28-02-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે ઈશ્વરીય સંપ્રદાય છો , તમને જ્ઞાન સૂર્ય બાપ મળ્યાં છે , હમણાં તમે જાગ્યાં છો તો બીજાઓ ને પણ જગાડો”

પ્રશ્ન :-
અનેક પ્રકાર નાં ટકરાવ નું કારણ તથા તેનું નિવારણ શું છે?

ઉત્તર :-
જ્યારે દેહ-અભિમાન માં આવો છો તો અનેક પ્રકાર નાં ટકરાવ થાય છે. માયા ની ગ્રહચારી બેસે છે. બાબા કહે છે દેહી-અભિમાની બનો, સર્વિસ માં લાગી જાઓ. યાદ ની યાત્રા માં રહો તો ગ્રહચારી ઉતરી જશે.

ઓમ શાંતિ!
રુહાની બાળકો ની પાસે બાપ આવ્યાં છે શ્રીમત આપવા તથા સમજાવવાં. આ તો બાળકો સમજી ગયા છે કે ડ્રામા પ્લાન અનુસાર બધા કાર્ય થવાના છે. બાકી સમય થોડો રહ્યો છે. આ ભારત ને રાવણપુરી થી ફરી વિષ્ણુપુરી બનાવવાનું છે. હવે બાપ પણ છે ગુપ્ત. ભણતર પણ ગુપ્ત છે, સેવાકેન્દ્રો તો ઘણાં છે, નાનાં-મોટા ગામડા માં નાનાં-મોટા સેવાકેન્દ્રો છે અને બાળકો પણ ખૂબ છે. હવે બાળકોએ ચેલેન્જ (પડકાર) તો આપી છે અને લખવાનું પણ છે, જ્યારે કોઈ લિટરેચર (સાહિત્ય) બનાવે છે તો એમાં લખવાનું છે - અમે આ પોતાની ભારત ભૂમિ ને સ્વર્ગ બનાવીને છોડીશું. તમને પણ પોતાની ભારત ભૂમિ ખૂબ પ્રિય છે કારણકે તમે જાણો છો આ ભારત જ સ્વર્ગ હતું, આને ૫ હજાર વર્ષ થયા છે. ભારત ખૂબ શાનદાર (ધનાઢ્ય) હતું, આને સ્વર્ગ કહેવાય છે. આપ બ્રહ્મા મુખ વંશાવલી ને જ નોલેજ છે. આ ભારત ને શ્રીમત પર આપણે સ્વર્ગ જરુર બનાવવાનું છે. બધાને રસ્તો બતાવવાનો છે, બીજી કોઈ ખિટપીટ ની વાત જ નથી. પરસ્પર બેસી સલાહ કરવી જોઈએ કે આ પ્રદર્શન નાં ચિત્રો દ્વારા આપણે એવી શું એડવર્ટાઈઝમેન્ટ (જાહેરાત) કરીએ, જે સમાચાર માં પણ ચિત્ર આપીએ, પરસ્પર આનાં પર સેમિનાર કરવા જોઈએ. જેમ ગવર્મેન્ટ નાં લોકો પરસ્પર મળે છે, સલાહ કરે છે કે ભારત ને આપણે કેવી રીતે સુધારીએ? આ જે આટલાં મતભેદ થઈ ગયા છે, એને પરસ્પર મળીને ઠીક કરીએ અને ભારત માં શાંતિ-સુખ કેવી રીતે સ્થાપન કરીએ? એ ગવર્મેન્ટ નો પણ પુરુષાર્થ ચાલે છે. તમે પણ પાંડવ ગવર્મેન્ટ ગવાયેલા છો. આ મોટી ઈશ્વરીય ગવર્મેન્ટ છે, આને હકીકત માં કહેવાય જ છે પાવન ઈશ્વરીય ગવર્મેન્ટ, પતિત-પાવન બાપ જ પતિત બાળકો ને પાવન દુનિયા નાં માલિક બનાવે છે. આ બાળકો જ જાણે છે. મુખ્ય છે જ ભારત નો આદિ સનાતન દેવી-દેવતા ધર્મ. આ પણ બાળકો જાણે છે આ છે રુદ્ર જ્ઞાન-યજ્ઞ. રુદ્ર કહેવાય જ છે ઈશ્વર બાપ ને, શિવ ને. ગવાયેલું છે બરોબર બાપે આવીને રુદ્ર જ્ઞાન-યજ્ઞ રચ્યો હતો. તેમણે તો સમય ખુબ લાંબો આપી દીધો છે. અજ્ઞાન નિંદ્રા માં સૂતેલા છે. હમણાં તમને બાપે જગાડ્યાં છે, તમારે પછી બીજાઓ ને જગાડવાના છે. ડ્રામા પ્લાન અનુસાર તમે જગાડતા રહો છો. આ સમય સુધી જેમણે જેવો-જેવો, જેટલો-જેટલો પુરુષાર્થ કર્યો છે, એટલો જ કલ્પ પહેલાં પણ કર્યો હતો. હા, યુદ્ધ નાં મેદાન માં ઉતાર-ચઢાવ તો થાય જ છે. ક્યારેક માયા નું જોર થઈ જાય છે, ક્યારેક ઈશ્વરીય સંતાન નું જોર થઈ જાય છે. ક્યારેક-ક્યારેક સર્વિસ (સેવા) ખૂબ સારી તેજી (ઝડપ) થી ચાલે છે. ક્યારેક ક્યાંક-ક્યાંક બાળકો માં માયા નાં વિઘ્ન પડી જાય છે. માયા એકદમ બેભાન કરી દે છે. લડાઈ નું મેદાન તો છે ને? રાવણ માયા રામ ની સંતાન ને બેભાન કરી દે છે. લક્ષ્મણ માટે પણ વાર્તા છે ને?

તમે કહો છો બધા મનુષ્ય કુંભકરણ ની નિંદ્રા માં સૂતેલા છે. તમે ઈશ્વરીય સંપ્રદાય જ એવું કહો છો, જેમને જ્ઞાન સૂર્ય મળ્યાં છે અને જાગી ઉઠ્યાં છે, એ જ સમજશે. આમાં એક-બીજા ને કહેવાની પણ કોઈ વાત નથી. તમે જાણો છો બરોબર આપણે ઈશ્વરીય સંપ્રદાય જાગ્યાં છીએ. બાકી બીજા બધા સૂતેલા છે. તેઓ આ નથી જાણતા કે પરમપિતા પરમાત્મા આવી ગયા છે, બાળકો ને વારસો આપવાં. આ બિલકુલ ભૂલી ગયા છે. બાપ ભારત માં જ આવે છે. આવીને ભારત ને સ્વર્ગ નું માલિક બનાવે છે. ભારત સ્વર્ગ નું માલિક હતું, આમાં કોઈ સંશય નથી. પરમપિતા પરમાત્મા નો જન્મ પણ અહીં જ થાય છે. શિવજયંતી મનાવે છે ને? જરુર એમણે આવીને કાંઈક તો કર્યુ હશે ને? બુદ્ધિ કહે છે જરુર આવીને સ્વર્ગ ની સ્થાપના કરી હશે. પ્રેરણા થી થોડી સ્થાપના થશે? અહીં તો આપ બાળકો ને રાજયોગ શીખવાડાય છે. યાદ ની યાત્રા સમજાવાય છે. પ્રેરણા થી કોઈ અવાજ થતો જ નથી. સમજે છે શંકર ની પણ પ્રેરણા થાય છે ત્યારે તે યાદવ મૂસળ વગેરે બનાવે છે. પરંતુ આમાં પ્રેરણા ની તો કોઈ વાત જ નથી. તમે સમજી ગયા છો એમનો પાર્ટ છે ડ્રામા માં આ મૂસળ વગેરે બનાવવાનો. પ્રેરણા ની વાત જ નથી. ડ્રામા અનુસાર વિનાશ તો જરુર થવાનો જ છે. ગવાયેલું છે - મહાભારત લડાઈ માં મૂસળ કામ આવ્યાં. તો જે પાસ્ટ (પહેલાં) થઈ ગયું છે તે ફરી રિપીટ થશે.

તમે ગેરંટી (ખાતરી) કરો છો અમે ભારત માં સ્વર્ગ સ્થાપન કરીશું, જ્યાં એક ધર્મ હશે. તમે એવું નથી લખતા કે અનેક ધર્મ વિનાશ થશે. એ તો ચિત્ર માં લખેલું છે - સ્વર્ગ ની સ્થાપના થાય છે તો બીજો કોઈ ધર્મ નથી હોતો. હમણાં તમને સમજ માં આવે છે. સૌથી મોટો પાર્ટ છે શિવ નો, બ્રહ્મા નો અને વિષ્ણુ નો. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા - આ તો ખૂબ ગુહ્ય વાત છે. વિષ્ણુ સો બ્રહ્મા કેવી રીતે બને છે? બ્રહ્મા સો પછી વિષ્ણુ કેવી રીતે બને છે? આ સેન્સિબલ (સમજદાર) બાળકો ની બુદ્ધિ માં ઝટ આવી જાય છે. દૈવી સંપ્રદાય તો બને જ છે. એક ની વાત નથી. આ વાતો ને આપ બાળકો સમજો છો. દુનિયા માં એક પણ મનુષ્ય નથી સમજતાં. ભલે લક્ષ્મી-નારાયણ કે વિષ્ણુ ની પૂજા પણ કરે છે પરંતુ એમને આ ખબર નથી કે વિષ્ણુ નાં જ બે રુપ લક્ષ્મી-નારાયણ છે, જે નવી દુનિયા માં રાજ્ય કરે છે. બાકી ૪ ભુજા વાળા કોઈ મનુષ્ય હોતાં નથી. આ સૂક્ષ્મવતન માં મુખ્ય ઉદ્દેશ દેખાડે છે પ્રવૃત્તિ માર્ગ નો. આ આખાં વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી કેવી રીતે ચક્ર લગાવે છે, આ કોઈ નથી જાણતું. બાપ ને જ નથી જાણતા તો બાપ ની રચના ને કેવી રીતે જાણી શકે? બાપ જ રચના નાં આદિ-મધ્ય-અંત ની નોલેજ બતાવે છે, ઋષિ-મુનિ પણ કહેતાં હતાં અમે નથી જાણતાં. બાપ ને જાણી જાય તો રચના નાં આદિ-મધ્ય-અંત ને પણ જાણી જાય. બાપ કહે છે હું એક જ વખત આવીને આપ બાળકો ને પણ બધી નોલેજ સમજાવું છું પછી આવતો જ નથી. તો રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણે જ કેવી રીતે? બાપ સ્વયં કહે છે - હું સંગમયુગ સિવાય ક્યારેય આવતો જ નથી. મને બોલાવે પણ સંગમ પર છે. પાવન સતયુગ ને કહેવાય છે, પતિત કળિયુગ ને કહેવાય છે. તો જરુર હું આવીશ પતિત દુનિયાનાં અંત માં ને? કળિયુગ નાં અંત માં આવીને પતિત થી પાવન બનાવે છે. સતયુગ આદિ માં પાવન છે, આ તો સહજ વાત છે ને? મનુષ્ય કાંઈ પણ સમજી નથી શકતા કે પતિત-પાવન બાપ ક્યારે આવશે? હમણાં તો કળિયુગ નો અંત કહેવાશે. જો કહે છે કે કળિયુગ માં હજી ૪૦ હજાર વર્ષ બાકી છે તો હજી કેટલાં પતિત બનશે? કેટલું દુઃખ હશે! સુખ તો હશે જ નહીં. કાંઈ પણ ખબર ન હોવાના કારણે બિલકુલ જ ઘોર અંધકાર માં છે. તમે સમજી શકો છો. તો બાળકોએ પરસ્પર મળવાનું છે. ચિત્રો પર સારી રીતે સમજાવવાનું હોય છે. આ પણ ડ્રામા અનુસાર ચિત્ર વગેરે બધા નીકળ્યાં છે. બાળકો સમજે છે જે સમય પસાર થાય છે, હૂબહૂ ડ્રામા ચાલતો રહે છે. બાળકો ની અવસ્થા પણ ક્યારેક નીચે, ક્યારેક ઉપર થતી રહેશે. ખૂબ જ સમજવાની વાત છે. ક્યારેક-ક્યારેક ગ્રહચારી આવીને બેસે છે તો એને ખતમ કરવા માટે કેટલાં પ્રયત્ન કરે છે.

બાબા ઘડી-ઘડી કહે છે - બાળકો, તમે દેહ-અભિમાન માં આવો છો એટલે ટક્કર થાય છે. આમાં દેહી-અભિમાની બનવું પડે. બાળકો માં દેહ-અભિમાન ખૂબ છે. તમે દેહી-અભિમાની બનો તો બાપ ની યાદ રહેશે અને સર્વિસ માં ઉન્નતિ કરતા રહેશો. ઊંચ પદ જેમને મેળવવું છે તે સદૈવ સર્વિસ માં લાગેલા રહેશે. તકદીર માં નથી તો પછી તદબીર (પુરુષાર્થ) પણ નહીં થશે. પોતે કહે છે બાબા અમને ધારણા નથી થતી. બુદ્ધિ માં બેસતું નથી, જેમને ધારણા થાય છે તો ખુશી પણ ખૂબ હોય છે. સમજે છે શિવબાબા આવેલા છે, હવે બાપ કહે છે બાળકો તમે સારી રીતે સમજીને પછી બીજાઓ ને સમજાવો. કોઈ તો સર્વિસ માં જ લાગેલા રહે છે. પુરુષાર્થ કરતા રહે છે. આ પણ બાળકો જાણે છે જે સેકન્ડ પસાર થાય છે, તે ડ્રામા માં નોંધ છે પછી એવું જ પુનરાવર્તન થશે. બાળકો ને સમજાવાય છે, બહાર ભાષણ વગેરે પર તો અનેક પ્રકાર નાં નવાં આવે છે, સાંભળવા માટે. તમે સમજો છો ગીતા, વેદ-શાસ્ત્ર વગેરે પર કેટલું મનુષ્ય ભાષણ કરે છે, એમને કોઈ આ થોડી ખબર છે કે અહીં ઈશ્વર પોતાનાં અને પોતાની રચના નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય સમજાવે છે. રચયિતા જ આવીને બધું જ્ઞાન સંભળાવે છે. ત્રિકાળદર્શી બનાવવાં, આ બાપ નું જ કામ છે. શાસ્ત્રો માં આ વાતો નથી. આ નવી વાતો છે. બાબા વારંવાર સમજાવે છે ક્યાંય પણ પહેલાં-પહેલાં આ સમજાવો કે ગીતા નાં ભગવાન કોણ છે -શ્રીકૃષ્ણ કે નિરાકાર શિવ? આ વાતો પ્રોજેક્ટર પર તમે સમજાવી નહીં શકશો. પ્રદર્શન માં ચિત્ર સામે રાખ્યાં છે, એનાં પર સમજાવીને તમે પૂછી શકો છો. હવે બતાવો ગીતા નાં ભગવાન કોણ? જ્ઞાનસાગર કોણ છે? શ્રીકૃષ્ણ ને તો કહી નહીં શકાય. પવિત્રતા, સુખ-શાંતિ નાં સાગર, લિબ્રેટર (મુક્તિદાતા), ગાઈડ (માર્ગદર્શક) કોણ છે? પહેલાં-પહેલાં તો લખાવવું જોઈએ, ફોર્મ ભરાવવું જોઈએ પછી બધા પાસે થી સહી (હસ્તાક્ષર) લેવી જોઈએ.

(ચકલીઓનો અવાજ થયો) જુઓ કેટલું ઝઘડે છે. આ સમયે આખી દુનિયા માં લડાઈ-ઝઘડા જ છે. મનુષ્ય પણ પરસ્પર લડતા રહે છે. મનુષ્ય માં જ સમજવાની બુદ્ધિ છે. ૫ વિકાર પણ મનુષ્ય માં ગવાય છે. જાનવરો ની તો વાત જ નથી. આ છે વિશશ વર્લ્ડ (વિકારી દુનિયા). વર્લ્ડ મનુષ્યો નાં માટે જ કહેવાય છે. કળિયુગ માં છે આસુરી સંપ્રદાય, સતયુગ માં છે દૈવી સંપ્રદાય. હમણાં તમને આ બધા કોન્ટ્રાસ્ટ (તફાવત) ની ખબર છે. તમે સિદ્ધ કરી બતાવી શકો છો. સીડી માં પણ ખૂબ સ્પષ્ટ દેખાડેલું છે. નીચે છે પતિત, ઉપર માં છે પાવન. આમાં ખૂબ સ્પષ્ટ છે. સીડી જ મુખ્ય છે - ઉતરતી કળા અને ચઢતી કળા. આ સીડી ખૂબ સારી છે, એમાં એવું શું લખીએ જે મનુષ્ય બિલકુલ સારી રીતે સમજી જાય કે બરોબર આ પતિત દુનિયા છે, પાવન દુનિયા સ્વર્ગ હતી. અહીં બધા પતિત છે, પાવન એક પણ હોય ન શકે. રાત-દિવસ આ વિચાર ચાલવો જોઈએ. આત્મ પ્રકાશ બાળક લખે છે - બાબા આ ચિત્ર બનાવીએ, બાબા કહે છે ભલે વિચાર સાગર મંથન કરી કોઈ પણ ચિત્ર બનાવો, પરંતુ સીડી ખૂબ જ સારી બનવી જોઈએ. આનાં પર ખૂબ સમજાવી શકો છો. ૮૪ જન્મ પૂરાં કરી પછી પહેલો નંબર જન્મ લીધો છે પછી ઉતરતી કળા થી ચઢતી કળા માં જવું પડે, આમાં દરેક નાં વિચાર ચાલવા જોઈએ. નહીં તો સર્વિસ (સેવા) કેવી રીતે કરી શકશો? ચિત્રો પર સમજાવવું ખૂબ સહજ હોય છે. સતયુગ પછી સીડી ઉતરવાની હોય છે. આ પણ બાળકો જાણે છે - અમે પાર્ટધારી એક્ટર્સ છીએ. અહીં થી ટ્રાન્સફર થઈ સીધા સતયુગ માં નથી જતાં, પહેલાં શાંતિધામ માં જવાનું છે. હા, તમારા માં પણ નંબરવાર છે જે પોતાને પાર્ટધારી સમજે છે આ ડ્રામા માં. દુનિયા માં એવું કોઈ કહી ન શકે કે અમે પાર્ટધારી છીએ. આપણે લખીએ પણ છીએ કે પાર્ટધારી એક્ટર્સ હોવા છતાં પણ ડ્રામા નાં ક્રિયેટર, ડાયરેક્ટર, આદિ-મધ્ય-અંત ને જાણી નથી શકતા તો તે ફર્સ્ટ ક્લાસ બેસમજ છે. આ તો ભગવાનુવાચ છે. શિવ ભગવાનુવાચ બ્રહ્મા તન દ્વારા. જ્ઞાનસાગર એ નિરાકાર છે, એમને પોતાનું શરીર નથી. ખૂબ સમજવાની યુક્તિઓ છે. આપ બાળકો ને ખૂબ નશો રહેવો જોઈએ, આપણે કોઈ ની ગ્લાનિ થોડી કરીએ છીએ? આ તો સાચ્ચી વાત છે ને? જે પણ મોટાં-મોટાં છે તે બધાનાં ચિત્ર તમે રાખી (સીડી માં રાખી) શકો છો. સીડી કોઈને પણ દેખાડી શકો છો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ભારત માં સુખ-શાંતિ ની સ્થાપના કરવા અથવા ભારત ને સ્વર્ગ બનાવવા માટે પરસ્પર સેમીનાર કરવાનાં છે, શ્રીમત પર ભારત ની આવી સેવા કરવાની છે.

2. સર્વિસ (સેવા) માં ઉન્નતિ કરવા તથા સર્વિસ થી ઊંચ પદ મેળવવા માટે દેહી-અભિમાની રહેવાની મહેનત કરવાની છે. જ્ઞાન નું વિચાર સાગર મંથન કરવાનું છે.

વરદાન :-
પવિત્રતા નાં આધાર પર સુખ - શાંતિ નો અનુભવ કરવા વાળા નંબરવન અધિકારી ભવ

જે બાળકો પવિત્રતા ની “પ્રતિજ્ઞા” ને સદા સ્મૃતિ માં રાખે છે, એમને સુખ-શાંતિ ની અનુભૂતિ સ્વત: થાય છે. પવિત્રતા નો અધિકાર લેવામાં નંબરવન રહેવું અર્થાત્ સર્વ પ્રાપ્તિઓ માં નંબરવન બનવું એટલે પવિત્રતા નાં ફાઉન્ડેશન ને ક્યારેય કમજોર નહીં કરતા ત્યારે જ લાસ્ટ સો ફાસ્ટ જશો, આ જ ધર્મ માં સદા સ્થિત રહેજો - કાંઈ પણ થઈ જાય - ભલે વ્યક્તિ, ભલે પ્રકૃતિ કે પરિસ્થિતિ કેટલું પણ હલાવે, પરંતુ ધરત પરીયે ધર્મ ન છોડીએ.

સ્લોગન :-
વ્યર્થ થી ઇનોસેન્ટ (અજાણ) બનો તો સાચાં-સાચાં સેન્ટ બની જશો.

આ અવ્યક્ત ઈશારા - એકતા અને વિશ્વાસ ની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો

બાપદાદા ઈચ્છે છે કે દરેક બાળક એકરસ શ્રેષ્ઠ સ્થિતિ નાં આસનધારી, એકાંતવાસી, અશરીરી, એકતા સ્થાપક, એકનામી, ઇકોનોમી નાં અવતાર બને. એક-બીજા નાં વિચારો ને સમજી, સન્માન આપી, એક-બીજા ને ઈશારો આપે, લેન-દેન કરી પરસ્પર સંગઠન ની શક્તિ નું સ્વરુપ પ્રત્યક્ષ કરો કારણકે તમારા સંગઠન નાં એકતા ની શક્તિ આખાં બ્રાહ્મણ-પરિવાર ને સંગઠન માં લાવવાને નિમિત્ત બનશે.