29-05-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - આ
જૂની દુનિયા કે દેહધારીઓથી ક્યારેય દિલ નહીં લગાવતાં , દિલ લગાવ્યું તો નસીબ ફૂટી
જશે”
પ્રશ્ન :-
બાપે બાળકો ને આ નાટક
નું કયું ગુહ્ય રહસ્ય સંભળાવ્યું છે?
ઉત્તર :-
બાળકો - હવે આ નાટક ખતમ થવાનું છે એટલે બધા આત્માઓએ અહીં હાજર થવાનું જ છે. બધા
ધર્મો નાં આત્માઓ હમણાં અહીં હાજર થશે કારણકે સર્વ નાં બાપ અહીં હાજર થયાં છે. બધાએ
બાપ ની આગળ સલામ ભરવા આવવાનું જ છે. બધા ધર્મ નાં આત્માઓ મનમનાભવ નો મંત્ર લઈને જશે.
તે કોઈ મધ્યાજી ભવ નો મંત્ર ને ધારણ કરી ચક્રવતી નહીં બનશે.
ગીત :-
દિલ કા સહારા
ટૂટ ન જાયે…
ઓમ શાંતિ!
બધા
સેવાકેન્દ્રો નાં બાળકોએ ગીત સાંભળ્યું. તમે આજે સાંભળી રહ્યાં છો બીજા બાળકો ૨-૪
દિવસ પછી સાંભળશે. જો જૂની દુનિયા, જૂનાં શરીર થી દિલ લગાવશો તો તકદીર ફુટી જશે
કારણકે આ શરીર આ જૂની દુનિયાનું છે. તો જો દેહ-અભિમાની બનશો તો આટલી તકદીર જે બની
રહી છે તે તૂટી જશે. હવે બદનસીબ થી તમે નસીબદાર બની રહ્યાં છો એટલે જેટલું થઈ શકે
એક બાપ ને યાદ કરો, જે બેહદ નો વારસો આપે છે. બાપ ને અને વારસા ને યાદ કરો, આ જૂની
દુનિયામાં બાકી થોડો સમય છે. આમાં તમારે પુરુષાર્થ કરી સર્વગુણ સંપન્ન જરુર બનવાનું
છે. ઘણાં છે, જે પવિત્ર રહે પણ છે. ઘણાં ઘડી-ઘડી પડી જાય છે. બાબા કહે છે - તમારે
બાપ ની સાથે સેવામાં સાથી બનવું જોઈએ, ખુબ મોટી સેવા છે, આટલી મોટી દુનિયાને પતિત
થી પાવન બનાવવાની છે. એવું પણ નથી કે બધા બાપ ને મદદ કરશે. જેમણે કલ્પ પહેલાં મદદ
કરી છે, બ્રાહ્મણ કુલભૂષણ બી.કે. બન્યાં છે, તે જ સમજદાર બનશે. પ્રજાપિતા બ્રહ્મા
નું નામ તો ગવાયેલું છે. બ્રહ્માનાં બાળકો ને જરુર બી.કે. જ કહેશે. જરુર પાસ્ટ (ભૂતકાળ)
માં થઈને ગયાં છે. આદિ દેવ, આદિ દેવી ને પણ યાદ કરે છે, જે ચીજ થઈ ગઈ છે તે ફરી થી
જરુર થવાની છે. આ જાણો છો, સતયુગ થઈને ગયું છે, એમાં આદિ સનાતન દેવી-દેવતાઓનું
રાજ્ય હતું, જે હમણાં નથી. દેવી-દેવતાઓ જે પવિત્ર પ્રવૃત્તિ માર્ગ વાળા રાજ્ય કરતાં
હતાં, તે હમણાં ૮૪ જન્મ નાં અંત માં છે. હમણાં ન પવિત્ર છે અને ન તે રાજાઇ છે, પતિત
બની ગયાં છે. ફરી બાપ આવ્યાં છે, પાવન બનાવવાં. કહે છે - પતિતો થી બુદ્ધિયોગ નહીં
લગાડો, એક બાપ ને યાદ કરો.
તમે જાણો છો-આપણે બાપ
ની સલાહ પર ચાલી બાપ પાસેથી વારસો લઈ રહ્યાં છીએ. કેવી રીતે વારસો મેળવવાનો છે તે
પણ યુક્તિ બતાવે છે. મનુષ્ય તો અનેક પ્રકાર ની યુક્તિઓ રચે છે. કોઈ વિજ્ઞાન ઘમંડી
છે, કોઈ ડોક્ટરી ઘમંડી છે. લખે છે મનુષ્ય નું હૃદય ખરાબ થઈ જાય છે તો બીજુ
પ્લાસ્ટિક નું હૃદય બનાવીને નાખી શકાય છે. કુદરતી કાઢી કૃત્રિમ ને ચલાવતાં રહે છે.
આ પણ કેટલી હુનર (કળા) છે. આ થયું અલ્પકાળ નાં સુખ માટે. કાલે મરી જાય તો શરીર જ
ખતમ થઇ જશે. પ્રાપ્તિ તો કંઈ થતી નથી. અલ્પકાળ માટે મળ્યું. વિજ્ઞાન દ્વારા બહુજ
કમાલ કરી દેખાડે છે, તે પણ અલ્પકાળ માટે. આ તો વાત જ બિલકુલ ન્યારી છે. પાવન આત્મા
૮૪ જન્મ લેતાં-લેતાં હમણાં પતિત બની ગયો છે. એ પતિત આત્મા ને ફરીથી પાવન બનાવવો તે
સિવાય બાપ નાં બીજું કોઈ કરી ન શકે. એક નું જ ગાયન છે. સર્વ નાં પતિત-પાવન, સર્વ
નાં સદ્દગતિ દાતા, સર્વ પર દયા દૃષ્ટિ રાખવા વાળા, સર્વોદયા લીડર છે. મનુષ્ય પોતાને
સર્વોદય લીડર કહેવડાવે છે, હવે સર્વ એટલે એમાં બધું આવી જાય છે. સર્વ પર દયા કરવા
વાળા તો એક જ બાપ ગવાય છે, જેમને રહેમદિલ, બ્લિસફુલ (આનંદ નાં સાગર) કહે છે. બાકી
મનુષ્ય સર્વ પર શું દયા કરી શકશે! પોતાનાં પર જ નથી કરી શકતાં તો બીજા પર શું કરશે!
આ દયા કરે છે, અલ્પકાળ ની. નામ કેટલાં મોટા-મોટા રાખી દીધાં છે.
હવે બાપ કહે છે - તમને
કેટલી સહજ યુક્તિ બતાવું છું, સદા સ્વસ્થ, સદા સંપત્તિવાન બનવાની. યુક્તિ બિલકુલ
સરળ છે, ફક્ત મને યાદ કરો કારણકે તમે મને જ ભૂલી ગયાં છો. સતયુગ માં તો તમે સુખી રહો
છો એટલે મને યાદ કરતાં જ નથી. તમારાં ૮૪ જન્મોની હિસ્ટ્રી-જોગ્રાફી તમને સંભળાવી
છે. તમે આમ રાજ્ય કરતાં હતાં, સદા સુખી હતાં પછી દિવસે-દિવસે ઉતરતાં-ઉતરતાં
તમોપ્રધાન, દુઃખી પતિત બની ગયાં છો. હમણાં બાપ ફરીથી આપ બાળકોને કલ્પ પહેલાં જેવો
વારસો આપી રહ્યાં છે, જે કલ્પ-કલ્પ આવીને વારસો લે છે, શ્રીમત પર ચાલે છે, શ્રીમત
છે જ બાપદાદા ની મત. એમનાં સિવાય શ્રીમત ક્યાંથી મળે. બાપ કહે છે તમે વિચાર કરો-આ
આવડત કોઈ માં છે? ના. કોઈને વિશ્વનાં માલિક બનાવવાં - એની યુક્તિ બાપ જ બતાવે છે.
કહે છે આનાં સિવાય બીજો કોઈ ઉપાય નથી, પતિત-પાવન બાપ જ નોલેજ આપે છે, ઉંચ પદ મેળવવા
માટે. એવું નથી ફકત સૃષ્ટિ ચક્ર જાણવાથી તમે પવિત્ર બની જશો. બાપ કહે છે - મને યાદ
કરો. આ યોગ અગ્નિ થી તમારા પાપો નો ઘડો જે ભરેલો છે, તે ખતમ થઇ જશે.
બાપ કહે છે - તમે જ
૮૪ જન્મ લેતાં-લેતાં ખુબ પતિત બન્યાં છો. આજકાલ તો પછી પોતાને શિવોહમ્ તતત્વમ્ કહી
દે છે અથવા તો પછી કહે તમે પરમાત્મા નાં રુપ છો, આત્મા સો પરમાત્મા. હવે બાપ આવ્યાં
છે, તમે જાણો છો શિવબાબાની યાદ અપાવવી પડે. સર્વ નાં સદ્દગતિ દાતા એક પરમપિતા
પરમાત્મા જ છે. શિવ નાં મંદિર અલગ બને છે, શંકર નું રુપ જ અલગ છે. પ્રદર્શન માં પણ
દેખાડવાનું હોય છે. શિવ નિરાકાર, શંકર આકારી છે. કૃષ્ણ તો પછી સાકાર માં છે. સાથે
રાધા દેખાડવું ઠીક છે. તો સિદ્ધ થાય કે આ જ પછી લક્ષ્મી-નારાયણ બને છે. કૃષ્ણ તો
દ્વાપર માં ગીતા સંભળાવવા આવતાં જ નથી. પતિત હોય છે કળિયુગ નાં અંત માં, પાવન હોય
છે સતયુગ માં. તો જરુર સંગમ પર આવશે. આ બાપ જ જાણે છે, એ જ ત્રિકાળદર્શી છે. કૃષ્ણ
ને ત્રિકાળદર્શી નથી કહેવાતાં. તે થોડી ત્રણેય કાળો નું જ્ઞાન સંભળાવી શકે છે? એમને
સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન જ નથી. કહે છે - નાનું બાળક છે, દૈવી
રાજકુમાર-રાજકુમારી કોલેજ માં ભણવા જાય છે. પહેલાં અહીં પણ રાજકુમાર-રાજકુમારી
કોલેજ હતી, હવે મિક્સ થઈ ગઈ છે. કૃષ્ણ રાજકુમાર હતાં બીજા પણ રાજકુમાર-રાજકુમારી હશે.
ભેગાં ભણતાં હશે. ત્યાં તો છે જ નિર્વિકારી દુનિયા. એક શિવબાબા જ સર્વ નાં સદ્દગતિ
દાતા છે. મનુષ્ય સર્વ નાં સદ્દગતિ દાતા હોઈ ન શકે. બાપ જ આવીને સર્વ ને
મુક્તિ-જીવનમુક્તિ આપે છે. આ પણ સમજાવાય છે - દેવતાઓનાં રાજ્ય માં બીજા કોઈ ધર્મ
નહોતાં. તે તો આવ્યાં જ છે અડધા માં. તો સતયુગ માં હોઈ કેવી રીતે શકે, તે છે જ
હઠયોગી, નિવૃત્તિ માર્ગ નાં. તે રાજયોગ તો સમજી નથી શકતાં. આ રાજ્યોગ છે પ્રવૃત્તિ
માર્ગ વાળા માટે. ભારત પવિત્ર પ્રવૃત્તિ માર્ગ માં હતો, હવે કળિયુગ માં પતિત
પ્રવૃત્તિ માર્ગ વાળા થઈ ગયાં છે. ભગવાનુવાચ - મામેકમ્ યાદ કરો. જૂની દુનિયા અથવા
દેહ નાં સંબંધો થી દિલ લગાવશો તો તકદીર ફૂટી જશે. ઘણાઓની તકદીર ફૂટી જાય છે. કોઈ
અકર્તવ્ય કર્યું હશે તો પાછળ તે બધું સામે આવી જશે, સાક્ષાત્કાર થશે. ઘણાં બાળકો
છુપાવે ખુબજ છે, આ જન્મ માં કરેલાં પાપ કર્મ બાપ ને સંભળાવવા થી અડધી સજા છૂટી જશે,
પરંતુ શરમ નાં માર્યા સંભળાવતાં નથી. ગંદા કામ તો ખુબ કરે છે. બુદ્ધિ માં યાદ તો રહે
છે, બતાવવાથી છૂટી જશો. આ અવિનાશી સર્જન છે. બીમારી શરમ નાં કારણે સર્જન ને નહીં
જણાવશો તો છૂટશો કેવી રીતે? કોઈ પણ વિકર્મ કર્યા છે તો બતાવવાથી અડધું માફ થઈ જશે.
ન બતાવવાથી તે વૃદ્ધિ થતી જશે. વધારે ફસાતાં જશો. પછી તકદીર ખતમ થઈ, બદનસીબી આવી જશે.
બાપ કહે છે - દેહ થી પણ સંબંધ ન રાખો, હંમેશા મામેકમ્ યાદ કરતાં રહો પછી કોઈ ગંદુ
કામ નહીં થશે. આ ધર્મરાજ પણ છે, એમનાથી પણ છુપાવતા રહેશો તો પછી તમારા જેવી સજા
કોઈને નહીં મળશે. જેટલો સમય નજીક આવશે બધાને સાક્ષાત્કાર થતો જશે. હમણાં બધાંનો
કયામત નો સમય છે, બધાં પતિત છે. પાપો નો દંડ જરુર મળે છે. જેમ એક સેકન્ડ માં
જીવનમુક્તિ મળે છે તેમ એક સેકન્ડ માં સજાઓની ભાસના એવી આવે છે જેમ ઘણાં સમય થી સજાઓ
ખાતો જ રહું છું. આ બહુજ સૂક્ષ્મ મશીનરી છે. બધાનો કયામત નો સમય છે. સજા તો ભોગવવાની
છે જરુર. પછી બધા આત્માઓ પવિત્ર થઈને જાય છે. બાપ જ આવીને પતિત આત્માઓને પાવન બનાવે
છે. બાપ નાં સિવાય બીજા કોઈની તાકાત નથી. ૬૩ જન્મ પાપ કરતાં-કરતાં હમણાં તમારા પાપો
નો ઘડો આવીને ભરાયો છે. માયા નું ગ્રહણ બધાને લાગેલું છે. મોટું ગ્રહણ તમારા પર
લાગ્યું છે. સર્વગુણ સંપન્ન તમે હતાં પછી ગ્રહણ તમારા પર લાગ્યું છે, જ્ઞાન પણ હમણાં
આપ બાળકોને મળ્યું છે. બાપ બતાવે છે - તમે ભારત નાં માલિક હતાં પછી ૮૪ જન્મ તમે
ભોગવ્યાં છે. કેવું સીધું બતાવે છે કે તમે બરાબર દેવી-દેવતા ધર્મ વાળા હતાં પછી
પતિત થવાનાં કારણે હિન્દુ કહી દીધું છે. હિંદુ ધર્મ તો કોઈએ સ્થાપન કર્યો જ નથી. મઠ,
પંથ ને ડિનાયસ્ટી (વંશજ) નહીં કહેવાશે, વંશજ રાજાઓનો હોય છે. લક્ષ્મી-નારાયણ પહેલાં,
બીજા, ત્રીજા… એમ રાજાઈ ચાલે છે. આ પણ જરુર છે, પાવન થી પતિત બનવાનું જ છે. પતિત
થવાનાં કારણે દેવી-દેવતા કહી ન શકાય. તમે સમજો છો - અમે પૂજ્ય આદિ સનાતન દેવી-દેવતા
ધર્મ નાં હતાં. પોતાનાં ધર્મ નાં ચિત્રો ને જ પૂજે છે. ફકત આ ભૂલી ગયાં છે, અમે જ
પૂજ્ય દેવી-દેવતા હતાં, હવે પૂજારી બન્યાં છીએ. હમણાં તમે સમજો છો - બાપે વારસો
આપ્યો હતો પછી પતિત બન્યાં છે તો પોતાનાં જ ચિત્રો ની બેસી પૂજા કરી છે. પોતે જ
પૂજ્ય, પોતે જ પુજારી. આ સિવાય ભારતનાં બીજા કોઈને નહીં કહેશે . બાબા પણ ભારતમાં જ
આવીને જ્ઞાન આપે છે, ફરી થી દેવતા બનાવવા માટે. બાકી બધા હિસાબ-કિતાબ ચુક્તું કરી
પાછાં ચાલ્યા જશે. આત્માઓ બધા બાપ ને પોકારતાં રહે છે - ઓ ગોડ ફાધર. આ પણ સમજવાની
વાત છે. આ સમયે તમને ત્રણ બાપ છે. ૧. શિવબાબા, ૨. લૌકિક બાપ અને આ અલૌકિક બાપ
પ્રજાપિતા બ્રહ્મા. બાકી બધાને બે બાપ છે. લૌકિક અને પારલૌકિક. સતયુગ માં ફક્ત એક જ
લૌકિક બાપ હોય છે. પારલૌકિક બાપ ને જાણતાં જ નથી. ત્યાં તો છે જ સુખ પછી પારલૌકિક
બાપ ને યાદ કેમ કરે! દુઃખ માં યાદ બધા કરે છે. અહીં પછી તમને ૩ બાપ થઈ જાય છે, આ પણ
સમજવાની વાત છે. ત્યાં આત્મ-અભિમાની રહે છે પછી દેહ-અભિમાન માં આવી જાય છે. અહીં તમે
આત્મ-અભિમાની પણ છો તો પરમાત્મ-અભિમાની પણ છો. શુદ્ધ અભિમાન છે કે અમે બાપ નાં સર્વ
બાળકો છીએ, એમનાથી વારસો લઈ રહ્યાં છીએ. એ બાપ, શિક્ષક, સદ્દગુરુ છે. આ એમની મહિમા
પણ સમજાવવી પડે. એ જ આવીને બધા બાળકો ને વારસો આપે છે. સતયુગ માં તમને હતો પછી ૮૪
જન્મ લઇ ગુમાવ્યો છે. હવે આ સમજાવવું કેટલું સહજ છે. બાપ ને કહેવાય છે પતિત-પાવન,
સર્વ નાં સદ્દગતિ દાતા. આ દુનિયા જ પતિતો ની છે. કોઈ સદ્દગતિ આપી કેવી રીતે શકે?
બાકી કોઈ બહુજ શાસ્ત્ર ભણેલાં છે તો અંત મતિ સો ગતિ થઈ જાય છે, પછી નાનપણ માં જ
કંઠસ્થ થઈ જાય છે. તો બાપ આપ બાળકોને કેટલી સારી મીઠી-મીઠી વાતો સંભળાવે છે. બાળકો,
તમે તમોપ્રધાન બની ગયાં છો. હવે ફરી બાપ ને યાદ કરો તો ખાદ નીકળશે. હમણાં નાટક પૂરું
થાય છે, બધાએ હાજર થવાનું છે. ક્રાઇસ્ટ વગેરે બધા નાં આત્મા હાજર છે, તે પણ બાપ ની
પાસે સલામ ભરવા આવશે. ચક્રવર્તી રાજા તો બનવાનાં નથી ફક્ત બાપ ને યાદ કરશે, મનમનાભવ
નો મંત્ર લઈ જશે. તમારો છે મનમનાભવ અને મધ્યાજી ભવ નો ડબલ મંત્ર. બાપ કેટલી સારી
યુક્તિ બતાવે છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ જૂની
દુનિયામાં રહેતાં પુરુષાર્થ કરી સર્વગુણ સમ્પન્ન જરુર બનવાનું છે. આ જૂના શરીર કે
જૂની દુનિયા થી દિલ નથી લગાડવાનું. નસીબદાર બનવાનું છે.
2. આત્મ-અભિમાની અને
પરમાત્મ-અભિમાની રહેવાનું છે. આ કયામત નાં સમય માં બાપ થી કંઈ પણ છુપાવવાનું નથી.
અવિનાશી સર્જન થી સલાહ લેતાં રહેવાની છે.
વરદાન :-
સંગદોષ થી દૂર
રહી સદા બાપ ની સમીપતા નું ભાગ્ય પ્રાપ્ત કરવા વાળા પાસ વિથ્ ઓનર ભવ
જો બાપ નાં સમીપ રહેવું
પસંદ છે તો ક્યારેય કોઈ પણ સંગદોષ થી દૂર રહેજો. ઘણા પ્રકાર નાં આકર્ષણ પેપર નાં
રુપમાં આવશે પરંતુ આકર્ષિત નહીં થતાં. સંગદોષ ઘણા પ્રકાર નાં હોય છે, વ્યર્થ સંકલ્પો
કે માયા નાં આકર્ષણ નાં સંકલ્પો નો સંગ, સંબંધીઓનો સંગ, વાણી નો સંગ, અન્નદોષ નો
સંગ, કર્મ નો સંગ… આ બધા સંગદોષો થી પોતાને બચાવવા વાળા જ પાસ વિથ્ ઓનર બને છે.
સ્લોગન :-
તમે ફરિશ્તા
બનો તો પરિસ્થિતિઓ માં બાપ તમારી છત્રછાયા બની જશે.
આ અવ્યક્ત ઇશારા - સદા
અચળ , અડોલ , એકરસ સ્થિતિ નો અનુભવ કરો
સદા એકરસ, અચળ-અડોલ
બનવા અને બનાવવાની વિશેષ શક્તિ આ ડ્રામા ની પોઈન્ટ છે. એને શક્તિ નાં રુપમાં ધારણ
કરવાવાળા ક્યારેય હાર નથી ખાઈ શકતાં, પરંતુ પહેલાં ડ્રામા ની બિંદી લગાવી વ્યર્થ
સંકલ્પો ને શુદ્ધ સંકલ્પો માં પરિવર્તન કરો. પછી માયા નાં આવવા વાળા અનેક પ્રકાર
નાં વિઘ્નો ને ઈશ્વરીય લગન નાં આધાર થી સમાપ્ત કરો.