29-06-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - શરીર સહિત જે કંઈ પણ દેખાય છે , આ બધું વિનાશ થવાનું છે , આપ આત્માઓ ને હવે ઘરે પાછા જવાનું છે એટલે જૂની દુનિયાને ભૂલી જાઓ”

પ્રશ્ન :-
આપ બાળકો કયા શબ્દો માં બધાને બાપ નો મેસેજ સંભળાવી શકો છો?

ઉત્તર :-
બધાને સંભળાવો કે બેહદનાં બાપ બેહદનો વારસો આપવા આવ્યા છે. હવે હદ નાં વારસા નો સમય પૂરો થયો અર્થાત્ ભક્તિ પૂરી થઈ. હવે રાવણ રાજ્ય સમાપ્ત થવાનું છે. બાપ આવ્યા છે તમને રાવણ પ વિકારો ની જેલ થી છોડાવવાં. આ પુરુષોત્તમ સંગમયુગ છે, આમાં તમારે પુરુષાર્થ કરી દૈવી ગુણો વાળા બનવાનું છે. ફક્ત પુરુષોત્તમ સંગમયુગ ને પણ સમજી લો તો સ્થિતિ શ્રેષ્ઠ બની શકે છે.

ઓમ શાંતિ!
હવે રુહાની બાળકો શું કરી રહ્યા છે? અવ્યભિચારી યાદ માં બેઠાં છે. એક હોય છે અવ્યભિચારી યાદ, બીજી હોય છે વ્યભિચારી યાદ. અવ્યભિચારી યાદ અથવા અવ્યભિચારી ભક્તિ જ્યારે પહેલાં શરુ થાય છે તો બધાં શિવની પૂજા કરે છે. ઊંચા માં ઊંચા ભગવાન એ જ છે, એ બાપ પણ છે પછી શિક્ષક પણ છે. ભણાવે છે. શું ભણાવે છે? મનુષ્ય થી દેવતા બનાવે છે. દેવતા થી મનુષ્ય બનવામાં આપ બાળકોને ૮૪ જન્મ લાગ્યા છે. અને મનુષ્ય થી દેવતા બનવામાં એક સેકન્ડ લાગે છે. આ તો બાળકો જાણે છે-આપણે બાપ ની યાદ માં બેઠાં છીએ. એ આપણા ટીચર પણ છે, સદ્દગુરુ પણ છે. યોગ શીખવાડે છે કે એક ની યાદમાં રહો. એ સ્વયં કહે છે - હે આત્માઓ, હે બાળકો, દેહ નાં બધાં સંબંધ છોડો, હવે પાછું જવાનું છે. આ જૂની દુનિયા બદલાઈ રહી છે. હવે અહીં રહેવાનું નથી. જૂની દુનિયાનાં વિનાશ માટે જ આ બારુદ વગેરે બનાવેલા છે. નેચરલ કેલેમેટીઝ (કુદરતી આપદાઓ) પણ મદદ કરે છે. વિનાશ તો થવાનો છે જરુર. તમે પુરુષોત્તમ સંગમયુગ પર છો. આ આત્મા જાણે છે. આપણે હવે પાછા જઈ રહ્યા છીએ એટલે બાપ કહે છે આ જૂની દુનિયા, જૂનાં દેહ ને પણ છોડવાના છે. દેહ સહિત જે પણ આ દુનિયામાં દેખાય છે, આ બધું વિનાશ થઈ જવાનું છે. શરીર પણ ખતમ થવાનું છે. હવે આપણે આત્માઓએ ઘરે પાછા જવાનું છે. પાછા ગયા વગર નવી દુનિયામાં આવી નહીં શકીશું. હમણાં તમે પુરુષોત્તમ બનવાનો પુરુષાર્થ કરી રહ્યા છો. પુરુષોત્તમ છે આ દેવતાઓ. સૌથી ઊંચામાં ઊંચા છે નિરાકાર બાપ. પછી મનુષ્ય સૃષ્ટિ માં આવો તો આમાં છે ઊંચા દેવતા. એ પણ મનુષ્ય છે પરંતુ દૈવી ગુણો વાળા. પછી એ જ આસુરી ગુણોવાળા બને છે. હવે ફરી આસુરી ગુણો થી દૈવી ગુણો માં જવું પડે. સતયુગ માં જવું પડે. કોને? આપ બાળકોએ. આપ બાળકો ભણી રહ્યા છો બીજાઓને પણ ભણાવો છો. ફક્ત બાપ નો જ મેસેજ આપવાનો છે. બેહદ નાં બાપ બેહદ નો વારસો આપવા આવ્યા છે. હવે હદ નો વારસો પૂરો થાય છે.

બાપે સમજાવ્યું છે - પ વિકારો રુપી રાવણ ની જેલ માં બધાં મનુષ્ય છે. બધાં દુઃખ જ ઉઠાવે છે. સુકી (કોરી) રોટલી મળે છે. બાપ આવીને બધાને રાવણ ની જેલ થી છોડાવી સદા સુખી બનાવે છે. બાપ સિવાય મનુષ્ય ને દેવતા કોઈ બનાવી ન શકે. તમે અહીં બેઠાં છો, મનુષ્ય થી દેવતા બનવા માટે. હમણાં છે કળિયુગ. અનેક ધર્મ થઈ ગયા છે. આપ બાળકોને રચયિતા અને રચના નો પરિચય સ્વયં બાપ આપે છે. તમે ફક્ત ઈશ્વર, પરમાત્મા કહેતા હતાં. તમને આ ખબર નહોતી કે એ બાપ પણ છે, ટીચર પણ છે, ગુરુ પણ છે. એમને કહેવાય છે સદ્દગુરુ. અકાળમૂર્ત પણ કહેવાય છે. તમને આત્મા અને જીવ કહેવાય છે. એ અકાળમૂર્ત આ શરીરરુપી તખ્ત પર બેઠાં છે. એ જન્મ નથી લેતાં. તો એ અકાળમૂર્ત બાપ બાળકો ને સમજાવે છે-મારો પોતાનો રથ નથી, હું આપ બાળકોને પાવન કેવી રીતે બનાવું? મને તો રથ જોઈએ ને? અકાળમૂર્ત ને પણ તખ્ત તો જોઈએ. અકાળ તખ્ત મનુષ્ય નું હોય છે, બીજા કોઈનું નથી હોતું. તમને દરેક ને તખ્ત જોઈએ. અકાળમૂર્ત આત્મા અહીં વિરાજમાન છે. એ બધાનાં બાપ છે, એમને કહેવાય છે મહાકાળ, એ પુનર્જન્મ માં નથી આવતાં. આપ આત્માઓ પુનર્જન્મ માં આવો છો. હું આવું છું કલ્પ નાં સંગમયુગે. ભક્તિ ને રાત, જ્ઞાન ને દિવસ કહેવાય છે. આ પાક્કું યાદ કરો. મુખ્ય છે જ બે વાતો-અલ્ફ અને બે, બાપ અને બાદશાહી. બાપ આવીને બાદશાહી આપે છે અને બાદશાહી માટે ભણાવે છે એટલે આને પાઠશાળા પણ કહેવાય છે. ભગવાનુવાચ, ભગવાન તો છે નિરાકાર. એમનો પણ પાર્ટ હોવો જોઈએ. એ છે ઊંચામાં ઊંચા ભગવાન, એમને બધાં યાદ કરે છે. બાપ કહે છે એવાં કોઈ મનુષ્ય નહીં હશે જે ભક્તિ માર્ગ માં યાદ ન કરતા હોય. દિલ થી જ બધાં પોકારે છે-હે ભગવાન, હે લિબ્રેટર, ઓ ગોડફાધર કારણ કે એ છે સર્વ આત્માઓનાં પિતા, જરુર બેહદનું જ સુખ આપશે. હદ નાં બાપ હદ નું સુખ આપે છે. કોઈ ને ખબર નથી. હવે બાપ આવ્યા છે, કહે છે-બાળકો, બીજા સંગ તોડી મુજ એક બાપ ને યાદ કરો. આ પણ બાપે બતાવ્યું છે તમે દેવી-દેવતા નવી દુનિયામાં રહેતા હતાં. ત્યાં તો અપાર સુખ છે. તે સુખ નો અંત નથી આવી શકતો. નવા મકાન માં સદૈવ સુખ હોય છે, જૂના માં દુઃખ હોય છે. ત્યારે તો બાપ બાળકો માટે નવું મકાન બનાવડાવે છે. બાળકો નો બુધ્ધિયોગ નવા મકાન માં ચાલ્યો જાય છે. આ તો થઈ હદ ની વાત. હવે તો બેહદનાં બાપ નવી દુનિયા બનાવી રહ્યા છે. જૂની દુનિયામાં જે કંઈ જુઓ છો તે કબ્રિસ્તાન થવાનું છે. હવે પરિસ્તાન સ્થાપન થઈ રહ્યું છે. તમે સંગમયુગ પર છો. કળિયુગ તરફ પણ જોઈ શકો છો, સતયુગ તરફ પણ જોઈ શકો છો. તમે સંગમયુગ પર સાક્ષી થઈને જુઓ છો. પ્રદર્શન માં અથવા મ્યુઝિયમ માં આવે છે તો ત્યાં પણ તમે સંગમ પર ઉભા રાખી દો. આ તરફ છે કળિયુગ, તે તરફ છે સતયુગ. આપણે વચ્ચે છીએ. બાપ નવી દુનિયા સ્થાપન કરે છે. જ્યાં ખૂબ થોડા મનુષ્ય હોય છે. બીજા કોઈ પણ ધર્મ વાળા નથી આવતાં. ફક્ત તમે જ પહેલાં-પહેલાં આવો છો. હમણાં તમે સ્વર્ગ માં જવાનો પુરુષાર્થ કરી રહ્યા છો. પાવન બનવા માટે જ મને પોકાર્યો છે હે બાબા, અમને પાવન બનાવી પાવન દુનિયામાં લઈ ચાલો. એવું નથી કહેતાં કે શાંતિધામ માં લઈ ચાલો. પરમધામ ને કહેવાય છે સ્વીટહોમ. હવે આપણે ઘરે જવાનું છે, જેને મુક્તિધામ કહેવાય છે, જેના માટે જ સંન્યાસી વગેરે શિક્ષા આપે છે. તે સુખધામ નું જ્ઞાન આપી નથી શકતાં. તે છે નિવૃત્તિ માર્ગ વાળા. આપ બાળકોને સમજાવાયું છે - કયા-કયા ધર્મ ક્યારે-ક્યારે આવે છે? મનુષ્ય સૃષ્ટિ રુપી ઝાડ માં પહેલાં-પહેલાં ફાઉન્ડેશન તમારું છે. બીજ ને કહેવાય છે વૃક્ષપતિ. બાપ કહે છે હું વૃક્ષપતિ ઉપર નિવાસ કરું છું. જ્યારે ઝાડ એકદમ જડજડીભૂત થઈ જાય છે, ત્યારે હું આવું છું દેવતા ધર્મ સ્થાપન કરવાં. વડ નું ખૂબ મોટું વન્ડરફુલ ઝાડ છે. ફાઉન્ડેશન વગર બાકી પૂરું ઝાડ ઊભું છે. આ બેહદ નાં ઝાડ માં પણ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નથી. બાકી બધાં ધર્મ છે.

તમે મૂળવતન નિવાસી હતાં. અહીં પાર્ટ ભજવવા આવ્યા છો. આપ બાળકો ઓલરાઉન્ડ (આદિ થી અંત સુધી) પાર્ટ ભજવવાવાળા છો એટલે વધારે માં વધારે છે ૮૪ જન્મ. પછી ઓછા માં ઓછો એક જન્મ. મનુષ્ય પછી કહી દે છે ૮૪ લાખ જન્મ. તે પણ કોના હશે? આ પણ સમજી નથી શકતાં. બાપ આવીને આપ બાળકોને સમજાવે છે - ૮૪ જન્મ તમે લો છો. પહેલાં-પહેલાં મારા થી તમે વિખુટા પડો છો. સતયુગી દેવતાઓ જ પહેલાં હોય છે. જ્યારે આ આત્માઓ અહીં પાર્ટ ભજવે છે તો બાકી બધાં આત્માઓ ક્યાં ચાલ્યા જાય છે? આ પણ તમે જાણો છો - બાકી બધાં આત્માઓ શાંતિધામ માં હોય છે. તો શાંતિધામ અલગ થયું ને? બાકી દુનિયા તો આ જ છે. પાર્ટ અહીં ભજવે છે. નવી દુનિયામાં સુખ નો પાર્ટ, જૂની દુનિયામાં દુઃખ નો પાર્ટ ભજવવો પડે છે. સુખ અને દુઃખ નો આ ખેલ છે. તે છે રામરાજય. દુનિયામાં કોઈ પણ મનુષ્ય આ નથી જાણતા કે સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે? નથી રચયિતા ને, નથી રચના નાં આદિ, મધ્ય, અંત ને જાણતાં. જ્ઞાન નાં સાગર એક બાપ ને જ કહેવાય છે. રચયિતા અને રચના નાં આદિ, મધ્ય, અંત નું જ્ઞાન કોઈ શાસ્ત્રો માં નથી. હું તમને સંભળાવું છું. પછી આ પ્રાયઃલોપ થઈ જાય છે. સતયુગ માં આ રહેતું નથી. ભારત નો જ પ્રાચીન સહજ રાજયોગ ગવાયેલો છે. ગીતામાં પણ રાજયોગ નામ આવે છે. બાપ તમને રાજયોગ શીખવાડી રાજાઈ નો વારસો આપે છે. બાકી રચના થી વારસો મળી ન શકે. વારસો મળે જ છે રચયિતા બાપ પાસે થી. દરેક મનુષ્ય ક્રિયેટર છે, બાળકોને રચે છે. તે છે હદ નાં બ્રહ્મા, આ છે બેહદ નાં બ્રહ્મા. એ છે નિરાકાર આત્માઓનાં પિતા, તે લૌકિક પિતા, આ પછી છે પ્રજાપિતા. પ્રજાપિતા ક્યારે હોવા જોઈએ? શું સતયુગ માં? ના. પુરુષોત્તમ સંગમયુગ પર હોવા જોઈએ. મનુષ્યો ને આ પણ ખબર નથી કે સતયુગ ક્યારે હોય છે? એમણે તો સતયુગ, કળિયુગ વગેરે ને લાખો વર્ષ કહી દીધાં છે. બાપ સમજાવે છે ૧૨૫૦ વર્ષ નો એક યુગ હોય છે. ૮૪ જન્મો નો પણ હિસાબ જોઈએ ને? સીડી નો પણ હિસાબ જોઈએ ને? આપણે કેવી રીતે ઉતરીએ છીએ? પહેલાં-પહેલાં ફાઉન્ડેશન માં છે દેવી-દેવતા. એમનાં પછી આવે છે ઈસ્લામી, બૌદ્ધી. બાપે ઝાડનું રહસ્ય પણ બતાવ્યું છે. બાપ સિવાય તો કોઈ શીખવાડી ન શકે. તમને કહેશે આ ચિત્ર વગેરે કેવી રીતે બનાવ્યાં? કોણે શીખવાડ્યાં? બોલો, બાબાએ અમને ધ્યાન માં દેખાડ્યાં, પછી અમે અહીં બનાવીએ છીએ. પછી એને બાપ જ આ રથ માં આવીને કરેક્ટ કરે (સુધારે) છે કે આવી-આવી રીતે બનાવો. સ્વયં જ કરેક્ટ કરે છે.

શ્રીકૃષ્ણ ને શ્યામ-સુંદર કહે છે, પરંતુ મનુષ્ય તો સમજી નથી શકતાં કે કેમ કહેવાય છે? એ વૈકુંઠનાં માલિક હતાં તો ગોરા હતાં પછી ગામડા નો છોકરો શ્યામ બન્યો, એટલે એમને જ શ્યામ-સુંદર કહે છે. આ જ પહેલાં આવે છે. તતત્વમ્. આ લક્ષ્મી-નારાયણ ની રાજાઈ ચાલે છે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના કોણ કરે છે? આ પણ કોઈને ખબર નથી. ભારત ને પણ ભૂલી હિન્દુસ્તાન નાં રહેવાસી હિન્દુ કહી દે છે. હું ભારતમાં જ આવું છું. ભારતમાં જ દેવતાઓનું રાજ્ય હતું જે હમણાં પ્રાયઃલોપ થઈ ગયું છે. હું આવું છું ફરી થી સ્થાપના કરવાં. પહેલાં-પહેલાં છે જ આદિ સનાતન દેવી દેવતા ધર્મ. આ ઝાડ ની વૃદ્ધિ થતી રહે છે. નવાં-નવાં પાન, મઠ-પંથ અંત માં આવે છે. તો એની પણ શોભા થઈ જાય છે. પછી અંત માં જ્યારે પૂરાં ઝાડ ની જડજડીભૂત અવસ્થા થાય છે, ત્યારે પછી હું આવું છું. યદા યદા હિ… આત્મા પોતાને પણ નથી જાણતો, તો બાપ ને પણ નથી જાણતો. પોતાને પણ ગાળો આપે, બાપ ને અને દેવતાઓને પણ ગાળો આપતા રહે છે. તમોપ્રધાન, બેસમજ બની જાય છે ત્યારે હું આવું છું. પતિત દુનિયામાં જ આવવું પડે. તમે મનુષ્યો ને જીવનદાન આપો છો અર્થાત્ મનુષ્ય થી દેવતા બનાવો છો. બધાં દુઃખો થી દૂર કરી દો છો, તે પણ અડધાકલ્પ માટે. ગાયન પણ છે ને વંદે માતરમ્. કઈ માતાઓ, જેમની વંદના કરે છે? તમે માતાઓ છો, આખી સૃષ્ટિ ને બહિશ્ત બનાવો છો. ભલે પુરુષ પણ છે, પરંતુ મેજોરીટી માતાઓની છે એટલે બાપ માતાઓની મહિમા કરે છે. બાપ આવીને તમને આટલાં મહિમા લાયક બનાવે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. અપાર સુખો ની દુનિયામાં ચાલવા માટે સંગમ પર ઉભા (જાગૃત) થવાનું છે. સાક્ષી થઈ બધું જોતા બુદ્ધિયોગ નવી દુનિયામાં લગાવવાનો છે. બુદ્ધિમાં રહે હવે આપણે પાછા ઘરે જઈ રહ્યા છીએ.

2. બધાને જીવનદાન આપવાનું છે, મનુષ્ય થી દેવતા બનાવવાની સેવા કરવાની છે. બેહદ નાં બાપ પાસે થી ભણીને બીજાઓને ભણાવવાનાં છે. દૈવી ગુણ ધારણ કરવાના અને કરાવવાના છે.

વરદાન :-
સદા શ્રેષ્ઠ સમય પ્રમાણે શ્રેષ્ઠ કર્મ કરતા વાહ - વાહ નાં ગીત ગાવાવાળા ભાગ્યવાન આત્મા ભવ

આ શ્રેષ્ઠ સમય પર સદા શ્રેષ્ઠ કર્મ કરતા “વાહ-વાહ” નાં ગીત મન થી ગાતા રહો. “વાહ મારાં શ્રેષ્ઠ કર્મ અથવા વાહ શ્રેષ્ઠ કર્મ શીખવાડવા વાળા બાબા”. તો સદા વાહ-વાહ! નાં ગીત ગાઓ. ક્યારેય ભૂલ થી પણ દુઃખ નો નઝારો જોતા પણ હાય શબ્દ ન નીકળવો જોઈએ. વાહ ડ્રામા વાહ! અને વાહ બાબા વાહ! જે સ્વપ્ન માં પણ નહોતું તે ભાગ્ય ઘરે બેઠાં મળી ગયું. આ જ ભાગ્ય નાં નશામાં રહો.

સ્લોગન :-
મન-બુદ્ધિ ને શક્તિશાળી બનાવી દો તો કોઈ પણ હલચલ માં અચલ-અડોલ રહેશો.