26-06-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - સદા આ જ નશા માં રહો કે આપણું પદમાપદમ ભાગ્ય છે , જે પતિત - પાવન બાપ નાં આપણે બાળકો બન્યા છીએ , એમની પાસે થી આપણને બેહદ સુખ નો વારસો મળે છે”

પ્રશ્ન :-
આપ બાળકોને કોઈ પણ ધર્મ થી ઘૃણા કે નફરત નથી થઈ શકતી - શા માટે?

ઉત્તર :-
કારણ કે તમે બીજ અને ઝાડ ને જાણો છો. તમને ખબર છે આ મનુષ્ય સૃષ્ટિ રુપી બેહદ નું ઝાડ છે એમાં દરેક નો પોત-પોતાનો પાર્ટ છે. નાટક માં ક્યારેય પણ એક્ટર્સ એક-બીજા સાથે ઘૃણા નહીં કરશે. તમે જાણો છો આપણે આ નાટક માં હીરો-હિરોઈન નો પાર્ટ ભજવ્યો. આપણે જે સુખ જોયું, તે બીજા કોઈ જોઈ નથી શકતાં. તમને અથાહ ખુશી છે કે આખાં વિશ્વ પર રાજ્ય કરવા વાળા આપણે છીએ.

ઓમ શાંતિ!
ઓમ્ શાંતિ કહેવાથી જ બાળકો ને જે જ્ઞાન મળ્યું છે, તે બધું બુદ્ધિમાં આવી જવું જોઈએ. બાપ ની પણ બુદ્ધિમાં કયું જ્ઞાન છે? આ મનુષ્ય સૃષ્ટિ રુપી ઝાડ છે, જેને કલ્પ વૃક્ષ પણ કહેવાય છે, એની ઉત્પત્તિ, પાલના પછી વિનાશ કેવી રીતે થાય છે? બધું બુદ્ધિમાં આવવું જોઈએ. જેવી રીતે તે જડ ઝાડ હોય છે, આ છે ચૈતન્ય. બીજ પણ ચૈતન્ય છે. એમની મહિમા પણ ગાય છે, એ સત્ય છે, ચૈતન્ય છે અર્થાત્ ઝાડ નાં આદિ, મધ્ય, અંત નાં રહસ્ય સમજાવી રહ્યા છે. કોઈ પણ ઓક્યુપેશન (કર્તવ્ય) ને જાણતા નથી. પ્રજાપિતા બ્રહ્મા નાં ઓક્યુપેશન ને પણ જાણવું જોઈએ ને? બ્રહ્માને કોઈ યાદ નથી કરતાં, જાણતા જ નથી. અજમેર માં બ્રહ્મા નું મંદિર છે. ત્રિમૂર્તિ ચિત્ર છપાવે છે, એમાં બ્રહ્મા, વિષ્ણુ, શંકર છે. બ્રહ્મા દેવતાય નમઃ કહે છે. હમણાં તમે બાળકો જાણો છો-આ સમયે બ્રહ્મા ને દેવતા નથી કહેવાતાં. જ્યારે સંપૂર્ણ બને ત્યારે દેવતા કહેવાય. સંપૂર્ણ બની ચાલ્યા જાય છે સૂક્ષ્મવતન માં.

બાબા કહે છે તમારા બાપ નું નામ શું છે? કોને પૂછે છે? આત્મા ને. આત્મા કહે છે મારા બાબા. જેને ખબર નથી કે કોણે કહ્યું, તે તો પ્રશ્ન પૂછી ન શકે. હવે બાળકો સમજી તો ગયા છે-બરોબર બે બાપ બધાનાં છે. જ્ઞાન તો એક જ બાપ આપે છે. હમણાં તમે બાળકો સમજતા હશો કે આ શિવબાબા નો રથ છે. બાબા આ રથ દ્વારા અમને જ્ઞાન સંભળાવે છે. એક તો આ છે શરીરધારી બ્રહ્મા બાપ નો રથ. બીજો પછી રુહાની બાપ નો આ રથ છે. એ રુહાની બાપ ની મહિમા છે સુખ નાં સાગર, શાંતિ નાં સાગર… પહેલા તો આ બુદ્ધિ માં રહેશે આ બેહદ નાં બાપ છે જેમની પાસે થી બેહદનો વારસો મળે છે. પાવન દુનિયાનાં માલિક બનીએ છીએ. નિરાકાર ને બોલાવે છે પતિત-પાવન આવો. આત્મા જ બોલાવે છે. જ્યારે પાવન આત્મા છે ત્યારે નથી પોકારતા. પતિત છે તો પોકારે છે. હમણાં આપ આત્મા જાણો છો એ પતિત-પાવન બાપ આ તન માં આવ્યા છે. આ ભૂલવાનું નથી, આપણે એમનાં બન્યા છીએ. આ સૌભાગ્ય તો શું, પદમ ભાગ્ય ની વાત છે. પછી એ બાપ ને ભૂલવા કેમ જોઈએ? આ સમયે બાપ આવ્યા છે-આ નવી વાત છે. શિવ જયંતિ પણ દર વર્ષે મનાવાય છે. તો જરુર એ એક વાર જ આવે છે. લક્ષ્મી-નારાયણ સતયુગ માં હતાં. આ સમયે નથી. તો સમજાવવું જોઈએ એમણે પુનર્જન્મ લીધાં હશે. ૧૬ કળા થી ૧૨-૧૪ કળા માં આવ્યા હશે. આ તમારા વગર કોઈ નથી જાણતું. સતયુગ કહેવાય છે નવી દુનિયા ને. ત્યાં બધું નવું જ નવું છે. દેવતા ધર્મ નામ પણ ગવાય છે. તે જ દેવતાઓ જ્યારે વામ માર્ગ માં જાય છે તો પછી એમને નવા પણ નહીં, તો દેવતા પણ ન કહી શકાય. કોઈ પણ એવું નહીં કહેશે કે અમે એમની વંશાવલી નાં છીએ. જો પોતાને એ વંશાવલી નાં સમજત તો પછી એમની મહિમા, પોતાની નિંદા કેમ કરત? મહિમા જ્યારે કરે છે તો જરુર એમને પવિત્ર, પોતાને અપવિત્ર પતિત સમજે છે. પાવન થી પતિત બને છે, પુનર્જન્મ લે છે. પહેલાં-પહેલાં જે પાવન હતાં તે જ ફરી પતિત બને છે. તમે જાણો છો પાવન થી હવે પતિત બન્યા છે. તમે સ્કૂલ માં ભણો છો, એમાં નંબરવાર ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ક્લાસ તો હોય જ છે.

હમણાં બાળકો સમજે છે કે આપણને બાપ ભણાવે છે, ત્યારે તો આવે છે ને? નહીં તો અહીં આવવાની શું જરુર છે? આ કોઈ ગુરુ, મહાત્મા, મહાપુરુષ વગેરે કંઈ નથી. આ તો સાધારણ મનુષ્ય તન છે, તે પણ ખૂબ જુનું છે. અનેક જન્મો નાં અંત માં પ્રવેશ કરું છું. બીજી તો કોઈ એમની મહિમા નથી ફક્ત એમનામાં પ્રવેશ કરું છું ત્યારે એમનું નામ થાય છે. નહીં તો પ્રજાપિતા બ્રહ્મા ક્યાંથી આવ્યાં? મનુષ્ય મૂંઝાય તો જરુર છે ને? બાપે તમને સમજાવ્યું છે ત્યારે તમે બીજાઓને સમજાવો છો. બ્રહ્મા નાં બાપ કોણ? બ્રહ્મા, વિષ્ણુ, શંકર - એમનાં રચયિતા આ શિવબાબા છે. બુદ્ધિ ઉપર ચાલી જાય છે. પરમપિતા પરમાત્મા જે પરમધામ માં રહે છે, એમની આ રચના છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર નાં ઓક્યુપેશન અલગ છે. કોઈ પરસ્પર ૩-૪ હોય છે, બધાનાં ઓક્યુપેશન પોત-પોતાનાં હોય છે. પાર્ટ દરેક નો પોત-પોતાનો છે. આટલાં કરોડો આત્માઓ છે-એક નો પાર્ટ ન મળે બીજા સાથે. આ વન્ડરફુલ વાતો સમજાય છે. કેટલાં અનેક મનુષ્ય છે. હવે ચક્ર પૂરું થાય છે. અંત છે ને? બધાં પાછા જશે, ફરીથી ચક્ર રિપીટ થવાનું છે. બાપ આ બધી વાતો ભિન્ન-ભિન્ન પ્રકાર થી સમજાવતા રહે છે, નવી વાત નથી. કહે છે કલ્પ પહેલાં પણ સમજાવ્યું હતું. ખૂબ લવલી બાપ છે, એવાં બાપ ને તો ખૂબ પ્રેમ થી યાદ કરવા જોઈએ. તમે પણ બાપ નાં લવલી બાળકો છો ને? બાપ ને યાદ કરતા આવ્યા છો. પહેલાં બધાં એક ની પૂજા કરતા હતાં. ભેદભાવ ની વાત નથી. હમણાં તો કેટલો ભેદભાવ છે. આ રામ નાં ભક્ત છે, આ કૃષ્ણ નાં ભક્ત છે. રામ નાં ભક્ત ધૂપ લગાવે તો કૃષ્ણ નું નાક બંધ કરી દે છે. એવી પણ કંઈક વાતો શાસ્ત્રો માં છે. તે કહે અમારા ભગવાન મોટા, તે કહે અમારા મોટા, બે ભગવાન સમજી લે છે. તો ખોટું હોવાનાં કારણે બધાં અનરાઇટિયસ કામ જ કરે છે.

બાપ સમજાવે છે-બાળકો, ભક્તિ ભક્તિ છે, જ્ઞાન જ્ઞાન છે. જ્ઞાન નાં સાગર એક જ બાપ છે. બાકી તે બધાં છે ભક્તિ નાં સાગર. જ્ઞાન થી સદ્દગતિ થાય છે. હમણાં તમે બાળકો જ્ઞાનવાન બનો છો. બાપે તમને પોતાનો અને આખાં ચક્ર નો પણ પરિચય આપ્યો છે, જે બીજા કોઈ આપી ન શકે એટલે બાપ કહે છે આપ બાળકો છો સ્વદર્શન ચક્રધારી. પરમપિતા પરમાત્મા તો એક જ છે. બાકી બધાં બાળકો જ બાળકો છે. પરમપિતા પોતાને કોઈ કહી ન શકે. જે સારા સમજદાર મનુષ્ય છે, સમજે છે આ કેટલો મોટો (લાંબો) ડ્રામા છે. એમાં બધાં એક્ટર્સ અવિનાશી પાર્ટ ભજવે છે. તે નાના નાટક તો વિનાશી હોય છે, આ છે અનાદિ અવિનાશી. ક્યારેય બંધ થવા વાળો નથી. આટલો નાનો આત્મા, આટલો મોટો પાર્ટ મળેલો છે - શરીર લેવાનું અને છોડવાનું અને પાર્ટ ભજવવાનો. આ વાતો કોઈ શાસ્ત્રો માં નથી. જો આમને કોઈ ગુરુ એ સંભળાવ્યું હોત તો એમના બીજા પણ ફોલોઅર્સ હોત ને? ફક્ત એક ફોલોઅર શું કામ નો? ફોલોઅર તો તે, જે પૂરું ફોલો કરે. એમનો ડ્રેસ વગેરે તો તે નથી. કોણ કહેશે શિષ્ય છે? આ તો બાપ બેસીને ભણાવે છે. બાપ ને જ ફોલો કરવાના છે, જેવી રીતે જાન હોય છે ને? શિવ ની પણ જાન કહેવાય છે. બાબા કહે છે આ મારી જાન છે. તમે બધાં ભક્તિઓ છો, હું છું ભગવાન. તમે બધાં સજનીઓ છો, બાબા આવ્યા છે તમને શૃંગાર કરી લઈ જવાં. કેટલી ખુશી થવી જોઈએ! હમણાં તમે સૃષ્ટિ નાં આદિ, મધ્ય, અંત ને જાણો છો. તમે બાપ ને યાદ કરતા-કરતા પવિત્ર બની જાઓ છો તો પવિત્ર રાજાઈ મળે છે. બાપ સમજાવે છે હું આવું જ છું અંત માં. મને બોલાવે જ છે પાવન દુનિયાની સ્થાપના અને પતિત દુનિયાનો વિનાશ કરાવવા આવો, એટલે મહાકાળ પણ કહેવાય છે. મહાકાળ નું પણ મંદિર હોય છે. કાળ નાં મંદિર તો જુઓ છો ને? શિવ ને કાળ કહેવાશે ને? બોલાવે છે કે આવીને પાવન બનાવો. આત્માઓને લઈ જાય છે. બેહદ નાં બાપ કેટલાં અનેક આત્માઓ ને લેવા માટે આવ્યા છે. કાળ-કાળ મહાકાળ, સર્વ આત્માઓને પવિત્ર ગુલ-ગુલ બનાવીને લઈ જાય છે. ગુલ-ગુલ બની જાય તો પછી બાપ પણ લઈ જશે ગોદ (ખોળા) માં. જો પવિત્ર નહીં બનશે તો સજાઓ ખાવી પડશે, ફરક તો રહે છે ને? પાપ રહી જાય છે તો પછી સજા ખાવી પડે. પદ પણ એવું મળે છે એટલે બાપ સમજાવે છે-મીઠાં બાળકો, ખૂબ-ખૂબ મીઠાં બનો. શ્રીકૃષ્ણ બધાને મીઠાં લાગે છે ને? કેટલાં પ્રેમ થી શ્રીકૃષ્ણ ને ઝુલાવે છે, ધ્યાન માં શ્રીકૃષ્ણ ને નાના જોઈ ઝટ ખોળા માં ઉઠાવીને પ્રેમ કરે છે. વૈકુંઠમાં ચાલ્યા જાય છે. ત્યાં શ્રીકૃષ્ણ ને ચૈતન્ય રુપ માં જુએ છે. હમણાં તમે બાળકો જાણો છો સાચ્ચે જ વૈકુંઠ આવી રહ્યું છે. અમે ભવિષ્યમાં આ બનીશું. શ્રીકૃષ્ણ પર કલંક લગાવે છે, તે બધાં ખોટાં છે. આપ બાળકોને પહેલાં નશો ચઢવો જોઈએ. શરુઆત માં ખૂબ સાક્ષાત્કાર થયા હતાં પછી અંત માં ખૂબ થશે, જ્ઞાન કેટલું રમણીક છે! કેટલી ખુશી રહે છે! ભક્તિમાં તો કંઈ પણ ખુશી નથી રહેતી. ભક્તિ વાળાઓને આ થોડી ખબર રહે છે કે જ્ઞાન માં કેટલું સુખ છે? તુલના કરી ન શકે. તમને બાળકોને પહેલાં આ નશો ચઢવો જોઈએ. આ જ્ઞાન બાપ સિવાય કોઈ પણ ઋષિ-મુનિ વગેરે આપી નથી શકતાં. લૌકિક ગુરુ તો કોઈ ને પણ મુક્તિ-જીવનમુક્તિ નો રસ્તો બતાવી નથી શકતાં. તમે સમજો છો કોઈ પણ મનુષ્ય ગુરુ હોઈ નથી શકતાં, જે કહે હે આત્માઓ, બાળકો, હું તમને સમજાવું છું. બાપને તો ‘બાળકો-બાળકો’ કહેવાની પ્રેક્ટિસ છે. જાણે છે આ મારી રચના છે. આ બાપ પણ કહે છે હું બધાનો રચયિતા છું. તમે બધાં ભાઈ-ભાઈ છો. એમને પાર્ટ મળ્યો છે, કેવી રીતે મળ્યો છે તે સમજાવે છે. આત્મા માં જ બધો પાર્ટ ભરેલો છે. જે પણ મનુષ્ય આવે છે, ૮૪ જન્મો માં ક્યારેય એક જેવા ફીચર્સ મળી ન શકે. થોડો-થોડો બદલાવ થાય જરુર છે. તત્વ પણ સતો, રજો, તમો થતા જાય છે. દરેક જન્મ નાં ફીચર્સ એક ન મળે બીજા સાથે. આ પણ સમજવાની વાતો છે. બાપ રોજ સમજાવતા રહે છે-મીઠાં બાળકો, બાપ માં ક્યારેય સંશય નહીં લાવો. સંશય અને નિશ્ચય-બે શબ્દ છે ને? બાપ એટલે બાપ, એમાં સંશય તો હોય ન શકે. બાળકો કહી ન શકે કે હું બાપ ને યાદ કરી નથી શકતો. તમે વારંવાર કહો છો યોગ નથી લાગતો. યોગ શબ્દ ઠીક નથી. તમે તો રાજઋષિ છો. ‘ઋષિ’ શબ્દ પવિત્રતા નો છે. તમે રાજઋષિ છો તો જરુર પવિત્ર હશો. નાની વાત માં ફેલ થવાથી પછી રાજાઈ મળી ન શકે. પ્રજા માં ચાલ્યા જાય છે. કેટલું નુકસાન થઈ જાય છે? નંબરવાર પદ હોય છે ને? એક નું પદ ન મળે બીજા સાથે. આ બેહદ નો પૂર્વ નિર્ધારિત ડ્રામા છે. બાપ સિવાય કોઈ સમજાવી ન શકે. તો તમને બાળકો ને કેટલી ખુશી થાય છે? જેવી રીતે બાપ ની બુદ્ધિમાં બધું જ્ઞાન છે તેવી રીતે તમારી બુદ્ધિમાં પણ છે. બીજ અને ઝાડ ને સમજવાનું છે. મનુષ્ય સૃષ્ટિનું ઝાડ છે, એની સાથે બનિયન ટ્રી નું દૃષ્ટાંત બિલકુલ એક્યુરેટ છે. બુદ્ધિ પણ કહે છે આપણું આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નું જે થડ હતું તે પ્રાયઃલોપ થઈ ગયું છે. બાકી બધાં ધર્મોની ડાળીઓ વગેરે ઉભી છે. ડ્રામા અનુસાર આ બધું થવાનું જ છે, એમાં ઘૃણા નથી આવતી. નાટક માં એક્ટર્સ ને ક્યારેય ઘૃણા આવશે શું? બાપ કહે છે તમે પતિત બની ગયા છો પછી પાવન બનવાનું છે. તમે જેટલું સુખ જુઓ છો એટલું બીજા કોઈ નથી જોતાં. તમે હીરો-હિરોઈન છો, વિશ્વ પર રાજ્ય મેળવવા વાળા છો તો અથાહ ખુશી થવી જોઈએ ને? ભગવાન ભણાવે છે! કેટલું રેગ્યુલર ભણવું જોઈએ, એટલી ખુશી થવી જોઈએ. બેહદ નાં બાપ આપણને ભણાવે છે. રાજયોગ પણ બાપ જ શીખવાડે છે. કોઈ શરીરધારી તો શીખવાડી ન શકે. બાપે આત્માઓને શીખવાડ્યું છે, આત્મા જ ધારણ કરે છે. બાપ એક જ વાર આવે છે પાર્ટ ભજવવાં. આત્મા જ પાર્ટ ભજવીને એક શરીર છોડી બીજું લે છે. આત્માઓને બાપ ભણાવે છે. દેવતાઓને નહીં ભણાવશે. ત્યાં તો દેવતાઓ જ ભણાવશે. સંગમયુગ પર બાપ જ ભણાવે છે પુરુષોત્તમ બનાવવા માટે. તમે જ ભણો છો. આ સંગમયુગ એક જ છે, જ્યારે તમે પુરુષોત્તમ બનો છો. સત્ય બનાવવા વાળા, સતયુગ ની સ્થાપના કરવા વાળા એક જ સાચાં બાબા છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સંગમયુગ પર ડાયરેક્ટ ભગવાન પાસે થી ભણતર ભણીને, જ્ઞાનવાન આસ્તિક બનવાનું અને બનાવવાનું છે. ક્યારેય પણ બાપ તથા ભણતર માં સંશય નથી લાવવાનો.

2. બાપ સમાન લવલી બનવાનું છે. ભગવાન આપણો શૃંગાર કરી રહ્યા છે, એ ખુશી માં રહેવાનું છે. કોઈ પણ એક્ટર થી ઘૃણા કે નફરત નથી કરવાની. દરેક નો આ ડ્રામા માં એક્યુરેટ પાર્ટ છે.

વરદાન :-
સેવાઓની પ્રવૃત્તિ માં રહેતા વચ્ચે - વચ્ચે એકાંતવાસી બનવા વાળા અંતર્મુખ ભવ

સાઈલેન્સ ની શક્તિ નો પ્રયોગ કરવા માટે અંતર્મુખી અને એકાંતવાસી બનવાની આવશ્યક્તા છે. ઘણાં બાળકો કહે છે અંતર્મુખી સ્થિતિ નો અનુભવ કરવા તથા એકાંતવાસી બનવા માટે સમય જ નથી મળતો કારણ કે સેવા ની પ્રવૃત્તિ, વાણી ની શક્તિ ની પ્રવૃત્તિ ખૂબ વધી ગઈ છે પરંતુ એના માટે એક સાથે અડધો કલાક અથવા એક કલાક કાઢવાની બદલે વચ્ચે-વચ્ચે થોડો સમય પણ કાઢો તો શક્તિશાળી સ્થિતિ બની જશે.

સ્લોગન :-
બ્રાહ્મણ જીવન માં યુદ્ધ કરવાને બદલે મોજ મનાવો તો મુશ્કેલ પણ સહજ થઈ જશે.