આપણે રહીએ ગૃહસ્થ વ્યવહાર માં છીએ પરંતુ
બુદ્ધિ માં છે કે હમણાં આપણે સંગમયુગ પર ઉભા છીએ. પતિત દુનિયા માંથી આપણે પાવન
દુનિયામાં જઈએ છીએ. કળિયુગ છે પતિત યુગ, સતયુગ છે પાવન યુગ. પતિત મનુષ્ય પાવન
મનુષ્યો ની આગળ જઈને નમસ્તે કરે છે. છે તો તે પણ ભારત નાં મનુષ્ય. પરંતુ તે દૈવીગુણ
વાળા છે. હમણાં આપ બાળકો જાણો છો આપણે પણ બાપ દ્વારા આવાં દૈવીગુણ ધારણ કરી રહ્યાં
છીએ. સતયુગ માં આ પુરુષાર્થ નહીં કરીશું. ત્યાં તો છે પ્રારબ્ધ. અહીં પુરુષાર્થ કરી
દૈવી ગુણ ધારણ કરવાનાં છે. સદેવ પોતાની તપાસ રાખવાની છે - અમે બાબા ને ક્યાં સુધી
યાદ કરી તમોપ્રધાન થી સતોપ્રધાન બની રહ્યાં છીએ? જેટલાં બાપ ને યાદ કરશો એટલાં
સતોપ્રધાન બનશો. બાપ તો સદેવ સતોપ્રધાન છે. હમણાં પણ પતિત દુનિયા, પતિત ભારત છે.
પાવન દુનિયામાં પાવન ભારત હતું. તમારી પાસે પ્રદર્શન વગેરે માં ભિન્ન-ભિન્ન પ્રકાર
નાં મનુષ્ય આવે છે. કોઈ કહે છે જેમ ભોજન જરુરી છે એમ વિકાર પણ ભોજન છે, એનાં વગર મરી
જઈશું. હવે એવી વાત તો નથી. સંન્યાસી પવિત્ર બને છે પછી મરી જાય છે શું? એવું-એવું
બોલવા વાળા માટે સમજાય છે કોઈ ખૂબ અજામિલ જેવા પાપી હશે, જે આવું-આવું કહે છે. બોલવું
જોઈએ શું આનાં વગર તમે મરી જશો જે ભોજન સાથે તમે આની તુલના કરો છો? સ્વર્ગ માં આવવા
વાળા જે હશે તે હશે સતોપ્રધાન. પછી પાછળ સતો, રજો, તમો માં આવે છે ને? જે પાછળ થી
આવે છે તે આત્માઓ એ નિર્વિકારી દુનિયા તો જોઈ જ નથી. તો તે આત્માઓ આવું-આવું કહેશે
કે આનાં વગર અમે રહી નથી શકતાં. સૂર્યવંશી જે હશે એમને તો તરત બુદ્ધિ માં આવશે - આ
તો સત્ય વાત છે. બરોબર સ્વર્ગ માં વિકાર નું નામ-નિશાન નહોતું. ભિન્ન-ભિન્ન પ્રકાર
નાં મનુષ્ય, ભિન્ન-ભિન્ન પ્રકાર ની વાતો કરે છે. તમે સમજો છો કોણ-કોણ ફૂલ બનવાવાળા
છે. કોઈ તો કાંટા જ રહી જાય છે. સ્વર્ગ નું નામ છે ફૂલો નો બગીચો. આ છે કાંટાઓ નું
જંગલ. કાંટા પણ અનેક પ્રકાર નાં હોય છે ને? હમણાં તમે જાણો છો આપણે ફૂલ બની રહ્યાં
છીએ. બરોબર આ લક્ષ્મી-નારાયણ સદા ગુલાબ નાં ફૂલ છે. આમને કહેવાશે કિંગ ઓફ ફ્લાવર્સ
(ફૂલો નાં રાજા). દૈવી ફ્લાવર્સ (ફૂલો) નું રાજ્ય છે ને? જરુર એમણે પણ પુરુષાર્થ
કર્યો હશે. ભણતર થી જ બન્યાં છે ને?
તમે જાણો છો હમણાં આપણે ઈશ્વરીય પરિવાર નાં બન્યાં છીએ. પહેલાં તો ઈશ્વર ને જાણતા જ
નહોતાં. બાપે આવીને આ પરિવાર બનાવ્યો છે. બાપ પહેલાં સ્ત્રી ને એડોપ્ટ (દત્તક) કરે
છે પછી તેમનાં દ્વારા બાળકો ને રચે છે. બાબાએ પણ આમને એડોપ્ટ કર્યા છે પછી આમનાં
દ્વારા બાળકો ને રચે છે. આ બધા બ્રહ્માકુમાર-કુમારીઓ છે ને? આ સંબંધ પ્રવૃત્તિ
માર્ગ નો થઈ જાય છે. સંન્યાસીઓ નો છે નિવૃત્તિ માર્ગ. તેમાં કોઈ મમ્મા-બાબા નથી
કહેતાં. અહીં તમે મમ્મા-બાબા કહો છો. બીજા જે પણ સત્સંગ છે તે બધા નિવૃત્તિ માર્ગ
નાં છે, આ એક જ બાપ છે જેમને માતા-પિતા કહી પોકારે છે. બાપ સમજાવે છે, ભારત માં
પવિત્ર પ્રવૃત્તિ માર્ગ હતો, હવે અપવિત્ર થઈ ગયો છે. હું ફરી થી એ જ પ્રવૃત્તિ
માર્ગ સ્થાપન કરું છું. તમે જાણો છો આપણો ધર્મ ખૂબ સુખ આપવા વાળો છે. પછી આપણે બીજા
જૂનાં ધર્મ વાળાઓ નો સંગ કેમ કરીએ? તમે સ્વર્ગ માં કેટલાં સુખી રહો છો. હીરા-ઝવેરાત
નાં મહેલ હોય છે. અહીં ભલે અમેરિકા, રશિયા વગેરે માં કેટલાં સાહૂકાર છે પરંતુ
સ્વર્ગ જેવું સુખ હોઈ ન શકે. સોના ની ઈંટો જેવાં મહેલ તો કોઈ બનાવી ન શકે. સોના નાં
મહેલ હોય જ છે સતયુગ માં. અહીં સોનું છે જ ક્યાં? ત્યાં તો દરેક જગ્યાએ હીરા-ઝવેરાત
લાગેલા હશે. અહીં તો હીરા ની પણ કેટલી કિંમત થઈ ગઈ છે. આ બધું માટી માં ભળી જશે.
બાબાએ સમજાવ્યું છે નવી દુનિયા માં પછી બધી નવી ખાણો ભરપૂર થઈ જશે. હમણાં આ બધું
ખાલી થતું રહેશે. દેખાડે છે સાગરે હીરા-ઝવેરાત ની થાળીઓ ભેટ આપી. હીરા-ઝવેરાત તો
ત્યાં તમને અઢળક મળશે. સાગર ને પણ દેવતા રુપ સમજે છે. તમે સમજો છો બાપ તો જ્ઞાન નાં
સાગર છે. સદા ઉલ્લાસ રહે કે જ્ઞાનસાગર બાપ આપણને રોજ જ્ઞાન-રત્નો, ઝવેરાતો ની થાળીઓ
ભરીને આપે છે. બાકી તે તો પાણી નો સાગર છે. બાપ આપ બાળકો ને જ્ઞાન-રત્ન આપે છે, જે
તમે બુદ્ધિ માં ભરો છો. જેટલા યોગ માં રહેશો એટલી બુદ્ધિ કંચન થતી જશે. આ અવિનાશી
જ્ઞાન-રત્ન જ તમે સાથે લઈ જાઓ છો. બાપ ની યાદ અને આ નોલેજ છે મુખ્ય.
આપ બાળકો ની અંદર ખૂબ ઉલ્લાસ રહેવો જોઈએ. બાપ પણ ગુપ્ત છે, તમે પણ ગુપ્ત સેના છો.
નોન-વાયોલેન્સ (અહિંસક), અનનોન-વોરીયર્સ (ગુપ્ત યોદ્ધા) કહે છે ને? ફલાણા ખૂબ
પહેલવાન વોરીયર્સ (યોદ્ધા) છે. પરંતુ નામ-નિશાન ની ખબર નથી. એવું તો હોઈ ન શકે.
ગવર્મેન્ટ ની પાસે એક-એક નું નામ નિશાન પૂરું હોય છે. અનનોન-વોરીયર્સ, નોન
વાયોલેન્સ આ તમારા નામ છે. સૌથી પહેલી-પહેલી હિંસા છે આ વિકાર, જે આદિ-મધ્ય-અંત
દુઃખ આપે છે એટલે તો કહે છે-હે પતિત-પાવન, અમને પતિતો ને આવીને પાવન બનાવો. પાવન
દુનિયામાં એક પણ પતિત ન હોઈ શકે. આ આપ બાળકો જાણો છો, હમણાં જ આપણે ભગવાન નાં બાળક
બન્યાં છીએ, બાપ પાસે થી વારસો લેવા, પરંતુ માયા પણ ઓછી નથી. માયા ની એક જ થપ્પડ એવી
લાગે છે જે એકદમ ગટર માં પાડી દે છે. વિકાર માં જે પડે છે તો બુદ્ધિ એકદમ ચટ થઈ જાય
છે. બાપ કેટલું સમજાવે છે-પરસ્પર દેહધારી સાથે ક્યારેય પ્રીત ન રાખો. તમારે પ્રીત
રાખવાની છે એક બાપ સાથે. કોઈ પણ દેહધારી સાથે પ્રેમ નથી રાખવાનો, મોહબ્બત નથી
રાખવાની. મોહબ્બત રાખવાની છે એમની સાથે જે દેહ-રહિત વિચિત્ર બાપ છે. બાપ કેટલું
સમજાવતા રહે છે તો પણ સમજતા નથી. તકદીર માં નથી તો એક-બીજા નાં દેહ માં ફસાઈ જાય
છે. બાબા કેટલું સમજાવે છે-તમે પણ રુપ છો. આત્મા અને પરમાત્મા નું રુપ તો એક જ છે.
આત્મા નાનો-મોટો નથી થતો. આત્મા અવિનાશી છે. દરેક નો ડ્રામા માં પાર્ટ નોંધાયેલો
છે. હમણાં કેટલાં અસંખ્ય મનુષ્ય છે, પછી ૯-૧૦ લાખ હશે. સતયુગ વગેરે માં કેટલું નાનું
ઝાડ હોય છે. પ્રલય તો ક્યારેય થતો નથી. તમે જાણો છો જે પણ મનુષ્ય માત્ર છે તે બધા
આત્માઓ મૂળવતન માં રહે છે. તેમનું પણ ઝાડ છે. બીજ વવાય છે, તેનાં થી આખું ઝાડ નીકળે
છે ને? પહેલાં-પહેલાં બે પાન નીકળે છે. આ પણ બેહદ નું ઝાડ છે, ગોળા પર સમજાવવું
કેટલું સહજ છે, વિચાર કરો. હમણાં છે કળિયુગ. સતયુગ માં એક જ ધર્મ હતો. તો કેટલાં
થોડા મનુષ્ય હશે? હમણાં કેટલાં મનુષ્ય, કેટલાં ધર્મ છે? આટલાં બધા જે પહેલાં નહોતાં
તે પછી ક્યાં જશે? બધા આત્માઓ પરમધામ માં ચાલ્યાં જાય છે. તમારી બુદ્ધિ માં બધું
જ્ઞાન છે. જેમ બાપ જ્ઞાન નાં સાગર છે એવાં તમને પણ બનાવે છે. તમે ભણીને આ પદ મેળવો
છો. બાપ સ્વર્ગ નાં રચયિતા છે તો સ્વર્ગ નો વારસો ભારતવાસીઓ ને જ આપે છે. બાકી બધા
ને પાછા ઘરે લઈ જાય છે. બાપ કહે છે હું આવ્યો છું આપ બાળકો ને ભણાવવાં. જેટલો
પુરુષાર્થ કરશો એટલું પદ મેળવશો. જેટલા શ્રીમત પર ચાલશો એટલાં શ્રેષ્ઠ બનશો. બધો
આધાર પુરુષાર્થ પર છે. મમ્મા-બાબા નાં તખ્તનશીન બનવું છે તો પૂરે-પૂરું ફોલો
ફાધર-મધર. તખ્તનશીન બનવા માટે તેમની ચલન અનુસાર ચાલો. બીજાઓ ને પણ આપસમાન બનાવો.
બાબા અનેક પ્રકાર ની યુક્તિઓ બતાવે છે. એક બેજ પર જ તમે કોઈને પણ સારી રીતે બેસીને
સમજાવો. પુરુષોત્તમ માસ હોય છે તો બાબા કહી દે છે ચિત્ર ફ્રી (મફત) આપી દો. બાબા
સૌગાત (ભેટ) આપે છે. પૈસા હાથ માં આવી જશે તો જરુર સમજશે, બાબા નો પણ ખર્ચો થાય છે
ને તો પછી જલ્દી મોકલી દેશે. ઘર તો એક જ છે ને? આ ટ્રાન્સલાઈટ નાં ચિત્રો નું
પ્રદર્શન બનશે તો કેટલાં જોવા આવશે. પુણ્ય નું કામ થયું ને? મનુષ્ય ને કાંટા થી ફૂલ,
પાપ આત્મા થી પુણ્ય આત્મા બનાવે છે, આને વિહંગ માર્ગ કહેવાય છે. પ્રદર્શન માં સ્ટોલ
લેવા થી ઘણાં આવે છે. ખર્ચો ઓછો થાય છે. તમે અહીં આવો છો બાપ પાસે થી સ્વર્ગ ની
રાજાઈ ખરીદવાં. તો પ્રદર્શન માં પણ આવશે, સ્વર્ગ ની રાજાઈ ખરીદવાં. આ હટ્ટી છે ને?
બાપ કહે છે આ જ્ઞાન થી તમને ખૂબ સુખ મળશે, એટલે સારી રીતે ભણીને, પુરુષાર્થ કરીને
ફુલ પાસ થવું જોઈએ. બાપ જ બેસીને પોતાનો અને રચના નાં આદિ-મધ્ય-અંત નો પરિચય આપે
છે, બીજા કોઈ આપી ન શકે. હમણાં બાપ દ્વારા તમે ત્રિકાળદર્શી બનો છો. બાપ કહે છે હું
જે છું, જેવો છું, મને યથાર્થ રીતે કોઈ નથી જાણતાં. તમારા માં પણ નંબરવાર છે. જો
યથાર્થ રીતે જાણત તો ક્યારેય છોડત નહીં. આ છે ભણતર. ભગવાન બેસીને ભણાવે છે. કહે છે
હું તમારો ઓબીડિયન્ટ સર્વન્ટ (વફાદાર સેવક) છું. બાપ અને શિક્ષક બંને ઓબીડિયન્ટ
સર્વન્ટ હોય છે. ડ્રામા માં મારો પાર્ટ જ એવો છે પછી બધાને સાથે લઈ જઈશ. શ્રીમત પર
ચાલી પાસ વિથ ઓનર થવું જોઈએ. ભણતર તો ખૂબ સહજ છે. સૌથી વૃદ્ધ તો આ ભણાવવા વાળા છે.
શિવબાબા કહે છે હું વૃદ્ધ નથી. આત્મા ક્યારેય વૃદ્ધ નથી થતો. બાકી પથ્થર બુદ્ધિ બને
છે. મારી તો છે જ પારસ બુદ્ધિ, ત્યારે તો તમને પારસ બુદ્ધિ બનાવવા આવું છું.
કલ્પ-કલ્પ આવું છું. અગણિત વાર તમને ભણાવું છું છતાં પણ ભૂલી જશો. સતયુગ માં આ
જ્ઞાન ની જરુર જ નથી રહેતી. કેટલી સારી રીતે બાપ સમજાવે છે. આવાં બાપ ને પછી ફારકતી
આપી દે છે એટલે કહેવાય છે મહાન મૂર્ખ જોવા હોય તો અહીં જુઓ. એવાં બાપ જેમની પાસે થી
સ્વર્ગ નો વારસો મળે છે, એમને પણ છોડી દે છે. બાપ કહે છે તમે મારી મત પર ચાલશો તો
અમરલોક માં વિશ્વ નાં મહારાજા-મહારાણી બનશો. આ છે મૃત્યુલોક. બાળકો જાણે છે આપણે જ
પૂજ્ય દેવી-દેવતા હતાં. હવે આપણે શું બની ગયાં છીએ? પતિત ભિખારી. હવે ફરી આપણે જ
પ્રિન્સ (રાજકુમાર) બનવાનાં છીએ. બધા નો એકરસ પુરુષાર્થ તો હોઈ ન શકે. કોઈક તો તૂટી
જાય છે, કોઈ ટ્રેટર (દગાબાજ) બની જાય છે. આવાં દગાબાજ પણ ખૂબ છે તેમની સાથે વાત પણ
ન કરવી જોઈએ. જ્ઞાન ની વાતો સિવાય બીજું કાંઈ પૂછે તો સમજો શૈતાની છે. સંગ તારે
કુસંગ ડુબાડે. જે જ્ઞાન માં હોંશિયાર બાબા નાં દિલ પર ચઢેલા છે, તેમનો સંગ કરો. તે
તમને જ્ઞાન ની મીઠી-મીઠી વાતો સંભળાવશે. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા સર્વિસેબલ, વફાદાર, ફરમાનવરદાર બાળકો ને માતા-પિતા બાપદાદા નાં
યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જે
દેહ-રહિત વિચિત્ર છે, એ બાપ સાથે મહોબ્બત રાખવાની છે. કોઈ દેહધારી નાં નામ-રુપ માં
બુદ્ધિ નથી ફસાવવાની. માયા ની થપ્પડ ન લાગે, આ સંભાળ કરવાની છે.
2. જે જ્ઞાન ની વાતો
સિવાય બીજું કાંઈ પણ સંભળાવે તેમનો સંગ નથી કરવાનો. ફુલ પાસ થવાનો પુરુષાર્થ કરવાનો
છે. કાંટાઓ ને ફૂલ બનાવવાની સેવા કરવાની છે.
વરદાન :-
“ એક બાપ બીજું
ન કોઈ” આ સ્મૃતિ થી બંધનમુક્ત , યોગયુક્ત ભવ
હવે ઘરે જવાનો સમય છે
એટલે બંધનમુક્ત અને યોગયુક્ત બનો. બંધનમુક્ત અર્થાત્ લુઝ ડ્રેસ, ટાઈટ નહીં. ઓર્ડર
મળ્યો અને સેકન્ડ માં ગયાં. એવાં બંધનમુક્ત, યોગયુક્ત, સ્થિતિ નું વરદાન પ્રાપ્ત
કરવા માટે સદા આ વાયદો સ્મૃતિ માં રહે કે “એક બાપ બીજું ન કોઈ”. કારણકે ઘરે જવા માટે
અથવા સતયુગી રાજ્ય માં આવવા માટે આ જૂનાં શરીર ને છોડવું પડશે. તો ચેક કરો એવાં
એવરેડી બન્યાં છો કે હજી સુધી થોડી દોરીઓ બંધાયેલી છે? આ જૂનું શરીર ટાઈટ તો નથી?
સ્લોગન :-
વ્યર્થ સંકલ્પ
રુપી એક્સ્ટ્રા ભોજન ન કરો તો મોટાપણા ની બીમારીઓ થી બચી જશો.
અવ્યક્ત ઈશારા -
સત્યતા અને સભ્યતા રુપી કલ્ચર ને અપનાવો
બાપ ને સૌથી સારી
વસ્તુ લાગે છે - સચ્ચાઈ એટલે ભક્તિ માં પણ કહે છે ગોડ ઈઝ ટ્રુથ. સૌથી પ્રિય વસ્તુ
સચ્ચાઈ છે કારણ કે જેમાં સચ્ચાઈ હોય છે એમાં સફાઈ રહે છે, તે ક્લિન અને ક્લિયર રહે
છે. તો સચ્ચાઈ ની વિશેષતા ક્યારેય નહીં છોડતાં. સત્યતા ની શક્તિ એક લિફ્ટ નું કામ
કરે છે.