27-06-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારે શરીર થી અલગ થઈને બાપ ની પાસે જવાનું છે , તમે શરીર ને સાથે નહીં લઈ જશો , એટલે શરીર ને ભૂલી આત્માને જુઓ”

પ્રશ્ન :-
આપ બાળકો પોતાનાં આયુષ્ય ને યોગબળ થી વધારવાનો પુરુષાર્થ કેમ કરો છો?

ઉત્તર :-
કારણ કે તમને દિલ (મન) થાય છે કે અમે બાપ દ્વારા બધું આ જન્મ માં જાણી જઈએ. બાપ દ્વારા બધું સાંભળી લઈએ, એટલે તમે યોગબળ થી પોતાનાં આયુષ્ય ને વધારવાનો પુરુષાર્થ કરો છો. હમણાં જ તમને બાપ પાસે થી પ્રેમ મળે છે. આવો પ્રેમ પછી આખા કલ્પ માં નથી મળી શકતો. બાકી જે શરીર છોડીને ચાલ્યા ગયા, એમના માટે કહેવાશે ડ્રામા. એમનો એટલો જ પાર્ટ હતો.

ઓમ શાંતિ!
બાળકો જન્મ-જન્માંતર બીજા સત્સંગો માં ગયા છે અને અહીં પણ આવ્યા છે. હકીકત માં આને પણ સત્સંગ કહેવાય છે. સત્ નો સંગ તારે. બાળકો નાં દિલમાં આવે છે-અમે પહેલાં ભક્તિમાર્ગ નાં સત્સંગો માં જતા હતાં અને હવે અહીં બેઠાં છીએ. રાત-દિવસ નો ફરક ભાસે છે. અહીં પહેલાં-પહેલાં તો બાપ નો પ્રેમ મળે છે. પછી બાપ ને બાળકોનો પ્રેમ મળે છે. હવે આ જન્મ માં તમારો ચેન્જ થઈ રહ્યો છે. આપ બાળકો સમજી ગયા છો અમે આત્મા છીએ, ન કે શરીર. શરીર નહીં કહેશે કે મારો આત્મા. આત્મા કહી શકે છે, મારું શરીર. હવે બાળકો સમજે છે-જન્મ-જન્માંતર તો તે સાધુ, સંત, મહાત્મા વગેરે કરતા આવ્યાં. આજકાલ પછી ફેશન થઈ ગઈ છે - સાંઈ બાબા, મેહર બાબા… તે પણ બધાં શરીરધારી થઈ ગયાં. શારીરિક પ્રેમ માં સુખ તો હોતું જ નથી. હમણાં આપ બાળકોનો છે રુહાની પ્રેમ. રાત-દિવસ નો ફરક છે. અહીં તમને સમજ મળે છે, ત્યાં તો બિલકુલ બેસમજ છે. તમે હવે સમજો છો, બાબા આવીને આપણને ભણાવે છે. એ બધાનાં બાપ છે. પુરુષ તથા સ્ત્રી બધાં પોતાને આત્મા સમજે છે. બાબા બોલાવે પણ છે-હે બાળકો. બાળકો પણ રિસ્પોન્સ કરશે. આ છે બાપ અને બાળકો નો મેળો. બાળકો જાણે છે આ બાપ અને બાળકો નો, આત્મા અને પરમાત્મા નો મેળો એક જ વાર થાય છે. બાળકો બાબા-બાબા કહેતા રહેશે. ‘બાબા’ શબ્દ ખૂબ મીઠો છે. બાબા કહેવાથી જ વારસો યાદ આવશે. તમે નાના તો નથી. બાપ ની સમજ બાળકોને જલ્દી પડે છે. બાબા પાસેથી શું વારસો મળે છે. તે નાનું બાળક તો સમજી ન શકે. અહીં તમે જાણો છો કે આપણે બાબા ની પાસે આવ્યા છીએ, બાબા કહે છે હે બાળકો, તો આમાં બધાં બાળકો આવી ગયાં. સર્વ આત્માઓ ઘરે થી અહીં આવે છે પાર્ટ ભજવવાં. કોણ ક્યારે પાર્ટ ભજવવા આવે છે, આ પણ બુદ્ધિ માં છે. બધાનાં સેક્શન અલગ-અલગ છે, જ્યાંથી આવે છે. પછી અંત માં બધાં પોત-પોતાનાં સેક્શન માં જાય છે. આ પણ બધી ડ્રામામાં નોંધ છે. બાપ કોઈને મોકલતા નથી. ઓટોમેટિકલી આ ડ્રામા બનેલો છે. દરેક પોત-પોતાનાં ધર્મ માં આવતા રહે છે. બુદ્ધ નો ધર્મ સ્થાપન થયો નથી તો કોઈ એ ધર્મ નો આવશે નહીં. પહેલાં-પહેલાં સૂર્યવંશી-ચંદ્રવંશી જ આવે છે. જે બાપ પાસે થી સારી રીતે ભણે છે, એ જ નંબરવાર સૂર્યવંશી, ચંદ્રવંશી માં શરીર લે છે. ત્યાં વિકાર ની તો વાત નથી. યોગબળ થી આત્મા આવીને ગર્ભ માં પ્રવેશ કરશે. એનાથી સમજશે કે મારો આત્મા આ શરીર માં જઈને પ્રવેશ કરશે. વૃદ્ધો સમજે છે - મારો આત્મા યોગબળ થી જઈને આ શરીર લેશે. મારો આત્મા હવે પુનર્જન્મ લે છે. એ બાપ પણ સમજે છે - અમારી પાસે બાળક આવ્યું છે. બાળક નો આત્મા આવી રહ્યો છે, જેનો સાક્ષાત્કાર થાય છે. તે પોતાનાં માટે સમજે છે અમે જઈને બીજા શરીર માં પ્રવેશ કરીએ છીએ. આ પણ વિચાર ઉઠે છે ને? જરુર ત્યાંનો કાયદો હશે. બાળક કઈ આયુ માં આવશે, ત્યાં તો બધું નિયમિત ચાલે છે ને? તે તો આગળ ચાલી મહેસુસ થશે. બધી ખબર પડશે, એવું તો નથી ૧૫-૨૦ વર્ષમાં કોઈ બાળક થશે, જેવી રીતે અહીં થાય છે. ના, ત્યાં આયુષ્ય ૧૫૦ વર્ષ નું હોય છે, તો બાળક ત્યારે આવશે જ્યારે અડધી લાઈફ થી થોડા આગળ હશે. એ સમયે બાળક આવે છે કારણ કે ત્યાં આયુષ્ય લાંબુ હોય છે, એક જ તો બાળક આવવાનું હોય છે. પછી બાળકી પણ આવવાની છે, કાયદો હશે. પહેલાં બાળક નો પછી બાળકી નો આત્મા આવે છે. વિવેક (બુદ્ધિ) કહે છે પહેલાં બાળક આવવું જોઈએ. પહેલાં પુરુષ, પછી સ્ત્રી. ૮-૧૦ વર્ષ પછી આવશે. આગળ ચાલી આપ બાળકોને બધાં સાક્ષાત્કાર થવાનાં છે. કેવાં ત્યાંના રસમ-રિવાજ છે, આ બધી વાતો નવી દુનિયાની બાપ સમજાવે છે. બાપ જ નવી દુનિયા સ્થાપન કરવા વાળા છે. રસમ-રિવાજ પણ જરુર સંભળાવતા જશે. આગળ ચાલી ખૂબ સંભળાવશે અને ત્યારે સાક્ષાત્કાર થતા રહેશે. બાળક નો કેવી રીતે જન્મ થશે? કોઈ નવી વાત નથી.

તમે તો એવી જગ્યાએ જાઓ છો જ્યાં કલ્પ-કલ્પ જવું જ પડે છે. વૈકુંઠ તો હવે નજીક આવી ગયું છે. હવે તો બિલકુલ નજીક જ આવીને પહોંચ્યા છો. દરેક વાત તમને નજીક દેખાશે, જેટલા તમે જ્ઞાન-યોગ માં મજબૂત થતા જશો. અનેકવાર તમે પાર્ટ ભજવ્યો છે. હમણાં તમને સમજ મળે છે, તે જ તમે સાથે લઈ જશો. ત્યાંના શું રસમ-રિવાજ હશે, બધું જાણી જશો. શરુ માં તમને બધાં સાક્ષાત્કાર થયા છે. તે સમયે તો હજી તમે અલ્ફ-બે ભણતા હતાં. પછી અંત માં પણ જરુર તમને સાક્ષાત્કાર થવા જોઈએ. તે બાપ બેસી સંભળાવે છે, તે બધું જોવાની ઈચ્છા તમને અહીં હશે. સમજશો, ક્યાંક શરીર ન છૂટી જાય, બધું જોઈને જઈએ. આમાં આયુષ્ય વધારવા માટે જોઈએ યોગબળ. જે બાપ પાસે થી બધું સાંભળે, બધું જુએ. જે પહેલાં થી ગયા એમનું ચિંતન ન કરવું જોઈએ. તે તો ડ્રામા નો પાર્ટ છે. તકદીર માં નહોતું-વધારે બાપ પાસે થી પ્રેમ લેવાનું કારણ કે જેટલા-જેટલા તમે સર્વિસેબલ બનો છો, તો બાપ ને ખૂબ-ખૂબ પ્રિય લાગો છો. જેટલી સર્વિસ કરો છો, જેટલા બાપ ને યાદ કરો છો તો તે યાદ જામતી રહેશે. તમને ખૂબ મજા આવશે. હમણાં તમે બનો છો ઈશ્વરીય સંતાન. બાપ કહે છે આપ આત્માઓ મારી પાસે હતાં ને? ભક્તિમાર્ગ માં મુક્તિ માટે ખૂબ પરિશ્રમ કરે છે. જીવનમુક્તિ ને તો જાણતા નથી. આ ખૂબ લવલી જ્ઞાન છે. ખૂબ પ્રેમ રહે છે. બાપ, બાપ પણ છે, ટીચર પણ છે, સદ્દગુરુ પણ છે. સાચાં-સાચાં સુપ્રીમ બાબા છે જે આપણને ૨૧ જન્મો માટે સુખધામ માં લઈ જાય છે. આત્મા જ દુઃખી થાય છે. દુઃખ-સુખ આત્મા જ મહેસૂસ કરે છે. કહેવાય પણ છે પાપ આત્મા, પુણ્ય આત્મા. હમણાં બાપ આવ્યા છે આપણને બધાં દુઃખો થી છોડાવવા. હવે આપ બાળકોએ બેહદમાં જવાનું છે. બધાં સુખી થઈ જશે. આખી દુનિયા જ સુખી થઈ જશે. ડ્રામા માં પાર્ટ છે, એને પણ તમે સમજી ગયા છો. તમે કેટલાં ખુશી માં રહો છો. બાબા આવ્યા છે આપણને સ્વર્ગમાં લઈ જવા માટે. આપણને સર્વ આત્માઓને સ્વર્ગમાં લઈ જશે. બાપ ધૈર્ય આપે છે - મીઠાં-મીઠાં બાળકો, હું તમને બધાં દુઃખો થી દૂર કરવા આવ્યો છું. તો આવાં બાપ સાથે કેટલો પ્રેમ હોવો જોઈએ? બધાં સંબંધોએ તમને દુઃખ આપ્યું છે. આ છે જ દુઃખદાઈ સંતાન. તમે દુઃખી થતાં, દુઃખની જ વાતો સંભળાવતા આવ્યા છો. હવે બાપ બધી વાતો સમજાવી રહ્યા છે. અનેક વાર સમજાવ્યું છે અને ચક્રવર્તી રાજા બનાવ્યા છે. તો જે બાપ આપણને આવાં સ્વર્ગ નાં માલિક બનાવે છે, એમનાં પર કેટલો પ્રેમ હોવો જોઈએ? એક બાપ ને જ તમે યાદ કરો છો. બાપ સિવાય બીજા કોઈ સાથે સંબંધ નથી. આત્માને જ સમજાવાય છે. આપણે સુપ્રીમ બાપ નાં બાળકો છીએ. હવે જેવી રીતે આપણને રસ્તો મળ્યો છે, પછી બીજાઓને પણ સુખ નો રસ્તો બતાવવાનો છે. તમને ફક્ત અડધાકલ્પ માટે જ નહીં, પોણો કલ્પ સુખ મળે છે. તમારા પર પણ ઘણાં કુરબાન જાય છે કારણ કે તમે બાપ નો સંદેશ બતાવી બધાં દુઃખ દૂર કરી દો છો.

તમે સમજો છો આમને પણ (બ્રહ્માને પણ) આ નોલેજ સુપ્રીમ બાપ પાસે થી મળે છે. આ પછી આપણને સંદેશ આપે છે. આપણે પછી બીજાઓને સંદેશ આપીશું. બાપ નો પરિચય આપતા બધાં બાળકોને જગાડતા રહીએ છીએ, અજ્ઞાન નિદ્રા થી. ભક્તિને અજ્ઞાન કહેવાય છે. જ્ઞાન અને ભક્તિ અલગ-અલગ છે. જ્ઞાનસાગર બાપ હવે આપ બાળકોને જ્ઞાન શીખવાડી રહ્યા છે. તમારા દિલમાં આવે છે, બાબા દર ૫ હજાર વર્ષ પછી આવીને આપણને જગાડે છે. આપણો જે દીવો છે, એમાં ઘૃત બાકી થોડું જઈને રહે છે એટલે હવે પછી જ્ઞાન ઘૃત નાખી દીપ જગાવે છે. જ્યારે બાપ ને યાદ કરો છો તો આત્મા રુપી દીપ પ્રજ્જવલિત થાય છે. આત્મામાં જે કાટ ચઢેલો છે તે ઉતરશે બાપ ની યાદ થી, આમાં જ માયા ની લડાઈ ચાલે છે. માયા ઘડી-ઘડી ભૂલાવી દે છે અને કાટ ઉતારવા ને બદલે ચઢતો જાય છે. ઉલ્ટું જેટલો ઉતર્યો હતો, એનાં કરતાં પણ વધારે ચઢી જાય છે. બાપ કહે છે - બાળકો, મને યાદ કરો તો કાટ ઉતરી જશે. આમાં મહેનત છે. શરીર ની કશિશ ન થાય. દેહી-અભિમાની બનો. આપણે આત્મા છીએ, બાબા ની પાસે શરીર સહિત તો જઈ નહીં શકો. શરીર થી અલગ થઈને જ જવાનું છે. આત્માને જોવાથી કાટ ઉતરશે, શરીરને જોવાથી કાટ ચઢે છે. ક્યારેક ચઢે, ક્યારેક ઉતરે-આ ચાલતું રહે છે. ક્યારેક નીચે, ક્યારેક ઉપર-ખૂબ નાજુક રસ્તો છે. આ થતા-થતા અંત માં કર્માતીત અવસ્થા મેળવો છો (બને છે). મુખ્ય દરેક વાત માં આંખો જ દગો આપે છે, એટલે શરીર ને ન જુઓ. આપણી બુદ્ધિ શાંતિધામ-સુખધામ માં લટકેલી છે અને દૈવી ગુણ પણ ધારણ કરવાનાં છે. ભોજન પણ શુદ્ધ ખાવાનું છે. દેવતાઓનું પવિત્ર ભોજન છે. વૈષ્ણવ શબ્દ વિષ્ણુ થી નીકળ્યો છે. દેવતા ક્યારેય ગંદી વસ્તુ થોડી ખાતા હશે? વિષ્ણુ નું મંદિર છે, જેમને નર-નારાયણ પણ કહે છે. હવે લક્ષ્મી-નારાયણ તો સાકારી થયાં. એમને ૪ ભુજા હોવી ન જોઈએ. પરંતુ ભક્તિમાર્ગ માં એમને પણ ૪ ભુજા આપી છે. આને કહેવાય છે બેહદ નું અજ્ઞાન. સમજતા નથી કે ૪ ભુજાવાળા કોઈ મનુષ્ય તો હોઈ ન શકે. સતયુગ માં ૨ ભુજાવાળા હોય છે. બ્રહ્મા ને પણ ૨ ભુજાઓ છે. બ્રહ્મા ની દિકરી સરસ્વતી, એમને પછી મિલાવી ને ૪ ભુજા આપી છે. હવે સરસ્વતી કોઈ બ્રહ્મા ની સ્ત્રી નથી, એ તો પ્રજાપિતા બ્રહ્મા ની દિકરી છે. જેટલા બાળકો એડોપ્ટ થતા જાય છે, એટલી એમની ભુજાઓ વધતી જાય છે. બ્રહ્માની જ ૧૦૮ ભુજાઓ કહે છે. વિષ્ણુ અથવા શંકર ની નહીં કહેવાશે. બ્રહ્મા ની ભુજાઓ ખૂબ છે. ભક્તિમાર્ગ માં તો કંઈ સમજ નથી. બાપ આવીને બાળકોને સમજાવે છે, તમે કહો છો બાબાએ આવીને આપણને સમજદાર બનાવ્યા છે. મનુષ્ય કહે છે અમે શિવ નાં ભક્ત છીએ. સારું, તમે શિવ ને શું સમજો છો? હવે તમે સમજો છો શિવબાબા સર્વ આત્માઓનાં બાપ છે, એટલે એમની પૂજા કરે છે. મુખ્ય વાત બાપ કહે છે-મામેકમ્ યાદ કરો. તમે બોલાવ્યા પણ છે-હે પતિત-પાવન, આવીને અમને પાવન બનાવો. બધાં પોકારતા જ રહે છે - પતિત-પાવન સીતારામ. આ પણ ગાતા રહેતા હતાં. બાબા ને થોડી ખબર હતી કે બાપ સ્વયં આવીને મારા માં પ્રવેશ કરશે? કેટલું વંડર છે? ક્યારેય વિચારમાં પણ નહોતું. પહેલાં તો આશ્ચર્ય થતું હતું આ શું થાય છે! હું કોઈને જોઉં છું તો બેઠા-બેઠા એમને કશિશ થાય છે. આ શું થાય છે? શિવબાબા કશિશ કરતા હતાં. સામે બેસો, ધ્યાન માં ચાલ્યા જતા હતાં. આશ્ચર્ય માં પડી ગયા, આ શું છે! આ વાતો ને સમજવા માટે પછી એકાંત જોઈએ. ત્યારે વૈરાગ આવવા લાગ્યો - ક્યાં જાઉં? સારું, બનારસ જાઉં છું. આ એમની કશિશ હતી, જે આમને પણ કરાવતા હતાં, આટલો મોટો કારોબાર બધું છોડીને ગયાં. આ બિચારાઓને શું ખબર કે બનારસ માં કેમ જાય છે? પછી ત્યાં બગીચામાં જઈને રહ્યાં. ત્યાં પેન્સિલ હાથ માં ઉઠાવીને દિવારો પર ચક્ર બનાવતા હતાં. બાબા શું કરાવતા હતાં, કંઈ ખબર નહોતી પડતી. રાત્રે ઊંઘ આવી જતી હતી. સમજતા હતાં ક્યાંક ઉડી ગયો છું? પછી જાણે કે નીચે આવી જતા હતાં. કંઈ ખબર નથી શું થઈ રહ્યું છે? શરુ માં કેટલાં સાક્ષાત્કાર થતા હતાં? બાળકીઓ બેઠાં-બેઠાં ધ્યાનમાં ચાલી જતી હતી. તમે ઘણું બધું જોયું છે. તમે કહેશો જે અમે જોયું તે તમે નથી જોયું. પછી અંત માં પણ બાબા ખૂબ સાક્ષાત્કાર કરાવશે કારણ કે નજીક થતા જશો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ નો સંદેશ સંભળાવીને બધાનાં દુઃખ દૂર કરવાનાં છે. બધાને સુખ નો રસ્તો બતાવવાનો છે. હદોથી નીકળી બેહદ માં જવાનું છે.

2. અંત નાં બધાં સાક્ષાત્કાર કરવા માટે તથા બાપ નાં પ્રેમ ની પાલના લેવા માટે જ્ઞાન-યોગ માં મજબૂત બનવાનું છે. બીજાઓનું ચિંતન ન કરી યોગબળ થી પોતાનું આયુષ્ય વધારવાનું છે.

વરદાન :-
અલબેલાપણા તથા અટેન્શન નાં અભિમાન ને છોડી બાપ ની મદદ નાં પાત્ર બનવા વાળા સહજ પુરુષાર્થી ભવ

ઘણાં બાળકો હિંમત રાખવાની બદલે અલબેલાપણા નાં કારણે અભિમાન માં આવી જાય છે કે અમે તો સદા પાત્ર જ છીએ. બાપ અમને મદદ નહીં કરશે તો કોને કરશે? આ અભિમાન નાં કારણે હિંમત ની વિધિ ને ભૂલી જાય છે. ઘણાઓને પછી સ્વયં પર અટેન્શન આપવાનું પણ અભિમાન રહે છે જે મદદ થી વંચિત કરી દે છે. સમજે છે અમે તો ખૂબ યોગ લગાવી લીધો, જ્ઞાની-યોગી તૂ આત્મા બની ગયા, સેવા ની રાજધાની બની ગઈ… આ પ્રકાર નાં અભિમાન ને છોડી હિંમત નાં આધાર પર મદદ નાં પાત્ર બનો તો સહજ પુરુષાર્થી બની જશો.

સ્લોગન :-
જે વેસ્ટ અને નેગેટિવ સંકલ્પ ચાલે છે એને પરિવર્તન કરી વિશ્વ કલ્યાણ નાં કાર્યમાં લગાવો.