28-07-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 31.12.20
બાપદાદા મધુબન
“ બચત નું ખાતું જમા કરી
અખંડ મહાદાની બનો”
આજે નવ યુગ રચયિતા
પોતાનાં નવ યુગ અધિકારી બાળકો ને જોઈ રહ્યા છે. આજે જૂનાં યુગ માં સાધારણ છે અને
કાલે નવા યુગ માં રાજ્ય અધિકારી પૂજ્ય છે. આજ અને કાલ નો ખેલ છે. આજે શું અને કાલે
શું? જે અનન્ય જ્ઞાની તૂ આત્મા બાળકો છે, એમની સામે આવવા વાળી કાલ પણ એટલી જ સ્પષ્ટ
છે જેટલી આજ સ્પષ્ટ છે. તમે બધાં તો નવું વર્ષ મનાવવા આવ્યા છો પરંતુ બાપદાદા નવો
યુગ જોઈ રહ્યા છે. નવા વર્ષ માં તો દરેકે પોત-પોતાનો નવો પ્લાન બનાવ્યો જ હશે. આજે
જૂનાં ની સમાપ્તિ છે, સમાપ્તિ માં આખા વર્ષ નું રીઝલ્ટ જોવાય છે. તો આજે બાપદાદાએ
પણ દરેક બાળકોનાં વર્ષ નું રીઝલ્ટ જોયું. બાપદાદા ને તો જોવામાં સમય નથી લાગતો. તો
આજે વિશેષ બધાં બાળકોનાં જમા નું ખાતું જોયું. પુરુષાર્થ તો બધાં બાળકોએ કર્યો, યાદ
માં પણ રહ્યા, સેવા પણ કરી, સંબંધ-સંપર્ક માં પણ લૌકિક તથા અલૌકિક પરિવાર માં
નિભાવ્યું, પરંતુ આ ત્રણ વાતો માં જમા નું ખાતુ કેટલું થયું?
આજે વતન માં બાપદાદાએ જગતઅંબા-મા ને ઈમર્જ કર્યાં. (ઉધરસ આવી) આજે વાજું થોડું ખરાબ
છે, વગાડવું તો પડશે ને? તો બાપદાદા અને મમ્માએ મળીને બધાનાં બચત નાં ખાતા જોયા.
બચત કરીને જમા કેટલું થયું? તો શું જોયું? નંબરવાર તો બધાં છે જ પરંતુ જેટલું જમા
નું ખાતું હોવું જોઈએ એટલું ખાતા માં જમા ઓછું હતું. તો જગતઅંબા-માએ પ્રશ્ન
પૂછ્યો-યાદ નાં વિષય માં ઘણાં બાળકોનું લક્ષ પણ સારું છે, પુરુષાર્થ પણ સારો છે, પછી
જમા નું ખાતું જેટલું હોવું જોઈએ એટલું ઓછું કેમ? વાતો, રુહારિહાન ચાલતાં-ચાલતાં આ
જ રીઝલ્ટ નીકળ્યું કે યોગ નો અભ્યાસ તો કરી જ રહ્યા છે પરંતુ યોગ નાં સ્ટેજ ની
પર્સન્ટેજ સાધારણ હોવાનાં કારણે જમા નું ખાતું સાધારણ જ છે. યોગ નું લક્ષ સારી રીતે
છે પરંતુ યોગ નું રીઝલ્ટ છે - યોગયુક્ત, યુક્તિયુક્ત બોલ અને ચલન. એમાં ખામી હોવાનાં
કારણે યોગ લગાવતી વખતે યોગ માં સારા છે, પરંતુ યોગી અર્થાત્ યોગી નો જીવન માં
પ્રભાવ, એટલે જમા નું ખાતું કોઈ-કોઈ સમય નું જમા થાય છે, પરંતુ બધાં સમયે જમા નથી
થતું. ચાલતાં-ચાલતાં યાદ નાં પર્સન્ટેજ સાધારણ થઈ જાય છે. એમાં ખૂબ ઓછું જમા ખાતુ
બને છે.
બીજું - સેવાની રુહરિહાન ચાલી. સેવા તો ખૂબ કરે છે, દિવસ-રાત બિઝી પણ રહે છે. પ્લાન
પણ ખૂબ સારા-સારા બનાવે છે અને સેવા માં વૃદ્ધિ પણ ખૂબ સારી થઈ રહી છે. તો પણ
મેજોરીટી નું જમા નું ખાતું ઓછું કેમ? તો રુહરિહાન માં આ નીકળ્યું કે સેવા તો બધાં
કરી રહ્યા છે, પોતાને બિઝી રાખવાનો પુરુષાર્થ પણ સારો કરી રહ્યા છે. પછી કારણ શું
છે? તો આ જ કારણ નીકળ્યું, સેવા નું બળ પણ મળે છે, ફળ પણ મળે છે. બળ છે સ્વયં નાં
બળ ની દિલ ની સંતુષ્ટતા અને ફળ છે સર્વ ની સંતુષ્ટતા. જો સેવા કરી, મહેનત અને સમય
લગાવ્યો તો દિલ ની સંતુષ્ટતા અને સર્વ ની સંતુષ્ટતા, ભલે સાથી, કે જેમની સેવા ની
દિલ માં સંતુષ્ટતા અનુભવ કરે, ખૂબ સારું, ખૂબ સારું કહીને ચાલ્યા જાય, ના. દિલ માં
સંતુષ્ટતા ની લહેર અનુભવ થાય. કંઈક મળ્યું, ખૂબ સારું સાંભળ્યું, તે અલગ વાત છે.
કંઈક મળ્યું, કંઈક પ્રાપ્ત કર્યુ, જેને બાપદાદાએ પહેલાં પણ સંભળાવ્યું-એક છે દિમાગ
સુધી તીર લગાવવું અને બીજું છે દિલ પર તીર લગાવવું. જો સેવા કરી અને સ્વ ની
સંતુષ્ટતા, પોતાને ખુશ કરવાની સંતુષ્ટતા નથી, ખૂબ સારું થયું, ખૂબ સારું થયું, ના.
દિલ માને સ્વ નું પણ અને સર્વ નું પણ. અને બીજી વાત છે કે સેવા કરી અને એનું રીઝલ્ટ
પોતાની મહેનત અથવા મેં કર્યુ… મેં કર્યુ આ સ્વીકાર કર્યુ અર્થાત્ સેવા નું ફળ ખાઈ
લીધું. જમા ન થયું. બાપદાદાએ કરાવ્યું, બાપદાદા ની તરફ અટેન્શન અપાવ્યું, પોતાનાં
આત્માની તરફ નહીં. આ બહેન ખૂબ સારી, આ ભાઈ ખૂબ સારા, ના. બાપદાદા એમનાં ખૂબ સારા, આ
અનુભવ કરાવ્યો - આ છે જમા ખાતુ વધારવું, એટલે જોવાયું ટોટલ રિઝલ્ટ માં મહેનત વધારે,
સમય-શક્તિ વધારે અને થોડો-થોડો શો વધારે, એટલે જમાનું ખાતું ઓછું થઈ જાય છે. જમા
નાં ખાતાની ચાવી ખૂબ સહજ છે, તે ડાયમંડ ચાવી છે, ગોલ્ડન ચાવી લગાવો છો પરંતુ જમા ની
ડાયમંડ ચાવી છે “નિમિત્ત ભાવ અને નિર્માણ ભાવ” . જો દરેક આત્મા પ્રત્યે, ભલે સાથી,
કે સેવા જે આત્મા ની કરો છો, બંને માં સેવા નાં સમયે, આગળ પાછળ નહીં, સેવા કરવાનાં
સમયે નિમિત્ત ભાવ , નિર્માણ ભાવ , નિ : સ્વાર્થ શુભ ભાવના અને શુભ સ્નેહ ઈમર્જ હોય
તો જમા નું ખાતુ વધતું જશે.
બાપદાદાએ જગતઅંબા-મા ને દેખાડ્યા કે આ વિધિ થી સેવા કરવા વાળા નું જમા નું ખાતુ કેવી
રીતે વધતું જાય છે. બસ, સેકન્ડ માં અનેક કલાકો નું જમા ખાતું જમા થઈ જાય છે. જેવી
રીતે ટીક-ટીક-ટીક જોર થી જલ્દી-જ્લ્દી કરો, એવું મશીન ચાલે છે. તો જગત અંબા ખૂબ ખુશ
થઈ રહ્યાં હતાં કે જમા નું ખાતું, જમા કરવું તો ખૂબ સહજ છે. તો બંને ની (બાપદાદા અને
જગતઅંબા ની) સલાહ થઈ - હવે નવું વર્ષ શરુ થઈ રહ્યું છે તો જમા નું ખાતુ ચેક કરો. આખા
દિવસ માં ભૂલો નથી કરી પરંતુ સમય, સંકલ્પ, સેવા, સંબંધ-સંપર્ક માં સ્નેહ, સંતુષ્ટતા
દ્વારા જમા કેટલું કર્યું? ઘણાં બાળકો ફક્ત આ ચેક કરી લે છે - આજે ખરાબ કંઈ નથી થયું.
કોઈને દુઃખ નથી આપ્યું. પરંતુ હવે આ ચેક કરો કે આખા દિવસ માં શ્રેષ્ઠ સંકલ્પો નું
ખાતું કેટલું જમા કર્યું? શ્રેષ્ઠ સંકલ્પ દ્વારા સેવા નું ખાતું કેટલું જમા થયું?
કેટલાં આત્માઓને, કોઈ પણ કાર્ય થી સુખ કેટલા ને આપ્યું? યોગ લગાવ્યો પરંતુ યોગ ની
પર્સન્ટેજ કયા પ્રકાર ની રહી? આજ નાં દિવસે દુઆઓનું ખાતું કેટલું જમા કર્યું?
આ નવા વર્ષ માં શું કરવાનું છે? કંઈ પણ કરો છો ભલે મન્સા, ભલે વાચા કે કર્મણા પરંતુ
સમય પ્રમાણે મન માં આ ધુન લાગેલી રહે - મારે અખંડ મહાદાની બનવું જ છે . અખંડ મહાદાની,
મહાદાની નહીં, અખંડ. મનસા થી શક્તિઓનું દાન, વાચા થી જ્ઞાન નું દાન અને પોતાનાં
કર્મ થી ગુણદાન. આજકાલ દુનિયામાં, ભલે બ્રાહ્મણ પરિવાર ની દુનિયા કે અજ્ઞાનીઓની
દુનિયામાં સાંભળવાની બદલે જોવા ઈચ્છે છે. જોઈને કરવા ઈચ્છે છે. તમારા લોકોનું સહજ
કેમ થયું? બ્રહ્મા બાપ ને કર્મ માં ગુણદાન મૂર્ત જોયાં. જ્ઞાન-દાન તો કરો જ છો પરંતુ
આ વર્ષ નું વિશેષ ધ્યાન રાખો - દરેક આત્માને ગુણદાન અર્થાત્ પોતાનાં જીવન નાં ગુણ
દ્વારા સહયોગ આપવાનો છે . બ્રાહ્મણો ને દાન તો નહીં કરશો ને? સહયોગ આપો. કંઈ પણ થઈ
જાય, કોઈ કેટલાં પણ અવગુણધારી હોય, પરંતુ મારે પોતાનાં જીવન દ્વારા, કર્મ દ્વારા,
સંપર્ક દ્વારા ગુણદાન અર્થાત્ સહયોગી બનવાનું છે. એમાં બીજાને નહીં જોતા, આ નથી કરતા
તો હું કેવી રીતે કરું? આ પણ તો એવા જ છે. બ્રહ્મા બાપે ફક્ત શિવ બાપ ને જોયાં.
તમારે બાળકોએ જો જોવા છે તો બ્રહ્મા બાપ ને જુઓ. એમાં બીજાઓને ન જોઈ, આ લક્ષ રાખો
જેવી રીતે બ્રહ્મા બાપ નું સ્લોગન હતું-જે ઓટે સો અર્જુન અર્થાત્ જે સ્વયં ને
નિમિત્ત બનાવશે તે નંબરવન અર્જુન થઈ જશે. બ્રહ્મા બાપ અર્જુન નંબરવન બન્યાં. જો બીજા
ને જોઈને કરશો તો નંબરવન નહીં બનશો. નંબરવાર માં આવશો, નંબરવન નહીં બનશો. અને જ્યારે
હાથ ઉઠાવડાવે છે તો બધાં નંબરવાર માં હાથ ઉઠાવે છે કે નંબરવન માં ઉઠાવે છે? તો શું
લક્ષ રાખશો? અખંડ ગુણદાની, અટલ, કોઈ કેટલું પણ હલાવે, હલતા નહીં. દરેક એક-બીજા ને
કહે છે, બધાં એવાં છે તમે એવાં કેમ પોતાને માનો છો, તમે પણ ભળી જાઓ છો. કમજોર બનાવવા
વાળા સાથી ખૂબ મળે છે. પરંતુ બાપદાદા ને જોઈએ હિંમત, ઉમંગ વધારવા વાળા સાથી. તો
સમજ્યા શું કરવાનું છે? સેવા કરો પરંતુ જમા નું ખાતુ વધારતા, ખૂબ સેવા કરો. પહેલા
સ્વયં ની સેવા, પછી સર્વ ની સેવા. બીજી પણ એક વાત બાપદાદાએ નોંધ કરી, સંભળાવે?
આજે ચંદ્ર અને સૂર્ય નું મિલન હતું ને? તો જગતઅંબા-મા બોલ્યાં એડવાન્સ પાર્ટી ક્યાં
સુધી પ્રતિક્ષા કરે? કારણ કે જ્યારે તમે એડવાન્સ સ્ટેજ પર જાઓ ત્યારે એડવાન્સ પાર્ટી
નું કાર્ય પૂરું થાય. તો જગતઅંબા-માએ આજે બાપદાદા ને ખૂબ ધીરે થી, સારી રીતે થી એક
વાત સંભળાવી, તે એક કઈ વાત સંભળાવી? બાપદાદા તો જાણે છે, તો પણ આજે રુહરિહાન હતી
ને? તો શું કહ્યું કે હું પણ ચક્કર લગાવું છું, મધુબન માં પણ લગાવું છું તો સેન્ટરો
પર પણ લગાવું છું. તો હસતાં-હસતાં, જેમણે જગતઅંબા ને જોયા છે એમને ખબર છે કે
હસતાં-હસતાં ઈશારા માં બોલે છે, સીધું નથી બોલતાં. તો બોલ્યાં કે આજકાલ એક વિશેષતા
દેખાય છે, કઈ વિશેષતા? તો કહ્યું કે આજકાલ અલબેલાપણું ખૂબ પ્રકારનું આવી ગયું છે.
કોઈની અંદર કયા પ્રકારનું અલબેલાપણું છે, કોઈની અંદર કયા પ્રકાર નું અલબેલાપણું છે.
થઈ જશે, કરી લઈશું… બીજા પણ કરી રહ્યા છે, અમે પણ કરી લઈશું… આ તો થાય જ છે, ચાલે જ
છે… આ ભાષા અલબેલાપણા ની સંકલ્પ માં તો છે જ પરંતુ બોલ માં પણ છે. તો બાપદાદાએ કહ્યું
કે એના માટે નવા વર્ષ માં તમે કોઈ યુક્તિ બાળકોને સંભળાવો. તો તમને બધાને ખબર છે
જગતઅંબા-મા નું એક સદા ધારણા નું સ્લોગન રહ્યું છે, યાદ છે? કોઈ ને યાદ છે? (હુકમી
હુકમ ચલાવી રહ્યા છે…) તો જગતઅંબા બોલ્યા જો આ ધારણા બધાં કરી લે કે અમને બાપદાદા
ચલાવી રહ્યા છે, એમના હુકમ થી અમે દરેક કદમ ચલાવી રહ્યા છીએ. જો આ સ્મૃતિ માં રહે
તો અમને ચલાવવા વાળા ડાયરેક્ટ બાપ છે. તો ક્યાં નજર જશે? ચાલવા વાળા ની, ચલાવવા વાળા
તરફ જ નજર જશે, બીજી તરફ નહીં. તો આ કરાવનહાર નિમિત્ત બનાવી કરાવી રહ્યા છે, ચલાવી
રહ્યા છે. જવાબદાર કરાવનહાર છે. પછી સેવા માં જો માથું ભારી થઈ જાય છે ને, તે સદા
હળવું રહેશે, જેવી રીતે રુહે ગુલાબ. સમજ્યા? શું કરવાનું છે? અખંડ મહાદાની. અચ્છા.
નવું વર્ષ મનાવવા માટે બધાં ભાગી-ભાગી ને પહોંચી ગયા છે. સારું છે, હાઉસફુલ થઈ ગયું
છે. સારું પાણી તો મળ્યું ને? મળ્યું પાણી? તો પણ પાણી ની મહેનત કરવા વાળા ને
મુબારક છે. આટલાં હજારો ને પાણી પહોંચાડવું, કોઈ બે-ચાર બાલડી તો નથી ને? ચાલો કાલ
થી તો ચલાચલી નો મેળો હશે. બધાં આરામ થી રહ્યાં? થોડાક તોફાને પેપર લીધું. થોડી હવા
લાગી. બધાં ઠીક રહ્યાં? પાંડવ, ઠીક રહ્યાં? સારું છે, કુંભ નાં મેળા કરતાં તો સારું
છે ને? સારું, ત્રણ પગ પૃથ્વી તો મળી ને? ખાટલો ન મળ્યો પરંતુ ત્રણ પગ પૃથ્વી તો મળી
ને?
તો નવાં વર્ષ માં ચારેય તરફ નાં બાળકો પણ, વિદેશ માં પણ, દેશ માં પણ નવાં વર્ષ ની
સેરેમની બુદ્ધિ દ્વારા જોઈ રહ્યા છે, કાનો દ્વારા સાંભળી રહ્યા છે. મધુબન માં પણ
જોઈ રહ્યા છે. મધુબન વાળાઓએ પણ યજ્ઞ-રક્ષક બની સેવાનો પાર્ટ ભજવ્યો છે, ખૂબ સારું.
બાપદાદા વિદેશ તથા દેશ વાળાની સાથે મધુબન વાસીઓને પણ જે સેવા નાં નિમિત્ત છે, એમને
પણ મુબારક આપી રહ્યા છે. સારું. બાકી તો કાર્ડ ખૂબ આવ્યા છે. તમે બધાં પણ જોઈ રહ્યા
છો ને ખૂબ કાર્ડ આવ્યા છે. કાર્ડ તો કોઈ મોટી વાત નથી પરંતુ એમાં છુપાયેલો દિલનો
સ્નેહ છે. તો બાપદાદા કાર્ડ ની શોભા નથી જોતા પરંતુ કેટલો કિંમતી દિલ નો સ્નેહ ભરેલો
છે, તો બધાએ પોત-પોતાનાં દિલ નો સ્નેહ મોકલ્યો છે. તો એવાં સ્નેહી આત્માઓને વિશેષ
એક-એક નું નામ તો નહીં લેશે ને? પરંતુ બાપદાદા કાર્ડ ની બદલે એવાં બાળકોને સ્નેહ
ભરેલો રિગાર્ડ આપી રહ્યા છે. યાદ-પત્ર, ટેલિફોન, કોમ્પ્યુટર, ઈ-મેલ, જે પણ સાધન છે
એ બધાં સાધનોની પહેલાં સંકલ્પ દ્વારા જ બાપદાદા ની પાસે પહોંચી જાય છે પછી તમારા
કોમ્પ્યુટર અને ઈ-મેલ માં આવે છે. બાળકો નો સ્નેહ બાપદાદા ની પાસે દર સમયે પહોંચે જ
છે. પરંતુ આજે વિશેષ નવાં વર્ષ નાં ઘણાએ પ્લાન પણ લખ્યા છે, પ્રતિજ્ઞાઓ પણ કરી છે,
વીતી ને વીતી કરી આગળ વધવાની હિંમત પણ રાખી છે. બધાને બાપદાદા કહી રહ્યા છે ખૂબ-ખૂબ
શાબાશ બાળકો, શાબાશ.
તમે બધાં ખુશ થઈ રહ્યા છો ને? તો એ પણ ખુશ થઈ રહ્યા છે. હમણાં બાપદાદા ની આ જ દિલ
ની આશા છે કે “દાતા નાં બાળકો દરેક દાતા બની જાઓ .” માંગો નહીં આ મળવું જોઈએ, આ થવું
જોઈએ, આ કરવું જોઈએ. દાતા બનો, એક-બીજા ને આગળ વધારવામાં ફ્રાકદિલ (ઉદાર દિલ) બનો.
બાપદાદા ને નાના કહે છે કે અમને મોટાઓનો પ્રેમ જોઈએ અને બાપ નાનાઓને કહે છે કે
મોટાઓનો રિગાર્ડ રાખો તો પ્રેમ મળશે. રિગાર્ડ આપવો જ રિગાર્ડ લેવો છે. રિગાર્ડ
એમનેમ નથી મળતો. આપવું જ લેવું છે. જ્યારે તમારા જડ ચિત્ર આપે છે. દેવતાનો અર્થ જ
છે આપવા વાળા. દેવી નો અર્થ જ છે આપવા વાળી. તો તમે ચૈતન્ય દેવી-દેવતાઓ દાતા બનો,
આપો. જો બધાં આપવા વાળા દાતા બની જશે, તો લેવા વાળા તો ખતમ થઈ જશે ને? પછી ચારેય
તરફ સંતુષ્ટતા ની, રુહાની ગુલાબ ની સુગંધ ફેલાઈ જશે. સાંભળ્યું?
તો નવાં વર્ષ માં જૂની ભાષા નહીં બોલતાં, જે જૂની ભાષા ઘણાં બોલે છે જે ગમતી નથી,
તો જૂનાં બોલ, જૂની ચાલ, જૂની કોઈ પણ આદત થી મજબૂર નહીં બનતાં. દરેક વાત માં પોતાને
પૂછજો કે નવું છે? શું નવું કર્યું? બસ, ફક્ત ૨૧ મી સદી મનાવવાની છે, ૨૧ જન્મો નો
વારસો સંપૂર્ણ ૨૧ મી સદીમાં મેળવવાનો જ છે, મેળવવાનો છે ને? અચ્છા.
ચારેય તરફ નાં નવયુગ અધિકારી શ્રેષ્ઠ આત્માઓ ને, સર્વ બાળકો ને, જે સદા દરેક કદમ
માં પદમ જમા કરવા વાળા આત્માઓ છે, સદા પોતાને બ્રહ્મા બાપ સમાન સર્વ ની આગળ સેમ્પલ
બની સિમ્પલ બનાવવા વાળા આત્માઓ, સદા પોતાનાં જીવન માં ગુણો ને પ્રત્યક્ષ કરી બીજાઓ
ને ગુણવાન બનાવવા વાળા, સદા અખંડ મહાદાની, મહા સહયોગી આત્માઓ ને બાપદાદા નાં
યાદ-પ્યાર અને નમસ્તે.
આ સમય જૂનાં અને નવાં વર્ષ નો સંગમ સમય છે. સંગમ સમય અર્થાત્ જૂનો સમાપ્ત થયો અને
નવો પ્રારંભ થયો. જેવી રીતે બેહદનાં સંગમયુગ માં તમે બધાં બ્રાહ્મણ આત્માઓ વિશ્વ
પરિવર્તન કરવાનાં નિમિત્ત છો, એવી રીતે આજ નાં આ જૂનાં અને નવાં વર્ષ નાં સંગમ પર
પણ સ્વ-પરિવર્તન નો સંકલ્પ દૃઢ કર્યો છે અને કરવાનો જ છે. જે બતાવ્યું દરેક સેકન્ડ
અટલ, અખંડ મહાદાની બનવાનું છે. દાતા નાં બાળકો માસ્ટર દાતા બનવાનું છે. જૂનાં વર્ષ
ને વિદાય ની સાથે-સાથે જૂની દુનિયાનાં લગાવ અને જૂનાં સંસ્કાર ને વિદાય આપી નવાં
શ્રેષ્ઠ સંસ્કાર નું આહવાન કરવાનું છે. બધાને અરબ-ખરબ વાર મુબારક છે, મુબારક છે,
મુબારક છે.
વરદાન :-
પ્રાપ્તિ
સ્વરુપ બની કેમ , શું નાં પ્રશ્નો થી પાર રહેવા વાળા સદા પ્રસન્નચિત્ત ભવ
જે પ્રાપ્તિ સ્વરુપ
સંપન્ન આત્માઓ છે એમને ક્યારેય પણ કોઈ પણ વાત માં પ્રશ્ન નહીં થશે. એમનાં ચહેરા અને
ચલન માં પ્રસન્નતાની પર્સનાલિટી દેખાશે, એને જ સંતુષ્ટતા કહેવાય છે. પ્રસન્નતા જો
ઓછી હોય છે તો એનું કારણ છે પ્રાપ્તિ ઓછી અને પ્રાપ્તિ ઓછી નું કારણ છે કોઈને કોઈ
ઈચ્છા. ખૂબ સૂક્ષ્મ ઈચ્છાઓ અપ્રાપ્તિ ની તરફ ખેંચી લે છે, એટલે અલ્પકાળ ની ઈચ્છાઓને
છોડી પ્રાપ્તિ સ્વરુપ બનો તો સદા પ્રસન્નચિત્ત રહેશો.
સ્લોગન :-
પરમાત્મ-પ્રેમ
માં લવલીન (પ્રેમ-મગન) રહો તો માયા નું આકર્ષણ સમાપ્ત થઈ જશે.