27-09-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  15.12.2011    બાપદાદા મધુબન


“ સદા ફખુર માં રહી બેફિકર બાદશાહ બનો , તીવ્ર પુરુષાર્થ દ્વારા સંપન્ન અને સમાન બની સાથે

 ચાલવાની તૈયારી કરો”
 


આજે બાપદાદા બેફિકર બાદશાહો ની સભા જોઈ રહ્યાં છે. આ સભા આ સમયે જ લાગે છે કારણકે બધા બાળકોએ પોતાની ફિકર બાપ ને આપીને બાપ થી ફખુર લઈ લીધો છે. આ સભા હમણાં જ લાગે છે. તમે પણ દરેક સવાર થી ઉઠતાં, કર્મ કરતા પણ બેફિકર અને બાદશાહ બની ચાલો છો ને! આ બેફિકર નું જીવન કેટલું પ્રિય લાગે છે? બેફિકર ની નિશાની શું દેખાય છે? દરેક નાં મસ્તક માં લાઈટ, આત્મા ચમકતો દેખાય છે. આ બેફિકર જીવન કેવી રીતે બન્યું? બાપે બધા બાળકોનાં જીવન થી ફિકર લઈને ફખુર આપી દીધો છે. જેનાં જીવન માં ફખુર નથી ફિકર છે એમનાં મસ્તક માં લાઈટ નથી ચમકતી. એમના મસ્તક માં બોજની રેખાઓ જોવામાં આવે છે. તો બતાવો તમને શું પસંદ છે? લાઈટ કે બોજ? જો કોઈ બોજ પણ આવે છે તો બોજ અર્થાત્ ફિકર બાપ ને આપીને ફખુર લઈ શકો છો. તમને બધાને બેફિકર લાઇફ પસંદ છે ને! જોવા વાળા પણ બેફિકર લાઇફ પસંદ કરે છે.

તો બાપદાદા આજે ચારેય તરફ નાં બાળકોનાં ભલે સન્મુખ છે, ભલે જ્યાં પણ બેઠાં છે, બાળકો નાં મસ્તક વચ્ચે ચમકતી લાઈટ જ જોઈ રહ્યાં છે. તો સદા બેફિકર રહો છો કે ક્યારેક કોઈ ફિકર પણ આવે છે? છે કોઈ ફિકર? જ્યારે બાપે પ્રકૃતિજીત, વિકારો જીત બનાવી દીધા તો ફિકર કેવી રીતે આવી શકે છે? તો હાથ ઉઠાવો બેફિકર બન્યાં છો? બન્યાં છો સદા? સદા બન્યાં છો કે ક્યારેક-ક્યારેક? ક્યારેક-ક્યારેક વાળા પણ છે? હાથ તો નથી ઉઠાવતા, બાપદાદા પણ નથી જોવા ઈચ્છતાં. બાપદાદા દરેક બાળકને બેફિકર બાદશાહ જોવા ઈચ્છે છે. જો ક્યારેક-ક્યારેક વાળા પણ છે તો ખૂબ સહજ વિધિ છે જે પણ થોડી ઘણી ફિકર આવે છે તો મારા ને તારા માં બદલી નાખો. આ હદ નાં મારાપણા ને, મારા ને તારા માં બદલવાની ખૂબ સહજ વિધિ છે. તમે તો કહો જ છો મારા બાબા, તો હવે મારું શું રહ્યું? હદ નું મારું તો સમાપ્ત થયું ને! મારા બાબા થઈ ગયાં. બધા દિલથી કહો છો ને મારા બાબા! પ્યારા બાબા! મીઠાં બાબા! તો મારા ને તારા માં સમાવવાનું મુશ્કેલ છે શું? ફરક શું છે? ત અને મ, આટલો નાનો ફરક છે. સંકલ્પ કરી લીધો બધું તારું અને મારું શું રહ્યું? મારા બાબા. તો બાપદાદાએ જોયું મેજોરીટી બાળકોએ હદ નાં મારા ને તારું બનાવ્યું છે એટલે શું બની ગયાં? બેફિકર બાદશાહ. તો આજે બાપદાદા બાળકોને બેફિકર બાદશાહ સ્વરુપ માં જોઈ રહ્યાં છે. જુઓ, ભક્તિમાર્ગ માં પણ તમારા ચિત્ર બનાવે છે તો ડબલ તાજ દેખાડે છે. એક તો લાઈટ નો તાજ છે જ કારણકે બેફિકર આત્મા ની નિશાની છે મસ્તક માં લાઈટ ચમકે છે અને બીજો તાજ વિકારો પર વિજયી બન્યાં છો એટલે તાજ દેખાડે છે એટલે આ અટેન્શન રાખો કે જ્યારે બાપદાદાએ ફિકર લઈને ફખુર આપી દીધો તો શું બની ગયાં? બેફિકર બાદશાહ. બાદશાહ બન્યાં છો તો તખ્ત પણ જોઈએ ને! તો બાપદાદાએ ત્રણ તખ્ત નાં માલિક બનાવ્યાં છે. જાણો છો ત્રણ તખ્ત કયા છે? એક તખ્ત ભ્રકુટી નું, આ તો બધાને છે જ. બીજું તખ્ત છે બાપદાદા નું દિલતખ્ત અને ત્રીજું છે વિશ્વ નું તખ્ત, રાજ્ય નું તખ્ત. તો તમને બધાને આ ત્રણેય તખ્ત પ્રાપ્ત છે ને! સૌથી શ્રેષ્ઠ છે બાપદાદા નું દિલતખ્ત. તો ચેક કરો તખ્ત પર રહો છો? કારણકે બાપદાદા નાં દિલતખ્ત પણ કોણ બેસે છે? જેમણે સદા સ્વયં પણ બાપદાદાને પોતાનાં દિલતખ્ત પર બેસાડ્યા છે, જે સદા શ્રેષ્ઠ સ્થિતિ માં માસ્ટર સર્વ શક્તિવાન છે. તો ચેક કરો કે સદા તખ્તનશીન છો? કે ક્યારેક માટી માં પણ આવી જાઓ છો. આ દેહભાન માટી છે. ઘણા સમય થી માટી માં રહ્યાં છો તો ક્યારેક-ક્યારેક માટી માં તો નથી ચાલ્યાં જતાં?

તો બાપદાદા બધા બાળકો ને સમય નો ઈશારો આપી રહ્યાં છે. અચાનક નો પાઠ પાક્કો કરાવી રહ્યાં છે, એનાં માટે આ સંગમ નાં સમય નું ખૂબ-ખૂબ મહત્વ રાખવાનું છે કારણકે આ એક જન્મ માં અનેક જન્મો ની પ્રારબ્ધ બનાવવાની છે એટલે બાપદાદાએ ઈશારો આપ્યો હતો તો સંગમ નાં સમય માં બે વાતો નું દરેક સમયે અટેન્શન આપવાનું છે. તે બે વાતો તો યાદ હશે - સમય અને સંકલ્પ. બાપદાદાને બધાએ વ્યર્થ સંકલ્પ, સંકલ્પ દ્વારા આપવાની હિંમત રાખી હતી. તો ચેક કરો હિંમત સદા કાયમ છે? કારણકે હિંમતે બાળકો એક વાર તો બાપ હજાર વાર મદદગાર છે. તો હવે શું સમજો છો? વ્યર્થ સંકલ્પ ની જે હિંમત રાખી બાપ ની આગળ સંકલ્પ કર્યો તે કાયમ છે? કારણકે આ વ્યર્થ સંકલ્પો માં સમય ખૂબ જાય છે અને આ સમય નાં પ્રમાણે તમારું કાર્ય છે વિશ્વ નાં આત્માઓને સંદેશ આપવાનું. તો વ્યર્થ સંકલ્પ ને સમાપ્ત કરવાનાં છે ત્યારે દુઃખી, અશાંત આત્માઓને સુખ-શાંતિ નો અનુભવ કરાવી શકશો. બાપદાદાને દુઃખી બાળકોને જોઈ તરસ આવે છે. તમને પણ પોતાનાં ભાઈ-બહેનો ને જોઈ તરસ તો આવે છે ને!

બાપદાદાએ જોયું કે વર્તમાન સમયે બધાને રુચિ છે, પ્લાન બનાવ્યો પણ છે, પ્રેક્ટિકલ કર્યું પણ છે. બધા પ્રોગ્રામ ખૂબ સારા કર્યા છે, આની મુબારક પણ આપી રહ્યાં છે. પરંતુ હવે સમય નાં પ્રમાણે જલ્દી-જલ્દી એમને વારિસ બનાવો, જે કંઈ ન કંઈ વારસા નાં અધિકારી બની જાય. સારું-સારું ખૂબ કરે છે, બાપદાદાએ પણ બાળકોની સેવાની આ રીઝલ્ટ તો જોઈ છે અને બાપ બાળકો પર ખુશ પણ છે. દિલ થી કરી રહ્યાં છો અને હવે સમય પ્રમાણે સાંભળો પણ રુચિ થી છો. આટલું અંતર તો આવ્યું છે. સારું-સારું લાગે છે પરંતુ સારું બનીને કંઈ ન કંઈ વારસા નાં અધિકારી બનાવો. એના માટે બાપદાદાએ પહેલાં પણ ઇશારો આપ્યો છે કે હવે સમય અનુસાર તીવ્ર પુરુષાર્થી બનવાની આવશ્યકતા છે. તીવ્ર પુરુષાર્થી બનવા માટે મુખ્ય પુરુષાર્થ છે સેકન્ડ માં બિંદી લગાવવી. સેકન્ડ અને બિંદી, બંને સમાન. તો હવે બાપદાદા બાળકોનું તો બેફિકર બાદશાહ નું રુપ જોઈ રહ્યાં છે. હવે આ રુપ ને સદા અનુભવ કરો. કોઈ પણ, કંઈ પણ આવે તો મારા અને તારા માં સમાવી દો.

આજે બાપદાદાએ જોયું, ગુરુવાર નો દિવસ છે તો ઘણા બાળકો બાપદાદા ની પાસે પહોંચ્યાં, તો બાપદાદાએ કહ્યું સપ્તાહ નાં બે દિવસ વિશેષ છે. એક ગુરુવાર, બીજો રવિવાર, સન્ડે. તો ગુરુવાર નાં દિવસે ગુરુ નો દિવસ છે, ગુરુ થી શું મળે છે? વરદાન. તો ગુરુવાર નો દિવસ વરદાન નો દિવસ વિશેષ છે, આ રુપ થી ગુરુવાર ને મનાવો. કોઈ ન કોઈ વિશેષ વરદાન અમૃતવેલા થી પોતાની બુદ્ધિ માં ઈમર્જ રાખો. વરદાન તો અનેક છે પરંતુ વિશેષ એક વરદાન પોતાનાં માટે બુદ્ધિ માં રાખી ચેક કરો કે વરદાની દિવસ માં વરદાન સ્વરુપ બની, વરદાન ને રિપીટ નથી કરવાનું પરંતુ વરદાન સ્વરુપ બનવાનું છે અને ચેક કરતા રહો તો આજે કેટલો સમય વરદાન સ્વરુપ રહ્યાં? રવિવાર નો દિવસ, વિશેષ દિવસ માં છુટ્ટી (રજા) નો દિવસ હોય છે. તો રવિવાર નો દિવસ મનાવો જે પણ કંઈ પોતાનાં જીવન માં સંકલ્પ માત્ર પણ કમજોરી હોય, સ્વપ્ન માત્ર પણ કમજોરી હોય એને છુટ્ટી આપવાની છે. તો જેવી રીતે લોકો આ બંને દિવસ સારાં વિતાવે છે, એવી રીતે તમે પણ આ બંને દિવસ માં વિશેષ આ લક્ષ અને લક્ષણ ફક્ત લક્ષ નહીં પરંતુ લક્ષ ની સાથે લક્ષણ ને અટેન્શન માં રાખો. બાપદાદાએ બધા બાળકોને સાથે લઈ ચાલવાનો વાયદો કર્યો છે. એના માટે સાથે ચાલવાની તૈયારી શું કરવાની છે? બાપ તો સેકન્ડ માં અશરીરી બની જશે પરંતુ તમે જે વાયદો કર્યો છે, બાપે પણ વાયદો કર્યો છે સાથે ચાલીશું, તો ચેક કરો એની તૈયારી છે? સેકન્ડ માં બિંદી લગાવી, સંપન્ન અને સંપૂર્ણ બની ચાલ્યાં. તો એવી તૈયારી છે? સાથે તો ચાલવાનું છે ને! ચાલવાનું છે? ગરદન હલાવો. ચાલવાનું છે, સારું. પાક્કું. હાથ માં હાથ આપવો, આનો અર્થ છે સમાન બનવું. તો ચેક કરો સમય તો અચાનક આવવાનો છે, તો એટલી તૈયારી છે જે સાથે ચાલો?

બાપ ને બાળકોથી પ્રેમ છે ને! તો બાપ એક ને પણ સાથે ચાલવામાં પાછળ છોડવાં નથી ઈચ્છતા. સાથે છે, સાથે રહેશે, સાથે ચાલશે અને સાથે રાજધાની માં રાજ્ય ઘરાના માં આવશે. મંજૂર છે ને! મંજૂર છે? તૈયારી છે? મંજૂર છે આમાં તો હાથ ઉઠાવી લેશો, આ હાથ નહીં ઉઠાવો. તૈયારી છે, આમાં હાથ ઉઠાવો. મોટો હાથ ઉઠાવો. સારું કાલે પણ વિનાશ થઈ જાય તો તૈયાર છો? પરંતુ તમારી સેવા ને સમાપ્ત કરી છે? સેવા તો હમણાં રહેલી છે કે સેવા સમાપ્ત થઈ ગઈ છે? સંદેશ બધાને પહોંચી ગયો છે? ફક્ત પોતાનાં મોહલ્લા માં જ જુઓ, તમે દરેકને, બાપ આવી ગયાં છે, વારસો લેવાનો છે તો લઈ લો, આ સંદેશ આપ્યો છે? હવે પ્લાન બનાવી રહ્યાં છે. બાપદાદાએ સાંભળ્યું કે ઘર-ઘર માં સંદેશ આપવાનો પ્લાન બનાવી રહ્યાં છે. સારું છે, સંદેશ તો આપવાનો જ છે, નહીં તો ઉલ્હના (ઠપકો) મળશે. પ્રોગ્રામ બનાવ્યો છે ને! ઉઠો, બાપ ને પ્લાન બતાવ્યો છે ને! ઉઠો. (મીડિયાવાળા વાળાને ઉઠાડ્યાં) સારું છે ઉલ્હના પૂરાં કરી લો કારણકે થવાનું તો અચાનક જ છે. તો પરસ્પર મળીને આ પ્લાન ને પ્રેક્ટિકલ માં લાવો. પરસ્પર રાય સલાહ જલ્દી કરો, સમય લાગી જાય છે ને તો ઉમંગ પણ થોડો ઓછો થઈ જાય છે. બાકી બાપદાદા ને પસંદ છે કે ઘર-ઘર માં આ ઉલ્હના પૂરી થઈ જાય. એવું ન કહે કે અમને તો ખબર ન પડી, બાપ આવ્યાં અને ચાલ્યાં પણ ગયાં, અમે વંચિત રહી ગયાં! બધાને ઉમંગ છે ને! બધાને ઉમંગ છે? સેવા કરીને ઉલ્હના પૂરી કરવાની છે. ઉમંગ છે તો બાપદાદા નો સહયોગ પણ છે. સારું.

તો બાપદાદા નાં દિલ ની આશ ને તો બધા જાણો જ છો. સમાન અને સંપૂર્ણ, આ બે શબ્દ સદા ચેક કરો તો શું બાપ ની આ આશા પૂર્ણ કરી? કારણકે બાપદાદા દરેક બાળક ને બાપ નાં આશાઓનાં સિતારા સમજે છે. દરેક બાળક નો બાપ સાથે પ્રેમ છે, આ તો બાપદાદા પણ જાણે છે. આ બધાને મધુબન માં લાવવા વાળા શું છે? આ પ્રેમ ની ટ્રેનમાં આવ્યાં છો. પ્રેમ નાં પ્લેન માં આવ્યાં છો. તો બાપ પણ બાળકો નાં પ્રેમ નાં વિષય માં બાળકોથી ખુશ છે. પરંતુ જે બે શબ્દ બાપ ઈચ્છે છે સમાન અને સંપૂર્ણ, આને પણ સંપન્ન કરવાનું જ છે. તો આજે બાપદાદા ચારેય તરફનાં બાળકોને દિલ થી સ્નેહ થી જોઈ એક-એક બાળક ને દિલ નાં પ્રેમ ની મુબારક આપી રહ્યાં છે. અચ્છા.

ટીચર્સ ઘણા આવ્યાં છે :- ટીચર્સ ને તો બાપદાદા સદા જ યાદ કરે, પ્રેમ કરે કારણકે ટીચર્સ નિમિત્ત બને છે દરેક ભાઈ અને બહેનો ને આગળ વધારવા માટે. ટીચર્સ ને બાપદાદા ગુરુભાઈ કહે છે. ગુરુભાઈ નો અર્થ છે સમાન કારણકે જેવી રીતે બાપ નું કર્તવ્ય છે સદા સેવામાં બીઝી રહેવું, એવી રીતે યોગ્ય ટીચર્સ બાપ સમાન સદા સેવાધારી અને સદા સફળતા સ્વરુપ બની સફળ સ્વરુપ બનાવવા વાળા છે. બાપદાદા ને ટીચર્સ પ્રત્યે સદા જ દિલ માં પ્રેમ છે. કેમ? ટીચર અર્થાત્ સદા સેવાધારી, સદા બાપ સમાન બનાવવા વાળા અને નવાં-નવાં ને બાપ નો પરિચય આપી, અનુભવી બનાવી બાપ નાં વારસા નાં અધિકારી બનાવવા વાળા. તો બાપદાદા ટીચર્સ પર ખુશ છે અને આ જ દિલ નો પ્રેમ, બાપ નો પ્રેમ સ્ટુડન્ટ માં પણ ભરીને એમને પણ બાપ નાં પૂરાં વારસા નાં અધિકારી બનાવવા વાળા છે. બાપ ની દરેક ટીચર માં ઉમ્મીદ રહે છે કે આ દરેક ટીચર જે બાપ ની આશાઓ છે, જે બાપ ઈચ્છે છે તે પ્રત્યક્ષ કરવા અને કરાવવા વાળા છે એટલે એક-એક ટીચર ને બાપદાદા પદમગુણા મુબારક આપી રહ્યાં છે. મુબારક આપી રહ્યાં છે. અચ્છા.

ડબલ વિદેશી ભાઈ બહેનો સાથે :- ડબલ વિદેશી પણ બાપદાદાએ જોયું સેવા માં ભારત નાં આત્માઓથી ઓછા નથી. બાપદાદા ખુશ થાય છે કે દરેક પોત-પોતાનાં સ્થાન માં સેવાની વૃદ્ધિ પણ કરી રહ્યાં છે અને સ્વયં ને પણ સારા ઉમંગ-ઉત્સાહ માં ચલાવી રહ્યાં છે. ડબલ વિદેશીઓનાં આ સંસ્કાર છે કે જે કરશે તે ઉમંગ ઉત્સાહ થી પૂરું કરશે અને પુરુષાર્થ ની તરફ પણ અટેન્શન છે. તો બધા હાથ ઉઠાવો કે બધા તીવ્ર પુરુષાર્થી છો? તીવ્ર પુરુષાર્થી છો? સારું. બધાનાં તરફ થી પણ ખૂબ-ખૂબ મુબારક છે, કેમ? તીવ્ર પુરુષાર્થી અર્થાત્ બાપદાદાની આશાઓને પૂર્ણ પ્રેક્ટિકલ કરવા વાળા. તો બાપદાદા તીવ્ર પુરુષાર્થ ની મુબારક આપી રહ્યાં છે. તીવ્ર પુરુષાર્થી છો અને સદા તીવ્ર પુરુષાર્થી બની બીજાઓને પણ તીવ્ર પુરુષાર્થી બનાવશો. તો પૂરો વિદેશ તીવ્ર પુરુષાર્થી ની લિસ્ટ માં આવી જાય. એવો રેકોર્ડ કંઈક છે અને કંઈક દેખાડવાનો છે. પરંતુ બાપદાદા પુરુષાર્થ ને મુબારક આપી રહ્યાં છે. મોરલી નાં ઉપર પણ અટેન્શન છે, આ બાપદાદા ને મોરલી નો સ્નેહ સારો લાગે છે. મધુબન થી પણ પ્રેમ, મોરલી થી પણ પ્રેમ, પરિવાર થી પણ પ્રેમ અને મારા બાબા થી પણ પ્રેમ. હવે સૂક્ષ્મ પુરુષાર્થ ની તરફ પણ અટેન્શન સારું છે અને બાપદાદાએ જોયું કે જનક બાળકી નું પણ ખૂબ ધ્યાન છે. અહીં રહેતા પણ દરેક ક્લાસ પહેલાં વિદેશ ને પહોંચે છે. તો પાલના પણ સારી મળી રહે છે. આ પણ તમારું ભાગ્ય છે. લકીએસ્ટ અને સ્વીટેસ્ટ બંને જ છો. અચ્છા.

પહેલીવાર આવવા વાળા સાથે :- આ તો ઘણા છે. હાથ હલાવો. તો બધા પોતાનાં મધુબન ઘર માં પધાર્યા છે, એની બાપદાદા એક-એક બાળક ને મુબારક આપી રહ્યાં છે કારણકે લાસ્ટ સમય નાં પહેલાં પહોંચી ગયાં છો. લાસ્ટ સો ફાસ્ટ જવાનો ચાન્સ છે. બાપદાદા બાળકોને જોઈ ખુશ થઈ રહ્યાં છે. આવ્યાં, ભલે પધાર્યા અને આગળ ને માટે હવે તીવ્ર પુરુષાર્થ કરી આગળ થી પણ આગળ જવાનો દૃઢ સંકલ્પ કરો. દૃઢતા સફળતા ની ચાવી છે. તો બાપદાદા જે પણ આજે બાળકો આવ્યાં છે એમને વિશેષ દૃઢતા ની ચાવી ની સોગાત આપી રહ્યાં છે. દૃઢતા ને ક્યારેય પણ ઢીલી નથી કરવાની. દૃઢતા તમને સદા સહજ આગળ વધારતી રહેશે. તો બાપદાદા ખુશ છે ભલે પધાર્યા, પોતાનો વારસો લેવા માટે આવ્યાં, એની ખૂબ-ખૂબ મુબારક. સારું.

ચારેય તરફનાં સર્વ બ્રાહ્મણો ને બાપદાદા દિલ નો પ્રેમ અને સદા આગળ વધવાનો શ્રેષ્ઠ સંકલ્પ આપી રહ્યાં છે. એક-એક બાળક ને બાપ જોઈ પણ રહ્યાં છે અને જોઈ-જોઈ દિલ માં સમાવી રહ્યાં છે. નજીક વાળા તો બાપદાદા ને સામે જોઈ રહ્યાં છે અને તમે બધા સાધન દ્વારા સામે જ જોઈ રહ્યાં છો. બાપદાદા પણ તમને બધાને જ્યાં પણ બેઠાં છો તો એવી રીતે જ જોઈ રહ્યાં છે જેમકે સન્મુખ જ બેઠાં છો અને એક-એક ને દિલનો પ્રેમ આપી રહ્યાં છે. વધતા ચાલો, તીવ્ર પુરુષાર્થ કરી આગળ થી આગળ વધતા ચાલો. સારું. સન્મુખ બેસવા વાળાઓને પણ બાપદાદા નાં યાદપ્યાર અને સદા આગળ વધવાની મુબારક છે, મુબારક છે, મુબારક છે. અચ્છા.

વરદાન :-
દરેક શિક્ષા ને સ્વરુપ માં લાવીને સબૂત આપવા વાળા સપૂત કે સાક્ષાત્કાર મૂર્ત ભવ

જે બાળકો શિક્ષાઓને ફક્ત શિક્ષા ની રીતે થી બુદ્ધિમાં નથી રાખતાં, પરંતુ એમને સ્વરુપ માં લાવે છે તે જ્ઞાન સ્વરુપ, પ્રેમ સ્વરુપ, આનંદ સ્વરુપ સ્થિતિ માં સ્થિત રહે છે. જે દરેક પોઇન્ટ ને સ્વરુપ માં લાવશે તે જ પોઇન્ટ રુપ માં સ્થિત થઈ શકશે. પોઇન્ટ નું મનન અથવા વર્ણન કરવું સહજ છે પરંતુ સ્વરુપ બની અન્ય આત્માઓને પણ સ્વરુપ નો અનુભવ કરાવવો - આ જ છે સબૂત આપવું અર્થાત્ સપૂત કે સાક્ષાત્કાર મૂર્ત બનવું.

સ્લોગન :-
એકાગ્રતા ની શક્તિ ને વધારો તો મન-બુદ્ધિ નું ભટકવાનું બંધ થઈ જશે.

આ અવ્યક્ત ઈશારા - હવે પોતાનાં દાતા સ્વરુપ ને પ્રત્યક્ષ કરો

કોઈ પણ નિર્બળ આત્મા તમારી સામે આવે તો એ નિર્બળ ને બળ આપો. સર્વ શક્તિઓનો વારસો જે પ્રાપ્ત કર્યો છે તે એમને આપો. આત્માઓ ને બાપ નો ખજાનો આપવા વાળા દાતા બનો, પોતાની શક્તિઓ દ્વારા તરસ્યા કે તડપતા આત્માઓને જીયદાન આપો, વરદાતા બની પ્રાપ્ત થયેલા વરદાનો દ્વારા એમને પણ બાપ નાં સમીપ સંબંધ માં લાવો, અહીં નાં દાતાપણા નાં સંસ્કાર થી ભવિષ્ય માં ૨૧ જન્મો સુધી રાજ્યપદ પ્રાપ્ત થશે.