26-11-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
છો ત્રિમૂર્તિ બાપ નાં બાળકો , તમને પોતાનાં ત્રણ કર્તવ્ય યાદ રહે – સ્થાપના ,
વિનાશ અને પાલના”
પ્રશ્ન :-
દેહ-અભિમાનની આકરી બીમારી લાગવાથી કયાં-કયાં નુકસાન થાય છે?
ઉત્તર :-
૧. દેહ-અભિમાન વાળા ની અંદર ઈર્ષા હોય છે, ઈર્ષા ને કારણે પરસ્પર લૂણ-પાણી થતા રહે
છે, પ્રેમ થી સેવા નથી કરી શકતાં. અંદર જ અંદર બળતા રહે છે. ૨. બેપરવાહ રહે છે. માયા
તેમને બહુ જ દગો આપતી રહે છે. પુરુષાર્થ કરતાં-કરતાં ફાં થઈ જાય છે, જેનાં કારણે
ભણતર જ છૂટી જાય છે. ૩. દેહ-અભિમાન ને કારણે દિલ સાફ નથી, દિલ સાફ ન હોવાને કારણે
બાપ નાં દિલ પર નથી ચઢતાં. ૪. મૂડ ઓફ કરી લેતાં, તેમનો ચહેરો જ બદલાઈ જાય છે.
ઓમ શાંતિ!
ફક્ત બાપને જ
યાદ કરો છો કે બીજું પણ કંઈ યાદ આવે છે? બાળકો ને સ્થાપના, વિનાશ અને પાલના-ત્રણેય
ની યાદ હોવી જોઈએ કારણકે સાથે-સાથે ભેગું ચાલે છે ને? જેમ કોઇ બેરિસ્ટરી ભણે છે તો
તેમને ખબર છે હું બેરિસ્ટર બનીશ, વકીલાત કરીશ. બેરિસ્ટરી ની પાલના પણ કરશે ને? જે
પણ ભણશે તેમનું લક્ષ તો આગળ રહેશે. તમે જાણો છો આપણે હમણા કન્સ્ટ્રકશન (સ્થાપના) કરી
રહ્યા છીએ. પવિત્ર નવી દુનિયા સ્થાપન કરી રહ્યા છીએ, આમાં યોગ બહુ જ જરુરી છે. યોગ
થી જ આપણો આત્મા જે પતિત બની ગયો છે, તે પાવન બનશે. તો આપણે પવિત્ર બની ફરી પવિત્ર
દુનિયામાં જઈને રાજ્ય કરીશું, આ બુદ્ધિ માં આવવું જોઈએ. બધી પરીક્ષામાં સૌથી મોટી
પરીક્ષા અથવા બધા ભણતરથી ઊંચું ભણતર આ છે. ભણતર તો અનેક પ્રકારનાં છે ને? તેઓ તો બધા
મનુષ્ય, મનુષ્યને ભણાવે છે અને તે ભણતર આ દુનિયા માટે છે. ભણીને પછી તેનું ફળ અહીં
જ મેળવશે. આપ બાળકો જાણો છો આ બેહદ નાં ભણતર નું ફળ આપણને નવી દુનિયામાં મળવાનું
છે. તે નવી દુનિયા કોઈ દૂર નથી. હમણા સંગમયુગ છે. નવી દુનિયામાં જ આપણે રાજ્ય કરવાનું
છે. અહીં બેઠા છો તો પણ બુદ્ધિ માં આ યાદ કરવાનું છે. બાપની યાદ થી જ આત્મા પવિત્ર
બનશે. પછી આ પણ યાદ રાખવાનું છે કે આપણે પવિત્ર બનશું પછી આ ઈમપ્યોર (અપવિત્ર)
દુનિયાનો વિનાશ પણ જરુર થશે. બધા તો પવિત્ર નહીં બનશે. તમે બહુ જ થોડા છો જેમના માં
તાકાત છે. તમારામાં પણ નંબરવાર તાકાત અનુસાર જ સૂર્યવંશી- ચંદ્રવંશી બને છે ને?
તાકાત તો દરેક વાતમાં જોઈએ. આ છે ઇશ્વરીય માઈટ (શક્તિ), આને યોગબળ ની માઈટ (શક્તિ)
કહેવાય છે. બાકી બધી છે શારીરિક માઈટ. આ છે રુહાની માઈટ. બાપ કલ્પ-કલ્પ કહે છે - હે
બાળકો, મામેકમ્ યાદ કરો. સર્વશક્તિમાન બાપ ને યાદ કરો. એ તો એક જ બાપ છે, એમને યાદ
કરવાથી આત્મા પવિત્ર બનશે. આ બહુ જ સારી વાતો છે - ધારણ કરવાની, જેમને આ નિશ્ચય જ
નથી કે અમે ૮૪ જન્મ લીધા છે, તેમની બુદ્ધિ માં આ વાતો બેસશે નહીં. જે સતોપ્રધાન
દુનિયામાં આવ્યા હતા, તે જ હવે તમોપ્રધાન માં આવ્યા છે. તેઓ જ આવીને જલ્દી
નિશ્ચયબુદ્ધિ બનશે. જો કંઈ પણ નથી સમજતા તો પૂછવું જોઈએ. પૂરી રીતે સમજે તો બાપને
પણ યાદ કરે. સમજશે નહીં તો યાદ પણ નહીં કરી શકશે. આ તો સીધી વાત છે. આપણે આત્માઓ જે
સતોપ્રધાન હતાં તે જ ફરી તમોપ્રધાન બન્યાં છીએ, જેમને આ સંશય હશે કે કેવી રીતે
સમજીએ અમે ૮૪ જન્મ લઈએ છીએ અથવા બાપ પાસેથી કલ્પ પહેલા પણ વારસો લીધો છે? તેઓ તો
ભણવામાં પૂરું ધ્યાન જ નહીં આપે. સમજાય છે કે તેમની તકદીર માં નથી. કલ્પ પહેલા પણ
સમજ્યા નહોતાં એટલે યાદ કરી નહી શકશે. આ છે જ ભવિષ્ય માટે ભણતર. નથી ભણતા તો સમજાઈ
જાય છે કલ્પ-કલ્પ ભણ્યા નહોતાં અથવા થોડા માર્ક્સ (ટકા) થી પાસ થયા હતાં. સ્કૂલમાં
બહુ જ ફેલ (નપાસ) પણ થાય છે. પાસ પણ નંબરવાર જ થાય છે. આ પણ ભણતર છે, આમાં નંબરવાર
પાસ થશે. જે હોશિયાર છે તેઓ તો ભણીને પછી ભણાવતા રહેશે. બાપ કહે છે હું આપ બાળકોનો
સર્વન્ટ (સેવક) છું. બાળકો પણ કહે છે કે અમે પણ સર્વન્ટ છીએ. દરેક ભાઈ-બહેન નું
કલ્યાણ કરવાનું છે. બાપ આપણું કલ્યાણ કરે છે, આપણે પછી બીજાઓનું કલ્યાણ કરવાનું છે.
બધાને આ પણ સમજાવવાનું છે, બાપને યાદ કરો તો પાપ કપાઈ જાય. જેટલા-જેટલા જે અનેકોને
પૈગામ (સંદેશ) પહોંચાડે છે, તેમને મોટા પૈગંબર કહેવાશે. તેમને જ મહારથી અથવા
ઘોડેસવાર કહેવાય છે. પ્યાદા પછી પ્રજામાં ચાલ્યા જાય છે. આમાં પણ બાળકો સમજે છે
કોણ-કોણ સાહૂકાર બની શકશે. આ જ્ઞાન બુદ્ધિ માં રહેવું જોઈએ. આપ બાળકો જે સર્વિસ માટે
નિમિત્ત બનેલા છો, સર્વિસ માટે જ જીવન આપેલું છે તો પદ પણ એવું પામશો. તેમને કોઈની
પરવાહ નથી રહેતી. મનુષ્ય પોતાનાં હાથ-પગ વાળા છે ને. બાંધી તો નથી શકતાં. પોતાને
સ્વતંત્ર રાખી શકો છો. એવા બંધન માં કેમ ફસાવવું? કેમ નહીં બાપ પાસેથી અમૃત લઈને
અમૃત નું જ દાન કરું. હું કોઈ રીઢ-બકરી થોડી છું જે કોઈ અમને બાંધે? શરુ માં આપ
બાળકોએ કેવી રીતે સ્વયંને છોડાવ્યા, રાડો પાડી, હાય-હાય કરી બેસી ગયા. તમે કહેશો
અમને શું પરવાહ છે, અમારે તો સ્વર્ગની સ્થાપના કરવાની છે કે આ કામ બેસીને કરવાનું
છે? તે મસ્તી ચઢી જાય છે, જેને મૌલાઈ મસ્તી કહેવાય છે. આપણે મૌલાઈ મસ્તાના છીએ. તમે
જાણો છો મૌલા થી આપણને શું પ્રાપ્ત થઈ રહ્યું છે. મૌલા આપણને ભણાવી રહ્યા છે ને?
નામ તો તેમનાં બહુ જ છે પરંતુ કોઈ નામ બહુ જ મીઠા છે. હમણાં આપણે મૌલાઈ મસ્ત બન્યાં
છીએ. બાપ ડાયરેક્શન તો બહુ જ સરળ આપે છે. બુદ્ધિ પણ સમજે છે-બરોબર અમે બાપને યાદ
કરતાં-કરતાં સતોપ્રધાન બની જઈશું અને વિશ્વનાં માલિક પણ બનીશું. આજ તાત (લગન) લાગેલી
છે. બાપને હર ઘડી યાદ કરવા જોઈએ. સામે બેઠા છે ને? અહીં થી બહાર નીકળ્યા અને ભૂલી
જશે. અહીં જેટલો નશો ચઢે છે તેટલો બહારમાં નથી રહેતો, ભૂલી જાય છે. તમારે ભૂલવું નહીં
જોઈએ. પરંતુ તકદીરમાં નથી તો અહી બેઠાં પણ ભૂલી જાય છે.
બાળકો માટે મ્યુઝિયમ
માં અને ગામ-ગામ માં સર્વિસ કરવા માટે પ્રબંધ થઇ રહ્યાં છે. જેટલો પણ સમય મળ્યો છે,
બાપ તો કહે છે - જલ્દી-જલ્દી કરો. પરંતુ ડ્રામામાં જલ્દી થઈ નથી શકતું. બાપ તો કહે
છે એવું મશીન હોય જે હાથ નાખીએ અને ચીજ તૈયાર થઈ જાય. આ પણ બાપ સમજાવતા રહે છે-સારા-સારા
બાળકોને માયા નાક અને કાન થી સારી રીતે પકડે છે. જે પોતાને મહાવીર સમજે છે એમને જ
માયાનાં બહુ જ તોફાન આવે છે પછી તેઓ કોઈની પણ પરવાહ નથી કરતાં. છૂપાવી લે છે.
આંતરિક દિલ સાચું નથી. સાચાં દિલ વાળા જ સ્કોલરશિપ મેળવે છે. શૈતાની દિલ ચાલી ન શકે.
શૈતાની દિલ થી પોતાનો જ બેડો ડુબાડી દે છે. બધાંને શિવબાબા થી કામ છે. આ તો તમે
સાક્ષાત્કાર કરો છો. બ્રહ્માને પણ બનાવવા વાળા શિવબાબા છે. શિવબાબા ને યાદ કરીએ
ત્યારે આવા બને. બાબા સમજે છે માયા બહુ જ જબરદસ્ત છે. જેમ ઉંદર કરડે છે તો ખબર પણ
નથી પડતી, માયા પણ એવી મસ્ત ઉંદરડી છે. મહારથીઓ એ જ ખબરદાર રહેવાનું છે. તેઓ સ્વયં
સમજતા નથી કે અમને માયાએ નીચે પાડી દીધા છે. લૂન-પાણી બનાવી દીધા છે. સમજવું જોઈએ
લૂન-પાણી થવાથી આપણે બાપની સર્વિસ કરી નહીં શકીએ. અંદર જ બળતા રહેશે. દેહ-અભિમાન છે
ત્યારે બળે છે. તે અવસ્થા તો છે નહીં. યાદનું જૌહર (બળ) ભરાતું નથી, એટલે બહુ જ
ખબરદાર રહેવું જોઈએ. માયા બહુ જ હોશિયાર છે, જ્યારે તમે યુદ્ધનાં મેદાન પર છો તો
માયા પણ છોડતી નથી. અડધું-પોણું તો ખતમ કરી દે છે, કોઈને ખબર પણ નથી પડતી. કેવા
સારા-સારા, નવાં-નવાં પણ ભણવાનું બંધ કરી ઘરમાં બેસી જાય છે. સારા-સારા નામીગ્રામી
પર પણ માયાનો વાર થાય છે. સમજવાં છતાં પણ બેપરવાહ થઇ જાય છે. થોડી વાતમાં ઝટ
લૂન-પાણી થઇ જાય છે. બાપ સમજાવે છે દેહ-અભિમાન ને કારણે જ લૂણ-પાણી થાય છે. સ્વયંને
દગો આપે છે. બાપ કહેશે - આ પણ ડ્રામા. જે કંઈ જુએ છે કલ્પ પહેલા ની જેમ ડ્રામા ચાલતો
રહે છે. નીચે-ઉપર અવસ્થા થતી રહે છે. ક્યારેક ગ્રહચારી બેસે છે, ક્યારેક બહુ જ સારી
સર્વિસ કરી ખુશખબરી લખે છે. નીચે-ઉપર થતું રહે છે. ક્યારેક હાર, ક્યારેક જીત. પાંડવો
ની માયાથી ક્યારેક હાર, ક્યારેક જીત થાય છે. સારા-સારા મહારથી પણ હલી જાય છે, ઘણાં
મરી પણ જાય છે એટલે જ્યાં પણ રહો બાપને યાદ કરતા રહો અને સર્વિસ કરતા રહો. તમે
નિમિત્ત બનેલા છો સર્વિસ માટે. તમે લડાઈ નાં મેદાન માં છો ને? જે બહાર વાળા ઘર
ગૃહસ્થ વ્યવહારમાં રહે છે, અહીં વાળાઓ થી પણ બહુ જ આગળ જઈ શકે છે. માયા ની સાથે પૂરું
યુદ્ધ ચાલતું રહે છે. સેકન્ડ પછી સેકન્ડ તમારો કલ્પ પહેલાની જેમ પાર્ટ ચાલતો આવ્યો
છે. તમે કહેશો આટલો સમય પસાર થઈ ગયો, શું-શું થયું છે, તે પણ બુદ્ધિ માં છે. બધું
જ્ઞાન બુદ્ધિ માં છે. જેમ બાપમાં જ્ઞાન છે, આ દાદામાં પણ આવવું જોઈએ. બાબા બોલે છે
તો જરુર દાદા પણ બોલતા હશે. તમે પણ જાણો છો કોણ-કોણ સારા દિલ સાફ છે. દિલ સાફ કરવાળા
જ દિલ પર ચઢે છે. તેમનામાં લૂણ-પાણી નો સ્વભાવ નથી રહેતો, સદૈવ હર્ષિત રહે છે. તેમનો
મૂડ ક્યારેય ફરશે નહીં. અહીં તો ઘણાનાં મૂડ ફરી જાય છે. વાત નહીં પૂછો. આ સમયે બધાં
કહે પણ છે અમે પતિત છીએ. હમણાં પતિત-પાવન બાપને બોલાવ્યા છે કે આવીને પાવન બનાવો.
બાપ કહે છે-બાળકો, મને યાદ કરતા રહો તો તમારા કપડા સાફ થાય. મારી શ્રીમત પર ચાલો.
શ્રીમત પર ન ચાલવા વાળાનાં કપડા સાફ નથી થતા. આત્મા શુદ્ધ થતો જ નથી. બાપ તો
દિવસ-રાત આનાં પર જ જોર આપે છે - સ્વયંને આત્મા સમજો. દેહ-અભિમાન માં આવવાથી જ તમે
ઘુટકા ખાઓ (મૂંઝાઓ) છો. જેટલા-જેટલા ઉપર ચઢતાં જાઓ છો, ખુશનુમા થતા જાઓ છો અને
હર્ષિતમુખ રહો છે. બાબા જાણે છે સારા-સારા ફર્સ્ટ ક્લાસ બાળકો છે પરંતુ અંદર ની
હાલત જુઓ તો ગળી રહ્યા છે. દેહ-અભિમાન ની આગ જાણે ગળાવી રહી છે. સમજતા નથી આ બીમારી
પછી ક્યાંથી આવી? બાપ કહે છે દેહ-અભિમાન થી આ બીમારી આવે છે. દેહી-અભિમાની ને
ક્યારેય બીમારી નહીં લાગશે. બહુ જ અંદર માં બળતા રહે છે. બાપ તો કહે છે-બાળકો,
દેહી-અભિમાની ભવ. પૂછે છે આ રોગ કેમ લાગ્યો છે? બાપ કહે છે આ દેહ-અભિમાન ની બીમારી
એવી છે, વાત નહીં પૂછો. કોઈને આ બીમારી લાગે છે તો એકદમ ચિચડ થઈને લાગે છે (ચિપકી
જાય છે), છોડતી જ નથી. શ્રીમત પર ન ચાલી પોતાનાં દેહ-અભિમાન માં ચાલે છે તો ઘા બહુ
જોરથી વાગે છે. બાબાની પાસે તો બધા સમાચાર આવે છે. માયા કેવી રીતે એકદમ નાક થી પકડી
પાડી દે છે. બુદ્ધિ બિલકુલ મારી નાખે છે. સંશય બુદ્ધિ બની જાય છે. ભગવાન ને બોલાવે
છે કે આવીને અમને પથ્થર બુદ્ધિ થી પારસ બુદ્ધિ બનાવો અને પછી તેમની પણ વિરુદ્ધ થઈ
જાય છે, તો શું ગતિ થશે? એકદમ નીચે પડીને પથ્થર બુદ્ધિ બની જાય છે. બાળકોને અહીં
બેઠા આ ખુશી રહેવી જોઈએ, સ્ટુડન્ટ્સ લાઈફ ઈઝ ધ બેસ્ટ આ છે. બાપ કહે છે આનાથી બીજું
કોઈ ભણતર ઊંચું છે શું? જે બેસ્ટ તો આ છે, ૨૧ જન્મોનું ફળ આપે છે, તો એવાં ભણતરમાં
કેટલું એટેન્શન હોવું જોઈએ? કોઈ તો બિલકુલ અટેન્શન નથી આપતા. માયા નાક-કાન એકદમ કાપી
લે છે. બાપ પોતે કહે છે અડધોકલ્પ આમનું રાજ્ય ચાલે છે તો એવા પકડી લે છે જે વાત ન
પૂછો, એટલે બહુ જ ખબરદાર રહો. એક-બીજાને સાવધાન કરતા રહો. શિવબાબા ને યાદ કરો, નહીં
તો માયા કાન-નાક કાપી લેશે. પછી કોઈ કામના નહીં રહેશો. ઘણા સમજે પણ છે કે અમે
લક્ષ્મી-નારાયણનું પદ મેળવીએ, અસંભવ છે. થાકી ને હારી જાય છે. માયાથી હાર ખાઈને
એકદમ કચરામાં જઈને પડે છે. જુઓ, આપણી બુદ્ધિ બગડે છે તો સમજવું જોઈએ કે માયાએ નાક
થી પકડ્યા છે. યાદની યાત્રામાં બહુ જ બળ છે. બહુ જ ખુશી ભરેલી છે. કહે પણ છે ખુશી
જેવો ખોરાક નથી. દુકાન માં ઘરાક આવતા રહે છે, કમાણી થતી રહે છે તો ક્યારેય એને થાક
નહીં લાગશે. ભુખ્યા નહીં મરશે. ખૂબ જ ખુશી માં રહે છે. તમને તો અથાહ (બેશુમાર) ધન
મળે છે. તમને તો બહુ જ ખુશી રહેવી જોઈએ. જોવું જોઈએ-અમારી ચલન દૈવી છે કે આસુરી છે?
સમય બહુ જ થોડો છે. અકાળે મૃત્યુની પણ જાણે રેસ છે. એક્સિડન્ટ વગેરે જુઓ કેટલા થતા
રહે છે. તમોપ્રધાન બુદ્ધિ થતાં જાય છે. વરસાદ જોરથી પડશે, એને પણ કુદરતી એક્સિડન્ટ
કહીશું. મોત સામે આવ્યું કે આવ્યું. સમજે પણ છે ઓટોમેટિક બોમ્સ ની લડાઈ ચાલુ થઈ જશે.
એવા-એવા ખૌફનાક કામ કરે છે, તંગ કરી દેશે તો પછી લડાઈ પણ ચાલુ થઈ જશે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકીલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. મૌલાઈ મસ્તી
માં રહીને સ્વયં ને સ્વતંત્ર બનાવવાનાં છે. કોઈ પણ બંધનમાં નથી બંધાવવાનું.
માયા-ઉંદરડી થી બહુ જ-બહુ જ સંભાળ કરવાની છે, ખબરદાર રહેવાનું છે. દિલ માં ક્યારેય
પણ શૈતાની વિચાર ન આવે.
2. બાપ દ્વારા જે
બેશુમાર ધન (જ્ઞાનનું) મળે છે, એની ખુશીમાં રહેવાનું છે. આ કમાણી માં ક્યારેય પણ
સંશયબુદ્ધિ બની થાકવાનું નથી. સ્ટુડન્ટ લાઇફ ધ બેસ્ટ લાઈફ છે, એટલે ભણતર પર પૂરેપૂરું
ધ્યાન આપવાનું છે.
વરદાન :-
સદા એલર્ટ રહી
સર્વની આશાઓને પૂર્ણ કરવા વાળા માસ્ટર મુક્તિ - જીવનમુક્તિ દાતા ભવ
હવે બધા બાળકોમાં આ
શુભ સંકલ્પ ઇમર્જ થવો જોઈએ કે સર્વની આશાઓને પૂર્ણ કરીએ. બધાની ઈચ્છા છે કે
જન્મ-મરણ થી મુક્ત થઈ જઈએ, તો એનો અનુભવ કરાવો. એના માટે પોતાનાં શક્તિશાળી
સતોપ્રધાન વાયબ્રેશન થી પ્રકૃતિ અને મનુષ્યાત્માઓ ની વૃત્તિઓ ને ચેન્જ કરો. માસ્ટર
દાતા બની દરેક આત્માની આશાઓને પૂર્ણ કરો. મુક્તિ, જીવનમુક્તિનું દાન આપો. આ
જવાબદારીની સ્મૃતિ તમને સદા એલર્ટ બનાવી દેશે.
સ્લોગન :-
મોરલીધર ની
મોરલી પર દેહ ની પણ સુધ-બુધ ભૂલવા વાળા જ બાળક સાચાં ગોપ-ગોપીઓ છે.