26-04-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  31.12.2009    બાપદાદા મધુબન


“ નવાં વર્ષ માં બધા આત્માઓને સંદેશ આપીને ગોલ્ડન વર્લ્ડ ની ગિફ્ટ આપો , બાપ સમાન બનવા

 માટે દેહી - અભિમાની રહેવાની નેચર નેચરલ બનાવો”
 


આજે બાપદાદા દરેક બાળક ને સ્નેહ અને બાપદાદા નાં લવ માં લવલીન સ્વરુપ માં જોઈ રહ્યા છે. એક-એક બાળક પરમાત્મ-પ્રેમ માં ચમકી રહ્યા છે. બધા બાળકો પ્રેમ નાં વિમાન માં પહોંચી ગયા છે. આમ તો નવું વર્ષ મનાવવા માટે આવ્યા છે પરંતુ બધા નાં નયનો માં શું દેખાઈ રહ્યું છે? ન્યુ યર, નવું વર્ષ તો નિમિત્ત માત્ર છે પરંતુ તમારા બધા નાં નયનો માં શું ઉમંગ છે? ત્રણ વધાઈઓ આપી રહ્યા છે. એક પોતાનાં નવાં જીવન ની વધાઈ અને બીજું નવાં યુગ ની વધાઈ અને ત્રીજું પરિવાર અને બાપ થી મિલન ની વધાઈ. તમારા નયનો માં શું ફરી રહ્યું છે? પોતાનો નવયુગ સામે આવી રહ્યો છે ને! દિલ માં ઉમંગ આવી રહ્યો છે કે નવો યુગ આવ્યો કે આવ્યો. નવાં યુગ નો ચમકતો ડ્રેસ એટલો સામે સ્પષ્ટ છે કે આજે સંગમયુગ પર છીએ અને જલ્દી જ આ ચમકતો ડ્રેસ પહેરવાનો છે? સામે જોઈ-જોઈ ખુશ થઈ રહ્યા છો. વિદાય પણ આપી રહ્યા છે અને વધાઈ પણ લઈ રહ્યા છે. જેવી રીતે જૂના વર્ષ ને વિદાય આપી રહ્યા છે પછી તે વર્ષ ભુલાઈ જાય છે, નવું વર્ષ જ સામે આવે છે. એવી રીતે જ તમારી સામે જૂની દુનિયા ને વધાઈ નહીં, પરંતુ નવી દુનિયા ને વધાઈ આપી રહ્યા છે. જૂની દુનિયાને વિદાય આપી રહ્યા છે. તો આજે બધાને ઉમંગ-ઉત્સાહ છે નવાં યુગ નો, લોકો પણ નવાં વર્ષ ની વધાઈ આપે છે અને સાથે-સાથે ગિફ્ટ પણ આપે છે. તો બાપદાદા પણ આપ બાળકોને જૂના સ્વભાવ-સંસ્કાર ને વિદાય આપીને નવી દુનિયામાં જવાની ગિફ્ટ આપી રહ્યા છે, જે નવી દુનિયામાં પ્રાપ્તિ જ પ્રાપ્તિ છે. શોર્ટ માં આ જ કહે તો અપ્રાપ્ત નથી કોઈ વસ્તુ દુનિયામાં. એવી રીતે ગોલ્ડન દુનિયા ની ગિફ્ટ બાપદાદાએ તમને દરેક બાળક ને સૌગાત આપી દીધી છે. તમને પણ નશો છે ને કે અમે ગોલ્ડન વર્લ્ડ નાં અધિકારી બની રહ્યા છે. એવી ગિફ્ટ બીજા કોઈ આપી નથી શકતાં. બાપે દરેક બાળક ને આ જ ડાયરેક્શન આપ્યું છે કે બધા આત્માઓને આ બાપ નો વારસો ગોલ્ડન વર્લ્ડ નો સંદેશ આપીને એમને પણ તમે ગિફ્ટ આપો. તમારી પાસે કઈ ગિફ્ટ છે? એક તો નવી દુનિયાની ગિફ્ટ આપો અને બીજું તમારા પાસે ખુબજ ખજાનાઓ છે. ગુણો નાં ખજાના, શક્તિઓ નાં ખજાના, સ્વમાન નાં ખજાના, કેટલા ખજાનાઓ છે! તો બધાને કોઈ ન કોઈ ગુણ, કોઈ ન કોઈ શક્તિ ની ગિફ્ટ આપો જે ગિફ્ટ થી એમના જીવન બદલાઈ જાય અને ગોલ્ડન દુનિયા નાં અધિકારી બની જાય કારણકે આજકાલ જોઈ રહ્યા છો ચારેય તરફ દુઃખ-અશાંતિ વધી રહ્યા છે. ચારેય તરફ દરેક માં ભય અને ચિંતા છે. એવી રીતે દુઃખી-અશાંત આત્માઓ ને ઓછામાં ઓછા આ સંદેશ જરુર આપો કે આ બાપ આવ્યા છે હવે થી અવિનાશી વારસા નાં અધિકારી બની જાઓ. આ સંદેશ દરેક આત્માને આપી પણ રહ્યા છો પરંતુ હમણાં પણ ઘણા બાપ નાં બાળકો સંદેશ થી પણ વંચિત રહેલાં છે. તો પણ એક બાપ નાં બાળક છે ને તો પોતાનાં ભાઈ-બહેનો ને આ સંદેશ ની ગિફ્ટ જરુર આપો. કોઈ પણ રહી ન જાય. કરી રહ્યા છે સેવા, બાપદાદા બાળકોની સેવા જોઈ ખુશ છે પરંતુ બાપ ની આ જ આશા છે કે મારા કોઈ પણ બાળકો સંદેશ થી રહી ન જાય. ઉલ્હના (ઠપકો) ન આપે કે તમને ગોલ્ડન વર્લ્ડ ની સૌગાત મળી અને અમને ખબર પણ ન પડી. અમારા બાપ આવ્યા પરંતુ અમને સંદેશ ન મળ્યો એટલે આ નવાં વર્ષ માં આ જ પ્રયત્ન કરો, પરસ્પર પ્લાન બનાવો કે કોઈ પણ ખૂણો રહી ન જાય. ઉલ્હના ન મળે પરંતુ ખુશ થઈ જાય, ખબર તો પડે કે અમારા બાપ આવી ગયા. વંચિત ન રહી જાય. તો આ નવાં વર્ષ માં શું કરશો? પરસ્પર મળીને પ્લાન બનાવો, બાપદાદા ને દરેક બાળક નાં ઉપર રહેમ આવે છે. તો તમારે પણ ભાઈ-બહેનો નાં ઉપર હવે વિશેષ રહેમદિલ, કલ્યાણકારી સ્વરુપ ધારણ કરી બધાને સંદેશ આપવાનો છે. ઓછા માં ઓછા આ તો ઉલ્હના નહીં આપે.

આજે બધા બાળકો નવું વર્ષ મનાવવા નાં ઉમંગ-ઉત્સાહ થી પહોંચી ગયા છે બાપદાદા એક-એક બાળક ને જોઈ, શું ગીત ગાય, જાણો છો ને? વાહ બાળકો વાહ! જે પહેલી વાર પણ આવ્યા છે એમને પણ બાપદાદા કહી રહ્યા છે કે લક્કી છો જે સમય સમાપ્ત થવાનાં પહેલા બાપ નાં બની ગયા. નવાં બાળકો ને બાપદાદા પદમ પદમગુણા લક્કી બનવાની મુબારક આપી રહ્યા છે. આજકાલ બાપદાદા એક વાત બધા બાળકોમાં જોવા ઈચ્છે છે જાણો છો કઈ? જેવી રીતે દરેક નાં દિલ માં ઉમંગ છે, લક્ષ છે કે અમે બાપ સમાન બનવા વાળા જ છીએ, બનશું નહીં, બનવા વાળા જ છીએ તો જેવી રીતે લક્ષ છે, એવી રીતે હમણાં બાપદાદા લક્ષ ની સાથે લક્ષણ પણ જોવા ઈચ્છે છે. જેવી રીતે સમાન બનવાનું લક્ષ છે એવી રીતે જ સમાન બનવાનાં લક્ષણ પણ હોય. હવે લક્ષ બહુ જ ઊંચું છે પરંતુ લક્ષણ પર વિશેષ અટેન્શન આપવાનું છે. સમાન, જેટલું ઊંચું લક્ષ એટલાં જ ઊંચા લક્ષણ હોય. હવે કોઈ-કોઈ બાળકો લક્ષણ ધારણ કરવા ઈચ્છે છે પરંતુ વચ્ચે-વચ્ચે તો પણ કહી દે છે, ઈચ્છા તો ખુબ છે પરંતુ… તો આ પરંતુ નીકળી જાય. તમારી ચલન અને ચહેરો દૂર થી જ જેટલું ઊંચું લક્ષ છે, એટલું લક્ષણ ચહેરા થી દેખાઈ આવે, ચલન થી દેખાઈ આવે. જેવી રીતે તમે પહેલા દેહ-અભિમાન માં હતાં પરંતુ જ્યારે દેહ-અભિમાન માં હતાં તો દેહ-અભિમાન ની નેચર નેચરલ હતી, ક્યારેય પુરુષાર્થ કર્યો શું કે દેહ-અભિમાન આવે, નેચર નેચરલ દેહ-અભિમાન ની રહી. અડધોકલ્પ પુરુષાર્થ નથી કર્યો, એવી રીતે જ હમણાં પણ દેહી-અભિમાની બનવાની નેચર નેચરલ છે? જ્યારે દેહ-અભિમાન ની નેચર નેચરલ રહી, ક્યારેય યાદ આવે છે કે દેહ-અભિમાન માં આવી જાઉં, આ પુરુષાર્થ કર્યો? હમણાં પણ દેહ-અભિમાન અને દેહી-અભિમાન, તો દેહી-અભિમાન બનવામાં પણ મહેનત કેમ? કારણકે બાપદાદા ની પાસે સમાચાર આવે છે કે ક્યારેક-ક્યારેક દેહ-અભિમાન ને મિટાવવાની મહેનત કરવી પડે છે. જ્યારે દેહ-અભિમાન નેચરલ રહ્યું તો દેહી-અભિમાન માં મહેનત કેમ? તો બાપદાદાને બાળકોની મહેનત નથી ગમતી. મહેનત મુક્ત બની જાઓ અને નેચરલ નેચર બની જાય, આને કહેવાય છે લક્ષ અને લક્ષણ સમાન. પછી તમે જુઓ બાપ સમાન બનવું બહુ જ સહજ અને નેચરલ લાગશે. જેવી રીતે બ્રહ્મા બાપ ને જોયા આટલાં મોટા પરિવાર ની જવાબદારી હોવા છતાં પણ નેચરલ નેચરલ દેહી-અભિમાની ની રહી. ભલે બાળકો નાં ઉપર પણ જવાબદારી છે પરંતુ બ્રહ્મા બાપ ની આગળ તે જવાબદારી શું લાગે છે! કોઈ પણ જવાબદારી છે, માનો ઝોન ની જવાબદારી છે અથવા કોઈ ઓફિશિયલ યજ્ઞ કારોબાર ની જવાબદારી છે પરંતુ તે જવાબદારી બ્રહ્મા બાબા નાં આગળ શું છે! બ્રહ્મા બાપે શિવબાબા ની મદદ થી પ્રેક્ટિકલ માં દેખાડ્યું કે કરાવનહાર કરાવી રહ્યા છે, હું કરનહાર બની બાપ સમાન ન્યારો અને પ્યારો છું. તો જ્યારે બાપ સમાન બનવા ઇચ્છો છો તો આ ચેક કરો કે કંઈ પણ ભલે મન્સા, ભલે વાચા, ભલે કર્મણા ડ્યુટીસ્ છે પરંતુ હું કરનહાર છું, ટ્રસ્ટી છું, કરાવનાર માલિક શિવબાબા છે, આ કરાવનહાર નો પાઠ ચાલતા-ચાલતા ભૂલી જાય છે. તો લક્ષ અને લક્ષણ બંને ને સમાન બનાવવાનાં છે. હવે જૂનાં વર્ષ ને વિદાય આપવાની સાથે આ લક્ષ ને લક્ષણ માં લાવવાનું છે. નવાં વર્ષ ની તો નવી વાતો. શું કરું, માયા આવી જાય છે, ઈચ્છતા તો નથી પરંતુ આવી જાય છે… આ શબ્દ અથવા સંકલ્પ જૂનાં વર્ષ ની સાથે આને પણ વિદાય આપો. ફક્ત વર્ષ ની વિદાય નથી આપવાની. બાપદાદાએ સંભળાવ્યું હતું કે માયા પણ બાપદાદા ની પાસે આવે છે અને શું કહે છે? હું તો સમજુ છું, મારે જવાનો સમય છે પરંતુ કોઈ-કોઈ બાળકો મારું આહવાન કરે છે તો હું શું કરું. તો આજે વિદાય ની સાથે માયા નાં ભિન્ન-ભિન્ન રુપ ને પણ વિદાય આપવાની છે. છે હિંમત? હિંમત છે? હાથ ઉઠાવો. વિદાય આપવાની હિંમત છે? પાછળ વાળા ની હિંમત છે? જેનામાં હિંમત હોય, તે હાથ ઉઠાવો. તો બાપ આ હિંમત ની બહુ જ પદમ-પદમ ગુણા વધાઈ આપે છે. કેમ? કેમ બાપદાદા એના પર જોર આપી રહ્યા છે? કારણકે તમે બધા જોઈ રહ્યા છો દુનિયાની હાલત જોર થી બગડવાની શરુ થઈ રહી છે અને બાપદાદા નાં આ મહાવાક્ય ઘણા સમય થી ચાલી રહ્યા છે કે અચાનક થવાનું છે. તો અચાનક થવાનું છે અને જો બહુ જ સમય નો અભ્યાસ નહીં હશે તો બતાવો અચાનક નાં સમયે અભ્યાસ ની આવશ્યકતા છે ને! હમણાં-હમણાં જુઓ બાપદાદાએ હોમવર્ક આપ્યું, ૧૦ મિનિટ, ટોટલ ૨૪ વાર ૧૦-૧૦ મિનિટ નું હોમવર્ક આપ્યું, તો કોઈ બાળકોને મુશ્કેલ થઈ રહ્યું છે? તો વિચારો, જે ૧૦ મિનિટ અભ્યાસ નથી થઈ શકતો તો અચાનક માં એ સમયે શું કરશો? બાપદાદા જાણે છે કે ૨૪ વાર માં ઘણાઓને સમય થોડો ઓછો લાગે છે, પરંતુ બાપદાદાએ ટ્રાયલ કરી કે ૧૦ મિનિટ એક જ સ્મૃતિ માં જ્યારે ઈચ્છો, જેવી રીતે ઈચ્છો તેવી રીતે કરી શકો છો, બાપદાદા આ નથી કહેતા હમણાં પણ ૧૦ મિનિટ કરો, અચ્છા, નથી થઈ શકતું, જેમને થઈ શકે છે તે કરે, જો નથી થઈ શકતું તો પ મિનિટ કરો પ મિનિટ થી ૬ મિનિટ, ૭ મિનિટ, જેટલું પણ વધારી શકો એટલું ટ્રાય કરો. બાપદાદા પોતે જ કહી રહ્યા છે એમાં એવી વાત નથી. જો ૧૦ મિનિટ વધારે સમય લાગે છે તો ચલો ૮ મિનિટ કરો, ૯ મિનિટ કરો, જેટલું વધારે કરી શકો એટલી આદત રાખો કારણકે બહુજકાળ નું વરદાન પ્રેક્ટિકલ માં હમણાં કરી શકો છો. જો હમણાં બહુજકાળ નો અભ્યાસ નહીં હશે તો હમણાં નાં બહુજકાળ નાં પુરુષાર્થ ની જે પ્રાપ્તિ છે, અડધાકલ્પ ની એ બહુજકાળ માં ફરક પડી જશે. તો જેટલું થઈ શકે એટલું બાપદાદાએ છુટ્ટી આપી દીધી છે, પ મિનિટ થી વધારે કરો. ૧૦ મિનિટ નથી થઈ શકતું તો ૭ મિનિટ કરો, ૮ મિનિટ કરો, પ મિનિટ ની પણ રજા છે. પરંતુ જો કોઈ પણ સમયે ૧૦ મિનિટ થાય તો સારું છે. એવો સમય આવશે જે તમને લોકો ને પોતે પોતાનાં માટે અને વિશ્વ નાં માટે પણ કિરણો આપવી પડશે એટલે બાપદાદા રજા આપે છે, જેટલો વધારે સમય કરી શકો, એટલું પ્રેક્ટિકલ કરો કારણકે હમણાં નો બહુજ સમય ભવિષ્ય નો આધાર છે. ઠીક છે? મુશ્કેલ લાગે છે, કોઈ વાત નથી, હમણાં તો કંઈ વાંધો નથી અને બાપ ને સંભળાવ્યું આ બહુ જ સારું કર્યું કારણકે માનો ૧૦ મિનિટ બેસી નહીં શકો, વિચાર માં ચાલ્યો જાય, તો પ મિનિટ પણ ગઈ, એટલે બાપદાદા કહે છે ઓછા માં ઓછી પ મિનિટ થી ઓછું નહીં કરવું. જેટલું વધારી શકો એટલું વધારો. ઠીક છે, સ્પષ્ટ થયું? કારણકે બાપદાદા દરેકને બહુ જ શ્રેષ્ઠ સ્વરુપ માં જુએ છે. બાપદાદાએ એની નિશાની દરેક બાળકો ને કેટલાં સ્વમાન આપ્યા છે. સ્વમાન ની લિસ્ટ જો કાઢો તો કેટલી મોટી છે?

આજે બાપદાદા અમૃતવેલે ચક્કર લગાવવા ગયાં. શું જોવા ગયાં? બાપદાદાએ સ્વમાનો ની બહુ જ મોટી માળા આપી છે. જો એક-એક સ્વમાન માં સ્થિત થઈને એ સ્થિતિ માં બેસો, ચાલો તો સ્વમાન કહેતા જાઓ અને માળા ફેરવતા જાઓ તો બહુ જ મજા આવશે. સ્વમાન ની લિસ્ટ રાખી છે પરંતુ એક-એક સ્વમાન કેટલાં મોટાં છે અને કોણે આપ્યા છે! વર્લ્ડ ઓલમાઈટી ઓથોરિટીએ એક-એક બાળક ને અનેક સ્વમાનો ની લિસ્ટ આપી છે. એને યુઝ કરો કારણકે બીજા કોઈને ઓથોરિટી નથી જે તમારા આ સ્વમાન ને ઓછું કરી શકે. બીજા કોઈને આટલાં સ્વમાન ની માળા નથી મળી. તો બાપદાદાએ જોયું સતયુગ માં તો રાજ્ય ભાગ્ય મળશે પરંતુ આ સ્વમાન ની માળા સંગમયુગ ની દેન છે. બાપદાદા જ્યારે પણ બાળકોને જુએ છે તો દરેક બાળક ને સ્વમાન ની સ્થિતિ થી જુએ છે - વાહ બાળકો વાહ! તો સ્વમાન ની ઓથોરિટી માં રહો, હું કોણ! ક્યારેક કોઈ સ્વમાન સામે રાખો, ક્યારેક કોઈ સ્વમાન સામે રાખો અને ચેક કરો તો આજે અમૃતવેલે જે વિશેષ સ્વમાન બુદ્ધિ માં રાખ્યું, એને યુઝ કર્યું? તે સ્વમાન ખજાનો છે ને કારણકે ખજાના વધારવાનું સાધન છે - જેટલાં ખજાના ને કાર્ય માં લગાવશો એટલો ખજાનો વધે છે. તો આજે બાપદાદા જોઈ રહ્યા હતાં કોણ-કોણ બાળકો છે, કોઈની પાસે સ્વમાન ની સ્મૃતિ ની માળા મોટી હતી, કોઈની પાસે નાની. જ્યાં સ્વમાન હશે ત્યાં દેહભાન ખતમ થઈ જાય છે. તો આજે બાપદાદાએ ચક્કર લગાવ્યું અને જોયું જેવી રીતે સ્વમાન નો ખજાનો છે, એવી રીતે એક-એક શક્તિ, એક-એક ગુણ એનો ઉપયોગ કરો, કાર્ય માં લગાવો. તો આ જે પ્રોબ્લેમ થાય છે માયા આવી ગઈ, માયા આવી નથી જતી પરંતુ માયા ને માટે તો બાબાએ સંભળાવી દીધું છે કે માયા કહે છે કે મારું આહવાન કરે છે ત્યારે જાઉં છું, એમ જ નથી જતી હું, કોઈ પણ હલ્કો સંકલ્પ કરવો એટલે માયા નું આહવાન કર્યું, શક્તિઓને છોડી તો માયા નું આહવાન કર્યું. ઈચ્છતા નથી પરંતુ આવી જાય છે. બળવાન કોણ? ઇચ્છતા નથી પરંતુ આવી જાય, તો માયા બળવાન થઈ કે તમે? તો આજે જુનું વર્ષ સમાપ્ત થઈ રહ્યું છે, નવાં વર્ષ માં નવો ઉમંગ, નવો ઉત્સાહ, કારણકે સંગમયુગ નું ગાયન છે, એક-એક દિવસ ઉત્સાહ ભરેલો છે અર્થાત્ ઉત્સવ છે. તો ઉમંગ-ઉત્સાહ છે તો દરેક દિવસ ઉત્સવ છે એટલે પાક્કું રાખવું, રોજ પોતાને ચાલતા-ફરતા પણ ચાર્ટ જુઓ. ચેક કરજો, ચેક કરશો તો ચેન્જ કરશો ને! ચેક જ નહીં કરશો તો ચેન્જ કેવી રીતે કરશો!

આજે નવાં વર્ષ માટે બાપદાદા નો વિશેષ આ જ સંકલ્પ છે કે દરેક બાળક જેવી રીતે જૂનાં વર્ષ ને વિદાય આપે છે તેવી રીતે માયા ને વિદાય આપો. વ્યર્થ સંકલ્પ ને વિદાય આપો કારણ કે મેજોરીટી આ જ જોવાયું છે કે વ્યર્થ સંકલ્પ વધારે આવે છે. વિકારી સંકલ્પ ઓછા છે, પરંતુ વ્યર્થ જે છે, એનું નામ-નિશાન સમાપ્ત થઈ જાય, દરેક સંકલ્પ સમર્થ હોય, વ્યર્થ ન હોય કારણકે વ્યર્થ સંકલ્પ માં, ફક્ત સંકલ્પ નથી ચાલતા પરંતુ વ્યર્થ સમય પણ જાય અને બાપ સમાન બનવામાં દૂરી થઈ જાય છે. તમારી ઈચ્છા તો છે સમાન બને, તો હાથ તો ઉઠાવ્યો છે. પરંતુ બાપદાદા સદા કહે છે કે મન નો હાથ ઉઠાવો, આ હાથ ઉઠાવવો તો ઇઝી છે. તો વિદાય આપવાની હિંમત છે? છે હિંમત? હાથ ઉઠાવો. અચ્છા, હિંમત વાળા છે. બસ, હિંમત ને કાયમ રાખજો. જો હિંમત હશે તો જે લક્ષ રાખ્યું છે તે થઈ જ જશે કારણકે બાપદાદા પણ સાથે છે. બાપદાદા ઈચ્છે છે કે મારું કોઈ પણ બાળક પાછળ ન રહી જાય. હાથ માં હાથ આપી ચાલો. શિવ બાપ નિરાકાર છે, હાથ નથી પરંતુ શ્રીમત જ એમનો હાથ છે. શ્રીમત પર કદમ-કદમ ચાલવું અર્થાત્ હાથ માં હાથ આપી ચાલવું. તો બધાને નવાં વર્ષ નાં નવજીવન ની અને નવયુગ ની ત્રણેય ની પદમ પદમગુણા મુબારક છે. અચ્છા.

હવે ચારેય તરફ નાં દેશ વિદેશ નાં દરેક બાપ નાં પ્યારા, બાપ નાં લાડલા, બાપ નાં સિકીલધા બાળકો ને વિદાય અને વધાઈ. અને બાપદાદાએ સંભળાવ્યું છે કે જૂનાં વર્ષ ની સાથે જૂનાં સંસ્કાર ને પણ વિદાય આપવા વાળા, સ્વભાવ ને પણ વિદાય આપવા વાળા મહાવીર બાળકો, દરેક કદમ માં પદ્મોની કમાણી કરવા વાળા, બાપદાદા જે સદા સ્વમાન આપે છે, એ સ્વમાન ની સ્થિતિ માં રહી અનુભવ કરવા વાળા, દરેક બાળક ને બાપદાદા એવાં રુપ માં જુએ છે કે આ એક-એક બાળક ૨૧ જન્મ નાં વારસા નાં અધિકારી, આખાં કલ્પ માં ૨૧ જન્મ નાં અધિકારી બનવાનો વારસો આપ બાળકોને જ મળે છે. તો એવાં શ્રેષ્ઠ અધિકારી ચારેય તરફ નાં બાળકોને બાપદાદા, બાપ, શિક્ષક અને ગુરુ નાં રુપમાં ત્રણેય રુપો થી યાદપ્યાર અને નમસ્તે આપી રહ્યા છે.

વરદાન :-
સર્વિસ અથવા પુરુષાર્થ માં સફળતા પ્રાપ્ત કરવા વાળા ડબલ તાજધારી ભવ

સંગમયુગ પર સદા સ્વયં ને ડબલ તાજધારી સમજીને ચાલો - એક લાઈટ અર્થાત્ પ્યોરિટી નો તાજ અને બીજો - જવાબદારીઓ નો તાજ. પ્યોરિટી અને પાવર - લાઈટ અને માઈટ નો ક્રાઉન (મુગટ) ધારણ કરવા વાળા માં ડબલ ફોર્સ સદા કાયમ રહે છે. એવી રીતે ડબલ ફોર્સ વાળા આત્માઓ સદા શક્તિશાળી રહે છે. એમને સર્વિસ અથવા પુરુષાર્થ માં સદા સફળતા પ્રાપ્ત થાય છે.

સ્લોગન :-
દિવ્ય ગુણો નાં આધાર પર મન-વચન અને કર્મ કરવાં જ દિવ્યતા છે.

અવ્યક્ત ઇશારા - મહાન બનવા માટે મધુરતા અને નમ્રતા નો ગુણ ધારણ કરો

કોઈ પણ વસ્તુ ને ગરમ કરી નરમ કરાય છે, પછી મોલ્ડ કરાય છે. અહીં પણ ગરમાશ છે શક્તિ રુપ અને નરમાશ છે નિર્માણતા અર્થાત્ સ્નેહ રુપ. જેમાં દરેક આત્મા પ્રત્યે સ્નેહ હશે તે જ નમ્રચિત્ત રહી શકે છે. સ્નેહ નથી તો ન રહેમદિલ બની શકશે, ન નમ્રચિત્ત. શક્તિ રુપ માં છે માલિકપણું અને નમ્રતા માં છે સેવા નો ગુણ. તો જ્યારે આ નરમાશ અને ગરમાશ બંને રહેશે ત્યારે દરેક વાત માં મોલ્ડ થઈ શકશો.