30-06-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  30.03.20    બાપદાદા મધુબન


“ મન ને દુરસ્ત ( તંદુરસ્ત ) રાખવા માટે વચ્ચે વચ્ચે ૫ સેકન્ડ પણ કાઢી ને મન ની એક્સરસાઈઝ ( કસરત

 ) કરો”
 


આજે દૂરાદેશી બાપ પોતાનાં સાકાર દુનિયાનાં ભિન્ન-ભિન્ન દેશવાસી બાળકો ને મળવા આવ્યા છે. બાપદાદા ભિન્ન-ભિન્ન દેશવાસીઓને એક દેશવાસી જોઈ રહ્યા છે. ભલે કોઈ ક્યાંથી પણ આવ્યા હોય પરંતુ સૌથી પહેલાં એક જ દેશ થી આવ્યા છો. તો પોતાનો અનાદિ દેશ યાદ છે ને? પ્રિય લાગે છે ને? બાપ ની સાથે પોતાનો અનાદિ દેશ પણ પ્રિય લાગે છે ને?

બાપદાદા આજે બધાં બાળકોનાં પાંચ સ્વરુપ જોઈ રહ્યા છે, જાણો છો પાંચ સ્વરુપ કયા છે? જાણો છો ને? પાંચ મુખી બ્રહ્માનું પણ પૂજન થાય છે. તો બાપદાદા બધાં બાળકોનાં પાંચેય સ્વરુપ જોઈ રહ્યા છે.

પહેલું - અનાદિ જ્યોતિ સ્વરુપ. યાદ છે ને પોતાનું સ્વરુપ? ભૂલી તો નથી જતાં? બીજું છે - આદિ દેવતા સ્વરુપ. પહોંચી ગયા દેવતા સ્વરુપ માં? ત્રીજું - મધ્ય માં પૂજ્ય સ્વરુપ, તે પણ યાદ છે? તમારા બધાની પૂજા થાય છે કે ભારતવાસીઓની થાય છે? તમારી પૂજા થાય છે? કુમાર, સંભળાવો તમારી પૂજા થાય છે? તો ત્રીજું છે પૂજ્ય સ્વરુપ. ચોથું છે - સંગમયુગી બ્રાહ્મણ સ્વરુપ અને છેલ્લું છે ફરિશ્તા સ્વરુપ. તો પાંચેય રુપ યાદ આવી ગયાં? સારું, એક સેકન્ડ માં આ પાંચેય રુપો માં પોતાને અનુભવ કરી શકો છો? એક, બે, ત્રણ, ચાર, પાંચ… તો કરી શકો છો? આ પાંચેય સ્વરુપ કેટલાં પ્યારા છે? જ્યારે ઈચ્છો, જે પણ રુપ માં સ્થિત થવા ઈચ્છો, વિચાર્યુ અને અનુભવ કર્યો. આ જ રુહાની મન ની એક્સરસાઇઝ (કસરત) છે. આજકાલ બધાં શું કરે છે? એક્સરસાઇઝ કરે છે ને? જેવી રીતે આદિ માં પણ તમારી દુનિયામાં (સતયુગમાં) નેચરલ ચાલતાં-ફરતાં ની એક્સરસાઇઝ હતી. ઉભા થઈને એક, બે, ત્રણ… એક્સરસાઇઝ નહીં. તો હમણાં અંત માં પણ બાપદાદા મન ની એક્સરસાઇઝ કરાવે છે. જેવી રીતે સ્થૂળ એક્સરસાઇઝ થી તન તંદુરસ્ત રહે છે ને? તો ચાલતાં-ફરતાં આ મન ની એક્સરસાઇઝ કરતા રહો. એનાં માટે સમય નહીં જોઈએ. પાંચ સેકન્ડ ક્યારેય પણ કાઢી શકો છો કે નહીં? એવું કોઈ બિઝી છે જે પાંચ સેકન્ડ પણ ન કાઢી શકે. છે કોઈ તો હાથ ઉઠાવો. પછી તો નહીં કહેશો - શું કરીએ સમય નથી મળતો. એવું તો નહીં કહેશો ને? સમય મળે છે? તો આ એક્સરસાઇઝ વચ્ચે-વચ્ચે કરો. કોઈ પણ કાર્ય માં હોય પાંચ સેકન્ડ ની આ મન ની એક્સરસાઇઝ કરો. તો મન સદા જ તંદુરસ્ત રહેશે, ઠીક રહેશે. બાપદાદા તો કહે છે - દર કલાકે આ પાંચ સેકન્ડ ની એક્સરસાઇઝ કરો. થઈ શકે છે? જુઓ, બધાં કહી રહ્યા છે - થઈ શકે છે. યાદ રાખજો. ઓમ શાંતિ ભવન યાદ રાખજો, ભૂલતા નહીં. તો જે મન ની ભિન્ન-ભિન્ન ફરિયાદ છે ને? શું કરીએ મન નથી ટકતું! મન ને મણ બનાવી દો છો. વજન કરે છે ને? પહેલા નાં જમાના માં પા, શેર અને મણ હતાં, આજકાલ બદલાઈ ગયું છે. તો મન ને મણ બનાવી દે છે બોજ વાળું અને આ એક્સરસાઇઝ કરતા રહેશો તો બિલકુલ હળવા થઈ જશો. અભ્યાસ થઈ જશે. બ્રાહ્મણ શબ્દ યાદ આવે તો બ્રાહ્મણ જીવન નાં અનુભવ માં આવી જાઓ. ફરિશ્તા શબ્દ કહો તો ફરિશ્તા બની જાઓ. મુશ્કેલ છે? નથી? કુમાર, બોલો થોડું મુશ્કેલ છે? તમે ફરિશતા છો કે નથી? તમે જ છો કે બીજા છે? કેટલી વાર ફરિશતા બન્યા છો? અસંખ્ય વાર બન્યા છો. તમે જ બન્યા છો. સારું. અસંખ્ય વાર કરેલી વાત ને રીપીટ કરવાનું શું મુશ્કેલ થાય છે? ક્યારેક-ક્યારેક થાય છે? હવે આ અભ્યાસ કરજો. ક્યાંય પણ હોય પાંચ સેકન્ડ મન ને ફેરવો, ચક્કર લગાવો. ચક્કર લગાવવું તો ગમે છે ને? ટીચર્સ ઠીક છે ને? રાઉન્ડ લગાવતા આવડશે ને? બસ, રાઉન્ડ લગાવો પછી કર્મ માં લાગી જાઓ. દર કલાકે રાઉન્ડ લગાવ્યો પછી કામ માં લાગી જાઓ કારણ કે કામ ને તો છોડી ન શકાય ને? ફરજ તો બજાવવાની છે. પરંતુ પાંચ સેકન્ડ, મિનિટ પણ નથી, સેકન્ડ. નથી નીકળી શકતી? નીકળી શકે છે? યુ.એન.ની ઓફિસ માં નીકળી શકે છે? માસ્ટર સર્વ શક્તિવાન્ છો. તો માસ્ટર સર્વશક્તિવાન્ શું નથી કરી શકતાં?

બાપદાદા ને એક વાત પર બાળકો ને જોઈને મીઠું-મીઠું હસવું આવે છે. કઈ વાત પર? ચેલેન્જ કરે છે, પરચા છપાવે છે, ભાષણ કરે છે, કોર્સ કરાવે છે. શું કરાવે છે? અમે વિશ્વ ને પરિવર્તન કરીશું. આ તો બધાં બોલે છે ને? કે નહીં? બધાં બોલે છે કે ફક્ત ભાષણ કરવા વાળા બોલે છે? તો એક તરફ કહો છો વિશ્વ ને પરિવર્તન કરીશું, માસ્ટર સર્વશક્તિવાન્ છીએ. અને બીજી તરફ પોતાનાં મન ને મારું મન કહો છો, માલિક છો મન નાં અને માસ્ટર સર્વશક્તિવાન્ છો. છતાં પણ કહો છો મુશ્કેલ છે? તો હસવું નહીં આવે? આવશે ને હસવું? તો જે સમયે વિચારો છો, મન નથી માનતું, એ સમયે પોતાનાં ઉપર હસજો. મન માં કોઈ પણ વાત આવે છે તો બાપદાદાએ જોયું છે ત્રણ લકીર (રેખાઓ) ગવાયેલી છે. એક પાણી પર લકીર, પાણી પર લકીર જોઈ છે? લગાવો લકીર તો એ જ સમયે ભૂસાઈ જશે. લગાવે તો છે ને? તો બીજી છે કોઈ પણ કાગળ પર, સ્લેટ પર ક્યાંય પણ લકીર લગાવવી અને સૌથી મોટી લકીર છે પથ્થર પર લકીર. પથ્થર ની લકીર ભૂસવી ખૂબ મુશ્કેલ છે. તો બાપદાદા જુએ છે કે ઘણીવાર બાળકો પોતાનાં જ મન માં પથ્થર ની લકીર ની જેમ પાક્કી લકીર લગાવી દે છે. જે ભૂસે છે પણ ભૂંસાતી નથી. એવી લકીર સારી છે? કેટલી વાર પ્રતિજ્ઞા પણ કરે છે, હવે થી નહીં કરીશું. હવે થી નહીં થશે. પરંતુ ફરી-ફરી પરવશ થઈ જાય છે એટલે બાપદાદા ને બાળકો પર ઘૃણા નથી આવતી, રહેમ આવે છે. પરવશ થઈ જાય છે. તો પરવશ પર રહેમ આવે છે. જ્યારે બાપદાદા આવાં રહેમ ભાવ થી બાળકોને જુએ છે તો ડ્રામા નાં પડદા પર શું આવી જાય છે? ક્યાં સુધી? તો આનો જવાબ તમે આપો. ક્યાં સુધી? કુમાર આપી શકે છે - ક્યાં સુધી આ સમાપ્ત થશે? ખૂબ પ્લાન બનાવો છો ને કુમાર? તો ક્યાં સુધી, બતાવી શકો છો? અંતે પણ આ ક્યાં સુધી? બોલો. જવાબ આવડે છે ક્યાં સુધી? દાદીઓ, સંભળાવો. (જ્યાં સુધી સંગમયુગ છે ત્યાં સુધી થોડું-થોડું રહેશે) તો સંગમયુગ પણ ક્યાં સુધી? (જ્યારે ફરિશ્તા બની જઈશું) તે પણ ક્યાં સુધી? (બાબા બતાવે) ફરિશ્તા તમારે બનવાનું છે કે બાપ ને? તો આનો જવાબ વિચારજો. બાપ તો કહેશે હમણાં, તૈયાર છો? અડધી માળા માં પણ હાથ ન ઉઠાવ્યો.

બાપદાદા સદા બાળકોને સંપન્ન સ્વરુપ માં જોવા ઈચ્છે છે. જ્યારે કહો જ છો, બાપ જ મારો સંસાર છે. આ તો બધાં કહે છે ને? બીજો પણ કોઈ સંસાર છે શું? બાપ જ સંસાર છે, તો સંસાર ની બહાર બીજું શું છે? ફક્ત સંસ્કાર પરિવર્તન કરવાની વાત છે. બ્રાહ્મણો નાં જીવન માં મેજોરીટી વિઘ્ન રુપ બને છે - સંસ્કાર. ભલે પોતાનાં સંસ્કાર, કે બીજા નાં સંસ્કાર. જ્ઞાન બધા માં છે, શક્તિઓ પણ બધાની પાસે છે. પરંતુ કારણ શું હોય છે? જે શક્તિ, જે સમયે કાર્ય માં લાવવી જોઈએ, તે સમયે ઈમર્જ થવાની બદલે થોડી પછી ઈમર્જ થાય છે. પછી વિચારે છે કે આ ન કહીને આમ કહેત તો ખૂબ સારું. આ કરવાની બદલે આ કરત તો ખૂબ સારું. પરંતુ જે સમયે પાસ થવાનું હતું તે તો નીકળી જાય છે, તેમ જ બધાં પોતાનામાં શક્તિઓ ને વિચારતા પણ રહો છો, સહનશક્તિ આ છે, નિર્ણય શક્તિ આ છે, આવી રીતે યુઝ કરવી જોઈએ. ફક્ત થોડા સમય નું અંતર પડી જાય છે. અને બીજી વાત શું થાય છે? ચાલો, એકવાર સમય પર શક્તિ કાર્ય માં ન આવી અને પછી મહેસૂસ પણ કર્યુ કે આ ન કરીને આ કરવું જોઈતું હતું. સમજ માં પછી આવી જાય છે. પરંતુ તે ભૂલ નો એકવાર અનુભવ કર્યા પછી આગળ માટે અનુભવી બની એને સારી રીતે રીયલાઈઝ કરી લો જે ફરીવાર ન થાય. તો પણ પ્રોગ્રેસ (પ્રગતિ) થઈ શકે છે. એ સમયે સમજ માં આવે છે - આ ખોટું છે, આ સાચ્ચું છે. પરંતુ તે જ ભૂલ બીજી વાર ન થાય, તેનાં માટે પોતે-પોતાને સારી રીતે રિયલાઈઝેશન કરાવવું (અનુભૂતિ કરાવવી), એમાં પણ એટલા પૂરાં પર્સેન્ટ (ટકાવારી માં) પાસ નથી થતાં. અને માયા ખૂબ ચતુર છે, તે જ વાત સમજો તમારા માં સહનશક્તિ ઓછી છે, તો એવી જ વાત જેમાં તમારે સહનશક્તિ યુઝ કરવાની છે, એકવાર તમે રિયલાઈઝ કરી લીધું, પરંતુ માયા શું કરે છે કે બીજી વાર થોડું રુપ બદલીને આવે છે. હોય તે જ વાત પરંતુ જેવી રીતે આજકાલ નાં જમાના માં વસ્તુ તે જ જૂની હોય છે પરંતુ પોલીશ એવી કરી દે છે જે નવી કરતા પણ નવી દેખાય. તો માયા પણ એવી રીતે પોલીશ કરીને આવે છે જે વાત નું રહસ્ય તે જ હોય છે, સમજો, તમારા માં ઈર્ષા આવી ગઈ. ઈર્ષા પણ ભિન્ન-ભિન્ન રુપની છે, એક રુપ ની નથી. તો બીજ ઈર્ષા નું જ હશે પરંતુ બીજા રુપ માં આવશે. એ જ રુપ માં નથી આવતી. તો ઘણીવાર વિચારે છે કે આ વાત પહેલા વાળી તો તે હતી ને, આ તો વાત જ બીજી થઈને? પરંતુ બીજ તે જ હોય છે ફક્ત રુપ પરિવર્તિત થાય છે. તેનાં માટે કઈ શક્તિ જોઈએ? પરખવાની શક્તિ. એનાં માટે બાપદાદાએ પહેલાં પણ કહ્યું છે કે બે વાતો નું અટેન્શન રાખો. એક - સાચ્ચું દિલ - સચ્ચાઈ. અંદર ન રાખો. અંદર રાખવાથી ગેસ નો ફુગ્ગો ભરાઈ જાય છે અને અંતે શું થશે? ફાટશે ને? તો સાચ્ચું દિલ - ચાલો, આત્માઓની આગળ થોડો સંકોચ થાય છે, થોડી શરમ આવે છે - ખબર નહીં મને કઈ દૃષ્ટિ થી જોશે. પરંતુ સાચાં દિલ થી, મહેસૂસતા થી બાપદાદા ની આગળ રાખો. એવું નથી મેં બાપદાદાને કહી દીધું, આ ભૂલ થઈ ગઈ. જેવી રીતે ઓર્ડર ચલાવે છે હા, મારા થી આ ભૂલ થઈ ગઈ, એવી રીતે નહીં. મહેસૂસતા ની શક્તિ થી, સાચાં દિલ થી ફક્ત દિમાગ (બુદ્ધિ) થી નહીં પરંતુ દિલ થી જો બાપદાદા ની આગળ મહેસૂસ કરો છો તો દિલ ખાલી થઈ જશે, કચરો ખતમ. વાતો મોટી નથી હોતી, નાની જ હોય છે પરંતુ જો તમારા દિલ માં નાની-નાની વાતો પણ સાથે ભેગી થતી રહે છે તો એનાંથી દિલ ભરાઈ જાય છે. ખાલી તો નથી રહેતું ને? તો દિલ ખાલી નથી તો દિલારામ ક્યાં બેસશે? બેસવાની જગ્યા તો હોય ને? તો સાચાં દિલ પર સાહેબ રાજી. જે છું, જેવી છું, જે છું, જેવો છું, બાબા તમારો છું. બાપદાદા તો જાણે જ છે કે નંબરવાર તો થવાના જ છે, એટલે બાપદાદા એ નજર થી તમને નહીં જોશે, પરંતુ સાચ્ચું દિલ અને બીજું કહ્યું હતું - સદા બુદ્ધિ ની લાઈન ક્લિયર હોય. લાઈનમાં ડિસ્ટર્બન્સ ન હોય, કટ ઓફ ન થાય (કપાઈ ન જાય). બાપદાદા આજે એક્સ્ટ્રા (વધારાના) સમય પર શક્તિ આપવા ઈચ્છે છે, દુવાઓ આપવા ઈચ્છે છે, વધારાની મદદ આપવા ઈચ્છે છે, જો ડિસ્ટર્બન્સ હશે તો તે મળી નહીં શકશે. લાઈન ક્લિયર જ નથી, ક્લિન નથી, કટ ઓફ છે, તો આ જે પ્રાપ્તિ થવી જોઈએ તે નથી થતી. ઘણાં બાળકો કહે છે, કહેતાં નથી તો વિચારે છે - કોઈ-કોઈ આત્મા ને ખૂબ સહયોગ મળે, બ્રાહ્મણો નો પણ મળે, મોટાઓનો પણ મળે, બાપદાદા નો પણ મળે, અમને ઓછો મળે છે. કારણ શું? બાપ તો દાતા છે, સાગર છે, જેટલું જે લેવા ઈચ્છે બાપદાદા નાં ભંડારા માં તાળું-ચાવી નથી, ચોકીદાર નથી. બાબા કહ્યું, જી-હાજર. બાબા કહ્યું - લો. દાતા છે ને? દાતા પણ છે અને સાગર પણ છે. તો શું કમી હશે? આ બે વાતો ની કમી હોય છે. એક સાચ્ચું દિલ, સાફ દિલ હોય, ચતુરાઈ ન કરો. ચતુરાઈ ખૂબ કરે છે. ભિન્ન-ભિન્ન પ્રકાર ની ચતુરાઈ કરે છે. તો સાફ દિલ, સાચ્ચું દિલ અને બીજું બુદ્ધિ ની લાઈન સદા ચેક કરો ક્લિયર છે અને ક્લિન છે? આજકાલ નાં સાયન્સ નાં સાધનો માં પણ જુઓ છો ને, થોડું પણ ડિસ્ટર્બન્સ ક્લિયર નથી કરવા દેતું. તો આ જરુર કરો.

અને વિશેષ વાત - આ સિઝન નો છેલ્લો વારો છે ને એટલે બતાવી રહ્યા છે, ડબલ વિદેશીઓ માટે જ નથી, બધાં માટે છે. છેલ્લા વારા માં તમે સામે બેઠાં છો તો તમને જ કહેવું પડે છે. બાપદાદાએ જોયું છે કે એક સંસ્કાર અથવા નેચર કહો, નેચર તો દરેક નો પોત-પોતાનો છે પરંતુ સર્વ નાં સ્નેહી અને સર્વ વાતો માં, સંબંધ માં સફળ, મન્સા માં વિજયી અને વાણી માં મધુરતા ત્યારે આવી શકે છે જ્યારે ઈઝી (સરળ) નેચર હોય. અલબેલો નેચર નહીં. અલબેલાપણું અલગ ચીજ છે. ઈઝી નેચર એને કહેવાય છે - જેવો સમય, જેવા વ્યક્તિ, જેવી પરિસ્થિતિ એને પરખતા પોતાને ઈઝી કરી દે. ઈઝી અર્થાત્ મિલનસાર. ટાઈટ નેચર, ખૂબ ટૂ-મચ (વધારે) આર્ટિફિશિયલ નહીં, આર્ટિફિશિયલ રહેવું સારું છે પરંતુ ટૂ-મચ નહીં અને સમય પર જ્યારે સમય એવો છે, તે સમયે જો કોઈ ઓફિશિયલ બની જાય છે તો તે ગુણ ને બદલે તેમની વિશેષતા તે સમયે નથી લાગતી. પોતાને મોલ્ડ કરી શકે, મિલનસાર થઈ શકે, નાનાં હોય, મોટાં હોય. મોટા સાથે મોટાપણા થી ચાલી શકે, નાનાં સાથે નાનાં-પણા માં ચાલી શકે (મોટા સાથે મોટા થઈ જાય નાનાં સાથે નાનાં થઈ જાય). સાથીઓમાં સાથી બનીને ચાલી શકે, મોટા સાથે રીગાર્ડ (સન્માન) થી ચાલી શકે. ઈઝી મોલ્ડ (પરિવર્તિત) કરી શકે, શરીર પણ ઈઝી રાખે છે ને તો જ્યાં પણ ઈચ્છે મોલ્ડ કરી (વાળી) શકે છે અને ટાઈટ હશે તો વળી નહીં શકે. અલબેલાપણું નહીં, ઈઝી છે તો જ્યાં ઈચ્છે ઈઝી થઈ જાય, અલબેલા થઈ જાય. ના. બાપદાદાએ કહ્યું ને ઈઝી થઈ જાઓ તો ઈઝી થઈ ગયાં, એવું નહીં કરતાં. ઈઝી નેચર અર્થાત્ જેવો સમય તેવું પોતાનું સ્વરુપ બનાવી શકે. અચ્છા - ડબલ વિદેશીઓને સારો ચાન્સ મળ્યો છે.

બધાને ડ્રિલ યાદ છે કે ભૂલાઈ ગઈ? હમણાં- હમણાં બધાં આ ડ્રિલ કરો, લગાવો ચક્કર. અચ્છા.

ચારેય તરફ નાં સર્વશ્રેષ્ઠ આત્માઓ ને, ચારેય તરફ થી યાદ-પ્યાર, સમાચાર મોકલવા વાળાએ ખૂબ સારા ભિન્ન-ભિન્ન સંબંધ થી સ્નેહ નાં પત્ર અને પોતાનાં હાલ-ચાલ લખ્યા છે, સેવા સમાચાર, ઉમંગ, પ્લાન ખૂબ સારા-સારા લખ્યા છે, જે બાપદાદા ને મળી જ ગયાં. જે પ્રેમ થી મહેનત થી લખ્યું છે તો જેમણે પણ લખ્યું છે, તે દરેક પોત-પોતાનાં નામ થી બાપદાદા નાં દિલારામ નાં દિલ થી યાદ-પ્યાર સ્વીકાર કરે. બાળકો નો પ્રેમ બાપ સાથે અને એનાથી પદમ ગણો બાપ નો બાળકો સાથે પ્રેમ છે અને સદા અમર છે. સ્નેહી બાળકો નથી બાપ થી અલગ થઈ શકતાં, નથી બાપ બાળકો થી અલગ થઈ શકતાં. સાથે છે સાથે જ રહેશે.

ચારેય તરફ નાં સદા સ્વયં ને બાપ સમાન બનાવવા વાળા, સદા બાપ નાં નયનો માં, દિલ માં, મસ્તક માં સમીપ રહેવાવાળા, સદા એક બાપ નાં સંસાર માં રહેવાવાળા, સદા દરેક કદમ માં બાપદાદા ને ફોલો કરવા વાળા, સદા વિજયી હતાં, વિજયી છે અને વિજયી રહેશે-એવાં નિશ્ચય અને નશા માં રહેવા વાળા, એવાં અતિ શ્રેષ્ઠ સિકિલધા પ્રિય થી પ્રિય, સર્વ બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.

વરદાન :-
દરેક સેકન્ડ નાં દરેક સંકલ્પ નું મહત્વ જાણીને જમા નું ખાતું ભરપૂર કરવાવાળા સમર્થ આત્મા ભવ

સંગમયુગ પર અવિનાશી બાપ દ્વારા દરેક સમયે અવિનાશી પ્રાપ્તિઓ થાય છે. આખાં કલ્પ માં આવું ભાગ્ય પ્રાપ્ત કરવાનો આ એક જ સમય છે - એટલે તમારું સ્લોગન છે “અબ નહીં તો કબ નહીં”. જે પણ શ્રેષ્ઠ કાર્ય કરવું છે તે હમણાં કરવાનું છે. આ સ્મૃતિ થી ક્યારેય પણ સમય, સંકલ્પ તથા કર્મ વ્યર્થ નહીં ગુમાવશો, સમર્થ સંકલ્પો થી જમા નું ખાતુ ભરપૂર થઈ જશે અને આત્મા સમર્થ બની જશે.

સ્લોગન :-
દરેક બોલ, દરેક કર્મ ની અલૌકિકતા જ પવિત્રતા છે, સાધારણતા ને અલૌકિકતા માં પરિવર્તન કરી દો.