30-05-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - પોતાનું સર્વસ્વ ઈશ્વરીય સેવા માં સફળ કરી ભવિષ્ય બનાવી લો કારણ કે મોત માથા પર છે”

પ્રશ્ન :-
જ્ઞાન સાંભળવા છતાં પણ બાળકોમાં એની ધારણા કેમ નથી થતી?

ઉત્તર :-
કારણકે વિચાર સાગર મંથન કરતાં નથી આવડતું. બુદ્ધિયોગ દેહ અને દેહ નાં સંબંધો માં લટકેલો છે. પહેલાં જ્યારે બુદ્ધિ થી મોહ નીકળે, ત્યારે કંઈક ધારણા પણ થાય. મોહ એવી વસ્તુ છે, જે એકદમ વાનર બનાવી દે છે એટલે બાપ બાળકો ને પહેલો-પહેલો વાયદો યાદ કરાવે છે - દેહ સહિત, દેહ નાં બધાં સંબંધો ને ભૂલો અને મને યાદ કરો.

ગીત :-
ભોલેનાથ સે નિરાલા…

ઓમ શાંતિ!
બાપ બેસી સમજાવે છે, હવે બાળકો ને આ તો સારી રીતે ખબર છે કે બેહદ નાં બાપ ને જ કહેવાય છે - બગડેલા ને બનાવવા વાળા. શ્રીકૃષ્ણ બગડેલા ને સુધારી નથી શકતાં. ગીતા નાં ભગવાન શ્રીકૃષ્ણ નથી, શિવ છે. શિવબાબા રચયિતા છે અને શ્રીકૃષ્ણ છે રચના. સ્વર્ગ નો વારસો આપવા વાળા, સ્વર્ગ નાં રચયિતા જ હોઈ શકે છે. આ જ ભારત ની મુખ્ય મોટા માં મોટી ભૂલ છે. શ્રીકૃષ્ણ ને બાબા કોઈ કહી નથી શકતું. વારસો, બાબા થી જ મળે છે અને ભારત ને જ મળ્યો હતો. ભારત માં જ શ્રીકૃષ્ણ શહજાદા (રાજકુમાર), રાધા શહજાદી (રાજકુમારી) ગવાયેલ છે. મહિમા ઊંચેથી ઊંચા એક બાપ ની છે. શ્રીકૃષ્ણ છે ઊંચે થી ઊંચી રચના, વિશ્વનાં માલિક. એમને કહેવાય છે સૂર્યવંશી દૈવી રાજધાની. ગીતા વગેરે સનાતન દેવી-દેવતા ધર્મ નું શાસ્ત્ર છે. સતયુગ માં તો કોઈ ને જ્ઞાન સંભળાવ્યું નથી. સંગમ પર જ બાપે સંભળાવ્યું છે. ચિત્રો માં પણ પહેલાં આ સિદ્ધ કરવાનું છે. બંને નાં ચિત્ર આપે છે, ગીતા નાં ભગવાન, આ રચયિતા છે, જે પુનર્જન્મ રહિત છે, ન કે શ્રીકૃષ્ણ, રચના. તમે જાણો છો - શિવબાબા જ હીરાતુલ્ય બનાવે છે. ગવાય પણ છે - હીરાતુલ્ય, કોડીતુલ્ય. બાળકોની બુદ્ધિ માં આ રહેવું જોઈએ કે બાપ નું ફરમાન છે - તમે મને યાદ કરો અને વારસા ને યાદ કરો. એ છે બેહદ નાં બાપ. કૃષ્ણ તો છે હદ નાં માલિક. ભલે વિશ્વ નાં રાજા બને છે, શિવબાબા તો રાજા નથી ને. ગીતા ની હકીકત માં ખુબ મહિમા છે. સાથે-સાથે ભારતની પણ મહિમા છે. ભારત બધાં ધર્મ વાળાઓનું મોટું તીર્થ છે. ફક્ત કૃષ્ણનું નામ નાખવાનાં કારણે બધું મહત્વ ઉડી ગયું છે. આ કારણે જ ભારત કોડીતુલ્ય બની ગયું છે. છે તો ડ્રામા અનુસાર પરંતુ સાવધાન કરવાનું હોય છે. બાપ સમજાવે બહુજ સારી રીતે છે. દિવસ-પ્રતિ-દિવસ ગુહ્ય વાતો સંભળાવતાં રહે છે તો પછી જૂનાં ચિત્રો ને બદલીને બીજા બનાવવાં પડે. આ તો અંત સુધી થતું જ રહેશે. બાળકોએ બુદ્ધિમાં સારી રીતે રાખવું જોઈએ - શિવબાબા અમને વારસો આપી રહ્યાં છે. કહે છે - મામેકમ્ યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. શ્રીકૃષ્ણ ને યાદ કરવાથી વિકર્મ વિનાશ નહીં થશે. તે સર્વશક્તિમાન્ તો નથી. સર્વશક્તિમાન્ બાપ છે, વારસો પણ એ આપે છે. મનુષ્ય, શ્રીકૃષ્ણ ને જ યાદ કરતાં રહે છે. સારું સમજો, શ્રીકૃષ્ણએ કહ્યું છે. તે પણ કહે છે - દેહ નાં સંબંધ છોડી, મામેકમ્ યાદ કરો. આત્મા તો બાપ ને યાદ કરશે ને. કૃષ્ણ તો બધા આત્માઓનાં બાપ નથી. આ બધું વિચાર સાગર મંથન કરી બુદ્ધિમાં ધારણ કરવું જોઈએ. કોઈ-કોઈ મોહ માં ફસાવાનાં કારણે પછી ધારણા નથી કરી શકતાં. તમે ગાતાં આવ્યા છો - બીજા સંગ તોડી આપ સંગ જોડીશું. મારા તો એક, બીજું ન કોઈ. પરંતુ મોહ પછી એવી વસ્તુ છે જે એકદમ વાનર બનાવી દે છે. વાનર માં મોહ અને લોભ ખુબ હોય છે. સાહૂકાર લોકો ને પણ સમજાવાય છે કે હમણાં મોત સામે ઉભું છે. આ બધું ઈશ્વરીય સેવા માં લગાવો, ભવિષ્ય બનાવી લો. પરંતુ વાનર જેમ લટકી પડે છે, છોડતાં નથી. બાપ કહે છે - જે પણ દેહ સહિત, દેહ નાં સંબંધ છે એનાથી બુદ્ધિયોગ હટાવો. બાપ ની શ્રીમત પર ચાલો. તમે કહો છો - આ ધન, બાળ-બચ્ચાં વગેરે બધું ઈશ્વરે આપ્યું છે. હવે એ પોતે આવ્યાં છે, કહે છે - તમારું આ ધન-સંપત્તિ વગેરે બધું ખતમ થઈ જવાનું છે. કિનકી દબી રહી ધૂલ મેં… ધરતીકંપ વગેરે થશે, આ બધું ખલાસ થઈ જશે. વિમાન પડે છે અથવા આગ વગેરે લાગે છે તો પહેલાં-પહેલાં અંદર ચોર ઘૂસે છે, જ્યાં સુધી પોલીસ આવે. તો બાપ સમજાવે છે - બાળકો, દેહધારીઓથી મોહ કાઢવો જોઈએ. મોહજીત બનવાનું છે. દેહ-અભિમાન છે સૌથી પહેલો નંબર દુશ્મન. દેવતાઓ દેહી-અભિમાની છે. દેહ-અભિમાન આવવાથી જ વિકારો માં ફસાય છે. તમે અડધોકલ્પ દેહ-અભિમાની રહો છો. હવે દેહી-અભિમાની થવાની પ્રેક્ટિસ કરવાની છે. જે પણ મનુષ્ય માત્ર છે બિલકુલ જ આ વાતો ને નથી જાણતાં, ન પરમાત્મા ને જાણે છે. આત્મા શું છે? પરમાત્મા શું છે? આત્મા કેટલાં જન્મ લે છે? કેવી રીતે પાર્ટ ભજવે છે? આપણે એક્ટર્સ છીએ - આ કોઈને ખબર નથી, એટલે ઓરફન (અનાથ) નિધન નાં કહેવાય છે. તેઓ તો કહી દે છે આત્મા જ્યોતિ માં લીન થઈ જાય છે. પરંતુ આત્મા તો અવિનાશી છે. આત્મા માં જ ૮૪ જન્મો નો પાર્ટ નોંધાયેલો છે. કહે પણ છે આત્મા સ્ટાર છે, તો પણ સમજતાં નથી. આત્મા સો પરમાત્મા કહી દે છે, બાપ ને બિલકુલ જાણતાં નથી. આત્મા માટે પણ કહે છે ભ્રકુટી ની વચ્ચે તારો ચમકે છે. પરમાત્મા માટે તો કંઈ કહેતાં નથી. એમને પરમ-આત્મા કહેવાય છે એ પણ પરમધામ માં રહે છે. એ પણ બિંદી છે. ફકત પુનર્જન્મ રહિત છે, આત્માઓ પુનર્જન્મ માં આવે છે. પરમાત્મા માટે કહેવાય છે જ્ઞાન નાં સાગર, આનંદ નાં સાગર, પવિત્રતા નાં સાગર છે. દેવતાઓને આ વારસો કોણે આપ્યો? બાપે. સર્વગુણ સંપન્ન, સોળે કળા સંપૂર્ણ... આ દેવતાઓ જેવું હમણાં કોઈ નથી. એમને આ વારસો કેવી રીતે મળ્યો, આ કોઈને ખબર નથી. બાપ જ આવીને સમજાવે છે, એમને જ જ્ઞાન નાં સાગર કહેવાય છે. આ સમયે આવીને જ્ઞાન આપે છે પછી પ્રાયઃલોપ થઈ જાય છે. પછી હોય છે ભક્તિ, એને જ્ઞાન નથી કહી શકાતું. જ્ઞાન થી તો સદ્દગતિ થાય છે. જ્યારે દુર્ગતિ થાય, ત્યારે સર્વ નાં સદ્દગતિ દાતા, જ્ઞાન નાં સાગર આવે. બાપ જ આવીને જ્ઞાન-સ્નાન કરાવે છે. તે તો પાણી નું સ્નાન છે, એનાથી સદ્દગતિ થઈ નથી શકતી. આ થોડી વાતો પણ ધારણ કરવી જોઈએ. મુખ્ય જે સારા-સારા ચિત્ર છે, તે મોટાં હોવાં જોઈએ જે કોઈ સારી રીતે સમજી જાય. શબ્દ મોટા સારા હોય. ચિત્ર બનાવવા વાળાઓએ આ બુદ્ધિમાં રાખવું જોઈએ. કોઈને પણ બોલાવવાનાં છે - નિમંત્રણ આપીને કે આવીને પરમપિતા પરમાત્મા નો પરિચય લો અને ભવિષ્ય ૨૧ જન્મ માટે બાપ પાસેથી વારસો લો. ભાઈઓ-બહેનો પારલૌકિક બાપ પાસેથી બેહદ સુખ નું સ્વરાજ્ય કેવી રીતે મળે છે - તે આવી ને સમજો. બેહદનાં બાપ થી વારસો મેળવતાં શીખો, આમાં ડરવાની તો વાત જ નથી. બોલાવતાં રહે છે - હે પતિત-પાવન આવો. બાપ પણ કહે છે - કામ મહાશત્રુ છે. પાવન દુનિયામાં જવું છે તો પવિત્ર જરુર બનવાનું છે. પતિત એને કહેવાય છે જે વિકાર થી જન્મ લે છે. સતયુગ-ત્રેતા માં વિષ (વિકાર) હોતું નથી, એને કહેવાય જ છે સંપૂર્ણ નિર્વિકારી દુનિયા. વિકાર છે જ નહીં. પછી આ તમે કેમ પૂછો છો - બાળકો કેવી રીતે જન્મે છે? તમે નિર્વિકારી તો બનો. બાળકો જેમ થવાનાં હશે તેમ થશે. તમે આ પૂછો જ કેમ છો? તમે બાપ ને યાદ કરો તો જન્મ-જન્માંતર નાં વિકર્મ વિનાશ થઈ જાય, આ છે જ પાપ આત્માઓની દુનિયા. તે છે પુણ્ય આત્માઓની દુનિયા. આ સારી રીતે બુદ્ધિ માં બેસાડવાનું છે. ભક્તિનું ફળ ભગવાન આવીને આપે છે, બાપ જ સર્વની સદ્દગતિ કરી સ્વર્ગ નાં માલિક બનાવે છે. બાપ કહે છે - હવે પવિત્ર બનો, મામેકમ્ યાદ કરો, આ છે મહામંત્ર. બાપ થી વારસો જરુર મળશે. બાપ કહે છે - તમે મને યાદ કરો તો તમે સતોપ્રધાન બની જશો. સીડી પર સમજાવવાનું છે. દિવસ-પ્રતિ-દિવસ દરેક ચીજ સુધરતી જાય છે, આમાં સ્પષ્ટ કરી લખવાનું છે. બ્રહ્મા દ્વારા આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના. જ્યારે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો તો બીજો કોઈ ધર્મ નહોતો. જે પવિત્ર બને છે તે જ પવિત્ર દુનિયામાં આવશે. જેટલી તાકાત તમારા માં ભરાતી જશે, એટલાં પહેલાં આવશો. બધાં સાથે તો નહીં આવશે. આ પણ જાણો છો સતયુગ-ત્રેતા માં દેવી-દેવતાઓ બહુજ થોડાક હોય છે, પાછળ થી વૃદ્ધિને પામે છે. પ્રજા માં તો અનેક હશે. સમજાવવા વાળા પણ ખુબ સારા જોઈએ. બોલો, બેહદનાં બાપ થી આવીને વારસો લો, જેને પોકારો છો હે બાબા, એમનું હકીકત માં નામ જ શિવ છે. ઈશ્વર કે પ્રભુ, ભગવાન કહેવાથી આ નથી સમજતાં કે એ બાપ છે, એમનાથી વારસો મળે છે. શિવબાબા કહેવાથી વારસો યાદ આવે છે. એમને કહેવાય છે શિવ પરમાત્માય નમઃ, પરમાત્મા નું નામ તો બતાવો. નામ-રુપ થી ન્યારુ કોઈ નથી. એમનું તો શિવ નામ છે. ફક્ત શિવાય નમઃ પણ નથી કહેવાનું, શિવ પરમાત્માય નમઃ. દરેક શબ્દ ને બહુજ સારી રીતે સ્પષ્ટ કરી સમજાવવાનો હોય છે. શિવાય નમઃ કહેવાથી પણ બાપ ની મજા નથી આવતી. મનુષ્યોએ તો બધાં નામ પોતાનાં ઉપર રાખી દીધાં છે. તમે જાણો છો મનુષ્ય ને ક્યારેય ભગવાન નથી કહેવાતું. બ્રહ્મા, વિષ્ણુ, શંકર ને પણ દેવતા કહેવાય છે. બાપ રચયિતા તો એક જ નિરાકાર છે. જેમ લૌકિક બાપ બાળકો ને રચે છે ને, વારસો આપે છે, તેમ બેહદનાં બાપ પણ વારસો આપે છે. ભારતને વિશ્વનાં માલિક બનાવે છે. આખી દુનિયા નાં પતિત-પાવન એક બાપ જ છે. આ થોડી કોઇ જાણે છે? આપણા ધર્મ સ્થાપકો પણ આ સમયે પતિત છે, કબ્રદાખિલ છે. હમણાં બધાનો કયામત નો સમય છે. બાપ જ આવીને બધાને ઉઠાવશે. કયામત નાં સમયે જ ખુદા, ભગવાન આવે છે. એ જ જ્ઞાન નાં સાગર છે. લખેલું છે - સાગર નાં બાળકો ભસ્મીભૂત થઈ ગયાં હતાં અર્થાત્ કામ ચિતા પર બેસી કાળા, આયરન એજેડ (તમોપ્રધાન) બની ગયાં હતાં, પછી સુંદર કેવી રીતે બનશે? બાપ કહે છે યાદ ની યાત્રા થી. યોગ શબ્દ કહેવાથી મનુષ્ય મુંઝાઈ જાય છે. બાપ કહે છે - મને યાદ કરો તો અંત મતિ સો ગતિ થાય. કેટલું સહજ સમજાવે છે તો પણ આ વાતો બુદ્ધિમાં કેમ નથી બેસતી? દેહ-અભિમાન બહુજ છે એટલે ધારણા નથી થતી. બાબા બહુજ સારી યુક્તિ બતાવે છે. બેહદ નાં બાપ ને, જેમને યાદ કરો છો એમણે શું આવીને કર્યું? ભારત ને સ્વર્ગ બનાવ્યું હતું. હદ નો વારસો તો જન્મ-જન્માંતર લેતાં આવ્યાં છો. હવે બેહદ નાં બાપ થી ૨૧ જન્મ માટે બેહદ નો વારસો લો. સતયુગ-ત્રેતા માં દેવતાઓ રાજ્ય કરતાં હતાં. સૂર્યવંશી પછી ચંદ્રવંશી, વૈશ્યવંશી પછી શૂદ્રવંશી… તો શબ્દ નાખવાથી સિદ્ધ થાય છે કે તે જ પુનર્જન્મ લે છે, વર્ણો માં આવે છે. બાપ સમજાવે તો બધાને છે, તમે સન્મુખ બેઠા છો તો ખુશ થાઓ છો. કોઈ-કોઈ ની તકદીર માં નથી તો સેવા કરતાં નથી. સેવા કરશે તો નામ થશે. કહેશે બાબા ની બાળકીઓ કેટલી હોશિયાર છે, બધું કામ કરે છે. અમને સ્વર્ગની બાદશાહી નો વારસો આપે છે, આ (વક્ખર) માલ પણ આપે છે. આ ચિત્ર છે - આંધળાઓની આગળ દર્પણ, આમાં જાદૂ વગેરે ની વાત જ નથી. પવિત્રતા ની જ મુખ્ય વાત છે. સમજે છે - આ અંતિમ જન્મ છે, સ્વર્ગ માં જવું છે તો પવિત્ર જરુર બનવાનું છે. વિનાશ સામે ઉભો છે. પવિત્ર જરુર બનવું પડે. સંન્યાસી ઘરબાર છોડે છે - પાવન બનવા માટે. બાપ કહે છે વિનાશ સામે ઉભો છે, મને યાદ કરો તો બેડો પાર થઈ જાય. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. વિનાશ પહેલાં પોતાનું સર્વસ્વ સફળ કરવાનું છે. આ કયામત નો સમય છે એટલે પાવન જરુર બનવાનું છે.

2. દેહધારીઓથી મોહ કાઢી મોહજીત બનવાનું છે. દેહ-અભિમાન જે પહેલો નંબર દુશ્મન છે એનાં પર વિજય મેળવવાનો છે. બીજા બધાં સંગ તોડી, બાપ થી બુદ્ધિયોગ જોડવાનો છે.

વરદાન :-
યાદ નાં મંત્ર દ્વારા સંકલ્પ અને કર્મ માં અવિનાશી સિદ્ધિ પ્રાપ્ત કરવા વાળા સિદ્ધિ સ્વરુપ ભવ

આપ બાળકો ઓલમાઈટી ગવર્મેન્ટ નાં મેસેન્જર છો એટલે કોઈ થી પણ ડિસ્કસ કરવામાં પોતાનું માઈન્ડ ડિસ્ટર્બ નહીં કરો. યાદ નો મંત્ર યુઝ કરજો. જેવી રીતે કોઈ વાણી થી અથવા અન્ય કોઈ રીતે થી વશ નથી થતા તો મંત્ર-જંત્ર કરે છે, તમારી પાસે આત્મિક દૃષ્ટિ નું નેત્ર અને મનમનાભવ નો મંત્ર છે જેનાથી પોતાનાં સંકલ્પો ને સિદ્ધ કરી સિદ્ધિ સ્વરુપ બની શકો છો.

સ્લોગન :-
એક્શન કોન્શિયસ ની બદલે સોલ કોન્શિયસ બનો.

અવ્યક્ત ઇશારા - સદા અચળ , અડોલ , એકરસ સ્થિતિ નો અનુભવ કરો

એકરસ નો અર્થ આ નથી કે પુરુષાર્થ ની રફતાર સદા એક જેવી હોય. એકરસ અર્થાત્ સદા ઉડતી કળા ની મહેસૂસતા રહે. સર્વ સંબંધો નાં અવિનાશી તાર એક થી જોડાયેલાં હોય. એક બાપ બીજું ન કોઈ - આ દૃઢ સંકલ્પ હોય, આ પણ સંબંધ ઓછો ન થાય, સર્વ સંબંધો ની ડોર એક થી બંધાયેલી હોય ત્યારે એકરસ સ્થિતિ સ્વતઃ રહેશે.