29-07-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાબા
આવ્યા છે તમને જ્ઞાન - રત્ન આપવાં , મોરલી સંભળાવવાં , એટલે તમારે ક્યારેય પણ મોરલી
મિસ નથી કરવાની , મોરલી સાથે પ્રેમ નથી તો બાપ સાથે પ્રેમ નથી”
પ્રશ્ન :-
સૌથી સારું કેરેક્ટર કયું છે, જે તમે આ નોલેજ થી ધારણ કરો છો?
ઉત્તર :-
વાઈસલેસ બનવું આ સૌથી સારું કેરેક્ટર છે. તમને નોલેજ મળે છે કે આ આખી દુનિયા વિશશ
છે, વિશશ એટલે જ કેરેક્ટરલેસ (ચરિત્રહીન). બાપ આવ્યા છે વાઈસલેસ વર્લ્ડ સ્થાપન કરવાં.
વાઈસલેસ દેવતાઓ કેરેક્ટર વાળા છે. કેરેક્ટર સુધરે છે બાપ ની યાદ થી.
ઓમ શાંતિ!
બાળકો, તમારે
ભણતર ક્યારેય મિસ નથી કરવાનું. જો ભણતર મિસ કર્યુ તો પદ થી પણ મિસ થઈ જશો.
મીઠાં-મીઠાં રુહાની બાળકો ક્યાં બેઠાં છે? ગોડલી સ્પ્રિચ્યુઅલ યુનિવર્સિટી માં.
બાળકોને આ પણ ખબર છે કે દર ૫ હજાર વર્ષ પછી અમે આ યુનિવર્સિટી માં દાખલ થઈએ છીએ. આ
પણ આપ બાળકો જાણો છો - બાપ, બાપ પણ છે, ટીચર પણ છે, ગુરુ પણ છે. આમ તો ગુરુ ની
મૂર્તિ અલગ, બાપ ની અલગ, ટીચર ની અલગ હોય છે. આ મૂર્તિ એક જ છે. પરંતુ છે ત્રણેય જ
અર્થાત્ બાપ પણ બને છે, ટીચર પણ બને છે, ગુરુ પણ બને છે. મનુષ્ય નાં જીવન માં આ ૩
મુખ્ય છે. બાપ, ટીચર, ગુરુ એ જ છે. ત્રણેય પાર્ટ સ્વયં ભજવે છે. એક-એક વાત સમજવાથી
આપ બાળકો ને ખૂબ ખુશી થવી જોઈએ અને આવી ત્રિમૂર્તિ યુનિવર્સિટી માં અનેકને લઈ આવીને
દાખલ કરવા જોઈએ. જે-જે યુનિવર્સિટી માં ભણતર સારું હોય છે ત્યાં ભણવાવાળા બીજાઓ ને
કહે છે-આ યુનિવર્સિટી માં ભણો, અહીં નોલેજ સારી મળે છે અને કેરેક્ટર્સ પણ સુધરે છે.
આપ બાળકોએ પણ બીજાઓને લઈ આવવાનાં છે. માતાઓ માતાઓ ને, પુરુષ પુરુષો ને સમજાવે. જુઓ,
આ બાપ પણ છે, ટીચર પણ છે, ગુરુ પણ છે. આવું સમજાવે છે કે નહીં, તે તો દરેક પોતાનાં
દિલને પૂછે. ક્યારેય પોતાનાં મિત્ર-સંબંધીઓ, સખીઓને સમજાવો છો કે આ સુપ્રીમ બાપ પણ
છે, સુપ્રીમ ટીચર પણ છે, સુપ્રીમ ગુરુ પણ છે? બાપ સુપ્રીમ દેવી-દેવતા બનાવવા વાળા
છે, બાપ આપ સમાન બાપ નથી બનાવતાં. બાકી એમની જે મહિમા છે, એમાં આપ સમાન બનાવે છે.
બાપ નું કામ છે પરવરિશ કરવી અને પ્રેમ કરવો. આવાં બાપ ને જરુર યાદ કરવાના છે. એમની
તુલના બીજા કોઈ સાથે થઈ ન શકે. ભલે કહે છે ગુરુ પાસે થી શાંતિ મળે છે. પરંતુ આ તો
વિશ્વનાં માલિક બનાવે છે. એવું પણ કોઈ નહીં કહેશે કે હું સર્વ આત્માઓનો બાપ છું. આ
કોઈને ખબર નથી કે સર્વ આત્માઓનાં બાપ કોણ હોઈ શકે છે. એક બેહદ નાં બાપ, જેમને હિંદુ,
મુસલમાન, ક્રિશ્ચન વગેરે બધાં ગોડફાધર જરુર કહે છે. બુદ્ધિ જરુર નિરાકાર તરફ જાય
છે. આ કોણે કહ્યું? આત્માએ કહ્યું ગોડફાધર. તો જરુર મળવું જોઈએ. ફાધર ફક્ત કહે અને
ક્યારેય મળે જ નહીં તો એ ફાધર કેવી રીતે હોઈ શકે? આખી દુનિયાનાં બાળકોની જે આશા છે
તે પૂર્ણ કરે છે. બધાની કામના રહે છે અમે શાંતિધામ જઈએ. આત્માને ઘર યાદ આવે છે.
આત્મા રાવણ રાજ્ય માં થાકી ગયો છે. અંગ્રેજી માં પણ કહે છે ઓ ગોડફાધર, લિબ્રેટ કરો.
તમોપ્રધાન બનતા-બનતા પાર્ટ ભજવતા-ભજવતા શાંતિધામ ચાલ્યા જશે. પછી પહેલાં સુખધામ માં
આવે છે. એવું નથી, પહેલાં-પહેલાં આવીને વિશશ બને છે. ના. બાપ સમજાવે છે આ છે
વૈશ્યાલય, રાવણરાજ્ય. આને રૌરવ નર્ક કહેવાય છે.
ભારત માં તથા આ દુનિયા માં કેટલાં શાસ્ત્ર, કેટલાં ભણતર નાં પુસ્તકો છે? આ બધાં ખતમ
થઈ જશે. બાપ તમને આ જે સૌગાત આપે છે, તે ક્યારેય બળવાની નથી. આ છે ધારણ કરવાની. જે
કામ ની વસ્તુ નથી હોતી એને બાળાય છે. જ્ઞાન કોઈ શાસ્ત્ર નથી જે બાળી નંખાય. તમને
નોલેજ મળે છે, જેનાથી તમે ૨૧ જન્મ પદ મેળવો છો. એવું નથી કે આમનાં શાસ્ત્ર છે જે
બાળી દેશે. ના, આ જ્ઞાન જાતે જ પ્રાયઃલોપ થઈ જાય છે. કોઈ ભણતર નું પુસ્તક વગેરે નથી.
જ્ઞાન-વિજ્ઞાન ભવન નામ પણ છે. પરંતુ એમને ખબર નથી કે આ નામ કેમ પડ્યું છે? આનો અર્થ
શું છે? જ્ઞાન-વિજ્ઞાન ની મહિમા કેટલી ભારી છે! જ્ઞાન અર્થાત્ સૃષ્ટિ ચક્રની નોલેજ
જે હમણાં તમે ધારણ કરો છો. વિજ્ઞાન એટલે શાંતિધામ. જ્ઞાન થી પણ તમે પરે જાઓ છો.
જ્ઞાન માં ભણતર નાં આધાર થી પછી તમે રાજ્ય કરો છો. તમે સમજો છો આપણને આત્માઓને બાપ
આવીને ભણાવે છે. નહીં તો ભગવાનુવાચ ગુમ થઈ જાય. ભગવાન કોઈ શાસ્ત્ર થોડી વાંચીને આવે
છે? ભગવાન માં તો જ્ઞાન-વિજ્ઞાન બંને છે. જે જેવા હોય છે, તેવા બનાવે છે. આ છે ખૂબ
સૂક્ષ્મ વાતો. જ્ઞાન કરતાં વિજ્ઞાન ખૂબ સૂક્ષ્મ છે. જ્ઞાન થી પણ પરે જવાનું છે.
જ્ઞાન સ્થૂળ છે, આપણે ભણીએ છીએ, અવાજ થાય છે ને? વિજ્ઞાન સૂક્ષ્મ છે આમાં અવાજ થી
પરે શાંતિ માં જવાનું હોય છે. જે શાંતિ માટે જ ભટકે છે. સંન્યાસીઓની પાસે જાય છે.
પરંતુ જે વસ્તુ બાપ ની પાસે છે તે બીજા કોઈ પાસે થી મળી ન શકે. હઠયોગ કરે, ખાડા માં
બેસી જાય પરંતુ એનાથી કોઈ શાંતિ મળી ન શકે, અહીં તો તકલીફ ની કોઈ વાત નથી. ભણતર પણ
ખૂબ સહજ છે. ૭ દિવસ નો કોર્સ ઉઠાવાય છે. ૭ દિવસ નો કોર્સ કરીને પછી ભલે ક્યાંય પણ
બહાર ચાલ્યા જાય, આવી રીતે બીજી કોઈ શરીરધારી (લૌકિક) કોલેજ માં કરી ન શકે. તમારા
માટે કોર્સ જ આ ૭ દિવસ નો છે. બધું સમજાવાય છે. પરંતુ ૭ દિવસ કોઈ આપી ન શકે.
બુદ્ધિયોગ ક્યાંક ને ક્યાંક ચાલ્યો જાય છે. તમે તો ભઠ્ઠી માં પડી, કોઈનો ચહેરો નહોતા
જોતાં. કોઈની સાથે વાત નહોતા કરતાં. બહાર પણ નહોતા નીકળતાં. તપસ્યા માટે સાગર નાં
કિનારા પર જઈને બેસતા હતાં યાદ માં. એ સમયે આ ચક્ર નહોતાં સમજ્યાં. આ ભણતર નહોતાં
સમજતાં. પહેલાં-પહેલાં તો બાબા સાથે યોગ જોઈએ. બાપ નો પરિચય જોઈએ. પછી પાછળ ટીચર
જોઈએ. પહેલાં તો બાપ ની સાથે યોગ કેવી રીતે લગાવે? આ પણ શીખવું પડે કારણ કે આ બાપ
છે અશરીરી, બીજા તો કોઈ માનતા જ નથી. કહે છે ગોડફાધર ઓમની પ્રેઝન્ટ છે. બસ,
સર્વવ્યાપી નું જ્ઞાન જ ચાલ્યું આવે છે. હમણાં તમારી બુદ્ધિમાં તે વાત નથી. તમે તો
સ્ટુડન્ટ છો. બાપ કહે છે પોતાનો ધંધો વગેરે પણ ભલે કરો પરંતુ ક્લાસ જરુર કરો.
ગૃહસ્થ વ્યવહાર માં ભલે રહો. જો કહે સ્કૂલ માં નથી જવાનું તો પછી બાપ પણ શું કરે?
અરે, ભગવાન ભણાવે છે, ભગવાન-ભગવતી બનાવવાં! ભગવાનુવાચ - હું તમને રાજાઓનાં રાજા
બનાવું છું. તો શું ભગવાન પાસે થી રાજયોગ નહીં શીખશો? એવી રીતે કોણ રહી શકશે? એટલે
જ તમારું ભાગવાનું થયું. વિષ (વિકાર) થી બચવા માટે ભાગ્યાં. તમે આવીને ભઠ્ઠી માં
પડ્યા, જે કોઈ જોઈ ન શકે, મળી ન શકે. કોઈ ને જોતા જ નહોતાં. તો પછી દિલ કોની સાથે
લગાવે? આપ બાળકોને નિશ્ચય પણ છે કે ભગવાન ભણાવે છે. છતાં પણ બહાનું કરે છે, બીમારી
છે, આ કામ છે. બાપ તો ઘણી શિફ્ટ (અલગ-અલગ સમય) આપી શકે છે. આજકાલ સ્કૂલ માં શિફ્ટ
ખૂબ આપે છે. અહીં કોઈ વધારે ભણતર તો નથી. ફક્ત અલ્ફ અને બે ને સમજવા માટે બુદ્ધિ
સારી જોઈએ. અલ્ફ અને બે - આ યાદ કરો, બધાને બતાવો. ત્રિમૂર્તિ તો ખૂબ બનાવે છે પરંતુ
ઉપર શિવબાબા દેખાડતા નથી. એ થોડી સમજે છે? ગીતા નાં ભગવાન શિવ જ છે, જેમનાં દ્વારા
આ નોલેજ લઈને વિષ્ણુ બને છે… રાજયોગ છે ને? હમણાં આ છે અનેક જન્મો નાં અંત નો જન્મ,
કેટલી સહજ સમજણ છે? પુસ્તક વગેરે તો કંઈ પણ હાથ માં નથી. ફક્ત એક બેજ છે, એમાં પણ
ફક્ત ત્રિમૂર્તિ નું ચિત્ર હોય. જેના પર સમજાવવાનું છે કે બાપ કેવી રીતે બ્રહ્મા
દ્વારા ભણતર ભણાવી વિષ્ણુ સમાન બનાવે છે?
ઘણાં સમજે છે અમે રાધા જેવા બનીએ. કળશ તો માતાઓને મળે છે. મતલબ રાધા નાં અનેક જન્મો
નાં અંત માં એમને કળશ મળે છે. આ રહસ્ય પણ બાપ સમજાવી શકે છે બીજા કોઈ મનુષ્ય માત્ર
જાણતા નથી. તમારી પાસે સેન્ટર પર કેટલાં આવે છે? કોઈ તો એક દિવસ આવે પછી ૪ દિવસ નહીં.
તો પૂછવું જોઈએ આટલાં દિવસ તમે શું કરતા હતાં? બાપ ને યાદ કરતા હતાં? સ્વદર્શન ચક્ર
ફેરવતા હતાં? જે ખૂબ મોડા આવે છે એમની પાસે લખાવીને પણ પૂછવું જોઈએ. કોઈ બદલાઈને
જાય છે છતાં પણ કોઈ સેન્ટર નાં તો જરુર છે, એમને મંત્ર મળેલો છે-બાપ ને યાદ કરવાના
છે અને ચક્ર ને ફેરવવાનું છે. બાપે તો ખૂબ સહજ વાત બતાવી છે. શબ્દ જ બે છે-મનમનાભવ,
મને યાદ કરો અને વારસા ને યાદ કરો, આમાં પૂરું ચક્ર આવી જાય છે. જ્યારે કોઈ શરીર
છોડે છે તો કહે છે ફલાણા સ્વર્ગ ગયાં. પરંતુ સ્વર્ગ ક્યાં છે? કોઈને ખબર નથી. તમે
હમણાં સમજો છો ત્યાં તો રાજાઈ છે. ઊંચ થી લઈને નીંચ સુધી, સાહૂકાર થી લઈને ગરીબ સુધી
સુખી હોય છે. અહીં છે દુઃખી દુનિયા. તે છે સુખી દુનિયા. બાપ સમજાવે તો ખૂબ સારું
છે. ભલે કોઈ દુકાનદાર હોય કે કંઈ પણ હોય, ભણતર માટે બહાનું આપવું સારું નથી લાગતું.
નથી આવતા તો એમને પૂછવાનું છે, તમે કેટલાં બાપ ને યાદ કરો છો? સ્વદર્શન ચક્ર ફેરવો
છો? ખાઓ-પીઓ, હરો-ફરો, એની કોઈ મનાઈ નથી. આનાં માટે પણ સમય કાઢો. બીજાઓનું પણ
કલ્યાણ કરવાનું છે. સમજો, કોઈનું કપડા સાફ કરવાનું કામ છે, ઘણાં લોકો આવે છે. ભલે
મુસલમાન છે કે પારસી છે, હિન્દુ છે, બોલો, તમે સ્થૂળ કપડા ધોવડાવો છો પરંતુ આ જે
તમારું શરીર છે, આ તો જૂનું મેલું વસ્ત્ર છે, આત્મા પણ તમોપ્રધાન છે, એને સતોપ્રધાન,
સ્વચ્છ બનાવવાનો છે. છે આખી દુનિયા તમોપ્રધાન, પતિત કળિયુગી જૂની છે. તમોપ્રધાન થી
સતોપ્રધાન બનવા માટે લક્ષ્ય છે ને? હવે કરો ન કરો, સમજો ન સમજો, તમારી મરજી. તમે
આત્મા છો ને? આત્મા જરુર પવિત્ર હોવો જોઈએ. હમણાં તો તમારો આત્મા ઈમપ્યોર થઈ ગયો
છે. આત્મા ને શરીર બંને મેલા છે. એને સાફ કરવા માટે તમે બાપ ને યાદ કરો તો ગેરેન્ટી
છે, તમારો આત્મા એકદમ ૧૦૦ ટકા પવિત્ર સોનું બની જશે, પછી ઘરેણું (શરીર) પણ સારું
બનશે. માનો ન માનો, તમારી મરજી. આ પણ કેટલી સર્વિસ થઈ? ડોક્ટર્સ પાસે જાઓ, કોલેજ
માં જાઓ, મોટા-મોટા ને જઈને સમજાવો કે કેરેક્ટર ખૂબ સારું હોવું જોઈએ. અહીં તો બધાં
છે કેરેક્ટરલેસ. બાપ કહે છે વાઈસલેસ બનવાનું છે. વાઈસલેસ દુનિયા હતી ને? હમણાં વિશશ
છે અર્થાત્ કેરેક્ટરલેસ છે. કેરેક્ટર ખૂબ ખરાબ થઈ ગયા છે. વાઈસલેસ બન્યા વગર સુધરશે
નહીં. અહીં મનુષ્ય છે જ કામી. હવે વિશશ દુનિયાથી વાઈસલેસ વર્લ્ડ એક બાપ જ સ્થાપન કરે
છે. બાકી જૂની દુનિયા વિનાશ થઈ જશે. આ ચક્ર છે ને? આ ગોળા માં સમજણ ખૂબ સારી છે. આ
વાઈસલેસ વર્લ્ડ હતું, જ્યાં દેવી-દેવતા રાજ્ય કરતા હતાં. હમણાં તે ક્યાં ગયાં? આત્મા
તો વિનાશ થતો નથી, એક શરીર છોડી બીજું લે છે. દેવી-દેવતાઓએ પણ ૮૪ જન્મ લીધાં છે.
હમણાં તમે સમજદાર બન્યા છો. આગળ તમને કંઈ પણ ખબર નહોતી. હમણાં આ જૂની દુનિયા કેટલી
ગંદી છે? તમે ફીલ કરો છો બાબા જે કહે છે તે તો બરોબર ઠીક છે. ત્યાં તો છે જ પવિત્ર
દુનિયા. આ પવિત્ર દુનિયા ન હોવાને કારણે આપણા પર દેવતા ની બદલે હિન્દુ નામ રાખી દીધું
છે. હિન્દુસ્તાન માં રહેવાવાળા હિન્દુ કહી દે છે, દેવતાઓ છે સ્વર્ગ માં. હવે તમે આ
ચક્ર ને સમજી ગયા છો. જે જે સેન્સીબલ (સમજદાર) છે તે સારી રીતે સમજે છે તો જેમ બાપ
સમજાવે છે એવી રીતે પછી બેસીને રિપીટ કરવું જોઈએ. મુખ્ય-મુખ્ય શબ્દો નોંધ કરતા જાઓ.
પછી સંભળાવો, બાપે આ આ પોઈન્ટ સંભળાવ્યા છે. બોલો, હું તો ગીતા નું જ્ઞાન સંભળાવું
છું. આ ગીતા નો જ યુગ છે. ૪ યુગ છે, આ તો બધાં જાણે છે. આ છે લિપ યુગ. આ સંગમયુગ ની
કોઈને પણ ખબર નથી, તમે જાણો છો આ પુરુષોત્તમ સંગમયુગ છે. મનુષ્ય શિવજયંતિ પણ મનાવે
છે પરંતુ એ ક્યારે આવ્યા? શું કર્યુ? આ જાણતા નથી. શિવજયંતિ પછી છે કૃષ્ણજયંતિ, પછી
રામજયંતિ. જગત અંબા, જગત પિતા ની જયંતિ તો કોઈ મનાવતા નથી. બધાં નંબરવાર આવે છે ને?
હમણાં તમને આ બધી નોલેજ મળે છે. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને
ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આપણા બાપ
સુપ્રીમ બાપ, સુપ્રીમ ટીચર, સુપ્રીમ સદ્દગુરુ છે - આ વાત બધાને સંભળાવવાની છે. અલ્ફ
અને બે નું ભણતર ભણવાનું છે.
2. જ્ઞાન અર્થાત્
સૃષ્ટિ ચક્ર ની નોલેજ ને ધારણ કરી સ્વદર્શન ચક્રધારી બનવાનું છે વિજ્ઞાન અર્થાત્
અવાજ થી પરે શાંતિ માં જવાનું છે. ૭ દિવસ નો કોર્સ લઈને પછી ત્યાં પણ રહીને ભણતર
ભણવાનું છે.
વરદાન :-
સેવા માં માન
- શાન નાં કાચ્ચા ફળ ને ત્યાગી સદા પ્રસન્નચિત્ત રહેવાવાળા અભિમાન મુક્ત ભવ
રોયલ રુપ ની ઈચ્છા
નું સ્વરુપ નામ, માન અને શાન છે. જે નામ ની પાછળ સેવા કરે છે, એમનું નામ અલ્પકાળ
માટે થઈ જાય છે પરંતુ ઊંચ પદ માં નામ પાછળ થઈ જાય છે કારણ કે કાચ્ચું ફળ ખાઈ લીધું.
ઘણાં બાળકો વિચારે છે કે સેવા નાં રીઝલ્ટ માં મને માન મળવું જોઈએ. પરંતુ આ માન નથી,
અભિમાન છે. જ્યાં અભિમાન છે ત્યાં પ્રસન્નતા નથી રહી શકતી. એટલે અભિમાન મુક્ત બની
સદા પ્રસન્નતા નો અનુભવ કરો.
સ્લોગન :-
પરમાત્મ-પ્રેમ
નાં સુખદાઈ ઝૂલા માં ઝૂલો તો દુઃખ ની લહેર આવી નથી શકતી.