28-11-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારે એક બાપ પાસે થી જ સાંભળવાનું છે અને સાંભળીને બીજાઓને સંભળાવવાનું છે”

પ્રશ્ન :-
બાપે આપ બાળકો ને કઈ સમજ આપી છે, જે બીજાઓને સંભળાવવાની છે?

ઉત્તર :-
બાબાએ તમને સમજ આપી કે તમે આત્માઓ બધા ભાઈ-ભાઈ છો. તમારે એક બાપ ની યાદ માં રહેવાનું છે. આ જ વાત તમે બધાને સંભળાવો કારણકે તમારે આખા વિશ્વ નાં ભાઈઓનું કલ્યાણ કરવાનું છે. તમે જ આ સેવા નાં નિમિત્ત છો.

ઓમ શાંતિ!
ઓમ્ શાંતિ ખાસ કરીને કેમ કહેવાય છે? આ છે પરિચય આપવો - આત્મા નો પરિચય આત્મા જ આપે છે. વાતચીત આત્મા જ કરે છે શરીર દ્વારા. આત્મા વગર તો શરીર કંઈ કરી ન શકે. તો આ આત્મા પોતાનો પરિચય આપે છે. આપણે આત્મા છીએ પરમપિતા પરમાત્મા નાં સંતાન છીએ. તે તો કહી દે છે અહમ્ આત્મા સો પરમાત્મા. આપ બાળકો ને આ બધી વાતો સમજાવાય છે. બાપ તો બાળકો-બાળકો જ કહેશે ને? રુહાની બાપ કહે છે - હે રુહાની બાળકો, આ ઓર્ગન્સ (અંગો) દ્વારા તમે સમજો છો. બાપ સમજાવે છે પહેલાં-પહેલાં છે જ્ઞાન પછી છે ભક્તિ. એવું નથી કે પહેલાં ભક્તિ, પાછળ જ્ઞાન છે. પહેલાં છે જ્ઞાન દિવસ, ભક્તિ છે રાત. પછી પાછળ દિવસ ક્યારે આવે? જ્યારે ભક્તિ નો વૈરાગ થાય. તમારી બુદ્ધિ માં આ રહેવું જોઈએ. જ્ઞાન અને વિજ્ઞાન છે ને? હમણાં તમે જ્ઞાન નું ભણતર ભણી રહ્યા છો. પછી સતયુગ-ત્રેતા માં તમને જ્ઞાન ની પ્રારબ્ધ મળે છે. જ્ઞાન બાબા હમણાં આપે છે જેની પ્રારબ્ધ પછી સતયુગ માં હશે. આ સમજવાની વાતો છે ને? હમણાં બાપ તમને જ્ઞાન આપી રહ્યા છે. તમે જાણો છો પછી આપણે જ્ઞાન થી પરે વિજ્ઞાન પોતાનાં ઘરે શાંતિધામ માં જઈશું. તેને ન જ્ઞાન, ન ભક્તિ કહેવાશે. એને કહેવાય છે વિજ્ઞાન. જ્ઞાન થી પરે શાંતિધામ ચાલ્યા જાય છે. આ બધું જ્ઞાન બુદ્ધિ માં રાખવાનું છે. બાપ જ્ઞાન આપે છે - શેનાં માટે? ભવિષ્ય નવી દુનિયા માટે આપે છે. નવી દુનિયા માં જઈશું તો પહેલાં પોતાનાં ઘરે જરુર જઈશું. મુક્તિધામ માં જવાનું છે. જ્યાનાં આત્માઓ રહેવાસી છે, ત્યાં તો જરુર જશે ને? આ નવી-નવી વાતો તમે જ સાંભળો છો બીજા કોઈ સમજી ન શકે. તમે સમજો છો આપણે આત્માઓ સ્પ્રિચ્યુઅલ (આધ્યાત્મિક) ફાધર નાં સ્પ્રિચ્યુઅલ બાળકો છીએ. રુહાની બાળકો ને જરુર રુહાની બાપ જોઈએ. રુહાની બાપ અને રુહાની બાળકો. રુહાની બાળકો નાં એક જ રુહાની બાપ છે. એ આવીને જ્ઞાન આપે છે. બાપ કેવી રીતે આવે છે? એ પણ સમજાવ્યું છે. બાપ કહે છે મારે પણ પ્રકૃતિ ધારણ કરવી પડે છે. હમણાં તમારે બાપ પાસે થી સાંભળવાનું જ સાંભળવાનું છે. બાપ સિવાય બીજા કોઈ પાસેથી સાંભળવાનું નથી. બાળકો સાંભળીને પછી બીજા ભાઈઓને સંભળાવે છે. કંઈ ને કંઈ સંભળાવે જરુર છે. સ્વયં ને આત્મા સમજો, બાપ ને યાદ કરો કારણકે એ જ પતિત-પાવન છે. બુદ્ધિ ત્યાં ચાલી જાય છે. બાળકોને સમજાવવાથી સમજી જાય છે કારણકે પહેલાં બેસમજ હતાં. ભક્તિમાર્ગ માં બેસમજ થી રાવણ નાં પંજા માં આવવાથી શું કરે છે? કેવાં છી-છી બની જાય છે? દારુ પીવાથી શું બની જાય છે? દારુ ગંદકી ને વધારે જ ફેલાવે છે. હવે આપ બાળકો ની બુદ્ધિ માં છે કે બેહદનાં બાપ પાસે થી આપણે વારસો લેવાનો છે. કલ્પ-કલ્પ લેતા આવ્યા છીએ એટલે દૈવીગુણ પણ જરુર ધારણ કરવાનાં છે. શ્રીકૃષ્ણ નાં દૈવી ગુણો ની કેટલી મહિમા છે? વૈકુંઠ નાં માલિક કેટલાં મીઠાં છે? હમણાં શ્રીકૃષ્ણ ની ડિનાયસ્ટી (રાજધાની) નહીં કહેવાશે. ડિનાયસ્ટી વિષ્ણુ અથવા લક્ષ્મી-નારાયણ ની કહેવાશે. હવે આપ બાળકો ને ખબર છે બાપ જ સતયુગી રાજાઈ ની ડિનાયસ્ટી સ્થાપન કરે છે. આ ચિત્ર વગેરે ભલે ન પણ હોય તો પણ સમજાવી શકો છો. મંદિર તો બહુ જ બનતા રહે છે, જેમનામાં જ્ઞાન છે એ બીજાઓનું પણ કલ્યાણ કરવા, આપ સમાન બનાવવા દોડતા રહેશે. સ્વયં ને જોવાનું છે અમે કેટલાં ને જ્ઞાન સંભળાવ્યું છે? કોઈ-કોઈ ને ઝટ જ્ઞાન નું તીર લાગી જાય છે. ભીષ્મ-પિતામહ વગેરેએ પણ કહ્યું છે ને - અમને કુમારીઓ એ જ્ઞાન બાણ માર્યાં. આ બધા પવિત્ર કુમાર-કુમારીઓ છે અર્થાત્ બાળકો છે. તમે બધા બાળકો છો એટલે કહો છો અમે બ્રહ્મા નાં બાળકો કુમાર-કુમારીઓ ભાઈ-બહેન છીએ. આ પવિત્ર સંબંધ હોય છે. એ પણ એડોપ્ટેડ ચિલ્ડ્રન (બાળકો) છે. બાપે એડોપ્ટ કર્યા છે. શિવબાબાએ એડોપ્ટ કર્યા છે પ્રજાપિતા બ્રહ્મા દ્વારા. હકીકત માં એડોપ્ટ શબ્દ પણ નહીં કહેવાશે. શિવબાબા નાં બાળકો તો છે જ. બધા મને બોલાવે છે શિવબાબા, શિવબાબા આવો. પરંતુ સમજણ કંઈ નથી. સર્વ આત્માઓ શરીર ધારણ કરી પાર્ટ ભજવે છે. તો શિવબાબા પણ જરુર શરીર દ્વારા પાર્ટ ભજવશે ને? શિવબાબા પાર્ટ ન ભજવે તો પછી કોઈ કામ નાં ન રહ્યાં. કિંમત જ નથી થતી. એમની કિંમત જ ત્યારે થાય છે જ્યારે આખી દુનિયાને સદ્દગતિ માં પહોંચાડે છે ત્યારે એમની મહિમા ભક્તિમાર્ગ માં ગાય છે. સદ્દગતિ થઈ જાય છે પછી તો બાપ ને યાદ કરવાની જરુર જ નથી રહેતી. તે ફક્ત ગોડફાધર કહે છે તો પછી શિક્ષક ગુમ થઈ જાય. કહેવા માત્ર રહી જાય છે કે પરમપિતા પરમાત્મા પાવન બનાવવા વાળા છે. એ સદ્દગતિ કરવા વાળા પણ નથી કહેતાં. ભલે ગાયન માં આવે છે - સર્વ નાં સદ્દગતિ દાતા એક છે. પરંતુ અર્થ વગર કહી દે છે. હવે તમે જે કંઈ કહો છો તે અર્થ સહિત. સમજો છો ભક્તિ ની રાત અલગ છે, જ્ઞાન દિવસ અલગ છે. દિવસ નો પણ સમય હોય છે. ભક્તિ નો પણ સમય હોય છે. આ બેહદની વાત છે. આપ બાળકો ને જ્ઞાન મળ્યું છે બેહદ નું. અડધો કલ્પ છે દિવસ, અડધો કલ્પ છે રાત. બાપ કહે છે હું પણ આવું છું રાત ને દિવસ બનાવવા.

તમે જાણો છો અડધોકલ્પ છે રાવણ નું રાજ્ય, તેમાં અનેક પ્રકાર નાં દુઃખ છે પછી બાપ નવી દુનિયા સ્થાપન કરે છે તો એમાં સુખ જ સુખ મળે છે. કહેવાય પણ છે આ સુખ અને દુઃખ નો ખેલ છે. સુખ એટલે રામ, દુઃખ એટલે રાવણ. રાવણ પર જીત મેળવો છો તો પછી રામ રાજ્ય આવે છે, પછી અડધોકલ્પ બાદ રાવણ, રામ રાજ્ય પર જીત મેળવી રાજ્ય કરે છે. તમે હવે માયા પર જીત મેળવો છો. શબ્દ પછી શબ્દ તમે અર્થ સહિત કહો છો. આ તમારી છે ઈશ્વરીય ભાષા. આ કોઈ સમજશે થોડી? ઈશ્વર કેવી રીતે વાત કરે છે? તમે જાણો છો આ ગોડફાધર ની ભાષા છે કારણકે ગોડફાધર નોલેજફુલ છે. ગવાય પણ છે એ જ્ઞાન નાં સાગર નોલેજફુલ છે તો જરુર કોઈને તો નોલેજ આપશે ને? હમણાં તમે સમજો છો કેવી રીતે બાબા નોલેજ આપે છે? પોતાનો પણ પરિચય આપે છે અને સૃષ્ટિ ચક્ર નું પણ જ્ઞાન આપે છે. જે જ્ઞાન લેવાથી આપણે ચક્રવર્તી રાજા બનીએ છીએ. સ્વદર્શન ચક્ર છે ને? યાદ કરવાથી આપણા પાપ કપાતા જાય છે. આ છે તમારું અહિંસક ચક્ર યાદ નું. તે ચક્ર છે હિંસક, માથું કાપવાનું. તે અજ્ઞાની મનુષ્ય એક-બીજા નાં માથા કાપતા રહે છે. તમે આ સ્વદર્શન ચક્ર ને જાણવાથી બાદશાહી મેળવો છો. કામ મહાશત્રુ છે, જેનાંથી આદિ, મધ્ય, અંત દુઃખ મળે છે. તે છે દુઃખ નું ચક્ર. તમને બાપ આ ચક્રનું જ્ઞાન સમજાવે છે. સ્વદર્શન ચક્રધારી બનાવી દે છે. શાસ્ત્રો માં તો કેટલી કથાઓ બનાવી દીધી છે? તમારે હવે એ બધું ભૂલવું પડે છે. ફક્ત એક બાપ ને યાદ કરવાના છે કારણકે બાપ પાસેથી જ સ્વર્ગ નો વારસો લેશો. બાપને યાદ કરવાના છે અને વારસો લેવાનો છે. કેટલું સહજ છે? બેહદનાં બાપ નવી દુનિયા સ્થાપન કરે છે તો વારસો લેવા માટે જ યાદ કરો છો. આ છે મનમનાભવ, મધ્યાજી ભવ. બાપ અને વારસા ને યાદ કરતા, બાળકોનો ખુશીનો પારો ચઢેલો રહેવો જોઈએ. આપણે બેહદ નાં બાપ નાં બાળકો છીએ. બાપ સ્વર્ગ ની સ્થાપના કરે છે, આપણે માલિક હતાં, ફરી જરુર બનીશું. પછી તમે જ નર્કવાસી થયા છો. સતોપ્રધાન હતાં, હવે તમોપ્રધાન બન્યા છો. ભક્તિમાર્ગ માં પણ આપણે જ આવ્યા છીએ. ઓલરાઉન્ડ ચક્ર લગાવ્યું છે. આપણે જ ભારતવાસી સૂર્યવંશી હતાં પછી ચંદ્રવંશી, વૈશ્યવંશી... બની નીચે ઉતરીયા (પડ્યા) છીએ. આપણે ભારતવાસી દેવી-દેવતા હતાં પછી આપણે જ નીચે પડ્યા છીએ. તમને હવે બધી ખબર પડે છે. વામમાર્ગ માં જાય છે તો કેટલાં છી-છી બની જાઓ છો? મંદિર માં પણ એવાં છી-છી ચિત્ર બનાવેલા છે. પહેલાં ઘડિયાળ પણ એવાં ચિત્રોવાળી બનાવતા હતાં. હવે તમે સમજો છો આપણે કેટલાં ગુલ-ગુલ હતાં ફરી આપણે જ પુનર્જન્મ લેતાં-લેતાં કેટલાં છી-છી બનીએ છીએ? આ સતયુગ નાં માલિક હતાં તો દૈવી ગુણો વાળા મનુષ્ય હતાં. હવે આસુરી ગુણો વાળા બન્યા છે બીજો કોઈ ફરક નથી. પૂંછડી વાળા કે સૂંઢ વાળા મનુષ્ય હોતાં નથી. દેવતાઓની ફક્ત આ નિશાનીઓ છે. બાકી તો સ્વર્ગ પ્રાય:લોપ થઈ ગયું છે ફક્ત આ ચિત્રો નિશાની છે. ચંદ્રવંશીઓ ની પણ નિશાની છે. હમણાં તમે માયા પર જીત મેળવવા માટે યુદ્ધ કરો છો. યુદ્ધ કરતા-કરતા નપાસ થઈ જાય છે તો તેની નિશાની તીર કમાન (ધનુષબાણ) છે. ભારતવાસી હકીકત માં છે જ દેવી-દેવતા ઘરાના (પરિવાર) નાં. નહીં તો કયા ઘરાના નાં ગણાય? પરંતુ ભારતવાસીઓ ને પોતાનાં ઘરાના ની ખબર ન હોવાનાં કારણે હિન્દુ કહી દે છે. નહીં તો હકીકત માં તમારો છે જ એક પરિવાર. ભારત માં છે બધાં દેવતા ઘરાના નાં, જે બેહદ નાં બાપ સ્થાપન કરે છે. શાસ્ત્ર પણ ભારત નું એક જ છે. ડીટી ડિનાયસ્ટી (દૈવી રાજધાની) ની સ્થાપના થાય છે, પછી તેમાં ભિન્ન-ભિન્ન શાખાઓ થઈ જાય છે. બાપ સ્થાપન કરે છે દેવી-દેવતા ધર્મ. મુખ્ય છે ૪ ધર્મ. ફાઉન્ડેશન (પાયો) દેવી-દેવતા ધર્મ નું જ છે. રહેવા વાળા બધા મુક્તિધામ નાં છે. પછી તમે પોતાનાં દેવતાઓ ની શાખાઓમાં ચાલ્યા જશો. ભારતની સીમા એક જ છે બીજા કોઈ ધર્મની નથી. આ છે અસલ દેવતા ધર્મ નાં. પછી તેમનાં થી બીજા ધર્મ નીકળ્યા છે ડ્રામા પ્લાન અનુસાર. ભારત નો અસલ ધર્મ છે જ દૈવી, જે સ્થાપન કરવા વાળા પણ છે બાપ. પછી નવાં-નવાં પાન નીકળે છે. આ આખું ઈશ્વરીય ઝાડ છે. બાપ કહે છે હું આ ઝાડ નું બીજરુપ છું. આ ફાઉન્ડેશન છે પછી એમાંથી (ટ્યુબ્સ) શાખા નીકળે છે. મુખ્ય વાત છે જ આપણે સર્વ આત્માઓ ભાઈ-ભાઈ છીએ. સર્વ આત્માઓનાં બાપ એક જ છે, બધા એમને યાદ કરે છે. હવે બાપ કહે છે આ આંખો થી તમે જે કંઈ જુઓ છો તેને ભૂલી જવાનું છે. આ છે બેહદનો વૈરાગ, તેમનો છે હદનો. ફક્ત ઘરબાર થી વૈરાગ આવી જાય છે. તમને તો આ આખી જૂની દુનિયાથી વૈરાગ છે. ભક્તિ પછી છે વૈરાગ જૂની દુનિયાનો. પછી આપણે નવી દુનિયા માં જઈશું વાયા શાંતિધામ. બાપ પણ કહે છે આ જૂની દુનિયા ભસ્મ થવાની છે. આ જૂની દુનિયા સાથે હવે દિલ નથી લગાવવાનું. રહેવાનું તો અહીં જ છે, જ્યાં સુધી લાયક બની જાઓ. હિસાબ-કિતાબ બધા ચૂક્તુ કરવાના છે.

તમે અડધાકલ્પ માટે સુખ જમા કરો છો. એનું નામ જ છે શાંતિધામ, સુખધામ. પહેલાં સુખ હોય છે, પછી દુઃખ. બાપે સમજાવ્યું છે, જે પણ નવા-નવા આત્માઓ ઉપર થી આવે છે, જેમ ક્રાઈસ્ટ નો આત્મા આવ્યો, તેમને પહેલાં દુઃખ નથી હોતું. ખેલ છે જ પહેલાં સુખ, પછી દુઃખ. નવા-નવા જે આવે છે તે છે સતોપ્રધાન. જેમ તમારા સુખ નો અંદાજ (સમય) વધારે છે, તેમ બધાનો દુઃખ નો અંદાજ વધારે છે. આ બધું બુદ્ધિ થી કામ લેવાય છે. બાપ આત્માઓને સમજાવી રહ્યા છે. તે પછી બીજા આત્માઓ ને સમજાવે છે. બાપ કહે છે મેં આ શરીર ધારણ કર્યુ છે. અનેક જન્મો નાં અંત માં અર્થાત્ તમોપ્રધાન શરીરમાં હું પ્રવેશ કરું છું. પછી તેમને જ પહેલા નંબર માં જવાનું છે. પહેલાં તે છેલ્લા, છેલ્લા તે પહેલાં. આ પણ સમજાવવું પડે છે. પહેલાં ની પાછળ પછી કોણ? મમ્મા. એમનો પાર્ટ હોવો જોઈએ. તેમને અનેક ને શિક્ષા આપી છે. પછી આપ બાળકો માં નંબરવાર છે જે અનેક ને શિક્ષા આપે છે, ભણાવે છે. પછી તે ભણવા વાળા પણ એવી કોશિશ કરે છે જે તમારા કરતાં પણ ઊંચાં ચાલ્યા જાય છે. ઘણાં સેન્ટર્સ પર એવાં છે જે ભણાવવા વાળા શિક્ષક કરતાં આગળ ચાલ્યા જાય છે. એક-એક ને જોવાય છે. બધાની ચલન થી ખબર તો પડે છે ને? કોઈ-કોઈને તો માયા એવાં નાક થી પકડી લે છે જે એકદમ ખલાસ કરી દે છે. વિકાર માં પડી જાય છે. આગળ ચાલીને તમે અનેકો નું સાંભળતા રહેશો. વન્ડર ખાશો, આ તો અમને જ્ઞાન આપતા હતાં, પછી આ કેવી રીતે ચાલ્યા ગયાં? અમને કહેતા હતાં પવિત્ર બનો અને પોતે પછી છી-છી બની ગયાં. સમજશે તો જરુર ને? ઘણાં છી-છી બની જાય છે. બાબાએ કહ્યું છે મોટા-મોટા સારા મહારથીઓ ને પણ માયા જોર થી ફટકારશે. જેમ તમે માયા ને ફટકારીને જીત મેળવો છો, માયા પણ એવું કરશે. બાપે કેટલાં સારા-સારા ફર્સ્ટ ક્લાસ, રમણીક નામ પણ રાખ્યાં. પરંતુ અહો માયા, આશ્ચર્યવત્ સુનન્તી, કથન્તી, પછી ભાગન્તી... ગિરન્તી થઈ ગયાં. માયા કેટલી જબરજસ્ત છે એટલે બાળકોએ બહુ જ ખબરદાર રહેવાનું છે. યુદ્ધ નું મેદાન છે ને? માયાની સાથે તમારું કેટલું મોટું યુદ્ધ છે? અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. અહીં જ બધા હિસાબ-કિતાબ ચૂક્તુ કરી અડધા કલ્પ માટે સુખ જમા કરવાનું છે. આ જૂની દુનિયા સાથે હવે દિલ નથી લગાવવાનું. આ આંખો થી જે કંઈ દેખાય છે, એને ભૂલી જવાનું છે.

2. માયા બહુ જ જબરજસ્ત છે, તેનાથી ખબરદાર રહેવાનું છે. ભણવામાં ગૈલપ કરી આગળ જવાનું છે. એક બાપ પાસે થી જ સાંભળવાનું અને એમની પાસેથી સાંભળેલું બીજાઓને સંભળાવવાનું છે.

વરદાન :-
બેહદ ની દૃષ્ટિ , વૃત્તિ અને સ્થિતિ દ્વારા સર્વ નાં પ્રિય બનવા વાળા ડબલ લાઈટ ફરિશ્તા ભવ

ફરિશ્તા બધાને બહુ જ પ્રિય લાગે છે કારણ કે ફરિશ્તા સર્વ નાં હોય છે, એક-બે નાં નથી. બેહદ ની દૃષ્ટિ, વૃત્તિ અને બેહદની સ્થિતિ વાળા ફરિશ્તા સર્વ આત્માઓ પ્રત્યે પરમાત્મ-સંદેશ વાહક છે. ફરિશ્તા અર્થાત્ ડબલ લાઈટ, સર્વ નો સંબંધ એક બાપ સાથે જોડાવવા વાળા, દેહ અને દેહ નાં સંબંધ થી ન્યારા, સ્વયં ને અને સર્વ ને પોતાની ચલન અને ચહેરા દ્વારા બાપ સમાન બનાવવા વાળા, સર્વ પ્રત્યે કલ્યાણકારી. એવાં ફરિશ્તા જ સર્વ નાં પ્રિય છે.

સ્લોગન :-
જ્યારે પોતાનાં ચહેરા થી (દ્વારા) બાપ નો ચહેરો દેખાશે ત્યારે સમાપ્તિ થશે.