28-12-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 18.03.2008
બાપદાદા મધુબન
“ કારણ શબ્દ ને નિવારણ
માં પરિવર્તન કરી માસ્ટર મુક્તિદાતા બનો , બધાને બાપ નાં સંગ નો રંગ
લગાવીને સમાન બનવાની
હોળી મનાવો”
આજે સર્વ ખજાનાઓ નાં
માલિક બાપદાદા પોતાનાં ચારેય તરફ નાં ખજાનાઓ સંપન્ન બાળકો ને જોઈ રહ્યાં છે. દરેક
બાળકોનાં ખજાના માં કેટલાં ખજાના જમા થયા છે, આ જોઈ હર્ષિત થઈ રહ્યાં છે. ખજાના તો
બધાને એક જ સમયે એક જ જેવાં મળે છે તો પણ જમા નું ખાતું બધા બાળકો નું અલગ-અલગ છે
પરંતુ સમય પ્રમાણે હવે બાપદાદા બધા બાળકો ને સર્વ ખજાનાઓ થી સંપન્ન જોવા ઈચ્છે છે,
કારણકે આ ખજાના ફક્ત હમણાં એક જન્મ માટે નથી, આ અવિનાશી ખજાના અનેક જન્મ સાથે ચાલવા
વાળા છે. આ સમય નાં ખજાના ને તો બધા બાળકો જાણો જ છો. બાપદાદાએ શું-શું ખજાના આપ્યાં
છે તે કહેવાથી જ બધાની સામે આવી ગયા છે. બધાની સામે ખજાના નું લિસ્ટ ઈમર્જ થઈ ગયું
છે ને? કારણકે બાપદાદાએ પહેલાં પણ બતાવ્યું છે કે ખજાના તો મળ્યાં પરંતુ જમા કરવાની
વિધિ શું છે? જે જેટલાં નિમિત્ત અને નિર્માણ બને છે એટલાં જ ખજાના જમા થાય છે. તો
ચેક કરો-નિમિત્ત અને નિર્માણ બનવાની વિધિ થી અમારા ખાતા માં કેટલાં ખજાના જમા થયા
છે? જેટલાં ખજાના જમા હશે, એટલાં તે ભરપૂર હશે. એમનાં ચલન અને ચહેરા થી ભરપૂર આત્મા
નો રુહાની નશો સ્વતઃ જ દેખાય છે. એમનાં ચહેરા પર સદા રુહાની નશો અથવા ફખુર ચમકે છે
અને જેટલો જ રુહાની ફખુર હશે એટલાં જ બેફિકર બાદશાહ હશે. રુહાની ફખુર અર્થાત્ રુહાની
નશો બેફિકર બાદશાહ ની નિશાની છે. તો પોતાને ચેક કરો કે મારી ચલન અને ચહેરા પર
બેફિકર બાદશાહ નો નિશ્ચય અને નશો છે? દર્પણ તો બધાને મળી ગયો છે ને? તો દિલ નાં
દર્પણ માં પોતાનો ચહેરો ચેક કરો. કોઈ પણ પ્રકાર ની ફિકર તો નથી? શું થશે? કેવી રીતે
થશે? આ તો નહીં થશે? કોઈ પણ સંકલ્પ રહી તો નથી ગયાં? બેફિકર બાદશાહ નાં સંકલ્પ આ જ
હશે જે થઈ રહ્યું છે તે બહુ જ સારું અને જે થવાનું છે તે વધારે જ સારા માં સારું થશે.
આને કહેવાય છે ફખુર, રુહાની ફખુર અર્થાત્ સ્વમાનધારી આત્મા. વિનાશી ધન વાળા જેટલું
કમાય એટલાં સમય પ્રમાણે ફિકર માં રહે છે. તમને પોતાનાં ઈશ્વરીય ખજાના માટે ફિકર છે?
બેફિકર છો ને? કારણકે જે ખજાના નાં માલિક અને પરમાત્મ બાળક છે તે સદા જ સ્વપ્ન માં
પણ બેફિકર બાદશાહ છે, કારણકે એમને નિશ્ચય છે કે આ ઈશ્વરીય ખજાના આ જન્મ માં તો શું
પરંતુ અનેક જન્મ સાથે છે, સાથે રહેશે એટલે તે નિશ્ચયબુદ્ધિ નિશ્ચિંત છે.
તો આજે બાપદાદા ચારેય
તરફ નાં બાળકો નાં જમા નું ખાતું જોઈ રહ્યાં હતાં. પહેલાં પણ સંભળાવ્યું છે કે
વિશેષ ત્રણ પ્રકાર નાં ખાતા જમા કર્યા છે અને કરી શકો છો. એક છે - પોતાનાં
પુરુષાર્થ પ્રમાણે ખજાના જમા કરવા. આ એક ખાતું છે. બીજું ખાતું છે - દુવાઓ નું ખાતું.
દુવાઓ નું ખાતું જમા હોવાનું સાધન છે સદા સંબંધ-સંપર્ક અને સેવા માં રહેવા છતાં
સંકલ્પ, બોલ અને કર્મ માં, ત્રણેય માં સ્વયં પણ સ્વયં થી સંતુષ્ટ અને બીજા પણ સર્વ
અને સદા સંતુષ્ટ હોય. સંતુષ્ટતા દુવાઓ નું ખાતું વધારે છે. અને ત્રીજું ખાતું છે -
પુણ્ય નું ખાતું. પુણ્ય નાં ખાતા નું સાધન છે - જે પણ સેવા કરો છો, ભલે મન થી, ભલે
વાણી થી કે કર્મ થી અથવા સંબંધ માં, સંપર્ક માં આવતા સદા નિ:સ્વાર્થ અને બેહદ ની
વૃત્તિ, સ્વભાવ, ભાવ અને ભાવના થી સેવા કરવી, એનાથી પુણ્ય નું ખાતું સ્વતઃ જ જમા થઈ
જાય છે. તો ચેક કરો - ચેક કરતા આવડે છે ને? આવડે છે? જેને નથી આવડતું તે હાથ ઉઠાવો.
જેમને નથી આવડતું, કોઈ નથી એટલે બધાને આવડે છે. તો ચેક કર્યુ છે? કે સ્વ પુરુષાર્થ
નું ખાતું, દુવાઓ નું ખાતું, પુણ્ય નું ખાતું ત્રણેય કેટલાં પર્સન્ટ માં જમા થયા
છે? ચેક કર્યુ છે? જે ચેક કરેલ છે તે હાથ ઉઠાવો. ચેક કરો છો? પહેલી લાઈન નથી કરતી?
ચેક નથી કરતાં? શું કહો છો? કરો છો ને? કારણકે બાપદાદાએ સંભળાવી દીધું છે, ઈશારો આપી
દીધો છે કે હવે સમય ની સમીપતા તીવ્ર ગતિ થી આગળ વધી રહી છે એટલે પોતાની ચેકિંગ
વારંવાર કરવાની છે કારણકે બાપદાદા દરેક બાળકો ને રાજયોગી સો રાજા બચ્ચા જોવા ઈચ્છે
છે. આ જ પરમાત્મ-બાપ નો રુહાની નશો છે કે એક-એક બાળક રાજા બાળક છે. સ્વરાજ્ય અધિકારી
સો વિશ્વ રાજ્ય અધિકારી પરમાત્મ-બાળક છે.
ખજાના તો બાપદાદા
દ્વારા મળતા જ રહે છે. આ ખજાનાઓ ને જમા કરવાની ખૂબ સહજ વિધિ છે - વિધિ કહો કે ચાવી
કહો, તે જાણો છો ને? જમા કરવાની ચાવી શું છે? જાણો છો? ત્રણ બિંદુઓ. છે ને બધાની
પાસે ચાવી? ત્રણ બિંદુઓ લગાવો અને ખજાના જમા થતા જશે. માતાઓ ને ચાવી લગાવતા આવડે છે
ને, માતાઓ ચાવી સંભાળવામાં હોંશિયાર હોય છે ને? તો બધી માતાઓ એ આ ત્રણ બિંદુઓ ની
ચાવી સંભાળીને રાખી છે? લગાવી છે? બોલો, માતાઓ, ચાવી છે? જેની પાસે છે તે હાથ ઉઠાવો.
ચાવી ચોરી તો નથી થઈ જતી? તેવી રીતે ઘર ની દરેક વસ્તુ ની ચાવી માતાઓ ને સંભાળતાં
ખૂબ સારી આવડે છે. તો આ ચાવી પણ સદા સાથે રહે છે ને?
તો વર્તમાન સમયે
બાપદાદા આ જ ઈચ્છે છે - હવે સમય નજીક હોવાને કારણે બાપદાદા એક શબ્દ બધા બાળકો ની
અંદર થી, સંકલ્પ થી, બોલ થી અને પ્રેક્ટિકલ કર્મ થી ચેન્જ કરવાનું જોવા ઈચ્છે છે.
હિંમત છે? એક શબ્દ આ જ બાપદાદા દરેક બાળકો નો પરિવર્તન કરાવવા ઈચ્છે છે, જે એક જ
શબ્દ વારંવાર તીવ્ર પુરુષાર્થ થી અલબેલા પુરુષાર્થી બનાવી દે છે અને હવે સમય અનુસાર
કયો પુરુષાર્થ જોઈએ? તીવ્ર પુરુષાર્થ અને બધા ઈચ્છે પણ છે કે તીવ્ર પુરુષાર્થીઓ ની
લાઈન માં આવીએ પરંતુ એક શબ્દ અલબેલા કરી દે છે. ખબર છે તે શબ્દ કયો છે? પરિવર્તન
કરવા માટે તૈયાર છો? છો તૈયાર? હાથ ઉઠાવો, તૈયાર છો? જુઓ, તમારો ફોટો ટી.વી.માં આવી
રહ્યો છે. તૈયાર છો, અચ્છા, મુબારક છે. અચ્છા - તીવ્ર પુરુષાર્થ થી પરિવર્તન કરવું
છે કે કરી લઈશું, જોઈ લઈશું… એવું તો નથી? એક શબ્દ જાણી તો ગયા હશો, કારણકે બધા
હોંશિયાર છે, એક શબ્દ તે છે કે ‘કારણ’ શબ્દ ને પરિવર્તન કરી ‘નિવારણ’ શબ્દ ને સામે
લાવો . કારણ સામે આવવાથી અથવા કારણ વિચારવા થી નિવારણ નથી થતું. તો બાપદાદા ફક્ત
બોલવા સુધી નહીં પરંતુ સંકલ્પ સુધી આ “કારણ” શબ્દ ને “નિવારણ” માં પરિવર્તન કરવા
ઈચ્છે છે કારણકે કારણ ભિન્ન-ભિન્ન પ્રકાર નાં હોય છે અને તે કારણ શબ્દ વિચાર માં,
બોલવામાં, કર્મ માં આવવા થી તીવ્ર પુરુષાર્થ નાં આગળ બંધન બની જાય છે કારણકે તમારા
બધાનો બાપદાદા સાથે વાયદો છે, સ્નેહ થી વાયદો છે કે અમે બધા પણ બાપ નાં, વિશ્વ
પરિવર્તન નાં કાર્ય માં સાથી છીએ. બાપ નાં સાથી છો, બાપ એકલા નથી કરતાં, બાળકો ને
સાથે લાવે છે. તો વિશ્વ પરિવર્તન નાં કાર્ય માં તમારું શું કાર્ય છે? સર્વ આત્માઓ
નાં કારણો નું પણ નિવારણ કરવાનું કારણકે આજકાલ મેજોરીટી દુઃખી અને અશાંત થવાનાં
કારણે બધા મુક્તિ ઈચ્છે છે. દુઃખ-અશાંતિ થી, સર્વ બંધનો થી મુક્તિ ઈચ્છે છે અને
મુક્તિદાતા કોણ? બાપ ની સાથે આપ બાળકો પણ મુક્તિદાતા છો. તમારા જડ ચિત્રો પાસે થી
આજ સુધી શું માંગે છે? હવે દુઃખ અશાંતિ વધતા જોઈ બધા મેજોરીટી આત્માઓ આપ મુક્તિદાતા
આત્માઓ ને યાદ કરે છે. મન માં દુઃખી થઈને બુમો પાડે છે - હે મુક્તિદાતા, મુક્તિ આપો.
શું તમને આત્માઓનાં દુઃખ-અશાંતિ ની પોકાર સંભળાતી નથી? પરંતુ મુક્તિદાતા બની પહેલાં
આ ‘કારણ’ શબ્દ ને મુક્ત કરો. તો સ્વત: જ મુક્તિ નો અવાજ તમારા કાનો માં ગુંજશે.
પહેલાં પોતાનાં અંદર થી આ શબ્દ થી મુક્ત થશો તો બીજા ને પણ મુક્ત કરી શકશો. હમણાં
તો દિવસે-દિવસે તમારી આગળ મુક્તિદાતા, મુક્તિ આપો ની લાઈન લાગવાની છે. પરંતુ હજી
સુધી પોતાનાં પુરુષાર્થ માં ભિન્ન-ભિન્ન કારણ શબ્દ નાં કારણ મુક્તિ નો દરવાજા બંધ
છે એટલે આજે બાપદાદા આ શબ્દ નાં, આની સાથે બીજા પણ કમજોર શબ્દ આવે છે. વિશેષ છે
કારણ પછી એમાં બીજી પણ કમજોરીઓ હોય છે, આમ તેમ, કેવી રીતે, આ પણ આનાં સાથી શબ્દ છે,
જે દરવાજા બંધ નાં કારણ છે.
તો આજે બધા હોળી
મનાવવા આવ્યાં છો ને? બધા ભાગી-ભાગી ને આવ્યાં છે. સ્નેહ નાં વિમાન માં ચઢીને આવ્યાં
છે. બાપ સાથે સ્નેહ છે, તો બાપ ની સાથે હોળી મનાવવા પહોંચી ગયા છે. મુબારક છે, ભલે
પધાર્યાં. બાપદાદા મુબારક આપે છે. બાપદાદા જોઈ રહ્યાં છે, ખુરશી પર ચાલવા વાળા પણ (વ્હિલચેર
દ્વારા), તબિયત થોડી નીચે ઉપર હોવા છતાં પણ હિંમત થી પહોંચી ગયા છે. બાપદાદા આ
દૃશ્ય જુએ છે, અહીં ક્લાસ માં આવે છે ને? પ્રોગ્રામ માં આવે છે તો ખુરશી પર પણ
ચાલીને પંડા ને પકડીને આવી જાય છે. તો આને શું કહેવાશે? પરમાત્મ-પ્રેમ. બાપદાદા પણ
એવાં હિંમતવાન, દિલ નાં સ્નેહી બાળકો ને બહુ જ-બહુ જ દિલ ની દુવાઓ, દિલ નો પ્રેમ
વિશેષ આપી રહ્યાં છે. હિંમત રાખીને આવ્યાં છે, બાપ ની અને પરિવાર ની મદદ છે જ. બધાને
સ્થાન ઠીક મળ્યું છે? મળ્યું છે? જેમને સ્થાન ઠીક મળ્યું છે તે હાથ ઉઠાવો. ફોરેનર્સ
ને ઠીક મળ્યું છે? મેળો છે મેળો. ત્યાં મેળા માં તો રેતી પણ ચાલતી રહે છે, ખાવાનું
પણ ચાલતું રહે છે. તમને બ્રહ્મા ભોજન સારું મળ્યું, મળે છે? અચ્છા, હાથ હલાવી રહ્યાં
છે. સુવા માટે ત્રણ પગ પૃથ્વી મળી? આવું મિલન ફરી ૫ હજાર વર્ષ પછી સંગમ પર જ થશે.
પછી નહીં થશે.
તો આજે બાપદાદા નો
સંકલ્પ છે કે બધા બાળકો નાં જમા ખાતાઓ ને જુએ. જુએ પણ છે, ભવિષ્ય માં પણ જોશે કારણકે
બાપદાદાએ આ પહેલાં જ બાળકો ને સુચના આપી દીધી છે કે જમા નાં ખાતા જમા કરવાનો સમય
હમણાં સંગમયુગ છે. આ સંગમયુગ પર હમણાં જેટલું જમા કરવા ઈચ્છો, આખાં કલ્પ નું ખાતું
હમણાં જમા કરી શકો છો. પછી જમા નાં ખાતા ની બેંક જ બંધ થઈ જશે. પછી શું કરશો? એટલે
બાપદાદા ને બાળકો સાથે પ્રેમ છે ને? તો બાપદાદા જાણે છે કે બાળકો અલબેલાપણા માં
ક્યારેક ભૂલી જાય છે, થઈ જશે, જોઈ લઈશું, કરી તો રહ્યાં છીએ, ચાલી તો રહ્યાં છીએ
ને? ખૂબ મોજ થી કહે છે, તમે જોઈ નથી રહ્યાં, અમે કરી રહ્યાં છીએ, હા ચાલી તો રહ્યાં
છીએ બીજું શું કરીએ? પરંતુ ચાલવું અને ઉડવું કેટલો ફરક છે? ચાલી રહ્યાં છો મુબારક
છે. પરંતુ હવે ચાલવાનો સમય સમાપ્ત થઈ રહ્યો છે. હમણાં ઉડવાનો સમય છે, ત્યારે મંઝિલ
પર પહોંચી શકશો. સાધારણ પ્રજા માં આવવું, ભગવાન નાં બાળક અને સાધારણ પ્રજા! શોભે
છે?
આજે હોળી મનાવવા આવ્યાં
છો ને તો હોળી નો અર્થ છે બીતી સો બીતી (વીતી ગયું એ વીતી ગયું), તો આજ થી બાપદાદા
આ જ ઈચ્છે છે કે બીતી સો બીતી, કોઈપણ કારણ થી જો કોઈ પણ કમજોરી રહી ગઈ છે તો હવે ઘડી
વીતી તે વીતી કરીને પોતાનું ચિત્ર સ્મૃતિ માં લાવો, પોતાનાં જ ચિત્રકાર બની પોતાનું
ચિત્ર કાઢો. ખબર છે - બાપદાદા હમણાં પણ એક-એક બાળકો નાં કયા ચિત્ર સામે જોઈ રહ્યાં
છે? ખબર છે કયા ચિત્ર જોઈ રહ્યાં છે? હમણાં તમે બધા પણ પોતાનું ચિત્ર ખેંચો? આવડે
છે ચિત્ર ખેંચતા, આવડે છે ને? શ્રેષ્ઠ સંકલ્પ ની કલમ થી પોતાનું ચિત્ર હમણાં-હમણાં
સામે લાવો. પહેલાં બધા ડ્રિલ કરો, માઈન્ડ ડ્રિલ. કર્મેન્દ્રિયો ની ડ્રિલ નહીં, મન
ની ડ્રિલ કરો. રેડી, ડ્રિલ કરવા માટે રેડી છો? ગરદન હલાવો. જુઓ, સૌથી શ્રેષ્ઠ માં
શ્રેષ્ઠ ચિત્ર હોય છે - તાજ, તખ્ત, તિલકધારી નું. તો પોતાનું ચિત્ર સામે લાવો બીજા
બધા સંકલ્પ કિનારે કરીને જુઓ, તમે બધા બાપદાદા નાં દિલતખ્ત નશીન છો. તખ્ત છે ને? આવું
તખ્ત તો ક્યાંય પણ નહીં મળશે. તો પહેલાં ચિત્ર કાઢો કે હું વિશેષ આત્મા, સ્વમાનધારી
આત્મા, બાપદાદા ની પહેલી રચના શ્રેષ્ઠ આત્મા, બાપદાદા નો દિલતખ્ત નશીન છું. તખ્ત
નશીન થઈ ગયાં! સાથે પરમાત્મ-રચના આ વૃક્ષ ની જડ માં બેઠેલો પૂર્વજ અને પૂજ્ય આત્મા
છું, આ સ્મૃતિ નો તિલકધારી છું. સ્મૃતિ નું તિલક લગાવ્યું! સાથે બેફિકર બાદશાહ, બધી
ફિકર નો બોજ બાપદાદા ને અર્પણ કરી ડબલ લાઈટ નો તાજધારી છું. તો તાજ, તિલક અને
તખ્તધારી, એવો બાપ-પ્રિય અર્થાત્ પરમાત્મ-પ્રિય આત્મા છું.
તો આ ચિત્ર પોતાનું
ખેંચી લીધું. સદા આ ડબલ લાઈટ નો તાજ ચાલતાં-ફરતાં ધારણ કરી શકો છો. ક્યારેય પણ
પોતાનું સ્વમાન યાદ કરો તો આ તાજ, તિલક, તખ્તનશીન આત્મા છું, આ પોતાનું ચિત્ર દૃઢ
સંકલ્પ દ્વારા સામે લાવો. યાદ છે - શરુ-શરુ માં તમારા લોકો નો અભ્યાસ વારંવાર એક
શબ્દ ની સ્મૃતિ માં રહેતો હતો, તે એક શબ્દ હતો - હું કોણ? આ હું કોણ? આ શબ્દ
વારંવાર સ્મૃતિ માં લાવો અને પોતાનાં ભિન્ન-ભિન્ન સ્વમાન, ટાઈટલ, ભગવાન નાં મળેલા
ટાઈટલ. આજકાલ લોકો ને, મનુષ્ય ને મનુષ્ય દ્વારા ટાઈટલ મળે તો પણ કેટલું મહત્વ સમજે
છે અને તમને બાળકો ને બાપ દ્વારા કેટલાં ટાઈટલ અથવા સ્વમાન મળ્યાં છે? સદા સ્વમાન
નું લિસ્ટ પોતાની બુદ્ધિ માં મનન કરતા રહો. હું કોણ? લિસ્ટ લાવો. આ જ નશા માં રહો
તો કારણ જે છે ને, તે શબ્દ મર્જ થઈ જશે અને નિવારણ, દરેક કર્મ માં દેખાશે. જ્યારે
નિવારણ નું સ્વરુપ બની જશો તો સર્વ આત્માઓ ને નિર્વાણધામ, મુક્તિધામ માં સહજ જવાનો
રસ્તો બતાવી મુક્ત કરી લેશો.
તો દૃઢ સંકલ્પ કરો -
આવડે છે દૃઢ સંકલ્પ કરતાં? જ્યારે દૃઢતા હોય છે તો દૃઢતા સફળતા ની ચાવી છે. જરા પણ
દૃઢ સંકલ્પ માં કમી ન લાવો કારણકે માયા નું કામ છે હાર ખવડાવવી અને તમારું કામ શું
છે? તમારું કામ છે - બાપ નાં ગળા નો હાર બનવું, નહીં કે માયા થી હાર ખાવી. તો બધા આ
સંકલ્પ કરો હું સદા બાપ નાં ગળા ની વિજય માળા છું. ગળા નો હાર છું. ગળા નો હાર વિજયી
હાર છું.
તો બાપદાદા હાથ
ઉઠાવડાવે છે તો તમે શું બનશો? બધા શું જવાબ આપે છે? એક જ જવાબ આપે છે
લક્ષ્મી-નારાયણ બનીશું. રામ-સીતા નહીં. તો લક્ષ્મી-નારાયણ બનવા વાળા અમે બાપદાદા
નાં વિજયી માળા નાં મણકા છીએ, પૂજ્ય આત્માઓ છીએ. ભક્ત તમારી માળા નાં મણકા
જપતાં-જપતાં પોતાની સમસ્યાઓ ને સમાપ્ત કરે છે. એવાં શ્રેષ્ઠ મણકા છો. તો આજે બાપદાદા
ને શું આપશો? હોળી ની કોઈ તો ગિફ્ટ આપશો ને? આ કારણ શબ્દ, આ તો-તો અને કારણ, તો-તો
કરશો તોતા (પોપટ) બની જશો ને? તો-તો પણ નહીં, આમ-તેમ પણ નહીં, કોઈ પણ પ્રકાર નું
કારણ નહીં, નિવારણ. અચ્છા.
બાપદાદા એક-એક બાળકો
ને સમાન બનવાની, શ્રેષ્ઠ સંકલ્પ કરવાની પદમ-પદમગુણા મુબારક આપી રહ્યાં છે. મુબારક
છે, મુબારક છે, મુબારક છે. નશો છે ને - અમારા જેટલાં પદમ-પદમ ભાગ્યવાન કોણ? આ નશા
માં રહો. અચ્છા.
હવે એક સેકન્ડ માં બધા
બ્રાહ્મણ પોતાનાં રાજયોગ નો અભ્યાસ કરતા મન ને એકાગ્ર કરવાના માલિક બની મન ને જ્યાં
ઈચ્છો, જેટલો સમય ઈચ્છો, જેવી રીતે ઈચ્છો તેવી રીતે હમણાં-હમણાં મન ને એકાગ્ર કરો.
ક્યાંય પણ મન આમ-તેમ ચંચળ ન થાય. મારા બાબા, મીઠાં બાબા, પ્રિય બાબા આ સ્નેહ નાં
સંગ નાં રંગ ની, આધ્યાત્મિક હોળી મનાવો. (ડ્રિલ) અચ્છા.
ચારેય તરફ નાં
શ્રેષ્ઠ વિશેષ હોલી (પવિત્ર) અને હાઈએસ્ટ બાળકો ને, સદા સ્વયં ને બાપ સમાન સર્વ
શક્તિઓ થી સંપન્ન માસ્ટર સર્વશક્તિવાન્ અનુભવ કરવા વાળા, સદા દરેક કમજોરીઓ થી મુક્ત
બની અન્ય આત્માઓ ને પણ મુક્તિ અપાવવા વાળા મુક્તિદાતા બાળકો ને, સદા સ્વમાન ની સીટ
પર સેટ રહેવા વાળા, સદા અમર ભવ નાં વરદાન નાં અનુભવ સ્વરુપ રહેવા વાળા, એવાં ચારેય
તરફ નાં, ભલે સામે બેસવા વાળા કે દૂર બેસેલા સ્નેહ માં સમાયેલા બાળકો ને યાદ-પ્યાર
તથા પોતાનાં ઉમંગ-ઉત્સાહ, પુરુષાર્થ નાં સમાચાર આપવા વાળા ને બાપદાદા નાં બહુ જ-બહુ
જ દિલ નાં યાદ-પ્યાર અને દિલ નાં પદમ-પદમગુણા યાદ-પ્યાર સ્વીકાર થાય અને બધા રાજયોગી
સો રાજ્ય અધિકારી બાળકો ને નમસ્તે.
વરદાન :-
ઓલમાઈટી સત્તા
નાં આધાર પર આત્માઓ ને માલામાલ બનાવવા વાળા પુણ્ય આત્મા ભવ
જેવી રીતે દાન પુણ્ય
ની સત્તા વાળા સકામી રાજાઓ માં સત્તા નો ફુલ પાવર હતો, જે પાવર નાં આધાર પર ભલે કોઈ
ને કાંઈ પણ બનાવી દે. એવી રીતે આપ મહાદાની પુણ્ય આત્માઓ ને ડાયરેક્ટ બાપ દ્વારા
પ્રકૃતિજીત, માયાજીત ની વિશેષ સત્તા મળી ગઈ છે. તમે પોતાનાં શુદ્ધ સંકલ્પ નાં આધાર
થી કોઈપણ આત્મા નો બાપ સાથે સંબંધ જોડીને માલામાલ બનાવી શકો છો. ફક્ત આ સત્તા નો
યથાર્થ રીતે યુઝ કરો.
સ્લોગન :-
જ્યારે તમે
સંપૂર્ણતા ની વધાઈઓ મનાવશો ત્યારે સમય, પ્રકૃતિ અને માયા વિદાય લેશે.
અવ્યક્ત ઈશારા - હવે
સંપન્ન અને કર્માતીત બનવાની ધૂન લગાવો
જ્યારે મન-બુદ્ધિ
કર્મ માં બહુ જ બીઝી હોય, એ સમયે ડાયરેક્શન આપો ફુલસ્ટોપ. કર્મ નાં પણ સંકલ્પ સ્ટોપ
થઈ જાય. આ પ્રેક્ટિસ એક સેકન્ડ માટે પણ કરો પરંતુ અભ્યાસ કરતા જાઓ, કારણકે અંતિમ
સર્ટીફિકેટ એક સેકન્ડ નાં ફુલસ્ટોપ પર લગાવવા પર જ મળવાનું છે. સેકન્ડ માં વિસ્તાર
ને સમાવી લો, સાર સ્વરુપ બની જાઓ, આ જ અભ્યાસ કર્માતીત બનાવશે.