26-06-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - આ દુનિયામાં નિષ્કામ સેવા ફકત એક બાપ જ કરે છે , બાકી તમે જે પણ કર્મ કરો છો એનું ફળ અવશ્ય મળે છે”

પ્રશ્ન :-
ડ્રામા અનુસાર કઈ વાત ૧૦૦ ટકા સરટેન (નિશ્ચિત) છે? જેની આપ બાળકો ને ખુશી છે?

ઉત્તર :-
ડ્રામા અનુસાર નિશ્ચિત છે કે નવી રાજધાની સ્થાપન થવાની જ છે. આપ બાળકોને ખુશી છે કે શ્રીમત પર આપણે પોતાનાં માટે પોતાની રાજધાની સ્થાપન કરી રહ્યાં છીએ. આ જુની દુનિયાનો વિનાશ તો થવાનો જ છે. આપ બાળકો જેટલો પુરુષાર્થ કરશો એટલું ઊંચ પદ પ્રાપ્ત થશે.

ગીત :-
તુમ્હેં પાકે હમને જહાં પા લિયા હૈ…

ઓમ શાંતિ!
જે બાળકો કહે છે, બાબા પણ તે જ કહે છે. બાળકો કહે છે બાબા તમને પામીને અમે સ્વર્ગ નાં માલિક બનીએ છીએ. બાપ પણ કહે છે બાળકો મનમનાભવ. વાત એક જ થઈ ગઈ. મનુષ્ય બધાં પૂછશે કે બ્રહ્માકુમાર-કુમારીઓ ને આ સત્સંગ માં જઈને શું મળે છે? તો બ્રહ્માકુમાર-કુમારીઓ કહે છે અમે બાપદાદા દ્વારા વિશ્વનાં માલિક બનીએ છીએ. વિશ્વનાં માલિક બીજું કોઈ બની ન શકે. વિશ્વનાં માલિક આ લક્ષ્મી-નારાયણ જ છે, શિવબાબા તો વિશ્વનાં માલિક નથી થતાં. આપ બાળકો વિશ્વનાં માલિક બનો છો. તમારા બાપ વિશ્વનાં માલિક નથી બનતાં. આવી નિષ્કામ સેવા કરવા વાળું બીજું કોઈ હોતું નથી. દરેક ને પોતાની સેવા નું ફળ જરુર મળે છે. ભક્તિમાર્ગ માં કે કોઈ પણ પ્રકાર થી જો કોઈ કંઈ પણ કરે છે… સમાજસેવક ને પણ સેવાનું ફળ જરુર મળે છે. ગવર્મેન્ટ થી પગાર મળે છે. બાપ કહે છે - હું જ એક નિષ્કામ સેવા કરું છું, જે બાળકો ને વિશ્વ નાં માલિક બનાવું છું અને હું નથી બનતો. બાળકો ને સુખી કરીને, સુખધામ નાં માલિક બનાવી ૨૧ જન્મો નું સુખ આપી હું પોતાનાં નિર્વાણધામ માં કે વાનપ્રસ્થ અવસ્થા માં બેસી જાઉં છું. વાનપ્રસ્થ તો મૂળવતન ને જ કહેશે. મનુષ્ય વાનપ્રસ્થ લે છે. બાળકો ને સર્વસ્વ આપી સત્સંગ વગેરે કરે છે. ગુરુ કરે છે કે આ મુક્તિ નો રસ્તો બતાવો. હમણાં આપ બાળકો જાણી ગયાં છો કે મુક્તિ-જીવનમુક્તિ નો રસ્તો કોઈ મનુષ્ય માત્ર ક્યારેય કોઈને બતાવી નથી શકતાં. તે કોઈને પણ સદ્દગતિ આપી નથી શકતાં. પોતાને પણ નથી આપી શકતાં. પોતાને આપે તો પછી બીજાને પણ આપી શકે. બાપ આવે જ છે પરમધામ થી. તે ત્યાંના રહેવા વાળા છે, આપ બાળકો પણ ત્યાંના રહેવા વાળા છો. તમારે પાર્ટ ભજવવાનો છે આ કર્મક્ષેત્ર પર. બાબા ને પણ એકવાર અહીં આવવાનું છે આપ બાળકો માટે જ્યારે કે સ્વર્ગની સ્થાપના થઇ રહી છે તો જરુર નર્ક નો વિનાશ થવાનો જ છે.

હમણાં તમે જાણી ગયાં છો - શિવબાબા બ્રહ્મા દ્વારા આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના કરી રહ્યાં છે. તમે જાણો છો આપણે મનુષ્ય થી દેવતા બની રહ્યાં છીએ ફરી થી. આપ બાળકો ને બુદ્ધિ માં છે કે દર ૫ હજાર વર્ષ પછી અમે આવીને ફરી થી બ્રહ્મા દ્વારા શિવબાબા નાં બાળકો બનીએ છીએ, વારસો પામવા માટે. પતિત-પાવન એમને કહેવાય છે. નોલેજફુલ, જ્ઞાન નાં સાગર પણ છે. યોગ અર્થાત્ યાદ શીખવાડે છે પરંતુ નિરાકાર કેવી રીતે સમજાવે એટલે કહે છે બ્રહ્મા દ્વારા મનુષ્ય થી દેવતા બનાવું છું અર્થાત્ દેવી-દેવતા ધર્મ ની સ્થાપના કરાવું છું. હવે તે ધર્મ નથી, ફરી બનાવવો પડે. હવે ફરી થી આદિ સનાતન દેવી-દેવતા ધર્મ સ્થાપના કરી બાકી બધાને મુક્તિધામ માં લઈ જાઉં છું. ભારત પ્રાચીન ખંડ છે એટલે ભારત ની આદમસુમારી (જનસંખ્યા) હકીકત માં સૌથી વધારે હોવી જોઈએ. આવી વાતો બીજા કોઈની બુદ્ધિ માં નથી આવતી. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ સૌથી વધારે મોટો હોવો જોઈએ. ૫ હજાર વર્ષ થી એમની વૃદ્ધિ થતી રહે છે. બાકી બીજા તો આવે જ છે ૨૫૦૦ વર્ષ પછી. ઈસ્લામીઓ ની જનસંખ્યા ઓછી હોવી જોઈએ પછી થોડા સમય પછી બૌદ્ધી ધર્મ વાળા આવે છે તો એમનામાં થોડો ફરક હોવો જોઈએ. ઈસ્લામી, બૌદ્ધી વગેરે પહેલાં સતોપ્રધાન છે પછી ધીરે-ધીરે તમોપ્રધાન બને છે. આ પણ હિસાબ છે. જે અનન્ય સમજદાર બાળકો છે એમને વિચાર કરવો પડે. આજકાલ લખે છે ચાઈનીઝ સૌથી વધારે છે. પરંતુ એમને સૃષ્ટિ ચક્ર નું જ્ઞાન તો નથી. આ બધું રહસ્ય આપ બાળકો ની બુદ્ધિ માં છે. જે ભણેલાં-ગણેલાં છે એમને તો વિસ્તાર માં સમજાવવાનું હોય છે. દેવી-દેવતા ધર્મ વાળા ને ૫ હજાર વર્ષ થયાં. તો આ સમયે આમની સંખ્યા વધારે હોવી જોઈએ. પરંતુ દેવી-દેવતા ધર્મ વાળા પછી બીજા-બીજા ધર્મ માં પરિવર્તન થઈ ગયાં છે. પહેલાં-પહેલાં ઘણાં મુસલમાન બની ગયાં પછી બૌદ્ધી પણ ઘણાં બન્યાં છે. અહીં પણ બૌદ્ધી ઘણાં છે, ક્રિશ્ચન તો અગણિત છે. દેવતા ધર્મ નું તો નામ જ નથી. જો આપણે બ્રાહ્મણ ધર્મ કહીએ તો પણ હિંદુઓની લાઈન માં રાખી દેશે. હમણાં તમે જાણો છો આદિ સનાતન દેવી-દેવતા ધર્મ સ્થાપન થઈ રહ્યો છે - આપ બ્રાહ્મણો દ્વારા શ્રીમત પર. આ પણ સમજ હોવી જોઈએ. ધર્મ ગવાય તો છે ને. અહીંયાનાં મનુષ્ય પોતાને હિન્દુ ની લાઈન માં લઈ આવે છે. કહેશે હિન્દુ આર્ય ધર્મ છે, સૌથી જૂનો છે. ભારતવાસી પહેલાં-પહેલાં આર્ય હતાં, ખુબ જ ધનવાન હતાં, હવે અનઆર્ય બની ગયા છે. કોઈ અક્કલ નથી, જેને જે આવે તે ધર્મ નું નામ રાખી દે છે. ઝાડ નાં પાછળ નાનાં-નાનાં પાન ડાળ-ડાળીઓ નીકળે છે. નવાં નું થોડું માન હોય છે.

હમણાં આપ બાળકો જાણો છો કે આપણે બાબા થી સ્વર્ગ નો વારસો લઇ રહ્યાં છીએ. તો આવો વારસો આપવા વાળા બાપ ને કેટલાં યાદ કરવાં જોઈએ. તમે જેટલું વધારે યાદ કરશો એક તો વારસો મળશે અને તમે પાવન બનશો. લૌકિક બાપ થી તો ધન નો વારસો મળે છે. સાથે-સાથે પછી પતિત બનવાનો પણ વારસો મળે છે. એ લૌકિક બાપ, આ પારલૌકિક બાપ અને આ છે વચ્ચે અલૌકિક બાપ. આમને વચમાં બંને તરફ થી જોડી દેવાય છે. શિવબાબા ને તો કોઈ તકલીફ નથી થતી, આમને કેટલી ગાળો ખાવી પડે છે. હકીકત માં કૃષ્ણને ગાળો નથી મળતી. વચ્ચે ફસાયાં છે આ. કહેવાય છે ને - રસ્તે ચાલતાં બ્રાહ્મણ ફસાયો. ગાળો ખાવા માટે આ ફસાયાં છે. અલૌકિક બાપ ને જ સહન કરવું પડે છે. આ કોઈને ખબર જ નથી કે શિવબાબા આમનામાં પ્રવેશ કરી આવી પતિતો ને પાવન બનાવે છે. પવિત્ર બનવા પર જ માર ખાય છે. બાપ કહે છે - હું આવ્યો છું બધાંને ફરી થી લઈ જવાં. તમે જાણો છો, મોત સામે ઉભું છે. વિનાશ તો જરુર જોઈએ. વિનાશ વગર સુખ-શાંતિ કેવી રીતે થાય. જ્યારે કોઈ લડાઈ વગેરે થાય છે તો મનુષ્ય યજ્ઞ વગેરે રચે છે, લડાઈ બંધ થઈ જાય. તમે બ્રાહ્મણ કુળભૂષણ જાણો છો વિનાશ તો જરુર થશે. નહીં તો સ્વર્ગ નાં દરવાજા કેવી રીતે ખુલશે. બધાં સ્વર્ગ માં તો નહીં આવશે. જે પુરુષાર્થ કરશે એ જ ચાલશે બાકી જશે મુક્તિધામ. આ કોઈ ને પણ ખબર ન હોવાનાં કારણે કેટલું ડરે છે. શાંતિ નાં માટે કેટલાં ધક્કા ખાય છે. કોન્ફરન્સ (સંમેલન) કરતાં રહે છે. ફક્ત તમે બ્રાહ્મણ જ જાણો છો સુખધામ, શાંતિધામ ની કેવી રીતે સ્થાપના થઈ રહી છે. વિનાશ સિવાય સ્થાપના થઈ ન શકે. તમે હમણાં ત્રિકાળદર્શી બનો છો. ત્રીજું નેત્ર જ્ઞાન નું મળ્યું છે. એ તો કહેતાં રહે છે શાંતિ કેવી રીતે થાય? અર્થાત્ કોઈ પણ લડે નહીં. બધાં કહે છે એકતા હોય. એક જ બાપ ની મત લઈએ કે આપણે બધાં એક બાપ નાં બાળકો ભાઈ-ભાઈ છીએ તો એકતા થઈ જશે. એક બાપ નાં બાળકો છે તો આપસ માં લડવું ન જોઈએ. આ પણ તો સતયુગ માં જ હતું. ત્યાં કોઈ પણ આપસ માં લડતા નથી. તે તો સતયુગ ની વાત થઈ ગઈ, અહીં તો છે કળિયુગ. બરોબર સતયુગ માં દેવતા હતાં, બાકી બધા આત્માઓ ક્યાં હતાં ખબર નથી પડતી. તમે હવે સમજો છો, એક રાજ્ય ફક્ત સતયુગ માં જ હતું. ત્યાં સુખ-શાંતિ બધું હતું. આ બધી વાતો તમારી બુદ્ધિમાં છે - નંબરવાર પુરુષાર્થ અનુસાર. સમજો છો, બરોબર આપણે સતયુગ માં રાજ્ય કરતાં હતાં, ખુબ જ સુખ હતું. અદ્વૈત ધર્મ હતો. આ જ્ઞાન કોઈને નથી. આ સમયે તમે નોલેજફુલ બનો છો. બાપ તમને આપ સમાન બનાવે છે. જે બાપની મહિમા તે જ તમારે બનવાનું છે. ફક્ત દિવ્ય દૃષ્ટિ ની ચાવી બાપ ની પાસે હોય છે. બાપે બતાવ્યું છે - ભક્તિમાર્ગ માં મારે કામ કરવું પડે છે, જે જેની પૂજા કરે છે હું એમની મનોકામના પૂરી કરું છું. અહીં પણ દિવ્ય દૃષ્ટિ નો પાર્ટ ચાલે છે. કહેવાય છે ને - અર્જુને વિનાશ નો સાક્ષાત્કાર કર્યો. વિનાશ પણ જરુર થવાનો છે. વિષ્ણુપુરી પણ જરુર સ્થાપન થવાની છે. બાપે જેમ કલ્પ પહેલાં સમજાવ્યું હતું - તેમ જ બેસી સમજાવે છે. બાબા આપણને મનુષ્ય થી દેવતા બનાવે છે. જ્યારે દેવતા બનીએ છીએ તો આસુરી સૃષ્ટિ નો વિનાશ જરુર થશે. ચારેય તરફ હાહાકાર મચવાનો છે. બુદ્ધિ સમજી શકે છે, કુદરતી આપદાઓ આવવાની છે. મુશળધાર વરસાદ પણ થવાનો છે. આ બધાનો વિનાશ થઈ જાય ત્યારે સતયુગ ની સ્થાપના થાય. ૫ તત્વો ની ખાદ પણ મળી જશે. આ ધરતી ને ખાદ જુઓ કેટલી મળે છે! બાપ કહે છે - આ રુદ્ર-જ્ઞાન-યજ્ઞ માં આ બધું સ્વાહા થઇ જશે. ભક્તિમાર્ગ માં જુઓ રુદ્ર-યજ્ઞ કેવી રીતે રચે છે? શિવબાબા નું લિંગ અને નાનાં-નાનાં સાલિગ્રામ બહુજ બનાવીને પૂજા કરી પછી મિટાવી દે છે, ફરી રોજ બનાવે છે. પૂજા કરીને પછી તોડી દે છે. શિવબાબા ની સાથે જેમણે પણ સેવા કરી એમનાં પણ આ હાલ કરે છે. રાવણ ને જુઓ દર વર્ષે એફીજી (પુતળું) બનાવી એને બાળે છે. દુશ્મન ની તો એક-બે વાર એફીજી બનાવી બાળે છે, એવું નથી કે વર્ષે-વર્ષે બાળવાનો નિયમ રાખે છે. એક વાર જ ગુસ્સો કાઢી નાખશે. રાવણ ને તો દર વર્ષે બાળે છે. આનો અર્થ કોઈ સમજે થોડી છે? પછી કહે છે રાવણે સીતા ને ચોરી, કંઈ અર્થ નથી સમજતાં. વિદેશીઓ શું સમજશે, કંઈ પણ નહીં. દિવસ-પ્રતિ-દિવસ રાવણ ને મોટો બનાવતાં જાય છે કારણ કે રાવણ ખુબ જ દુઃખ આપવા વાળો છે. હમણાં તમે આનાં પર જીત મેળવો છો. સતયુગ માં હશે જ નહીં. આ જે કર્મ ની ભોગના, બીમારી વગેરે થાય છે, આ છે રાવણ નાં કારણે. રાવણ ની પ્રવેશતા થવાનાં કારણે મનુષ્ય જે પણ કર્મ કરે છે, તે વિકર્મ થઈ જાય છે. સુખ-દુઃખ નો ખેલ બનેલો છે. આ હિસ્ટ્રી-જોગ્રાફી ની કોઈને પણ ખબર નથી. લક્ષ્મી-નારાયણ ને આ રાજ્ય કેવી રીતે મળ્યું? કોઈને ખબર નથી. તમે નાનાં-નાનાં બાળકો સમજાવો છો - આ લક્ષ્મી-નારાયણ સતયુગ માં રાજ્ય કરતાં હતાં. સંગમ પર આ રાજયોગ શીખી આ પદ મેળવ્યું છે. બિરલા ને પણ નાની-નાની બાળકીઓ જઈને સમજાવે કે એમણે આ રાજ્ય કેવી રીતે મેળવ્યું? હમણાં તો કળિયુગ છે, આને સતયુગ નથી કહેવાતું. રાજાઈ તો હમણાં નથી. રાજાઓનો તો તાજ જ ઉડાવી દીધો છે. ધર્મ શાસ્ત્ર ફક્ત ચાર છે. ગીતા ધર્મ શાસ્ત્ર છે, જેનાથી ૩ ધર્મ હમણાં સ્થાપન થાય છે, ન કે સતયુગ માં. એવું નથી કે લક્ષ્મી-નારાયણે કે રામે કોઈ ધર્મ સ્થાપન કર્યાં. આ ધર્મ હમણાં સ્થાપન કરી રહ્યાં છે પછી ઈસ્લામી, બૌદ્ધી અને ક્રિશ્ચન. ક્રિશ્ચન નું એક જ ધર્મ શાસ્ત્ર છે બાઇબલ, બસ. પછી પાછળ વૃદ્ધિ થતી જાય છે. આદિ સનાતન છે જ દેવતા ધર્મ હવે ફરી થી દેવી-દેવતા ધર્મ ની સ્થાપના કરે છે. તમે ડ્રામા નાં રહસ્ય ને સારી રીતે સમજી ગયાં છો. ખુશી પણ રહે છે. જ્યારે કે આપ બાળકોને ૧૦૦ ટકા નિશ્ચય છે કે આપણે ફરીથી પોતાનું રાજ્ય-ભાગ્ય સ્થાપન કરી રહ્યાં છીએ - આમાં લડાઈ વગેરે ની કોઈ વાત જ નથી. રાજધાની સ્થાપન થઈ રહી છે, આ નિશ્ચિત છે. એટલું જ નિશ્ચિત છે જેટલું મૃત્યુ. તમે જાણો છો આપણે ફરીથી રાજ્ય ભાગ્ય લઈએ છીએ. કલ્પ-કલ્પ બાપ પાસેથી વારસો લઈએ છીએ. જેટલો પુરુષાર્થ કરશો એટલું ઉચ્ચ પદ મેળવશો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જે બાપની મહિમા છે એ મહિમા ને સ્વયં માં લાવવાની છે. બાપ સમાન મહિમા યોગ્ય બનવાનું છે. પારલૌકિક બાપ પાસેથી પવિત્રતા નો વારસો લેવાનો છે. પવિત્ર બનવાથી જ સ્વર્ગ નો વારસો મળશે.

2. શ્રીમત પર પોતાનાં જ તન-મન-ધન થી એક આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના કરવાની છે.

વરદાન :-
જૂનાં સંસ્કાર રુપી અસ્થીઓને સંપૂર્ણ સ્થિતિ નાં સાગર માં સમાવવા વાળા સમાન અને સંપૂર્ણ ભવ

બાપ સમાન અથવા સંપૂર્ણ બનવા માટે સૃષ્ટિ ની કયામત નાં પહેલા પોતાની કમજોરીઓ અને ખામીઓની કયામત કરો કોઈપણ ઉલજન નું નામ-નિશાન ન રહે એવાં પોતાને ઉજ્જવળ બનાવો જેવી રીતે જન્મ પરિવર્તન નાં પછી જૂનાં જન્મ ની વાતો ભૂલી જવાય છે એવી રીતે જૂની વાતો ને જૂનાં સંસ્કારો ને ભસ્મ કરો અસ્થીઓને પણ સંપૂર્ણ સ્થિતિ નાં સાગર માં સમાવી દો ત્યારે કહેવાશે સમાન અને સંપૂર્ણ.

સ્લોગન :-
વિસ્તાર ને સાર માં સમાવવાની જાદુગરી શીખી લો તો બાપ સમાન બની જશો.

અવ્યક્ત ઇશારા - સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચર ને સરળ બનાવો , સહનશીલ બનો .

સહનશીલતા વાળા બાહ્યમુખતા નાં વાયબ્રેશન ને જ નહીં, પરંતુ મન નાં સંકલ્પ પણ જે ઉત્પન્ન થાય છે, એ સંકલ્પો ની ઉત્પત્તિ ને જોઈને પણ ગભરાશે નહીં. પોતાની સહનશીલતા થી સામનો કરશે અને ચહેરા થી સદૈવ સંતુષ્ટ અથવા પ્રસન્નચિત્ત દેખાઈ આવશે. એમનાં નૈન-ચૈન ક્યારેય પણ અસંતુષ્ટતા નાં નહીં દેખાશે. તે સંતુષ્ટમણી હોવાને કારણે સદા હર્ષિત રહે છે.