27-06-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમારો
સમય ખૂબ વેલ્યુએબલ ( મુલ્યવાન ) છે , એટલે ફાલતુ વાતો માં પોતાનો સમય વ્યર્થ નહીં
કરો ( બગાડો )”
પ્રશ્ન :-
મનુષ્ય થી દેવતા બનવા માટે બાપ ની કઈ શ્રીમત મળેલી છે?
ઉત્તર :-
બાળકો, તમે જ્યારે મનુષ્ય થી દેવતા બનો છો તો કોઈ આસુરી સ્વભાવ ન હોવો જોઈએ. ૨. કોઈ
પર ક્રોધ નથી કરવાનો. ૩. કોઈને પણ દુઃખ નથી આપવાનું. ૪. કોઈ પણ ફાલતુ વાતો કાન થી
નથી સાંભળવાની. બાપ ની શ્રીમત છે હિયર નો ઈવિલ…
ઓમ શાંતિ!
આપ બાળકો નું
બેસવાનું સિમ્પલ (સાધારણ) છે. ક્યાંય પણ બેસી શકો છો. ભલે જંગલ માં બેસો, પહાડ પર
બેસો, ઘર માં બેસો અથવા કુટિયા માં બેસો, ક્યાંય પણ બેસી શકો છો. આમ બેસવા થી આપ
બાળકો ટ્રાન્સફર થાઓ છો. આપ બાળકો જાણો છો હમણાં આપણે મનુષ્ય, ભવિષ્ય માટે દેવતા બની
રહ્યાં છીએ. આપણે કાંટા થી ફૂલ બની રહ્યાં છીએ. બાબા બાગવાન પણ છે, માળી પણ છે. આપણે
બાપ ને યાદ કરવાથી અને ૮૪ નું ચક્ર ફરાવવાથી ટ્રાન્સફર થઈ રહ્યાં છીએ. અહીં બેસો,
ભલે ક્યાંય પણ બેસો તમે ટ્રાન્સફર થતાં-થતાં મનુષ્ય થી દેવતા બનતા જાઓ છો. બુદ્ધિ
માં મુખ્ય-ઉદ્દેશ છે, આપણે આ બની રહ્યાં છીએ. કાંઈ પણ કામ-કાજ કરો, રોટલી બનાવો,
બુદ્ધિ માં ફક્ત બાપ ને યાદ કરો. બાળકો ને આ શ્રીમત મળે છે - હરતાં-ફરતાં બધું જ
કરતા ફક્ત યાદ માં રહો. બાપ ની યાદ થી વારસો પણ યાદ આવે છે, ૮૪ નું ચક્ર પણ યાદ આવે
છે. આમાં બીજી શું તકલીફ છે, કાંઈ પણ નથી. જ્યારે આપણે દેવતા બનીએ છીએ, તો કોઈ આસુરી
સ્વભાવ પણ ન હોવો જોઈએ. કોઈ પર ક્રોધ નથી કરવાનો, કોઈને દુઃખ નથી આપવાનું, કોઈ પણ
ફાલતુ વાતો કાન થી સાંભળવાની નથી. ફક્ત બાપ ને યાદ કરો. બાકી સંસાર ની ઝરમુઈ-ઝઘમુઈ
તો ખૂબ સાંભળી. અડધાકલ્પ થી આ સાંભળતાં-સાંભળતાં તમે નીચે ઉતર્યા છો. હવે બાપ કહે
છે આ ઝરમુઈ-ઝઘમુઈ ન કરો. ફલાણા આવાં છે, આમનાં માં આ છે. કોઈ પણ ફાલતુ વાતો નથી
કરવાની. આ જાણે પોતાનો સમય વ્યર્થ કરવો છે. તમારો સમય ખૂબ વેલ્યુએબલ (મુલ્યવાન) છે.
ભણતર થી જ પોતાનું કલ્યાણ છે, આનાંથી જ પદ મેળવશો. તે ભણતર માં ખૂબ મહેનત કરવી પડે
છે. પરીક્ષા પાસ કરવા વિલાયત માં જાય છે. તમને તો કોઈ તકલીફ નથી આપતાં. બાપ આત્માઓ
ને કહે છે મુજ બાપ ને યાદ કરો, એક-બીજા ને સામે બેસાડે છે, તો પણ બાપ ની યાદ માં રહો.
યાદ માં બેસતાં-બેસતાં તમે કાંટા થી ફૂલ બનો છો. કેટલી સારી યુક્તિ છે, તો બાપ ની
શ્રીમત પર ચાલવું જોઈએ ને? દરેક ની અલગ-અલગ બીમારી હોય છે. તો દરેક બીમારી માટે
સર્જન છે. મોટાં-મોટાં વ્યક્તિઓ નાં ખાસ સર્જન હોય છે ને? તમારા સર્જન કોણ બન્યું
છે? ભગવાન. એ છે અવિનાશી સર્જન. કહે છે હું તમને અડધાકલ્પ માટે નિરોગી બનાવું છું.
ફક્ત મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. તમે ૨૧ જન્મો માટે નિરોગી બની જશો. આ ગાઠ
બાંધી દેવી જોઈએ. યાદ થી જ તમે નિરોગી બની જશો. પછી ૨૧ જન્મ માટે કોઈ પણ રોગ નહીં
થશે. ભલે આત્મા તો અવિનાશી છે, શરીર જ રોગી બને છે. પરંતુ ભોગવે તો આત્મા છે ને?
ત્યાં અડધોકલ્પ તમે ક્યારેય પણ રોગી નહીં બનશો. ફક્ત યાદ માં તત્પર રહો. સર્વિસ (સેવા)
તો બાળકોએ કરવાની જ છે. પ્રદર્શન માં સર્વિસ કરતા-કરતા બાળકો નાં ગળા ઘોટાઈ જાય છે.
ઘણાં બાળકો પછી સમજે છે અમે સર્વિસ કરતા-કરતા ચાલ્યાં જઈશું બાબા ની પાસે. આ પણ ખૂબ
સારી છે, સર્વિસ ની રીત. પ્રદર્શન માં પણ બાળકો ને સમજાવવાનું છે. પ્રદર્શન માં
પહેલાં-પહેલાં આ લક્ષ્મી-નારાયણ નું ચિત્ર દેખાડવું જોઈએ. આ એ વન ચિત્ર છે. ભારત
માં આજ થી ૫ હજાર વર્ષ પહેલાં બરોબર આમનું રાજ્ય હતું. અથાહ ધન હતું.
પવિત્રતા-સુખ-શાંતિ બધું હતું. પરંતુ ભક્તિમાર્ગ માં સતયુગ ને લાખો વર્ષ કહી દીધાં
છે તો કોઈ પણ વાત યાદ કેવી રીતે આવે, આ લક્ષ્મી-નારાયણ નું ફર્સ્ટ ક્લાસ ચિત્ર છે.
સતયુગ માં ૧૨૫૦ વર્ષ આ ડિનાયસ્ટીએ (વંશ) રાજ્ય કર્યુ હતું. પહેલાં તમે પણ નહોતા
જાણતાં. હમણાં બાપે આપ બાળકો ને સ્મૃતિ અપાવી છે કે તમે આખા વિશ્વ પર રાજ્ય કર્યુ
હતું, શું તમે ભૂલી ગયા છો? ૮૪ જન્મ પણ તમે લીધાં છે. તમે જ સૂર્યવંશી હતાં.
પુનર્જન્મ તો લો જ છો. ૮૪ જન્મ તમે કેવી રીતે લીધાં છે, આ ખૂબ જ સિમ્પલ (સહજ) વાત
છે સમજવાની. નીચે ઉતરતા આવ્યાં, હવે ફરી બાપ ચઢતી કળા માં લઈ જાય છે. ગાયન પણ છે
ચઢતી કળા તેરે ભાણે સબકા ભલા. પછી શંખ વગેરે વગાડે છે. હવે આપ બાળકો જાણો છો
હાહાકાર થશે, પાકિસ્તાન માં જુઓ શું થઈ ગયું હતું - બધા નાં મુખ થી આ જ નીકળતું હતું
હે ભગવાન, હાય રામ હવે શું થશે? હવે આ વિનાશ તો ખૂબ મોટો છે, અંત માં પછી જય જયકાર
થવાનો છે. બાપ બાળકો ને સમજાવે છે - આ બેહદ ની દુનિયા નો હવે વિનાશ થવાનો છે. બેહદ
નાં બાપ બેહદ નું જ્ઞાન તમને સંભળાવે છે. હદ ની વાતો હિસ્ટ્રી-જોગ્રોફી તો સાંભળતા
આવ્યાં છો. આ કોઈને પણ ખબર નહોતી કે લક્ષ્મી-નારાયણે રાજ્ય કેવી રીતે કર્યુ. તેમની
હિસ્ટ્રી-જોગ્રોફી કોઈ પણ નથી જાણતાં. તમે સારી રીતે જાણો છો-આટલાં જન્મ રાજ્ય કર્યુ
પછી આ ધર્મ હોય છે, આને કહેવાય છે સ્પ્રિચ્યુઅલ નોલેજ (આધ્યાત્મિક જ્ઞાન), જે
સ્પ્રિચ્યુઅલ ફાધર બાળકો ને આપે છે. ત્યાં તો મનુષ્ય, મનુષ્ય ને ભણાવે છે, અહીં
આપણને આત્માઓ ને પરમાત્મા આપ સમાન બનાવી રહ્યાં છે. શિક્ષક જરુર આપ સમાન બનાવશે.
બાપ કહે છે હું તમને
પોતાનાં કરતાં પણ ઊંચ ડબલ સિરતાજ બનાવું છું. લાઈટ નો તાજ મળે છે યાદ થી, અને ૮૪
નાં ચક્ર ને જાણવા થી તમે ચક્રવર્તી બનો છો, હમણાં આપ બાળકો ને કર્મ-અકર્મ-વિકર્મ
ની ગતિ પણ સમજાવી છે. સતયુગ માં કર્મ, અકર્મ બને છે. રાવણ રાજ્ય માં જ કર્મ, વિકર્મ
બને છે. સીડી ઉતરતા આવે છે, કળા ઓછી થતાં-થતાં ઉતરવાનું જ છે. કેટલાં છી-છી બની જાય
છે. પછી બાપ આવીને ભક્તો ને ફળ આપે છે. દુનિયા માં ભક્ત તો બધા છે. સતયુગ માં ભક્ત
કોઈ હોતાં નથી. ભક્તિ કલ્ટ અહીં છે. ત્યાં તો જ્ઞાન ની પ્રારબ્ધ હોય છે. હમણાં તમે
જાણો છો આપણે બાપ પાસે થી બેહદ ની પ્રારબ્ધ લઈ રહ્યાં છીએ. કોઈ ને પણ પહેલાં-પહેલાં
આ લક્ષ્મી-નારાયણ નાં ચિત્ર પર સમજાવો. આજ થી ૫ હજાર વર્ષ પહેલાં આમનું રાજ્ય હતું,
વિશ્વ માં સુખ-શાંતિ-પવિત્રતા બધું હતું, બીજા કોઈ ધર્મ નહોતા. આ સમયે તો અનેક ધર્મ
છે, એ પહેલો ધર્મ છે જ નહીં પછી આ ધર્મ ને આવવાનું છે જરુર. હમણાં બાપ કેટલાં પ્રેમ
થી ભણાવે છે! કોઈ લડાઈ ની વાત નથી, બેગર લાઈફ (ગરીબ જીવન) છે, પારકું રાજ્ય છે, આપણું
બધું જ ગુપ્ત છે. બાબા પણ ગુપ્ત આવેલા છે. આત્માઓ ને સમજાવે છે. આત્મા જ બધું કરે
છે. શરીર દ્વારા પાર્ટ ભજવે છે. તે હમણાં દેહ-અભિમાન માં આવ્યો છે. હવે બાપ કહે છે
દેહી-અભિમાની બનો. બાપ જરા પણ બીજી કોઈ તકલીફ નથી આપતાં. બાપ જ્યારે ગુપ્ત રુપ માં
આવે છે તો આપ બાળકો ને ગુપ્ત દાન માં વિશ્વ ની બાદશાહી આપે છે. તમારું બધું ગુપ્ત
છે એટલે રિવાજ નાં રુપ માં કન્યા ને જ્યારે દહેજ આપે છે તો ગુપ્ત જ આપે છે. હકીકત
માં ગવાય છે - ગુપ્ત દાન મહાપુણ્ય. બે-ચાર ને ખબર પડી તો તે તાકાત ઓછી થઈ જાય છે.
બાપ કહે છે બાળકો તમે
પ્રદર્શન માં પહેલાં-પહેલાં આ લક્ષ્મી-નારાયણ નાં ચિત્ર પર બધાને સમજાવો. તમે ઈચ્છો
છો ને - વિશ્વ માં શાંતિ થાય. પરંતુ તે ક્યારે હતી, આ કોઈની બુદ્ધિ માં નથી. હમણાં
તમે જાણો છો - સતયુગ માં પવિત્રતા, સુખ, શાંતિ બધું હતું, યાદ પણ કરે છે ફલાણા
સ્વર્ગવાસી થયાં, સમજતા કાંઈ નથી. જેમને જે આવ્યું કહી દે છે, અર્થ કાંઈ નથી. આ છે
ડ્રામા. મીઠાં-મીઠાં બાળકો ની બુદ્ધિ માં જ્ઞાન છે કે આપણે ૮૪ નું ચક્ર લગાવીએ છીએ.
હમણાં બાપ આવ્યાં છે - પતિત દુનિયાથી પાવન દુનિયા માં લઈ જવાં. બાપ ની યાદ માં રહેતાં
ટ્રાન્સફર થતાં જઈએ છીએ. કાંટા થી ફૂલ બનીએ છીએ. પછી આપણે ચક્રવર્તી રાજા બનીશું.
બનાવવા વાળા બાપ છે. એ પરમ આત્મા તો સદૈવ પ્યોર (પવિત્ર) છે. એ જ આવે છે પવિત્ર
બનાવવાં. સતયુગ માં તમે ખૂબ સુંદર બની જશો. ત્યાં નેચરલ બ્યુટી (કુદરતી સૌન્દર્ય)
રહે છે. આજકાલ તો આર્ટિફિશયલ શૃંગાર કરે છે ને? શું-શું ફેશન નીકળી છે. કેવાં-કેવાં
ડ્રેસ પહેરે છે. પહેલાં ફિમેલ્સ (સ્ત્રી) બહુ જ પડદા માં રહેતી હતી, કે કોઈની નજર ન
પડે. હવે તો વધારે જ ખુલ્લું કરી દીધું છે, તો જ્યાં ત્યાં ગંદ વધી ગઈ છે. બાપ કહે
છે - હિયર નો ઈવિલ.
રાજા માં પાવર (શક્તિ)
રહે છે. ઈશ્વર અર્થ દાન કરે છે તો તેમાં પાવર રહે છે. અહીં તો કોઈ માં પાવર નથી,
જેમને જે આવ્યું કરતાં રહે છે. ખુબ ગંદા મનુષ્ય છે. તમે ખૂબ સૌભાગ્યશાળી છો જે
ખેવૈયાએ હાથ પકડ્યો છે. તમે જ કલ્પ-કલ્પ નિમિત્ત બનો છો. તમે જાણો છો પહેલાં મુખ્ય
છે દેહ-અભિમાન, એનાં પછી જ બધા ભૂત આવે છે. મહેનત કરવાની છે પોતાને આત્મા સમજી બાપ
ને યાદ કરો, આ કોઈ કડવી દવા નથી. ફક્ત કહે છે પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો. પછી
કેટલું પણ પગપાળા બાબા ની યાદ માં કરતા જાઓ, ક્યારેય પગ થાકશે નહીં. હલ્કા થઈ જશો.
ખૂબ મદદ મળે છે. તમે માસ્ટર સર્વશક્તિમાન્ બની જાઓ છો. તમે જાણો છો આપણે વિશ્વ નાં
માલિક બનીએ છીએ, બાપ ની પાસે આવ્યાં છીએ, બીજી કોઈ તકલીફ નથી આપતાં. ફક્ત બાળકો ને
કહે છે હિયર નો ઈવિલ. જે સર્વિસએબલ (સેવાધારી) બાળકો છે એમનાં મુખ માંથી તો સદૈવ
જ્ઞાન રત્ન જ નીકળશે. જ્ઞાન ની વાતો સિવાય બીજી કોઈ વાત મુખ માંથી ન નીકળી શકે.
તમારે વ્યર્થ ઝરમુઈ-ઝઘમુઈ ની વાતો ક્યારેય નથી સાંભળવાની. સર્વિસ કરવા વાળા નાં મુખ
થી સદૈવ રત્ન જ નીકળશે. જ્ઞાન ની વાતો સિવાય બાકી બધું છે પથ્થર મારવાં. પથ્થર નથી
મારતા તો જરુર જ્ઞાન-રત્ન આપે છે કાં પથ્થર મારશે અથવા અવિનાશી જ્ઞાન-રત્ન આપશે,
જેની વેલ્યુ કથન નથી કરી શકાતી. બાપ આવીને તમને જ્ઞાન-રત્ન આપે છે. તે છે ભક્તિ.
પથ્થર જ મારતા રહે છે.
બાળકો જાણે છે બાબા
ખૂબ-ખૂબ મીઠાં છે, અડધોકલ્પ ગાતા આવ્યાં છીએ, તુમ માતા-પિતા… પરંતુ અર્થ કાંઈ પણ
નહોતાં સમજતાં. પોપટ ની જેમ ફક્ત ગાતા રહેતાં હતાં. આપ બાળકો ને કેટલી ખુશી થવી
જોઈએ? બાબા આપણને બેહદ નો વારસો વિશ્વ ની બાદશાહી આપે છે. ૫ હજાર વર્ષ પહેલાં આપણે
વિશ્વ નાં માલિક હતાં. હમણાં નથી, ફરી બનીશું. શિવબાબા બ્રહ્મા દ્વારા વારસો આપે
છે. બ્રાહ્મણ કુળ જોઈએ ને? ભાગીરથ કહેવાથી પણ સમજી ન શકે એટલે બ્રહ્મા અને તેમનો પછી
બ્રાહ્મણ કુળ છે. બ્રહ્મા તન માં પ્રવેશ કરે છે એટલે એમને ભાગીરથ કહેવાય છે. બ્રહ્મા
નાં બાળકો બ્રાહ્મણ છે. બ્રાહ્મણ છે ચોટલી. વિરાટ રુપ પણ આવું હોય છે, ઉપર બાબા પછી
સંગમયુગી બ્રાહ્મણ જે ઈશ્વરીય સંતાન બને છે. તમે જાણો છો હમણાં આપણે ઈશ્વરીય સંતાન
છીએ પછી દૈવી સંતાન બનીશું તો ડિગ્રી ઓછી થઈ જશે. આ લક્ષ્મી-નારાયણ પણ ડિગ્રી ઓછી
છે, કારણ કે તેમનાં માં જ્ઞાન નથી. જ્ઞાન બ્રાહ્મણો માં છે. પરંતુ લક્ષ્મી-નારાયણ
ને અજ્ઞાની નહીં કહેવાશે. તેમણે જ્ઞાન થી આ પદ મેળવ્યું છે. તમે બ્રાહ્મણ કેટલાં
ઊંચા છો પછી દેવતા બનો છો તો કાંઈ પણ જ્ઞાન નથી રહેતું, એમનાં માં જ્ઞાન હોત તો દૈવી
વંશ માં પરંપરા થી ચાલતાં આવત. મીઠાં-મીઠાં સિકિલધા બાળકો ને બધા રહસ્ય, બધી
યુક્તિઓ બતાવે છે. ટ્રેન માં બેસીને પણ તમે સર્વિસ કરી શકો છો. એક ચિત્ર પર જ
પરસ્પર બેસીને વાત કરશો તો અનેક આવીને ભેગા થશે. જે આ કુળ નાં હશે તે સારી રીતે
ધારણા કરી પ્રજા બની જશે. ચિત્ર તો ખૂબ સારા-સારા છે સર્વિસ (સેવા) માટે. આપણે
ભારતવાસી પહેલાં દેવી-દેવતા હતાં, હમણાં તો કાંઈ નથી. ફરી હિસ્ટ્રી રિપીટ થાય છે.
વચ્ચે આ છે સંગમયુગ, જેમાં તમે પુરુષોત્તમ બનો છો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જ્ઞાન ની
વાતો સિવાય બીજી કોઈ વાત મુખ માંથી નથી કાઢવાની. ઝરમુઈ-ઝઘમુઈ ની વાતો ક્યારેય નથી
સાંભળવાની. મુખ થી સદૈવ રત્ન નીકળતા રહે, પથ્થર નહીં.
2. સર્વિસ ની
સાથે-સાથે યાદ ની યાત્રા માં રહી સ્વયં ને નિરોગી બનાવવાનાં છે. અવિનાશી સર્જન સ્વયં
ભગવાન આપણને મળ્યાં છે ૨૧ જન્મો માટે નિરોગી બનાવવાં… આ જ નશા માં કે ખુશી માં
રહેવાનું છે.
વરદાન :-
દરેક કદમ માં
ફોલો ફાધર કરી સ્નેહ નો રેસપોન્ડ આપવા વાળા તીવ્ર પુરુષાર્થી ભવ
જેમની સાથે સ્નેહ હોય
છે એમને ઓટોમેટિકલી ફોલો કરવાના હોય છે. સદા યાદ રહે કે આ કર્મ જે કરી રહ્યાં છીએ આ
ફોલો ફાધર છે? જો નથી તો સ્ટોપ કરી દો. બાપ ને કોપી કરતા બાપ સમાન બનો. કોપી કરવા
માટે જેવી રીતે કાર્બન પેપર નાખો છો તેવી રીતે અટેન્શન નું પેપર નાખો તો કોપી થઈ જશે
કારણકે હમણાં જ તીવ્ર પુરુષાર્થી બની સ્વયં ને દરેક શક્તિ થી સંપન્ન બનાવવા નો સમય
છે. જો સ્વયં સ્વયં ને સંપન્ન નથી કરી શકતા તો સહયોગ લો. નહીં તો આગળ ચાલી ટુ લેટ
થઈ જશે.
સ્લોગન :-
સંતુષ્ટતા નું
ફળ પ્રસન્નતા છે, પ્રસન્નચિત્ત બનવાથી પ્રશ્ન સમાપ્ત થઈ જાય છે.
અવ્યક્ત ઈશારા -
આત્મિક સ્થિતિ માં રહેવાનો અભ્યાસ કરો, અંતર્મુખી બનો
કોઈ કમજોર આત્મા ની
કમજોરી ને ન જુઓ. આ સ્મૃતિ માં રહે કે વેરાઈટી આત્માઓ છે. બધા નાં પ્રત્યે આત્મિક
દૃષ્ટિ રહે. આત્મા નાં રુપ માં એમને સ્મૃતિ માં લાવવાથી પાવર આપી શકશો. આત્મા બોલી
રહ્યો છે, આત્મા નાં આ સંસ્કાર છે, તે પાઠ પાક્કો કરો તો બધા પ્રત્યે સ્વતઃ શુભ
ભાવના રહેશે.