27-10-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
નાજુકપણું પણ દેહ - અભિમાન છે , રીસાવું , રડવું આ બધા આસુરી સંસ્કાર આપ બાળકો માં
ન હોવા જોઈએ , દુઃખ - સુખ , માન - અપમાન બધું સહન કરવાનું છે”
પ્રશ્ન :-
સર્વિસ (સેવા) માં ઢીલાપણું આવવાનું મુખ્ય કારણ કયું છે?
ઉત્તર :-
જ્યારે દેહ-અભિમાન નાં કારણે એક-બીજાની ખામીઓ જોવા લાગે છે ત્યારે સર્વિસ માં
ઢીલાપણું આવે છે. પરસ્પર અણબનાવ થવો પણ દેહ-અભિમાન છે. હું ફલાણા ની સાથે નહીં ચાલી
શકું, હું અહીં નહીં રહી શકું… આ બધું નાજુકપણું છે. આ બોલ મુખ થી કાઢવા એટલે કાંટા
બનવું, નાફરમાનવરદાર બનવું. બાબા કહે છે બાળકો, તમે રુહાની મિલેટ્રી છો એટલે ઓર્ડર
(આદેશ) થયો તો તરત હાજર થવું જોઈએ. કોઈ પણ વાત માં આનાકાની ન કરો.
ઓમ શાંતિ!
રુહાની બાપ
રુહાની બાળકો ને સમજાવે છે. બાળકો ને પહેલાં-પહેલાં આ શિક્ષા મળે છે કે સ્વયં ને
આત્મા નિશ્ચય કરો. દેહ-અભિમાન છોડી દેહી-અભિમાની બનવાનું છે. આપણે આત્મા છીએ,
દેહી-અભિમાની બને ત્યારે જ બાપ ને યાદ કરી શકે. તે છે અજ્ઞાનકાળ. આ છે જ્ઞાન કાળ.
જ્ઞાન તો એક જ બાપ આપે છે જે સર્વ ની સદ્દગતિ કરે છે. અને એ છે નિરાકાર અર્થાત્ એમનો
કોઈ મનુષ્ય આકાર નથી. જેમને મનુષ્ય નો આકાર છે તેમને ભગવાન ન કહી શકાય. હવે આત્માઓ
તો બધા નિરાકારી જ છે. પરંતુ દેહ-અભિમાન માં આવવાથી સ્વયં ને આત્મા ભૂલી ગયા છે. હવે
બાપ કહે છે તમારે પાછા જવાનું છે. સ્વયં ને આત્મા સમજો, આત્મા સમજી બાપ ને યાદ કરો
ત્યારે જન્મ-જન્માંતર નાં પાપ ભસ્મ થાય, બીજો કોઈ ઉપાય નથી. આત્મા જ પતિત, આત્મા જ
પાવન બને છે. બાપે સમજાવ્યું છે પાવન આત્માઓ છે સતયુગ-ત્રેતા માં. પતિત આત્મા પછી
રાવણ રાજ્ય માં બને છે. સીડી માં પણ સમજાવ્યું છે જે પાવન હતાં તે પતિત બને છે. ૫
હજાર વર્ષ પહેલાં તમે બધા આત્માઓ શાંતિધામ માં પાવન હતાં. તેને કહેવાય જ છે
નિર્વાણધામ. પછી કળિયુગ માં પતિત બને છે ત્યારે બુમો પાડે છે - હે પતિત-પાવન, આવો.
બાબા સમજાવે છે - બાળકો, હું જે તમને જ્ઞાન આપી રહ્યો છું પતિત થી પાવન બનવાનું, એ
ફક્ત હું જ આપું છું જે પછી પ્રાયઃલોપ થઈ જાય છે. બાપે જ આવીને સંભળાવવું પડે છે.
અહીં મનુષ્યોએ અથાહ શાસ્ત્ર બનાવ્યાં છે. સતયુગ માં કોઈ શાસ્ત્ર હોતાં જ નથી. ત્યાં
ભક્તિ માર્ગ રિંચક પણ નથી.
હવે બાપ કહે છે તમે
મારા દ્વારા જ પતિત થી પાવન બની શકો છો. પાવન દુનિયા જરુર બનવાની જ છે. હું તો બાળકો
ને જ આવીને રાજયોગ શીખવાડું છું. દૈવીગુણ પણ ધારણ કરવાના છે. રીસાવું, રડવું આ બધા
આસુરી સ્વભાવ છે. બાપ કહે છે દુઃખ-સુખ, માન-અપમાન બધું બાળકોએ સહન કરવાનું છે.
નાજુકપણું નહીં. હું ફલાણા સ્થાન પર નથી રહી શકતી, આ પણ નાજુકપણું છે. આમનો સ્વભાવ
આવો છે, આ આવાં છે, તેવાં છે, આ કાંઈ પણ રહેવું ન જોઈએ. મુખ થી સદૈવ ફૂલ જ નીકળે.
કાંટા (અપશબ્દ) ન નીકળવા જોઈએ. કેટલાંક બાળકો નાં મુખ માંથી કાંટા ખૂબ નીકળે છે.
કોઈને ગુસ્સો કરવો પણ કાંટો છે. એક-બીજા માં બાળકો ની અણબન ખૂબ થાય છે. દેહ-અભિમાન
હોવાનાં કારણે એક-બીજા ની ખામીઓ જોતા પોતાનામાં અનેક પ્રકારની ખામીઓ રહી જાય છે,
એટલે પછી સર્વિસ (સેવા) ઢીલી પડી જાય છે. બાબા સમજે છે - આ પણ ડ્રામા અનુસાર થાય
છે. સુધારવાનું પણ તો છે. મિલેટ્રી નાં લોકો જ્યારે લડાઈ માં જાય છે તો તેમનું કામ
જ છે દુશ્મન સાથે લડવું. ફ્લ્ડ્સ (પૂર આવે) થાય છે કે કાંઈ હંગામો થાય છે તો પણ ઘણાં
મિલેટ્રી ને બોલાવે છે. પછી મિલેટ્રી નાં લોકો મજૂરો વગેરે નું કામ પણ કરવા લાગી
જાય છે. ગવર્મેન્ટ (સરકાર) મિલેટ્રી ને ઓર્ડર (આદેશ) કરે છે - આ માટી બધી ભરો. જો
કોઈ ન આવ્યું તો ગોળી નાં મુખ માં. ગવર્મેન્ટ નો ઓર્ડર માનવો જ પડે. બાપ કહે છે તમે
પણ સર્વિસ માટે બંધાયેલા છો. બાપ જ્યાં પણ સર્વિસ પર જવા માટે કહે, ઝટ હાજર થવું
જોઈએ. ન માન્યું તો મિલેટ્રી નહીં કહેવાશે. તે પછી દિલ પર નથી ચઢતાં. તમે બાપ નાં
મદદગાર છો બધાને સંદેશ આપવામાં. હવે સમજો ક્યાંક મોટું મ્યુઝિયમ ખોલે છે, કહે છે ૧૦
માઈલ દૂર છે, સર્વિસ પર તો જવું પડે ને? ખર્ચા નો વિચાર થોડી કરવાનો છે? મોટાં માં
મોટી ગવર્મેન્ટ બેહદ નાં બાપ નો ઓર્ડર મળે છે, જેમનાં રાઈટ હેન્ડ (જમણો હાથ) પછી
ધર્મરાજ છે. એમની શ્રીમત પર ન ચાલવાથી પછી પડી જાય છે. શ્રીમત કહે છે પોતાની આંખો
ને સિવિલ (પવિત્ર) બનાવો. કામ પર જીત મેળવવાની હિંમત રાખવી જોઈએ. બાબા નો હુકમ છે,
જો આપણે નહીં માનીશું તો એકદમ ચકનાચૂર થઈ જઈશું. ૨૧ જન્મો ની રાજાઈ માં રોલા પડી (ગરબડ
થઈ) જશે. બાપ કહે છે મને બાળકો વગર તો ક્યારેય કોઈ જાણી ન શકે. કલ્પ પહેલાં વાળા જ
ધીરે-ધીરે નીકળતા રહેશે. આ છે બિલકુલ નવી-નવી વાતો. આ છે ગીતા નો યુગ. પરંતુ
શાસ્ત્રો માં આ સંગમયુગ નું વર્ણન નથી. ગીતા ને જ દ્વાપર માં લઈ ગયા છે. પરંતુ
જ્યારે રાજયોગ શીખવાડ્યો તો જરુર સંગમ હશે ને? પરંતુ કોઈની પણ બુદ્ધિ માં આ વાતો નથી.
હમણાં તમને જ્ઞાન નો નશો ચઢેલો છે. મનુષ્યો ને છે ભક્તિમાર્ગ નો નશો. કહે છે ભગવાન
પણ આવી જાય તો પણ અમે ભક્તિ નહીં છોડીશું. આ ઉત્થાન અને પતન ની સીડી ખૂબ સારી છે,
તો પણ મનુષ્યો ની આંખો નથી ખુલતી. માયા નાં નશા માં એકદમ ચકનાચૂર છે. જ્ઞાન નો નશો
ખૂબ મોડે થી ચઢે છે. પહેલાં તો દૈવી ગુણ પણ જોઈએ. બાપ નો કોઈ પણ ઓર્ડર થયો તો તેમાં
આનાકાની નથી કરવાની. આ હું ન કરી શકું, આને કહેવાય છે નાફરમાનવરદાર. શ્રીમત મળે છે
આમ-આમ કરવાનું છે તો સમજવું જોઈએ કે શિવબાબા ની શ્રેષ્ઠ મત છે. એ છે જ સદ્દગતિ દાતા.
દાતા ક્યારેય ઉલ્ટી મત નહીં આપશે. બાપ કહે છે હું આમનાં અનેક જન્મો નાં અંત માં
પ્રવેશ કરું છું. આમનાં કરતાં પણ જુઓ લક્ષ્મી ઊંચી ચાલી જાય છે. ગાયન પણ છે - સ્ત્રી
ને આગળ રખાય છે. પહેલાં લક્ષ્મી પછી નારાયણ, યથા રાજા રાણી તથા પ્રજા થઈ જાય છે.
તમારે પણ આવું શ્રેષ્ઠ બનવાનું છે. આ સમયે તો આખી દુનિયામાં રાવણ રાજ્ય છે. બધા કહે
છે રામ રાજ્ય જોઈએ. હમણાં છે સંગમ. જ્યારે આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું તો રાવણ
રાજ્ય નહોતું, પછી ચેન્જ (પરિવર્તન) કેવી રીતે થાય છે? આ કોઈ નથી જાણતાં. બધા ઘોર
અંધારા માં છે. સમજે છે - કળિયુગ તો હજી નાનું બાળક છે, ઘુંટણે ચાલી રહ્યું છે. તો
મનુષ્ય વધારે જ નિંદર માં સૂતેલા છે. આ રુહાની નોલેજ રુહાની બાપ જ રુહો ને આપે છે,
રાજયોગ પણ શીખવાડે છે. શ્રીકૃષ્ણ ને રુહાની બાપ નહીં કહેવાશે. તે એવી રીતે નહીં
કહેશે કે હે રુહાની બાળકો. આ પણ લખવું જોઈએ - રુહાની નોલેજફુલ બાપ આધ્યાત્મિક નોલેજ
રુહાની બાળકો ને આપે છે.
બાપ સમજાવે છે દુનિયા
માં બધા મનુષ્ય છે દેહ-અભિમાની. હું આત્મા છું, આ કોઈ જાણતું નથી. બાપ કહે છે કોઈનો
પણ આત્મા લીન નથી થતો. હમણાં આપ બાળકો ને સમજાવાય છે, દશેરા, દિવાળી શું છે. મનુષ્ય
તો જે પણ પૂજા વગેરે કરે છે, બધી અંધશ્રદ્ધા ની, જેને ગુડ્ડીઓની (ઢીંગલીઓની) પૂજા
કહેવાય છે, પથ્થર પૂજા કહેવાય છે. હમણાં તમે પારસ બુદ્ધિ બનો છો તો પથ્થર ની પૂજા ન
કરી શકો. ચિત્રો ની આગળ જઈને માથું નમાવે છે. કાંઈ પણ સમજતા નથી. કહે પણ છે જ્ઞાન,
ભક્તિ અને વૈરાગ. જ્ઞાન અડધોકલ્પ ચાલ્યું પછી ભક્તિ શરુ થઈ. હમણાં તમને જ્ઞાન મળે
છે તો ભક્તિ થી વૈરાગ આવી જાય છે. આ દુનિયા જ બદલાય છે. કળિયુગ માં ભક્તિ છે. સતયુગ
માં ભક્તિ હોતી નથી. ત્યાં છે જ પૂજ્ય. બાપ કહે છે - બાળકો, તમે માથું કેમ નમાવો
છો. અડધોકલ્પ તમે માથું પણ ઘસ્યું, પૈસા પણ ગુમાવ્યાં, મળ્યું કાંઈ નહીં. માયાએ
એકદમ માથું ફેરવી દીધું છે. કંગાળ બનાવી દીધાં છે. પછી બાપ આવીને બધા નું માથું ઠીક
કરી દે છે. હવે ધીરે-ધીરે કાંઈક યુરોપિયન લોકો પણ સમજે છે. બાબાએ સમજાવ્યું છે - આ
ભારતવાસી તો બિલકુલ તમોગુણી બની ગયા છે. તે બીજા ધર્મ વાળા છતાં પણ પાછળ થી આવે છે
તો સુખ પણ થોડું, દુઃખ પણ થોડું મળે છે. ભારતવાસીઓ ને સુખ ખૂબ તો દુઃખ પણ ખૂબ છે.
શરુઆત માં જ કેટલાં ધનવાન એકદમ વિશ્વ નાં માલિક હોય છે. બીજા ધર્મવાળા કોઈ પહેલાં
થોડી ધનવાન હોય છે? પાછળ થી વૃદ્ધિ થતાં-થતાં હવે આવીને ધનવાન થયા છે. હવે ફરી સૌથી
ભિખારી પણ ભારત બન્યું છે. અંધશ્રદ્ધાળું પણ ભારત છે. આ પણ ડ્રામા બનેલો છે. બાપ કહે
છે મેં જેને સ્વર્ગ બનાવ્યું, તે નર્ક બની ગયું છે. મનુષ્ય બંદર બુદ્ધિ બની ગયા છે,
તેમને હું આવીને મંદિર લાયક બનાવું છું. વિકાર ખૂબ કઠોર હોય છે. ક્રોધ કેટલો છે.
તમારા માં કોઈ ક્રોધ ન હોવો જોઈએ. બિલકુલ મીઠાં, શાંત, અતિ મીઠાં બનો. આ પણ જાણો છો
કોટો માં કોઈ જ નીકળે છે - રાજાઈ પદ મેળવવા વાળા. બાપ કહે છે હું આવ્યો છું તમને નર
થી નારાયણ બનાવવાં. એમાં પણ ૮ રત્ન મુખ્ય ગવાય છે. ૮ રત્ન અને વચ્ચે છે બાપ. ૮ છે
પાસ વિથ ઓનર્સ, તે પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર. દેહ-અભિમાન ને તોડવામાં ખૂબ મહેનત
લાગે છે. દેહ નું ભાન બિલકુલ નીકળી જાય. કોઈ-કોઈ પાક્કા બ્રહ્મ જ્ઞાની જે હોય છે,
તેમનું પણ એવું હોય છે. બેઠાં-બેઠાં દેહ નો ત્યાગ કરી દે છે. બેઠાં-બેઠાં એવી રીતે
શરીર છોડે છે, વાયુમંડળ એકદમ શાંત થઈ જાય છે અને ખાસ કરીને પ્રભાત નાં શુદ્ધ સમય પર
શરીર છોડે છે. રાત્રે મનુષ્ય ખૂબ ગંદ કરે છે, સવાર નાં સ્નાન વગેરે કરીને
ભગવાન-ભગવાન કહેવા લાગે છે. પૂજા કરે છે. બાપ બધી વાતો સમજાવતા રહે છે. પ્રદર્શન
વગેરે માં પણ પહેલાં-પહેલાં તમે અલ્ફ નો પરિચય આપો. પહેલાં અલ્ફ અને બે. બાપ તો એક
જ નિરાકાર છે. બાપ રચયિતા જ રચના નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન સમજાવે છે. એ જ બાપ કહે
છે મામેકમ્ યાદ કરો. દેહ નાં સંબંધ છોડી સ્વયં ને આત્મા સમજી મામેકમ્ યાદ કરો. બાપ
નો પરિચય તમે આપશો પછી કોઈની હિંમત નહીં રહેશે પ્રશ્ન-ઉત્તર કરવાની. પહેલાં બાપ નો
નિશ્ચય પાક્કો થઈ જાય ત્યારે બોલો ૮૪ જન્મ આવી રીતે લેવાય છે. ચક્ર ને સમજી લીધું,
બાપ ને સમજી લીધાં પછી કોઈ પ્રશ્ન ઉઠશે નહીં. બાપ નો પરિચય આપ્યાં વગર બાકી તમે
ટીક-ટીક કરો છો તો તેમાં તમારો સમય ખૂબ વ્યર્થ જાય છે. ગળું જ ઘુંટાય જાય છે.
પહેલી-પહેલી વાત અલ્ફ ની ઉઠાવો. ટીક-ટીક કરવાથી સમજી થોડી શકે છે? બિલકુલ સહજ રીતે
અને ધીરે થી બેસી સમજાવવું જોઈએ, જે દેહી-અભિમાની હશે એ જ સારું સમજાવી શકશે.
મોટાં-મોટાં મ્યુઝિયમ માં સારા-સારા સમજાવવા વાળાએ મદદ આપવી (કરવી) પડે. થોડા દિવસ
પોતાનું સેવાકેન્દ્ર છોડી મદદ આપવા આવી જવાનું છે. પાછળ સેવાકેન્દ્ર સંભાળવા કોઈને
બેસાડી દો. જો ગાદી સંભાળવા લાયક કોઈને આપ સમાન નથી બનાવ્યાં, તો બાપ સમજશે કોઈ કામ
નાં નથી, સર્વિસ (સેવા) નથી કરી. બાબા ને લખે છે સર્વિસ છોડીને કેવી રીતે જઈએ? અરે,
બાબા હુકમ કરે છે ફલાણી જગ્યાએ પ્રદર્શન છે સર્વિસ પર જાઓ. જો ગાદી લાયક કોઈને નથી
બનાવ્યાં તો તમે શું કામ નાં? બાબાએ હુકમ કર્યો - ઝટ ભાગવું જોઈએ. મહારથી બ્રાહ્મણી
એને કહેવાય છે. બાકી તો બધા છે ઘોડેસવાર, પ્યાદા. બધાએ સર્વિસ માં મદદ આપવાની છે.
આટલાં વર્ષ માં તમે કોઈને આપ સમાન નથી બનાવ્યાં તો શું કરતા હતાં? આટલાં સમય માં
મેં મેસેન્જર નથી બનાવ્યાં, જે સેવાકેન્દ્ર સંભાળે. કેવાં-કેવાં મનુષ્ય આવે છે -
જેમની સાથે વાત કરવાની પણ અક્કલ જોઈએ. મોરલી પણ જરુર રોજ વાંચવાની છે અથવા સાંભળવાની
છે. મોરલી ન વાંચી એટલે ગેરહાજરી થઈ ગઈ. આપ બાળકોએ આખાં વિશ્વ પર ઘેરાવ નાખવાનો છે.
તમે આખાં વિશ્વ ની સેવા કરો છો ને? પતિત દુનિયા ને પાવન બનાવવા આ ઘેરાવ નાખવાનો છે
ને? બધાને મુક્તિ-જીવનમુક્તિ ધામ નો રસ્તો બતાવવાનો છે, દુઃખ થી છોડાવવાના છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ખૂબ મીઠાં,
શાંત, અતિ મીઠાં સ્વભાવ નાં બનવાનું છે. ક્યારેય પણ ક્રોધ નથી કરવાનો. પોતાની આંખો
ને ખૂબ-ખૂબ સિવિલ (પવિત્ર) બનાવવાની છે.
2. બાબા જે હુકમ કરે,
એને તરત માનવાનો છે. આખાં વિશ્વ ને પતિત થી પાવન બનાવવાની સેવા કરવાની છે અર્થાત્
ઘેરાવ નાખવાનો છે.
વરદાન :-
બાપ ની યાદ
દ્વારા અસંતોષ ની પરિસ્થિતિઓ માં સદા સુખ તથા સંતોષ ની અનુભૂતિ કરવા વાળા મહાવીર ભવ
સદા બાપ ની યાદ માં
રહેવાવાળા દરેક પરિસ્થિતિ માં સદા સંતુષ્ટ રહે છે કારણકે નોલેજ ની શક્તિ નાં આધાર
પર પહાડ જેવી પરિસ્થિતિ પણ રાઈ અનુભવ થાય છે, રાઈ અર્થાત્ કાંઈ નથી. ભલે પરિસ્થિતિ
અસંતોષ ની હોય, દુઃખ ની ઘટના હોય પરંતુ દુઃખ ની પરિસ્થિતિ માં સુખ ની સ્થિતિ રહે
ત્યારે કહેવાશે મહાવીર. કાંઈ પણ થઈ જાય, નથિંગન્યુ ની સાથે-સાથે બાપ ની સ્મૃતિ થી
સદા એકરસ સ્થિતિ રહી શકે છે, પછી દુઃખ-અશાંતિ ની લહેર પણ નહીં આવશે.
સ્લોગન :-
પોતાનું દૈવી
સ્વરુપ સદા સ્મૃતિ માં રહે તો કોઈની પણ વ્યર્થ નજર નથી જઈ શકતી.
અવ્યક્ત ઈશારા - સ્વયં
અને સર્વ પ્રત્યે મન્સા દ્વારા યોગ ની શક્તિ નો પ્રયોગ કરો
જેવી રીતે સાઈલેન્સ
ની શક્તિ નો પ્રયોગ લાઈટ નાં આધાર પર થાય છે. જો કોમ્પ્યુટર પણ ચાલે છે તો
કોમ્પ્યુટર માં માઈટ છે પરંતુ આધાર લાઈટ છે. એવી રીતે તમારી સાઈલેન્સની શક્તિ નો પણ
આધાર લાઈટ છે. જ્યારે તે પ્રકૃતિ ની લાઈટ અનેક પ્રકાર નાં પ્રયોગ પ્રેક્ટિકલ માં
કરીને દેખાડે છે તો તમારી અવિનાશી પરમાત્મ-લાઈટ, આત્મિક-લાઈટ અને સાથે-સાથે
પ્રેક્ટિકલ સ્થિતિ લાઈટ, તો આનાથી શું નથી પ્રયોગ થઈ શકતાં!