27-06-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - યાદ
થી આત્મા નો કચરો કાઢતાં જાઓ , આત્મા જ્યારે બિલકુલ પાવન બને ત્યારે ઘરે જઈ શકે”
પ્રશ્ન :-
આ અંતિમ જન્મ માં બાપ
નાં કયાં ડાયરેક્શન (માર્ગદર્શન) નું પાલન કરવામાં જ બાળકોનું કલ્યાણ છે?
ઉત્તર :-
બાબા કહે છે મીઠાં બાળકો - આ અંતિમ જન્મ માં બાપ પાસેથી પૂરો વારસો લઈ લો. બુદ્ધિને
બહાર ભટકાવો નહીં, વિષ ને છોડી અમૃત પીવો. આ અંતિમ જન્મ માં જ તમારે ૬૩ જન્મો ની
આદત મિટાવવાની છે એટલે રાત-દિવસ મહેનત કરી દેહી-અભિમાની બનો.
ઓમ શાંતિ!
શાંતિધામ
વિશ્રામપુરી છે. આ દુનિયાથી બધા થાકેલાં છે. ઈચ્છે છે કે અમે પોતાનાં સુખધામ માં
જઈએ. આ દુનિયા ગમતી નથી. સ્વર્ગ ને જુએ છે તો નર્ક થી દિલ કેવી રીતે લાગે. કહે છે
બાબા જલ્દી કરો, આ દુઃખધામ થી લઈ જાઓ. બાપ પણ સમજાવે છે - આ તો છી-છી દુનિયા છે, આનું
નામ જ છે ડેવિલ વર્લ્ડ, નર્ક. આ કોઈ સારા શબ્દ છે શું? ક્યાં ડીટી વર્લ્ડ (દેવી
દુનિયા), ક્યાં ડેવિલ વર્લ્ડ (આસુરી દુનિયા), આ ડેવિલ વર્લ્ડ માં બધાં હેરાન થઈ ગયાં
છે. પરંતુ પાછાં કોઈ જઈ નથી શકતાં. તમોપ્રધાનતા ની ખાદ પડેલી છે. તે ખાદ આત્મા થી
નીકળે, તેનાં માટે પુરુષાર્થ કરી રહ્યાં છે. જે સારા પુરુષાર્થી છે, તેમની અવસ્થા
અંત માં સારી થઈ જશે. આ જૂની દુનિયા ખલાસ થઈ જશે, હવે તો બાકી થોડાં દિવસ છે. જ્યાં
સુધી બાપ આવીને પાછાં ન લઈ જાય ત્યાં સુધી કોઈ પાછાં જઈ નથી શકતાં. દુનિયામાં દુઃખ
છે ને. ઘર માં પણ કોઈ ન કોઈ દુઃખ રહે છે. આપ બાળકો ને દિલ માં છે બાબા હવે અમને
દુઃખો થી છોડાવવા આવ્યાં છે. જે સારા નિશ્ચય બુદ્ધિ છે તે બાપ ની યાદ ને ક્યારેય
ભૂલતાં નથી. એમને કહેવાય જ છે સર્વ નાં દુઃખહર્તા. બાળકો જ ઓળખે છે. જો બધા ઓળખી લે
તો પછી આટલાં બધા મનુષ્ય ક્યાં આવીને બેસે, આ થઇ નથી શકતું એટલે ડ્રામા માં યુક્તિ
પણ એવી રચેલી છે. જે શ્રીમત પર ચાલે છે તે જ ઉંચ પદ પામી શકે છે, તે તો ઠીક છે.
સજાઓ ખાઈને પણ શાંતિધામ અથવા પાવન દુનિયામાં જશે. પરંતુ ઉંચ પદ મેળવવા માટે તો
પુરુષાર્થ કરવો પડે ને. બીજું, પાવન બન્યાં વગર પાવન દુનિયામાં કોઈ જઈ ન શકે. આ જે
કહે છે કે ફલાણા જ્યોતિ જ્યોત સમાયાં, પાછાં ગયાં - આ થઇ નથી શકતું. જે પહેલાં-પહેલાં
સૃષ્ટિ પર આવ્યાં છે, લક્ષ્મી-નારાયણ, એ પણ પાછાં જઈ નથી શકતાં તો બીજા કોઈ કેવી
રીતે જઈ શકે છે? આમનાં પણ હવે ૮૪ જન્મ પૂરાં થયા. હવે જવા માટે તપસ્યા કરી રહ્યાં
છે. બધા પોકારે જ છે એક બાપ ને. ઓ ગોડફાધર, ઓ લિબરેટર (મુક્તિદાતા), એ ગોડફાધર છે
દુઃખહર્તા, સુખકર્તા. કૃષ્ણ વગેરે બીજા કોઈને થોડી પોકારે છે. ક્રિશ્ચન હોય,
મુસલમાન હોય, બધાં ગોડફાધર કહી બોલાવે છે. આત્મા બોલાવે છે - પોતાનાં ફાધર (પિતા)
ને. ફાધર ત્યારે કહે છે જ્યારે સમજે છે અમે આત્મા છીએ. આત્મા પણ કોઈ વસ્તુ છે ને?
આત્મા કોઈ મોટી વસ્તુ નથી, એ તો એક સ્ટાર (તારો) છે અને અતિ સૂક્ષ્મ છે. જેવાં બાબા
છે તેવું જ આત્માનું સ્વરુપ છે. હવે તમે બાપ ની મહિમા કરો છો - એ સત્-ચિત્ છે,
જ્ઞાન નાં સાગર, આનંદ નાં સાગર છે. તમારો આત્મા પણ એમનાં સમાન બને છે. તમારી
બુદ્ધિમાં હવે આખી સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન આવી ગયું છે, બીજા કોઈ મનુષ્ય
માત્ર માં આ જ્ઞાન નથી. આખું ભારત, આખું વિદેશ શોધી લો, કોઈને પણ ખબર નથી. આત્મા ૮૪
જન્મો નો પાર્ટ ભજવે છે. ૮૪ લાખ તો ઈમ્પોસિબલ (અસંભવ) છે. ૮૪ લાખ જન્મો નું તો કોઈ
વર્ણન જ ન કરી શકે. બાપ કહે છે તમે પોતાનાં જન્મ ને જ નથી જાણતાં, હું સંભળાવું
છું. તે બધા સાંભળતા હોવા છતાં પણ પથ્થરબુદ્ધિ સમજતાં નથી કે ૮૪ લાખ જન્મ હોય તો
કોઈ સંભળાવી જ કેવી રીતે શકે?
હવે તમે જાણો છો આપણે
બ્રાહ્મણ છીએ, આપણે ૮૪ જન્મ લીધાં છે. બ્રહ્માએ પણ ૮૪ જન્મ લીધાં છે, વિષ્ણુએ પણ ૮૪
જન્મ લીધાં છે. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા. લક્ષ્મી-નારાયણ પણ ૮૪ જન્મ
લઇ પાછાં બ્રહ્મા-સરસ્વતી બને છે. આ પણ સમજવાની વાત છે ને. બાપ કહે છે દર ૫ હજાર
વર્ષ પછી આવીને સમજાવું છું. ૫ હજાર વર્ષ નું ચક્ર છે. હમણાં તમે વર્ણો નું રહસ્ય
પણ સમજ્યું છે. હમ સો નો અર્થ પણ સમજ્યો છે, આપ આત્મા સો દેવતા બનો છો પછી આપ સો
ક્ષત્રિય, આપ સો વૈશ્ય, શૂૂદ્ર બનો છો. આટલાં-આટલાં જન્મ લો છો પછી આપ સો બ્રાહ્મણ
બનો છો. બ્રાહ્મણો નો આ એક જન્મ છે. આ છે જ તમારો હીરાં જેવો જન્મ.
બાપ કહે છે - આ તમારું
ઉત્તમ (શ્રેષ્ઠ) શરીર છે, આનાંથી તમે સ્વર્ગનો વારસો મેળવી શકો છો એટલે હવે બીજી
કોઈ તરફ ભટકો નહીં. જ્ઞાન અમૃત પીવો. સમજ માં પણ આવે છે બરોબર ૮૪ જન્મ લઈએ છીએ. તમે
પહેલાં સતયુગ માં સતોપ્રધાન હતાં. પછી સતો બન્યાં. પછી ચાંદી ની ખાદ પડી, એકદમ
બરોબર હિસાબ બતાવે છે. હવે ગવર્મેન્ટ પણ કહે છે સોના માં ખાદ ભેળવો. ૧૪ કેરેટ સોનું
પહેરો. સોના માં ખાદ નાખવી આ ભારતવાસી અશુભ સમજે છે. લગ્ન કરાવે છે તો એકદમ સાચું
સોનું પહેરે છે. સોનાં પર પણ ભારતવાસીઓનો ખૂબ પ્રેમ છે. કેમ? ભારત ની વાત મત નહીં
પૂછો. સતયુગ માં તો સોના નાં મહેલ હતાં, સોના ની ઈંટો હતી. જેવી રીતે અહીં ઈંટો નો
ઢગલો પડ્યો રહે છે. ત્યાં સોનાં-ચાંદી નાં ઢગલા હોય છે. માયા-મચ્છંદર નો ખેલ દેખાડે
છે. એમણે સોના ની ઈંટો જોઈ, વિચાર્યું લઈ જાઉં. નીચે ઉતર્યો તો જોયું તો કાંઈ પણ નથી.
કાંઈ ન કાંઈ વાત લાગે છે. બાળકીઓ સમજે છે, હવે અમે ફરીથી સ્વર્ગ માં જઈએ છીએ પછી જો
પતિ વગેરે હેરાન કરે છે તો બિચારી અંદર માં રડે છે. ક્યારે અમે સુખધામ માં જઈશું?
બાબા, હવે જલ્દી કરો. બાપ કહે છે - બાળકો જલ્દી કેવી રીતે કરું, પહેલાં તમે યોગબળ
થી પોતાનો કચરો તો કાઢો. યોગ ની યાત્રા પર રહો. બાપ ધીરજ આપે છે. પોકારો પણ છો હેં
પતિત-પાવન આવો. ગાય પણ છે - સર્વ નાં સદ્દગતિ દાતા એક. અહીં ની જ વાત છે.
અકાસુર-બકાસુર આ બધી વાતો આ સંગમ સમય ની છે. આ છે જ આસુરી દુનિયા. તો બાપ સમજાવે
છે, હું કલ્પ-કલ્પ સંગમ પર આવું છું, જ્યારે આખું ઝાડ જડજડીભૂત અવસ્થા ને પામે છે.
તમે જાણો છો, સતયુગ
માં દરેક ચીજ સતોપ્રધાન હોય છે. અહીં આટલાં પક્ષી-જાનવર વગેરે છે, આ બધાં આટલાં ત્યાં
નહીં હશે. મોટા વ્યક્તિઓની પાસે સારી સફાઈ હોય છે. તેમનાં રહેવાનું સ્થાન, ફર્નિચર
વગેરે ખૂબ સરસ હોય છે. તમે પણ આટલાં ઉંચ દેવતાઓ બનો છો. ત્યાં એવી કોઈ છી-છી ચીજ રહી
ન શકે. અહીં તો મચ્છર વગેરે અનેક પ્રકારની બીમારીઓ કેટલી ગંદકી રહે છે. ગામડા માં
આટલી ગંદકી નથી હોતી. મોટા-મોટા શહેરો માં ખૂબ ગંદકી હોય છે કારણ કે ખુબ મનુષ્ય થઈ
ગયાં છે. રહેવાની જગ્યા નથી. તમે આખાં વિશ્વનાં માલિક બનો છો. મનુષ્ય ગાય છે ઘટ માં
જ બ્રહ્માં, ઘટ માં જ વિષ્ણુ… ઘટ માં જ ૯ લાખ તારા. બ્રહ્મા સો વિષ્ણુ બની જાય છે.
વિષ્ણુ ની સાથે તારાઓ પણ છે. સતયુગ માં આ દેવતા બને છે તો આટલાં થોડી હોય છે, ઝાડ
પહેલાં નાનું હોય છે પછી વૃદ્ધિને પામે છે. સતયુગ માં તો ખૂબ થોડાં હશે. મીઠી નદીઓની
ઉપર રહેતાં હશે. અહીં નદીઓથી ખુબ નહેર કાઢે છે. ત્યાં નહેર વગેરે થોડી હોય છે.
મુઠ્ઠી જેટલાં તો મનુષ્ય હોય છે. એટલાં મનુષ્ય માટે ગંગા-જમુના તો છે જ. તે નદીઓની
જ આસ-પાસ રહે છે. ૫ તત્વો પણ દેવતાઓનાં ગુલામ બની જાય છે. ક્યારેય પણ બેકાયદેસર
વરસાદ નથી પડતો. ક્યારેય નદી ઉછળ નથી ખાતી. નામ જ છે સ્વર્ગ તો પછી શું. હવે કહે છે
સ્વર્ગ ની આયુ આટલાં લાખ વર્ષ છે. સારું ભલે, ત્યાં કોણ રાજ્ય કરતાં હતાં? આ તો
બતાવો. કેટલાં ગપોડા લગાવતાં રહે છે!
તમે જાણો છો આપણે
કલ્પ પહેલાં ની જેમ આ પાર્ટ ભજવી રહ્યાં છીએ. રુદ્ર-જ્ઞાન-યજ્ઞ માં અનેક પ્રકાર નાં
અસુરો નાં વિઘ્ન પડશે પછી મનુષ્ય સમજે છે, અસુર લોકો ઉપર થી ગંદ, છાણ વગેરે નાખતાં
હતાં. પરંતુ ના, તમે જુઓ છો - કેટલાં વિધ્ન પડે છે. અબળાઓ ઉપર અત્યાચાર થાય છે
ત્યારે તો પાપ નો ઘડો ભરાશે. બાપ કહે છે - થોડું સહન કરવું પડશે. તમે પોતાનાં બાપ
અને વારસા ને યાદ કરતાં રહો. માર ખાતી વખતે પણ બુદ્ધિ માં યાદ કરો - શિવબાબા. તમને
તો બુદ્ધિ માં જ્ઞાન છે, કોઈ ને ફાંસી પર ચઢાવે છે તો પાદરી લોકો કહે છે ગોડફાધર ને
યાદ કરો. એવું નહીં કહેશે ક્રાઈસ્ટ ને યાદ કરો. ઈશારો ગોડ (ઈશ્વર) માટે કરે છે. એ
એટલાં લવલી (પ્રેમાળ) છે, બધાં એમને પોકારે છે. આત્મા જ પોકારે છે. હવે દેહી-અભિમાની
બનવામાં જ મહેનત છે. ૬૩ જન્મ તમે દેહ-અભિમાન માં રહ્યાં છો. હવે આ એક જન્મ માં એ
અડધાકલ્પ ની આદત કાઢી નાખવાની છે. તમે જાણો છો, દેહી-અભિમાની બનવાથી આપણે સ્વર્ગનાં
માલિક બની જઈશું. કેટલી ઊંચી પ્રાપ્તિ છે. તો રાત-દિવસ આ જ કોશિશ માં રહેવું પડે.
મનુષ્ય ધંધા વગેરે માટે પણ મહેનત કરે છે. કમાણી માં મનુષ્ય ને ક્યારેય ઝુટકા કે
ઉદાસી નહીં આવશે કારણ કે કમાણી છે. પૈસા ની ખુશી રહે છે. થાકવાની વાત જ નથી રહેતી.
બાબા પણ અનુભવી છે ને. રાત નાં સ્ટીમર્સ આવતી હતી તો આવીને માલ ખરીદી કરતાં હતાં.
જ્યાં સુધી ઘરાક નાં ખિસ્સા ખાલી ન કરે ત્યાં સુધી તેમને છોડતાં નહોતા. બાબાએ રથ પણ
પૂરો અનુભવી લીધો છે. આમણે બધો અનુભવ કર્યો છે. ગામડા નો છોકરો પણ હતાં. ૧૦ આના નું
મણ અનાજ વેચતાં હતાં. હવે તો જુઓ વિશ્વનાં માલિક બને છે. એકદમ ગામડા નાં હતાં. પછી
ચઢી ગયાં તો એકદમ ઝવેરાત નાં ધંધામાં લાગી ગયાં. બસ, ઝવેરાત ની વાત. આ પછી છે સાચાં
ઝવેરાત. આ હોય છે રોયલ વ્યાપાર. બાબા ખૂબ અનુભવી છે. બાબા વાઈસરોય વગેરે નાં ઘર માં
એવી રીતે જતાં હતાં જેમ પોતાનું ઘર. આને પછી કહેવાય છે અવિનાશી જ્ઞાન-રત્ન. જેટલાં
આ બુદ્ધિ માં ધારણ કરશો, આનાંથી તમે પદમપતિ બનશો. શિવબાબા ને કહેવાય છે સૌદાગર,
રત્નાગર. એમની મહિમા પણ ગાય છે પછી કહી દે છે સર્વવ્યાપી. મહિમા ની સાથે પછી આટલી
ગ્લાનિ. કેવી હાલત થઈ ગઈ છે ભક્તિમાર્ગ ની! બાપ કહે છે - જ્યારે ભક્તિ પૂરી થાય છે,
ત્યારે ભક્તો નાં રક્ષક બાપ આવે છે. ખૂબ ભક્તિ કોણ કરે છે, આ પણ સિદ્ધ થઈ જાય છે.
સૌથી વધારે ભક્તિ તમે કરો છો. તે જ અહીં આવીને પહેલાં-પહેલાં બ્રાહ્મણ બને છે અને
બાપ પાસેથી વારસો લે છે ફરી થી પૂજ્ય બનવાનો. રાવણે પુજારી બનાવ્યાં છે, બાપ પૂજ્ય
બનાવે છે. આ છે ભગવાનુવાચ. ભગવાન એક છે. ૨-૩ ભગવાન હોતાં નથી. ગીતા ભગવાન ની ગાયેલી
છે. શિવ ભગવાનુવાચ ની બદલે કૃષ્ણ નું નામ રાખી દીધું છે તો કેટલો ફરક થઈ ગયો છે.
ડ્રામાં અનુસાર છતાં પણ ગીતા નું નામ આમ બદલવાનું જ છે. પછી બોલાવે છે હે પતિત-પાવન,
આવો. બાપ પાવન બનાવે છે, રાવણ પતિત બનાવે છે. તો સમજવાની કેટલી બુદ્ધિ જોઈએ. શ્રીમત,
શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ મત છે જ એક બાપ ની. આ લક્ષ્મી-નારાયણ સ્વર્ગ નાં માલિક બાપ ની
મદદ થી જ બને છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ એક જન્મ
માં ૬૩ જન્મો ની જૂની દેહ-અભિમાન ની આદત મિટાવવાની મહેનત કરવાની છે. દેહી-અભિમાની
બની સ્વર્ગ નાં માલિક બનવાનું છે.
2. આ હીરાતુલ્ય ઉત્તમ
જન્મ માં બુદ્ધિને ભટકાવવાની નથી, સતોપ્રધાન બનવાનું છે અત્યાચારો ને સહન કરી બાપ
પાસેથી પૂરો વારસો લેવાનો છે.
વરદાન :-
સાકાર બાપ
સમાન પોતાનાં દરેક કર્મ ને યાદગાર બનાવવા વાળા આધારમૂર્ત અને ઉદ્ધારમૂર્ત ભવ
જેવી રીતે સાકાર બાપે
પોતાનાં દરેક કર્મ યાદગાર બનાવ્યાં એવી રીતે તમારા બધાનાં દરેક કર્મ યાદગાર ત્યારે
બનશે જ્યારે સ્વયં ને આધારમૂર્ત અને ઉદ્ધારમૂર્ત સમજીને ચાલશો. જે પોતાને
વિશ્વ-પરિવર્તન નાં આધારમૂર્ત સમજે છે, એમનું દરેક કર્મ ઊંચું હોય છે અને
વૃત્તિ-દૃષ્ટિ માં જ્યારે સર્વ નાં કલ્યાણની ભાવના રહે છે તો દરેક કર્મ શ્રેષ્ઠ થઈ
જાય છે. એવાં શ્રેષ્ઠ કર્મ જ યાદગાર બને છે.
સ્લોગન :-
સત્યતા ની
શક્તિને ધારણ કરવા માટે સહનશીલ બનો.
આ અવ્યક્ત ઇશારા - સદા
હર્ષિત રહેવા માટે પોતાની નેચર ને સરળ બનાવો , સહનશીલ બનો .
આ સહજયોગી જીવન માં
જો મુશ્કેલાતો નો અનુભવ થાય છે તો સહજ રાજ્ય કેવી રીતે કરશો? અહીં નાં સંસ્કાર જ
ત્યાં લઈ જશો. જુઓ, તમારા યાદગાર જે દેવતાઓનાં ચિત્ર બનાવે છે એમની સૂરત માં સરળતા
જરુર દેખાડે છે, તો જે જેટલાં સહજ પુરુષાર્થી હશે તે મન્સા માં પણ સરળ, વાચા માં પણ
સરળ, કર્મ માં પણ સરળ હશે. એમને જ ફરિશ્તા કહે છે.