26-10-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 15.10.2007
બાપદાદા મધુબન
“ સંગમયુગ ની જીવનમુક્ત
સ્થિતિ નો અનુભવ કરવા માટે બધો બોજ તથા બંધન બાપ ને આપીને ડબલ
લાઈટ બનો”
આજે વિશ્વ રચયિતા
બાપદાદા પોતાની પહેલી રચના અતિ લવલી (પ્રેમાળ) અને લક્કી (ભાગ્યશાળી) બાળકો સાથે
મિલન મેળો મનાવી રહ્યાં છે. ઘણાં બાળકો સન્મુખ છે, નયનો થી જોઈ રહ્યાં છે અને ચારેય
તરફ નાં ઘણાં બાળકો દિલ માં સમાયેલા છે. બાપદાદા દરેક બાળકો નાં મસ્તક માં ત્રણ
ભાગ્ય નાં ત્રણ સિતારાઓ ચમકતા જોઈ રહ્યાં છે. એક ભાગ્ય છે - બાપદાદા ની શ્રેષ્ઠ
પાલના નું, બીજું છે શિક્ષક દ્વારા ભણતર નું, ત્રીજું છે સદ્દગુરુ દ્વારા સર્વ
વરદાનો નાં ચમકતા સિતારા. તો તમે બધા પણ પોતાનાં મસ્તક પર ચમકતા સિતારા અનુભવ કરી
રહ્યાં છો ને? સર્વ સંબંધ બાપદાદા સાથે છે તો પણ જીવન માં આ ત્રણ સંબંધ આવશ્યક છે
અને તમે બધા સિકિલધા લાડલા બાળકો ને સહજ જ પ્રાપ્ત છે. પ્રાપ્ત છે ને? નશો છે ને?
દિલ માં ગીત ગાતા રહો છો ને - વાહ! બાબા વાહ! વાહ! શિક્ષક વાહ! વાહ! સદ્દગુરુ વાહ!
દુનિયા વાળા તો લૌકિક ગુરુ જેમને મહાન આત્મા કહે છે, એમનાં દ્વારા એક વરદાન મેળવવા
માટે પણ કેટલો પ્રયત્ન કરે છે અને તમને બાપે જન્મતા જ સહજ વરદાનો થી સંપન્ન કરી દીધાં.
આટલું શ્રેષ્ઠ ભાગ્ય શું સ્વપ્ન માં પણ વિચાર્યુ હતું કે ભગવાન બાપ આટલાં અમારા ઉપર
બલિહાર જશે! ભક્તો લોકો ભગવાન નાં ગીત ગાય છે અને ભગવાન બાપ કોનાં ગીત ગાય છે? આપ
લક્કી બાળકો નાં.
હમણાં પણ તમે બધા
ભિન્ન-ભિન્ન દેશો થી કયા વિમાન માં આવ્યાં છો? સ્થૂળ વિમાનો માં કે પરમાત્મ-પ્રેમ
નાં વિમાન માં બધી બાજુ થી પહોંચી ગયા છે! પરમાત્મ-વિમાન કેટલું સહજ લઈ આવે છે, કોઈ
તકલીફ નથી. તો બધા પરમાત્મ-પ્રેમ નાં વિમાન માં પહોંચી ગયા છો એની મુબારક છે,
મુબારક છે, મુબારક છે. બાપદાદા એક-એક બાળકો ને જોઈ ભલે પહેલી વાર આવ્યાં છે, કે
બહુજકાળ થી આવી રહ્યાં છે. પરંતુ બાપદાદા એક-એક બાળકો ની વિશેષતા ને જાણે છે.
બાપદાદા નાં કોઈ પણ બાળક ભલે નાનાં છે કે મોટા છે, ભલે મહાવીર છે કે પુરુષાર્થી છે,
પરંતુ દરેક બાળકો સિકિલધા છે, કેમ? તમે તો બાપ ને શોધ્યાં, મળ્યાં નહીં, પરંતુ
બાપદાદાએ તમને દરેક બાળકો ને બહુ જ પ્રેમ, સિક, સ્નેહ થી ખૂણે-ખૂણે થી શોધ્યાં છે.
તો પ્રિય છે ત્યારે તો શોધ્યાં કારણકે બાપ જાણે છે કે મારું કોઈ એક પણ બાળક એવું નથી
જેમનાં માં કોઈ પણ વિશેષતા ન હોય. કોઈ વિશેષતાએ જ લાવ્યાં છે. ઓછા માં ઓછા ગુપ્ત
રુપ માં આવેલા બાપ ને ઓળખી તો લીધાં. મારા બાબા કહ્યું, બધા કહો છો ને મારા બાબા?
કોઈ છે જે કહે છે કે નહીં તારા બાબા, કોઈ છે? બધા કહે છે મારા બાબા. તો વિશેષ છે
ને? એટલાં મોટાં-મોટાં સાયન્સદાન, મોટાં-મોટાં વી.આઈ.પી. ઓળખી ન શક્યાં, પરંતુ તમે
બધાએ તો ઓળખી લીધાં ને? પોતાનાં બનાવી લીધાં ને? તો બાપે પણ પોતાનાં બનાવી લીધાં. આ
જ ખુશી માં પાલના સાથે ઉડી રહ્યાં છો ને? ઉડી રહ્યાં છો, ચાલી નથી રહ્યાં, ઉડી રહ્યાં
છો કારણકે ચાલવા વાળા બાપ ની સાથે પોતાનાં ઘર માં જઈ નહીં શકશે કારણકે બાપ તો ઉડવા
વાળા છે, તો ચાલવા વાળા કેવી રીતે સાથે પહોંચશે? એટલે બાપ બધા બાળકો ને શું વરદાન
આપે છે? ફરિશ્તા સ્વરુપ ભવ. ફરિશ્તા ઉડે છે, ચાલતાં નથી, ઉડે છે. તો તમે બધા પણ ઉડતી
કળા વાળા છો ને? છો? હાથ ઉઠાવો જે ઉડતી કળા વાળા છે કે ક્યારેક ચાલતી કળા, ક્યારેક
ઉડતી કળા? ના? સદા ઉડવા વાળા, ડબલ લાઈટ છો ને? કેમ? વિચારો, બાપે તમારા બધા પાસે થી
ગેરંટી લીધી છે કે જે કોઈ પણ પ્રકાર નો બોજ જો મન માં, બુદ્ધિ માં છે તો બાપ ને આપી
દો, બાપ લેવા જ આવ્યાં છે. તો બાપ ને બોજ આપ્યો છે કે થોડો-થોડો સંભાળી ને રાખ્યો
છે? જ્યારે લેવા વાળા લઈ રહ્યાં છે, તો બોજ આપવામાં પણ વિચારવા ની વાત છે શું? કે
૬૩ જન્મો ની આદત છે બોજ સંભાળવાની? તો ઘણાં બાળકો ક્યારેક-ક્યારેક કહે છે ઈચ્છતા નથી,
પરંતુ આદત થી મજબૂર છે. હવે તો મજબૂર નથી ને? મજબૂર છો કે મજબૂત છો? મજબૂર ક્યારેય
નહીં બનતાં. મજબૂત છો. શક્તિઓ મજબૂત છે કે મજબૂર? મજબૂત છે ને? બોજ રાખવો ગમે છે
શું? બોજ થી દિલ લાગી ગયું છે શું? છોડો, છોડો તો છૂટો. છોડતા નથી તો છૂટતું નથી.
છોડવાનું સાધન છે-દૃઢ સંકલ્પ. ઘણાં બાળકો કહે છે દૃઢ સંકલ્પ તો કરે છે, પરંતુ, પરંતુ
કારણ શું છે? દૃઢ સંકલ્પ કરો છો પરંતુ કરેલા દૃઢ સંકલ્પ ને રિવાઈઝ નથી કરતાં.
વારંવાર મન થી રિવાઈઝ કરો અને રિયલાઈઝ કરો, બોજ શું અને ડબલ લાઈટ નો અનુભવ શું?
રિયલાઈઝેશન (મહેસૂસતા) નો કોર્સ હવે થોડો વધારે અન્ડરલાઇન કરો. કહેવાનું અને
વિચારવાનું આ કરો છો, પરંતુ દિલ થી રીયલાઈઝ કરો - બોજ શું છે અને ડબલ લાઈટ શું હોય
છે? અંતર સામે રાખો કારણકે બાપદાદા હમણાં સમય ની સમીપતા પ્રમાણે દરેક બાળકો માં શું
જોવા ઈચ્છે છે? જે કહો છો તે કરીને દેખાડવાનું છે. જે વિચારો છો તે સ્વરુપ માં
લાવવાનું છે કારણકે બાપ નો વારસો છે, જન્મસિદ્ધ અધિકાર છે મુક્તિ અને જીવનમુક્તિ.
બધાને નિમંત્રણ પણ આ જ આપો છો ને કે આવીને મુક્તિ જીવન મુક્તિ નો વારસો પ્રાપ્ત કરો.
તો પોતાને પૂછો, શું મુક્તિધામ માં મુક્તિ નો અનુભવ કરવો છે કે સતયુગ માં જીવન
મુક્તિ નો અનુભવ કરવો છે કે હમણાં સંગમયુગ માં મુક્તિ, જીવનમુક્તિ નાં સંસ્કાર
બનાવવાનાં છે? કારણકે તમે કહો છો કે હવે અમે પોતાનાં ઈશ્વરીય સંસ્કાર થી દૈવી સંસાર
બનાવવા વાળા છીએ. પોતાના સંસ્કાર થી નવો સંસાર બનાવી રહ્યા છે. તો હમણાં સંગમ પર જ
મુક્તિ જીવનમુક્તિ નાં સંસ્કાર ઈમર્જ જોઈએ ને? તો ચેક કરો સર્વ બંધનો થી મન અને
બુદ્ધિ મુક્ત થયા છે? કારણકે બ્રાહ્મણ-જીવન માં ઘણી વાતો થી જે પાસ્ટ લાઈફ (પહેલાં
નાં જીવન) નાં બંધન છે, એનાથી મુક્ત થયા છો. પરંતુ સર્વ બંધનો થી મુક્ત છો કે
કોઈ-કોઈ બંધન હજી પણ પોતાનાં બંધન માં બાંધે છે? આ બ્રાહ્મણ-જીવન માં મુક્તિ
જીવનમુક્તિ નો અનુભવ કરવો જ બ્રાહ્મણ જીવન ની શ્રેષ્ઠતા છે કારણકે સતયુગ માં
જીવનમુક્ત, જીવનબંધ બંને નું જ્ઞાન જ નહીં હશે. હમણાં અનુભવ કરી શકો છો, જીવનબંધન
શું છે, જીવનમુક્ત શું છે? કારણકે તમારા બધાનો વાયદો છે, અનેક વાર વાયદો કર્યો છે,
શું કરો છો વાયદો? યાદ છે? કોઈને પણ પૂછે છે તમારા આ બ્રાહ્મણ જીવન નું લક્ષ શું
છે? શું જવાબ આપો છો? બાપ સમાન બનવું છે. પાક્કું છે ને? બાપ સમાન બનવું છે. પાકકુ
છે ને? બાપ સમાન બનવું છે ને? કે થોડું થોડું બનવું છે? સમાન બનવું છે ને? સમાન બનવું
છે કે થોડા પણ બની ગયા તો ચાલશે? ચાલશે? એને સમાન તો નહીં કહેવાશે ને? તો બાપ મુક્ત
છે કે બંધન છે? જો કોઈ પણ પ્રકાર નું ભલે દેહ નું કે કોઈ દેહ નાં સંબંધ, માતા-પિતા,
બંધુ-સખા નહીં, દેહ ની સાથે જે કર્મેન્દ્રિયો નો સંબંધ છે, એ કોઈપણ કર્મેન્દ્રિયો
નાં સંબંધ નું બંધન છે, આદત નું બંધન છે, સ્વભાવ નું બંધન છે, જૂનાં સંસ્કારો નું
બંધન છે, તો બાપ સમાન કેવી રીતે થયાં? અને રોજ વાયદો કરો છો બાપ સમાન બનવું જ છે.
હાથ ઉઠાવડાવે છે તો બધા શું કહે છે? લક્ષ્મી નારાયણ બનવું છે. બાપદાદા ને ખુશી થાય
છે, વાયદા બહુ જ સારા સારા કરે છે પરંતુ વાયદા નો ફાયદો નથી ઉઠાવતાં. વાયદા અને
ફાયદા નું બેલેન્સ નથી જાણતાં. વાયદા ની ફાઈલ બાપદાદા ની પાસે બહુજ-બહુજ-બહુજ મોટી
છે, બધાની ફાઈલ છે. એવી જ રીતે ફાયદા ની પણ ફાઈલ હોય, બેલેન્સ હોય, તો કેટલું ગમશે!
આ સેન્ટર્સ ની ટીચર્સ
બેઠી છે ને? આ પણ સેન્ટર નિવાસી બેઠાં છે ને? તો સમાન બનવા વાળા થયા ને? સેન્ટર
નિવાસી નિમિત્ત બનેલા બાળકો તો સમાન જોઈએ ને? છે? છે પણ, પરંતુ ક્યારેક-ક્યારેક થોડા
નટખટ થઈ જાય છે. બાપદાદા તો બધા બાળકો નાં આખાં દિવસ નાં હાલ અને ચાલ બંને જોતા રહે
છે. તમારી દાદી પણ વતન માં હતી ને, તો દાદી પણ જોતી હતી તો શું કહેતી હતી, ખબર છે?
કહેતી હતી બાબા આવું પણ છે શું? આવું થાય છે, આવું કરે છે, તમે જોતા રહો છો?
સાંભળ્યું, તમારી દાદીએ શું જોયું? હવે બાપદાદા આ જ જોવા ઈચ્છે છે કે એક-એક બાળક
મુક્તિ-જીવનમુક્તિ નાં વારસા નાં અધિકારી બને, કારણકે વારસો હમણાં મળે છે. સતયુગ
માં તો નેચરલ લાઈફ હશે, હમણાં નાં અભ્યાસ ની નેચરલ લાઈફ, પરંતુ વારસા નાં અધિકારી
હમણાં સંગમ પર છો એટલે બાપદાદા આ જ ઈચ્છે છે કે દરેક સ્વયં ચેક કરે, જો કોઈ પણ બંધન
ખેંચે છે, તો કારણ વિચારો. કારણ વિચારો અને કારણ ની સાથે નિવારણ પણ વિચારો. નિવારણ
બાપદાદાએ અનેકવાર ભિન્ન-ભિન્ન રુપ થી આપી દીધાં છે. સર્વશક્તિઓ નું વરદાન આપ્યું
છે, સર્વગુણો નો ખજાનો આપ્યો છે, ખજાના ને યુઝ કરવા થી ખજાનો વધે છે. ખજાનો બધાની
પાસે છે, બાપદાદાએ જોયું છે. દરેક નાં સ્ટોક ને પણ જુએ છે. બુદ્ધિ છે સ્ટોક રુમ. તો
બાપદાદાએ બધાનાં સ્ટોક જોયા છે. સ્ટોક માં છે પરંતુ ખજાના ને સમય પર યુઝ નથી કરતાં.
ફક્ત પોઈન્ટ નાં રુપ માં જ વિચારે છે, હા, આ નથી કરવાનું, આ કરવાનું છે, પોઈન્ટ નાં
રુપ માં યુઝ (ઉપયોગ) કરે છે, વિચારે છે પરંતુ પોઈન્ટ બનીને પોઈન્ટ ને યુઝ નથી કરતા
એટલે પોઈન્ટ રહી જાય છે, પોઈન્ટ બનીને યુઝ કરો તો નિવારણ થઈ જાય. બોલે પણ છે, આ નથી
કરવાનું, પછી ભૂલે પણ છે. બોલવા ની સાથે ભૂલો પણ છો. એટલી સહજ વિધિ સંભળાવી છે,
ફક્ત છે સંગમયુગ માં બિંદુ ની કમાલ, બસ, બિંદુ યુઝ કરો, બીજી કોઈ માત્રા ની
આવશ્યક્તા નથી. ત્રણ બિંદુ ને યુઝ કરો. આત્મા બિંદુ, બાપ બિંદુ અને ડ્રામા બિંદુ.
ત્રણ બિંદુ યુઝ કરતા રહો તો બાપ સમાન બનવું કોઈ મુશ્કેલ નથી. લગાવવા ઈચ્છો છો બિંદુ
પરંતુ લગાવતા સમયે હાથ હલી જાય છે, તો ક્વેશ્ચન માર્ક થઈ જાય અથવા તો આશ્ચર્ય ની
રેખા બની જાય છે. ત્યાં હાથ હલે, અહીં બુદ્ધિ હલે છે. નહીં તો ત્રણ બિંદુ ને સ્મૃતિ
માં રાખવા શું મુશ્કેલ છે? બાપદાદાએ તો બીજી પણ સહજ યુક્તિ બતાવી છે, તે શું? દુવાઓ
આપો અને દુવાઓ લો. અચ્છા, યોગ શક્તિશાળી નથી લાગતો, ધારણાઓ થોડી ઓછી થાય છે, ભાષણ
કરવાની હિંમત નથી થતી, પરંતુ દુવાઓ આપો અને દુવાઓ લો, એક જ વાત કરો બીજું બધું છોડો,
એક વાત કરો, દુવાઓ લેવાની છે અને દુવાઓ આપવાની છે. કાંઈ પણ થઈ જાય, કોઈ કાંઈ પણ આપે
પરંતુ મારે દુવાઓ આપવાની છે, લેવાની છે. એક વાત તો પાક્કી કરો, એમાં બધું આવી જશે.
જો દુવાઓ આપશો અને દુવાઓ લેશો તો શું એમાં શક્તિઓ અને ગુણ નહીં આવશે? ઓટોમેટિકલી આવી
જશે ને? એક જ લક્ષ રાખો, કરીને જુઓ, એક દિવસ અભ્યાસ કરીને જુઓ, પછી સાત દિવસ કરીને
જુઓ, ચાલો અને વાતો બુદ્ધિ માં ન આવે, એક તો આવશે. કાંઈ પણ થઈ જાય પરંતુ દુવાઓ
આપવાની છે અને લેવાની છે. આ તો કરી શકો છો કે નહીં? કરી શકો છો? અચ્છા, તો જ્યારે
પણ જાઓ ને તો આ પ્રયત્ન કરજો. એમાં બધા યોગયુક્ત પોતે જ થઈ જશો કારણકે વ્યર્થ કર્મ
કરશો નહીં તો યોગયુક્ત થઈ જ ગયા ને? પરંતુ લક્ષ રાખો દુવાઓ આપવાની છે, દુવાઓ લેવાની
છે. કોઈ કાંઈ પણ આપે, બદદુવા પણ મળશે, ક્રોધ ની વાતો પણ આવશે કારણકે વાયદો કરશો ને,
તો માયા પણ સાંભળી રહી છે કે આ વાયદો કરશે, તે પણ પોતાનું કામ તો કરશે ને? જ્યારે
માયાજીત બની જશો પછી નહીં કરશે, હમણાં તો માયાજીત બની રહ્યાં છો ને, તો તે પોતાનું
કામ કરશે પરંતુ મારે દુવાઓ આપવાની છે અને દુવાઓ લેવાની છે. બની શકે છે? હાથ ઉઠાવો,
જે કહે છે બની શકે છે. અચ્છા, શક્તિઓ હાથ ઉઠાવો. હા, બની શકે છે? બધા તરફ નાં
ટીચર્સ આવ્યાં છે ને? તો જ્યારે તમે પોતાનાં દેશ માં જાઓ તો પહેલાં-પહેલાં બધાએ એક
અઠવાડિયુ આ હોમવર્ક કરવાનું છે અને રીઝલ્ટ મોકલવાનું છે, કેટલાં જણા ક્લાસ નાં
મેમ્બર્સ કેટલાં છે? કેટલાં ઓ.કે. છે? અને કેટલાં થોડા કાચ્ચા અને કેટલાં પાક્કા
છે? તો ઓ.કે. ની વચ્ચે લાઈન લગાવજો બસ, એવાં સમાચાર આપજો. આટલાં જણા ઓ.કે..., માં
લકીર લાગી છે. એમાં જુઓ ડબલ ફોરેનર્સ આવ્યાં છે તો ડબલ કામ કરશે ને? એક અઠવાડિયા
નું રીઝલ્ટ મોકલજો પછી બાપદાદા જોશે, સહજ છે ને, મુશ્કેલ તો નથી. માયા આવશે, તમે
કહેશો બાબા મને પહેલાં તો એવો સંકલ્પ ક્યારેય આવતો નહોતો, હમણાં આવી ગયો, આ થશે,
પરંતુ દૃઢ નિશ્ચય વાળા નો નિશ્ચિત વિજય છે. દૃઢતા નું ફળ છે સફળતા. સફળતા ન હોવાનાં
કારણે છે દૃઢતા ની ઉણપ. તો દૃઢતા ની સફળતા પ્રાપ્ત કરવાની જ છે.
જેવી રીતે સેવા
ઉમંગ-ઉત્સાહ થી કરી રહ્યાં છો એવી રીતે સ્વયં ની, સ્વ પ્રત્યે સેવા, સ્વ સેવા અને
વિશ્વ સેવા, સ્વ સેવા અર્થાત્ ચેક કરવું અને પોતાને બાપ સમાન બનાવવાં. કોઈપણ કમી,
કમજોરી બાપ ને આપી દો ને, કેમ રાખી છે, બાપ ને નથી ગમતું. કેમ કમજોરી રાખો છો? આપી
દો. આપવાના સમયે નાનું બાળક બની જાઓ. જેવી રીતે નાનું બાળક કોઈ પણ ચીજ સંભાળી નથી
શકતું, કોઈ પણ વસ્તુ પસંદ નથી આવતી તો શું કરે છે? મમ્મી-પપ્પા આ તમે લઈ લો. એવી જ
રીતે કોઈ પણ પ્રકાર નો બોજ, બંધન જે ગમતા નથી, કારણકે બાપદાદા જુએ છે, એક તરફ આ
વિચારી રહ્યાં છે, સારું તો નથી, ઠીક તો નથી પરંતુ શું કરું, કેવી રીતે કરું… તો આ
તો સારું નથી. એક તરફ સારું નથી કહી રહ્યાં છે, બીજી તરફ સંભાળી ને રાખી રહ્યાં છે,
તો આને શું કહેવાય? સારું કહેવાય? સારું તો નથી ને? તો તમારે શું બનવું છે ? સારા
માં સારા ને? સારા પણ નહીં, સારા માં સારા. તો જે પણ કોઈ એવી વાત હોય, બાબા
હાજર-હજૂર છે, એમને આપી દો, અને જો પાછી આવે તો અમાનત સમજીને ફરી આપી દો. અમાનત માં
ખયાનત જ નથી કરાતી કારણકે તમે તો આપી દીધી, તો બાપ ની વસ્તુ થઈ ગઈ, બાપ ની વસ્તુ કે
બીજાની વસ્તુ તમારી પાસે ભૂલ થી આવી જાય, તમે અલમારી માં રાખી દેશો? રાખી દેશો?
કાઢશો ને? કેમ પણ કરીને કાઢશો, રાખશો નહીં. સંભાળશો તો નહીં ને? તો આપી દો. બાપ લેવા
માટે આવ્યાં છે. બીજું તો કાંઈ તમારી પાસે છે નહીં જે આપો. પરંતુ આ તો આપી શકો છો
ને? અક નાં ફૂલ છે, તે આપી દો. સંભાળવું ગમે છે શું? અચ્છા.
ચારેય તરફ નાં બધા
બાપદાદા નાં દિલ પસંદ બાળકો, દિલારામ છે ને, તો દિલારામ નાં દિલપસંદ બાળકો, પ્રેમ
નાં અનુભવો માં સદા લહેરાવવા વાળા બાળકો, એક બાપ બીજું ન કોઈ, સ્વપ્ન માં પણ બીજું
ન કોઈ, એવાં બાપદાદા નાં અતિ પ્રિય અને અતિ દેહભાન થી ન્યારા, સિકિલધા, પદમગુણા
ભાગ્યશાળી બાળકો ને દિલ નાં યાદ-પ્યાર અને પદમ-પદમગુણા દુવાઓ છે, સાથે બાળક સો
માલિક બાળકો ને બાપદાદા નાં નમસ્તે.
વરદાન :-
ઈશ્વરીય
મર્યાદાઓ નાં આધાર પર વિશ્વ ની આગળ એક્ઝામ્પલ ( ઉદાહરણ ) બનવા વાળા સહજયોગી ભવ
વિશ્વ ની આગળ
એક્ઝામ્પલ બનવા માટે અમૃતવેલા થી રાત સુધી જે ઈશ્વરીય મર્યાદાઓ છે એ જ પ્રમાણે ચાલતાં
રહો. વિશેષ અમૃતવેલા નાં મહત્વ ને જાણીને એ સમયે પાવરફુલ સ્ટેજ બનાવો તો આખાં દિવસ
નું જીવન મહાન બની જશે. જ્યારે અમૃતવેલા વિશેષ બાપ પાસે થી શક્તિ ભરી લેશો તો શક્તિ
સ્વરુપ બની ચાલવાથી કોઈ પણ કાર્ય માં મુશ્કેલી નો અનુભવ નહીં થશે અને મર્યાદા
પૂર્વક જીવન વિતાવવા થી સહજયોગી ની સ્ટેજ પણ સ્વતઃ બની જશે પછી વિશ્વ તમારા જીવન ને
જોઈને પોતાનું જીવન બનાવશે.
સ્લોગન :-
પોતાની ચલન અને
ચહેરા થી પવિત્રતા ની શ્રેષ્ઠતા નો અનુભવ કરાવો.
અવ્યક્ત ઈશારા - સ્વયં
અને સર્વ પ્રત્યે મન્સા દ્વારા યોગ ની શક્તિઓ નો પ્રયોગ કરો
પ્રયોગી આત્મા
સંસ્કારો ની ઉપર, પ્રકૃતિ દ્વારા આવવા વાળી પરિસ્થિતિઓ પર અને વિકારો પર સદા વિજયી
હશે. યોગી અથવા પ્રયોગી આત્મા ની આગળ એ પાંચ વિકાર રુપી સાપ ગળા ની માળા અથવા ખુશી
માં નાચવાની સ્ટેજ બની જાય છે.