29-03-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમને
જ્ઞાન થી સારી જાગૃતિ આવી છે , તમે પોતાનાં ૮૪ જન્મો ને , નિરાકાર અને સાકાર બાપ ને
જાણો છો , તમારું ભટકવાનું બંધ થયું”
પ્રશ્ન :-
ઈશ્વર ની ગત-મત ન્યારી કેમ ગવાયેલી છે?
ઉત્તર :-
૧. કારણકે એ એવી મત આપે છે જેનાથી તમે બ્રાહ્મણ સૌથી ન્યારા બની જાઓ છો. તમારાં
બધાંની એક મત થઈ જાય છે. ૨. ઈશ્વર જ છે જે સૌની સદ્દગતિ કરે છે. પૂજારી થી પૂજ્ય
બનાવે છે એટલે એમની ગત મત ન્યારી છે, જેને આપ બાળકોનાં સિવાય કોઈ સમજી નથી શકતું.
ઓમ શાંતિ!
આપ બાળકો જાણો
છો, બાળકો ની જો તબિયત ઠીક નહીં હોય તો બાપ કહેશે ભલે અહીં સુઇ જાઓ. એમાં કોઈ વાંધો
નથી કારણકે સિકીલધા બાળકો છે અર્થાત્ ૫ હજાર વર્ષ પછી ફરીથી આવીને મળ્યાં છે. કોને
મળ્યાં છે? બેહદ નાં બાપ ને. આ પણ આપ બાળકો જાણો છો, જેમને નિશ્ચય છે બરોબર અમે
બેહદનાં બાપ ને મળ્યાં છીએ કારણકે બાપ હોય જ છે એક હદ નાં અને બીજા બેહદ નાં. દુઃખ
માં બધા બેહદ નાં બાપ ને યાદ કરે છે. સતયુગ માં એક જ લૌકિક બાપ ને યાદ કરે છે કારણકે
ત્યાં છે જ સુખધામ. લૌકિક બાપ એમને કહેવાય છે જે આ લોક માં જન્મ આપે છે. પારલૌકિક
બાપ તો એક જ વાર આવીને તમને પોતાનાં બનાવે છે. તમે રહેવાવાળા પણ બાપ ની સાથે અમરલોક
માં છો - જેને પરલોક, પરમધામ કહેવાય છે. એ છે પરે થી પરે ધામ. સ્વર્ગ ને પરે થી પરે
નહીં કહીશું. સ્વર્ગ-નર્ક અહીં જ હોય છે. નવી દુનિયા ને સ્વર્ગ, જૂની દુનિયા ને
નર્ક કહેવાય છે. હમણાં છે પતિત દુનિયા, પોકારે પણ છે-હે પતિત-પાવન, આવો. સતયુગ માં
એવું નહીં કહેશે. જ્યાર થી રાવણ રાજ્ય થાય છે ત્યારે પતિત બને છે, તેને કહેશે ૫
વિકારો નું રાજ્ય. સતયુગ માં છે જ નિર્વિકારી રાજ્ય. ભારત ની કેટલી જબરજસ્ત મહિમા
છે. પરંતુ વિકારી હોવાનાં કારણે ભારત ની મહિમા ને જાણતાં નથી. ભારત સંપૂર્ણ
નિર્વિકારી હતું, જ્યારે આ અહીંયા લક્ષ્મી-નારાયણ રાજ્ય કરતાં હતાં. હમણાં તે રાજ્ય
નથી. તે રાજ્ય ક્યાં ગયું - એ પથ્થર બુદ્ધિઓને ખબર નથી. બીજા બધાં પોત-પોતાનાં ધર્મ
સ્થાપક ને જાણે છે, એક જ ભારતવાસી છે જે ન પોતાનાં ધર્મ ને જાણે, ન ધર્મ સ્થાપક ને
જાણે છે. બીજા ધર્મવાળા પોતાનાં ધર્મ ને તો જાણે છે પરંતુ તે પછી ક્યારે સ્થાપન કરવાં
આવશે? એ નથી જાણતાં. સિક્ખ લોકોને પણ આ ખબર નથી કે અમારો સિક્ખ ધર્મ પહેલાં હતો નહીં?
ગુરુનાનકે આવીને સ્થાપન કર્યો તો જરુર પછી સુખધામ માં નહીં હોય, ત્યારે જ ગુરુનાનક
આવીને પછી સ્થાપન કરશે કારણકે વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ થાય છે ને?
ક્રિશ્ચન ધર્મ પણ નહોતો પછી સ્થાપના થઈ. પહેલાં નવી દુનિયા હતી, એક ધર્મ હતો. ફક્ત
તમે ભારતવાસી જ હતાં, એક ધર્મ હતો પછી તમે ૮૪ જન્મ લેતાં-લેતાં એ પણ ભૂલી ગયા છો કે
આપણે જ દેવતા હતાં. પછી આપણે જ ૮૪ જન્મ લઈએ છીએ ત્યારે બાપ કહે છે તમે પોતાનાં જન્મો
ને નથી જાણતાં, હું બતાવું છું. અડધોકલ્પ રામરાજ્ય હતું પછી રાવણ રાજ્ય થયું છે.
પહેલાં છે સૂર્યવંશી કુળ પછી ચંદ્રવંશી કુળ રામરાજ્ય. સૂર્યવંશી લક્ષ્મી-નારાયણ નાં
કુળ નું રાજ્ય હતું જે સૂર્યવંશી લક્ષ્મી-નારાયણ નાં કુળ નાં હતાં, તે ૮૪ જન્મ લઇ
હમણાં રાવણ નાં કુળ નાં બન્યાં છે. આગળ પુણ્ય આત્માઓ નાં કુળ નાં હતાં, હવે પાપ
આત્માઓ નાં કુળ નાં બન્યાં છે. ૮૪ જન્મ લીધાં છે, તેઓ તો ૮૪ લાખ કહી દે છે. હવે ૮૪
લાખ નો કોણ બેસી વિચાર કરશે એટલે કોઈ નો વિચાર ચાલતો જ નથી. હમણાં તમને બાપે
સમજાવ્યું છે, તમે બાપ ની પાસે બેઠાં છો, નિરાકાર બાપ અને સાકાર બાપ બંને ભારતમાં
નામીગ્રામી છે. ગાય પણ છે પરંતુ બાપ ને જાણતાં નથી, અજ્ઞાન નિંદ્રા માં સૂતેલાં
પડ્યાં છે. જ્ઞાન થી જાગૃતિ થાય છે. અજવાળાં માં મનુષ્ય ક્યારેય ધક્કા નથી ખાતાં.
અંધારા માં ધક્કા ખાતા રહે છે. ભારતવાસી પૂજ્ય હતાં, હવે પુજારી છે. લક્ષ્મી-નારાયણ
પૂજ્ય હતાં ને? આ કોની પૂજા કરશે? પોતાનાં ચિત્ર બનાવી પોતાની પૂજા તો નહીં કરશે? આ
થઇ નથી શકતું. આપ બાળકો જાણો છો-આપણે જ પૂજ્ય, તે પછી કેવી રીતે પૂજારી બનીએ છીએ. આ
વાતો બીજા કોઈ સમજી નથી શકતાં. બાપ જ સમજાવે છે એટલે કહે પણ છે ઈશ્વરની ગત-મત ન્યારી
છે.
હમણાં આપ બાળકો જાણો
છો બાબાએ આપણી આખી દુનિયાથી ગત-મત ન્યારી કરી દીધી છે. આખી દુનિયામાં અનેક
મત-મતાંતર છે, અહીં આપ બ્રાહ્મણોની છે એક મત. ઈશ્વરની મત અને ગત. ગત અર્થાત્ સદ્દગતિ.
સદ્દગતિ દાતા એક જ બાપ છે. ગાય પણ છે. સર્વ નાં સદ્દગતિ દાતા રામ. પરંતુ સમજતાં નથી
કે રામ કોને કહેવાય છે? કહેશે જ્યાં જુઓ રામ જ રામ રહે છે, આને કહેવાય છે અજ્ઞાન
અંધકાર. અંધારા માં છે દુઃખ, અજવાળાં માં છે સુખ. અંધકાર માં જ પોકારે છે ને? બંદગી
કરવી એટલે બાપ ને બોલાવવાં, ભીખ માંગે છે ને? દેવતાઓનાં મંદિર માં જઈને ભીખ માંગવાનું
થયું ને? સતયુગ માં ભીખ માંગવાની દરકાર નથી. ભિખારીને ઇનસોલ્વન્ટ (કંગાળ) કહેવાય
છે. સતયુગ માં તમે કેટલાં સોલ્વન્ટ (ભરપુર) હતાં, આને કહેવાય છે સોલ્વન્ટ. ભારત હમણાં
ઇનસોલ્વન્ટ છે. આ પણ કોઈ સમજતાં નથી. કલ્પ ની આયુ ઉલટી-સુલટી લખી દેવાથી મનુષ્યોનું
માથું જ ફરી ગયું છે. બાપ ખૂબ પ્રેમથી બેસી સમજાવે છે. કલ્પ પહેલાં પણ બાળકોને
સમજાવ્યું હતું, મુજ પતિત-પાવન બાપ ને યાદ કરો તો તમે પાવન બની જશો. પતિત કેવી રીતે
બન્યાં છો, વિકારોની ખાદ પડી છે. બધાં મનુષ્ય કાટ ખવાયેલાં છે. હવે તે કાટ કેવી રીતે
નીકળે? મને યાદ કરો. દેહ-અભિમાન છોડી દેહી-અભિમાની બનો. સ્વયં ને આત્મા સમજો. પહેલાં
તમે છો આત્મા પછી શરીર લો છો. આત્મા તો અમર છે, શરીર મૃત્યુ ને પામે છે. સતયુગ ને
કહેવાય છે અમરલોક. કળિયુગ ને કહેવાય છે મૃત્યુલોક. દુનિયામાં આ કોઈ પણ નથી જાણતું
કે અમરલોક હતું પછી મૃત્યુલોક કેવી રીતે બન્યું? અમરલોક અર્થાત્ અકાળે મૃત્યુ નથી
થતું. ત્યાં આયુ પણ મોટી રહે છે. તે છે જ પવિત્ર દુનિયા.
તમે રાજઋષિ છો. ઋષિ
પવિત્ર ને કહેવાય છે. તમને પવિત્ર કોણે બનાવ્યાં? તેમને બનાવે છે શંકરાચાર્ય, તમને
બનાવી રહ્યાં છે શિવાચાર્ય. આ કોઈ ભણેલાં નથી. આમનાં દ્વારા તમને શિવબાબા આવીને
ભણાવે છે. શંકરાચાર્યે તો ગર્ભ થી જન્મ લીધો, કોઈ ઉપર થી અવતરિત નથી થયાં. બાપ તો
આમનાં માં પ્રવેશ કરે છે, આવે છે, જાય છે, માલિક છે, જેમાં ઈચ્છે એમાં જઈ શકે છે.
બાબાએ સમજાવ્યું છે કોઈનું કલ્યાણ કરવાનાં અર્થે હું પ્રવેશ કરી લઉં છું. આવું તો
પતિત તન માં જ છું ને? અનેકો નું કલ્યાણ કરું છું. બાળકો ને સમજાવ્યું છે-માયા પણ
ઓછી નથી. ક્યારેક-ક્યારેક ધ્યાન માં માયા પ્રવેશ કરી ઉલ્ટું-સુલ્ટું બોલાવતી રહે છે
એટલે બાળકોએ ખૂબ સંભાળ કરવાની છે. ઘણાઓમાં જ્યારે માયા પ્રવેશ કરી લે છે તો કહે છે
હું શિવ છું, ફલાણો છું. માયા બહુજ શૈતાન છે. સમજદાર બાળકો સારી રીતે સમજી જશે કે આ
કોનો પ્રવેશ છે. શરીર તો એમનું મુકરર આ છે ને? પછી બીજા નું આપણે સાંભળીએ જ કેમ! જો
સાંભળો છો તો બાબા ને પૂછો આ વાત રાઈટ (સત્ય) છે કે નહીં? બાપ ઝટ સમજાવી દેશે. ઘણી
બ્રાહ્મણીઓ પણ આ વાતો ને સમજી નથી શકતી કે આ શું છે? કોઈમાં તો એવી પ્રવેશતા થાય છે
જે થપ્પડ પણ મારી દે છે, ગાળો પણ આપવા લાગી જાય છે. હવે બાપ થોડી ગાળો આપશે. આ વાતો
ને પણ ઘણાં બાળકો સમજી નથી શકતાં. ફર્સ્ટ ક્લાસ બાળકો પણ ક્યાંક-ક્યાંક ભૂલી જાય
છે. બધી વાતો પૂછવી જોઈએ કારણકે અનેકો માં માયા પ્રવેશ કરી લે છે. પછી ધ્યાનમાં જઈને
શું-શું બોલતા રહે છે. આમાં પણ ખૂબ સંભાળવું જોઈએ. બાપને પૂરા સમાચાર આપવા જોઈએ.
ફલાણા માં મમ્મા આવે છે, ફલાણા માં બાબા આવે છે-આ બધી વાતો ને છોડી બાપ નું એક જ
ફરમાન છે કે મામેકમ્ યાદ કરો. બાપ ને અને સૃષ્ટિ ચક્ર ને યાદ કરો. રચયિતા અને રચના
નું સિમરણ કરવાવાળા નો ચહેરો સદૈવ હર્ષિત રહેશે. ઘણાં છે જેમનું સિમરણ થતું નથી.
કર્મ-બંધન બહુ ભારે છે. વિવેક કહે છે-જ્યારે બેહદ નાં બાપ મળ્યાં છે, કહે છે મને
યાદ કરો તો પછી કેમ ન આપણે યાદ કરીએ? કાંઈ પણ થાય છે તો બાપ ને પૂછો. બાપ સમજાવશે
કર્મભોગ તો હજી રહેલા છે ને? કર્માતીત અવસ્થા થઇ જશે તો પછી તમે સદૈવ હર્ષિત રહેશો.
ત્યાં સુધી કાંઈ ને કાંઈ થાય છે. આ પણ જાણો છો મિરુઆ મોત મલૂકા શિકાર. વિનાશ થવાનો
છે. તમે ફરિશ્તા બનો છો. બાકી થોડા દિવસ આ દુનિયામાં છો પછી આપ બાળકોને આ સ્થૂળવતન
ગમશે નહીં. સૂક્ષ્મવતન અને મૂળવતન ગમશે. સૂક્ષ્મવતનવાસીઓને કહેવાય છે ફરિશ્તાઓ. તે
ખૂબ થોડો સમય બનો છો જ્યારે તમે કર્માતીત અવસ્થાને મેળવો છો. સૂક્ષ્મવતન માં
હાડ-માસ હોતાં નથી. હાડ-માસ નથી તો બાકી શું રહ્યું? ફક્ત સૂક્ષ્મ શરીર હોય છે! એવું
નથી કે નિરાકાર બની જાય છે. ના, સૂક્ષ્મ આકાર રહે છે. ત્યાની ભાષા ઈશારા થી ચાલે
છે. આત્મા અવાજ થી પરે છે. એને કહેવાય છે સુક્ષ્મ દુનિયા. સૂક્ષ્મ અવાજ હોય છે. અહીં
છે ટૉકી (અવાજ). પછી મુવી (ઈશારો) પછી છે સાઈલેન્સ (શાંતિ). અહીં ટૉક ચાલે છે. આ
ડ્રામા નો પૂર્વ નિર્ધારિત પાર્ટ છે. ત્યાં છે સાઈલેન્સ. તે મૂવી અને આ છે ટૉકી. આ
ત્રણેય લોકો ને પણ યાદ કરવાવાળા કોઈ વિરલા હશે. બાપ સમજાવે છે - બાળકો, સજાઓથી છૂટવા
માટે ઓછામાં ઓછા ૮ કલાક કર્મયોગી બની કર્મ કરો, ૮ કલાક આરામ કરો અને ૮ કલાક બાપ ને
યાદ કરો. આ જ પ્રેક્ટિસ (અભ્યાસ) થી તમે પાવન બની જશો. નિંદ્રા કરો છો, તે કોઈ બાપની
યાદ નથી. એવું પણ કોઈ ન સમજે કે બાબા નાં તો અમે બાળકો છીએ ને પછી યાદ શું કરીએ? નહીં,
બાપ તો કહે છે મને ત્યાં યાદ કરો. પોતાને આત્મા સમજી મને યાદ કરો. જ્યાં સુધી યોગબળ
થી તમે પવિત્ર ન બનો ત્યાં સુધી ઘર માં પણ તમે જઈ નથી શકતાં. નહીં તો પછી સજાઓ ખાઈને
જવું પડશે. સૂક્ષ્મવતન, મૂળવતન માં પણ જવાનું છે પછી આવવાનું છે સ્વર્ગ માં. બાબાએ
સમજાવ્યું છે આગળ ચાલી સમાચાર પત્ર માં પણ પડશે, હમણાં તો ખૂબ સમય છે. આટલી આખી
રાજધાની સ્થાપન થાય છે. સાઉથ (દક્ષિણ), નોર્થ (ઉત્તર), ઈસ્ટ (પૂર્વ), વેસ્ટ (પશ્ચિમ)
ભારતનો કેટલો છે. હવે સમાચાર-પત્રો દ્વારા જ અવાજ નીકળશે. બાપ કહે છે મને યાદ કરો
તો તમારાં પાપ કપાઈ જશે. બોલાવે પણ છે-હે પતિત-પાવન, લિબ્રેટર (મુક્તિદાતા) અમને
દુઃખ થી છોડાવો. બાળકો જાણે છે ડ્રામા પ્લાન અનુસાર વિનાશ પણ થવાનો છે. આ લડાઈ પછી
શાંતિ જ શાંતિ હશે, સુખધામ થઇ જશે. બધું ઉથલ-પાથલ થઇ જશે. સતયુગમાં હોય છે જ એક
ધર્મ. કળિયુગ માં છે અનેક ધર્મ. આ તો કોઈ પણ સમજી શકે છે. સૌથી પહેલાં આદિ-સનાતન
દેવી-દેવતા ધર્મ હતો, જ્યારે સૂર્યવંશી હતાં તો ચંદ્રવંશી નહોતાં પછી ચંદ્રવંશી હોય
છે. પાછળ આ દેવી-દેવતા ધર્મ પ્રાય:લોપ થઇ જાય છે. પછી બીજા ધર્મવાળા આવે છે. તે પણ
જ્યાં સુધી તેમની સંસ્થા વૃદ્ધિને મેળવે ત્યાં સુધી, ખબર થોડી પડે છે? હમણાં આપ
બાળકો સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ને જાણો છો. તમને પૂછશે સીડી માં એકલાં ભારતવાસીઓને
કેમ દેખાડયાં છે? બોલો, આ રમત છે ભારત પર. અડધોકલ્પ છે તેમનો પાર્ટ, બાકી દ્વાપર,
કળિયુગ માં અન્ય બધાં ધર્મ આવે છે. ગોળા માં આ બધી નોલેજ છે. ગોળો તો બહુજ
ફર્સ્ટક્લાસ છે. સતયુગ-ત્રેતા માં છે શ્રેષ્ઠાચારી દુનિયા. દ્વાપર-કળિયુગ છે
ભ્રષ્ટાચારી દુનિયા. હમણાં તમે સંગમ પર છો. આ જ્ઞાન ની વાતો છે. આ ૪ યુગો નું ચક્ર
કેવી રીતે ફરે છે-આ કોઈને ખબર નથી. સતયુગ માં આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હોય છે.
આમને પણ એ થોડી ખબર રહે છે કે સતયુગનાં પછી ફરી ત્રેતા થવાનું છે, ત્રેતા નાં પછી
ફરી દ્વાપર કળિયુગ આવવાનું છે. અહીં પણ મનુષ્યો ને બિલકુલ ખબર નથી. ભલે કહે છે પરંતુ
કેવી રીતે ચક્ર ફરે છે? આ કોઈ નથી જાણતું એટલે બાબાએ સમજાવ્યું છે-બધું ગીતા પર જોર
રાખો. સાચ્ચી ગીતા સાંભળવાથી સ્વર્ગવાસી બનાય છે. અહીં શિવબાબા પોતે સંભળાવે છે,
ત્યાં મનુષ્ય વાંચે છે. ગીતા પણ સૌથી પહેલાં તમે ભણો છો. ભક્તિ માં પણ પહેલાં-પહેલાં
તમે જાઓ છો ને? શિવ નાં પૂજારી પહેલાં તમે બનો છો. તમારે પહેલાં-પહેલાં પૂજા કરવાની
હોય છે. અવ્યભિચારી, એક શિવબાબા ની. સોમનાથ મંદિર બીજા કોઈની તાકાત થોડી છે બનાવવાની?
બોર્ડ ઉપર કેટલાં પ્રકાર ની વાતો લખી શકાય છે. આ પણ લખી શકાય છે ભારતવાસી સાચ્ચી
ગીતા સાંભળવાથી સચખંડ નાં માલિક બને છે.
હમણા આપ બાળકો જાણો
છો આપણે સાચ્ચી ગીતા સાંભળીને સ્વર્ગવાસી બની રહ્યાં છીએ. જે સમયે તમે સમજાવો છો તો
કહે છે-હાં, બરોબર ઠીક છે, બહાર ગયાં ખલાસ. ત્યાંની ત્યાં રહી. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. રચયિતા અને
રચના નું જ્ઞાન સિમરણ કરી સદા હર્ષિત રહેવાનું છે. યાદ ની યાત્રા થી પોતાનાં જૂનાં
બધાં કર્મબંધન કાપી કર્માતીત અવસ્થા બનાવવાની છે.
2. ધ્યાન-દિદાર માં
માયાની બહુજ પ્રવેશતા થાય છે, એટલે સંભાળ કરવાની છે, બાપ ને સમાચાર આપી સલાહ લેવાની
છે, કોઈ પણ ભૂલ નથી કરવાની.
વરદાન :-
પોતાની
શુભભાવના દ્વારા નિર્બળ આત્માઓ માં બળ ભરવા વાળા સદાશક્તિ સ્વરુપ ભવ
સેવાધારી બાળકો ની
વિશેષ સેવા છે-સ્વયં શક્તિ સ્વરુપ રહેવુ અને સર્વ ને શક્તિ સ્વરુપ બનાવવા અર્થાત્
નિર્બળ આત્માઓ માં બળ ભરવું, એના માટે સદા શુભભાવના અને શ્રેષ્ઠકામના સ્વરુપ બનો.
શુભભાવના નો અર્થ આ નથી કે કોઈ માં ભાવના રાખતા-રાખતા તેમાં ભાવવાન થઈ જાઓ. આ ગલતી
નહીં કરતાં. શુભભાવના પણ બેહદની હોય. એક નાં પ્રત્યે વિશેષ ભાવના પણ નુકસાનકારક છે
એટલે બેહદ માં સ્થિત થઈ નિર્બળ આત્માઓ ને પોતાની પ્રાપ્તિ થયેલી શક્તિઓ નાં આધાર થી
શક્તિ સ્વરુપ બનાવો.
સ્લોગન :-
અલંકાર
બ્રાહ્મણ જીવન નો શૃંગાર છે - એટલે અલંકારી બનો અહંકારી નહીં
અવ્યક્ત ઇશારા -
સત્યતા અને સભ્યતા રુપી કલ્ચર ને આપનાવો
ઘણા બાળકો કહે છે આમ
ક્રોધ નથી આવતો, પરંતુ કોઈ ખોટું બોલે છે તો ક્રોધ આવી જાય છે. એમણે ખોટું બોલ્યું,
તમે ક્રોધ થી બોલ્યા તો બંને માં સાચું કોણ? ઘણા ચતુરાઈ થી કહે છે કે અમે ક્રોધ નથી
કરતા, અમારો અવાજ જ મોટો છે, અવાજ એવો તેજ છે પરંતુ જ્યારે સાયન્સ નાં સાધનો થી
અવાજ ને ઓછો અને વધારે કરી શકો છો તો શું સાઇલેન્સ ની પાવર થી પોતાના અવાજ ની ગતિ
ને ધીમે કે તેજ નથી કરી શકતા?