27-12-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારા દુઃખ નાં દિવસો હવે પૂરા થયાં , તમે હવે એવી દુનિયા માં જઈ રહ્યાં છો જ્યાં કોઈ પણ અપ્રાપ્ત વસ્તુ નથી”

પ્રશ્ન :-
કયા બે શબ્દો નું રહસ્ય તમારી બુદ્ધિ માં હોવાના કારણે જૂની દુનિયા થી બેહદ નો વૈરાગ રહે છે?

ઉત્તર :-
ઉતરતી કળા અને ચઢતી કળા નું રહસ્ય તમારી બુદ્ધિ માં છે. તમે જાણો છો અડધોકલ્પ આપણે ઉતરતા આવ્યાં, હવે છે ચઢવાનો સમય. બાપ આવ્યાં છે નર થી નારાયણ બનાવવાનું સત્ય જ્ઞાન આપવાં. આપણા માટે હવે કળિયુગ પૂરો થયો, નવી દુનિયા માં જવાનું છે એટલે આનાંથી બેહદ નો વૈરાગ છે.

ગીત :-
ધીરજ ધર મનુવા…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકોએ ગીત સાંભળ્યું. રુહાની બાપ બેસીને સમજાવે છે - આ એક જ પુરુષોત્તમ સંગમયુગ છે જ્યારે કે કલ્પ-કલ્પ બાપ આવીને રુહાની બાળકો ને ભણાવે છે. રાજયોગ શીખવાડે છે. બાપ રુહાની બાળકો ને કહે છે મનુવા અર્થાત્ આત્મા, હે આત્મા, ધીરજ ધરો. આત્માઓ સાથે વાત કરે છે. આ શરીર નો માલિક આત્મા છે. આત્મા કહે છે - હું અવિનાશી આત્મા છું, આ મારું શરીર વિનાશી છે. રુહાની બાપ કહે છે - હું એક જ વાર કલ્પ નાં સંગમ પર આવીને આપ બાળકો ને ધીરજ આપું છું કે હવે સુખ નાં દિવસ આવે છે. હમણાં તમે દુઃખધામ રાૈરવ નર્ક માં છો. ફક્ત તમે નથી પરંતુ આખી દુનિયા રૌરવ નર્ક માં છે, તમે જે મારા બાળકો બન્યાં છો, રૌરવ નર્ક માંથી નીકળી ને સ્વર્ગ માં જઈ રહ્યાં છો. સતયુગ, ત્રેતા, દ્વાપર પસાર થઈ ગયાં. કળિયુગ પણ તમારા માટે પસાર થઈ ગયો. તમારા માટે આ પુરુષોત્તમ સંગમયુગ છે જ્યારે તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બનો છો. આત્મા જ્યારે સતોપ્રધાન બની જશે તો પછી આ શરીર પણ છોડશે. સતોપ્રધાન આત્મા ને સતયુગ માં નવું શરીર જોઈએ. ત્યાં બધું જ નવું હોય છે. બાપ કહે છે બાળકો હવે દુઃખધામ થી સુખધામ માં જવાનું છે, એનાં માટે પુરુષાર્થ કરવાનો છે. સુખધામ માં આ લક્ષ્મી-નારાયણ ની રાજાઈ હતી. તમે પુરુષાર્થ કરી રહ્યાં છો નર થી નારાયણ બનવાનો. આ સત્ય નર થી નારાયણ બનવાનું જ્ઞાન છે. ભક્તિમાર્ગ માં દરેક પૂર્ણિમા પર કથા સાંભળતા આવ્યાં છો, પરંતુ તે છે જ ભક્તિમાર્ગ. એને સત્ય માર્ગ નહીં કહેવાશે, જ્ઞાન માર્ગ છે સત્ય માર્ગ. તમે સીડી ઉતરતાં-ઉતરતાં જુઠ્ઠખંડ માં આવો છો. હમણાં તમે જાણો છો સત્ય બાપ પાસે થી આપણે આ જ્ઞાન મેળવીને ૨૧ જન્મ દેવી-દેવતા બનીશું. આપણે હતાં, પછી સીડી ઉતરતાં આવ્યાં. ઉતરતી કળા અને ચઢતી કળા નું રહસ્ય તમારી બુદ્ધિ માં છે. પોકારે પણ છે હે બાબા આવીને અમને પાવન બનાવો. એક બાપ જ પાવન બનાવવા વાળા છે. બાપ કહે છે - બાળકો, તમે સતયુગ માં વિશ્વ નાં માલિક હતાં. બહુ જ ધનવાન, બહુ જ સુખી હતાં. હવે બાકી થોડો સમય છે. જૂની દુનિયા નો વિનાશ સામે છે. નવી દુનિયા માં એક રાજ્ય, એક ભાષા હતી. તેને કહેવાય છે અદ્વૈત રાજ્ય. હમણાં કેટલાં દ્વૈત છે, અનેક ભાષાઓ છે. જેમ મનુષ્યો નું ઝાડ વધતું જાય છે, ભાષાઓ નાં ઝાડ ની પણ વૃદ્ધિ થતી જાય છે. પછી હશે એક ભાષા. ગાયન છે ને વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ. મનુષ્યો ની બુદ્ધિ માં નથી બેસતું. બાપ જ દુઃખ ની જૂની દુનિયા ને બદલી સુખ ની નવી દુનિયા સ્થાપન કરે છે. લખેલું છે પ્રજાપિતા બ્રહ્મા દ્વારા દૈવી રાજ્ય ની સ્થાપના. આ છે રાજયોગ નો અભ્યાસ. આ જ્ઞાન જે ગીતા માં લખેલું છે, બાપે જે સન્મુખ સંભળાવ્યું તે પછી મનુષ્યોએ ભક્તિમાર્ગ માં બેસીને લખ્યું છે, જેનાથી તમે ઉતરતા આવ્યાં છો. હમણાં ભગવાન તમને ભણાવે છે ઉપર ચઢવા માટે. ભક્તિ ને કહેવાય જ છે ઉતરતી કળા નો માર્ગ. જ્ઞાન છે ચઢતી કળા નો માર્ગ. આ સમજાવવા માં તમે ડરો નહીં. ભલે એવાં પણ છે જે આ વાતો ને ન સમજવાના કારણે વિરોધ કરશે, શાસ્ત્રવાદ કરશે. પરંતુ તમારે કોઈ સાથે શાસ્ત્રવાદ નથી કરવાનો. બોલો શાસ્ત્ર, વેદ, ઉપનિષદ કે ગંગા સ્નાન કરવું, તીર્થ વગેરે કરવા આ બધું ભક્તિકાંડ છે. ભારત માં રાવણ પણ છે બરોબર, જેની એફિજી (પૂતળું) બાળે છે. આમ તો દુશ્મનો ની એફિજી બાળે છે, અલ્પકાળ માટે. આ એક રાવણ ની જ એફીજી દર વર્ષે બાળતા આવે છે. બાપ કહે છે તમે ગોલ્ડન એજેડ (સતયુગી) બુદ્ધિ થી આયરન એજેડ (કળિયુગી) બુદ્ધિ બની ગયા છો. તમે કેટલાં સુખી હતાં. બાપ આવે જ છે સુખધામ ની સ્થાપના કરવાં. પછી જ્યારે ભક્તિમાર્ગ શરુ થાય છે તો દુઃખી બનો છો. પછી સુખદાતા ને યાદ કરે છે, તે પણ નામ માત્ર કારણકે એમને જાણતા નથી. ગીતા માં નામ બદલી દીધું છે. પહેલાં-પહેલાં તમે આ સમજાવો કે ઊંચા માં ઊંચા ભગવાન એક છે, યાદ પણ એમને કરવા જોઈએ. એક ને યાદ કરવા એને જ અવ્યભિચારી યાદ, અવ્યભિચારી જ્ઞાન કહેવાય છે. તમે હમણાં બ્રાહ્મણ બન્યાં છો તો ભક્તિ નથી કરતાં. તમને જ્ઞાન છે. બાપ ભણાવે છે જેનાથી આપણે આ દેવતા બનીએ છીએ. દૈવી ગુણ પણ ધારણ કરવાના છે એટલે બાબા કહે છે પોતાનો ચાર્ટ રાખો તો ખબર પડશે કે અમારા માં કોઈ આસુરી ગુણ તો નથી. દેહ-અભિમાન છે પહેલો અવગુણ, પછી દુશ્મન છે કામ. કામ પર જીત મેળવવા થી જ તમે જગતજીત બનશો. તમારો ઉદ્દેશ જ આ છે, આ લક્ષ્મી-નારાયણ નાં રાજ્ય માં કોઈ અનેક ધર્મ નહોતાં. સતયુગ માં દેવતાઓ નું જ રાજ્ય હોય છે. મનુષ્ય હોય છે કળિયુગ માં. છે ભલે તે પણ મનુષ્ય, પરતું દૈવી ગુણો વાળા. આ સમયે બધા મનુષ્ય છે આસુરી ગુણો વાળા. સતયુગ માં કામ મહાશત્રુ હોતો નથી. બાપ કહે છે આ કામ મહાશત્રુ પર જીત મેળવવા થી તમે જગતજીત બનશો. ત્યાં રાવણ હોતો નથી. આ પણ મનુષ્ય સમજી નથી શકતાં. ગોલ્ડન એજ થી ઉતરતાં-ઉતરતાં તમોપ્રધાન બુદ્ધિ બન્યાં છે. હવે પછી સતોપ્રધાન બનવાનું છે. એનાં માટે એક જ દવા મળે છે - બાપ કહે છે પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો તો જન્મ-જન્માંતર નાં પાપ ભસ્મ થઈ જશે. તમે બેઠાં છો પાપો ને ભસ્મ કરવા તો પછી હવે પાપ ન કરવા જોઈએ. નહીં તો તે સોગુણા બની જશે. વિકાર માં ગયા તો સોગુણા દંડ પડી જશે, પછી તે મુશ્કેલ ચઢી શકે છે. પહેલો નંબર દુશ્મન છે આ કામ. ૫ માળે થી પડશે તો હાડકા એકદમ તૂટી જશે. કદાચ મરી પણ જાય. ઉપર થી પડવા થી એકદમ ચકનાચૂર થઈ જાય છે. બાપ સાથે પ્રતિજ્ઞા તોડી, કાળુ મોઢું કર્યુ તો આસુરી દુનિયા માં ચાલ્યાં ગયાં. અહીં થી મરી ગયાં. એમને બ્રાહ્મણ પણ નહીં, શૂદ્ર કહેવાશે.

બાપ કેટલું સહજ સમજાવે છે. પહેલાં તો આ નશો રહેવો જોઈએ. જો સમજો શ્રીકૃષ્ણ ભગવાનુવાચ પણ હોય, તે પણ તો જરુર ભણાવીને આપ સમાન બનાવશે ને? પરંતુ કૃષ્ણ તો ભગવાન હોય ન શકે. તે તો પુનર્જન્મ માં આવે છે. બાપ કહે છે હું જ પુનર્જન્મ રહિત છું. રાધા-કૃષ્ણ, લક્ષ્મી-નારાયણ અથવા વિષ્ણુ એક જ વાત છે. વિષ્ણુ નાં બે રુપ લક્ષ્મી-નારાયણ અને લક્ષ્મી-નારાયણ નું જ બાળપણ છે રાધા-કૃષ્ણ. બ્રહ્મા નું પણ રહસ્ય સમજાવ્યું છે - બ્રહ્મા-સરસ્વતી સો લક્ષ્મી-નારાયણ. હવે ટ્રાન્સફર થાય છે. પાછળ નું નામ આમનું બ્રહ્મા રાખ્યું છે. બાકી આ બ્રહ્મા તો જુઓ એકદમ આયરન એજ (કળિયુગ) માં ઉભા છે. આ જ પછી તપસ્યા કરી કૃષ્ણ અથવા શ્રી નારાયણ બને છે. વિષ્ણુ કહેવા થી એમાં બંને આવી જાય છે. બ્રહ્મા ની દીકરી સરસ્વતી. આ વાતો કોઈ સમજી ન શકે. ૪ ભુજા બ્રહ્મા ને પણ આપે છે કારણકે પ્રવૃત્તિ માર્ગ છે ને? નિવૃત્તિ માર્ગ વાળા આ જ્ઞાન આપી ન શકે. અનેક ને બહાર થી ફસાવીને લઈ આવે છે કે ચાલો અમે પ્રાચીન રાજયોગ શીખવાડીએ. હવે સંન્યાસી રાજયોગ શીખવાડી ન શકે. હમણાં ઈશ્વર આવ્યાં છે, તમે હવે એમનાં બાળકો ઈશ્વરીય સંપ્રદાય બન્યાં છો. ઈશ્વર આવ્યાં છે તમને ભણાવવાં. તમને રાજયોગ શીખવાડી રહ્યાં છે. એ તો છે નિરાકાર. બ્રહ્મા દ્વારા તમને પોતાનાં બનાવ્યાં છે. બાબા-બાબા તમે એમને કહો છો, બ્રહ્મા તો વચ્ચે ઈન્ટરપ્રેટર (અનુવાદક) છે. ભાગ્યશાળી રથ છે. આમનાં દ્વારા બાબા તમને ભણાવે છે. તમે પણ પતિત થી પાવન બનો છો. બાપ ભણાવે છે - મનુષ્ય થી દેવતા બનાવવાં. હમણાં તો રાવણ રાજ્ય, આસુરી સંપ્રદાય છે ને? હમણાં તમે ઈશ્વરીય સંપ્રદાય બન્યાં છો પછી દૈવી સંપ્રદાય બનશો. હમણાં તમે પુરુષોત્તમ સંગમયુગ પર છો, પાવન બની રહ્યાં છો. સંન્યાસી લોકો તો ઘરબાર છોડીને જાય છે. અહીં બાપ તો કહે છે - ભલે સ્ત્રી-પુરુષ ઘર માં સાથે રહો, એવું ન સમજો કે સ્ત્રી નાગીન છે એટલે અમે અલગ થઈ જઈએ તો છૂટી જઈશું. તમારે ભાગવાનું નથી. તે હદ નો સંન્યાસ છે જે ભાગે છે, તમે અહીં બેઠાં છો પરંતુ તમને આ વિકારી દુનિયા થી વૈરાગ છે. આ બધી વાતો તમારે સારી રીતે ધારણ કરવાની છે, નોંધ કરવાની છે અને પરેજી પણ રાખવાની છે. દૈવીગુણ ધારણ કરવાના છે. શ્રીકૃષ્ણ નાં ગુણ ગવાય છે ને? આ તમારો મુખ્ય ઉદ્દેશ છે. બાપ નથી બનતાં, તમને બનાવે છે. પછી અડધાકલ્પ પછી તમે નીચે ઉતરતા, તમોપ્રધાન બનો છો. હું નથી બનતો, આ બને છે. ૮૪ જન્મ પણ આમણે લીધાં છે. આમણે પણ હવે સતોપ્રધાન બનવાનું છે, આ પુરુષાર્થી છે. નવી દુનિયા ને સતોપ્રધાન કહેવાશે. દરેક વસ્તુ પહેલાં સતોપ્રધાન પછી સતો-રજો-તમો માં આવે છે. નાનાં બાળકો પણ મહાત્મા કહેવાય છે કારણકે એમના માં વિકાર હોતાં નથી, એટલે એમને ફૂલ કહેવાય છે. સંન્યાસીઓ કરતાં નાનાં બાળકો ને ઉત્તમ કહેવાશે કારણકે સંન્યાસીઓ તો છતાં પણ જીવન પસાર કરીને આવે છે ને? ૫ વિકારો નો અનુભવ છે. બાળકો ને તો ખબર નથી રહેતી એટલે બાળકો ને જોઈને ખુશી થાય છે, ચૈતન્ય ફૂલ છે. આપણો તો છે જ પ્રવૃત્તિ માર્ગ.

હવે આપ બાળકોએ આ જૂની દુનિયા થી નવી દુનિયા માં જવાનું છે. અમરલોક માં જવા માટે તમે બધા પુરુષાર્થ કરો છો, મૃત્યુલોક થી ટ્રાન્સફર (બદલી) થાઓ છો. દેવતા બનવું છે તો એનાં માટે હવે મહેનત કરવી પડે, પ્રજાપિતા બ્રહ્મા નાં બાળકો ભાઈ-બહેન બની જાઓ છો. ભાઈ-બહેન તો હતા ને? પ્રજાપિતા બ્રહ્મા ની સંતાન પરસ્પર શું થયાં? પ્રજાપિતા બ્રહ્મા ગવાય છે. જ્યાં સુધી પ્રજાપિતા નાં બાળકો ન બને, સૃષ્ટિ ની રચના કેવી રીતે થાય? પ્રજાપિતા બ્રહ્મા નાં છે બધા રુહાની બાળકો. તે બ્રાહ્મણ હોય છે શારીરિક યાત્રા વાળા. તમે છો રુહાની યાત્રા વાળા. તે પતિત, તમે પાવન. તે કોઈ પ્રજાપિતા ની સંતાન નથી, આ તમે સમજો છો. ભાઈ-બહેન જ્યારે સમજે ત્યારે વિકાર માં ન જાય. બાપ પણ કહે છે ખબરદાર રહેજો, મારા બાળક બનીને કોઈ ક્રિમિનલ (અપવિત્ર) કામ નથી કરવાનું, નહીં તો પથ્થર બુદ્ધિ બની જશો. ઇન્દ્રસભા ની વાર્તા પણ છે. શૂદ્ર ને લઈ આવી તો ઈન્દ્રસભા માં એમની દુર્ગંધ આવવા લાગી. તો કહ્યું પતિત ને અહીંયાં કેમ લાવ્યાં છો? પછી એમને શ્રાપ આપી દીધો. હકીકત માં આ સભા માં પણ કોઈ પતિત આવી ન શકે. ભલે બાપ ને ખબર પડે કે ન પડે, આ તો પોતાનું જ નુકસાન કરે છે, વધારે જ સો-ગુણા દંડ પડી જાય છે. પતિત ને એલાઉ (પરવાનગી) નથી. એમનાં માટે વીઝીટીંગ રુમ (મુલાકાત કક્ષ) ઠીક છે. જ્યારે પાવન બનવાની ગેરંટી કરે, દૈવીગુણ ધારણ કરે ત્યારે એલાઉ થાય. દૈવી ગુણ ધારણ કરવામાં સમય લાગે છે. પાવન બનવાની એક જ પ્રતિજ્ઞા છે.

આ પણ સમજાવ્યું છે, દેવતાઓ ની અને પરમાત્મા ની મહિમા અલગ-અલગ છે. પતિત-પાવન, લિબરેટર (મુક્તિદાતા), ગાઈડ (માર્ગદર્શક) બાપ જ છે. બધા દુઃખો થી મુક્ત કરી પોતાનાં શાંતિધામ માં લઈ જાય છે. શાંતિધામ, સુખધામ અને દુઃખધામ આ પણ ચક્ર છે. હવે દુઃખધામ ને ભૂલી જવાનું છે. શાંતિધામ થી સુખધામ માં એ આવશે જે નંબરવાર પાસ થશે, એ જ આવતા રહેશે. આ ચક્ર ફરતું રહે છે. અનેકાનેક આત્માઓ છે, બધાનો પાર્ટ નંબરવાર છે. જશે પણ નંબરવાર. એને કહેવાય છે શિવબાબા નો સિજરો અથવા રુદ્ર માળા. નંબરવાર જાય છે પછી નંબરવાર આવે છે. બીજા ધર્મ વાળા નું પણ એવું હોય છે. બાળકો ને રોજ સમજાવાય છે, સ્કૂલ માં રોજ નહીં ભણશો, મોરલી નહીં સાંભળશો તો પછી ગેરહાજરી થઈ જશે. ભણવાની લિફ્ટ (ભણતર નો ફાયદો) તો જરુર જોઈએ. ગોડલી યુનિવર્સિટી માં એબસન્ટ (ગેરહાજરી) થોડી હોવી જોઈએ? ભણતર કેટલું ઊંચું છે, જેનાથી તમે સુખધામ નાં માલિક બનો છો. ત્યાં તો અનાજ બધું ફ્રી (મફત) હોય છે, પૈસા નથી લાગતાં. હમણાં તો કેટલું મોંઘુ છે. ૧૦૦ વર્ષ માં કેટલું મોંઘુ થઈ ગયું છે. ત્યાં કોઈ અપ્રાપ્ત વસ્તુ નથી હોતી જેનાં માટે મુશ્કેલી આવે. તે છે જ સુખધામ. તમે હમણાં ત્યાં નાં માટે તૈયારી કરી રહ્યાં છો. તમે બેગર ટૂ પ્રિન્સ (કંગાળ થી ધનવાન) બનો છો. સાહૂકાર લોકો પોતાને બેગર નથી સમજતાં. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ સાથે જે સંપૂર્ણ પાવન બનવાની પ્રતિજ્ઞા કરી છે, એને તોડવાની નથી. બહુજ-બહુજ પરેજી રાખવાની છે. પોતાનો ચાર્ટ જોવાનો છે - અમારા માં કોઈ અવગુણ તો નથી?

2. ગોડલી યુનિવર્સિટી માં ક્યારેય પણ ગેરહાજર નથી રહેવાનું. સુખધામ નાં માલિક બનવાનું ઊચું ભણતર એક દિવસ પણ મિસ નથી કરવાનું. મોરલી રોજ જરુર સાંભળવાની છે.

વરદાન :-
દરેક સેકન્ડ , દરેક સંકલ્પ નાં મહત્વ ને જાણી પુણ્ય ની પુંજી જમા કરવા વાળા પદમાપદમપતિ ભવ

આપ પુણ્ય આત્માઓનાં સંકલ્પ માં એટલી વિશેષ શક્તિ છે જે શક્તિ દ્વારા અસંભવ ને સંભવ કરી શકો છો. જેવી રીતે આજકાલ યંત્રો દ્વારા રેગિસ્તાન (રણ) ને હર્યુ ભર્યુ કરી દે છે, પહાડો પર ફૂલો ઉગાડી દે છે એવી રીતે આપ પોતાનાં શ્રેષ્ઠ સંકલ્પો દ્વારા નાઉમ્મીદવાર ને ઉમ્મીદવાર બનાવી શકો છો. ફક્ત દરેક સેકન્ડ, દરેક સંકલ્પ ની વેલ્યુ ને જાણી, સંકલ્પ અને સેકન્ડ ને યુઝ કરી પુણ્ય ની પુંજી જમા કરો. તમારા સંકલ્પ ની શક્તિ એટલી શ્રેષ્ઠ છે જે એક સેકન્ડ પણ પદમાપદમપતિ બનાવી દે છે.

સ્લોગન :-
દરેક કર્મ અધિકારીપણા નાં નિશ્ચય અને નશા થી કરો તો મહેનત સમાપ્ત થઈ જશે.

અવ્યક્ત ઈશારા - હવે સંપન્ન કે કર્માતીત બનવાની ધૂન લગાવો

કર્માતીત સ્થિતિ મેળવવા માટે વિશેષ સ્વયં માં સમેટવા ની અને સમાવવા ની શક્તિ ધારણ કરવી આવશ્યક છે. કર્મબંધની આત્માઓ જ્યાં છે ત્યાં જ કાર્ય કરી શકે છે અને કર્માતીત આત્માઓ એક જ સમય પર ચારેય તરફ પોતાની સેવા નો પાર્ટ ભજવી શકે છે કારણકે કર્માતીત છે. એમની સ્પીડ ખૂબ તીવ્ર હોય છે, સેકન્ડ માં જ્યાં ઈચ્છે ત્યાં પહોંચી શકે છે, તો આ અનુભૂતિ ને વધારો.