27-04-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારે ફૂલ બની સૌને સુખ આપવાનું છે , ફૂલ બાળકો મુખ થી રત્ન નીકાળશે”

પ્રશ્ન :-
ફૂલ બનવા વાળા બાળકો પ્રત્યે ભગવાન ની કઈ શિક્ષા છે, જેનાથી તે સદા સુગંધિત બન્યાં રહે?

ઉત્તર :-
હે મારા ફૂલ બાળકો, તમે પોતાની અંદર જુઓ, કે મારા અંદર કોઇ આસુરી અવગુણ રુપી કાંટો તો નથી? જો અંદર કોઈ કાંટો છે તો જેમ બીજા નાં અવગુણ થી નફરત આવે છે તેમ પોતાનાં આસુરી અવગુણ થી નફરત કરો તો કાંટો નીકળી જશે. પોતાને જોતાં રહો - મન્સા-વાચા-કર્મણા એવાં કોઈ વિકર્મ તો નથી થતાં, જેનો દંડ ભોગવવો પડે!

ઓમ શાંતિ!
રુહાની બાળકો પ્રત્યે રુહાની બાપ બેસી સમજાવે છે. આ સમયે આ રાવણ રાજ્ય હોવાનાં કારણે મનુષ્ય બધા છે દેહ-અભિમાની એટલે એમને જંગલ નાં કાંટા કહેવાય છે. આ કોણ સમજાવે છે? બેહદ નાં બાપ. જે હવે કાંટા ને ફૂલ બનાવી રહ્યાં છે. ક્યાંક-ક્યાંક માયા એવી છે જે ફૂલ બનતાં-બનતાં ફટ થી પછી કાંટા બનાવી દે છે. આને કહેવાય જ છે કાંટાઓનું જંગલ, આમાં અનેક પ્રકાર નાં જાનવર જેવાં મનુષ્ય રહે છે. છે મનુષ્ય, પરંતુ એકબીજા માં જાનવરો ની જેમ લડતાં-ઝઘડતાં રહે છે. ઘર-ઘર માં ઝઘડા લાગેલાં છે. વિષય સાગર માં જ બધા પડ્યાં છે, આ આખી દુનિયા ખુબ ભારે વિષ નો સાગર છે, જેમાં મનુષ્ય ગોતા ખાઇ રહ્યાં છે. આને જ પતિત ભ્રષ્ટાચારી દુનિયા કહેવાય છે. હમણાં તમે કાંટા થી ફૂલ બની રહ્યાં છો. બાપ ને બાગવાન પણ કહેવાય છે. બાપ બેસી સમજાવે છે - ગીતા માં છે જ્ઞાન ની વાતો અને પછી મનુષ્યો ની ચલન કેવી છે, તે ભાગવત્ માં વર્ણન છે. શું-શું વાતો લખી દીધી છે. સતયુગ માં એવું થોડી કહેશે. સતયુગ તો છે જ ફૂલો નો બગીચો. હમણાં તમે ફૂલ બની રહ્યાં છો. ફૂલ બનીને પછી કાંટા બની જાઓ છો. આજે ખૂબ સારું ચાલે પછી માયા નાં તોફાન આવી જાય છે. બેઠાં-બેઠાં માયા શું હાલ કરી દે છે. બાપ કહેતાં રહે છે હું તમને વિશ્વનાં માલિક બનાવું છું. ભારતવાસીઓ ને કહે છે તમે વિશ્વ નાં માલિક હતાં. કાલ ની વાત છે. લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. હીરા-ઝવેરાતો નાં મહેલ હતાં. એને કહેવાય જ છે ઈશ્વર નો બગીચો. જંગલ અહીં છે, પછી બગીચો પણ અહીંયા હશે ને! ભારત સ્વર્ગ હતું, એમાં ફૂલ જ ફૂલ હતાં. બાપ જ ફૂલો નો બગીચો બનાવે છે, ફૂલ બનતાં-બનતાં પછી સંગદોષ માં આવી ને ખરાબ થઈ જાય છે. બસ, બાબા અમે તો લગ્ન કરીએ છીએ. માયા નો ભપકો જુએ છે ને. અહીં તો છે બિલકુલ શાંતિ. આ દુનિયા આખી છે જંગલ. જંગલ ને જરુર આગ લાગશે. તો જંગલ માં રહેવા વાળા પણ ખતમ થશે ને? એ જ આગ લાગવાની છે જે ૫ હજાર વર્ષ પહેલાં લાગી હતી, જેનું નામ મહાભારત લડાઈ રાખ્યું છે. ઓટોમેટીક બોમ્બ્સ ની લડાઈ તો પહેલા યાદવો ની જ લાગે છે. તે પણ ગાયન છે. સાયન્સ થી મિસાઈલ્સ બનાવ્યા છે. શાસ્ત્રો માં તો ખૂબ વાર્તાઓ છે. બાપ બાળકો ને સમજાવે છે - એમ કોઈ પેટ થી થોડી મૂસળ વગેરે નીકળી શકે. હમણાં તમે જુઓ છો સાયન્સ દ્વારા કેટલાં બોમ્બ્સ વગેરે બનાવે છે. ફક્ત ૨ બોમ્બ જ લગાવ્યાં તો કેટલા શહેર ખતમ થઈ ગયાં. કેટલા મનુષ્ય મર્યા. લાખો મર્યા હશે. હવે આ આટલાં મોટા જંગલ માં કરોડો મનુષ્ય રહે છે, એમને આગ લાગવાની છે.

શિવબાબા સમજાવે છે, બાપ તો છતાં પણ રહેમદિલ છે. બાપ ને તો સૌનું કલ્યાણ કરવાનું છે. તો પણ જશે ક્યાં! જોશે બરોબર આગ લાગી છે તો પછી પણ બાપ ની શરણ લેશે. બાપ છે સર્વ નાં સદ્દગતિ દાતા, પુનર્જન્મ રહિત. એમને પછી સર્વવ્યાપી કહી દે. હમણાં તમે છો સંગમયુગી. તમારી બુદ્ધિમાં બધું જ્ઞાન છે. મિત્ર-સંબંધીઓ વગેરે નાં સાથે પણ સંબંધ નિભાવવાનો છે. એમનામાં છે આસુરી ગુણ, તમારામાં છે દૈવી ગુણ. તમારું કામ છે બીજાઓ ને પણ આ જ શિખવાડવું. મંત્ર આપતાં રહો. પ્રદર્શન દ્વારા તમે કેટલું સમજાવો છો. ભારતવાસીઓનાં ૮૪ જન્મ પૂરા થયાં છે. હવે બાપ આવ્યાં છે - મનુષ્ય થી દેવતા બનાવવાં અર્થાત્ નર્કવાસી મનુષ્યો ને સ્વર્ગવાસી બનાવે છે. દેવતા સ્વર્ગ માં રહે છે. હમણાં પોતાને આસુરી ગુણો થી નફરત આવે છે. પોતાને જોવાય છે, અમે દૈવીગુણો વાળા બન્યાં છીએ? અમારામાં કોઈ અવગુણ તો નથી? મન્સા-વાચા-કર્મણા અમે કોઈ એવાં કર્મ તો નથી કર્યા જે આસુરી કામ હોય? અમે કાંટા ને ફૂલ બનાવવાનો ધંધો કરીએ છે કે નહીં? બાબા છે બાગવાન અને તમે બ્રહ્માકુમાર-કુમારીઓ છો માળી. અલગ-અલગ માળી પણ હોય છે. કોઈ તો અનાડી છે જે કોઈ ને આપ સમાન બનાવી નથી શકતાં. પ્રદર્શન માં બાગવાન તો નહીં જશે. માળી જશે. આ માળી પણ શિવબાબા ની સાથે છે, એટલે આ પણ જઈ નથી શકતાં. તમે માળી જાઓ છો સર્વિસ કરવા માટે. સારા-સારા માળી ને જ બોલાવે છે. બાબા પણ કહે છે અનાડી ને ન બોલાવો. બાબા નામ નથી બતાવતાં. થર્ડ ક્લાસ માળી પણ છે ને? બાગવાન પ્રેમ એમને કરશે જે સારા-સારા ફૂલ બનાવીને દેખાડશે. એનાં પર ભગવાન ખુશ પણ થશે. મુખ થી હંમેશા રત્ન નીકળતાં રહે છે. કોઈ રત્ન નાં બદલે પથ્થર નીકળશે તો બાબા શું કહેશે! શિવ પર અક નાં ફૂલ પણ ચઢે છે ને! તો કોઈ એવાં પણ ચઢે છે ને! ચલન તો જુઓ કેવી છે. કાંટા પણ ચઢે છે, ચઢીને પછી જંગલ માં ચાલ્યાં જાય છે. સતોપ્રધાન બનવાનાં બદલે વધારે જ તમોપ્રધાન બનતાં જાય છે. એમની પછી શું ગતિ થાય છે!

બાપ કહે છે - હું એક તો નિષ્કામી છું અને બીજું પર-ઉપકારી છું. પર-ઉપકાર કરું છું ભારત વાસીઓ પર, જે મારી ગ્લાનિ કરે છે. બાપ કહે છે - હું આ સમયે જ આવીને સ્વર્ગ ની સ્થાપના કરું છું. કોઇ ને કહો સ્વર્ગ ચાલો. તો કહે સ્વર્ગ માં તો અમે અહીં છીએ ને? અરે સ્વર્ગ હોય છે સતયુગ માં. કળિયુગ માં પછી સ્વર્ગ ક્યાંથી આવ્યું. કળિયુગ ને કહેવાય જ છે નર્ક. જૂની તમોપ્રધાન દુનિયા છે. મનુષ્યો ને ખબર જ નથી કે સ્વર્ગ ક્યાં હોય છે. સ્વર્ગ આકાશ માં સમજે છે. દેલવાડા મંદિર માં પણ સ્વર્ગ ઉપર દેખાડયું છે. નીચે તપસ્યા કરી રહ્યાં છે. તો મનુષ્ય પણ એટલે કહી દે - ફલાણા સ્વર્ગ પધાર્યા. સ્વર્ગ ક્યાં છે? બધાં માટે કહી દે છે સ્વર્ગવાસી થયાં. આ છે જ વિષય સાગર. ક્ષીર સાગર વિષ્ણુપુરી ને કહેવાય છે. એમણે પછી પૂજા માટે એક મોટું તળાવ બનાવ્યું છે. એમાં વિષ્ણુ ને બેસાડ્યાં છે. હમણાં તમે બાળકો સ્વર્ગ માં જવાની તૈયારી કરી રહ્યાં છો. જ્યાં દૂધ ની નદીઓ હશે. હમણાં તમે બાળકો ફૂલ બનતા જાઓ. એવી કોઈ ચલન ક્યારેય ન ચાલવી જે કોઈ કહે, આ તો કાંટા છે. હંમેશા ફૂલ બનવાનાં માટે પુરુષાર્થ કરતાં રહો. માયા કાંટા બનાવી દે છે, એટલે પોતાની ખુબ-ખૂબ સંભાળ કરવાની છે.

બાપ કહે છે - ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં કમળફૂલ સમાન પવિત્ર બનવાનું છે. બાગવાન બાબા કાંટા થી ફૂલ બનાવવા આવ્યાં છે. જોવાનું છે અમે ફૂલ બન્યાં છીએ. ફૂલો ને જ સર્વિસ માટે જ્યાં-ત્યાં બોલાવે છે. બાબા ગુલાબ નું ફૂલ મોકલો. દેખાઈ તો આવે છે ને - કોણ, કયું ફૂલ છે? બાપ કહે છે - હું આવું જ છું તમને રાજયોગ શીખવાડવાં. આ છે જ સત્ય નારાયણ ની કથા. સત્ય પ્રજા ની નથી. રાજા-રાણી બનશે તો પ્રજા પણ સમજદાર બનશે. હમણાં તમે સમજો છો રાજા-રાણી તથા પ્રજા કેવી રીતે નંબરવાર બને છે? ગરીબ જેમનાં પાસે બે-પાંચ રુપિયા પણ નથી બચતા, તે શું આપશે. એમને પણ એટલું મળે છે, જેટલું હજાર આપવા વાળાને મળે છે. સૌથી વધારે ભારત ગરીબ છે. કોઈને પણ યાદ નથી કે અમે ભારતવાસી સ્વર્ગવાસી હતાં. દેવતાઓની મહિમા પણ ગાય છે પરંતુ સમજી નથી શકતાં. જેમ દેડકા ટ્રો-ટ્રો કરે છે. બુલબુલ અવાજ કેટલો મીઠો કરે છે, અર્થ કાંઈ નથી. આજકાલ ગીતા સંભળાવવા વાળા કેટલાં છે. માતાઓ પણ નીકળી છે. ગીતા થી કયો ધર્મ સ્થાપન થયો? આ કાંઈ પણ નથી જાણતાં. થોડી રિદ્ધિ-સિદ્ધિ કોઈએ દેખાડી તો બસ, સમજશે આ ભગવાન છે. ગાય છે પતિત-પાવન. તો પતિત છે ને? બાપ કહે છે - વિકાર માં જવું આ નંબરવન પતિતપણું છે. આ આખી દુનિયા પતિત છે. બધા પોકારે છે - હે પતિત-પાવન આવો. હવે એમને આવવાનું છે કે ગંગા સ્નાન કરવાથી પાવન બનવાનું છે? બાપ ને મનુષ્ય થી દેવતા બનાવવા માટે કેટલી મહેનત કરવી પડે છે. બાપ કહે છે મને યાદ કરો તો તમે કાંટા થી ફૂલ બની જશો. મુખ થી ક્યારેય પથ્થર નહીં કાઢો. ફૂલ બનો. આ પણ ભણતર છે ને. ચાલતાં-ચાલતાં ગ્રહચારી બેસી જાય છે તો ફેલ (નાપાસ) થઈ જાય છે. હોપફુલ (આશાવાદી) થી હોપલેસ (નિરાશાવાદી) થઈ જાય છે. પછી કહે છે અમે બાબા ની પાસે જઈએ. ઇન્દ્ર ની સભા માં ગંદા થોડી આવી શકે છે. આ ઇન્દ્રસભા છે ને! બ્રાહ્મણી જે લઈ આવે છે એનાં પર પણ ખૂબ જવાબદારી છે. વિકાર માં ગયાં તો બ્રાહ્મણી પર પણ બોજ પડશે, એટલે સંભાળીને કોઇને લઇ આવવાં જોઈએ. આગળ ચાલી તમે જોશો સાધુ-સંત વગેરે બધાં લાઈન માં ઉભાં રહી જશે. ભીષ્મ પિતામહ વગેરે નું નામ તો છે ને. બાળકોની ખૂબ વિશાળ બુદ્ધિ હોવી જોઈએ. તમે કોઈને પણ બતાવી શકો છો - ભારત ફૂલો નો બગીચો હતો. દેવી-દેવતાઓ રહેતા હતાં. હમણાં તો કાંટા બની ગયાં છે. તમારા માં ૫ વિકાર છે ને? રાવણ રાજ્ય એટલે જ જંગલ. બાપ આવીને કાંટા ને ફૂલ બનાવે છે. વિચાર કરવો જોઈએ - હમણાં અમે ગુલાબ નાં ફૂલ ન બન્યાં તો જન્મ-જન્માન્તર અક નાં ફૂલ જ બનીશું. દરેકે પોતાનું કલ્યાણ કરવાનું છે. શિવબાબા પર થોડી મહેરબાની કરે છે. મહેરબાની તો પોતાનાં પર કરવાની છે. હવે શ્રીમત પર ચાલવાનું છે. બગીચા માં કોઈ જશે તો સુગંધિત ફૂલો ને જ જોશે. અક ને થોડી જોશે. ફૂલો નો શો (સજાવટ) હોય છે ને. આ પણ ફૂલો નો શો છે. ખુબ ભારે ઈનામ મળે છે. ખૂબ ફર્સ્ટ ક્લાસ ફૂલ બનવાનું છે. ખૂબ મીઠી ચલન જોઇએ. ક્રોધી સાથે ખુબ જ નમ્ર થઈ જવું જોઈએ. આપણે શ્રીમત પર પવિત્ર બની પવિત્ર દુનિયા સ્વર્ગ નાં માલિક બનવા ઈચ્છીએ છીએ. યુક્તિઓ તો ખૂબ હોય છે ને. માતાઓમાં ત્રિયા-ચરિત્ર ખૂબ હોય છે. ચતુરાઇ થી પવિત્રતા માં રહેવા માટે પુરુષાર્થ કરવાનો છે. તમે કહી શકો છો કે ભગવાનુવાચ કામ મહાશત્રુ છે, પવિત્ર બનો તો સતોપ્રધાન બની જશો. તો શું અમે ભગવાન નું ન માનીએ! યુક્તિ થી પોતાને બચાવવા જોઈએ. વિશ્વ નાં માલિક બનવા માટે થોડું સહન કર્યું તો શું થયું. પોતાનાં માટે તમે કરો છો ને. તે રાજાઈ માટે લડે છે તમે પોતાનાં માટે બધું કરો છો. પુરુષાર્થ કરવો જોઈએ. બાપ ને ભૂલી જવાથી જ પડો છો. પછી શરમ આવે છે, દેવતા કેવી રીતે બનશું? અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. માયા ની ગ્રહચારી થી બચવા માટે મુખ થી સદૈવ જ્ઞાન-રત્ન નીકાળવાનાં છે. સંગદોષ થી પોતાની સંભાળ રાખવાની છે.

2. સુગંધિત ફૂલ બનવા માટે અવગુણો ને કાઢતા જવાનું છે. શ્રીમત પર ખુબ-ખુબ નમ્ર બનવાનું છે. કામ મહાશત્રુ થી ક્યારેય પણ હાર નથી ખાવાની. યુક્તિ થી સ્વયં ને બચાવવાનાં છે.

વરદાન :-
શક્તિઓની કરામત નાં બદલે કર્તવ્ય સમજી પ્રયોગ કરવા વાળા પૂજન કે ગાયન યોગ્ય ભવ

યોગ દ્વારા જે શક્તિઓ ની પ્રાપ્તિ થાય છે એને કરામત સમજી પ્રયોગ નહીં કરતાં પરંતુ કર્તવ્ય સમજીને કાર્ય માં લગાવજો. તે મનુષ્યો ની પાસે રિદ્ધિ-સિદ્ધિ ની કરામત હોય છે પરંતુ તમારી પાસે છે શ્રીમત. શ્રીમત થી શક્તિઓ જરુર આવે છે એટલે સંકલ્પ થી કર્તવ્ય સિદ્ધ થાય છે. સંકલ્પ થી કોઈને કાર્ય ની પ્રેરણા આપી શકો છો, આ પણ શક્તિ છે પરંતુ શ્રીમત માં જ્યારે પોતાની મનમત મિક્સ ન થાય ત્યારે ગાયન અને પૂજન યોગ્ય બનશો.

સ્લોગન :-
કોઈ પણ પ્રકાર ની હલચલ માં દિલશિકસ્ત થવાને બદલે મોટાં દિલ વાળા બનો.

અવ્યક્ત ઈશારા - મહાન બનવા માટે મધુરતા અને નમ્રતા નો ગુણ ધારણ કરો

જે સરળચિત્ત છે તે જ મધુરતા નાં ગુણ સંપન્ન છે, તે જ સદા હર્ષિત રહે છે. હર્ષિતચિત્ત છે તો બધાને આકર્ષિત કરે છે. હર્ષિત નો અર્થ જ છે અતીન્દ્રિય સુખ માં ઝૂમવું. જ્ઞાન નું સિમરણ કરતાં, અવ્યકત સ્થિતિ નો અનુભવ કરતાં, અતીન્દ્રિય સુખ માં ઝૂમવું, આને કહેવાય છે હર્ષિત. એવાં જે હર્ષિત રહે છે તે જ આકર્ષિત કરે છે.