30-04-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમારી
આ વન્ડરફુલ યુનિવર્સિટી છે , જેમાં બગડેલાં ને બનાવવા વાળા ભોળાનાથ બાપ શિક્ષક બનીને
તમને ભણાવે છે”
પ્રશ્ન :-
આ કયામત નાં સમય માં
આપ બાળકો સૌને કયું લક્ષ આપો છો?
ઉત્તર :-
હે આત્માઓ, હવે પાવન બનો, પાવન બન્યાં વગર પાછાં જઈ નહીં શકો. અડધાકલ્પ નો જે રોગ
લાગેલો છે, તેનાંથી મુક્ત થવા માટે તમે બધાને ૭ દિવસ ભઠ્ઠી માં બેસાડો છે. પતિતો
નાં સંગ થી દૂર રહે, કોઈ પણ યાદ ન આવે ત્યારે કંઈક બુદ્ધિ માં જ્ઞાન ની ધારણા થાય.
ગીત :-
તૂને રાત ગવાઈ…
ઓમ શાંતિ!
આ બાળકોને કોણે
કહ્યું? કારણકે સ્કૂલ માં બેઠેલાં છો તો જરુર શિક્ષકે કહ્યું. પ્રશ્ન ઉઠે છે આ
શિક્ષકે કહ્યું, બાપે કહ્યું કે સદ્દગુરુએ કહ્યું? આ વર્શન્સ (મહાવાક્ય) કોણે કહ્યાં?
બાળકો ને બુદ્ધિમાં પહેલાં-પહેલાં આ આવવું જોઈએ કે અમારા બેહદ નાં બાપ છે, જેમને
પરમપિતા પરમાત્મા કહેવાય છે. તો બાપે પણ કહ્યું, શિક્ષકે પણ કહ્યું તો સાથે-સાથે
સદ્દગુરુએ પણ કહ્યું. આ તમારી બુદ્ધિ માં છે, જે વિદ્યાર્થી છે. બીજી કોલેજ કે
યુનિવર્સિટી માં શિક્ષક ભણાવે છે, એમને કોઈ ફાધર કે ગુરુ નહીં કહેશે. આ છે પણ
પાઠશાળા, પછી યુનિવર્સિટી કહો કે કોલેજ કહો. છે તો ભણતર ને. પહેલાં-પહેલાં આ સમજવાનું
છે, પાઠશાળા માં અમને કોણ ભણાવે છે? બાળકો જાણે છે એ નિરાકાર જે બધા આત્માઓનાં બાપ
છે, સર્વ નાં સદ્દગતિ દાતા છે એ આપણને ભણાવી રહ્યાં છે. આ બધી રચના એ એક રચતા ની
મિલકત છે. તો પોતે જ બેસી રચના નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય સમજાવે છે. આપ બાળકોએ
જન્મ લીધો છે - બાપ ની પાસે. તમે બુદ્ધિ થી જાણો છો આપણા સર્વ આત્માઓનાં એ બાપ છે,
જેમને જ્ઞાન નાં સાગર, નોલેજફુલ કહેવાય છે. જ્ઞાન નાં સાગર છે, પતિત-પાવન છે. જ્ઞાન
થી જ સદ્દગતિ થાય છે, મનુષ્ય પતિત થી પાવન બને છે. હવે આપ બાળકો અહીંયા બેઠા છો.
બીજી કોઈ સ્કૂલ માં કોઈને બુદ્ધિ માં નથી રહેતું કે અમને જ્ઞાન નાં સાગર નિરાકાર
બાપ ભણાવી રહ્યાં છે. આ અહીં જ તમે જાણો છો. તમને જ સમજાવાય છે. ખાસ ભારત અને આમ આખી
દુનિયામાં એવું કોઈ પણ નહીં સમજશે કે અમને નિરાકાર પરમાત્મા ભણાવે છે. એમને ભણાવવા
વાળા છે જ મનુષ્ય શિક્ષક. અને પછી એવું પણ જ્ઞાન નથી જે સમજે - અમે આત્મા છીએ. આત્મા
જ ભણે છે. આત્મા જ બધું કરે છે. ફલાણી નોકરી આત્મા કરે છે - આ અવયવો દ્વારા. એમને
તો આ રહે છે કે અમે ફલાણાં છીએ. ઝટ પોતાનું નામ-રુપ યાદ આવી જાય છે. અમે આ કરીએ છીએ,
અમે આવી રીતે કરીએ છીએ. શરીર નું નામ જ યાદ આવી જાય છે, પરંતુ તે ખોટું છે. આપણે તો
પહેલાં આત્મા છીએ ને? પછી આ શરીર લીધું છે. શરીર નાં નામ બદલાતા રહે છે, આત્માનું
નામ તો નથી બદલાતું. આત્મા તો એક જ છે. બાપે કહ્યું છે મુજ આત્મા નું એક જ નામ શિવ
છે. આ આખી દુનિયા જાણે છે. બાકી આટલાં અનેક નામ શરીરો પર રખાય છે. શિવબાબા ને તો
શિવ જ કહે છે, બસ. એમનું કોઈ શરીર નથી દેખાતું. મનુષ્ય નાં ઉપર નામ પડે છે, હું
ફલાણો છું. અમને ફલાણા શિક્ષક ભણાવી રહ્યાં છે. નામ લેશે ને! હકીકત માં આત્મા શરીર
દ્વારા શિક્ષક નું કામ કરે છે, તેમનાં આત્મા ને ભણાવે છે. સંસ્કાર આત્મા માં હોય
છે. અવયવો દ્વારા ભણાવે છે, પાર્ટ ભજવે છે, સંસ્કાર અનુસાર. પરંતુ દેહ પર નામ જે
પડ્યાં છે, એનાં પર બધાં ધંધા વગેરે ચાલે છે. અહીં આપ બાળકો જાણો છો આપણને નિરાકાર
બાપ ભણાવે છે. તમારી બુદ્ધિ ક્યાં ચાલી ગઈ! આપણે આત્મા એ બાપ નાં બન્યાં છીએ. આત્મા
સમજે છે નિરાકાર પિતા અમને આવીને આ સાકાર દ્વારા ભણાવે છે. એમનું નામ છે શિવ.
શિવજયંતી પણ મનાવે છે. શિવ તો છે બેહદ નાં બાપ, એમને જ પરમપિતા પરમાત્મા કહેવાય છે.
તે સર્વ આત્માઓનાં બાપ છે, હવે એમની જયંતી કેવી રીતે મનાવે છે? આત્મા શરીર માં
પ્રવેશ કરે છે કે ગર્ભ માં આવે છે? ઉપર થી આવે છે? આ કોઈને ખબર નથી પડતી. ક્રાઈસ્ટ
ને ધર્મ સ્થાપક કહે છે. એમનો આત્મા પહેલાં-પહેલાં ઉપર થી આવવો જોઈએ. સતોપ્રધાન આત્મા
આવે છે. કોઈ પણ વિકર્મ કરેલા નથી. પહેલાં સતોપ્રધાન પછી સતો, રજો, તમો માં આવે છે
ત્યારે વિકર્મ થાય છે. પહેલાં આત્મા જે આવશે, સતોપ્રધાન હોવાનાં કારણે કોઈ દુઃખ ન
ભોગવી શકે. અડધો સમય જ્યારે પૂરો થાય છે ત્યારે વિકર્મ કરવા લાગે છે.
આજ થી ૫ હજાર વર્ષ
પહેલાં બરાબર સૂર્યવંશી રાજ્ય હતું બીજા બધાં ધર્મ પછી આવ્યાં. ભારતવાસી વિશ્વ નાં
માલિક હતાં. ભારત ને અવિનાશી ખંડ કહેવાય છે બીજો કોઈ ખંડ હતો નહીં. તો શિવબાબા છે
બિગડી ને બનાવવા વાળા, ભોળાનાથ શિવ ને કહેવાય છે ન કે શંકર ને. ભોળાનાથ શિવ બિગડી
ને બનાવવા વાળા છે. શિવ અને શંકર એક નથી, અલગ-અલગ છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર ની કોઈ
મહિમા નથી. મહિમા ફક્ત એક શિવ ની છે જે બિગડી ને બનાવે છે. કહે છે - હું સાધારણ
વૃદ્ધ તન માં આવું છું. આમણે ૮૪ જન્મ પૂરા કર્યા, હવે ખેલ પૂરો થયો. આ જૂનું શરીર,
જૂના સંબંધ પણ ખલાસ થઈ જવાનાં છે. હવે કોને યાદ કરીએ? ખતમ થવાવાળી વસ્તુ ને યાદ નથી
કરાતી. નવું મકાન બને છે તો પછી જૂનાં થી દિલ હટી જાય છે. આ પછી છે બેહદની વાત.
સર્વ ની સદ્દગતિ થાય છે અર્થાત્ રાવણ નાં રાજ્ય થી બધાને છૂટકારો મળે છે. રાવણે
બધાને બગાડી દીધાં છે. ભારત બિલકુલ જ કંગાળ ભ્રષ્ટાચારી છે. લોકો ભ્રષ્ટાચાર સમજે
છે કરપ્શન ને, એડલ્ટ્રેશન (ભેળસેળ) ને, ચોરી ઠગી ને. પરંતુ બાપ કહે છે - પહેલો
ભ્રષ્ટાચાર છે મૂત-પલીત બનવું. શરીર વિકાર થી જન્મે છે એટલે આને વિકારી દુનિયા
કહેવાય છે. સતયુગ ને નિર્વિકારી કહેવાય છે. આપણે સતયુગ માં પ્રવૃત્તિ માર્ગવાળા
દેવી-દેવતા હતાં. કહે છે પવિત્ર થવાથી વિકાર વગર બાળકો કેવી રીતે જન્મશે? કહો, અમે
પોતાની રાજધાની બાહુબળ થી નહીં યોગબળ થી સ્થાપન કરીએ છીએ. તો શું યોગબળ થી બાળકો ન
જન્મી શકે! જ્યારે છે જ નિર્વિકારી દુનિયા, પવિત્ર ગૃહસ્થ આશ્રમ. યથા રાજા-રાણી
સંપૂર્ણ નિર્વિકારી તથા પ્રજા. અહીં છે સંપૂર્ણ વિકારી. સતયુગ માં વિકાર હોતાં નથી.
એને કહેવાય છે ઇશ્વરીય રાજ્ય. ઈશ્વરીય બાપ નું સ્થાપન કરેલું. હમણાં તો છે રાવણ
રાજ્ય. શિવબાબા ની પૂજા થાય છે, જેમણે સ્વર્ગ સ્થાપન કર્યું. રાવણ, જેણે નર્ક
બનાવ્યું એને બાળતાં આવે છે. દ્વાપર ક્યારે શરું થયું? આ પણ કોઈને ખબર નથી. આ પણ
સમજવાની વાત છે. આ છે જ તમોપ્રધાન આસુરી દુનિયા. તે છે ઇશ્વરીય દુનિયા. તેને સ્વર્ગ
દૈવી પાવન દુનિયા કહેવાય છે. આ છે નર્ક, પતિત દુનિયા. આ વાતો પણ સમજશે તે જે રોજ
ભણશે. ઘણાં કહે છે ફલાણી જગ્યા સ્કૂલ થોડી છે? અરે મુખ્ય કાર્યાલય તો છે ને. તમે
આવીને ડાયરેક્શન (માર્ગદર્શન) લઈ જાઓ. મોટી વાત તો નથી. સૃષ્ટિ ચક્ર ને સેકન્ડ માં
સમજાવાય છે. સતયુગ, ત્રેતા ભૂતકાળ થઈ ગયાં પછી દ્વાપર, કળિયુગ, આ પણ ભૂતકાળ થયું.
હમણાં છે સંગમયુગ. નવી દુનિયામાં જવા માટે ભણવાનું છે. દરેક નો હક છે ભણવાનો. બાબા
અમે નોકરી કરીએ છીએ. સારું, એક સપ્તાહ જ્ઞાન લઇ પછી ચાલ્યાં જજો, મોરલી મળતી રહેશે.
પહેલાં ૭ દિવસ ભઠ્ઠી માં જરુર રહેવાનું છે. ભલે ૭ દિવસ આવશે બધાની બુદ્ધિ એક જેવી
નહીં હશે. ૭ દિવસ ભઠ્ઠી એટલે કોઈની પણ યાદ ન આવે. કોઈ થી પત્ર વ્યવહાર વગેરે પણ ન
હોય. બધાં એક જેવું તો સમજી નથી શકતાં. અહીં પતિતોએ પાવન બનવાનું છે. આ પતિતપણું પણ
રોગ છે, અડધાકલ્પ નાં મહારોગી મનુષ્ય છે. એમને અલગ બેસાડવાં પડે. કોઈનો પણ સંગ ન
હોય. બહાર જશે, ઉલ્ટું-સુલ્ટું ખાશે, પતિત નાં હાથ નું ખાશે. સતયુગ માં દેવતાઓ પાવન
છે ને. તેમનાં માટે જુઓ, ખાસ મંદિર બને છે. દેવતાઓ ને પછી પતિત અડી ન શકે. આ સમયે
તો મનુષ્ય બિલકુલ પતિત ભ્રષ્ટાચારી છે. શરીર વિષ થી પેદા થાય છે એટલે એને
ભ્રષ્ટાચારી કહેવાય છે. સંન્યાસીઓનું પણ શરીર વિષ થી બનેલું છે. બાપ કહે છે
પહેલાં-પહેલાં આત્માએ પવિત્ર થવાનું છે, પછી શરીર પણ પવિત્ર જોઈએ એટલે જૂનાં
અપવિત્ર શરીર બધાં વિનાશ થઈ જવાનાં છે. બધાએ પાછું જવાનું છે. આ છે કયામત નો સમય.
બધાએ પવિત્ર બની પાછું જવાનું છે. ભારત માં જ હોળિકા મનાવે છે. અહીંયા પાંચ તત્વો
નાં શરીર તમોપ્રધાન છે. સતયુગ માં શરીર પણ સતોપ્રધાન હોય છે. શ્રીકૃષ્ણ નું ચિત્ર
છે ને! નર્ક ને લાત મારવાની હોય છે કારણ કે સતયુગ માં જવાનું છે. મડદા ને પણ જ્યારે
સ્મશાન માં લઈ જાય છે તો પહેલાં મુખ શહેર તરફ, પગ સ્મશાન તરફ કરે છે. પછી જ્યારે
સ્મશાન ની અંદર જાય છે તો મુખ સ્મશાન તરફ કરી દે છે. હવે તમે સ્વર્ગ માં જાઓ છો તો
તમારું મુખ એ તરફ છે. શાંતિધામ અને સુખધામ, પગ દુ:ખધામ તરફ છે. તે તો મડદા ની વાત
છે, અહીં તો પુરુષાર્થ કરવાનો હોય છે. સ્વીટ હોમ ને યાદ કરતાં-કરતાં આપ આત્માઓ
સ્વીટ હોમ માં ચાલ્યાં જશો. આ છે બુદ્ધિ ની પ્રેક્ટિસ (અભ્યાસ). આ બાપ બેસી બધાં
રહસ્ય સમજાવે છે. તમે જાણો છો હવે આપણે આત્માઓએ જવાનું છે ઘરે. આ જુનું શરીર જૂની
દુનિયા છે, નાટક પૂરું થયું એટલે ૮૪ જન્મ પાર્ટ ભજવ્યો. આ પણ સમજાવ્યું છે કે બધાં
૮૪ જન્મ નથી લેતાં. જે આવે જ પાછળ થી છે બીજા ધર્મ માં, જરુર એમનાં ઓછાં જન્મ હશે.
ઈસ્લામીઓથી બૌદ્ધિઓનાં ઓછા. ક્રિશ્ચન નાં એનાથી ઓછાં. ગુરુ નાનક નાં સિક્ખ લોકો
આવ્યા જ હમણાં છે. ગુરુનાનક ને ૫૦૦ વર્ષ થયાં તો તે થોડી ૮૪ જન્મ લેશે. હિસાબ કરાય
છે. ૫ હજાર વર્ષ માં આટલાં જન્મ, તો ૫૦૦ વર્ષ માં કેટલાં જન્મ થયાંં હશે? ૧૨-૧૩
જન્મ. ક્રાઈસ્ટ નાં ૨ હજાર વર્ષ હશે તો એમનાં કેટલાં જન્મ હશે? અડધા થી પણ ઓછા થઇ
જશે. હિસાબ છે ને. એમાં કોઈ કેટલાં, કોઈ કેટલાં… એક્યુરેટ કહી ન શકાય. આ વાતો માં
ચર્ચા કરવામાં વધારે સમય નથી કરવાનો. તમારું કામ છે બાપ ને યાદ કરવાં. ફાલતું વાતો
માં બુદ્ધિ ન જવી જોઈએ. બાપ થી યોગ લગાડવાનો, ચક્ર ને જાણવાનું છે. બાકી પાપ નષ્ટ
થશે યાદ થી. આમાં જ મહેનત છે એટલે ભારત નો પ્રાચીન યોગ કહે છે, જે બાપ જ શીખવાડે
છે. સતયુગ, ત્રેતા માં તો યોગ ની વાત જ નથી. પછી ભક્તિમાર્ગ માં હઠયોગ શરું થાય છે.
આ છે સહજ રાજયોગ. બાપ કહે છે - મને યાદ કરવાથી પાવન બનશો. મૂળ વાત યાદ ની છે. કોઈ
પણ પાપ નથી કરવાનાં. દેવી-દેવતાઓનાં મંદિર છે કારણ કે પાવન છે. પૂજારી લોકો તો પતિત
છે. પાવન દેવતાઓને સ્નાન વગેરે કરાવે છે. હકીકત માં પતિત નાં હાથ પણ ન લાગવાં જોઈએ.
આ બધાં છે ભક્તિમાર્ગ નાં રીત-રિવાજ. હમણાં તો આપણે પાવન બની રહ્યાં છીએ. પવિત્ર બની
જઈશું તો પછી દેવતા બની જઈશું. ત્યાં તો પૂજા વગેરે ની દરકાર નથી રહેતી. સર્વ નાં
સદ્દગતિ દાતા છે જ એક બાપ. એમને જ ભોળાનાથ કહે છે. હું આવું છું પતિત દુનિયા, પતિત
શરીર માં જૂનાં રાવણ રાજ્ય માં. હાં, કોઈનાં પણ તન માં પ્રવેશ કરી મોરલી ચલાવી શકું
છું. એનો અર્થ એ નથી કે સર્વવ્યાપી છું. દરેક માં તો પોત-પોતાનો આત્મા છે. ફોર્મ
માં પણ લખાય છે તમારા આત્મા નાં બાપ કોણ છે? પરંતુ સમજતાં નથી. આત્માઓનાં બાપ તો એક
જ હશે. આપણે બધાં ભાઈ-ભાઈ છીએ. પિતા એક છે. એમનાથી વારસો મળે છે જીવન મુક્તિ નો. એ
જ લિબ્રેટર, ગાઈડ છે. બધા આત્માઓને લઈ જશે સ્વીટ હોમ એટલે જૂની દુનિયાનો વિનાશ થાય
છે. હોળિકા થાય છે ને. શરીર બધાં ખતમ થઇ જશે. બાકી આત્માઓ બધા પાછાં ચાલ્યાં જશે.
સતયુગ માં તો પછી ખુબ થોડા હશે. સમજવું જોઈએ કે સ્વર્ગ ની સ્થાપના કોણ કરાવે છે,
કળિયુગ નો વિનાશ કોણ કરાવે છે? એ તો સ્પષ્ટ લખેલું છે. કહે છે પ્રેમ કરો તો પ્રેમ
મળશે બાપ કહે છે જે મારા અર્થ બહુજ સેવા કરે છે, મનુષ્યો ને દેવતા બનાવવાની તે વધારે
પ્રિય લાગે છે.
જે પુરુષાર્થ કરશે તે
જ ઊંચ વારસો મેળવશે. વારસો આત્માઓએ મેળવવાનો છે પરમાત્મા બાપ પાસેથી. આત્મ-અભિમાની
બનવું પડે. ઘણાં બહુજ ભૂલો પણ કરે છે, જૂની આદતો પાક્કી થઈ ગઈ છે. તો કેટલું પણ
સમજાવો તે છૂટતી નથી, એનાથી પોતાનું જ પદ ઓછું કરી દે છે. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ પણ વાત
ની ચર્ચા માં પોતાનો સમય વ્યર્થ નથી કરવાનો. વ્યર્થ ની વાતો માં બુદ્ધિ વધારે ન જાય.
જેટલું થઈ શકે યાદ ની યાત્રા થી વિકર્મ વિનાશ કરવાનાં છે. આત્મ-અભિમાની રહેવાની આદત
પાડવાની છે.
2. આ જુની દુનિયાથી
પોતાનું મુખ ફેરવી લેવાનું છે. શાંતિધામ અને સુખધામ ને યાદ કરવાનાં છે. નવું મકાન
બની રહ્યું છે તો જૂના થી દિલ હટાવી લેવાનું છે.
વરદાન :-
ઈશ્વરીય કુળ
ની સ્મૃતિ દ્વારા માયા નો સામનો કરવા વાળા સદા સમર્થ સ્વરુપ ભવ
કોઈ પણ કાર્ય માં
સફળતા પ્રાપ્ત કરવી છે તો પહેલાં સ્મૃતિ દ્વારા સમર્થી સ્વરુપ બનો. સમર્થી આવવાથી
માયા નો સામનો કરવો સહજ થઈ જશે. જેવી સ્મૃતિ હોય છે તેવું સ્વરુપ બની જાય છે એટલે
સદા પાવરફુલ સ્મૃતિ રહે - કે જ્યાં સુધી આ ઈશ્વરીય જન્મ છે ત્યાં સુધી દરેક સેકન્ડ,
દરેક સંકલ્પ, દરેક કાર્ય ઈશ્વરીય સેવા પર છું. અમારો આ ઈશ્વરીય કુળ છે, આ સ્મૃતિ ની
સીટ સર્વ કમજોરીઓ ને સમાપ્ત કરી દેશે.
સ્લોગન :-
સત્ય સમય
પ્રમાણે સ્વયં સિદ્ધ થાય છે એને સિદ્ધ કરવાની આવશ્યકતા નથી.
અવ્યક્ત ઇશારા - મહાન
બનવા માટે મધુરતા અને નમ્રતા નો ગુણ ધારણ કરો
મેજોરીટી ની સામે સેવા
માં બાધા નાખવા વાળું મુખ્ય વિઘ્ન આવે છે - મેં આ કર્યુ, હું જ આ કરી શકું છું… આ
હું-પણું આવવું અને આને જ કહેવાય છે જ્ઞાન નું અભિમાન, બુદ્ધિ નું અભિમાન, સર્વિસ
નું અભિમાન, આ રુપો માં જ વિધ્ન આવે છે. આ પ્રકાર નાં વિઘ્નો ને સમાપ્ત કરવા માટે
સદા એક શબ્દ યાદ રાખવો કે હું નિમિત્ત છું. નિમિત્ત બનવાથી જ નિરાકારી, નિરહંકારી
અને નમ્રચિત્ત, નિ:સંકલ્પ અવસ્થા માં રહી શકો છો, આ જ ધારણાઓ વાયુમંડળ ને નિર્વિઘ્ન
બનાવી દે છે.