27-07-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાપ
સમાન રહેમદિલ અને કલ્યાણકારી બનો , સમજદાર તે જે સ્વયં પણ પુરુષાર્થ કરે અને બીજાઓને
પણ કરાવે”
પ્રશ્ન :-
આપ બાળકો પોતાનાં ભણતર થી કયું ચેકિંગ કરી શકો છો? તમારો પુરુષાર્થ શું છે?
ઉત્તર :-
ભણતર થી તમે ચેકિંગ કરી શકો છો કે અમે ઉત્તમ પાર્ટ ભજવી રહ્યા છીએ કે મધ્યમ કે
કનિષ્ટ. સૌથી ઉત્તમ પાર્ટ એમનો કહેવાશે જે બીજાઓને પણ ઉત્તમ બનાવે છે અર્થાત્
સર્વિસ કરી બ્રાહ્મણો ની વૃદ્ધિ કરે છે. તમારો પુરુષાર્થ છે જૂની જૂત્તી (જૂનું
શરીર) ઉતારી નવી જૂત્તી (નવું શરીર) લેવાનો. જ્યારે આત્મા પવિત્ર બને ત્યારે તેને
નવી પવિત્ર જૂત્તી (શરીર) મળે.
ઓમ શાંતિ!
બાળકો બે તરફ
થી કમાણી કરી રહ્યા છે. એક તરફ છે યાદ ની યાત્રા થી કમાણી, બીજી તરફ છે ૮૪ નાં ચક્ર
નાં જ્ઞાન નું સિમરણ કરવાથી કમાણી. આને કહેવાય છે ડબલ કમાણી અને અજ્ઞાન કાળ માં થાય
છે અલ્પકાળ ક્ષણ ભંગુર સિંગલ કમાણી. આ તમારી યાદ ની યાત્રા ની કમાણી ખૂબ ઊંચી છે.
આયુષ્ય પણ લાંબુ થઈ જાય છે, પવિત્ર પણ બનો છો. બધાં દુઃખો થી છૂટી જાઓ છો. ખૂબ ઊંચી
કમાણી છે. સતયુગ માં આયુષ્ય પણ લાંબુ થઈ જાય છે. દુઃખ નું નામ નથી કારણ કે ત્યાં
રાવણ રાજ્ય જ નથી. અજ્ઞાનકાળ માં ભણતર નું અલ્પકાળ નું સુખ રહે છે અને બીજું ભણતર
નું સુખ, શાસ્ત્ર વાચવાવાળા ને મળે છે. એનાથી ફોલોઅર્સ ને કંઈ ફાયદો નથી. ફોલોઅર્સ
તો છે પણ નહીં કારણ કે તે તો નથી ડ્રેસ વગેરે બદલતા, નથી ઘરબાર છોડતા તો ફોલોઅર્સ
કેવી રીતે કહી શકાય? ત્યાં તો શાંતિ, પવિત્રતા બધું છે. અહીં અપવિત્રતા નાં કારણે
ઘર-ઘર માં કેટલી અશાંતિ થાય છે? તમને મત મળે છે ઈશ્વર ની. હમણાં તમે પોતાનાં બાપ ને
યાદ કરો. પોતાને ઈશ્વરીય ગવર્મેન્ટ સમજો. પરંતુ તમે છો ગુપ્ત. દિલ માં કેટલી ખુશી
હોવી જોઈએ? હમણાં આપણે છીએ શ્રીમત પર. એમની શક્તિ થી સતોપ્રધાન બની રહ્યા છીએ. અહીં
તો કોઈ રાજ્ય-ભાગ્ય લેવાનું નથી. આપણું રાજ્ય-ભાગ્ય હોય જ છે નવી દુનિયામાં. હવે
તેની ખબર પડી છે. આ લક્ષ્મી-નારાયણ નાં ૮૪ જન્મોની કહાણી તમે બતાવી શકો છો. ભલે કોઈ
પણ મનુષ્ય માત્ર હોય, કેવાં પણ કોઈ ભણાવવા વાળા હોય પરંતુ એક પણ એવું કહી ન શકે કે
આવો તો અમે આમનાં ૮૪ જન્મો ની કહાણી બતાવીએ. તમારી બુદ્ધિમાં હવે સ્મૃતિ રહે છે,
વિચાર સાગર મંથન પણ કરો છો.
હમણાં તમે છો જ્ઞાન-સૂર્યવંશી. પછી સતયુગ માં કહેવાશે વિષ્ણુવંશી. જ્ઞાન-સૂર્ય
પ્રગટા… આ સમયે તમને જ્ઞાન મળી રહ્યું છે ને? જ્ઞાન થી જ સદ્દગતિ થાય છે. અડધોકલ્પ
જ્ઞાન ચાલે છે પછી અડધોકલ્પ અજ્ઞાન થઈ જાય છે. આ પણ ડ્રામા ની નોંધ છે. તમે હમણાં
સમજદાર બન્યા છો. જેટલા-જેટલા તમે સમજદાર બનો છો બીજાઓને પણ આપ સમાન બનાવવાનો
પુરુષાર્થ કરો છો. તમારા બાપ રહેમદિલ, કલ્યાણકારી છે તો બાળકોને પણ બનવાનું છે.
બાળકો કલ્યાણકારી ન બને તો એને શું કહેવાશે? ગાયન પણ છે ને- “હિંમતે બાળકો, મદદે
બાપ” આ પણ જરુર જોઈએ. નહીં તો વારસો કેવી રીતે મેળવશો? સર્વિસ અનુસાર તો વારસો મેળવો
છો, ઈશ્વરીય મિશન છો ને? જેવી રીતે ક્રિશ્ચન મિશન, ઈસ્લામી મિશન હોય છે, તે પોતાનાં
ધર્મ ને વધારે છે. તમે પોતાનાં બ્રાહ્મણ ધર્મ અને દૈવી ધર્મ ને વધારો છો. ડ્રામા
અનુસાર આપ બાળકો જરુર મદદગાર બનશો. કલ્પ પહેલાં જે પાર્ટ ભજવ્યો હતો તે જરુર ભજવશો.
તમે જોઈ રહ્યા છો દરેક પોતાનો ઉત્તમ, મધ્યમ, કનિષ્ટ પાર્ટ ભજવી રહ્યા છે. સૌથી
ઉત્તમ પાર્ટ એ ભજવે છે, જે ઉત્તમ બનાવવા વાળા છે. તો બધાને બાપ નો પરિચય આપવાનો છે
અને આદિ, મધ્ય, અંત નું રહસ્ય સમજાવવાનું છે. ઋષિ-મુનિ વગેરે પણ નેતી-નેતી કહીને ગયાં.
અને પછી કહી દે છે સર્વવ્યાપી છે, બીજું કંઈ નથી જાણતાં. ડ્રામા અનુસાર આત્મા ની
બુદ્ધિ પણ તમોપ્રધાન બની જાય છે. શરીર ની બુદ્ધિ નહીં કહેવાશે. આત્મા માં જ
મન-બુદ્ધિ છે. આ સારી રીતે સમજીને અને પછી બાળકોએ ચિંતન કરવાનું છે. પછી સમજાવવાનું
હોય છે. તે લોકો શાસ્ત્ર વગેરે સંભળાવવા માટે કેટલી દુકાન કાઢીને બેઠાં છે. તમારી
પણ દુકાન છે. મોટા-મોટા શહેરો માં મોટી દુકાન જોઈએ. બાળકો જે હોશિયાર હોય છે, એમની
પાસે ખજાનો ખૂબ હોય છે. એટલાં ખજાના નથી તો કોઈને આપી પણ નથી શકતાં! ધારણા નંબરવાર
થાય છે. બાળકોએ સારી રીતે ધારણા કરવાની છે જે કોઈને સમજાવી શકે. વાત કોઈ મોટી નથી,
સેકન્ડ ની વાત છે - બાપ પાસે થી વારસો લેવો. આપ આત્માઓ બાપ ને ઓળખી ગયા છો તો બેહદ
નાં માલિક થઈ ગયાં. માલિક પણ નંબરવાર હોય છે. રાજા પણ માલિક તો પ્રજા પણ કહેશે અમે
પણ માલિક છીએ. અહીં પણ બધાં કહે છે ને અમારું ભારત. તમે પણ કહો છો શ્રીમત પર આપણે
પોતાનું સ્વર્ગ સ્થાપન કરી રહ્યા છીએ, પછી સ્વર્ગ માં પણ રાજધાની છે. અનેક પ્રકાર
નાં પદો છે. પુરુષાર્થ કરવો જોઈએ ઊંચ પદ મેળવવાનો. બાપ કહે છે જેટલો હમણાં
પુરુષાર્થ કરી પદ મેળવશો, એ જ કલ્પ-કલ્પાન્તર માટે થશે. પરીક્ષા માં કોઈને ઓછા
માર્ક્સ આવે છે તો પછી હાર્ટ ફેલ પણ થઈ જાય છે. આ તો છે બેહદની વાત. પૂરો પુરુષાર્થ
નથી કર્યો તો પછી દિલશિકસ્ત પણ થશે, સજા પણ ખાવી પડશે. એ સમયે કરી જ શું શકશે? કંઈ
પણ નહીં. આત્મા શું કરશે? તે લોકો તો જીવઘાત કરે, ડૂબી મરે છે. આમાં ઘાત વગેરે ની
વાત નથી. આત્મા નો તો ઘાત થતો નથી, એ તો અવિનાશી છે. બાકી શરીર નો ઘાત થાય છે,
જેનાથી તમે પાર્ટ ભજવો છો. હમણાં તમે પુરુષાર્થ કરો છો, આ જૂની જૂત્તી ઉતારી આપણે
નવી દૈવી જૂત્તી લઈ લઈએ. આ કોણ કહે છે? આત્મા. જેમ બાળકો કહે છે ને? અમને નવા કપડા
આપો. આપણને આત્માઓને પણ નવા કપડા જોઈએ. બાપ કહે છે તમારો આત્મા નવો બને તો શરીર પણ
નવું જોઈએ ત્યારે શોભા છે. આત્મા પવિત્ર થવાથી પ તત્વ પણ નવાં બની જાય છે. પ તત્વો
નું જ શરીર બને છે. જ્યારે આત્મા સતોપ્રધાન છે તો શરીર પણ સતોપ્રધાન મળે છે. આત્મા
તમોપ્રધાન તો શરીર પણ તમોપ્રધાન. હમણાં આખી દુનિયાનાં પૂતળા (શરીર) તમોપ્રધાન છે,
દિવસે-દિવસે દુનિયા જૂની થતી જાય છે, ઉતરતી જાય છે. નવાં થી જૂની તો દરેક વસ્તુ થાય
છે. જૂની થઈ પછી ડિસ્ટ્રોય (ખતમ) થાય છે. આ તો આખી સૃષ્ટિ નો સવાલ છે. નવી દુનિયા
ને સતયુગ, જૂની ને કળિયુગ કહેવાય છે. બાકી આ સંગમયુગ ની તો કોઈને પણ ખબર નથી. તમે જ
જાણો છો આ જૂની દુનિયા બદલાવાની છે.
હવે બેહદનાં બાપ જે બાપ, ટીચર, ગુરુ છે એમનું ફરમાન છે કે પાવન બનો. કામ જે મહાશત્રુ
છે, એનાં પર જીત મેળવી જગતજીત બનો. જગતજીત અર્થાત્ વિષ્ણુવંશી બનો. વાત એક જ છે. આ
શબ્દો નો અર્થ તમે જાણો છો. બાળકો જાણે છે આપણને ભણાવવા વાળા છે બાપ. પહેલાં તો આ
પાક્કો નિશ્ચય જોઈએ. બાળક મોટું થાય છે તો બાપ ને યાદ કરવા પડે. પછી ટીચર ને, પછી
ગુરુ ને યાદ કરવા પડે. ભિન્ન-ભિન્ન સમય પર ત્રણે ને યાદ કરશે. અહીં તો તમને ત્રણે
સાથે એક જ સમયે મળે છે. બાપ, ટીચર, ગુરુ એક જ છે. તે લોકો તો વાનપ્રસ્થ નો પણ અર્થ
નથી સમજતાં. વાનપ્રસ્થ માં જવાનું છે એટલે સમજે છે ગુરુ કરવા જોઈએ. ૬૦ વર્ષ પછી ગુરુ
કરે છે. આ કાયદો હમણાં જ નીકળ્યો છે. બાપ કહે છે-આમનાં અનેક જન્મો નાં અંત માં
વાનપ્રસ્થ અવસ્થા માં હું આમનો સદ્દગુરુ બનું છું. બાબા પણ કહે છે ૬૦ વર્ષ પછી
સદ્દગુરુ કર્યા છે જ્યારે નિર્વાણધામ જવાનો સમય છે. બાપ આવે જ છે બધાને નિર્વાણધામ
માં લઈ જવાં. મુક્તિધામ જઈને પછી પાર્ટ ભજવવા માટે આવવાનું છે. વાનપ્રસ્થ અવસ્થા તો
અનેકની થાય છે, પછી ગુરુ કરે છે. આજકાલ તો નાનું બાળક થયું, એને પણ ગુરુ કરાવી દે
છે પછી ગુરુ ને દક્ષિણા મળી જશે. ક્રિશ્વન લોકો ક્રિશ્ચનાઈઝ કરાવવા ખોળા માં જઈને
આપે છે. પરંતુ તે કોઈ નિર્વાણધામ માં જતાં નથી. આ બધાં રહસ્ય બાપ સમજાવે છે, ઈશ્વર
નો અંત તો ઈશ્વર જ બતાવશે. શરુ થી લઈને બતાવતા આવ્યા છે. પોતાનો અંત પણ આપે છે અને
સૃષ્ટિ નું જ્ઞાન પણ આપે છે. ઈશ્વર સ્વયં આવીને આદિ સનાતન દેવી-દેવતા અર્થાત્
સ્વર્ગ ની સ્થાપના કરે છે, આનું નામ ભારત જ ચાલ્યું આવે છે. ગીતા માં ફક્ત
શ્રીકૃષ્ણ નું નામ નાખી કેટલાં રોલા કરી દીધાં (કેટલી ગરબડ કરી દીધી) છે? આ પણ
ડ્રામા છે. હાર અને જીત નો ખેલ છે. આમાં હાર-જીત કેવી રીતે થાય છે? આ બાપ વગર તો
કોઈ બતાવી ન શકે. આ લક્ષ્મી-નારાયણ પણ નથી જાણતા કે અમારે પછી હાર ખાવાની છે. આ તો
ફક્ત આપ બ્રાહ્મણ જ જાણો છો. શૂદ્ર પણ નથી જાણતાં. બાપ જ આવીને તમને બ્રાહ્મણ થી
દેવતા બનાવે છે. હમ સો નો અર્થ બિલકુલ અલગ છે. ઓમ નો અર્થ અલગ છે. મનુષ્ય તો અર્થ
વગર જે આવ્યું તે કહી દે છે. હમણાં તમે જાણો છો કે કેવી રીતે નીચે ઉતરીએ છીએ પછી
ચઢીએ છીએ? આ જ્ઞાન હમણાં આપ બાળકો ને મળે છે. ડ્રામા અનુસાર ફરી કલ્પ પછી બાપ જ
આવીને બતાવશે. જે પણ ધર્મ સ્થાપક છે, તે આવીને પછી પોતાનો ધર્મ પોતાનાં સમય પર
સ્થાપન કરશે. નંબરવાર પુરુષાર્થ અનુસાર નહીં કહેવાશે. નંબરવાર સમય અનુસાર આવીને
પોત-પોતાનો ધર્મ સ્થાપન કરે છે. આ એક બાપ જ સમજાવે છે, હું કેવી રીતે બ્રાહ્મણ પછી
સૂર્યવંશી, ચંદ્રવંશી રાજધાની સ્થાપન કરું છું? હમણાં તમે છો જ્ઞાન-સૂર્યવંશી, જે
પછી વિષ્ણુવંશી બનો છો. શબ્દો ખૂબ ખબરદારી થી લખવાના હોય છે, જે કોઈ ભૂલ ન કાઢે.
તમે જાણો છો આ જ્ઞાન નાં એક-એક મહાવાક્ય રત્ન, હીરા છે. બાળકોમાં સમજાવવાની ખૂબ
રિફાઈનનેસ (સ્પષ્ટતા) જોઈએ. કોઈ શબ્દ ભૂલ થી નીકળી જાય તો ફટ થી રાઈટ કરી સમજાવવું
જોઈએ. સૌથી કડી (મોટી) ભૂલ છે બાપ ને ભૂલવાં. બાપ ફરમાન કરે છે મામેકમ્ યાદ કરો. આ
ભૂલવું ન જોઈએ. બાપ કહે છે તમે ખૂબ જૂનાં આશિક છો. આપ સર્વ આશિકોનાં એક માશૂક છે.
તે તો એક-બીજા નાં ચહેરા પર આશિક-માશૂક થાય છે. અહીં તો માશૂક છે એક. એ એક કેટલાં
આશિકો ને યાદ કરશે? અનેકો ને એક ને યાદ કરવાનું તો સહજ છે, એક કેવી રીતે અનેકો ને
યાદ કરશે? બાબા ને કહે છે બાબા, અમે તમને યાદ કરીએ છીએ. તમે અમને યાદ કરો છો? અરે,
યાદ તમારે કરવાના છે, પતિત થી પાવન બનવા માટે. હું થોડો પતિત છું, જે યાદ કરું?
તમારું કામ છે યાદ કરવાનું કારણ કે પાવન બનવાનું છે. જે જેટલાં યાદ કરશે અને સારી
રીતે સર્વિસ પણ કરે છે, એમને ધારણા થાય છે. યાદ ની યાત્રા ખૂબ મુશ્કેલ છે, આમાં જ
યુદ્ધ ચાલે છે. બાકી એવું નથી કે ૮૪ નું ચક્ર તમે ભૂલી જશો. આ કાન સોના નું વાસણ
જોઈએ. જેટલા તમે યાદ કરશો એટલી ધારણા સારી થશે, આમાં તાકાત રહેશે એટલે કહે છે યાદ
નું જૌહર/બળ જોઈએ. જ્ઞાન થી કમાણી છે. યાદ થી સર્વ શક્તિઓ મળે છે નંબરવાર.
તલવારો માં પણ
નંબરવાર જૌહર નો ફરક હોય છે. તે તો છે સ્થૂળ વાતો. મૂળ વાત બાપ એક જ કહે છે-અલ્ફ ને
યાદ કરો. દુનિયાનાં વિનાશ માટે આ એક એટોમિક બોમ્બ જઈને રાખશે બીજું કંઈ નથી, એમાં ન
સેના જોઈએ, ન કેપ્ટન. આજકાલ તો એવાં બનાવ્યા છે, જે ત્યાં બેઠાં-બેઠાં બોમ્બ છોડશે.
તમે અહીં બેઠાં-બેઠાં રાજ્ય લો છો, તે ત્યાં બેસી બધાનો વિનાશ કરી દેશે. તમારા
જ્ઞાન અને યોગ, એમનો મોત નો સામાન ઇક્વલ (સમાન) થઈ જાય છે આ પણ ખેલ છે. એક્ટર્સ તો
બધાં છે ને? ભક્તિમાર્ગ પૂરો થયો છે, બાપ જ આવીને પોતાનો અને રચના નાં આદિ-મધ્ય-અંત
નો પરિચય આપે છે. હવે બાપ કહે છે વ્યર્થ ની વાતો તમે ન સાંભળો એટલે હિયર નો ઈવિલ…
આનું ચિત્ર બનાવ્યું છે. પહેલાં વાંદરાઓનું બનાવતા હતાં, હવે મનુષ્ય નું બનાવે છે
કારણ કે ચહેરો મનુષ્ય નો છે પરંતુ ચરિત્ર વાંદરા જેવું છે, એટલે તુલના કરે છે. હમણાં
તમે કોની સેના છો? શિવબાબા ની. વાનર થી તમને મંદિર લાયક બનાવી રહ્યા છે. ક્યાંની
વાત ક્યાં લઈ ગયા છે? વાંદરા કોઈ પુલ વગેરે બાંધી શકે છે શું? આ બધી છે દંત-કથાઓ.
ક્યારેય પણ કોઈ પૂછે શાસ્ત્રો ને તમે માનો છો? બોલો વાહ! એવાં કોણ હશે જે શાસ્ત્રો
ને નહીં માનશે? અમે સૌથી વધારે માનીએ છીએ. તમે પણ એટલાં નથી વાંચતા જેટલાં અમે
વાંચ્યા છે. અડધોકલ્પ અમે વાંચ્યા છે. સ્વર્ગ માં શાસ્ત્ર, ભક્તિ ની કોઈ વસ્તુ નથી
હોતી. કેટલું સહજ બાપ સમજાવે છે. છતાં પણ આપ સમાન બનાવી નથી શકતાં. બાળકો વગેરેનાં
બંધન નાં કારણે ક્યાંય નીકળી નથી શકતાં. આ પણ ડ્રામા જ કહેવાશે. બાપ કહે છે અઠવાડિયા
૧૫ દિવસ કોર્સ લઈ પછી આપ સમાન બનાવવા લાગી જવું જોઈએ. જે મોટા-મોટા શહેર છે, કેપિટલ
(રાજધાની) માં ઘેરાવ નાખવો જોઈએ તો પછી એમનો અવાજ નીકળશે. મોટા વ્યક્તિ વગર કોઈ નો
અવાજ નીકળી ન શકે. જોર થી ઘેરાવ નાખો તો પછી ખૂબ આવશે. બાપ નાં ડાયરેકશન મળે છે ને?
અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જ્ઞાન અને
યોગ થી પોતાની બુદ્ધિને રિફાઇન બનાવવાની છે. બાપ ને ભૂલવાની ભૂલ ક્યારેય નથી કરવાની.
આશિક બની માશૂક ને યાદ કરવાના છે.
2. બંધનમુક્ત બની આપ
સમાન બનાવવાની સેવા કરવાની છે. ઊંચ પદ મેળવવાનો પુરુષાર્થ કરવાનો છે. પુરુષાર્થ માં
ક્યારેય દિલશિકસ્ત નથી બનવાનું.
વરદાન :-
એક મિનિટ ની
એકાગ્ર સ્થિતિ દ્વારા શક્તિશાળી અનુભવ કરવા અને કરાવવા વાળા એકાંતવાસી ભવ
એકાંતવાસી બનવું
અર્થાત્ કોઈ પણ એક શક્તિશાળી સ્થિતિ માં સ્થિત થવું. ભલે બીજરુપ સ્થિતિ માં સ્થિત
થઈ જાઓ કે લાઈટ-માઈટ હાઉસ ની સ્થિતિ માં સ્થિત થઈ વિશ્વ ને લાઈટ આપો, ભલે ફરિશ્તાપણા
ની સ્થિતિ દ્વારા બીજાઓને અવ્યક્ત સ્થિતિ નો અનુભવ કરાવો. એક સેકન્ડ અથવા એક મિનિટ
પણ જો આ સ્થિતિ માં એકાગ્ર થઈ સ્થિત થઈ જાઓ તો સ્વયં ને અને અન્ય આત્માઓ ને ખૂબ લાભ
આપી શકો છો. ફક્ત આની પ્રેક્ટિસ જોઈએ.
સ્લોગન :-
બ્રહ્માચારી
તે છે જેમનાં દરેક સંકલ્પ, દરેક બોલ માં પવિત્રતા નાં વાયબ્રેશન સમાયેલા છે.