27-11-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - હદ નાં સંસાર ની વાહિયાત ( ફાલતું ) વાતો માં પોતાનો સમય વેસ્ટ નથી કરવાનો ( બગાડવાનો નથી ), બુદ્ધિ માં સદા રોયલ વિચારો ચાલતાં રહે”

પ્રશ્ન :-
કયા બાળકો બાપ નાં દરેક ડાયરેક્શન ને અમલ માં લાવી શકે છે?

ઉત્તર :-
જે અંતર્મુખી છે, પોતાનો શો (દેખાડો) નથી, રુહાની નશા માં રહે છે, એ જ બાપ નાં દરેક ડાયરેક્શન ને અમલ માં લાવી શકે છે. તમને મિથ્યા અહંકાર ક્યારેય ન આવવો જોઈએ. અંદર ખૂબ સફાઈ હોય. આત્મા બહુ જ સારો હોય, એક બાપ સાથે સાચ્ચો લવ (પ્રેમ) હોય. ક્યારેય લૂણ-પાણી અર્થાત્ ખારાપણા નાં સંસ્કાર ન હોય, ત્યારે બાપ નાં દરેક ડાયરેક્શન અમલ માં આવશે.

ઓમ શાંતિ!
બાળકો ફક્ત યાદ ની યાત્રા માં જ નથી બેઠાં. બાળકો ને આ ફખુર (નશો) છે કે અમે શ્રીમત પર પોતાનું પરિસ્તાન સ્થાપન કરી રહ્યા છીએ. એટલો ઉમંગ, ખુશી રહેવી જોઈએ. કિચડપટ્ટી વગેરેની બધી વાહિયાત વાતો નિકળી જવી જોઈએ. બેહદ નાં બાપ ને જોતા જ ઉલ્લાસ માં આવવું જોઈએ. જેટલાં-જેટલાં તમે યાદ ની યાત્રા માં રહેશો એટલી ઇમ્પ્રૂવમેન્ટ (સુધારણા) આવતી જશે. બાપ કહે છે - બાળકો માટે રુહાની યુનિવર્સિટી હોવી જોઈએ. તમારી છે જ વર્લ્ડ સ્પ્રિચ્યુઅલ યુનિવર્સિટી (આધ્યાત્મિક વિશ્વ વિદ્યાલય). તો તે યુનિવર્સિટી ક્યાં છે? યુનિવર્સિટી ખાસ સ્થાપન કરાય છે. તેની સાથે બહુ જ રોયલ હોસ્ટેલ જોઈએ. તમારા કેટલાં રોયલ વિચારો હોવા જોઈએ? બાપ ને તો રાત-દિવસ એ જ વિચારો રહે છે - કેવી રીતે બાળકોને ભણાવીને ઊંચી પરીક્ષા માં પાસ કરાવે? જેનાથી પછી આ વિશ્વ નાં માલિક બનવાના છે. અસલ માં તમારો આત્મા શુદ્ધ-સતોપ્રધાન હતો તો શરીર પણ કેટલું સતોપ્રધાન સુંદર હતું? રાજાઈ પણ કેટલી ઊંચી હતી? તમારો હદ નાં સંસાર ની કિચડપટ્ટી ની વાતો માં સમય બહુ જ વેસ્ટ થાય છે. આપ સ્ટુડન્ટ્સ (વિદ્યાર્થી) ની અંદર કિચડપટ્ટી નાં વિચારો પણ ન હોવા જોઈએ. કમિટીઓ (સમિતિ) વગેરે તો ખૂબ સારી-સારી બનાવે છે. પરંતુ યોગબળ નથી. ગપ્પા બહુ જ મારે છે - અમે આ કરીશું, આ કરીશું. માયા પણ કહે છે અમે આમને નાક-કાન થી પકડીશું. બાપ ની સાથે લવ (પ્રેમ) જ નથી. કહેવાય છે ને - નર ચાહત કુછ ઔર... તો માયા પણ કંઈ કરવા નથી દેતી. માયા ખૂબ ઠગવા વાળી છે, કાન જ કાપી લે છે. બાપ કેટલાં બાળકો ને ઊંચ બનાવે છે, ડાયરેક્શન આપે છે - આ-આ કરો. બહુ જ રોયલ-રોયલ બાળકીઓ (કન્યાઓ) મોકલી દે છે. કોઈ-કોઈ કહે છે બાબા અમે ટ્રેનિંગ માટે જઈએ? તો બાબા કહે છે બાળકો, પહેલાં તમે સ્વયં ની ખામીઓને કાઢો. સ્વયંને જુઓ અમારા માં કેટલાં અવગુણ છે? સારા-સારા મહારથીઓને પણ માયા એકદમ લૂણ-પાણી કરી દે છે. એવા ખારા બાળકો છે જે બાપ ને ક્યારેય યાદ પણ નથી કરતાં. જ્ઞાન નો ‘ગ’ પણ નથી જાણતાં. બહાર નો શો (દેખાવ) બહુ જ છે. આમાં તો ખૂબ અંતર્મુખ રહેવું જોઈએ, પરંતુ ઘણાઓની તો એવી ચલન હોય છે જેમ અભણ જટ લોકો હોય છે, થોડાક પણ પૈસા છે, તો તેનો નશો ચઢી જાય છે. એ નથી સમજતા કે અરે, અમે તો કંગાળ છીએ. માયા સમજવા નથી દેતી. માયા ખૂબ જબરજસ્ત છે. બાબા થોડીક મહિમા કરે છે તો તેમાં બહુ જ ખુશ થઈ જાય છે.

બાબા ને રાત-દિવસ એ જ વિચારો ચાલે છે કે યુનિવર્સિટી ખૂબ ફર્સ્ટ ક્લાસ હોવી જોઈએ, જ્યાં બાળકો સારી રીતે ભણે. તમે જાણો છો આપણે સ્વર્ગ માં જઈએ છીએ તો ખુશી નો પારો ચઢેલો રહેવો જોઈએ ને? અહીં બાબા અલગ-અલગ ડોઝ આપે છે, નશો ચઢાવે છે. કોઈએ દેવાળુ કાઢ્યું હોય, તેમને દારુ પીવડાવી દો તો સમજશે અમે બાદશાહ છીએ. પછી નશો ઉતરવાથી એવાં ને એવાં બની જાય છે. હવે આ તો છે રુહાની નશો. તમે જાણો છો બેહદ નાં બાપ શિક્ષક બની આપણ ને ભણાવે છે અને ડાયરેક્શન આપે છે - આમ-આમ કરો. કોઈ-કોઈ સમયે કોઈને મિથ્યા અહંકાર પણ આવી જાય છે. માયા છે ને? એવી-એવી વાતો બનાવે છે જે વાત ન પૂછો. બાબા સમજે છે આ ચાલી ન શકે. અંદર ની ખૂબ સફાઈ જોઈએ. આત્મા બહુ જ સારો જોઈએ. તમારા લવ-મેરેજ થયા છે ને? લવ મેરેજ માં કેટલો પ્રેમ હોય છે? આ તો પતિઓનાં પતિ છે. તે પણ કેટલા નાં લવ મેરેજ થાય છે? એક નાં થોડી થાય છે? બધા કહે છે અમારી તો શિવબાબા ની સાથે સગાઈ થઈ ગઈ. અમે તો સ્વર્ગ માં જઈને બેસીશું. ખુશી ની વાત છે ને? અંદર આવવું જોઈએ ને બાબા આપણને કેટલાં શૃંગારે છે? શિવબાબા શૃંગારે છે આમનાં દ્વારા. તમારી બુદ્ધિમાં છે કે આપણે બાપ ને યાદ કરતા-કરતા સતોપ્રધાન બની જઈશું. આ નોલેજ ને બીજા કોઈ જાણતાં જ નથી. આમાં બહુ જ નશો રહે છે. હમણાં હજી એટલો નશો ચઢતો નથી. ચઢવાનો છે જરુર. ગાયન પણ છે અતીન્દ્રિય સુખ ગોપ-ગોપીઓ ને પૂછો. હમણાં તમારા આત્માઓ કેટલાં છી-છી છે? જેમકે બહુ જ છી-છી કચરા માં બેઠો છે. તેમને બાપ આવીને ચેંજ (પરિવર્તન) કરે છે, રિજ્યુવનેટ કરે (નવો જન્મ આપે) છે. મનુષ્ય ગ્લાન્સ (નજર) ચેંજ કરાવે છે તો કેટલી ખુશી થાય છે? તમને તો હમણાં બાપ મળ્યા તો બેડો જ પાર છે. સમજો છો આપણે બેહદ નાં બાપ નાં બન્યા છીએ તો પોતાને કેટલાં જલ્દી સુધારવા જોઈએ? રાત-દિવસ એ જ ખુશી, એ જ ચિંતન રહે - તમને માર્શલ જુઓ, કોણ મળેલા છે? રાત-દિવસ આ જ વિચારો માં રહેવાનું હોય છે. જે-જે સારી રીતે સમજે છે, ઓળખે છે, તે તો જાણે ઉડવા લાગી જાય છે.

આપ બાળકો હમણાં સંગમ પર છો. બાકી તે બધા તો ગંદકી માં પડ્યા છે. જેમ કચરા નાં કિનારે ઝૂંપડીઓ લગાવીને ગંદકી માં બેઠાં રહે છે ને? કેટલી ઝુગ્ગીઓ (ઝુંપડીઓ) બનેલી હોય છે? આ પછી છે બેહદની વાત. હવે તેમાંથી નિકળવાની શિવબાબા તમને બહુ જ સહજ યુક્તિ બતાવે છે. મીઠાં-મીઠાં બાળકો આપ જાણો છો ને આ સમયે તમારા આત્મા અને શરીર બંને જ પતિત છે. હવે તમે નિકળી આવ્યા છો. જે-જે નિકળીને આવ્યા છે તેમનામાં જ્ઞાન ની પરાકાષ્ઠા છે ને? તમને બાપ મળ્યા છે તો પછી શું જોઈએ? આ નશો જ્યારે ચઢે ત્યારે તમે કોઈને સમજાવી શકો. બાપ આવેલા છે. બાપ આપણા આત્માને પવિત્ર બનાવી દે છે. આત્મા પવિત્ર બનવાથી પછી શરીર પણ ફર્સ્ટ ક્લાસ મળે છે. હમણાં તમારો આત્મા ક્યાં બેઠો છે? આ ઝુગ્ગી (ઝુંપડી) માં બેઠેલો છે. તમોપ્રધાન દુનિયા છે ને? કચરા નાં કિનારા પર આવીને બેઠાં છો ને? વિચાર કરો આપણે ક્યાંથી નીકળ્યા છીએ? બાપે ગંદા નાળા માંથી કાઢ્યા છે. હવે આપણો આત્મા સ્વચ્છ બની જશે. રહેવા વાળા પણ ફર્સ્ટ ક્લાસ મહેલ બનાવશે. આપણા આત્મા ને બાપ શૃંગાર કરી સ્વર્ગ માં લઈ જઈ રહ્યા છે. અંદર આવાં-આવાં વિચારો બાળકો ને આવવા જોઈએ. બાપ કેટલો નશો ચઢાવે છે? તમે એટલા ઊંચા હતાં પછી ઉતરતા-ઉતરતા આવીને નીચે પડ્યા છો. શિવાલય માં હતાં તો આત્મા કેટલો શુદ્ધ હતો. તો ફરી પરસ્પર મળીને જલ્દી-જલ્દી શિવાલય માં જવાનો ઉપાય કરવો જોઈએ.

બાબા ને તો વન્ડર લાગે છે - બાળકોમાં એ દિમાગ (બુદ્ધિ) નથી! બાબા આપણ ને ક્યાંથી કાઢે છે? પાંડવ ગવર્મેન્ટ સ્થાપન કરવા વાળા બાપ છે. ભારત જે હેવન (સ્વર્ગ) હતું તે હમણાં હેલ (નર્ક) છે. આત્માની વાત છે. આત્મા પર જ તરસ પડે (રહેમ આવે) છે. એકદમ તમોપ્રધાન દુનિયા માં આવીને આત્મા બેઠો છે એટલે બાપ ને યાદ કરે છે - બાબા, અમને ત્યાં લઈ જાઓ. અહીં બેઠાં પણ તમારે આ વિચાર ચલાવવા જોઈએ એટલે બાબા કહે છે બાળકો માટે ફર્સ્ટ ક્લાસ યુનિવર્સિટી બનાવો. કલ્પ-કલ્પ બને છે. તમારા વિચાર ખૂબ આલીશાન હોવા જોઈએ. હજી તે નશો નથી ચઢ્યો. નશો હોય તો ખબર નહીં શું કરીને દેખાડે? બાળકો યુનિવર્સિટી નો અર્થ નથી સમજતાં. તે રોયલ્ટી નાં નશા માં નથી રહેતાં. માયા દબાવીને બેઠી છે. બાબા સમજાવે છે બાળકો પોતાનો ઉલ્ટો નશો ન ચઢાવો. દરેક પોત-પોતાની ક્વોલિફીકેશન (યોગ્યતા) જુઓ. અમે કેવી રીતે ભણીએ છીએ? શું મદદ કરીએ છીએ? ફક્ત વાતો નાં વડા નથી ખાવાનાં. જે કહો છો તે કરવાનું છે. ગપ્પા નહીં કે આ કરીશું, આ કરીશું. આજે કહે છે આ કરીશું, કાલે મોત આવ્યું, ખતમ થઈ જશે. સતયુગ માં તો આવું નહીં કહેશે. ત્યાં ક્યારેય અકાળે મૃત્યુ થતું નથી. કાળ આવી નથી શકતો. તે છે જ સુખધામ. સુખધામ માં કાળ ને આવવાનો હુકમ નથી. રાવણ રાજ્ય અને રામ રાજ્ય નાં પણ અર્થ ને સમજવાના છે. હમણાં તમારી લડાઈ છે જ રાવણ સાથે. દેહ-અભિમાન પણ કમાલ કરે છે, જે બિલકુલ પતિત બનાવી દે છે. દેહી-અભિમાની બનવાથી આત્મા શુદ્ધ બની જાય છે. તમે સમજો છો ને ત્યાં આપણા મહેલ કેવાં બનશે? હમણાં તમે તો સંગમ પર આવી ગયા છો. નંબરવાર સુધરી રહ્યા છો, લાયક બની રહ્યા છો. તમારો આત્મા પતિત હોવાનાં કારણે શરીર પણ પતિત મળ્યું છે. હવે હું આવ્યો છું તમને સ્વર્ગવાસી બનાવવા. યાદ ની સાથે દૈવી ગુણ પણ જોઈએ. માસી નું ઘર થોડી છે? સમજે છે કે બાબા આવ્યા છે અમને નર થી નારાયણ બનાવવા પરંતુ માયા નો ખૂબ ગુપ્ત મુકાબલો છે. તમારી લડાઈ છે જ ગુપ્ત એટલે તમને અનનોન-વોરિયર્સ કહેવાય છે. અનનોન-વોરિયર્સ બીજા કોઈ હોતાં જ નથી. તમારું જ નામ છે વોરિયર્સ. બીજા તો બધાનાં નામ રજીસ્ટર માં છે જ. આપ અનનોન-વોરિયર્સ ની નિશાની તેમણે પકડી છે. તમે કેટલાં ગુપ્ત છો? કોઈને ખબર નથી. તમે વિશ્વ પર વિજય મેળવી રહ્યા છો માયા ને વશ કરવા માટે. તમે બાપ ને યાદ કરો છો તો પણ માયા ભુલાવી દે છે. કલ્પ-કલ્પ તમે પોતાનું રાજ્ય સ્થાપન કરી લો છો. તો અનનોન-વોરિયર્સ તમે છો જે ફક્ત બાપ ને યાદ કરો છો. આમાં હાથ-પગ કંઈ નથી ચલાવતાં. યાદ માટે યુક્તિઓ પણ બાબા બહુ જ બતાવે છે. ચાલતાં-ફરતાં તમે યાદ ની યાત્રા કરો, ભણો પણ. હવે તમે સમજો છો આપણે શું હતા? શું બની ગયા છીએ? હવે ફરી બાબા આપણને શું બનાવે છે? કેટલી સહજ યુક્તિ બતાવે છે. ક્યાંય પણ રહેતાં યાદ કરો તો જંક (કાટ) ઉતરી જાય. કલ્પ-કલ્પ આ યુક્તિ આપતા રહે છે. સ્વયંને આત્મા સમજી બાપ ને યાદ કરો તો સતોપ્રધાન બનશો, બીજું કોઈ પણ બંધન નથી. બાથરુમ માં જાઓ તો પણ સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરો તો આત્મા નો મેલ ઉતરી જાય. આત્મા ને કોઈ તિલક લગાડવાનું નથી હોતું, આ બધી તો ભક્તિમાર્ગ ની નિશાની છે. આની જ્ઞાન માર્ગ માં કોઈ જરુર નથી, પાઈ નો ખર્ચો નથી. ઘરે બેઠાં યાદ કરતા રહો. કેટલું સહજ છે? એ બાબા આપણા બાપ પણ છે, શિક્ષક અને ગુરુ પણ છે.

પહેલાં બાપ ની યાદ, પછી શિક્ષક ની, પછી ગુરુ ની, કાયદો એવું કહે છે. શિક્ષક ને તો જરુર યાદ કરશે તેમની પાસે થી ભણતર નો વારસો મળે છે પછી વાનપ્રસ્થ અવસ્થા માં ગુરુ મળે છે. આ બાપ તો બધું હોલસેલ માં આપી દે છે. તમને ૨૧ જન્મો માટે રાજાઈ હોલસેલ માં આપી દે છે. લગ્ન માં કન્યા ને દહેજ ગુપ્ત આપે છે ને? શો કરવાની જરુર નથી. કહેવાય છે ગુપ્ત દાન. શિવબાબા પણ ગુપ્ત છે ને? આમાં અહંકારની કોઈ વાત નથી. કોઈ-કોઈને અહંકાર રહે છે કે બધા જુએ. આ છે બધું ગુપ્ત. બાપ તમને વિશ્વ ની બાદશાહી દહેજ માં આપે છે. કેટલો ગુપ્ત તમારો શૃંગાર થઈ રહ્યો છે? કેટલું સરસ દહેજ મળે છે. બાપ કેવી રીતે યુક્તિ થી આપે છે, કોઈને ખબર નથી પડતી. અહીં તમે બેગર (ગરીબ) છો, બીજા જન્મ માં ગોલ્ડન સ્પૂન ઈન માઉથ (સોનાની ચમચી મુખમાં) હશે. તમે ગોલ્ડન દુનિયા માં જાઓ છો ને? ત્યાં બધું જ સોનાનું હશે. સાહૂકારો નાં મહેલો માં સરસ જડતર હશે. ફરક તો જરુર રહેશે. આ પણ હમણાં તમે સમજો છો - માયા બધાને ઉલ્ટા લટકાવી દે છે. હવે બાપ આવ્યા છે તો બાળકો માં કેટલો હોંસલો (હિમ્મત) હોવો જોઈએ? પરંતુ માયા ભુલાવી દે છે - બાપનું ડાયરેક્શન છે કે બ્રહ્મા નું? ભાઈ નું છે કે બાપ નું? આમાં બહુ જ મૂંઝાય છે. બાપ કહે છે સારું કે ખરાબ હોય - તમે બાપ નું ડાયરેક્શન જ સમજો. એનાં પર ચાલવું પડે. આમની કોઈ ભૂલ પણ થઈ જશે તો અભુલ કરાવી દેશે. એમનામાં તાકાત તો છે ને? તમે જુઓ છો આ કેવી રીતે ચાલે છે, એમનાં માથા પર કોણ બેઠું છે? એકદમ બાજુ માં બેઠાં છે. ગુરુ લોકો બાજુ માં બેસાડીને શીખવાડે છે ને? તો પણ મહેનત આમણે કરવાની હોય છે. તમોપ્રધાન થી સતોપ્રધાન બનવામાં પુરુષાર્થ કરવો પડે છે.

બાપ કહે છે મને યાદ કરીને ભોજન બનાવો. શિવબાબા ની યાદ નું ભોજન બીજા કોઈને મળી ન શકે. હમણાં નાં ભોજનનું જ ગાયન છે. તે બ્રાહ્મણ લોકો ભલે સ્તુતિ ગાય છે પરંતુ અર્થ કંઈ નથી સમજતાં. જે મહિમા કરે છે, સમજતા કંઈ નથી. એટલું સમજાય છે કે આ રિલિજિયસ માઈન્ડેડ (ધાર્મિક મનોવૃત્તિ) છે કારણ કે પુજારી છે. ત્યાં તો રિલિજિયસ માઈન્ડેડ ની વાત જ નથી, ત્યાં ભક્તિ હોતી નથી. આ પણ કોઈને ખબર નથી - ભક્તિ શું ચીજ હોય છે? કહેતા હતાં જ્ઞાન, ભક્તિ, વૈરાગ. કેટલાં ફર્સ્ટ ક્લાસ શબ્દ છે? જ્ઞાન દિવસ, ભક્તિ રાત. પછી રાત થી વૈરાગ તો દિવસ માં જાય છે. કેટલું સ્પષ્ટ છે? હવે તમે સમજી ગયા છો તો તમને ધક્કા નથી ખાવા પડતાં.

બાપ કહે છે મને યાદ કરો, હું તમને વિશ્વ નાં માલિક બનાવું છું. હું તમારો બેહદ નો બાપ છું, સૃષ્ટિ નું ચક્ર જાણવું પણ કેટલું સહજ છે? બીજ અને ઝાડ ને યાદ કરો. હમણાં કળિયુગ નો અંત છે પછી સતયુગ આવવાનો છે. હમણાં તમે સંગમયુગ પર ગુલ-ગુલ બનો છો. આત્મા સતોપ્રધાન બની જશે તો રહેવા માટે પણ સતોપ્રધાન મહેલ મળશે. દુનિયા જ નવી બની જાય છે. તો બાળકો ને કેટલી ખુશી રહેવી જોઈએ? અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા ફખુર (નશો) રહે કે આપણે શ્રીમત પર પોતાનું પરિસ્તાન સ્થાપન કરી રહ્યા છીએ. વાહિયાત કિચડપટ્ટી ની વાતો ને છોડી બહુ જ ઉલ્લાસ માં રહેવાનું છે.

2. પોતાનાં વિચારો બહુ જ આલીશાન રાખવાના છે. ખૂબ સારી રોયલ યુનિવર્સિટી અને હોસ્ટેલ ખોલવાનો પ્રબંધ કરવાનો છે. બાપ નાં ગુપ્ત મદદગાર બનવાનું છે, પોતાનો શો (દેખાડો) નથી કરવાનો.

વરદાન :-
નિમિત્ત કોઈ પણ સેવા કરતા બેહદ ની વૃત્તિ દ્વારા વાયબ્રેશન ફેલાવવા વાળા બેહદ સેવાધારી ભવ

હવે બેહદ પરિવર્તન ની સેવા માં તીવ્રગતિ લાવો. એવું નહીં, કરી તો રહ્યા છીએ, એટલાં બિઝી રહીએ છીએ જે સમય જ નથી મળતો. પરંતુ નિમિત્ત કોઈ પણ સેવા કરતા બેહદ નાં સહયોગી બની શકો છો, ફક્ત વૃત્તિ બેહદ માં હોય તો વાયબ્રેશન ફેલાતા રહેશે. જેટલાં બેહદ માં બિઝી રહેશો તો જે ડ્યુટી છે તે વધારે જ સહજ થઈ જશે. દરેક સંકલ્પ, દરેક સેકંડ શ્રેષ્ઠ વાયબ્રેશન ફેલાવવાની સેવા કરવી જ બેહદ સેવાધારી બનવું છે.

સ્લોગન :-
શિવ બાપ ની સાથે કમ્બાઈન્ડ રહેવા વાળી શિવ શક્તિઓ નો શૃંગાર છે જ્ઞાન નાં અસ્ત્ર-શસ્ત્ર.