30-03-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  30.11.2004    બાપદાદા મધુબન


“ હવે પોતાની ચલન અને ચહેરા દ્વારા બ્રહ્મા બાપ સમાન અવ્યક્ત રુપ દેખાડો , સાક્ષાત્કાર મૂર્ત

 બનો”
 


આજે ભાગ્ય વિધાતા બાપ પોતાનાં ચારેય તરફ નાં શ્રેષ્ઠ ભાગ્યવાન બાળકો ને જોઈ હર્ષિત થઈ રહ્યાં છે. આખા કલ્પ માં આવું શ્રેષ્ઠ ભાગ્ય કોઈ નું પણ ન હોઈ શકે. કલ્પ-કલ્પ નાં તમે બાળકો જ આ ભાગ્ય નો અધિકાર પ્રાપ્ત કરો છો. યાદ છે - પોતાનાં કલ્પ-કલ્પ નાં અધિકાર નું ભાગ્ય? આ ભાગ્ય સર્વશ્રેષ્ઠ ભાગ્ય કેમ છે? કારણકે સ્વયં ભાગ્ય વિધાતાએ આ શ્રેષ્ઠ ભાગ્ય નો દિવ્ય જન્મ આપ બાળકો ને આપ્યો છે, જેમનો જન્મ જ ભાગ્ય વિધાતા દ્વારા છે, એનાથી શ્રેષ્ઠ ભાગ્ય બીજું હોઈ જ નથી શકતું. પોતાનાં ભાગ્ય નો નશો સ્મૃતિ માં રહે છે? પોતાનાં ભાગ્ય નું લિસ્ટ કાઢો તો કેટલું મોટું લિસ્ટ છે? અપ્રાપ્ત કોઈ વસ્તુ નથી આપ બ્રાહ્મણો નાં ભાગ્યવાન જીવન માં. બધા નાં મન માં પોતાનાં ભાગ્ય નું લિસ્ટ સ્મૃતિ માં આવી ગયું! સ્મૃતિ માં લાવો, આવી ગયું સ્મૃતિ માં? દિલ કયું ગીત ગાય છે? વાહ ભાગ્ય વિધાતા! અને વાહ મારું ભાગ્ય! આ શ્રેષ્ઠ ભાગ્ય ની વિશેષતા આ જ છે - એક ભગવાન દ્વારા ત્રણ સંબંધ ની પ્રાપ્તિ છે. એક દ્વારા એક માં ત્રણ સંબંધ, જે જીવન માં વિશેષ સંબંધ ગવાયેલા છે - બાપ, શિક્ષક, સદ્દગુરુ, કોઈ ને પણ એક દ્વારા ત્રણ વિશેષ સંબંધ અને પ્રાપ્તિ નથી. તમે ફલક થી કહો છો અમારા બાપ પણ છે, શિક્ષક પણ છે તો સદ્દગુરુ પણ છે. બાપ દ્વારા સર્વ ખજાનાઓ ની ખાણ પ્રાપ્ત છે. ખજાનાઓ નું લિસ્ટ પણ સ્મૃતિ માં આવ્યું. સ્મૃતિ માં લાવો કયા-કયા ખજાના બાપ દ્વારા મળી ગયાં! મળી ગયા છે કે મળવાના છે? શું કહેશો? બાળક સો (તો) માલિક છે જ. શિક્ષક દ્વારા શિક્ષા થી શ્રેષ્ઠ પદ ની પ્રાપ્તિ થઈ ગઈ. આમ પણ જોઈએ તો દુનિયામાં પણ સૌથી શ્રેષ્ઠ પદ રાજ્ય પદ ગવાય છે, તો તમે તો ડબલ રાજા બની ગયા છો. વર્તમાન સ્વરાજ્ય અધિકારી અને ભવિષ્ય માં અનેક જન્મ રાજ્ય પદ અધિકારી. ભણતર એક જન્મ નું, તે પણ નાનકડો જન્મ અને પદ ની પ્રાપ્તિ અનેક જન્મ અને રાજ્ય પણ અખંડ, અટલ, નિર્વિઘ્ન રાજ્ય. હમણાં પણ સ્વરાજ્ય અધિકારી બેફિકર બાદશાહ છો, છો? બેફિકર બાદશાહ બન્યાં છો? જે બેફિકર છે તે હાથ ઉઠાવો. બેફિકર, થોડી પણ ફિકર નથી? જોજો, જ્યારે કોઈ પપેટ શો સામે આવે છે તો પછી ફિકર થાય છે? માયા નો પપેટ શો સામે આવે છે કે નહીં? પછી થોડી-થોડી ફિકર થાય છે? નથી થતી? થોડી ચિંતા, ચિંતન ચાલે છે કે નથી ચાલતું? તેવી રીતે શ્રેષ્ઠ ભાગ્ય હમણાં થી બેફિકર બાદશાહ બનાવે છે. આ થોડી ઘણી જો વાતો આવે છે તે વધારે જ આગળ માટે અનુભવી, પરિપક્વ બનાવવા વાળી છે.

હવે તો બધા આ ભિન્ન-ભિન્ન વાતો નાં અનુભવી થઈ ગયા છો ને? ગભરાતા તો નથી ને? આરામ થી સાક્ષી ની સીટ પર બેસી આ પપેટ શો જુઓ, કાર્ટૂન શો જુઓ. કંઈ પણ નથી, કાર્ટૂન છે. હવે તો મજબૂત થઈ ગયા છો ને? હમણાં મજબૂત છો? કે ક્યારેક-ક્યારેક ગભરાઓ છો? આ કાગળ નો સિંહ બનીને આવે છે. છે કાગળ નો પરંતુ સિંહ બનીને આવે છે. હવે સમય પ્રમાણે અનુભવી મૂર્ત બની સમય ને, પ્રકૃતિ ને, માયા ને ચેલેન્જ કરો - આવો, અમે વિજયી છીએ. વિજય ની ચેલેન્જ કરો. (વચ્ચે-વચ્ચે ખાસી આવી રહી છે) આજે વાજુ થોડું ખરાબ છે, મળવાનું તો છે ને?

બાપદાદા ની પાસે બે ગ્રુપ વારંવાર આવે છે, શા માટે આવે છે? બંને ગ્રુપ બાપદાદા ને કહે છે - અમે તૈયાર છીએ. એક આ સમય, પ્રકૃતિ અને માયા. માયા સમજી ગઈ છે હવે મારું રાજ્ય જવાનું છે. અને બીજું ગ્રુપ છે- એડવાન્સ પાર્ટી. બંને ગ્રુપ તારીખ પૂછી રહ્યાં છે. ફોરેન માં તો એક વર્ષ પહેલા તારીખ ફિક્સ કરો છો ને? અને અહીં ૬ મહિના પહેલાં? ભારત માં ફાસ્ટ જાય છે, ૧૫ દિવસ માં પણ કોઈ પ્રોગ્રામ ની તારીખ થઈ જાય છે. તો સમાપ્તિ, સંપન્નતા, બાપ સમાન બનવાની તારીખ કઈ છે? તે બાપદાદા ને પૂછે છે. આ તારીખ હવે આપ બ્રાહ્મણોએ ફિક્સ કરવાની છે. થઈ શકે છે? તારીખ ફિક્સ થઈ શકે છે? પાંડવ, બોલો? ત્રણેય બોલો. (બાપદાદા નિર્વૈર ભાઈ, રમેશ ભાઈ, બૃજમોહન ભાઈ ને પૂછી રહ્યાં છે) તારીખ ફિક્સ થઈ શકે છે? બોલો-થઈ શકે છે? કે અચાનક થવાની છે? ડ્રામા માં ફિક્સ છે પરંતુ એને પ્રેક્ટિકલ માં લાવવાની છે કે નહીં? તે શું? બતાવો. થવાની છે? અચાનક થશે? તારીખ ફિક્સ નહીં થશે? થશે? પહેલી લાઈન વાળા બતાવો થશે? જે કહે છે ડ્રામા ને પ્રેક્ટિકલ માં લાવવા માટે મન માં તારીખ નો સંકલ્પ કરવો પડશે, તે હાથ ઉઠાવો. કરવો પડશે? આ નથી ઉઠાવી રહ્યાં? અચાનક થશે? તારીખ ફિક્સ કરી શકો છો? પાછળ વાળાએ સમજી લીધું? અચાનક થવાનું છે આ સાચ્ચું છે પરંતુ પોતાને તૈયાર કરવા માટે લક્ષ જરુર રાખવું પડશે. લક્ષ વગર સંપન્ન બનવામાં અલબેલાપણું આવી જાય છે. તમે જુઓ જ્યારે તારીખ ફિક્સ કરો છો ત્યારે સફળતા મળે છે. કોઈ પણ પ્રોગ્રામ ની તારીખ ફિક્સ કરો છો ને? બનવાનું જ છે, આ સંકલ્પ તો કરવો પડશે ને? કે નહીં, ડ્રામા માં જાતે જ થઈ જશે? શું સમજો છો? પહેલી લાઈન વાળા બતાવો. પ્રેમ (દહેરાદુન), સંભળાવો. કરવું પડશે, કરવું પડશે? જયંતિ બોલો, કરવું પડશે? તે ક્યારે થશે? અંત માં થશે જ્યારે સમય આવી જશે? સમય સંપન્ન બનાવશે કે તમે સમય ને સમીપ લાવશો?

બાપદાદાએ જોયું કે સ્મૃતિ માં જ્ઞાન પણ રહે છે, નશો પણ રહે છે, નિશ્ચય પણ રહે છે, પરંતુ હવે એડિશન જોઈએ - ચલન અને ચહેરા થી દેખાઈ આવે. બુદ્ધિ માં યાદ બધું રહે છે, સ્મૃતિ માં પણ આવે છે પરંતુ હવે સ્વરુપ માં આવે. જ્યારે સાધારણ રુપ માં પણ જો કોઈ મોટા ઓક્યુપેશન વાળા છે અથવા કોઈ સાહુકાર નાં બાળકો એજ્યુકેટેડ છે તો એમની ચલન થી દેખાય છે કે આ કાંઈક છે. એમનું કાંઈક ને કાંઈક ન્યારાપણું દેખાય છે. તો આટલું મોટું ભાગ્ય, વારસો પણ છે, ભણતર અને પદ પણ છે. સ્વરાજ્ય તો હમણાં પણ છે ને? પ્રાપ્તિઓ જ પણ બધી છે, પરંતુ ચલન અને ચહેરા થી ભાગ્ય નો સિતારો મસ્તક માં ચમકતો દેખાય, તે હવે એડિશન (સાથે) જોઈએ. હવે લોકોને આપ શ્રેષ્ઠ ભાગ્યવાન આત્માઓ દ્વારા આ અનુભવ થવાનો છે, થવો જોઈએ નહીં, થવાનો છે કે આ અમારા ઈષ્ટ દેવ છે, ઈષ્ટ દેવીઓ છે, આ અમારા છે. જેવી રીતે બ્રહ્મા બાપ માં જોયું - સાધારણ તન માં હોવા છતાં પણ આદિ નાં સમય માં પણ બ્રહ્મા બાપ માં શું દેખાતું હતું, કૃષ્ણ દેખાતા હતાં ને? આદિ વાળા ને અનુભવ છે ને? તો જેવી રીતે આદિ માં બ્રહ્મા બાપ દ્વારા કૃષ્ણ દેખાતા હતાં એવી જ રીતે અંત માં શું દેખાતું હતું? અવ્યક્ત રુપ દેખાતું હતું ને? ચલન માં, ચહેરા માં દેખાયું ને? હવે બાપદાદા વિશેષ નિમિત્ત બાળકો ને આ હોમવર્ક આપી રહ્યાં છે કે હવે બ્રહ્મા બાપ સમાન અવ્યક્ત રુપ દેખાય. ચલન અને ચહેરા થી ઓછા માં ઓછા ૧૦૮ માળા નાં દાણા તો દેખાય. બાપદાદા નામ નથી ઈચ્છતા, નામ નથી બતાવતા - ૧૦૮ કોણ છે પરંતુ એમની ચલન અને ચહેરા સ્વત: જ પ્રત્યક્ષ થાય. આ હોમવર્ક બાપદાદા નિમિત્ત બાળકો ને વિશેષ આપી રહ્યાં છે. થઈ શકે છે? અચ્છા, કેટલો સમય જોઈએ? એવું નહીં સમજતા કે જે પાછળ આવ્યા છે, સમય ની વાત નથી, કોઈ સમજે અમને તો થોડા વર્ષ જ થયા છે. કોઈ પણ લાસ્ટ સો ફાસ્ટ અને ફાસ્ટ સો ફર્સ્ટ જઈ શકે છે, આ પણ બાપદાદા ની ચેલેન્જ છે, કરી શકો છો. કોઈ પણ કરી શકો છો. લાસ્ટ વાળા પણ બની શકે છે. ફક્ત લક્ષ પાક્કું રાખો - કરવાનું જ છે, થવાનું જ છે.

ડબલ ફોરેનર્સ, હાથ ઉઠવો. તો ડબલ ફોરેનર્સ શું કરશે? ડબલ ચાન્સ લેશે ને? બાપદાદા નામ નહીં એનાઉન્સ કરશે પરંતુ એમનો ચહેરો બતાવશે-આ છે. હિંમત છે? પહેલી લાઈન ને બાપદાદા જોઈ રહ્યાં છે. છે? હિંમત છે? જો હિંમત છે તો હાથ ઉઠાવો. હિંમત છે તો પાછળ વાળા પણ ઉઠાવી શકે છે. જે ઓટે સો અર્જુન. અચ્છા-બાપદાદા રીઝલ્ટ જોવા માટે, શું-શું પુરુષાર્થ કરી રહ્યાં છે, કોણ-કોણ કરી રહ્યું છે તે રીઝલ્ટ જોવા માટે ૬ મહિના આપી રહ્યાં છે. ૬ મહિના રિઝલ્ટ જોશે પછી ફાઈનલ કરશે. ઠીક છે? કારણકે જોવાય છે કે હમણાં સમય ની રફતાર તેજ જઈ રહી છે, રચના એ તેજ (તીવ્ર) ન જવું જોઈએ, રચયિતા એ તેજ થવું જોઈએ. હવે થોડું ફાસ્ટ કરો, ઉડો હવે. ચાલી રહ્યા છીએ ના, ઉડી રહ્યા છીએ. જવાબ માં બહુ જ સારો જવાબ આપે છે કે અમે જ તો છીએ ને! બીજું કોણ બનશે? બાપદાદા ખુશ થાય છે. પરંતુ હવે લોકો (આત્માઓ) જે છે ને, તે કાંઈક જોવા ઈચ્છે છે. બાપદાદા ને યાદ છે જ્યારે આદિ માં આપ બાળકો સેવા માં નીકળતા હતાં તો બાળકો દ્વારા પણ સાક્ષાત્કાર થતા હતાં, હવે સેવા અને સ્વરુપ બંને તરફ અટેન્શન જોઈએ. તો શું સાંભળ્યું? હવે સાક્ષાત્કાર મૂર્ત બનો. સાક્ષાત્ બ્રહ્મા બાપ બનો. અચ્છા.

આજે નવાં-નવાં બાળકો પણ ખૂબ આવ્યાં છે. પોતાની સ્નેહ ની શક્તિ થી બધા પહોંચી ગયા છો એટલે બાપદાદા વિશેષ જે નવાં-નવાં બાળકો આવ્યાં છે, એમને દરેક ને નામ સહિત પદમગુણા મુબારક આપી રહ્યાં છે, સાથે વરદાતા વરદાન આપી રહ્યાં છે - સદા બ્રાહ્મણ જીવન માં જીવતા રહો, ઉડતા રહો. અચ્છા.

સેવાનો ટર્ન પંજાબ નો છે :- પંજાબ વાળા ઉઠો. બહુ જ સરસ. આ પણ વિધિ સારી બનાવી છે, દરેક ઝોન ને ચાન્સ મળી જાય છે. એક તો યજ્ઞ સેવા દ્વારા એક-એક કદમ માં પદમગુણા કમાણી જમા થઈ જાય છે કારણકે મેજોરીટી કોઈ પણ કર્મ કરતા યજ્ઞ સેવા યાદ રહે અને યજ્ઞ સેવા યાદ આવવાથી યજ્ઞ રચયિતા બાપ ની યાદ આવી જ જાય છે. તો સેવા માં પણ વધારે માં વધારે પુણ્ય નું ખાતું જમા કરી લો છો અને જે સાચાં પુરુષાર્થી બાળકો છે તે પોતાનાં યાદ નાં ચાર્ટ ને સહજ અને નિરંતર બનાવી શકે છે કારણકે અહીં એક તો મહારથીઓ નો સંગ છે, સંગ નો રંગ સહજ લાગી શકે છે. એટેન્શન છે તો આ જે ૮-૧૦ દિવસ મળે છે એમાં ખૂબ સારો પ્રોગ્રેસ કરી શકો છો. સાધારણ રીતે સેવા કરી તો એટલો લાભ નથી, પરંતુ ચાન્સ છે એક સહજ નિરંતર યોગી બનવા નો, પુણ્ય નું ખાતું જમા કરવાનો અને મોટા માં મોટા પરિવાર નાં નશા માં, ખુશી માં રહેવાનો. તો પંજાબ વાળા ને ચાન્સ મળ્યો છે, દરેક ઝોન ને મળે છે પરંતુ લક્ષ રાખો કે ત્રણેય ફાયદા થયાં? કેટલું પુણ્ય નું ખાતું જમા કર્યું? સહજ યાદ નો પ્રોગ્રેસ કેટલો કર્યો? અને સંગઠન તથા પરિવાર નાં સ્નેહ, સમીપતા નો કેટલો અનુભવ કર્યો? આ ત્રણેય વાતો નું રીઝલ્ટ દરેકે પોતાનું કાઢવું જોઈએ. ડ્રામા માં ચાન્સ તો મળે છે પરંતુ ચાન્સ લેવા વાળા ચાન્સલર બનો. તો પંજાબ વાળા તો હોંશિયાર છે ને? સારું છે. સારી સંખ્યા માં પણ આવ્યાં છો અને સેવા પણ ખુલ્લા દિલ થી મળી છે. આવવા વાળી સંખ્યા પણ સારી આવી છે. સારું છે, સંગઠન સારું છે.

(આજે બે વીંગ-ગ્રામ વિકાસ વીંગ અને મહિલા વીંગ મિટિંગ માટે આવ્યાં છે)

મહિલા વીંગ વાળા ઉઠો :- આમાં મેજોરીટી ટીચર્સ છે શું? ટીચર્સ, હાથ ઉઠાવો. સારો ચાન્સ છે. સેવાની સેવા અને સેવા ની પહેલાં મેવા. સંગઠન ની અને બાપ સાથે મિલન ની મજા લેજો. તો સેવા અને મેવા બંને મળી ગયાં. સારું છે. હવે કોઈ નવો પ્લાન બનાવ્યો? જે પણ ભલે મહિલાઓ નો છે કે કોઈ પણ વર્ગ નાં ગ્રુપ બનેલા છે. તો દરેક ગ્રુપ કાંઈક વિશેષ પ્રેક્ટિકલ ચલન અને ચહેરા પર કોઈ ન કોઈ ગુણ અથવા શક્તિ નું બીડું ઉઠાવે કે અમે આ ગ્રુપ, મહિલા ગ્રુપ આ ગુણ કે શક્તિ નું પ્રેક્ટિકલ પ્રત્યક્ષ રુપ માં લાવીશું. એવી રીતે દરેક વર્ગ વાળા કોઈ ન કોઈ પોતાનાં વિશેષ ફિક્સ કરે અને તેની પરસ્પર જેમ સર્વિસ નું રીઝલ્ટ નોંધ કરો છો ને, એમ પરસ્પર ભલે લેખન-વાંચન હોય કે સંગઠન હોય, આ પણ ચેક કરતા રહે. તો પહેલાં તમે લોકો કરીને દેખાડો. મહિલા વીંગ કરીને દેખાડો. ઠીક છે ને? દરેક વીંગે કાંઈ ન કાંઈ પોતાનો પ્લાન બનાવવાનો છે અને સમય ફિક્સ કરો કે આટલાં સમય માં આટલાં પર્સન્ટેજ પ્રેક્ટિકલ માં લાવવાનાં છે. પછી જે બાપદાદા ઈચ્છે છે ને, ચલન અને ચિત્ર પર આવે, તે આવી જશે. તો આ પ્લાન બનાવીને બાપદાદા ને આપજો. દરેક વીંગ શું કરશે? સેવા નાં પ્લાન જેમ નોંધ કરો છો ને, એમ આ કરીને આપજો. ઠીક છે ને? કરીને આપજો. સારું છે નાનાં-નાનાં સંગઠન કમાલ કરી શકે છે. ઠીક છે. શું સમજો છો ટીચર્સ? કરી શકો છો? કરી શકો છો? તો પ્લાન બનાવજો. અચ્છા. મુબારક છે સેવા ની.

ગ્રામ વિકાસ વીંગ વાળા ઉઠો :- હજી સુધી ગ્રામ વિકાસ વાળાઓએ કેટલાં ગામ પરિવર્તન કર્યા છે? કેટલાં ગામ માં કર્યુ છે? (૭ ગામ માં કર્યુ છે, એક ગામ માં ૭૫ % સુધી કામ થયું છે. આ મિટિંગ માં પણ પ્રોગ્રામ બનાવ્યો છે- “સમય ની પોકાર - સ્વચ્છ સ્વર્ણિમ ગ્રામ્ય ભારત” આ પ્રોજેક્ટ નાં અંતર્ગત ગામ-ગામ ને વ્યસન મુક્ત અને સ્વચ્છ બનાવવાની સેવા કરીશું) સારું છે- પ્રેક્ટિકલ છે ને? આનું ટોટલ રિઝલ્ટ જે છે પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર ની પાસે જાય છે? (હજી નથી મોકલ્યું) મોકલવું જોઈએ કારણકે આ જે ગામ-ગામ માં પ્રેક્ટિકલ કરી રહ્યાં છો, આ તો ગવર્મેન્ટ નું જ કામ છે પરંતુ તમે સહયોગી બની રહ્યાં છો તો રીઝલ્ટ જોઈને સારું માનશે. એક એવું બુલેટિન તૈયાર કરો જેનાથી ગવર્મેન્ટ નાં બધા મુખ્ય લોકો ને તે બુલેટિન જાય, પુસ્તક નહીં, મેગેઝીન નહીં, શોર્ટ (સાર) માં ટોટલ રીઝલ્ટ બધી બાજુ નું મોકલવું જોઈએ. સારું છે-મુબારક છે. અચ્છા - (વચ્ચે-વચ્ચે ખાંસી આવી રહી છે) આજે વાજુ શાંતિ ઈચ્છે છે. અચ્છા.

બાપદાદા ની પાસે, ચારેય તરફ નું સેવા નું રિઝલ્ટ પણ આવતું રહે છે અને વિશેષ આજકાલ કોઈ પણ ખૂણો રહી ન જાય - બધાને સંદેશ મળી જાય, આ પ્લાન જે પ્રેક્ટિકલ માં કરી રહ્યાં છે, એનું રીઝલ્ટ પણ સારુ છે. બાપદાદા ની પાસે ડબલ વિદેશી બાળકો નાં સમાચાર મળ્યાં છે અને જેમણે પણ મેગા પ્રોગ્રામ (ભારત માં) કર્યા છે, એમનાં સમાચાર પણ બધા મળે છે. ચારેય તરફ સેવા નું રીઝલ્ટ સફળતા પૂર્વક નીકળ્યું છે. તો બાળકોએ જેવી રીતે સેવા માં સંદેશ આપવા ની રીઝલ્ટ માં સફળતા પ્રાપ્ત કરી છે એવી રીતે જ વાણી દ્વારા, સંપર્ક દ્વારા અને સાથે-સાથે પોતાનાં ચહેરા દ્વારા સાક્ષાત્કાર ફરિશ્તા સ્વરુપ નો કરાવતા ચાલો.

અચ્છા - જે પહેલી વાર આવ્યાં છે તે હાથ ઉઠાવો. ખૂબ છે. સારું છે ટુ લેટ નાં બોર્ડ ની પહેલાં આવી ગયા છો, સારું છે, ચાન્સ લો. કમાલ કરીને દેખાડો. હિંમત રાખો, બાપદાદા ની મદદ દરેક બાળકો ની સાથે છે અચ્છા.

બાપદાદા ચારેય તરફ નાં સાકાર સન્મુખ બેઠેલા બાળકો ને અને પોત-પોતાનાં સ્થાન પર, દેશ માં બાપ સાથે મિલન મનાવવા વાળા ચારેય તરફ નાં બાળકો ને બહુ જ-બહુ જ સેવા ની, સ્નેહ ની અને પુરુષાર્થ ની મુબારક તો આપી રહ્યા છે પરંતુ પુરુષાર્થ માં તીવ્ર પુરુષાર્થી બની હવે આત્માઓ ને દુઃખ, અશાંતિ થી છોડાવવાનો વધારે તીવ્ર પુરુષાર્થ કરો. દુઃખ, અશાંતિ, ભ્રષ્ટાચાર અતિ માં જઈ રહ્યાં છે, હવે અતિ નો અંત કરી બધાને મુક્તિધામ નો વારસો બાપ પાસે થી અપાવો. એવી રીતે સદા દૃઢ સંકલ્પ વાળા બાળકો ને યાદ-પ્યાર અને નમસ્તે. ઓમ્ શાંતિ.

વરદાન :-
નમ્રતા અને ઓથોરિટી નાં બેલેન્સ દ્વારા બાપ ને પ્રત્યક્ષ કરવા વાળા વિશેષ સેવાધારી ભવ

જ્યાં બેલેન્સ હોય છે ત્યાં કમાલ દેખાય છે. જ્યારે તમે નમ્રતા અને સત્યતા ની ઓથોરિટી નાં બેલેન્સ થી કોઈને પણ બાપ નો પરિચય આપશો તો કમાલ દેખાશે. એ જ રુપ થી બાપ ને પ્રત્યક્ષ કરવાના છે. તમારા બોલ સ્પષ્ટ હોય, એમાં સ્નેહ પણ હોય. નમ્રતા અને મધુરતા પણ હોય તો મહાનતા અને સત્યતા પણ હોય ત્યારે પ્રત્યક્ષતા થશે. બોલવાની સાથે વચ્ચે-વચ્ચે અનુભવ કરાવતા જાઓ જેનાં થી લગન માં મગન મૂર્ત અનુભવ થાય. એવા સ્વરુપ થી સેવા કરવા વાળા જ વિશેષ સેવાધારી છે.

સ્લોગન :-
સમય પર કોઈ પણ સાધન ન હોય તો પણ સાધના માં વિઘ્ન ન પડે.

અવ્યક્ત ઇશારા - સત્યતા અને સભ્યતા રુપી કલ્ચર ને અપનાવો .

કોઈ-કોઈ સમજે છે કદાચ ક્રોધ કોઈ વિકાર નથી, આ શસ્ત્ર છે. પરંતુ ક્રોધ જ્ઞાની તું આત્મા માટે મહાશત્રુ છે કારણકે ક્રોધ અનેક આત્માઓ નાં સંબંધ, સંપર્ક માં આવવા થી પ્રસિદ્ધ થઈ જાય છે અને ક્રોધ ને જોઈને બાપ નાં નામ ની બહુ જ ગ્લાનિ થાય છે. કહેવા વાળા આ જ કહે છે, જોઈ લીધાં જ્ઞાની તું આત્મા બાળકો ને, એટલે એનાં અંશમાત્ર ને પણ સમાપ્ત કરી સભ્યતા પૂર્વક વ્યવહાર કરો.