29-01-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમારે
પોતાનાં યોગબળ થી જ વિકર્મ વિનાશ કરી પાવન બની પાવન દુનિયા બનાવવાની છે , આ જ તમારી
સેવા છે”
પ્રશ્ન :-
દેવી-દેવતા ધર્મ ની કઈ વિશેષતા ગવાયેલી છે?
ઉત્તર :-
દેવી-દેવતા ધર્મ જ બહુ જ સુખ આપવાવાળો છે. ત્યાં દુઃખ નું નામ-નિશાન નથી. આપ બાળકો
૩/૪ (પોણા ભાગ નું) સુખ મેળવો છો. જો અડધું સુખ, અડધું દુ:ખ હોય તો મજા જ ન આવે.
ઓમ શાંતિ!
ભગવાનુવાચ.
ભગવાને જ સમજાવ્યું છે કે કોઈ મનુષ્ય ને ભગવાન નથી કહેવાતાં. દેવતાઓને પણ ભગવાન નથી
કહેવાતા. ભગવાન તો નિરાકાર છે, એમનું કોઈ પણ સાકારી કે આકારી રુપ નથી. સૂક્ષ્મવતન
વાસીઓ નો પણ સૂક્ષ્મ આકાર છે એટલે તેને કહેવાય છે સૂક્ષ્મવતન. અહીં સાકારી મનુષ્ય
તન છે એટલે આને સ્થૂળવતન કહેવાય છે. સૂક્ષ્મવતન માં આ સ્થૂળ ૫ તત્વો નું શરીર હોતું
નથી. આ ૫ તત્વો નું મનુષ્ય શરીર બનેલું છે, આને કહેવાય છે માટી નું પૂતળું.
સૂક્ષ્મવતન વાસીઓ ને માટી નું પૂતળા નહીં કહેવાશે. ડીટી (દેવતા) ધર્મવાળા પણ છે
મનુષ્ય, પરંતુ તેમને કહેવાશે દૈવી ગુણવાળા મનુષ્ય. આ દૈવી ગુણ પ્રાપ્ત કર્યા છે
શિવબાબા પાસે થી. દૈવીગુણ વાળા મનુષ્ય અને આસુરી ગુણવાળા મનુષ્યો માં કેટલો ફર્ક
છે? મનુષ્ય જ શિવાલય અથવા વૈશ્યાલય માં રહેવા લાયક બને છે. સતયુગ ને કહેવાય છે
શિવાલય. સતયુગ અહીં જ હોય છે. કોઈ મૂળવતન કે સૂક્ષ્મવતન માં નથી હોતું. આપ બાળકો
જાણો છો તે શિવબાબા નું સ્થાપન કરેલું શિવાલય છે. ક્યારે સ્થાપન કર્યુ? સંગમ પર. આ
પુરુષોત્તમ યુગ છે. હમણાં આ દુનિયા છે પતિત તમોપ્રધાન. આને સતોપ્રધાન નવી દુનિયા નહીં
કહેવાશે. નવી દુનિયાને સતોપ્રધાન કહેવાય છે. તે જ પછી જ્યારે જૂની બને છે તો તેને
તમોપ્રધાન કહેવાય છે. ફરી સતોપ્રધાન કેવી રીતે બને છે? આપ બાળકો નાં યોગબળ થી.
યોગબળ થી જ તમારા વિકર્મ વિનાશ થાય છે અને તમે પવિત્ર બની જાઓ છો. પવિત્ર માટે તો
પછી જરુર પવિત્ર દુનિયા જોઈએ. નવી દુનિયાને પવિત્ર, જૂની દુનિયાને અપવિત્ર કહેવાય
છે. પવિત્ર દુનિયા બાપ સ્થાપન કરે છે, પતિત દુનિયા રાવણ સ્થાપન કરે છે. આ વાતો કોઈ
મનુષ્ય નથી જાણતાં. આ ૫ વિકાર ન હોય તો મનુષ્ય દુઃખી થઈને બાપ ને યાદ કેમ કરે? બાપ
કહે છે હું છું જ દુઃખહર્તા-સુખકર્તા. રાવણ નું ૫ વિકારો નું પુતળું બનાવી દીધું છે
- ૧૦ માથા નું. તે રાવણ ને દુશ્મન સમજીને બાળે છે. તે પણ એવું નથી કે દ્વાપર આદિ થી
જ બાળવાનું શરુ કરે છે. ના, જ્યારે તમોપ્રધાન બને છે ત્યારે કોઈ મત-મતાંતર વાળા આ
નવી વાત કાઢે છે. જ્યારે કોઈ ખૂબ દુઃખ આપે છે ત્યારે તેમની એફીજી (પૂતળું) બનાવે
છે. તો અહીં પણ મનુષ્યો ને જ્યારે ખૂબ દુઃખ મળે છે ત્યારે આ રાવણ નું પૂતળું બનાવીને
બાળે છે. આપ બાળકોને ૩/૪ (પોણો ભાગ) સુખ રહે છે. જો અડધું દુઃખ હોય તો તેની મજા જ
શું રહે? બાપ કહે છે તમારો આ દેવી-દેવતા ધર્મ ખૂબ સુખ આપવાવાળો છે. સૃષ્ટિ તો અનાદિ
બનેલી છે. આ કોઈ પૂછી નથી શકતું કે સૃષ્ટિ કેમ બની, પછી ક્યારે પૂરી થશે? આ ચક્ર
ફરતું જ રહે છે. શાસ્ત્રો માં કલ્પ ની આયુ લાખો વર્ષ લગાવી દીધી છે. જરુર સંગમયુગ
પણ હશે, જ્યારે સૃષ્ટિ બદલાશે. હમણાં જેમ તમે અનુભવ કરો છો, એવું બીજા કોઈ સમજતા નથી.
એટલું પણ નથી સમજતા - બાળપણ માં રાધા-કૃષ્ણ નામ છે પછી સ્વયંવર થાય છે. બંને
અલગ-અલગ રાજધાની નાં છે પછી તેમનો સ્વયંવર થાય છે તો લક્ષ્મી-નારાયણ બને છે. આ બધી
વાતો બાપ સમજાવે છે. બાપ જ નોલેજફુલ છે. એવું નથી કે એ જાની-જાનનહાર છે. હમણાં આપ
બાળકો સમજો છો બાપ તો આવીને નોલેજ આપે છે. નોલેજ પાઠશાળા માં મળે છે. પાઠશાળા માં
મુખ્ય-ઉદ્દેશ તો જરુર હોવો જોઈએ. હમણાં તમે ભણી રહ્યા છો. છી-છી દુનિયામાં રાજ્ય ન
કરી શકાય. રાજ્ય કરશો ગુલ-ગુલ દુનિયામાં. રાજયોગ કોઈ સતયુગ માં થોડી શીખવાડશે?
સંગમયુગ પર જ બાપ રાજયોગ શીખવાડે છે. આ બેહદ ની વાત છે. બાપ ક્યારે આવે છે? કોઈને
પણ ખબર નથી. ઘોર અંધકાર માં છે. જ્ઞાન-સૂર્ય નામ થી જાપાન માં તે લોકો પોતાને
સૂર્યવંશી કહે છે. હકીકત માં સૂર્યવંશી તો દેવતાઓ થયાં. સૂર્યવંશીઓનું રાજ્ય સતયુગ
માં જ હતું. ગવાય પણ છે, જ્ઞાન-સૂર્ય પ્રગટ્યા… તો ભક્તિમાર્ગ નો અંધકાર વિનાશ. નવી
દુનિયા થી જૂની, જૂની દુનિયા થી ફરી નવી થાય છે. આ બેહદ નું મોટું ઘર છે. કેટલો મોટો
માંડવો છે! સૂર્ય, ચંદ્ર, તારાઓ કેટલું કામ કરે છે? રાત્રે બહુ જ કામ ચાલે છે. એવા
પણ કોઈ રાજા લોકો છે જે દિવસે સુઈ જાય, રાત્રે પોતાની સભા વગેરે લગાવે છે, ખરીદારી
કરે છે. આ હજી સુધી પણ ક્યાંક-ક્યાંક ચાલે છે. મિલ્સ વગેરે પણ રાત્રે ચાલે છે. આ છે
હદ નાં દિવસ-રાત. તે છે બેહદ ની વાત. આ વાતો તમારા સિવાય બીજા કોઈ ની બુદ્ધિ માં નથી.
શિવબાબા ને પણ જાણતા નથી. બાપ બધી વાતો સમજાવતા રહે છે. બ્રહ્મા માટે પણ સમજાવ્યું
છે - પ્રજાપિતા બ્રહ્મા છે. બાપ જ્યારે સૃષ્ટિ રચે છે તો જરુર કોઈ માં પ્રવેશ કરશે.
પાવન મનુષ્ય તો હોય જ સતયુગ માં છે. કળિયુગ માં તો બધા વિકાર થી જન્મે છે એટલે પતિત
કહેવાય છે. મનુષ્ય કહેશે વિકાર વગર સૃષ્ટિ કેવી રીતે ચાલશે? અરે, દેવતાઓને તમે કહો
છો સંપૂર્ણ નિર્વિકારી. કેટલી શુદ્ધતા થી તેમના મંદિર બનાવે છે! બ્રાહ્મણ વગર કોઈને
અંદર મંજુરી નહીં આપે. હકીકત માં આ દેવતાઓ ને વિકારી કોઈ ટચ (સ્પર્શ) કરી નથી શકતાં.
પરંતુ આજકાલ તો પૈસા થી જ બધું થાય છે. કોઈ ઘર માં મંદિર વગેરે રાખે છે તો પણ
બ્રાહ્મણ ને જ બોલાવે છે. હવે વિકારી તો તે બ્રાહ્મણ પણ છે, ફક્ત નામ બ્રાહ્મણ છે.
આ તો દુનિયા જ વિકારી છે તો પૂજા પણ વિકારીઓ દ્વારા થાય છે. નિર્વિકારી ક્યાંથી આવે?
નિર્વિકારી હોય જ છે સતયુગ માં. એવું નથી કે જે વિકાર માં નથી જતા તેમને નિર્વિકારી
કહેવાશે. શરીર તો છતાં પણ વિકાર થી જન્મે છે ને? બાપે એક જ વાત બતાવી છે કે આ આખું
રાવણ રાજ્ય છે. રામરાજ્ય માં છે સંપૂર્ણ નિર્વિકારી, રાવણ રાજ્ય માં છે વિકારી.
સતયુગ માં પવિત્રતા હતી તો શાંતિ-સમૃદ્ધિ હતી. તમે દેખાડી શકો છો સતયુગ માં આ
લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું ને? ત્યાં ૫ વિકાર હોતા નથી. તે છે જ પવિત્ર રાજ્ય,
જે ભગવાન સ્થાપન કરે છે. ભગવાન પતિત રાજ્ય થોડી સ્થાપન કરે છે? સતયુગ માં જો પતિત
હોત તો પોકારત ને? ત્યાં તો કોઈ પોકારતા જ નથી. સુખ માં કોઈ યાદ નથી કરતાં. પરમાત્મા
ની મહિમા પણ કરે છે - સુખ નાં સાગર, પવિત્રતા નાં સાગર… કહે પણ છે શાંતિ થાય. હવે
આખી દુનિયા માં શાંતિ મનુષ્ય કેવી રીતે કરશે? શાંતિ નું રાજ્ય તો એક સ્વર્ગ માં જ
હતું. જ્યારે કોઈ પરસ્પર લડે છે તો સમાધાન (શાંતિ) કરાવવાનું હોય છે. ત્યાં તો છે જ
એક રાજ્ય.
બાપ કહે છે આ જૂની
દુનિયા ને જ હવે ખતમ થવાનું છે. આ મહાભારત લડાઈ માં બધા વિનાશ થાય છે. વિનાશકાળે
વિપરીત બુદ્ધિ - શબ્દ પણ લખેલો છે. બરોબર પાંડવ તો તમે છો ને? તમે છો રુહાની પંડા.
બધાને મુક્તિધામ નો રસ્તો બતાવો છો. એ છે આત્માઓ નું ઘર શાંતિધામ. આ છે દુઃખધામ. હવે
બાપ કહે છે આ દુઃખધામ ને જોતાં પણ ભૂલી જાઓ. બસ, હમણાં તો આપણે શાંતિધામ માં જવાનું
છે. આ આત્મા કહે છે, આત્મા અનુભવ કરે છે. આત્મા ને સ્મૃતિ આવી છે કે હું આત્મા છું.
બાપ કહે છે હું જે છું જેવો છું… બીજું તો કોઈ સમજી ન શકે. તમને જ સમજાવ્યું છે -
હું બિંદુ છું. તમને આ ઘડી-ઘડી બુદ્ધિ માં રહેવું જોઈએ કે આપણે ૮૪ નું ચક્ર કેવી
રીતે લગાવ્યું છે? આમાં બાપ પણ યાદ આવશે, ઘર પણ યાદ આવશે, ચક્ર પણ યાદ આવશે. આ
વર્લ્ડ (દુનિયા) ની હિસ્ટ્રી-જોગ્રાફી ને તમે જ જાણો છો. કેટલાં ખંડ છે? કેટલી લડાઈ
વગેરે થઈ? સતયુગ માં લડાઈ વગેરે ની વાત જ નથી. ક્યાં રામ રાજ્ય, ક્યાં રાવણ રાજ્ય?
બાપ કહે છે હમણાં તમે જેમ કે ઈશ્વરીય રાજ્ય માં છો કારણકે ઈશ્વર અહીં આવ્યા છે
રાજ્ય સ્થાપન કરવાં. ઈશ્વર સ્વયં તો રાજ્ય કરતા નથી, સ્વયં રાજાઈ લેતા નથી. નિષ્કામ
સેવા કરે છે. ઊંચા માં ઊંચા ભગવાન છે સર્વ આત્માઓ નાં બાપ. બાબા કહેવાથી એકદમ ખુશી
નો પારો ચઢવો જોઈએ. અતીન્દ્રિય સુખ તમારી અંતિમ અવસ્થા નું ગાયન છે. જ્યારે પરીક્ષા
નાં દિવસો નજીક આવે છે, તે સમયે બધા સાક્ષાત્કાર થાય છે. અતીન્દ્રિય સુખ પણ બાળકો
ને નંબરવાર છે. કોઈ તો બાપ ની યાદ માં ખૂબ ખુશી માં રહે છે.
આપ બાળકો ને આખો દિવસ
એ જ ફીલિંગ (અનુભૂતિ) રહે કે ઓહો બાબા, તમે અમને શું થી શું બનાવી દીધાં! તમારા થી
કેટલું અમને સુખ મળે છે… બાપ ને યાદ કરતા પ્રેમ નાં આંસુ આવી જાય. કમાલ છે, તમે
આવીને અમને દુઃખ થી છોડાવો છો, વિષય સાગર થી ક્ષીરસાગર માં લઈ જાઓ છો, આખો દિવસ આ જ
ફીલિંગ રહેવી જોઈએ. બાપ જે સમયે તમને યાદ અપાવે છે તો તમે કેટલાં ગદ્દગદ્દ થાઓ છો.
શિવબાબા આપણને રાજયોગ શિખવાડી રહ્યા છે. બરોબર શિવરાત્રી પણ મનાવાય છે. પરંતુ
મનુષ્યો એ શિવબાબા ની બદલે શ્રીકૃષ્ણ નું નામ ગીતા માં રાખી દીધું છે. આ મોટા માં
મોટી એક જ ભૂલ છે. નંબરવન ગીતા માં જ ભૂલ કરી દીધી છે. ડ્રામા જ આવો બનેલો છે. બાપ
આવીને આ ભૂલ બતાવે છે કે પતિત-પાવન હું છું કે શ્રીકૃષ્ણ? તમને મેં રાજયોગ શીખવાડી
મનુષ્ય થી દેવતા બનાવ્યાં. ગાયન પણ મારું છે ને? અકાળમૂર્ત, અજોની… શ્રીકૃષ્ણ ની આ
મહિમા થોડી કરી શકે? એ તો પુનર્જન્મ માં આવવા વાળા છે. આપ બાળકો માં પણ નંબરવાર છે,
જેમની બુદ્ધિ માં આ બધી વાતો રહે છે. જ્ઞાન ની સાથે ચલન પણ સારી જોઈએ. માયા પણ કાંઈ
ઓછી નથી. જે પહેલાં આવશે તે જરુર એટલી તાકાત વાળા હશે. પાર્ટધારી ભિન્ન-ભિન્ન હોય
છે ને? હીરો-હિરોઈન નો પાર્ટ ભારતવાસીઓને જ મળેલો છે. તમે બધાને રાવણ રાજ્ય થી
છોડાવો છો. શ્રીમત પર તમને કેટલું બળ મળે છે. માયા પણ બહુ જ દુશ્તર છે, ચાલતાં-ચાલતાં
દગો આપી દે છે.
બાબા પ્રેમ નાં સાગર
છે તો આપ બાળકોએ પણ બાપ સમાન પ્રેમ નાં સાગર બનવાનું છે. ક્યારેય કડવું નહીં બોલો.
કોઈને દુઃખ આપશો તો દુઃખી થઈને મરશો. આ આદતો બધી ખતમ કરવી જોઈએ. ગંદા માં ગંદી આદત
છે વિષય સાગર માં ગોથા ખાવાં. બાપ પણ કહે છે કામ મહાશત્રુ છે. કેટલી બાળકીઓ માર ખાય
છે. કોઈ-કોઈ તો બાળકી ને કહી દેશે ભલે પવિત્ર બનો. અરે, પહેલાં પોતે તો પવિત્ર બનો.
બાળકી આપી દીધી, ખર્ચા વગેરે નાં બોજ થી વધારે જ છૂટ્યાં કારણકે સમજે છે-ખબર નહીં,
આમની તકદીર માં શું છે, ઘર પણ કોઈ સુખી મળે કે ન મળે? આજકાલ ખર્ચો પણ ખૂબ થાય છે.
ગરીબ લોકો તો ઝટ આપી દે છે. કોઈને પછી મોહ રહે છે. પહેલાં એક ભીલડી આવતી હતી, તેને
જ્ઞાન માં આવવા ન દીધી કારણકે જાદુનો ડર હતો. ભગવાન ને જાદુગર પણ કહે છે. રહેમદિલ
પણ ભગવાન ને જ કહેવાશે. શ્રીકૃષ્ણ ને થોડી કહેવાશે? રહેમદિલ એ જે બેરહેમી થી છોડાવે.
બેરહેમ છે રાવણ.
પહેલાં-પહેલાં છે
જ્ઞાન. જ્ઞાન, ભક્તિ પછી વૈરાગ. એવું નથી કે ભક્તિ, જ્ઞાન પછી વૈરાગ કહેવાશે. જ્ઞાન
નો વૈરાગ થોડી કહી શકાય? ભક્તિ નો વૈરાગ કરવાનો હોય છે એટલે જ્ઞાન, ભક્તિ, વૈરાગ આ
સાચાં શબ્દ છે. બાપ તમને બેહદ નો અર્થાત્ જૂની દુનિયા નો વૈરાગ કરાવે છે. સંન્યાસી
તો ફક્ત ઘરબાર થી વૈરાગ કરાવે છે. આ પણ ડ્રામા માં નોંધ છે. મનુષ્યો ની બુદ્ધિ માં
બેસતું જ નથી. ભારત ૧૦૦ ટકા સોલ્વેન્ટ (સાહૂકાર), નિર્વિકારી, હેલ્દી (સ્વસ્થ) હતું,
ક્યારેય અકાળે મૃત્યુ નહોતું થતું, આ બધી વાતો ની ધારણા બહુ જ થોડાઓને જ થાય છે. જે
સારી સર્વિસ (સેવા) કરે છે, તે ખૂબ સાહૂકાર બનશે. બાળકો ને તો આખો દિવસ બાબા-બાબા
યાદ રહેવું જોઈએ. પરંતુ માયા કરવા નથી દેતી. બાપ કહે છે સતોપ્રધાન બનવું છે તો ચાલતાં,
ફરતાં, ખાતાં મને યાદ કરો. હું તમને વિશ્વ નાં માલિક બનાવું છું, તમે યાદ નહીં કરશો?
અનેક ને માયા નાં તોફાન ખૂબ આવે છે. બાપ સમજાવે છે - આ તો થશે. ડ્રામા માં નોંધ છે.
સ્વર્ગ ની સ્થાપના તો થવાની જ છે. સદૈવ નવી દુનિયા તો રહી ન શકે. ચક્ર ફરશે તો નીચે
જરુર ઉતરશે. દરેક વસ્તુ નવી થી જૂની જરુર થાય છે. આ સમયે માયાએ બધાને એપ્રિલફુલ
બનાવ્યા છે, બાપ આવીને ગુલ-ગુલ બનાવે છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ સમાન
પ્રેમ નાં સાગર બનવાનું છે. ક્યારેય કોઈને દુઃખ નથી આપવાનું. કડવા બોલ નથી બોલવાનાં.
ગંદી આદતો ખતમ કરી દેવાની છે.
2. બાબા સાથે
મીઠી-મીઠી વાતો કરતા એ જ ફીલિંગ માં રહેવાનું છે કે ઓહો બાબા, તમે અમને શું થી શું
બનાવી દીધાં! તમે અમને કેટલું સુખ આપ્યું છે! બાબા, તમે ક્ષીરસાગર માં લઈ જાઓ છો…
આખો દિવસ બાબા-બાબા યાદ રહે.
વરદાન :-
સર્વ સંબંધ અને
સર્વ ગુણો ની અનુભૂતિ માં સંપન્ન બનવા વાળા સંપૂર્ણ મૂર્ત ભવ
સંગમયુગ પર વિશેષ
સર્વ પ્રાપ્તિઓ માં સ્વયં ને સંપન્ન બનાવવાના છે એટલે સર્વ ખજાના, સર્વ સંબંધ, સર્વ
ગુણ અને કર્તવ્ય ને સામે રાખી ચેક કરો કે સર્વ વાતો માં અનુભવી બન્યા છો. જો કોઈ પણ
વાત નાં અનુભવ ની કમી છે તો એમાં સ્વયં ને સંપન્ન બનાવો. એક પણ સંબંધ તથા ગુણ ની કમી
છે તો સંપૂર્ણ સ્ટેજ અથવા સંપૂર્ણ મૂર્ત નહીં કહેવાઈ શકો એટલે બાપ નાં ગુણો અથવા
પોતાનાં આદિ સ્વરુપ નાં ગુણો નો અનુભવ કરો ત્યારે સંપૂર્ણ મૂર્ત બનશો.
સ્લોગન :-
જોશ માં આવવું
પણ મન નું રડવું છે - હવે રડવાની ફાઈલ ખતમ કરો.
પોતાની શક્તિશાળી
મન્સા દ્વારા સકાશ આપવાની સેવા કરો
મન્સા સેવા કરવા માટે
સર્વશક્તિઓ ને પોતાનાં જીવન નું અંગ બનાવી લો. એવા બાપ સમાન પરફેક્ટ બનો જે અંદર
કોઈ ડિફેક્ટ ન હોય ત્યારે શ્રેષ્ઠ સંકલ્પો ની એકાગ્રતા દ્વારા અર્થાત્ મન્સા દ્વારા
સ્વતઃ સકાશ ફેલાશે.