26-09-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - યાદ ની મહેનત તમારે
બધાએ કરવાની છે , તમે સ્વયં ને આત્મા સમજી મુજ બાપ ને યાદ કરો તો હું તમને બધાં પાપો
થી મુક્ત કરી દઈશ”
પ્રશ્ન :-
સર્વ ની સદ્દગતિ નું સ્થાન કયું છે, જેનાં મહત્વ ની આખી દુનિયાને ખબર પડશે?
ઉત્તર :-
આબૂ ભૂમિ છે સર્વ ની સદ્દગતિ નું સ્થાન. તમે બ્રહ્માકુમારીઝ ની સામે બ્રેકેટ માં (કૌંસ)
લખી શકો છો આ સર્વોત્તમ તીર્થ સ્થાન છે. આખી દુનિયાની સદ્દગતિ અહીં થી થવાની છે.
સર્વ નાં સદ્દગતિ દાતા બાપ અને આદમ (બ્રહ્મા) અહીં બેસી ને બધાં ની સદ્દગતિ કરે છે.
આદમ અર્થાત્ આદમી, એ દેવતા નથી. એને ભગવાન પણ ન કહી શકાય.
ઓમ શાંતિ!
બે વાર ઓમ્
શાંતિ કારણ કે એક છે બાપ નું, બીજું છે દાદા નું. બંને નો આત્મા છે ને? એ છે પરમ
આત્મા, આ છે આત્મા. એ પણ લક્ષ બતાવે છે કે આપણે પરમધામ નાં રહેવાસી છીએ, બંને એવું
કહે છે. બાપ પણ કહે છે ઓમ્ શાંતિ, આ પણ કહે છે ઓમ્ શાંતિ. બાળકો પણ કહે છે ઓમ્ શાંતિ
અર્થાત્ આપણે આત્મા શાંતિધામ નાં નિવાસી છીએ. અહીં અલગ-અલગ થઈને બેસવાનું છે. અંગ
થી અંગ ન મળવા જોઈએ (સ્પર્શ ન થવા જોઈએ) કારણ કે દરેક ની અવસ્થા માં, યોગ માં
રાત-દિવસ નો ફરક છે. કોઈ ખૂબ સરસ યાદ કરે છે, કોઈ બિલકુલ યાદ નથી કરતાં. તો જે
બિલકુલ યાદ નથી કરતાં - એ છે પાપ આત્મા, તમોપ્રધાન અને જે યાદ કરે છે એ થઈ ગયા
પુણ્ય આત્મા, સતોપ્રધાન. ખૂબ અંતર થઈ ગયું ને? ઘર માં ભલે સાથે રહે છે પરંતુ અંતર
તો પડે છે ને? એટલે જ તો ભાગવત્ માં આસુરી નામ ગવાયેલાં છે. આ સમય ની જ વાત છે. બાપ
બેસી બાળકો ને સમજાવે છે - આ છે ઈશ્વરીય ચરિત્ર, જે ભક્તિમાર્ગ માં ગાય છે. સતયુગ
માં તો કંઈ પણ યાદ નહીં રહેશે, બધાં ભૂલી જશે. બાપ હમણાં જ શિક્ષા આપે છે. સતયુગ
માં તો આ બિલકુલ ભૂલી જાય છે, પછી દ્વાપર માં શાસ્ત્ર વગેરે બનાવે છે અને કોશિશ કરે
છે રાજયોગ શીખવાડવાની. પરંતુ રાજયોગ તો શીખવાડી ન શકે. એ તો બાપ જ્યારે સન્મુખ આવે
છે ત્યારે જ આવીને શીખવાડે છે. તમે જાણો છો કેવી રીતે બાપ રાજયોગ શીખવાડે છે? ફરી ૫
હજાર વર્ષ પછી આવીને આમ જ કહેશે - મીઠાં-મીઠાં રુહાની બાળકો, આવું ક્યારેય પણ કોઈ
મનુષ્ય મનુષ્ય ને કહી ન શકે. ન દેવતાઓ દેવતાઓ ને કહી શકે. એક રુહાની બાપ જ રુહાની
બાળકો ને કહે છે - એક વાર પાર્ટ ભજવ્યો ફરી ૫ હજાર વર્ષ પછી પાર્ટ ભજવશો કારણ કે પછી
તમે સીડી ઉતરો છો ને? તમારી બુદ્ધિમાં હવે આદિ-મધ્ય-અંત નાં રહસ્ય છે. જાણો છો એ છે
શાંતિધામ અથવા પરમધામ. આપણે આત્માઓ ભિન્ન-ભિન્ન ધર્મ નાં બધાં નંબરવાર ત્યાં રહીયે
છીએ, નિરાકારી દુનિયા માં. જેમ તારા જુઓ છો ને - કેવાં ઉભા છે, કાંઈ દેખાતું નથી.
ઉપર કોઈ ચીજ નથી. બ્રહ્મ તત્વ છે. અહીં તમે ધરતી પર ઉભા છો, આ છે કર્મ ક્ષેત્ર. અહીં
આવીને શરીર લઈને કર્મ કરે છે. બાપે સમજાવ્યું છે તમે જ્યારે મારી પાસેથી વારસો મેળવો
છો તો ૨૧ જન્મ તમારા કર્મ અકર્મ થઈ જાય છે કારણ કે ત્યાં રાવણ રાજ્ય જ નથી હોતું. એ
છે ઈશ્વરીય રાજ્ય જે હમણાં ઈશ્વર સ્થાપન કરી રહ્યા છે. બાળકો ને સમજાવતા રહે છે -
શિવબાબા ને યાદ કરો તો સ્વર્ગ નાં માલિક બનો. સ્વર્ગ શિવબાબાએ સ્થાપન કર્યુ ને? તો
શિવબાબા ને અને સુખધામ ને યાદ કરો. પહેલાં-પહેલાં શાંતિધામ ને યાદ કરો તો ચક્ર પણ
યાદ આવશે. બાળકો ભૂલી જાય છે, એટલે ઘડી-ઘડી યાદ કરાવવું પડે છે. હે મીઠાં-મીઠાં
બાળકો, સ્વયં ને આત્મા સમજો અને બાપ ને યાદ કરો તો તમારા પાપ ભસ્મ થાય. પ્રતિજ્ઞા
કરે છે તમે યાદ કરશો તો પાપો થી મુક્ત કરીશ. બાપ જ પતિત-પાવન સર્વશક્તિમાન ઓથોરિટી
(સત્તા) છે, એમને વર્લ્ડ ઓલમાઇટી ઓથોરિટી કહેવાય છે. એ આખી સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત
ને જાણે છે. વેદો-શાસ્ત્રો વગેરે બધાને જાણે છે ત્યારે તો કહે છે આમાં કોઈ સાર નથી.
ગીતા માં પણ કોઈ સાર નથી. ભલે સર્વ શાસ્ત્રમઈ શિરોમણી છે મા-બાપ, બાકી બધાં છે બાળકો.
જેમ પહેલાં-પહેલાં પ્રજાપિતા બ્રહ્મા છે, બાકી બધાં બાળકો છે. પ્રજાપિતા બ્રહ્મા ને
આદમ કહે છે. આદમ એટલે આદમી (વ્યક્તિ). મનુષ્ય છે ને? તો એમને દેવતા નહીં કહેવાશે.
એડમ ને આદમ કહે છે. ભક્ત લોકો બ્રહ્મા-એડમ ને દેવતા કહી દે છે. બાપ સમજાવે છે એડમ
અર્થાત્ આદમી. નથી દેવતા, નથી ભગવાન. લક્ષ્મી-નારાયણ છે દેવતા. ડીટીજ્મ છે પેરેડાઈઝ
માં (દૈવતા ધર્મની રાજધાની છે સ્વર્ગ માં). નવી દુનિયા છે ને? એ છે વન્ડર ઓફ ધ
વર્લ્ડ (દુનિયા ની અજાયબી). બાકી તો તે બધાં છે માયા નાં વન્ડર્સ. દ્વાપર પછી માયા
નાં વન્ડર્સ બને છે. ઈશ્વરીય વન્ડર છે - હેવન, સ્વર્ગ જે બાપ જ સ્થાપન કરે છે. હમણાં
સ્થાપન થઈ રહ્યું છે. આ જે દેલવાડા મંદિર છે, એનાં મુલ્ય ની કોઈ ને પણ ખબર નથી.
મનુષ્ય યાત્રા કરવા જાય છે, તો સૌથી સારું તીર્થસ્થાન આ છે. તમે લખો છો ને
બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ-વિદ્યાલય, આબૂ પર્વત. તો બ્રેકેટ માં આ પણ લખવું જોઈએ
- (સર્વોત્તમ તીર્થસ્થાન) કારણ કે તમે જાણો છો સર્વ ની સદ્દગતિ અહીં થી થાય છે. આ
કોઈ જાણતા નથી. જેમ સર્વ શાસ્ત્રમઈ શિરોમણી ગીતા છે એમ સર્વ તીર્થો માં શ્રેષ્ઠ
તીર્થ આબૂ છે. તો મનુષ્ય વાંચશે, ધ્યાન જશે. આખી દુનિયાનાં તીર્થો માં આ છે સૌથી
મોટું તીર્થ, જ્યાં બાપ બેસી બધાં ની સદ્દગતિ કરે છે. તીર્થ તો ખૂબ થઈ ગયા છે. ગાંધી
ની સમાધિ ને પણ તીર્થ સમજે છે. બધાં જઈને ત્યાં ફૂલ વગેરે ચઢાવે છે, એમને કંઈ ખબર
નથી. આપ બાળકો જાણો છો ને - તો તમને અહીં બેસી દિલ માં ખૂબ ખુશી થવી જોઈએ. આપણે
સ્વર્ગ ની સ્થાપના કરી રહ્યા છીએ. હવે બાપ કહે છે - સ્વયં ને આત્મા સમજી મને યાદ કરો.
ભણતર પણ ખૂબ સહજ છે. કંઈ પણ ખર્ચો નથી લાગતો. તમારી મમ્મા ને એક પાઈ નો ખર્ચો લાગ્યો?
કોડી ખર્ચા વગર ભણીને કેટલી હોશિયાર નંબરવન બની ગઈ. રાજયોગિની બની ગઈ ને? મમ્મા જેવી
કોઈ પણ નથી નીકળી.
જુઓ, આત્માઓ ને જ બાપ
ભણાવે છે. આત્માઓ ને જ રાજ્ય મળે છે, આત્માએ જ રાજ્ય ગુમાવ્યું છે. આટલો નાનકડો
આત્મા કેટલું કામ કરે છે? ખરાબ માં ખરાબ કામ છે વિકાર માં જવું. આત્મા ૮૪ જન્મો નો
પાર્ટ ભજવે છે. નાનકડા આત્મા માં કેટલી તાકાત છે! આખા વિશ્વ પર રાજ્ય કરે છે. આ
દેવતાઓ નાં આત્મા માં કેટલી તાકાત છે! દરેક ધર્મ માં પોત-પોતાની તાકાત હોય છે ને?
ક્રિશ્ચન ધર્મ માં કેટલી તાકાત છે. આત્મા માં તાકાત છે જે શરીર દ્વારા કર્મ કરે છે.
આત્મા જ અહીં આવીને આ કર્મક્ષેત્ર પર કર્મ કરે છે. ત્યાં ખરાબ કર્તવ્ય હોતા નથી.
આત્મા વિકારી માર્ગ માં જાય જ ત્યારે છે જ્યારે રાવણ રાજ્ય હોય છે. મનુષ્ય તો કહી
દે છે વિકાર સદૈવ છે જ. તમે સમજાવી શકો છો ત્યાં રાવણ રાજ્ય જ નથી તો વિકાર હોઈ કેવી
રીતે શકે? ત્યાં છે જ યોગબળ. ભારત નો રાજયોગ પ્રખ્યાત છે. ઘણાં શીખવા ઈચ્છે છે પરંતુ
જ્યારે તમે શીખવાડો. બીજા તો કોઈ શીખવાડી ન શકે. જેમ મહર્ષિ હતાં, કેટલી મહેનત કરતા
હતાં યોગ શીખવાડવા માટે! પરંતુ દુનિયા થોડી જાણે છે કે આ હઠયોગી રાજયોગ કેવી રીતે
શીખવાડશે? ચિન્મયાનંદ પાસે કેટલા જાય છે, એકવાર એ કહી દે કે સાચે જ ભારત નો પ્રાચીન
રાજયોગ બી.કે. સિવાય કોઈ સમજાવી ન શકે, તો બસ. પરંતુ એવો કાયદો નથી, જે હમણાં આ
અવાજ થાય. બધાં થોડી સમજશે? ખૂબ મહેનત છે, મહિમા પણ થશે અંત માં, કહે છે ને - અહો
પ્રભુ, અહો શિવબાબા, તમારી લીલા. હવે તમે સમજો છો તમારા સિવાય બાપ ને સુપ્રીમ બાપ,
સુપ્રીમ શિક્ષક, સુપ્રીમ સદ્દગુરુ બીજા કોઈ સમજતા નથી. અહીં પણ ખૂબ છે, જેમને
ચાલતાં-ચાલતાં માયા હેરાન કરી દે છે તો બિલકુલ બેસમજ બની જાય છે. ઊંચી મંઝિલ છે.
યુદ્ધ નું મેદાન છે, આમાં માયા વિઘ્ન ખૂબ નાખે છે. તે લોકો વિનાશ માટે તૈયારી કરી
રહ્યા છે. તમે અહીં ૫ વિકારો ને જીતવા માટે પુરુષાર્થ કરી રહ્યા છો. તમે વિજય માટે,
તે વિનાશ માટે પુરુષાર્થ કરી રહ્યા છે. બંને કામ એક સાથે થશે ને? હજી સમય બાકી છે.
આપણું રાજ્ય થોડી સ્થાપન થયું છે? રાજાઓ, પ્રજા હજી બધાં બનવાનાં છે. તમે અડધાકલ્પ
માટે બાપ પાસે થી વારસો લો છો. બાકી મોક્ષ તો કોઈ ને મળતો નથી. એ લોકો ભલે કહે છે
ફલાણા ને મોક્ષ મળ્યો, મર્યા પછી એમને થોડી ખબર છે કે ક્યાં ગયાં? એમ જ ગપ્પા મારતા
રહે છે.
તમે જાણો છો જે શરીર
છોડે છે એ પછી બીજું શરીર જરુર લેશે. મોક્ષ મેળવી ન શકે. એવું નથી કે પરપોટા પાણી
માં લીન થઈ જાય છે. બાપ કહે છે - આ શાસ્ત્ર વગેરે બધાં ભક્તિમાર્ગ ની સામગ્રી છે.
તમે બાળકો સન્મુખ સાંભળો છો. ગરમ-ગરમ હલવો ખાઓ છો. સૌથી વધારે ગરમ હલવો કોણ ખાય છે?
(બ્રહ્મા) આ તો એકદમ એમની બાજુ માં બેઠાં છે. ઝટ સાંભળે છે અને ધારણ કરે છે પછી આ જ
ઊંચ પદ મેળવે છે. સૂક્ષ્મવતન માં, વૈકુંઠ માં એમનાં જ સાક્ષાત્કાર કરે છે. અહીં પણ
એમને જ જુએ છે આ આંખો દ્વારા. બાપ ભણાવે તો બધાને છે. બાકી છે યાદ ની મહેનત. યાદ
માં રહેવાનું જેમ તમને ડિફિકલ્ટ (મુશ્કેલ) લાગે છે, એમ આમને પણ. આમાં કોઈ કૃપા ની
વાત નથી. બાપ કહે છે મેં લોન લીધી છે, એનો હિસાબ-કિતાબ આપી દેશે. બાકી યાદ નો
પુરુષાર્થ તો આમણે પણ કરવાનો છે. સમજુ પણ છું - બાજુ માં બેઠાં છે. બાપ ને હું યાદ
કરું છું છતાં પણ ભૂલી જાઉં છું. સૌથી વધારે મહેનત આમણે કરવી પડે છે. યુદ્ધ નાં
મેદાન માં જે મહારથી પહેલવાન હોય છે, જેમ હનુમાન નું દૃષ્ટાંત છે, તો તેમની જ માયાએ
પરીક્ષા લીધી કારણ કે તે મહાવીર હતાં. જેટલા વધારે પહેલવાન એટલી વધારે માયા પરીક્ષા
લે છે. તોફાન વધારે આવે છે. બાળકો લખે છે - બાબા, અમને આ-આ થાય છે. બાબા કહે છે આ
તો બધું થશે. બાબા રોજ સમજાવે છે - ખબરદાર રહેજો. લખે છે - બાબા, માયા ખૂબ તોફાન
લાવે છે. કોઈ-કોઈ દેહ-અભિમાની હોય છે તો બાબા ને બતાવતા નથી. તમે હવે ખૂબ અક્કલમંદ
(બુદ્ધિવાન) બનો છો. આત્મા પવિત્ર બનવાથી પછી શરીર પણ પવિત્ર મળે છે. આત્મા કેટલો
ચમત્કારી થઈ જાય છે. પહેલાં તો ગરીબ જ ઉઠાવે (જ્ઞાન લે) છે. બાપ પણ ગરીબ નિવાઝ
ગવાયેલા છે. બાકી તો એ લોકો પાછળ થી આવશે. તમે સમજો છો જ્યાં સુધી ભાઈ-બહેન નથી
બન્યા તો ભાઈ-ભાઈ કેવી રીતે બનશે? પ્રજાપિતા બ્રહ્મા નાં સંતાન તો ભાઈ-બહેન થયાં
ને? પછી બાપ સમજાવે છે ભાઈ-ભાઈ સમજો. આ છે અંત નો સંબંધ પછી ઉપર પણ ભાઈઓ ને જઈને
મળશે. પછી સતયુગ માં નવાં સંબંધ શરુ થશે. ત્યાં સાળા, કાકા, મામા વગેરે ઘણાં સંબંધ
નથી હોતાં. સંબંધ ખૂબ ઓછાં હોય છે. પછી વધતા જાય છે. હવે તો બાપ કહે છે ભાઈ-બહેન પણ
નહીં, ભાઈ-ભાઈ સમજવાનું છે. નામ-રુપ થી પણ નીકળી જવાનું છે. બાપ ભાઈઓ (આત્માઓ) ને જ
ભણાવે છે. પ્રજાપિતા બ્રહ્મા છે ત્યારે ભાઈ-બહેન છે ને? શ્રીકૃષ્ણ તો પોતે જ બાળક
છે. એ કેવી રીતે ભાઈ-ભાઈ બનાવશે? ગીતા માં પણ આ વાતો નથી. આ છે બિલકુલ ન્યારું
જ્ઞાન. ડ્રામા માં બધી નોંધ છે. એક સેકન્ડ નો પાર્ટ ન મળે બીજી સેકન્ડ સાથે. કેટલાં
મહિના, કેટલાં કલાક, કેટલાં દિવસ પસાર થવાનાં છે, ફરી ૫ હજાર વર્ષ પછી આમ જ પસાર થશે.
ઓછી બુદ્ધિ વાળા તો એટલી ધારણા કરી ન શકે એટલે બાપ કહે છે આ તો ખૂબ સહજ છે - સ્વયં
ને આત્મા સમજો, બેહદ નાં બાપ ને યાદ કરો. જૂની દુનિયાનો વિનાશ પણ થવાનો છે. બાપ કહે
છે હું આવું જ ત્યારે છું જ્યારે સંગમ છે. તમે જ દેવી-દેવતા હતાં. આ જાણો છો જ્યારે
એમનું રાજ્ય હતું ત્યારે બીજો કોઈ ધર્મ નહોતો. હવે તો એમનું રાજ્ય નથી. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. હવે અંત નો
સમય છે, પાછું ઘરે જવાનું છે એટલે પોતાની બુદ્ધિ નામ-રુપ થી કાઢી નાખવાની છે. આપણે
આત્મા ભાઈ-ભાઈ છીએ - આ અભ્યાસ કરવાનો છે. દેહ-અભિમાન માં નથી આવવાનું.
2. દરેક ની અવસ્થા અને
યોગ માં રાત-દિવસ નો ફરક છે એટલે અલગ-અલગ થઈને બેસવાનું છે. અંગ, અંગ થી ન મળે.
પુણ્ય આત્મા બનવા માટે યાદ ની મહેનત કરવાની છે.
વરદાન :-
બાપ નાં પ્રેમ માં પોતાની મૂળ
કમજોરી કુરબાન કરવા વાળા જ્ઞાની - તૂ આત્મા ભવ
બાપદાદા જુએ છે હજી
સુધી પાંચેય વિકારો નાં વ્યર્થ સંકલ્પ મેજોરીટી નાં ચાલે છે. જ્ઞાની આત્માઓમાં પણ
ક્યારેક-ક્યારેક પોતાનાં ગુણ તથા વિશેષતા નું અભિમાન આવી જાય છે, દરેક પોતાની મૂળ
કમજોરી અથવા મૂળ સંસ્કાર ને જાણે પણ છે, તે કમજોરી ને બાપ નાં પ્રેમ માં કુરબાન કરી
દેવી - આ જ પ્રેમ નું સબૂત છે. સ્નેહી અથવા જ્ઞાની-તૂ આત્માઓ બાપ નાં પ્રેમ માં
વ્યર્થ સંકલ્પો ને પણ ન્યોછાવર કરી દે છે.
સ્લોગન :-
સ્વમાન ની સીટ
પર સ્થિત રહી સર્વ ને સન્માન આપવા વાળા માનનીય આત્મા બનો.