28-03-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે ખૂબ લક્કી ( ભાગ્યશાળી ) છો કારણકે તમને બાપ ની યાદ સિવાય બીજી કોઈ ફિકર નથી , આ બાપ ને તો છતાં પણ બહુ જ વિચાર ચાલે છે”

પ્રશ્ન :-
બાપ ની પાસે જે સપૂત બાળકો છે, તેમની નિશાની શું હશે?

ઉત્તર :-
તે બધાનો બુદ્ધિયોગ એક બાપ સાથે જોડાવતા રહેશે, સર્વિસેબલ (સેવાધારી) હશે. સારી રીતે ભણીને બીજાઓ ને ભણાવશે. બાપ નાં દિલ પર ચઢેલા હશે. આવાં સપૂત બાળકો જ બાપ નું નામ રોશન કરે છે. જે પૂરું ભણતા નથી તે બીજાઓ ને પણ ખરાબ કરે છે. આ પણ ડ્રામા માં નોંધ છે.

ગીત :-
લે લો દુઆયેં માં-બાપ કી…

ઓમ શાંતિ!
દરેક ઘર માં મા-બાપ અને ૨-૪ બાળકો હોય છે પછી આશીર્વાદ વગેરે માંગે છે. તે તો હદ ની વાત છે. આ હદ માટે ગવાયેલું છે. બેહદ ની કોઈને પણ ખબર નથી. હમણાં આપ બાળકો જાણો છો આપણે બેહદ નાં બાપ નાં બાળકો અને બાળકીઓ છીએ. તે માત-પિતા હોય છે હદ નાં, લઈ લો દુવાઓ હદ નાં માતા-પિતા ની. આ છે બેહદ નાં મા-બાપ. તે હદ નાં મા-બાપ પણ બાળકો ને સંભાળે છે, પછી શિક્ષક ભણાવે છે. હવે આપ બાળકો જાણો છો-આ છે બેહદ નાં મા-બાપ, બેહદ નાં શિક્ષક, બેહદ નાં સદ્દગુરુ, સુપ્રીમ ફાધર (પરમપિતા), શિક્ષક, સુપ્રીમ ગુરુ. સત્ બોલવા વાળા, સત્ શિખવાડવા વાળા છે. બાળકો માં નંબરવાર તો હોય છે ને? લૌકિક ઘર માં ૨-૪ બાળકો હોય છે તો તેમની કેટલી સંભાળ કરવી પડે છે? અહીં કેટલાં અસંખ્ય બાળકો છે, કેટલાં સેવાકેન્દ્ર થી બાળકો નાં સમાચાર આવે છે - આ બાળક આવું છે, આ શૈતાની કરે છે, આ હેરાન કરે છે, વિઘ્ન નાખે છે. ચિંતા તો આ બાપ ને રહેશે ને? પ્રજાપિતા તો આ છે ને? કેટલાં અસંખ્ય બાળકો નાં વિચાર રહે છે, ત્યારે બાબા કહે છે આપ બાળકો સારી રીતે બાપ ની યાદ માં રહી શકો છો. આમને તો હજારો ચિંતા છે. એક ફિકર તો છે જ. હજારો વિચાર બીજા રહે છે. કેટલાં અસંખ્ય બાળકો ને સંભાળવા પડે છે. માયા પણ મોટી દુશ્મન છે ને? સારી રીતે કોઈ-કોઈ ની ખાલ ઉતારી નાખે છે. કોઈ ને નાક થી, કોઈ ને ચોટલી થી પકડી લે છે. આટલાં બધા નો વિચાર તો કરવો પડે છે. તો પણ બેહદ બાપ ની યાદ માં રહેવું પડે. તમે છો બેહદ નાં બાપ નાં બાળકો. જાણો છો આપણે બાપ ની શ્રીમત પર ચાલી કેમ નહીં બાપ પાસે થી પૂરો વારસો લઈ લઈએ! બધા તો એકરસ ચાલી ન શકે કારણકે આ રાજાઈ સ્થાપન થઈ રહી છે, બીજા કોઈની બુદ્ધિ માં આવી ન શકે. આ છે બહુ જ ઊંચું ભણતર. બાદશાહી મળી ગઈ પછી ખબર નથી પડતી કે આ રાજાઈ કેવી રીતે સ્થાપન થઈ? આ રાજાઈ નું સ્થાપન થવું ખૂબ વન્ડરફુલ છે. હમણાં તમે અનુભવી છો. પહેલાં આમને પણ ખબર થોડી હતી કે હું શું હતો? પછી કેવી રીતે ૮૪ જન્મ લીધાં છે? હમણાં સમજ માં આવ્યું છે. તમે, પણ કહો છો - બાબા તમે એ જ છો, આ ખૂબ સમજવાની વાત છે. આ સમયે જ બાપ આવીને બધી વાતો સમજાવે છે. આ સમયે ભલે કોઈ કેટલાં પણ લખપતિ, કરોડપતિ હોય, બાપ કહે છે આ પૈસા વગેરે બધું માટી માં ભળી જવાનું છે. બાકી સમય જ કેટલો છે? દુનિયા નાં સમાચાર તમે રેડિયો માં અથવા સમાચાર-પત્ર માં સાંભળો છો - શું-શું થઈ રહ્યું છે? દિવસે-દિવસે ખૂબ જ ઝઘડા વધતા જઈ રહ્યાં છે. સૂત મૂંઝાતું જ રહે છે. બધા પરસ્પર લડતાં-ઝઘડતાં, મરતાં રહે છે. તૈયારીઓ એવી થઈ રહી છે, જેનાથી સમજ માં આવે છે લડાઈ શરુ થઈ કે થઈ. દુનિયા નથી જાણતી કે આ શું થઈ રહ્યું છે, શું થવાનું છે? તમારા માં પણ બહુ જ થોડા છે જે પૂરી રીતે સમજે છે અને ખુશી માં રહે છે. આ દુનિયા માં આપણે બાકી થોડા દિવસ છીએ. હવે આપણે કર્માતીત અવસ્થા માં જવાનું છે. દરેકે પોતાની માટે પુરુષાર્થ કરવાનો છે. તમે તો પુરુષાર્થ કરો છો પોતાની માટે. જેટલું જે કરશે એટલું ફળ મેળવશે. પોતાનો પુરુષાર્થ કરવાનો છે અને બીજાઓ ને પુરુષાર્થ કરાવવાનો છે. રસ્તો બતાવવાનો છે. આ જૂની દુનિયા ખલાસ થવાની છે. હવે બાબા આવેલા છે નવી દુનિયા સ્થાપન કરવા, તો આ વિનાશ પહેલાં તમે નવી દુનિયા માટે ભણતર ભણી લો. ભગવાનુવાચ હું તમને રાજયોગ શીખવાડું છું. લાડલા બાળકો, તમે ભક્તિ ખૂબ કરી છે. અડધોકલ્પ તમે રાવણ રાજ્ય માં હતાં ને? આ પણ કોઈને ખબર નથી કે રામ કોને કહેવાય છે? રામરાજ્ય ની કેવી રીતે સ્થાપના થઈ? આ બધું તમે બ્રાહ્મણ જ જાણો છો. તમારા માં પણ કોઈ તો એવા છે જે કાંઈ પણ નથી જાણતાં.

બાપ ની પાસે સપૂત બાળકો તે છે જે બધા નો બુદ્ધિયોગ એક બાપ સાથે જોડાવે છે. જે સર્વિસેબલ છે, જે સારી રીતે ભણે છે તે બાપ નાં દિલ પર ચઢેલાં છે. કોઈ તો પછી ન લાયક પણ હોય છે, સર્વિસ નાં બદલે ડીસસર્વિસ (કુસેવા) કરે છે જે બાપ થી તેમનો બુદ્ધિયોગ તોડાવી દે છે. આ પણ ડ્રામા માં નોંધ છે. ડ્રામા અનુસાર આ થવાનું જ છે. જે પૂરું ભણતા નથી તે શું કરશે? બીજાઓ ને પણ ખરાબ કરી દેશે એટલે બાળકો ને સમજાવાય છે, બાપ ને ફોલો (અનુકરણ) કરો અને જે પણ સર્વિસેબલ બાળકો છે, બાબા નાં દિલ પર ચઢેલાં છે તેમનો સંગ કરો. પૂછી શકો છો કોનો સંગ કરીએ? બાબા ઝટ બતાવી દેશે, આમનો સંગ ખૂબ સારો છે. ઘણાં છે જે સંગ જ એવો કરે છે, જેમનો રંગ પણ ઉલ્ટો ચઢી જાય છે. ગવાય પણ છે સંગ તારે કુસંગ ડુબાડે. કુસંગ લાગ્યો તો એકદમ ખતમ કરી દેશે. ઘર માં પણ દાસ-દાસીઓ જોઈએ. પ્રજા નાં પણ નોકર ચાકર બધા જોઈએ ને? આ આખી રાજધાની સ્થાપન થઈ રહી છે, આમાં ખૂબ વિશાળબુદ્ધિ જોઈએ એટલે બેહદ નાં બાપ મળ્યાં છે તો શ્રીમત લઈ તેનાં પર ચાલો. નહીં તો મફત પદ ભ્રષ્ટ થઈ જશે. આ ભણતર છે. આમાં હમણાં ફેલ (નાપાસ) થયા તો જન્મ-જન્માંતર, કલ્પ-કલ્પાંતર ફેલ થતા રહેશો. સારી રીતે ભણશો તો કલ્પ-કલ્પાંતર સારી રીતે ભણતા રહેશો. સમજાય છે આ પૂરું ભણતા નથી, તો શું પદ મળશે? પોતે પણ સમજે છે, અમે સર્વિસ તો કંઈ કરતા નથી. અમારા કરતાં તો હોંશિયાર ખૂબ છે. હોશિયાર ને જ ભાષણ માટે બોલાવે છે. તો જરુર જે હોંશિયાર છે, ઊંચ પદ પણ તે જ મેળવશે. અમે એટલી સર્વિસ નથી કરતા તો ઊંચ પદ મેળવી નહીં શકીશું. શિક્ષક તો સ્ટુડન્ટ (વિદ્યાર્થી) ને પણ સમજી શકે છે ને? રોજ ભણાવે છે, રજીસ્ટર તેમની પાસે રહે છે. ભણતર નું અને ચલન નું પણ રજીસ્ટર રહે છે. અહીં પણ એવું છે, આમાં પછી મુખ્ય છે યોગ ની વાત. યોગ સારો છે તો ચલન પણ સારી રહેશે. ભણતર માં પછી ક્યાંક અહંકાર આવી જાય છે. આમાં બધી ગુપ્ત મહેનત કરવાની છે યાદ ની એટલે જ અનેક નાં રિપોર્ટ (સમાચાર) આવે છે કે બાબા, અમે યોગ માં નથી રહી શકતાં. બાબાએ સમજાવ્યું છે યોગ શબ્દ કાઢી નાખો. બાપ જેમની પાસે થી વારસો મળે છે, એમને તમે યાદ નથી કરી શકતાં? વન્ડર છે. બાપ કહે છે - હે આત્માઓ, તમે મુજ બાપ ને યાદ નથી કરતા, હું તમને રસ્તો બતાવવા આવ્યો છું, તમે મને યાદ કરો તો આ યોગ અગ્નિ થી પાપ દગ્ધ (ભસ્મ) થઈ જશે. ભક્તિ માર્ગ માં મનુષ્ય કેટલાં ધક્કા ખાવા જાય છે. કુંભ નાં મેળા માં કેટલાં ઠંડા પાણી માં સ્નાન કરે છે! કેટલી તકલીફ સહન કરે છે! અહીં તો કોઈ તકલીફ નથી. જે ફર્સ્ટ ક્લાસ બાળકો છે તે એક માશૂક નાં સાચાં-સાચાં આશિક બની યાદ કરતા રહેશે. હરવા-ફરવા જાય છે તો એકાંત માં બગીચા માં બેસીને યાદ કરશે. ઝરમુઈ-ઝઘમુઈ વગેરે વાર્તાલાપ માં રહેવાથી વાયુમંડળ ખરાબ થાય છે એટલે જેટલો સમય મળે બાપ ને યાદ કરવાની પ્રેક્ટિસ કરો. ફર્સ્ટ ક્લાસ સાચાં માશૂક નાં આશિક બનો. બાપ કહે છે દેહધારી નો ફોટો નહીં રાખો. ફક્ત એક શિવબાબા નો ફોટો રાખો, જેમને યાદ કરવાના છે. જો સમજો, સૃષ્ટિ ચક્ર ને પણ યાદ કરતા રહો તો ત્રિમૂર્તિ અને ગોળા નું ચિત્ર ફર્સ્ટ ક્લાસ છે, આમાં બધું જ્ઞાન છે. સ્વદર્શન ચક્રધારી, તમારું નામ અર્થ સહિત છે. નવું કોઈ પણ નામ સાંભળે તો સમજી ન શકે, આ આપ બાળકો જ સમજો છો. તમારા માં પણ કોઈ સારી રીતે યાદ કરે છે. ઘણાં છે જે યાદ કરતા જ નથી. પોતાનું ખાવાનું (ખાતું) જ ખરાબ કરી દે છે. ભણતર તો ખૂબ સહજ છે. બાપ કહે છે. સાઈલેન્સ (શાંતિ) થી તમારે સાયન્સ (વિજ્ઞાન) પર વિજય મેળવવાનો છે. સાઈલેન્સ અને સાયન્સ રાશિ એક જ છે. મિલેટ્રી માં પણ ૩ મિનિટ સાઈલેન્સ કરાવે છે. મનુષ્ય પણ ઈચ્છે છે અમને શાંતિ મળે. હવે તમે જાણો છો શાંતિ નું સ્થાન તો છે જ બ્રહ્માંડ. જે બ્રહ્મ મહતત્વ માં આપણે આત્મા આટલું નાનું બિંદુ રહીએ છીએ. તે સર્વ આત્માઓ નું ઝાડ તો વન્ડરફુલ હશે ને? મનુષ્ય કહે પણ છે ભ્રકુટી ની વચ્ચે ચમકે છે અજબ સિતારો. ખૂબ નાનું સોના નું તિલક બનાવી અહીં લગાવે છે. આત્મા પણ બિંદુ છે, બાપ પણ તેમની બાજુ માં આવીને બેસે છે. સાધુ-સંત વગેરે કોઈ પણ પોતાનાં આત્મા ને જાણતા નથી. જ્યારે આત્મા ને જ નથી જાણતા તો પરમાત્મા ને કેવી રીતે જાણી શકે? ફક્ત તમે બ્રાહ્મણ જ આત્મા અને પરમાત્મા ને જાણો છો. કોઈ પણ ધર્મવાળા જાણી નથી શકતાં. હમણાં તમે જ જાણો છો, કેવી રીતે આટલો નાનકડો આત્મા બધો પાર્ટ ભજવે છે! સત્સંગ તો ખૂબ કરે છે. સમજતા કાંઈ પણ નથી. આમણે પણ ખૂબ ગુરુ કર્યાં. હવે બાપ કહે છે આ બધા છે ભક્તિમાર્ગ નાં ગુરુ. જ્ઞાનમાર્ગ નાં ગુરુ છે જ એક. ડબલ સિરતાજ (તાજધારી) રાજાઓ ની આગળ સિંગલ તાજવાળા રાજાઓ માથું નમાવે છે, નમન કરે છે કારણકે તેઓ પવિત્ર છે. તે પવિત્ર રાજાઓ નાં જ મંદિર બનેલા છે. પતિત જઈને તેમની આગળ માથું નમાવે છે પરંતુ તેમને કાંઈ એ ખબર થોડી છે કે આ કોણ છે? અમે માથું કેમ નમાવીએ છીએ? સોમનાથ નું મંદિર બનાવ્યું, હવે પૂજા તો કરે છે પરંતુ બિંદુ ની પૂજા કેવી રીતે કરે? બિંદુ નું મંદિર કેવી રીતે બનશે? આ છે બહુ જ ગુહ્ય વાતો. ગીતા વગેરે માં થોડી આ વાતો છે? જે પોતે માલિક છે, એ જ સમજાવે છે. તમે હમણાં જાણો છો કેવી રીતે આટલાં નાનકડા આત્મા માં પાર્ટ નોંધાયેલો છે. આત્મા પણ અવિનાશી છે, પાર્ટ પણ અવિનાશી છે. વન્ડર છે ને? આ બધો પૂર્વ નિર્ધારિત ખેલ છે. કહે પણ છે બની બનાઈ બન રહી… ડ્રામા માં જે નોંધ છે, તે તો જરુર થશે. ચિંતા ની વાત નથી.

આપ બાળકોએ હવે પોતાની સાથે પ્રતિજ્ઞા કરવાની છે કે કાંઈ પણ થઈ જાય-આંસુ નહીં વહાવીશું. ફલાણા મરી ગયા, આત્માએ જઈને બીજું શરીર લીધું, પછી રડવાની શું જરુર? પાછા તો આવી નથી શકતાં. આંસુ આવ્યાં - નપાસ થયા એટલે બાબા કહે છે પ્રતિજ્ઞા કરો કે અમે ક્યારેય રડીશું નહીં. પરવા હતી પાર બ્રહ્મ માં રહેવા વાળા બાપ ની, એ મળી ગયા તો બાકી શું જોઈએ? બાપ કહે છે તમે મુજ બાપ ને યાદ કરો. હું એક જ વાર આવું છું - આ રાજધાની સ્થાપન કરવા માટે. આમાં લડાઈ વગેરે ની કોઈ વાત નથી. ગીતા માં દેખાડ્યું છે લડાઈ લાગી, એકલા પાંડવો બચ્યાં. તે કુતરો સાથે લઈ પહાડો પર જઈને ઓગળી ગયાં. જીત મેળવી અને મરી ગયાં. વાત જ નથી બેસતી. આ બધી છે દંતકથાઓ. આને કહેવાય છે ભક્તિ માર્ગ.

બાપ કહે છે આપ બાળકો ને આનાથી વૈરાગ થવો જોઈએ. જૂની ચીજ થી નફરત થાય છે ને? નફરત કઠોર શબ્દ છે. વૈરાગ શબ્દ મીઠો છે. જ્યારે જ્ઞાન મળે છે તો પછી ભક્તિ નો વૈરાગ થઈ જાય છે. સતયુગ-ત્રેતા માં તો પછી જ્ઞાન ની પ્રારબ્ધ ૨૧ જન્મો માટે મળી જાય છે. ત્યા જ્ઞાન ની જરુર નથી રહેતી. પછી જ્યારે તમે વામ માર્ગ માં જાઓ છો તો સીડી ઉતરો છો. હમણાં છે અંત. બાપ કહે છે હવે આ જૂની દુનિયા થી આપ બાળકો ને વૈરાગ આવવાનો છે. તમે હમણાં શુદ્ર થી બ્રાહ્મણ બન્યાં છો પછી સો (બ્રાહ્મણ થી) દેવતા બનશો. બીજા મનુષ્ય આ વાતો ને શું જાણે? ભલે વિરાટ રુપ નું ચિત્ર બનાવે છે પરંતુ તેમાં નથી ચોટલી, નથી શિવ. કહી દે છે દેવતા, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર. બસ, શુદ્ર થી દેવતા કેવી રીતે કોણ બનાવે છે? આ કાંઈ નથી જાણતાં. બાપ કહે છે તમે દેવી-દેવતા કેટલાં સાહૂકાર હતાં પછી તે બધા પૈસા ક્યાં ગયાં? માથું નમાવતા-નમાવતા ટિપ્પડ ઘસતા પૈસા ગુમાવ્યાં. કાલ ની વાત છે ને? તમને આ બનાવીને ગયા પછી તમે શું બની ગયા છો? અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ઝરમુઈ ઝઘમુઈ (પરચિંતન) નાં વાર્તાલાપ થી વાતાવરણ ખરાબ નથી કરવાનું. એકાંત માં બેસી સાચાં-સાચાં આશિક બની પોતાનાં માશૂક ને યાદ કરવાના છે.

2. પોતે પોતાની સાથે પ્રતિજ્ઞા કરવાની છે ક્યારેય પણ રડીશું નહીં. આંખો થી આંસુ નહીં વહાવીશું. જે સર્વિસેબલ બાપ નાં દિલ પર ચઢેલાં છે તેમનો જ સંગ કરવાનો છે. પોતાનું રજીસ્ટર ખૂબ સારું રાખવાનું છે.

વરદાન :-
પાવરફુલ વૃત્તિ દ્વારા મન્સા સેવા કરવા વાળા વિશ્વ કલ્યાણકારી ભવ

વિશ્વ નાં તડપતા આત્માઓ ને રસ્તો બતાવવા માટે સાક્ષાત્ બાપ સમાન લાઈટ હાઉસ, માઈટ હાઉસ બનો. લક્ષ રાખો કે દરેક આત્મા ને કાંઈ ને કાંઈ આપવું છે. ભલે મુક્તિ આપો કે જીવન મુક્તિ. સર્વ પ્રત્યે મહાદાની અને વરદાની બનો. હવે પોત-પોતાનાં સ્થાન ની સેવા તો કરો છો પરંતુ એક સ્થાન પર રહેતાં મન્સા શક્તિ દ્વારા વાયુમંડળ, વાયબ્રેશન દ્વારા વિશ્વ સેવા કરો. એવી પાવરફુલ વૃત્તિ બનાવો જેનાં થી વાયુમંડળ બને-ત્યારે કહેવાશે વિશ્વ કલ્યાણકારી આત્મા.

સ્લોગન :-
અશરીરીપણા ની એક્સરસાઇઝ અને વ્યર્થ સંકલ્પ રુપી ભોજન ની પરેજી થી સ્વયં ને તંદુરસ્ત બનાવો.

અવ્યક્ત ઈશારા - સત્યતા અને સભ્યતા રુપી કલ્ચર ને અપનાવો

હવે પોતાનાં ભાષણો ની રુપરેખા નવી કરો. વિશ્વ શાંતિ નાં ભાષણ તો બહુ જ કરી લીધાં પરંતુ આધ્યાત્મિક જ્ઞાન અથવા શક્તિ શું છે અને એનો સોર્સ કોણ છે? આ સત્યતા ને સભ્યતા પૂર્વક સિદ્ધ કરો. બધા સમજે કે આ ભગવાન નું કાર્ય ચાલી રહ્યું છે. માતાઓ બહુ જ સારું કાર્ય કરી રહી છે - સમય પ્રમાણે આ પણ ધરણી બનાવવી પડી પરંતુ જેવી રીતે ફાધર શોઝ સન છે, એવી રીતે સન શોઝ ફાધર થાય ત્યારે પ્રત્યક્ષતા નો ઝંડો લહેરાશે.