26-07-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - આ અનાદિ ડ્રામા ફરતો જ રહે છે , ટીક - ટીક થતી રહે છે , એમાં એક નો પાર્ટ ન મળે બીજા સાથે , આને યથાર્થ સમજીને સદા હર્ષિત રહેવાનું છે”

પ્રશ્ન :-
કઈ યુક્તિ થી તમે સિદ્ધ કરી બતાવી શકો છો કે ભગવાન આવી ચૂક્યા છે?

ઉત્તર :-
ોઈ ને સીધું નથી કહેવાનું કે ભગવાન આવ્યા છે, એવું કહેશો તો લોકો હસી ઉડાવશે, ટીકા (નિંદા) કરશે કારણ કે આજકાલ પોતાને ભગવાન કહેવા વાળા ખૂબ છે એટલે તમે યુક્તિ થી પહેલાં બે બાપ નો પરિચય આપો. એક હદ નાં, બીજા બેહદ નાં બાપ. હદ નાં બાપ પાસે થી હદ નો વારસો મળે છે, હમણાં બેહદનાં બાપ બેહદ નો વારસો આપે છે, તો સમજી જશે.

ઓમ શાંતિ!
રુહાની બાપ રુહાની બાળકો ને સમજાવે છે, સૃષ્ટિ તો આ જ છે. બાપ ને પણ અહીં આવવું પડે છે સમજાવવા માટે. મૂળવતન માં તો નથી સમજાવાતું. સ્થૂળ વતન માં જ સમજાવાય છે. બાપ જાણે છે બાળકો બધાં પતિત છે. કોઈ કામ નાં નથી રહ્યાં. આ દુનિયામાં દુઃખ જ દુઃખ છે. બાપે સમજાવ્યું છે હમણાં તમે વિષય સાગર માં પડ્યા છો. અસલ માં તમે ક્ષીર સાગર માં હતાં. વિષ્ણુપુરી ને ક્ષીર સાગર કહેવાય છે. હવે ક્ષીર નો સાગર તો અહીં મળી ન શકે. તો તળાવ બનાવી દીધું છે. ત્યાં તો કહે છે દૂધ ની નદીઓ વહેતી હતી, ગાયો પણ ત્યાંની ફર્સ્ટ ક્લાસ નામીગ્રામી છે. અહીં તો મનુષ્ય પણ બીમાર થઈ પડે છે, ત્યાં તો ગાયો પણ ક્યારેય બીમાર નથી પડતી. ફર્સ્ટ ક્લાસ હોય છે. જાનવર વગેરે કોઈ બીમાર નથી થતાં. અહીં અને ત્યાં માં ખૂબ ફરક છે. આ બાપ જ આવીને બતાવે છે. દુનિયામાં બીજું કોઈ જાણતું નથી. તમે જાણો છો આ પુરુષોત્તમ સંગમયુગ છે, જ્યારે બાપ આવે છે બધાને પાછાં લઈ જાય છે. બાપ કહે છે જે પણ બાળકો છે કોઈ અલ્લાહ ને, કોઈ ગોડ ને, કોઈ ભગવાન ને પોકારે છે. મારા નામ તો ખૂબ રાખી દીધાં છે. સારા-ખરાબ જે આવ્યા તે નામ રાખી દીધાં છે. હમણાં તમે બાળકો જાણો છો બાબા આવેલા છે. દુનિયામાં તો આ સમજી ન શકે. સમજશે તે જ જેમણે ૫ હજાર વર્ષ પહેલાં સમજ્યું છે એટલે ગાયન છે કોટો માં કોઈ, કોઈ માં પણ કોઈ. હું જે છું, જેવો છું, બાળકોને શું શીખવાડું છું, તે તો તમે બાળકો જ જાણો છો બીજું કોઈ સમજી ન શકે. આ પણ તમે જાણો છો આપણે કોઈ સાકાર પાસે થી નથી ભણતાં. નિરાકાર ભણાવે છે. મનુષ્ય જરુર મુંઝાશે, નિરાકાર તો ઉપર રહે છે, એ કેવી રીતે ભણાવશે? તમે નિરાકાર આત્મા પણ ઉપર રહો છો. પછી આ તખ્ત પર આવો છો. આ તખ્ત વિનાશી છે, આત્મા તો અકાળ છે. તેનું ક્યારેય મૃત્યુ નથી થતું. શરીર નું મૃત્યુ થાય છે. આ છે ચૈતન્ય તખ્ત. અમૃતસર માં પણ અકાળ તખ્ત છે ને? તે તખ્ત છે લાકડી નું. એ બિચારાઓ ને ખબર નથી અકાળ તો આત્મા છે, જેને ક્યારેય કાળ નથી ખાતો. અકાળમૂર્ત આત્મા એક શરીર છોડી બીજું લે છે. એને પણ રથ તો જોઈએ ને? નિરાકાર બાપ ને પણ જરુર રથ જોઈએ મનુષ્ય નું કારણ કે બાપ છે જ્ઞાન નાં સાગર, જ્ઞાનેશ્વર. હવે જ્ઞાનેશ્વર નામ તો ઘણાઓનાં છે. પોતાને ઈશ્વર સમજે છે ને? સંભળાવે છે ભક્તિનાં શાસ્ત્રો ની વાતો. નામ રખાવે છે જ્ઞાનેશ્વર અર્થાત્ જ્ઞાન આપવા વાળા ઈશ્વર. તે તો જ્ઞાન સાગર જોઈએ. એમને જ ગોડ ફાધર કહેવાય છે. અહીં તો અનેક ભગવાન થઈ ગયા છે. જ્યારે ખૂબ ગ્લાનિ થઈ જાય, ખૂબ ગરીબ થઈ જાય, દુઃખી થઈ જાય છે ત્યારે જ બાપ આવે છે. બાપ ને કહેવાય છે ગરીબ-નિવાઝ. અંતે તે દિવસ આવે છે, જે ગરીબ-નિવાઝ બાપ આવે છે. બાળકો પણ જાણે છે બાપ આવીને સ્વર્ગ ની સ્થાપના કરે છે. ત્યાં તો અથાહ ધન હોય છે. પૈસા ક્યારેય ગણાતા નથી. અહીં હિસાબ કાઢે છે, આટલો અરબ-ખરબ ખર્ચો થયો. ત્યાં આ નામ જ નથી, અથાહ ધન રહે છે.

હવે આપ બાળકો ને ખબર પડી છે બાબા આવ્યા છે, આપણને પોતાનાં ઘરે લઈ જવા માટે. બાળકોને પોતાનું ઘર ભૂલાઈ ગયું છે. ભક્તિમાર્ગ નાં ધક્કા ખાતા રહે છે, આને કહેવાય છે રાત. ભગવાન ને શોધતા જ રહે છે, પરંતુ ભગવાન કોઈ ને મળતા નથી. હમણાં ભગવાન આવેલા છે, આ પણ તમે બાળકો જાણો છો, નિશ્ચય પણ છે. એવું નથી બધાને પાક્કો નિશ્ચય છે. કોઈને કોઈ સમયે માયા ભૂલાવી દે છે, ત્યારે બાપ કહે છે આશ્ચર્યવત્ મને જોવન્તી, મારા બનન્તી, બીજાઓને સંભળાવન્તી, અહો માયા તું કેટલી જબરદસ્ત છે જે તો પણ ભાગન્તી કરાવી દે છે. ભાગન્તી તો અનેક થાય છે. ફારકતિ દેવન્તી થઈ જાય છે. પછી તે ક્યાં જઈને જન્મ લેશે? ખૂબ હલકો જન્મ મેળવશે. પરીક્ષા માં નાપાસ થઈ પડે છે. આ છે મનુષ્ય થી દેવતા બનવાની પરીક્ષા. બાપ એવું તો નહીં કહેશે કે બધાં નારાયણ બનશે. ના, જે સારો પુરુષાર્થ કરશે, તે પદ પણ સારું મેળવશે. બાપ સમજી જાય છે કોણ સારા પુરુષાર્થી છે-જે બીજાઓને પણ મનુષ્ય થી દેવતા બનાવવાનો પુરુષાર્થ કરાવે છે અર્થાત્ બાપ નો પરિચય આપે છે. આજકાલ ઓપોઝિશન માં કેટલાં મનુષ્ય પોતાને જ ભગવાન કહેતા રહે છે? તમને અબળાઓ સમજે છે. હવે એમને કેવી રીતે સમજાવે કે ભગવાન આવ્યા છે? સીધા કોઈને કહેશો ભગવાન આવ્યા છે, તો એવું ક્યારેય માનશે નહીં એટલે સમજાવવાની પણ યુક્તિ જોઈએ. એવું ક્યારેય કોઈને કહેવું ન જોઈએ કે ભગવાન આવ્યા છે. એમને સમજાવવાનું છે તમારા બે બાપ છે. એક છે પારલૌકિક બેહદનાં બાપ, બીજા લૌકિક હદ નાં બાપ. સારી રીતે પરિચય આપવો જોઈએ, જે સમજે કે આ ઠીક કહે છે. બેહદ નાં બાપ પાસેથી વારસો કેવી રીતે મળે છે? આ કોઈ નથી જાણતું. વારસો મળે જ છે બાપ પાસે થી. બીજું કોઈ પણ એવું ક્યારેય નહીં કહેશે કે મનુષ્ય ને બે બાપ હોય છે. તમે સિદ્ધ કરી બતાવો છો, હદ નાં લૌકિક બાપ પાસે થી હદ નો વારસો અને પારલૌકિક બેહદ નાં બાપ પાસેથી બેહદ અર્થાત્ નવી દુનિયાનો વારસો મળે છે. નવી દુનિયા છે સ્વર્ગ, તે તો જ્યારે બાપ આવે ત્યારે જ આવીને આપે. તે બાપ છે જ નવી સૃષ્ટિ નાં રચવા વાળા. બાકી તમે ફક્ત કહેશો ભગવાન આવ્યા છે તો ક્યારેય માનશે નહીં, વધારે જ નિંદા કરશે. સાંભળશે જ નહીં. સતયુગ માં તો સમજાવવાનું નથી હોતું. સમજાવવું ત્યારે પડે છે, જ્યારે બાપ આવીને શિક્ષા આપે છે. સુખ માં સિમરણ કોઈ નથી કરતા, દુઃખ માં બધાં કરે છે. તો એ પારલૌકિક બાપ ને જ કહેવાય છે દુઃખહર્તા, સુખકર્તા. દુઃખ થી લિબ્રેટ કરી ગાઈડ બની પછી લઈ જાય છે પોતાનાં ઘરે સ્વીટ હોમ. એને કહેવાશે સ્વીટ સાયલેન્સ હોમ. ત્યાં આપણે કેવી રીતે જઈશું? આ કોઈ પણ નથી જાણતું. નથી રચયિતા, નથી રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણતાં. તમે જાણો છો આપણને બાબા નિર્વાણધામ માં લઈ જવા માટે આવ્યા છે. સર્વ આત્માઓને લઈ જશે. એક ને પણ છોડશે નહીં. તે છે આત્માઓનું ઘર, આ છે શરીર નું ઘર. તો પહેલાં-પહેલાં બાપ નો પરિચય આપવો જોઈએ. એ નિરાકાર બાપ છે, એમને પરમપિતા પણ કહેવાય છે. પરમપિતા શબ્દ રાઈટ છે અને મીઠો છે. ફક્ત ભગવાન, ઈશ્વર કહેવાથી વારસા ની સુગંધ નથી આવતી. તમે પરમપિતા ને યાદ કરો છો તો વારસો મળે છે. બાપ છે ને? આ પણ બાળકો ને સમજાવ્યું છે સતયુગ છે સુખધામ. સ્વર્ગ ને શાંતિધામ નહીં કહેવાશે. શાંતિધામ જ્યાં આત્માઓ રહે છે. આ બિલકુલ પાક્કું કરી લો.

બાપ કહે છે-બાળકો, તમને આ વેદ-શાસ્ત્ર વગેરે વાંચવાથી કંઈ જ પ્રાપ્તિ નથી થતી. શાસ્ત્ર વાંચે જ છે ભગવાન ને મેળવવા માટે અને ભગવાન કહે છે હું કોઈ ને પણ શાસ્ત્ર વાંચવાથી નથી મળતો. મને અહીં બોલાવે જ છે કે આવીને આ પતિત દુનિયાને પાવન બનાવો. આ વાતો કોઈ સમજતા નથી, પથ્થર બુદ્ધિ છે ને? સ્કૂલ માં બાળકો નથી ભણતા તો કહે છે ને કે તમે તો પથ્થરબુદ્ધિ છો. સતયુગ માં એવું નહીં કહેશે. પારસબુદ્ધિ બનાવવા વાળા છે જ પરમપિતા બેહદનાં બાપ. આ સમયે તમારી બુદ્ધિ છે પારસ કારણ કે તમે બાપ ની સાથે છો. પછી સતયુગ માં એક જન્મ માં પણ એટલો જરા ફરક જરુર પડે છે. ૧૨૫૦ વર્ષ માં બે કળા ઓછી થાય છે. સેકન્ડ બાય સેકન્ડ ૧૨૫૦ વર્ષ માં કળા ઓછી થતી જાય છે. તમારું જીવન આ સમયે એકદમ પરફેક્ટ બને છે જ્યારે તમે બાપ જેવાં જ્ઞાન નાં સાગર, સુખ-શાંતિ નાં સાગર બનો છો. બધો વારસો લઈ લો છો. બાપ આવે જ છે વારસો આપવાં. પહેલાં-પહેલાં તમે શાંતિધામ માં જાઓ છો, પછી સુખધામ માં જાઓ છો. શાંતિધામ માં તો છે જ શાંતિ. પછી સુખધામ માં જાઓ છો, ત્યાં અશાંતિ ની જરા પણ વાત નથી. પછી નીચે ઉતરવાનું હોય છે. મિનિટ પછી મિનિટ તમે ઉતરતા જાઓ છો. નવી દુનિયાથી જૂની દુનિયા થતી જાય છે. ત્યારે બાબાએ કહ્યું હતું હિસાબ કાઢો, ૫ હજાર વર્ષ માં આટલાં મહિના, આટલાં કલાક… તો મનુષ્ય વંડર ખાશે. આ હિસાબ તો પૂરો બતાવ્યો છે. એક્યુરેટ હિસાબ લખવો જોઈએ, એમાં જરા પણ ફરક નથી પડી શકતો. મિનિટ બાય મિનિટ ટીક-ટીક થતી રહે છે. આખી રીલ રિપીટ થાય છે, ફરતા-ફરતા ફરી રોલ થતો જાય છે પછી તે જ રીપીટ થશે. આ હ્યુજ (વિશાળ) રોલ ખૂબ વન્ડરફુલ છે. આનું માપ વગેરે નથી કરી શકાતું. આખી દુનિયાનો જે પાર્ટ ચાલે છે, ટીક-ટીક થતી રહે છે. એક સેકન્ડ ન મળે બીજા સાથે. આ ચક્ર ફરતું જ રહે છે. તે હોય છે હદ નો ડ્રામા, આ છે બેહદ નો ડ્રામા. પહેલાં તમે કંઈ પણ જાણતા નહોતા કે આ અવિનાશી ડ્રામા છે. પૂર્વ નિર્ધારિત થઈ રહ્યુ છે… જે થવાનું છે તે જ થાય છે. નવી વાત નથી. અનેકવાર સેકન્ડ બાય સેકન્ડ આ ડ્રામા રિપીટ થતો આવ્યો છે. બીજા કોઈ આ વાતો સમજાવી ન શકે. પહેલાં-પહેલાં તો બાપ નો પરિચય આપવાનો છે, બેહદનાં બાપ બેહદનો વારસો આપે છે. એમનું એક જ નામ છે શિવ. બાપ કહે છે હું આવું જ ત્યારે છું જ્યારે અતિ ધર્મ ગ્લાનિ થાય છે, આને કહેવાય છે ઘોર કળિયુગ. અહીં ખૂબ દુઃખ છે. ઘણાં છે, જે કહે છે આવાં ઘોર કળિયુગ માં પવિત્ર કેવી રીતે રહી શકે છે? પરંતુ એમને આ ખબર જ નથી કે પાવન બનાવવા વાળા કોણ છે? બાપ જ સંગમ પર આવીને પવિત્ર દુનિયા સ્થાપન કરે છે. ત્યાં સ્ત્રી-પુરુષ બંને પવિત્ર રહે છે. અહીં બંને અપવિત્ર છે. આ છે જ અપવિત્ર દુનિયા. તે છે પવિત્ર દુનિયા - સ્વર્ગ, હેવન. આ છે દોઝક, નર્ક, હેલ. આપ બાળકો સમજી ગયા છો નંબરવાર પુરુષાર્થ અનુસાર. સમજાવવા માં પણ મહેનત છે. ગરીબ ઝટ સમજી જાય છે. દિવસે-દિવસે વૃદ્ધિ થતી જાય છે, પછી મકાન પણ એટલું મોટું જોઈએ. એટલાં બાળકો આવશે કારણ કે બાપ તો હવે ક્યાંય જશે નહીં. પહેલાં તો કોઈનાં કહ્યા વગર પણ બાબા જાતેજ ચાલ્યા જતા હતાં. હવે તો બાળકો અહીં આવતા રહેશે. ઠંડી માં પણ આવવું પડે. પ્રોગ્રામ બનાવવો પડશે. ફલાણા-ફલાણા સમય પર આવો, પછી ભીડ નહીં થશે. બધાં સાથે એક જ સમયે તો આવી ન શકે. બાળકોની વૃદ્ધિ થતી રહેશે. અહીં નાનાં-નાનાં મકાન બાળકો બનાવે છે, ત્યાં તો અનેક મહેલ મળશે. આ તો તમે બાળકો જાણો છો-પૈસા બધાં માટી માં ભળી જશે. ઘણાં એવું કરે છે જે ખાડો ખોદી ને પણ અંદર રાખી દે છે. પછી કાં તો ચોર લઈ જાય, અથવા પછી ખાડા માં જ અંદર રહી જાય છે, પછી ખેતી ખોદતી વખતે ધન નીકળી આવે છે. હવે વિનાશ થશે, બધું દબાઈ જશે. પછી અહીં બધું જ નવું મળશે. ઘણાં એવાં રાજાઓનાં કિલ્લા છે જ્યાં ખૂબ જ સામાન દબાયેલો છે. મોટા-મોટા હીરા પણ નીકળે છે તો હજારો-લાખો ની કમાણી થઈ જાય છે. એવું નથી કે તમે સ્વર્ગ માં ખોદીને એવા કોઈ હીરા વગેરે કાઢશો. ના, ત્યાં તો દરેક વસ્તુ ની ખાણો વગેરે બધું નવું ભરપૂર થઈ જશે. અહીં કલરાઠી જમીન છે તો તાકાત જ નથી. બીજ જે વાવે છે એમાં દમ નથી રહ્યો. કિચડપટ્ટી, અશુદ્ધ વસ્તુ નાખી દે છે. ત્યાં તો અશુદ્ધ વસ્તુનું કોઈ નામ જ નથી હોતું. એવરીથિંગ ઈઝ ન્યુ. સ્વર્ગ નો સાક્ષાત્કાર પણ બાળકીઓ કરીને આવે છે. ત્યાંની સુંદરતા જ નેચરલ છે. હમણાં તમે બાળકો એ દુનિયામાં જવાનો પુરુષાર્થ કરી રહ્યા છો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ સમયે જ બાપ સમાન પરફેક્ટ બની પૂરો વારસો લેવાનો છે. બાપ ની બધી શિક્ષાઓને સ્વયં માં ધારણ કરી એમનાં સમાન જ્ઞાન નાં સાગર, શાંતિ-સુખ નાં સાગર બનવાનું છે.

2. બુદ્ધિ ને પારસ બનાવવા માટે ભણતર પર પૂરે-પૂરું ધ્યાન આપવાનું છે. નિશ્ચયબુદ્ધિ બની મનુષ્ય થી દેવતા બનવાની પરીક્ષા પાસ કરવાની છે.

વરદાન :-
નિશ્ચિત વિજય નાં નશા માં રહી બાપ ની પદમગણી મદદ પ્રાપ્ત કરવા વાળા માયાજીત ભવ

બાપ ની પદમગણી મદદ નાં પાત્ર બાળકો માયા નાં વાર ને ચેલેન્જ કરે છે કે તમારું કામ છે આવવાનું અને અમારું કામ છે વિજય પ્રાપ્ત કરવાનું. એ માયા નાં સિંહ રુપ ને કીડી સમજે છે કારણ કે જાણે છે કે આ માયા નું રાજ્ય હવે સમાપ્ત થવાનું છે, અમે અનેકવાર નાં વિજયી આત્માઓનો વિજય ૧૦૦ ટકા નિશ્ચિત છે. આ નિશ્ચિત નો નશો બાપ ની પદમગણી મદદ નો અધિકાર પ્રાપ્ત કરાવે છે. આ નશા થી સહજ જ માયાજીત બની જાઓ છો.

સ્લોગન :-
સંકલ્પ શક્તિ ને જમા કરી સ્વ પ્રત્યે તથા વિશ્વ પ્રત્યે એનો પ્રયોગ કરો.