28-06-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - અંતર્મુખી બનો અર્થાત્ ચુપ રહો , મોઢે થી કંઈ પણ બોલો નહીં , દરેક કાર્ય શાંતિ થી કરો , ક્યારેય પણ અશાંતિ નહીં ફેલાવો”

પ્રશ્ન :-
આપ બાળકો ને કંગાળ બનાવવા વાળો સૌથી મોટો દુશ્મન કોણ છે?

ઉત્તર :-
ક્રોધ. કહેવાય છે જ્યાં ક્રોધ છે ત્યાં પાણી નું માટલું પણ સુકાઈ જાય છે. ભારત નું માટલું જે હીરા-ઝવેરાતો થી ભરેલું હતું, તે આ ભૂત નાં કારણે ખાલી થઈ ગયું છે. આ ભૂતોએ જ તમને કંગાળ બનાવ્યા છે. ક્રોધી મનુષ્ય પોતે પણ તપે છે, બીજાને પણ તપાવે છે એટલે હવે આ ભૂત ને અંતર્મુખી બની કાઢો.

ઓમ શાંતિ!
બાપ બાળકોને સમજાવે છે - મીઠાં બાળકો, અંતર્મુખી બનો. અંતર્મુખતા અર્થાત્ કંઈ પણ બોલો નહીં. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો. આ બાપ શિક્ષા આપે છે બાળકો ને. બીજું કંઈ પણ બોલવાનું આમાં નથી. ફક્ત સમજણ અપાય છે. ગૃહસ્થ વ્યવહાર માં આવી રીતે રહેવાનું છે. આ છે મનમનાભવ. મને યાદ કરો, આ છે પહેલો મુખ્ય પોઈન્ટ. આપ બાળકોએ ઘર માં ક્રોધ પણ ન કરવો જોઈએ. ક્રોધ એવો છે જે પાણીનું માટલું પણ સુકાવી દે. ક્રોધી મનુષ્ય અશાંતિ ફેલાવે છે એટલે ગૃહસ્થ વ્યવહાર માં રહેતા શાંતિ માં રહેવાનું છે. ભોજન ખાઈને પોતાનાં ધંધા અથવા ઓફિસ વગેરે માં ચાલ્યા જવું, ત્યાં પણ શાંતિ માં રહેવું સારું છે. બધાં કહે છે અમને શાંતિ જોઈએ. આ તો બાળકોને બતાવ્યું છે શાંતિ નાં સાગર એક બાપ જ છે. બાપ જ ડાયરેક્શન આપે છે મને યાદ કરો. એમાં બોલવાનું કંઈ પણ નથી. અંતર્મુખ રહેવાનું છે. ઓફિસ વગેરે માં પોતાનું કામ પણ કરવાનું છે તો એમાં વધારે બોલવાનું નથી હોતું, બિલકુલ મીઠાં બનવાનું છે. કોઈને દુઃખ ન આપવું જોઈએ. લડાઈ વગેરે કરવી આ બધું ક્રોધ છે, સૌથી મોટો દુશ્મન છે કામ. પછી બીજો નંબર છે ક્રોધ. એક-બીજા ને દુઃખ પહોંચાડે છે. ક્રોધ થી કેટલી લડાઈ થઈ જાય છે? બાળકો જાણે છે સતયુગ માં લડાઈ થતી નથી. આ છે રાવણપણા ની નિશાની. ક્રોધ વાળા ને પણ આસુરી સંપ્રદાય કહેવાય છે. ભૂત ની પ્રવેશતા છે ને? એમાં બોલવાનું કંઈ પણ નથી કારણ કે એ મનુષ્ય ને તો જ્ઞાન નથી. તે તો ક્રોધ કરશે, ક્રોધ વાળાની સાથે ક્રોધ કરવાથી લડાઈ થઇ જાય છે. બાપ સમજાવે છે-આ ખૂબ ભારે ભૂત છે, એને યુક્તિ થી ભગાવવો જોઈએ. મોઢે થી કોઈ કડવા શબ્દ નહીં નીકળવા જોઈએ. આ ખૂબ નુકસાનકારક છે. વિનાશ પણ ક્રોધ થી જ થાય છે ને? ઘર-ઘર માં જ્યાં ક્રોધ હોય છે, ત્યાં અશાંતિ ખૂબ રહે છે. ક્રોધ કર્યો તો તમે બાપ નું નામ બદનામ કરશો. આ ભૂતો ને ભગાવવાનાં છે. એક વાર ભગાવ્યા તો પછી અડધાકલ્પ માટે આ ભૂત હશે જ નહીં. આ ૫ વિકાર હમણાં ફુલ ફોર્સ માં છે. એવાં સમયે જ બાપ આવે છે, જ્યારે વિકાર ફુલ ફોર્સ માં છે. આ આંખો ખૂબ ક્રિમિનલ છે. મોઢું પણ ક્રિમિનલ છે. જોર થી બોલવાથી મનુષ્ય તપી જાય છે અને ઘર ને પણ તપાવી દે છે. કામ અને ક્રોધ આ બંને મોટા દુશ્મન છે. ક્રોધ વાળા યાદ કરી ન શકે. યાદ કરવા વાળા સદૈવ શાંતિ માં રહેશે. પોતાનાં દિલ ને પૂછવાનું છે-મારા માં ભૂત તો નથી? મોહ નું પણ, લોભ નું પણ ભૂત હોય છે. લોભ નું પણ ભૂત ઓછું નથી. આ બધાં ભૂત છે કારણ કે રાવણ સેના છે.

બાપ બાળકો ને યાદ ની યાત્રા શીખવાડે છે. પરંતુ બાળકો એમાં મૂંઝાય ખૂબ છે. સમજતા નથી કારણ કે ભક્તિ ખૂબ કરી છે ને? ભક્તિ છે દેહ-અભિમાન. અડધોકલ્પ દેહ-અભિમાન રહ્યું છે. બાહ્યમુખતા હોવાનાં કારણે પોતાને આત્મા સમજી નથી શકતાં. બાપ જોર ખૂબ લગાવે છે-પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો. પરંતુ આવડતું જ નથી. બીજી બધી વાતો માને પણ છે. પછી કહી દે છે યાદ કેવી રીતે કરીએ? કોઈ વસ્તુ તો દેખાતી નથી. એમને સમજાવાય છે-તમે પોતાને આત્મા સમજો છો. આ પણ જાણો છો એ બેહદ નાં બાપ છે. મુખે થી શિવ-શિવ બોલવાનું નથી. અંદર જાણો છો ને હું આત્મા છું. મનુષ્ય શાંતિ માંગે છે, શાંતિ નાં સાગર એ પરમાત્મા જ છે. જરુર વારસો પણ એ જ આપશે. હવે બાપ સમજાવે છે, મને યાદ કરો તો શાંતિ થઈ જશે. અને જન્મ-જન્માંતર નાં વિકર્મ પણ વિનાશ થશે. બાકી કોઈ વસ્તુ નથી. કોઈ એટલું મોટું લિંગ નથી. આત્મા નાનો છે, બાપ પણ નાનાં છે. યાદ તો બધાં કરે છે - હે ભગવાન, હે ગોડ. કોણ કહે છે? આત્મા કહે છે-પોતાનાં બાપ ને યાદ કરે છે. તો બાપ બાળકો ને કહે છે મનમનાભવ. મીઠાં-મીઠાં બાળકો, અંતર્મુખ થઈને રહો. આ જે કંઈ જુઓ છો તે ખતમ થઈ જવાનું છે. બાકી આત્મા શાંતિ માં રહે છે. આત્મા ને શાંતિધામ જ જવાનું છે. જ્યાં સુધી આત્મા પવિત્ર નથી બન્યો ત્યાં સુધી શાંતિધામ જઈ નથી શકતો. ઋષિ-મુનિ વગેરે બધાં કહે છે શાંતિ કેવી રીતે મળે? બાપ તો સહજ યુક્તિ બતાવે છે. પરંતુ બાળકોમાં ઘણાં છે જે શાંતિ માં નથી રહેતાં. બાબા જાણે છે ઘરો માં રહે છે, બિલકુલ શાંત નથી રહેતાં. સેન્ટર્સ પર થોડો સમય જાય છે, અંદર શાંત થઈ બાપ ને યાદ કરે, તે નથી. આખો દિવસ ઘર માં હંગામા (તોફાન) કરતા રહે છે, તો સેન્ટર પર આવવાથી પણ શાંતિ માં નથી રહી શકતાં. કોઈ ને દેહ સાથે પ્રેમ થઈ ગયો તો એમનાં મન ને ક્યારેય શાંતિ થઈ ન શકે. બસ, એમની જ યાદ આવતી રહેશે. બાપ સમજાવે છે-મનુષ્યો માં છે ૫ ભૂત. કહે છે ને એનામાં ભૂત ની પ્રવેશતા છે. એ ભૂતોએ જ તમને કંગાળ બનાવ્યા છે. એ તો કરીને એક ભૂત હોય છે, તે પણ ક્યારેક પ્રવેશ કરી લે છે. બાપ કહે છે આ ૫ ભૂતો ની દરેકમાં પ્રવેશતા છે. આ ભૂતો ને ભગાવવા માટે જ પોકારે છે. બાબા, આવીને અમને શાંતિ આપો, આ ભૂતો ને ભગાવવાની યુક્તિ બતાવો. આ ભૂત તો બધામાં છે. આ રાવણ રાજ્ય છે ને? સૌથી ભારે ભૂત છે કામ-ક્રોધ. બાપ આવીને ભૂતો ને ભગાવે છે તો એનાં બદલામાં કંઈક મળવું તો જોઈએ ને? તે ભૂત-પ્રેત ભગાવે છે, મળતું તો કંઈ પણ નથી. આ તો બાળકો જાણે છે બાપ આવે છે આખાં વિશ્વ નાં ભૂતો ને ભગાવવાં. હમણાં આખાં વિશ્વ માં બધામાં ભૂતોની પ્રવેશતા છે. દેવતાઓમાં કોઈ ભૂત નથી હોતાં, ન દેહ અભિમાન નું, ન કામ, ક્રોધ, લોભ, મોહ… કંઈ પણ નથી હોતું. લોભ નું ભૂત પણ ઓછું નથી. આ ઈંડુ ખાઉં, તે ખાઉં… ઘણાઓમાં ભૂત રહે છે. પોતાને દિલ થી સમજે છે-બરોબર અમારામાં કામનું ભૂત છે, ક્રોધનું ભૂત છે. તો આ ભૂતો ને કાઢવા માટે બાપ કેટલું માથું મારે છે? દેહ-અભિમાન માં આવવાથી મન થાય છે ભાખી પહેરું (ભેટી પડું), આ કરું. પછી કમાણી બધી ચટ થઈ જાય છે. ક્રોધ વાળા નાં પણ આ જ હાલ છે. ક્રોધ માં આવીને બાપ બાળકોને મારી દે છે, બાળકો બાપ ને મારી દે છે, સ્ત્રી પતિ ને મારી નાખે છે. જેલ માં જઈને તમે જુઓ કેવા-કેવા કેસ હોય છે? આ ભૂતો ની પ્રવેશતાનાં કારણે શું હાલ ભારત નાં થઈ ગયો છે! ભારતનું જે મોટું માટલું હતું જે સોના-હીરા વગેરે થી ભરેલું હતું તે હમણાં ખાલી થઈ ગયું છે. ક્રોધ નાં કારણે કહે છે ને-પાણી નું માટલું પણ સુકાઈ જાય છે. તો આ ભારત નો પણ એવો હાલ થઈ ગયો છે. આ પણ કોઈ નથી જાણતું. બાપ જ આવે છે ભૂતો ને કાઢવા માટે. જે બીજા કોઈ પણ મનુષ્ય માત્ર નથી કાઢી શકતાં. આ ૫ ભૂત ખૂબ જબરજસ્ત છે. અડધો કલ્પ તો એની પ્રવેશતા રહી છે. આ સમયે તો વાત ન પૂછો. ભલે કોઈ પવિત્ર રહે છે પરંતુ જન્મ તો વિકાર થી જ મળે છે. ભૂત તો છે ને? ૫ ભૂતોએ ભારત ને બિલકુલ કંગાળ બનાવી દીધો છે. ડ્રામા કેવી રીતે બનેલો છે? જે બાપ સમજાવે છે. ભારત કંગાળ બન્યો છે, જે બહાર થી કર્જો લેતા રહે છે. ભારત માટે જ બાપ સમજાવે છે, હમણાં આપ બાળકોને આ ભણતર થી કેટલું ધન મળે છે? આ અવિનાશી ભણતર છે જે અવિનાશી બાપ ભણાવે છે. ભક્તિમાર્ગ માં કેટલી સામગ્રી છે? બાબા નાનપણ થી ગીતા વાંચતા હતાં અને નારાયણ ની પૂજા કરતા હતાં. સમજ કંઈ પણ નહોતી. હું આત્મા છું, એ મારા બાપ છે, આ પણ સમજ નહોતી એટલે પૂછે છે કેવી રીતે યાદ કરું? અરે, તમે તો ભક્તિ માર્ગ માં યાદ કરતા આવ્યા છો-હે ભગવાન આવો, લિબ્રેટ કરો, અમારા ગાઈડ બનો. ગાઈડ મળે છે મુક્તિ-જીવનમુક્તિ માટે. બાપ આ જૂની દુનિયાથી નફરત અપાવે છે . આ સમયે બધાનાં આત્માઓ કાળા છે, તો એમને ગોરું શરીર કેવી રીતે મળશે? ભલે કરીને ચામડી કેટલી પણ સફેદ છે, પરંતુ આત્મા તો કાળો છે ને? જે સફેદ સુંદર શરીર વાળા છે, એમને પોતાનો નશો કેટલો રહે છે. મનુષ્યો ને આ ખબર જ નથી પડતી કે આત્મા ગોરો કેવી રીતે બને છે? એટલે એમને કહેવાય છે નાસ્તિક. જે પોતાનાં બાપ રચયિતા અને રચના ને નથી જાણતા તે છે નાસ્તિક, જે જાણે છે તે થયા આસ્તિક. બાપ કેટલું સારી રીતે આપ બાળકોને સમજાવે છે. દરેક પોતાનાં દિલ ને પૂછે-ક્યાં સુધી અમારામાં સફાઈ છે? ક્યાં સુધી હું પોતાને આત્મા સમજી બાપને યાદ કરું છું? યાદ નાં બળ થી જ રાવણ પર વિજય મેળવવાનો છે. એમાં શરીર બળવાન હોવાની વાત જ નથી. આ સમયે સૌથી બળવાન અમેરિકા છે કારણ કે એની પાસે ધન-સંપત્તિ, બારુદ વગેરે ખૂબ છે તો બળ થઈ ગયું શારીરિક, મારવા માટે. બુદ્ધિમાં છે અમે વિજય મેળવીએ. તમારું તો છે રુહાની બળ, તમે વિજય મેળવો છો રાવણ પર. જેનાથી તમે વિશ્વ નાં માલિક બની જાઓ છો. તમારા ઉપર કોઈ જીત મેળવી નથી શકતાં. અડધોકલ્પ માટે કોઈ છીનવી નથી શકતાં અને કોઈ ને બાપ પાસેથી વારસો મળતો નથી. તમે શું બનો છો? થોડો વિચાર કરો. બાપ ને તો ખૂબ પ્રેમ થી યાદ કરવાના છે અને સ્વદર્શન ચક્રધારી બનવાનું છે. તે સમજે છે સ્વદર્શન ચક્ર થી વિષ્ણુએ બધાનું માથું કાપ્યું છે. પરંતુ એમાં હિંસા ની તો વાત જ નથી.

તો મીઠાં-મીઠાં બાળકો ને બાપ કહે છે-મીઠાં બાળકો, તમે ક્યાં હતાં? હવે પોતાની હાલત તો જુઓ. ભલે, તમે કેટલી પણ ભક્તિ વગેરે કરતા હતાં પરંતુ ભૂત કાઢી નહીં શક્યાં. હવે અંતર્મુખ થઈને જુઓ અમારામાં કોઈ ભૂત તો નથી? કોઈ સાથે દિલ લગાવ્યું, ભેટી પડ્યા તો સમજો ચટ ખાતા માં ગયાં. એમનું તો મોઢું જોવું પણ નથી ગમતું. તે તો જાણે અછૂત છે, સ્વચ્છ નથી. અંદર દિલ ખાય છે બરોબર હું અછૂત છું. બાપ કહે છે દેહ સહિત સર્વસ્વ ભૂલો, પોતાને આત્મા સમજો, આ અવસ્થા રહેવાથી જ તમે દેવતા બનશો. તો કોઈ પણ ભૂત ન આવવાં જોઈએ. સમજાવતા રહે છે પોતાની તપાસ કરો. ઘણાઓમાં ક્રોધ છે, ગાળો આપ્યા વગર રહેતા નથી, પછી લડાઈ થઈ જાય છે. ક્રોધ તો ખૂબ ખરાબ છે. ભૂતો ને ભગાવીને એકદમ ક્લિયર થવાનું છે. શરીર યાદ પણ ન આવે ત્યારે ઊંચ પદ મેળવી શકો છો એટલે ૮ રતન ગવાય છે. તમને જ્ઞાન રતન મળે છે રતન બનવા માટે. કહે છે ભારતમાં ૩૩ કરોડ દેવતાઓ હતાં, પરંતુ એમનામાં પણ આઠ રતન પાસ વિથ ઓનર હશે. એમને જ પ્રાઈઝ મળશે. જેવી રીતે સ્કોલરશિપ મળે છે ને! તમે જાણો છો મંઝિલ ખૂબ ભારી છે. ચાલતાં-ચાલતાં પડી જાય છે, ભૂત ની પ્રવેશતા થઈ જાય છે. ત્યાં વિકાર હોતાં જ નથી. આપ બાળકોની બુદ્ધિમાં આખાં ડ્રામા નું ચક્ર ફરવું જોઈએ.

તમે જાણો છો ૫ હજાર વર્ષ માં કેટલાં મહિના, કેટલાં કલાક, કેટલી સેકન્ડ હોય છે? કોઈ હિસાબ કાઢે તો નીકળી શકે છે. પછી આ જે ઝાડ છે, એમાં પણ આ લખી દેશે કે કલ્પ માં આટલાં વર્ષ, આટલાં મહિના, આટલાં દિવસ, આટલાં કલાક, આટલી સેકન્ડ હોય છે. મનુષ્ય કહેશે આ તો બિલકુલ એક્યુરેટ બતાવે છે. ૮૪ જન્મો નો હિસાબ બતાવે છે. તો કલ્પની આયુ કેમ નહીં બતાવશે? બાળકોને મુખ્ય વાત તો બતાવી છે કે કોઈ પણ કરીને ભૂતો ને તો ભગાવવાનાં છે. આ ભૂતોએ તમારું પૂરુ સત્યાનાશ કરી દીધું છે. બધાં મનુષ્ય માત્ર માં ભૂત જરુર છે. છે જ ભ્રષ્ટાચાર ની પેદાશ. ત્યાં ભ્રષ્ટાચાર હોતો નથી. રાવણ જ નથી. રાવણ ને પણ કોઈ સમજતા નથી. તમે રાવણ પર જીત મેળવો છો પછી રાવણ હશે જ નહીં. હમણાં પુરુષાર્થ કરો. બાપ આવ્યા છે તો બાપનો વારસો જરુર મળવો જોઈએ. તમે કેટલાં ભારી (મહાન) દેવતા બનો છો. કેટલી વાર અસુર બનો છો, એનો હિસાબ નથી કાઢી શકતાં. અસંખ્ય વાર બન્યા હશો. સારું બાળકો, શાંતિમાં રહો તો ક્યારેય ક્રોધ નહીં આવશે. બાપ જે શિક્ષા આપે છે, એનાં પર અમલ કરવું જોઈએ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતે પોતાને પૂછવાનું છે-મારા માં કોઈ પણ ભૂત તો નથી? આંખો ક્રિમિનલ તો નથી થતી? જોર થી બોલવું અથવા અશાંતિ ફેલાવવાનાં સંસ્કાર તો નથી? લોભ-મોહ નાં વિકાર સતાવતા તો નથી?

2. કોઈ પણ દેહધારી સાથે દિલ નથી લગાવવાનું. દેહ સહિત સર્વસ્વ ભૂલી યાદ ની યાત્રા થી સ્વયં માં રુહાની બળ ભરવાનું છે. એક વાર ભૂતો ને ભગાવીને અડધાકલ્પ માટે છુટકારો મેળવવાનો છે.

વરદાન :-
ઈશ્વરીય વિધાન ને સમજી વિધિ થી સિદ્ધિ પ્રાપ્ત કરવા વાળા ફર્સ્ટ ડિવિઝન નાં અધિકારી ભવ

એક કદમ ની હિંમત તો પદમ કદમો ની મદદ, ડ્રામા માં આ વિધાન ની વિધિ નોંધાયેલી છે. જો આ વિધિ, વિધાન માં નથી હોતી તો બધાં વિશ્વ નાં પહેલાં રાજા બની જાત. નંબરવાર બનવાનું વિધાન આ વિધિ નાં કારણે જ બને છે. તો જેટલું ઈચ્છો હિંમત રાખો અને મદદ લો. ભલે સમર્પિત હોય, કે પ્રવૃત્તિ વાળા હોય-અધિકાર સમાન છે પરંતુ વિધિ થી સિદ્ધિ છે. આ ઈશ્વરીય વિધાન ને સમજી અલબેલાપણા ની લીલા ને સમાપ્ત કરો તો ફર્સ્ટ ડિવિઝન નો અધિકાર મળી જશે.

સ્લોગન :-
સંકલ્પ નાં ખજાના પ્રત્યે ઇકોનોમી નાં અવતાર બનો.