29-10-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - જો શિવબાબા ની કદર
છે તો એમની શ્રીમત પર ચાલતાં રહો , શ્રીમત પર ચાલવું એટલે બાપ ની કદર કરવી”
પ્રશ્ન :-
બાળકો બાપ કરતાં પણ મોટા જાદુગર છે - કેવી રીતે?
ઉત્તર :-
ઊંચા માં ઊંચા બાપ ને પોતાનાં બાળક બનાવી દેવા, તન-મન-ધન થી બાપ ને વારીસ બનાવીને
વારી જવું - આ બાળકો ની જાદુગરી છે. જે હમણાં ભગવાન ને વારીસ બનાવે છે તે ૨૧ જન્મો
માટે વારસા નાં અધિકારી બની જાય છે.
પ્રશ્ન :-
ટ્રીબ્યુનલ કયા
બાળકો માટે બેસે છે?
ઉત્તર :-
જે દાન કરેલી ચીજ ને પાછી લેવાનો સંકલ્પ કરે, માયા નાં વશ થઈ ડિસસર્વિસ (કુસેવા) કરે
છે તેમનાં માટે ટ્રીબ્યુનલ બેસે છે.
ઓમ શાંતિ!
રુહાની
વિચિત્ર બાપ વિચિત્ર બાળકો ને સમજાવે છે અર્થાત્ દૂરદેશ નાં રહેવાવાળા જેમને પરમપિતા
પરમાત્મા કહેવાય છે. ખૂબ-ખૂબ દૂરદેશ થી આવીને આ શરીર દ્વારા તમને ભણાવે છે. હવે જે
ભણે છે તે ભણાવવા વાળા ની સાથે યોગ તો ઓટોમેટિકલી (આપમેળે) રાખે છે. કહેવું નથી પડતું
કે હે બાળકો, શિક્ષક સાથે યોગ રાખો તથા એમને યાદ કરો. ના, અહીં બાપ કહે છે - હે
રુહાની બાળકો, આ તમારા બાપ પણ છે, શિક્ષક પણ છે, ગુરુ પણ છે, એમની સાથે યોગ રાખો
અર્થાત્ બાપ ને યાદ કરો. આ છે વિચિત્ર બાબા. તમે ઘડી-ઘડી એમને ભૂલી જાઓ છો એટલા માટે
કહેવું પડે છે. ભણાવવા વાળા ને યાદ કરવાથી તમારા પાપ ભસ્મ થઈ જશે. આ લૉ (કાયદો) નથી
કહેતો, જે શિક્ષક કહે મને જુઓ, આમાં તો મોટો ફાયદો છે. બાપ કહે છે ફક્ત મને યાદ કરો.
આ યાદ નાં બળ થી જ તમારા પાપ કપાય છે, આને કહેવાય છે યાદ ની યાત્રા. હવે રુહાની
વિચિત્ર બાપ બાળકોને જુએ છે. બાળકો પણ સ્વયં ને આત્મા સમજી વિચિત્ર બાપ ને યાદ કરે
છે. તમે તો ઘડી-ઘડી શરીર માં આવો છો. હું તો આખો કલ્પ શરીર માં આવતો નથી, હું બસ
સંગમયુગ પર જ ખૂબ દૂર દેશ થી આવું છું - આપ બાળકોને ભણાવવા. આ સારી રીતે યાદ કરવાનું
છે. બાબા આપણા બાપ, શિક્ષક અને સદ્દગુરુ છે. વિચિત્ર છે. એમને પોતાનું શરીર નથી, પછી
કેવી રીતે આવે છે? કહે છે મારે પ્રકૃતિ નો, મુખ નો આધાર લેવો પડે છે. હું તો
વિચિત્ર છું. તમે બધા ચિત્રવાળા છો. મને રથ તો જરુર જોઈએ ને? ઘોડા-ગાડી માં તો નહીં
આવીશ ને? બાપ કહે છે હું આમનાં તન માં પ્રવેશ કરું છું, જે નંબરવન છે ફરી એ જ નંબર
લાસ્ટ બને છે. જે સતોપ્રધાન હતાં એ જ તમોપ્રધાન બને છે. તો એમને જ ફરી સતોપ્રધાન
બનાવવા માટે બાપ ભણાવે છે. સમજાવે છે આ રાવણ રાજ્ય માં ૫ વિકારો પર જીત મેળવીને
જગતજીત આપ બાળકોએ બનવાનું છે. બાળકોએ યાદ રાખવાનું છે કે આપણને વિચિત્ર બાપ ભણાવે
છે. બાપ ને યાદ નહીં કરશો તો પાપ ભસ્મ કેવી રીતે થશે? આ વાતો પણ હમણાં સંગમયુગ પર જ
સાંભળો છો. એક વાર જે કંઈ થાય છે ફરી કલ્પ પછી તે જ રિપીટ થશે. કેટલી સારી સમજણ છે?
આમાં બહુ જ વિશાળ બુદ્ધિ જોઈએ. આ કોઈ સાધુ-સંત વગેરે નો સત્સંગ નથી. એમને બાપ પણ કહો
છો, તો બાળક પણ કહો છો. તમે જાણો છો આ આપણા બાપ પણ છે, બાળક પણ છે. આપણે બધું જ આ
બાળક ને વારસો આપીને અને બાપ પાસે થી ૨૧ જન્મો માટે વારસો લઈએ છીએ. કિચડપટ્ટી બધું
આપીને બાપ પાસે થી આપણે વિશ્વની બાદશાહી લઈએ છીએ. કહે છે બાબા, અમે ભક્તિમાર્ગ માં
કહ્યું હતું કે જ્યારે તમે આવશો તો અમે તમારા પર તન-મન-ધન સહિત વારી જઈશું. લૌકિક
બાપ પણ બાળકો પર વારી જાય છે ને? તો અહીં તમને આ કેવાં વિચિત્ર બાપ મળ્યા છે? એમને
યાદ કરો તો તમારા પાપ ભસ્મ થશે અને પોતાનાં ઘરે ચાલ્યા જશો. કેટલી લાંબી મુસાફરી
છે? બાપ જુઓ, આવે ક્યાં છે? જૂનાં રાવણ રાજ્ય માં. કહે છે મારી તકદીર માં પાવન શરીર
મળવાનું નથી. પતિતો ને પાવન બનાવવા કેવી રીતે આવું? મારે પતિત દુનિયામાં જ આવીને
બધાને પાવન બનાવવા પડે છે. તો આવાં શિક્ષક ની કદર પણ રાખવી જોઈએ ને? ઘણાં છે જે કદર
જાણતા જ નથી. આ પણ ડ્રામા માં બનવાનું જ છે. રાજધાની માં તો બધા જોઈએ ને? નંબરવાર.
તો બધા પ્રકારનાં અહીં જ બને છે. ઓછું પદ મેળવવા વાળા ની આ હાલત થશે. ન ભણશે, ન બાપ
ની યાદ માં રહેશે. આ બહુ જ વિચિત્ર બાપ છે ને? એમની ચલન પણ અલૌકિક છે. એમનો પાર્ટ
બીજા કોઈને મળી ન શકે. આ બાપ આવીને તમને કેટલું ઊંચું ભણતર ભણાવે છે? તો એમની કદર
પણ રાખવી જોઈએ. એમની શ્રીમત પર ચાલવું જોઈએ. પરંતુ માયા ઘડી-ઘડી ભુલાવી દે છે. માયા
એટલી જબરજસ્ત છે જે સારા-સારા બાળકો ને પાડી દે છે. બાપ કેટલાં ધનવાન બનાવે છે પરંતુ
માયા એકદમ માથું ફેરવી દે છે. માયા થી બચવું હોય તો બાપ ને જરુર યાદ કરવા પડે. ખૂબ
સારા બાળકો છે જે બાપ નાં બનીને પછી માયા નાં બની જાય છે, વાત ન પૂછો, પાક્કા
ટ્રેટર (દગાબાજ) બની જાય છે. માયા એકદમ નાક થી પકડી લે છે. શબ્દ પણ છે ને - ગજ ને
ગ્રાહે ખાધો. પરંતુ તેનો અર્થ કોઈ નથી સમજતાં. બાપ દરેક વાત સારી રીતે સમજાવે છે.
ઘણાં બાળકો સમજે પણ છે પરંતુ નંબરવાર પુરુષાર્થ અનુસાર. કોઈને તો જરા પણ ધારણા નથી
થતી. ખૂબ ઊંચું ભણતર છે ને? તો તેની ધારણા કરી નથી શકતાં. બાપ કહેશે તેમની તકદીર
માં રાજ્ય-ભાગ્ય નથી. કોઈ આકડા નાં ફૂલ છે, કોઈ સુગંધિત ફૂલ છે. વેરાઈટી બગીચો છે
ને? એવાં પણ તો જોઈએ ને? રાજધાની માં તમને નોકર-ચાકર પણ મળશે. નહીં તો નોકર-ચાકર
કેવી રીતે મળશે? રાજાઈ અહીં જ બને છે. નોકર, ચાકર, ચંડાળ વગેરે બધા મળશે. આ રાજધાની
સ્થાપન થઈ રહી છે. વન્ડર છે. બાપ તમને આટલા ઊંચ બનાવે છે તો આવાં બાપ ને યાદ કરતા
પ્રેમ નાં આંસુ વહેવા જોઈએ.
તમે માળા નાં દાણા બનો
છો ને? કહે છે બાબા, તમે કેટલાં વિચિત્ર છો? કેવી રીતે આવીને અમને પતિતો ને તમે
પાવન બનાવવા માટે ભણાવો છો? ભક્તિમાર્ગ માં ભલે શિવ ની પૂજા કરે છે પરંતુ સમજે થોડી
છે કે આ પતિત-પાવન છે છતાં પણ પોકારતા રહે છે - હે પતિત-પાવન, આવો, આવીને અમને
ગુલ-ગુલ દેવી-દેવતા બનાવો. બાળકોનાં ફરમાન ને બાપ માને છે અને જ્યારે આવે છે તો કહે
છે - બાળકો, પવિત્ર બનો. આનાં પર જ હંગામા (તોફાન) થાય છે. બાપ વન્ડરફુલ છે ને?
બાળકોને કહે છે મને યાદ કરો તો પાપ કપાય. બાપ જાણે છે હું આત્માઓ સાથે વાત કરું
છું. બધું આત્મા જ કરે છે, વિકર્મ આત્મા જ કરે છે. આત્મા જ શરીર દ્વારા ભોગવે છે.
તમારા માટે તો ટ્રીબ્યુનલ બેસશે. ખાસ તે બાળકો માટે જે સર્વિસ લાયક બનીને પછી
ટ્રેટર બની જાય છે. આ તો બાપ જ જાણે છે, કેવી રીતે માયા હપ કરી લે છે. બાબા અમે હાર
ખાઈ લીધી, કાળું મોઢું કરી લીધું... હવે ક્ષમા કરો. હમણાં પડ્યા અને માયા નાં બન્યા
પછી ક્ષમા શેની? તેમને તો પછી ખૂબ-ખૂબ મહેનત કરવી પડે. ઘણાં છે જે માયા થી હારી જાય
છે. બાપ કહે છે - અહીં બાપ ને દાન આપીને જાઓ પછી પાછું નહીં લેતાં. નહીં તો ખલાસ થઈ
જશે. હરિશ્ચંદ્ર નું ઉદાહરણ છે ને? દાન આપીને પછી ખૂબ ખબરદાર રહેવાનું છે. પાછું લઈ
લીધું તો સો-ગુણો દંડ થઈ જાય છે. પછી બહુ જ હલકું પદ મેળવશે. બાળકો જાણે છે આ
રાજધાની સ્થાપન થઈ રહી છે. બીજા જે ધર્મ સ્થાપન કરે છે, તેમની પહેલાં રાજાઈ નથી
ચાલતી. રાજાઈ તો ત્યારે હોય જ્યારે ૫૦-૬૦ કરોડ હોય, ત્યારે લશ્કર બને. શરુમાં તો આવે
જ છે એક-બે, પછી વૃદ્ધિ થાય છે. તમે જાણો છો ક્રાઈસ્ટ પણ કોઈ વેષ માં આવશે. બેગર
રુપ માં પહેલાં નંબરવાળા પછી જરુર લાસ્ટ નંબર માં હશે. ક્રિશ્ચન લોકો ઝટ કહેશે
બરોબર ક્રાઈસ્ટ આ સમયે બેગર રુપ માં છે. સમજે છે પુનર્જન્મ તો લેવાનો જ છે.
તમોપ્રધાન તો જરુર દરેકે બનવાનું છે. આ સમયે આખી દુનિયા તમોપ્રધાન જડ-જડીભૂત છે. આ
જૂની દુનિયા નો વિનાશ જરુર થવાનો છે. ક્રિશ્ચન લોકો પણ કહેશે ક્રાઈસ્ટ થી ૩ હજાર
વર્ષ પહેલાં હેવન (સ્વર્ગ) હતું પછી જરુર હવે બનશે. પરંતુ આ વાતો સમજાવે કોણ? બાપ
કહે છે હમણાં તે અવસ્થા બાળકોની ક્યાં છે. ઘડી-ઘડી લખે છે અમે યોગ માં નથી રહી શકતાં.
બાળકોની એક્ટિવિટી (પ્રવૃત્તિ) થી સમજી જાય છે. બાબા ને સમાચાર આપવાથી પણ ડરે છે.
બાપ તો બાળકો ને કેટલો પ્રેમ કરે છે? પ્રેમ થી નમસ્તે કરે છે. બાળકો માં તો અહંકાર
રહે છે. સારા-સારા બાળકોને માયા ભુલાવી દે છે. બાબા સમજી શકે છે, કહે છે હું
નોલેજફુલ છું. જાની-જાનનહાર નો મતલબ એ નથી કે હું બધાનાં મન ને જાણું છું. હું આવ્યો
છું જ ભણાવવા, નહીં કે રીડ કરવા (જાણવા). હું કોઈ ને રીડ નથી કરતો, તો આ સાકાર (બ્રહ્મા)
પણ રીડ નથી કરતાં. એમને બધું જ ભુલવાનું છે. રીડ પછી શું કરશે? તમે અહીં આવો જ છો
ભણવાં. ભક્તિમાર્ગ જ અલગ છે. આ પણ પડવાનો ઉપાય જોઈએ ને? આ વાતો થી જ તમે પડો છો. આ
ડ્રામા નો ખેલ બનેલો છે. ભક્તિમાર્ગ નાં શાસ્ત્રો વાંચતાં-વાંચતાં તમે નીચે ઉતરતા
તમોપ્રધાન બનો છો. હમણાં તમારે આ છી-છી દુનિયામાં બિલકુલ રહેવાનું નથી. કળિયુગ પછી
સતયુગ આવવાનો છે. હમણાં છે આ સંગમયુગ. આ બધી વાતો ધારણ કરવાની છે. બાપ જ સમજાવે છે
બાકી તો આખી દુનિયાની બુદ્ધિ પર ગોદરેજ નું તાળું લાગેલું છે. તમે સમજો છો આ
દૈવીગુણ વાળા હતાં એ જ ફરી આસુરી ગુણવાળા બને છે. બાપ સમજાવે છે હવે ભક્તિમાર્ગની
વાતો બધી ભૂલી જાઓ. હવે હું જે સંભળાવું છું, તે સાંભળો, હિયરનો ઈવિલ... હવે મુજ એક
થી સાંભળો. હમણાં હું તમને તારવા આવ્યો છું.
તમે છો ઈશ્વરીય
સંપ્રદાય. પ્રજાપિતા બ્રહ્મા નાં મુખ-કમળ થી તમારો જન્મ થાય છે ને? આટલા બધાં
એડોપ્ટેડ (દત્તક) બાળકો છો. એમને આદિદેવ કહેવાય છે. મહાવીર પણ કહે છે. આપ બાળકો
મહાવીર છો ને - જે યોગબળ દ્વારા માયા પર જીત મેળવો છો. બાપ ને કહેવાય છે જ્ઞાન નાં
સાગર. જ્ઞાનસાગર બાપ તમને અવિનાશી જ્ઞાન રત્નો ની થાળીઓ ભરીને આપે છે. તમને માલામાલ
બનાવે છે. જે જ્ઞાન ધારણ કરે છે તે ઊંચ પદ મેળવે છે, જે ધારણા નથી કરતા તે જરુર નીચું
પદ મેળવશે. બાપ પાસે થી તમે કારુન (કુબેર) નો ખજાનો મેળવો છો. અલ્લાહ અવલદિન ની પણ
કથા છે ને? તમે જાણો છો ત્યાં આપણને કોઈ અપ્રાપ્ત વસ્તુ નથી રહેતી. ૨૧ જન્મો માટે
વારસો બાપ આપી દે છે. બેહદનાં બાપ બેહદ નો વારસો આપે છે. હદ નો વારસો મળવા છતાં પણ
બેહદ નાં બાપ ને યાદ જરુર કરે છે - હે પરમાત્મા, રહેમ કરો, કૃપા કરો. આ કોઈને ખબર
થોડી છે, એ શું આપવાવાળા છે? હમણાં તમે સમજો છો બાબા તો આપણને વિશ્વ નાં માલિક બનાવે
છે. ચિત્રો માં પણ છે બ્રહ્મા દ્વારા સ્થાપના, બ્રહ્મા સામે બેઠાં છે સાધારણ.
સ્થાપના કરશે તો જરુર તેમને જ બનાવશે ને? બાપ કેટલું સરસ રીતે સમજાવે છે? તમે પૂરું
સમજાવી નથી શકતાં. ભક્તિમાર્ગ માં શંકર ની આગળ જઈને કહે છે - ભરી દો ઝોળી. આત્મા કહે
છે અમે કંગાળ છીએ. અમારી ઝોળી ભરો, અમને આવા બનાવો. હમણાં તમે ઝોળી ભરવા માટે આવ્યા
છો. કહે છે અમે તો નર થી નારાયણ બનવા ઈચ્છીએ છીએ. આ ભણતર જ નર થી નારાયણ બનવાનું
છે. જૂની દુનિયામાં આવવાનું દિલ કોનું થશે? પરંતુ નવી દુનિયામાં તો બધા નહીં આવશે.
કોઈ ૨૫ ટકા જૂની દુનિયામાં આવશે. કંઈક કમી તો પડશે ને? થોડો પણ કોઈને મેસેજ આપતા
રહેશો તો તમે સ્વર્ગનાં માલિક જરુર બનશો. હમણાં નર્ક નાં માલિક પણ બધા છે ને? રાજા,
રાણી, પ્રજા બધા માલિક છે. ત્યાં હતાં ડબલ સિરતાજ (તાજધારી). હમણાં તે નથી. આજકાલ
તો ધર્મ વગેરે ને કોઈ માનતું નથી. દેવી-દેવતા ધર્મ જ ખતમ થઈ ગયો છે. ગવાય છે રિલીજન
ઈઝ માઈટ (ધર્મ શક્તિ છે), ધર્મ ને ન માનવાનાં કારણે તાકાત નથી રહી. બાપ સમજાવે છે -
મીઠાં-મીઠાં બાળકો, તમે જ પૂજ્ય થી પુજારી બનો છો. ૮૪ જન્મ લો છો ને? હમ સો
બ્રાહ્મણ, સો દેવતા પછી સો ક્ષત્રિય... બુદ્ધિ માં આ આખું ચક્ર આવે છે ને? આ ૮૪ નું
ચક્ર આપણે લગાવતા જ રહીએ છીએ હવે ફરી પાછા ઘરે જવાનું છે. પતિત કોઈ જઈ ન શકે. આત્મા
જ પતિત અથવા પાવન બને છે. સોના માં ખાદ પડે છે ને? ઘરેણા માં નથી પડતી, આ છે
જ્ઞાન-અગ્નિ જેનાથી બધી ખાદ નીકળી તમે પાક્કું સોનું બની જશો પછી ઘરેણા (શરીર) પણ
તમને સારા મળશે. હમણાં આત્મા પતિત છે તો પાવન ની આગળ નમન કરે છે. કરે તો બધું જ
આત્મા છે ને? હવે બાપ સમજાવે છે - બાળકો, ફક્ત મામેકમ્ યાદ કરો તો બેડો પાર થઈ જશે.
પવિત્ર બની પવિત્ર દુનિયામાં ચાલ્યા જશો. હવે જે જેટલો પુરુષાર્થ કરશે. બધાને આ જ
પરિચય આપતા રહો. તે છે હદ નાં બાપ, આ છે બેહદ નાં બાપ. સંગમ પર જ બાપ આવે છે સ્વર્ગ
નો વારસો આપવા. તો આવા બાપ ને યાદ કરવા પડે ને? શિક્ષક ને ક્યારેય વિદ્યાર્થી ભૂલે
છે શું? પરંતુ અહીં માયા ભુલાવતી રહેશે. બહુ જ ખબરદાર રહેવાનું છે. યુદ્ધ નું મેદાન
છે ને? બાપ કહે છે હવે વિકાર માં નહીં જાઓ, ગંદા નહીં બનો. હવે તો સ્વર્ગ માં જવાનું
છે. પવિત્ર બનીને જ પવિત્ર નવી દુનિયાનાં માલિક બનશો. તમને વિશ્વ ની બાદશાહી આપું
છું. ઓછી (નાની) વાત છે શું? ફક્ત આ એક જન્મ પવિત્ર બનો. હમણાં પવિત્ર નહીં બનશો તો
નીચે પડી જશો. ટેમ્પટેશન (પ્રલોભન) ઘણાં છે. કામ પર જીત મેળવવાથી તમે જગત નાં માલિક
બનશો. તમે સ્પષ્ટ કહી શકો છો પરમપિતા પરમાત્મા જ જગદ્દગુરુ છે જે આખા જગત ને સદ્દગતિ
આપે છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. અવિનાશી
જ્ઞાન-રત્નો થી બુદ્ધિરુપી ઝોળી ભરીને માલામાલ બનવાનું છે. કોઈ પણ પ્રકાર નો અહંકાર
નથી દેખાડવાનો.
2. સર્વિસ લાયક બનીને
પછી ક્યારેય ટ્રેટર (દગાબાજ) બની ડિસસર્વિસ નથી કરવાની. દાન આપ્યા પછી ખૂબ-ખૂબ
ખબરદાર રહેવાનું છે, દાન આપેલી ચીજ પાછી લેવાનો સંકલ્પ પણ ન આવે.
વરદાન :-
ડાયરેક્ટ પરમાત્મ - લાઈટ નાં
કનેક્શન દ્વારા અંધકાર ને ભગાવવા વાળા લાઈટ હાઉસ ભવ
આપ બાળકો ની પાસે
ડાયરેક્ટ પરમાત્મ-લાઈટ નું કનેક્શન છે. ફક્ત સ્વમાન ની સ્મૃતિ ની સ્વિચ ડાયરેક્ટ
લાઈન થી ઓન કરો તો લાઈટ આવી જશે અને કેટલી પણ ગહેરી (તેજ) સૂર્ય ની રોશની ને પણ
છુપાવવા વાળા કાળા વાદળ હોય, તે પણ ભાગી જશે. આનાથી સ્વયં તો લાઈટ માં રહેશો જ પરંતુ
બીજાઓ માટે પણ લાઈટ હાઉસ બની જશો.
સ્લોગન :-
સ્વ પુરુષાર્થ
માં તીવ્ર બનો તો તમારા વાયબ્રેશન થી બીજાઓની માયા સહજ ભાગી જશે.