29-04-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - પતિત
જગત થી સંબંધ તોડી એક બાપ સાથે બુદ્ધિયોગ લગાવો તો માયા થી હાર થઈ ન શકે”
પ્રશ્ન :-
સમર્થ બાપ સાથે હોવા
છતાં પણ યજ્ઞ માં અનેક વિઘ્ન કેમ પડે છે - કારણ શું છે?
ઉત્તર :-
આ વિઘ્ન તો ડ્રામા અનુસાર પડવાનાં જ છે કારણકે જ્યારે યજ્ઞ માં અસુરો નાં વિઘ્ન પડે
ત્યારે તો પાપ નો ઘડો ભરાય. આમાં બાપ કાંઇ ન કરી શકે, આ તો ડ્રામા માં નોંધ છે.
વિઘ્ન પડવાનાં જ છે પરંતુ વિઘ્નો થી તમારે ગભરાવાનું નથી.
ગીત :-
કૌન હૈં માતા,
કૌન પિતા હૈં…
ઓમ શાંતિ!
બાળકોએ બેહદનાં
બાપ નું ફરમાન સાંભળ્યું. આ જે આ જગત નાં મમ્મા-બાબા છે, આ જે તમારો સંબંધ છે, દેહ
નાં સાથે છે કારણકે દેહ થી પહેલાં-પહેલાં માતા ની પછી પિતા ની લાગણી થાય છે પછી
ભાઈ-બંધુ વગેરે ની થાય છે. તો બેહદ નાં બાપ નું કહેવું છે કે આ જગત માં તમારા જે
માતા-પિતા છે એમનાથી બુદ્ધિનો યોગ તોડી દો. આ જગત થી સંબંધ નહીં રાખો. કારણકે આ બધા
છે કળિયુગી છી-છી સંબંધ. જગત અર્થાત્ દુનિયા. આ પતિત દુનિયાથી બુદ્ધિનો યોગ તોડી
મુજ એક થી જોડો અને પછી નવાં જગત સાથે જોડો, કારણકે હવે તમારે મારી પાસે આવવાનું
છે. ફક્ત સંબંધ જોડવાની વાત છે બીજી કોઈ વાત નથી બીજી કોઈ તકલીફ નથી. સંબંધ જોડશે
તે જેમને ડાયરેક્શન (માર્ગદર્શન) મળે છે. સતયુગ માં પહેલાં સંબંધ સારા હોય છે,
સતોપ્રધાન પછી નીચે ઉતરતાં જાય છે. પછી જે સુખ નાં સંબંધ છે તે ધીરે-ધીરે ઓછાં થતાં
જાય છે. હમણાં તો બિલકુલ જ આ જૂની દુનિયાથી સંબંધ તોડવા પડે. બાપ કહે છે મારી સાથે
સંબંધ જોડો. શ્રીમત પર ચાલો અને જે પણ દેહ નાં સંબંધ છે તે બધા છોડી દો. વિનાશ તો
થવાનો જ છે. બાળકો જાણે છે બાપ જેમને પરમપિતા પરમાત્મા કહેવાય છે, તે પણ ડ્રામા
અનુસાર સર્વિસ (સેવા) કરે છે. તે પણ ડ્રામા નાં બંધન માં બંધાયેલાં છે. મનુષ્ય તો
સમજે છે એ સર્વશક્તિમાન્ છે. જેમ કૃષ્ણ ને પણ સર્વશક્તિમાન્ માને છે. એમને સ્વદર્શન
ચક્ર આપી દીધું છે. સમજે છે એનાથી ગળું કાપે છે. પરંતુ આ નથી સમજતાં કે દેવતાઓ હિંસા
નું કામ કેવી રીતે કરશે? તે તો કરી ન શકે. દેવતાઓનાં માટે તો કહેવાય છે - અહિંસા
પરમો ધર્મ હતાં. એમનામાં હિંસા ક્યાંથી આવી? જેમને જે આવડ્યું તે બેસીને લખી દીધું
છે. કેટલી ધર્મ ની ગ્લાનિ કરી છે. બાપ કહે છે આ શાસ્ત્રો માં સાચું તો બિલકુલ લોટ
માં મીઠા જેટલું છે. આ પણ લખેલું છે કે રુદ્ર જ્ઞાન યજ્ઞ રચ્યો હતો. એમાં અસુર
વિઘ્ન નાખતાં હતાં. અબળાઓ પર અત્યાચાર થતાં હતાં. તે તો ઠીક લખેલું છે. હમણાં તમે
સમજો છો - શાસ્ત્રો માં સાચું શું છે, ખોટું શું છે! ભગવાન પોતે કહે છે આ રુદ્ર
જ્ઞાન યજ્ઞ માં વિઘ્ન પડશે જરુર. ડ્રામા માં નોંધ છે. એવું નથી કે પરમાત્મા સાથે છે
તો વિઘ્નો ને હટાવી દેશે. આમાં બાપ શું કરશે! ડ્રામા માં થવાનું જ છે. આ બધા વિઘ્ન
નાખે ત્યારે તો પાપ નો ઘડો ભરાય ને! બાપ સમજાવે છે ડ્રામા માં જે નોંધ છે એ જ થવાનું
છે. અસુરો નાં વિઘ્ન જરુર પડશે. આપણી રાજધાની જે સ્થાપન થઈ રહી છે. અડધોકલ્પ માયા
નાં રાજ્ય માં મનુષ્ય કેટલાં તમોપ્રધાન બુદ્ધિ, ભ્રષ્ટાચારી બની જાય છે. પછી એમને
શ્રેષ્ઠાચારી બનાવવાં બાપનું કામ છે ને. અડધોકલ્પ લાગે છે ભ્રષ્ટાચારી બનવામાં. પછી
એક સેકન્ડ માં બાપ શ્રેષ્ઠાચારી બનાવે છે. નિશ્ચય થવામાં વાર થોડી લાગે છે. એવાં ઘણાં
સારા બાળકો છે જેમને નિશ્ચય હોય છે, ઝટ પ્રતિજ્ઞા કરે છે, પરંતુ માયા પણ તો પહેલવાન
છે ને. કંઈ ન કંઈ મન્સા માં તોફાન લાવે છે. પુરુષાર્થ કરી કર્મણા માં નથી આવવાનું.
બધાં પુરુષાર્થ કરી રહ્યાં છે. કર્માતીત અવસ્થા તો થઈ નથી. કંઈ ન કંઈ કર્મેન્દ્રિયો
થી થઈ જાય છે. કર્માતીત અવસ્થા સુધી પહોંચવામાં વચ્ચે વિઘ્ન જરુર પડશે. બાપે
સમજાવ્યું છે - પુરુષાર્થ કરતાં-કરતાં અંત માં જઈને કર્માતીત અવસ્થા થાય છે પછી તો
આ શરીર રહેવાનું નથી, એટલે સમય લાગે છે. વિઘ્ન કંઈક ન કંઈક પડે છે. ક્યાંક માયા
હરાવી પણ દે છે. બોક્સિંગ (યુધ્ધ) છે ને! ઈચ્છે છે બાબા ની યાદ માં રહીએ, પરંતુ રહી
નથી શકતાં. થોડો ઘણો સમય જે બાકી છે, ધીરે-ધીરે તે અવસ્થા ધારણ કરવાની છે. કોઈ
જન્મતા જ રાજા તો નથી હોતાં. નાનું બાળક ધીરે-ધીરે મોટું થશે ને, આમાં પણ સમય લાગે
છે. હવે તો બાકી થોડો સમય રહ્યો છે. બધો આધાર પુરુષાર્થ ઉપર છે. અટેન્શન આપવાનું
છે, અમે કેવી રીતે પણ કરીને બાપ પાસેથી વારસો લઈશું જરુર. માયા નો સામનો જરુર કરશું
એટલે પ્રતિજ્ઞા કરે છે. માયા પણ ઓછી નથી. હલકા થી હલકા રુપ માં પણ આવે છે. રુસ્તમ
ની સામે સારું જોર મારે છે. આ વાતો કોઈ શાસ્ત્રો માં નથી. બાપ કહે છે કે આપ બાળકો
ને હમણાં સમજાવું છું. બાપ દ્વારા તમે સદ્દગતિ ને પામી લો છો. પછી આ જ્ઞાન ની દરકાર
જ નથી રહેતી. જ્ઞાન થી સદ્દગતિ થઈ જાય છે. સદ્દગતિ કહેવાય છે સતયુગ ને.
તો મીઠાં-મીઠાં બાળકો
ને લક્ષ્ય મળ્યું છે - આ પણ સમજે છે ડ્રામા અનુસાર ઝાડ વધવામાં સમય તો લાગે જ છે.
વિઘ્ન તો ખૂબ પડે છે. ચેન્જ (પરિવર્તન) થવું પડે છે. કોડી થી હીરા જેવાં બનવું પડે
છે. રાત-દિવસ નો ફરક છે. દેવતાઓનાં મંદિર હમણાં સુધી પણ બનાવતાં રહે છે. તમે
બ્રાહ્મણ હમણાં મંદિર નહીં બનાવશો કારણ કે તે છે ભક્તિમાર્ગ. દુનિયાને આ ખબર જ નથી
કે હવે ભક્તિમાર્ગ ખતમ થઈ જ્ઞાનમાર્ગ જિંદાબાદ થવાનો છે. આ ફક્ત આપ બાળકોને ખબર છે.
મનુષ્ય તો સમજે છે કળિયુગ હમણાં બાળક છે. તેમનો બધો આધાર છે - શાસ્ત્રો પર. આપ
બાળકોને તો બાપ બેસી બધા વેદો શાસ્ત્રો નું રહસ્ય સમજાવે છે. બાપ કહે છે - હમણાં
સુધી તમે જે ભણ્યાં છો, તે બધું ભૂલી જાઓ. એનાથી કોઈની સદ્દગતિ થતી નથી. ભલે કરીને
અલ્પકાળ નું સુખ મળતું આવ્યું છે. સદા સુખ જ સુખ મળે, એવું થઈ ન શકે. આ છે
ક્ષણભંગુર સુખ. મનુષ્ય દુઃખ માં રહે છે. મનુષ્ય આ નથી જાણતાં કે સતયુગ માં દુઃખ નું
નામ-નિશાન નથી હોતું. એમણે ત્યાનાં માટે પણ એવી વાતો બતાવી દીધી છે. ત્યાં કૃષ્ણપુરી
માં કંસ હતો, આ હતો… કૃષ્ણએ જેલ માં જન્મ લીધો. ઘણી વાતો લખી દીધી છે. હવે
શ્રીકૃષ્ણ સ્વર્ગ નાં પહેલાં નંબર પ્રિન્સ, એણે શું પાપ કર્યા? આ છે દંત કથાઓ, તે
પણ તમે હમણાં સમજો છો જ્યારે કે બાપે સાચું બતાવ્યું છે. બાપ જ આવીને સચખંડ સ્થાપન
કરે છે. સચખંડ માં કેટલાં સુખ હતાં, જુઠ ખંડ માં કેટલાં દુઃખ છે. આ બધાં ભૂલી ગયાં
છે. તમે જાણો છો આપણે શ્રીમત પર સચખંડ સ્થાપન કરીને એનાં માલિક બનીશું.
બાપ સમજાવે છે, આમ-આમ
શ્રીમત પર ચાલવાથી તમે ઊંચ પદ મેળવી શકશો. બાળકો આ જાણે છે અમારે આ ભણતર ભણીને
સૂર્યવંશી મહારાજા-મહારાણી બનવાનું છે. દિલ પણ બધાનું થાય છે ઊંચ પદ મેળવવાનું.
બધાનો પુરુષાર્થ ચાલે છે. સારા પાક્કા ભક્ત જે હોય છે તે ચિત્ર સાથે રાખે છે તો
ઘડી-ઘડી એમની યાદ રહેશે. બાબા પણ કહે છે ત્રિમૂર્તિ નું ચિત્ર સાથે રાખી દો તો
ઘડી-ઘડી યાદ આવશે. બાપ ને યાદ કરવાથી અમે સૂર્યવંશી પરિવાર માં આવી જઈશું. ઓરડા માં
ત્રિમૂર્તિ નું ચિત્ર લાગેલું હશે તો ઘડી-ઘડી નજર સામે પડશે. બાબા દ્વારા આપણે આ
સૂર્યવંશી પરિવાર માં જઈશું. સવારે ઉઠતાં જ નજર તેનાં પર જશે. તે પણ એક પુરુષાર્થ
છે. બાબા સલાહ આપે છે - સારા-સારા ભગત ખૂબ પુરુષાર્થ કરે છે. આંખો ખોલવાથી જ કૃષ્ણ
યાદ આવી જાય, એટલે ચિત્ર સામે રાખી દે છે. તમારા માટે તો ખૂબ જ સહજ છે. જો સહજ યાદ
નથી આવતી, માયા હેરાન કરે છે તો આ ચિત્ર મદદ કરશે. શિવબાબા આપણને બ્રહ્મા દ્વારા
વિષ્ણુપુરી નાં માલિક બનાવે છે. આપણે બાબા થી વિશ્વનાં માલિક બની રહ્યાં છે. આ
સિમરણ માં રહેવાથી પણ મદદ બહુજ મળશે. જે બાળકો સમજે છે યાદ ઘડી-ઘડી ભૂલાઈ જાય છે તો
બાબા સલાહ આપે છે, ચિત્ર સામે રાખી દો તો બાપ પણ અને વારસો પણ યાદ આવશે. પરંતુ
બ્રહ્માને યાદ નથી કરવાનાં. સગાઈ કરે છે તો દલાલ થોડી યાદ આવે છે. તમે બાબા ને સારી
રીતે યાદ કરો તો બાબા પણ તમને યાદ કરશે. યાદ થી યાદ મળે છે. હમણાં માશૂક નાં
કર્તવ્ય ની તમને ખબર છે. શિવ નાં કેટલાં બધાં ભગત છે. શિવ-શિવ કહેતાં રહે છે. પરંતુ
તે ખોટું છે. શિવકાશી, વિશ્વનાથ પછી ગંગા કહી દે છે. પાણી નાં કિનારે જઈને બેસે છે.
આ સમજતાં નથી કે જ્ઞાન નાં સાગર બાપ છે. બનારસ માં બહુજ વિદેશીઓ વગેરે જાય છે જોવાં.
મોટા-મોટા ઘાટ છે છતાં પણ બધાને બાપ નું મંદિર તો ખેંચે છે. બધાં એમની પાસે જાય છે.
મંદિર તો કોઈ ની પાસે જશે નહીં. મંદિર નાં દેવતાઓ ખેંચે છે. શિવબાબા પણ ખેંચે છે.
નંબરવન છે શિવબાબા પછી સેકન્ડ નંબર માં આ બ્રહ્મા, સરસ્વતી સો વિષ્ણુ. વિષ્ણુ સો
બ્રહ્મા. બ્રાહ્મણ સો વિષ્ણુપુરી નાં દેવતાઓ. વિષ્ણુપુરી નાં દેવતાઓ સો બ્રાહ્મણ.
હવે તમારો ધંધો આ થયો, હમ સો દેવતા બની રહ્યાં છો તો બીજાઓને પણ રસ્તો બતાવવાનો છે.
બીજા બધાં છે જંગલમાં લઈ જવા વાળા. તમે જંગલ થી કાઢી બગીચા માં લઈ જાઓ છો. શિવબાબા
આવીને કાંટા ને ફૂલ બનાવે છે. તમે પણ આ ધંધો કરો છો. આ વાતો ને તમે જ જાણો છો. કોઈ
રાજા-રાણી તો છે નહીં જેમને તમે સમજાવો. ગવાયું છે પાંડવો ને ૩ પગ પૃથ્વી નાં મળતાં
નહોતાં. બાપ સમર્થ હતાં તો એમને વિશ્વની બાદશાહી આપી દીધી. હવે પણ એ જ પાર્ટ ભજવાશે
ને. બાપ છે ગુપ્ત. કૃષ્ણ ને તો કોઈ વિઘ્ન પડી ન શકે. હવે બાપ આવ્યાં છે, બાપ પાસેથી
આવીને વારસો લેવાનો છે, એનાં માટે મહેનત કરવાની હોય છે. દિવસ-પ્રતિ-દિવસ નવી-નવી
પોઈન્ટ્સ નીકળતી રહે છે. જોવામાં આવે છે, પ્રદર્શન માં સમજાવવાથી સારો પ્રભાવ પડે
છે. બુદ્ધિ થી કામ લેવાય છે કે પ્રદર્શન થી સારો પ્રભાવ થાય છે કે પ્રોજેક્ટર થી?
પ્રદર્શન માં સમજાવવાથી ચહેરો જોઈને સમજાવી શકાય છે. સમજો છો ગીતા નાં ભગવાન બાપ
છે, તો બાપ પાસેથી પછી વારસો લેવાનો પુરુષાર્થ કરવાનો છે. ૭ દિવસ આપવાનાં છે. લખીને
આપો. નહીં તો બહાર જવાથી જ માયા ભૂલાવી દેશે. તમારી બુદ્ધિમાં આવી ગયું - અમે ૮૪
નું ચક્ર લગાવ્યું છે, હવે જવાનું છે. તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે. આ ચિત્ર
તો સાથે હોવાં જ જોઈએ. ખૂબ સારા છે. બિરલા વગેરે પણ આ નથી જાણતાં કે આ
લક્ષ્મી-નારાયણે આ રાજ્ય-ભાગ્ય ક્યારે અને કેવી રીતે લીધું? તમે જાણો છો તો તમને
ખૂબ ખુશી થવી જોઈએ. લક્ષ્મી-નારાયણ નાં ચિત્ર લઈ, ઝટ કોઈ ને સમજાવશો. એમણે આ પદ કેવી
રીતે મેળવ્યું? આ વાતો બુદ્ધિ થી સમજવાની અને સમજાવવાની છે. મંઝિલ છે ઊંચી. જે જેવાં
ટીચર છે તે તેવી જ સર્વિસ કરે છે. જુએ છે - કોણ-કોણ સેવાકેન્દ્ર સંભાળી રહ્યાં છે,
પોતાની અવસ્થા અનુસાર. નશો તો બધાને છે. પરંતુ વિવેક કહે છે સમજાવવા વાળા જેટલાં
હોશિયાર હશે એટલી સર્વિસ સારી થશે. બધા તો હોશિયાર હોઈ ન શકે. બધાને એક જેવા ટીચર
મળી ન શકે. જેમ કલ્પ પહેલાં ચાલ્યું હતું તેમ જ ચાલી રહ્યું છે. બાપ કહે છે પોતાની
અવસ્થા ને જમાવતાં રહો. કલ્પ-કલ્પ ની બાજી છે. દેખાઈ રહ્યું છે - કલ્પ પહેલાં ની
જેમ દરેક નો પુરુષાર્થ ચાલી રહ્યો છે. જે કાંઈ થાય છે - આપણે કહી દઈએ કલ્પ પહેલાં
પણ આમ થયું હતું. પછી ખુશી પણ રહે છે, શાંતિ પણ રહે છે. બાપ કહે છે કર્મ કરતાં બાપ
ને યાદ કરો. બુદ્ધિનો યોગ ત્યાં લટકી રહે તો ખૂબ કલ્યાણ થશે, જે કરશે તે પામશે. સારું
કરશે સારું પામશે. માયા ની મત પર બધાં ખોટું જ કરતાં આવ્યાં છે. હવે મળે છે શ્રીમત.
ભલું કરો તો ભલું થાય. દરેક પોતાનાં માટે મહેનત કરે છે. જેવું કરશે તેવું પામશે.
કેમ નહીં આપણે યોગ લગાવી સર્વિસ કરતાં રહીએ. યોગ થી ઉંમર વધશે. યાદ ની યાત્રા થી
નિરોગી બનવાનું છે તો કેમ નહીં આપણે બાબાની યાદ માં રહીએ! યથાર્થ વાત છે તો કેમ નહીં
આપણે કોશિશ કરીએ. જ્ઞાન તો બિલકુલ સહજ છે. નાનાં બાળકો પણ સમજી જાય છે અને સમજાવે
છે. પરંતુ તે યોગી તો ન થયાં ને. આ તો પાક્કું કરવાનું છે કે બાપ ને યાદ કરો. જે
સમજે છે, ઘડી-ઘડી ભૂલી જવાય છે તો ચિત્ર રાખી દો, તો પણ સારું છે. સવારે ચિત્ર ને
જોતાં જ યાદ આવી જાય છે. શિવબાબા થી આપણે વિષ્ણુપુરી નો વારસો લઇ રહ્યાં છીએ. આ
ત્રિમૂર્તિ નું ચિત્ર જ મુખ્ય છે, જેનો અર્થ તો તમે હમણાં સમજો છો. દુનિયામાં આવાં
ત્રિમૂર્તિ નાં ચિત્ર બીજા કોઈની પાસે નથી. આ તો બિલકુલ સહજ છે. આપણે લખીએ કે ન
લખીએ. આ તો બધા જાણે છે બ્રહ્મા દ્વારા સ્થાપના, વિષ્ણુ દ્વારા પાલના. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. માયા ની
બોક્સિંગ માં ક્યારેય પણ હાર ન થાય - આનું ધ્યાન રાખવાનું છે. કલ્પ પહેલા ની સ્મૃતિ
થી પોતાની અવસ્થા ને જમાવવાની છે. ખુશી અને શાંતિ માં રહેવાનું છે.
2. પોતાનું ભલું કરવા
માટે શ્રીમત પર ચાલવાનું છે. આ જૂની દુનિયાથી સંબંધ તોડી દેવાનો છે. માયા નાં તોફાન
થી બચવા માટે ચિત્રો ને સામે રાખી બાપ અને વારસા ને યાદ કરવાનાં છે.
વરદાન :-
મનન દ્વારા
બાપ ની પ્રોપર્ટી ને પોતાની પ્રોપર્ટી બનાવવા વાળા દિવ્ય બુદ્ધિવાન ભવ
બાપ દ્વારા જે પણ
ખજાના મળે છે, એને મનન કરો તો અંદર સમાતા જશે. પ્રોપર્ટી તો બધાને એક જેવી મળેલી છે
પરંતુ જે મનન કરે તેને પોતાની બનાવે છે, એમને તેનો નશો અને ખુશી રહે છે એટલે કહેવાય
છે-પોતાની ઘોટો તો નશો ચઢે. જે મનન ની મસ્તી માં સદા મસ્ત રહે છે એમને દુનિયાની કોઈ
પણ વસ્તુ, ઉલજન આકર્ષિત નથી કરી શકતી. એમને દિવ્ય બુદ્ધિ નું વરદાન સ્વતઃ મળી જાય
છે.
સ્લોગન :-
મન ની ઉલજન ને
સમાપ્ત કરવા માટે નિર્ણય શક્તિ ને વધારો.
આ અવ્યક્ત ઇશારા -
મહાન બનવા માટે મધુરતા અને નમ્રતા નો ગુણ ધારણ કરો
એવું નહીં સમજો અમે
તો સદૈવ ઝુકતા જ રહીએ છીએ પરંતુ અમારું કંઈ માન નથી, જે ઝુકતા નથી કે ખોટું બોલે છે
એમનું જ માન છે - નહીં. આ અલ્પકાળ નું છે, પરંતુ તમે દૂરાંદેશી બુદ્ધિ રાખો, અહીં
જેટલાની આગળ ઝુકશો અર્થાત્ નમ્રતા નાં ગુણ ને ધારણ કરશો, તો આખું કલ્પ જ સર્વ
આત્માઓ આગળ-આગળ નમન કરશે. સતયુગ-ત્રેતા માં રાજા નાં રિગાર્ડ માં ડોક થી નહીં, પરંતુ
મન થી ઝુકશે અને દ્વાપર-કળિયુગ માં ડોકું નમાવશે.