29-06-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - સ્વયં
ને આત્મા સમજી આત્મા થી વાત કરો તો ફૂલ માં સુગંધ આવતી જશે , દેહ - અભિમાન ની
દુર્ગંધ નીકળી જશે”
પ્રશ્ન :-
પોતાની સુગંધ ચારેય
તરફ ફેલાવવા વાળા સાચાં ફૂલ કે પરવાના કોણ છે?
ઉત્તર :-
સાચાં ફૂલ તે જે અનેકો ને આપ સમાન સુગંધિત ફૂલ બનાવે. શ્રીમત પર ચાલી શમા પર બળી
મરવા વાળા અર્થાત્ પૂરે-પૂરાં બલિહાર (સમર્પિત) જવા વાળા, જીવતે જીવ મરવા વાળા સાચાં
પરવાનાઓની કે એવાં ફૂલો ની સુગંધ સ્વતઃ જ ચારેય તરફ ફેલાય છે.
ગીત :-
મહેફિલ મેં જલ
ઉઠી શમા…
ઓમ શાંતિ!
જેમ પરવાનોએ
ગીત સાંભળ્યું. પરવાના કહો કે ફૂલ કહો વાત એક જ છે. બાળકો સમજે છે અમે સાચે જ પરવાના
બન્યાં છીએ કે ફક્ત ફેરી ફરીને ચાલ્યાં જઈએ છીએ? શમા ને ભૂલી જાય છે. દરેકે પોતાનાં
દિલ થી પૂછવાનું છે કે અમે ક્યાં સુધી ફૂલ બન્યાં છીએ અને જ્ઞાન ની સુગંધ ફેલાવીએ
છીએ? પોતાનાં જેવાં ફૂલ કોઈને બનાવ્યાં છે? આ તો બાળકો જાણે છે - જ્ઞાન નાં સાગર
બાપ છે, એમની કેટલી સુગંધ છે? જે સારા ફૂલ કે પરવાના છે એમની જરુર સારી સુગંધ આવશે.
તે સદૈવ ખુશ રહેશે બીજાઓને પણ આપ સમાન ફૂલ કે પરવાના બનાવશે. ફૂલ નહીં તો કળી બનાવશે.
પૂરાં પરવાના તે છે જે જીવતે જીવ મરે છે. બલી ચઢે છે અથવા તો ઈશ્વરીય સંતાન બને છે.
કોઈ સાહૂકાર, કોઇ ગરીબ નાં બાળકો ને દત્તક લે છે તો બાળકોને તે સાહૂકાર નાં ખોળા
માં આવવાથી પછી તે જ મા-બાપ યાદ આવતાં રહે છે અને ગરીબ ની યાદ ભૂલી જશે. જાણે છે કે
અમારા મા-બાપ ગરીબ છે પરંતુ યાદ સાહૂકાર મા-બાપ ને કરશે, જેમનાથી ધન મળે છે.
સાધુ-સંન્યાસી વગેરે છે તે સાધના કરે છે મુક્તિધામ માં જવાં. બધા મુક્તિ નાં માટે જ
પુરુષાર્થ કરે છે પરંતુ મુક્તિ નો અર્થ નથી સમજતાં. કોઈ કહે છે જ્યોતિ જ્યોત સમાઈશું.
કોઈ સમજે છે પાર નિર્વાણધામ જાય છે. નિર્વાણધામ માં જવું જ્યોતિ માં સમાવવું કે મળી
જવું નથી કહેવાતું. તમે સમજો છો - આપણે દૂર દેશ નાં રહેવા વાળા છીએ. આ ગંદી દુનિયામાં
રહીને શું કરીશું? બાળકોને સમજાવ્યું છે જ્યારે કોઇને મળો તો આ સમજાવવું પડે કે આ
પૂર્વ નિર્ધારિત ડ્રામા છે. સતયુગ, ત્રેતા… પછી સંગમયુગ. આ પણ સમજાવ્યું છે કે
સતયુગ નાં પછી ત્રેતા નો સંગમ થાય છે. તે યુગ ફરે છે અને આ કલ્પ ફરે છે. બાપ
યુગે-યુગે નથી આવતાં. જેમ મનુષ્ય સમજે છે. બાપ કહે છે - જ્યારે, બધા તમોપ્રધાન બની
જાય છે, કળિયુગ નો અંત હોય છે, એ કલ્પ નાં સંગમ પર આવું છું. યુગ પૂરો થાય છે તો
કળાઓ ઓછી થાય છે. આ તો જ્યારે પૂરું ગ્રહણ લાગી જાય છે ત્યારે હું આવું છું. હું
યુગે-યુગે નથી આવતો. આ બાપ બેસી પરવાનાઓ ને સમજાવે છે. પરવાનાઓ માં પણ નંબરવાર છે.
કોઈ તો બળી મરે છે, કોઈ ફેરી ફરીને ચાલ્યાં જાય છે. શ્રીમત પર તમે જ ચાલી શકો છો.
જો ક્યાંય પણ શ્રીમત પર ન ચાલ્યાં તો માયા પછાડતી રહેશે. શ્રીમત નું બહુજ ગાયન છે.
શ્રીમત્ ભગવદ્ ગીતા કહેવાય છે. શાસ્ત્ર તો પાછળ બેસી જેમણે બનાવ્યાં તો એ સમયે
બુદ્ધિ રજો હોવાનાં કારણે સમજ્યાં કે કૃષ્ણ દ્વાપર માં આવ્યાં. હું આવું જ ત્યારે
છું જ્યારે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ પ્રાય:લોપ થઈ જાય છે. બાકી બધાં ધર્મ રહે છે.
એવું નથી કે તે દેવતા ધર્મ વાળા મનુષ્ય ગુમ થઈ જાય છે પરંતુ આ ભૂલી જાય છે કે અમે
દેવી-દેવતા ધર્મ નાં હતાં. પોતાનો હિંદુ ધર્મ કહી દે છે, આ પણ ડ્રામા માં નોંધ છે.
જ્યારે ભૂલે ત્યારે તો પછી હું આવીને દેવી-દેવતા ધર્મ ની સ્થાપના કરું. આ એક જ બાપ
છે જે આવીને દુઃખધામ થી સુખધામ નાં માલિક બનાવે છે. તમે કહેશો હમણાં અમે નર્ક નાં
માલિક છીએ. દુનિયાને તમોપ્રધાન તો બનવાનું જ છે. બધા પતિત છે ત્યારે તો પાવન ની આગળ
આવીને નમસ્તે કરે છે. હવે બાપ કહે છે, શ્રીમત પર ચાલો. જન્મ-જન્માંતર નો બોજો માથા
પર બહુજ છે. નહીં તો ત્રાહિ-ત્રાહિ કરવું પડશે. તેઓ તો સમજે છે, આત્મા નિર્લેપ છે
પરંતુ ના, આત્મા જ સુખ-દુ:ખ જુએ છે. આ કોઈ સમજતાં નથી. બાબા વારંવાર સમજાવે છે -
મંઝિલ બહુજ ઊંચી છે. આ સમયે તમે પુરુષાર્થ કરો છો જ્યારે કે દુઃખી છો. જાણો છો,
સતયુગ માં આપણે બહુજ સુખી રહેશું. ત્યાં આ ખબર નહીં રહેશે કે આપણે પછી દુઃખધામ માં
જવાનું છે. આપણે સુખ માં કેવી રીતે આવ્યાં છીએ, કેટલાં જન્મ લઈશું, કંઈ પણ નથી જાણતાં.
હમણાં તમે જાણો છો તો ઊંચા કોણ થયાં? તમે ઈશ્વર નાં સંતાન હોવાનાં કારણે જેમ ઈશ્વર
નોલેજફુલ છે, એમ તમે પણ નોલેજફુલ થયાં. હમણાં તમે ઈશ્વરીય સંતાન છો પરંતુ નંબરવાર.
કોઈ તો બહુજ મસ્ત છે, સમજે છે અમે બાબા ની મત (સલાહ) પર ચાલતાં રહીએ છીએ. જેટલાં મત
પર ચાલીશું એટલાં શ્રેષ્ઠ બનીશું. બાપ સન્મુખ બેસી બાળકો ને સમજાવે છે. બાળકો
દેહ-અભિમાન છોડી દો, દેહી-અભિમાની બનો, નિરંતર યાદ કરો. બાપ તો સદૈવ છે જ સુખદાતા.
એવું નથી કે દુઃખ પણ બાપ જ આપે છે. બાપ ક્યારેય બાળકો ને દુઃખ નહીં આપશે. બાળકો
પોતાની ઉલ્ટી ચલન થી દુઃખ પામે છે. બાપ દુઃખ ન આપી શકે. કહે છે હે ભગવાન, બાળક આપો
તો કુળ વૃદ્ધિ ને પામશે. બાળક ને બહુજ પ્રેમ કરે છે. બાકી દુઃખ પોતાનાં કર્મો નું જ
ભોગવે છે. હવે બાપ આપ બાળકોને બહુજ સુખી બનાવે છે. કહે છે શ્રીમત પર ચાલો. આસુરી મત
પર ચાલવાથી તમે દુઃખ મેળવો છો. બાળકો બાપ અથવા શિક્ષક અથવા મોટાઓની આજ્ઞા ન માનવાથી
દુઃખી થાય છે. દુઃખદાયી પોતે બને છે, માયા નાં બની જાય છે. ઈશ્વરની મત હમણાં જ તમને
મળે છે. ઈશ્વરીય મત નું પરિણામ ૨૧ જન્મ ચાલે છે પછી અડધોકલ્પ માયા ની મત પર ચાલે
છે. ઈશ્વર એક જ વાર આવીને મત આપે છે. માયા તો અડધાકલ્પ થી મત આપતી જ રહે છે. બાપ,
એક જ વાર મત આપે છે. માયા ની મત પર ચાલતા ૧૦૦ ટકા દુર્ભાગ્ય શાળી બની જાય છે. તો જે
સારા-સારા ફૂલ છે તે એ જ ખુશી માં સદૈવ મસ્ત રહેશે. નંબરવાર છે ને. પરવાના કોઈ તો
બાપ નાં બની શ્રીમત પર ચાલી પડે છે. ગરીબ જ પોતાનો પોતામેલ લખે છે. સાહૂકારો ને ડર
લાગે છે કે અહીં અમારા પૈસા લઈ ન લે. સાહૂકારો નાં માટે ખુબ મુશ્કેલ છે. બાપ કહે છે
- હું ગરીબ નિવાઝ છું. દાન પણ હંમેશાં ગરીબો ને જ અપાય છે. સુદામા ની વાત છે ને -
ચોખા ચપટી લઈ એમને મહેલ આપી દીધો. તમે છો ગરીબ. સમજો કોઈની પાસે ૨૫-૫૦ રુપિયા છે,
એમાંથી ૨૦-૨૫ પૈસા આપે છે. સાહૂકાર ૫૦ હજાર આપે તો પણ બરાબર થઈ જાય છે એટલે ગરીબ
નિવાઝ નામ ગવાયું છે. સાહૂકાર લોકો પણ કહે છે, અમને સમય નથી મળતો કારણ કે પૂરો
નિશ્ચય નથી. તમે છો ગરીબ. ગરીબો ને ધન મળવાથી ખુશી થાય છે. બાબાએ સમજાવ્યું છે અહીં
નાં ગરીબ ત્યાં સાહૂકાર બની જાય છે અને અહીં નાં સાહૂકાર ત્યાં ગરીબ બની જાય છે.
ઘણાં કહે છે - અમે
યજ્ઞ નો વિચાર રાખીએ કે કુટુંબ નો વિચાર રાખીએ? બાબા કહે છે તમે પોતાનાં કુટુંબ ની
બહુજ સારી સંભાળ કરો. સારું છે જે તમે આ સમયે ગરીબ છો. સાહૂકાર હોત તો બાપ થી પૂરો
વારસો લઈ ન શકત. સંન્યાસી એવું નહીં કહેશે. તે તો પૈસા લઈને પોતાની જાગીર બનાવે છે.
શિવબાબા થોડી બનાવશે. મકાન વગેરે બધાં આપ બાળકોએ પોતાનાં માટે બનાવ્યાં છે. આ કોઇની
જાગીર નથી આ તો અલ્પકાલિન છે કારણ કે અંત સમયે બાળકોએ અહીંયા આવીને રહેવાનું છે.
આપણું યાદગાર પણ અહીં છે. તો અંત માં અહીં આવીને વિશ્રામ લેશે. બાપ ની પાસે ભાગશે
તે જે યોગયુક્ત હશે. એમને મદદ પણ મળશે. બાપ ની ખુબજ મદદ મળે છે. તમારે અહીં બેસી
વિનાશ જોવાનો છે. જેમ શરુઆત માં બાબાએ આપ બાળકોનું મનોરંજન કર્યું છે પછી અંત માં
મનોરંજન કરવાનું શરું કરશે. બહુજ પ્રેમ કરશે. જેમ વૈકુંઠ માં બેઠા છો, બહુજ સમીપ થતા
જશો. આ તો સમજો છે કે આપણે યાત્રા પર છીએ. થોડા સમય નાં પછી વિનાશ થશે. તમે બહુ જ
ખુશ થઈ જશો. બસ, અમે જઈને પ્રિન્સ (રાજકુમાર) બનશું. અલગ-અલગ ફૂલ છે. દરેક બાળકે
સમજવું જોઈએ-હું કેટલી જ્ઞાનની સુગંધ આપી રહ્યો છું! કોઈને જ્ઞાન અને યોગ ની શિક્ષા
આપું છું! જે કરે છે તે અંદર પ્રફુલ્લિત રહે છે. બાબા જાણી જાય છે કે આ કઈ અવસ્થા
માં રહે છે. આમની અવસ્થા ક્યાં સુધી ગેલપ કરશે. ગેલપ એમની કરશે જે પરવાના બની ચૂક્યાં
હશે. બાપ સમજાવે છે - માયા નાં તોફાન તો બહુજ આવશે, એનાથી પોતાને બચાવવાનું છે. હમણાં
આ રાજ્યોગ પરમપિતા પરમાત્મા આવીને શીખવાડે છે. પરમાત્મા આવીને આત્માઓને સમજાવે છે.
આત્મા ને જ્ઞાન છે - હું આત્મા પોતાનાં આ ભાઈ આત્માને સમજાવું છું. જેમ પરમાત્મા
બાપ આપણાં આત્મા બાળકો ને સમજાવે છે. આપણે પણ આત્મા છીએ. બાબા આપણને શીખવાડે છે,
હું પછી એ આત્માઓને સમજાવું છું પરંતુ આ આત્માપણાનો નિશ્ચય ન હોવાનાં કારણે પોતાને
મનુષ્ય સમજી, મનુષ્ય ને જ સમજાવે છે. હું પરમ આત્મા આપ આત્માઓથી વાત કરું છું. તમે
આત્માઓને સંભળાવો છો. એમ તમે દેહી-અભિમાની બનીને કોઈને સંભળાવશો તો તે તીર ઝટ લાગશે.
જો પોતે જ દેહી-અભિમાની નથી રહી શકતાં તો ધારણા કરાવી નહીં શકો. આ ખુબજ ઊંચી મંઝિલ
છે. બુદ્ધિ માં આ રહેવું જોઈએ કે આપણે આ ઓર્ગન (અવયવ) થી સાંભળીએ છીએ. બાપ કહે
છે-હું આત્માઓ (બાળકો) થી વાત કરું છું. બાબાનું ફરમાન છે અશરીરી (નગ્ન) બનો.
દેહ-અભિમાન છોડો, મને યાદ કરો-આ બુદ્ધિ માં આવવું જોઈએ. હું આત્મા થી વાત કરું છું,
શરીર થી નહીં. ભલે સ્ત્રી છે, એમનાં પણ આત્મા થી વાત કરું છું. આપ બાળકો સમજો છો-આપણે
બાબા નાં તો બની ગયાં પરંતુ ના, એમાં ખુબ સૂક્ષ્મ બુદ્ધિ ચાલે છે. હું આત્મા છું,
હું એમનાં આત્મા ને સમજાવું છું. આ મારો ભાઈ છે, એમને રસ્તો બતાવવાનો છે. આત્મા સમજી
રહ્યો છે. એવું સમજો ત્યારે આત્મા ને તીર લાગે. દેહ ને જોઈને સંભળાવો છો તો આત્મા
સાંભળતો નથી. પહેલાં આ વોર્નિંગ (ચેતવણી) આપો કે હું આત્મા થી વાત કરું છું. આત્મા
ને ન તો મેલ (પુરુષ) કે ન ફીમેલ (સ્ત્રી) કહેવાશે. આત્મા તો ન્યારો છે. મેલ-ફીમેલ
શરીર થી નામ પડે છે. જેમ બ્રહ્મા-સરસ્વતી ને મેલ-ફીમેલ કહેવાશે. શિવબાબા ને ન મેલ,
ન ફીમેલ કહેશે. તો બાપ આત્માઓને સમજાવે છે. ઉંચી મંઝિલ છે. પોઇન્ટ ખુબ કડક છે. આત્મા
ને ઇન્જેક્શન લગાવવાનું છે, ત્યારે દેહ-અભિમાન તૂટે છે. નહીં તો સુગંધ નહીં આવશે,
તાકાત નહીં રહેશે. વાત ખુબ નાની છે. હું આત્મા થી વાત કરી રહ્યો છું. બાપ કહે છે -
તમારે પાછાં જવાનું છે એટલે દેહી-અભિમાની બનો. મનમનાભવ. પછી ઓટોમેટિકલી (આપોઆપ)
મધ્યાજી ભવ આવી જાય છે. હમણાં બહુજ સૂક્ષ્મ બુદ્ધિ મળી છે. સવાર માં બેસી વિચાર
સાગર મંથન કરવાનું છે. દિવસ માં તો સેવા કરવાની છે કારણ કે કર્મયોગી છો. લખાયેલું
પણ છે નિંદર ને જીતવા વાળા બનો. રાત નાં જાગીને કમાણી કરો. દિવસ માં તો માયાનો બહુજ
વિસ્તાર છે. અમૃતવેલા વાયુમંડળ સારું છે. બાબા ને આ તો લખતા નથી કે ફલાણા સમય પર
ઉઠીને વિચાર સાગર મંથન કરીએ છીએ. બહુ મહેનત છે. વિશ્વ નાં તમે માલિક બનો છો. અહીં
તો હદ નાં માલિક છો. પાણી ની હદ પર પણ કેટલાં ઝઘડાં ચાલતાં રહે છે. દુશ્મની લાગેલી
છે. પરસ્પર એક-બીજા ને ભાઈ સમજતાં નથી. ફક્ત એમ જ કહી દે છે કે અમે બધા એક છીએ. એક
તો હોઈ ન શકે. અનેક આત્માઓ છે, બધાનો પોત-પોતાનો પાર્ટ છે. તમે અહીં બેઠાં છો. કલ્પ
પહેલાં પણ બેઠાં હશો. પાંદડું હલ્યું ડ્રામા અનુસાર. એવું નથી પત્તાં-પત્તાં ને
પરમાત્મા હલાવે છે. એવી-એવી વાતો સમજી ને પછી સમજાવો. દરેક સમજી શકે છે કે અમે
પરવાના બન્યાં છીએ! આપણે બાબા ની મત પર ચાલતાં રહીએ છીએ! ફાલતુ વાતો તો નથી કરતાં!
ક્યાંય પોતાનાં પૈસા પાપ તરફ તો નથી લગાવી રહ્યાં? અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્વયં ને
આત્મા સમજી આત્મા થી વાત કરવાની છે. દેહી-અભિમાની બનીને સાંભળવા-સંભળાવવા થી ધારણા
સારી થશે.
2. નિંદર ને જીતવા
વાળા બનવાનું છે, રાત નાં જાગીને કમાણી કરવાની છે. વિચાર સાગર મંથન કરવાનું છે. કોઈ
પણ ફાલતુ વાતો માં પોતાનો સમય નથી ગુમાવવાનો.
વરદાન :-
તપસ્યા દ્વારા
પોતાનાં વિકર્મો કે તમોગુણ નાં સંસ્કારો ને ભસ્મ કરવાવાળા તપસ્વીમૂર્ત ભવ
જેવી રીતે હમણાં
ઈશ્વરીય પાલના નું કર્તવ્ય ચાલી રહ્યું છે એવી રીતે લાસ્ટ માં તપસ્યા દ્વારા પોતાનાં
વિકર્મો અને દરેક આત્મા નાં તમોગુણ નાં સંસ્કાર કે પ્રકૃતિ નાં તમોગુણ ને ભસ્મ
કરવાનું કર્તવ્ય ચાલવાનું છે. એનાં માટે સદા એકરસ સ્થિતિ નાં આસન પર સ્થિત થઈ પોતાનાં
તપસ્વી રુપ ને પ્રત્યક્ષ કરો. તમારી દરેક કર્મેન્દ્રિય થી દેહ-અભિમાન નો ત્યાગ અને
આત્મ-અભિમાની બનવાની તપસ્યા પ્રત્યક્ષ રુપ માં દેખાય.
સ્લોગન :-
સંસ્કારો ની
ટક્કર થી બચવા માટે બાળક અને માલિકપણા નું બેલેન્સ રાખો.
આ અવ્યક્ત ઇશારા - સદા
હર્ષિત રહેવા માટે પોતાની નેચર ને સરળ બનાવો , સહનશીલ બનો .
બાપ ને ભોળાનાથ કહે
છે પરંતુ એવાં ભોળા નથી જે સામનો ન કરી શકે. ભોળાનાથ ની સાથે-સાથે ઓલમાઈટી ઓથોરિટી
પણ છે. તમે પણ પોતાનાં શક્તિ સ્વરુપ ને ભૂલી ફક્ત ભોળા નહીં બનતાં, નહીં તો માયા નો
ગોળો લાગી જશે. એવું શક્તિ સ્વરુપ બનો જે માયા સામનો કરવાના પહેલાં જ નમસ્કાર કરી
લે. ખુબ સાવધાન, ખબરદાર-હોશિયાર રહેજો.