30-06-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - આ સમયે તમે બાપ ની ઉપર બલિહાર જાઓ તો ૨૧ જન્મો નાં માટે તમે સદા સુખી બની જશો”

પ્રશ્ન :-
જ્ઞાની બાળકો ને પોતાની અવસ્થા ઠીક રાખવા માટે કઈ આદત પાક્કી પાડવી જોઈએ?

ઉત્તર :-
સવારે-સવારે ઉઠવાની. સવારે-સવારે ઉઠી બાબા ની યાદ માં બેસવું - આ બહુજ સારી ધારણા છે. જે બાળકો જલ્દી સુવે અને જલ્દી ઉઠી જાય છે તેમની અવસ્થા આખો દિવસ ઠીક રહે છે. અજ્ઞાનીઓની નિંદર થી જ્ઞાની બાળકો ની નિંદર અડધી હોવી જોઈએ. ૧૦ વાગ્યે સૂઈ જાઓ ૨ વાગ્યે ઉઠી ને બેસો.

ગીત :-
મુજકો સહારા દેને વાલે…

ઓમ શાંતિ!
બાળકો બધાં સન્મુખ બેઠાં છે તો જાણે છે અમે જીવ આત્માઓ છીએ. અહીં તો જીવ આત્માઓ હશે ને. જ્યારે આત્મા ને શરીર નથી તો નગ્ન (વિદેહી) છે, તેને અશરીરી કહેવાય છે. તમે તો શરીર ની સાથે બેઠાં છો. આત્મા કે પરમાત્મા જ્યાં સુધી શરીર માં ન આવે તો બોલી ન શકે. આપ જીવ આત્માઓ જાણો છો, હમણાં બાપ ની સન્મુખ બેઠાં છીએ. હૂબહૂ જેવી રીતે ૫ હજાર વર્ષ પહેલાં સન્મુખ આવ્યાં હતાં. બાળકો જરુર બાપ પાસેથી વારસો જ લેશે. જાણે છે અમે અમારા પરમપિતા પરમાત્મા બેહદ નાં બાપ ની સન્મુખ બેઠાં છીએ. કેમ બેઠાં છીએ? બાપ પાસેથી બેહદ નો વારસો લેવાં. જેમ સ્કૂલ માં સમજે છે અમે શિક્ષક દ્વારા એન્જિનિયરી, બેરિસ્ટરી શીખીએ છીએ. આ મુખ્ય હોય છે. આપ બાળકો સમજો છો પરમપિતા પરમાત્મા આપણને બ્રહ્મા નાં તન થી બેસી રાજયોગ શીખવાડે છે. ભગવાનુવાચ - આ તો બાળકોને સમજાવ્યું છે કે ભગવાન નિરાકાર ને કહેવાય છે. જીવ આત્માઓ પુનર્જન્મ જરુર લે છે. કોઈ પણ સંન્યાસી થી તમે પૂછો - મનુષ્ય પુનર્જન્મ લે છે? તો એવું નહીં કહેશે કે નથી લેતાં. નહીં તો ૮૪ લાખ જન્મ કેવી રીતે કહેશે? પૂછો - તમે પુનર્જન્મ ને માનો છો? આ તો બરોબર છે, આત્મા સંસ્કાર અનુસાર એક શરીર છોડી પછી બીજું લે છે. એવી રીતે કોઈ-કોઈ મનુષ્ય ૮૪ જન્મ લે છે. ૮૪ લાખ જન્મ ની તો વાત જ નથી. પહેલો જન્મ જરુર ખૂબ સારો સતોપ્રધાન હશે. અંતિમ છી-છી તમોપ્રધાન હશે. ૧૬ કળા થી પછી ૧૪ કળા, ૧૨ કળા થતી જશે, પુનર્જન્મ જરુર લે છે. પૂછવું જોઈએ સારું પરમપિતા પરમાત્મા પુનર્જન્મ લે છે કે પુનર્જન્મ રહિત છે? જુઓ, આ પોઈન્ટ્સ ખૂબ સૂક્ષ્મ છે. જો કહેશો જન્મ-મરણ રહિત છે તો પછી શિવજયંતી સિદ્ધ નથી થતી. કહેશે શિવજયંતી તો મનાવાય છે. સમજાવાય છે હાં, શિવજયંતી છે પરંતુ જન્મ ની સાથે પછી મરવાનું જેને કહેવાય છે તે નથી. જો મરે તો પછી પુનર્જન્મ લે. બાપ ક્યારેય પુનર્જન્મ નથી લેતાં. એ આ તન માં એક જ વાર આવે છે, બસ, પછી પુનર્જન્મ માં નથી આવતાં. પરમપિતા પરમાત્મા પુનર્જન્મ રહિત છે, તે ક્યારેય સતોપ્રધાન થી તમોપ્રધાન નથી બનતાં. આત્માઓ તો બધા જન્મ-મરણ માં આવતાં-આવતાં પતિત બની જાય છે પછી બાપ આવે છે પાવન બનાવવાં. આનાંથી સિદ્ધ થાય છે આત્મા જ પતિત થાય છે, આત્મા ઘરે થી પાવન આવે છે પછી માયા પતિત બનાવી દે છે. બાપ તો ક્યારેય પતિત નહીં બનાવશે. બાપ ક્યારેય પણ બાળકો ને ગંદી મત (સલાહ) ન આપી શકે. આ સમય નાં મનુષ્ય પતિત મત જ આપે છે. હવે પાવન બાપ કહે છે કે પતિત નહીં બનો અર્થાત્ વિકાર માં નહીં જાઓ. રાવણ ની મત થી દુઃખધામ બની ગયું. પહેલાં સુખધામ હતું. એવું નહીં બાપ જ સુખ-દુઃખ આપે છે. ના, બાપ ક્યારેય બાળકો ને દુઃખ ની મત આપી ન શકે. માયા જ દુઃખ આપે છે. તે માયા પર જીત મેળવવાથી તમે જગતજીત બનો છો. મનુષ્ય માયા નો અર્થ નથી સમજતાં. તે ધન ને માયા કહી દે છે. કહે છે ને આને માયા નો નશો ખૂબ છે. પરંતુ માયા નો નશો હોતો નથી. ત્યાં રાવણ નું પૂતળું બનાવીને બાળતાં નથી. પૂતળું તો દુશ્મનનું બનાવાય છે. રાવણ રાજ્ય શરું થાય છે અડધાકલ્પ થી. દેહ-અહંકાર આવવાથી પછી બીજા વિકાર આવી જાય છે. શાસ્ત્રો માં લખેલું છે દેવતાઓ વામમાર્ગ માં અર્થાત્ વિકારો માં જાય છે. માયા નાં વશ થવાથી પરવશ બની જાય છે. પરમત પર ચાલતાં રહે છે. હવે તમે ચાલો છો શ્રીમત પર. પરમત એટલે માયા ની મત. શ્રી અર્થાત્ શ્રેષ્ઠ મત છે બાપ ની. તે છે રાવણ ની મત, પરમત એટલે બાપે કહ્યું છે આસુરી સંપ્રદાય બધાં રાવણ ની જંજીરો માં બંધાયેલાં દુઃખી છે.

મનુષ્યોએ સતયુગ ની આયુ લાખો વર્ષ સમજી લીધી છે. તમે તો હિસાબ બતાવો છો - ૫ હજાર વર્ષ કેવી રીતે છે. ક્રાઈસ્ટ ને ૨ હજાર વર્ષ થયાં, બુદ્ધ ને ૨૨૫૦ વર્ષ થયાં પછી ઈસ્લામી ને ૨૫૦૦ વર્ષ થયાં. બધાને મળાવીને અડધોકલ્પ થયો. તેનાં પહેલાં તો દેવતાઓનું રાજ્ય હતું પછી દેવતાઓને લાખો વર્ષ કેવી રીતે કહી શકાય! આટલાં મનુષ્ય હોત પછી તો મનુષ્ય ઘણાં થઇ જાત. એટલાં તો નથી. ૫ હજાર વર્ષ માં જ કરોડો મનુષ્ય થઈ જાય છે. કહે પણ છે ક્રાઈસ્ટ નાં ૩ હજાર વર્ષ પહેલાં ભારત માં આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો. ૫ હજાર વર્ષ પૂરા થઈ જાય છે. નાટક પૂરું તો થાય છે ને. આ વાતો ને કોઈ જાણતાં નથી. હું જે છું, જેવો છું, આ ચક્ર ફરે છે, કોઈ જાણી ન શકે. બાપ જ સમજાવે છે - આ છે ગીતા અધ્યાય. બાપે આવીને સહજ રાજયોગ શીખવાડ્યો હતો. બાબા ઘરડી માતાઓ ને પણ સમજાવે છે કે આ ખૂબ સહજ વાત છે. ફક્ત બાપ અને વારસા ને યાદ કરવાનાં છે. બાળક જન્મ્યું, એટલે વારિસ જન્મ્યો. તમે સમજો છો આપણે બાબા નાં વારિસ છીએ. ૫ હજાર વર્ષ પછી ફરીથી મળવા આવ્યાં છીએ. આ ખૂબ ગુપ્ત વાતો છે. બાબા પૂછે છે પહેલાં ક્યારે મળ્યાં છો? કહે છે હાં બાબા. આત્મા આ મુખ દ્વારા કહે છે - અમે ૫ હજાર વર્ષ પહેલાં તમારાથી મળ્યાં હતાં. આપ આ તન દ્વારા શિક્ષા આપવા આવ્યાં હતાં. જે પાક્કા-પાક્કા બાળકો છે સમજે છે અમે બાબા પાસેથી બેહદ નો વારસો લેવાં બેઠાં છીએ. અમે બેહદ નાં બાપ નાં બન્યાં છીએ, બ્રહ્મા દ્વારા. બાપ કહે છે - મને ઓળખો છો, હું તમારો બાપ છું. તમે કહેશો હાં બાબા, અમારા આત્માઓનાં આપ પરમપિતા પરમાત્મા બાપ છો. બાપ પણ કહે છે - મેં તમને સ્વર્ગ માં મોકલ્યા હતાં, વારસો આપ્યો હતો પછી માયાએ છીનવી લીધો ફરી હવે હું આવ્યો છું. માયા વારસો છીનવે છે, બાપ અપાવે છે. આ અનેકવાર ખેલ થઈ ચૂક્યો છે, થતો રહેશે. અંત નથી. બાપ નાં બને છે પછી કોઈ સગા, કોઈ લગા. કોઈ સોતેલા, કોઈ માતેલા બને છે. કાચ્ચા-પાક્કા તો છે ને. પાક્કાઓ ને પણ ક્યારેક માયા એકદમ જીતી લે છે. બાળકો કહે છે બાબા અમે જ્યાં સુધી જીવશું, તમારા થી વારસો લેતા રહીશું. વિકર્મો નો બોજો માથા પર ખૂબ છે. તો જેટલાં તમે યાદ માં રહેશો તે યોગ-અગ્નિ થી તમે પાપ-આત્મા થી પુણ્ય-આત્મા બનતા જશો. આગ વસ્તુ ને પવિત્ર કરે છે. તમારી છે યોગ-અગ્નિ. આ બેહદ નો યજ્ઞ છે. બેહદ નાં શેઠે બેહદ નો યજ્ઞ રચ્યો છે. આટલાં વર્ષ કોઈ પણ યજ્ઞ ચાલતો નથી. ૭-૮ દિવસ કે એક મહિના માટે યજ્ઞ રચે છે. તમારો આ યજ્ઞ તો કેટલાં વર્ષો થી ચાલતો રહે છે. બાપ તો સંભળાવતાં રહે છે. કહે છે ભૂલી નહીં જતાં, ફક્ત મને યાદ કરો તો તમારા જન્મ-જન્માંતર નાં વિકર્મો નો બોજો કપાતો જશે. ભગવાનુવાચ - મુજ પોતાનાં બાપ ને યાદ કરો. જરુર આવેલાં છે ત્યારે તો કહે છે ને.

બાપ કહે છે - હવે તમારે પાછાં જવાનું છે. તમારો આત્મા આ સમયે ખૂબ પતિત છે. હવે તમે જાણો છો યોગ થી આપણે પાવન બનતા જઈશું. તમારી તો પ્રતિજ્ઞા છે કે તમે જ્યારે આવશો તો બીજા સંગ તોડી તમારો સંગ જોડીશું. તમારા પર વારી જઈશું. સ્ત્રી, પુરુષ પર અને પુરુષ, સ્ત્રી પર બલિહાર થાય છે. અહીં છે બાપ પર બલિહાર થવાનું. લગ્ન માં એકબીજા પર બલિહાર થાય છે ને. હવે બાપ કહે છે - તમારે કોઈ મનુષ્ય પર બલિહાર નથી થવાનું. તમારી પ્રતિજ્ઞા છે - તમારા પર બલિહાર થઈશ. તમે મારા પર બલિહાર થાઓ તો ૨૧ જન્મ તમને સદા સુખી બનાવીશ. કેટલો ભારે વારસો છે. શ્રીમત થી તમે શ્રેષ્ઠ બનશો, આ ભૂલો નહીં. લક્ષ્મી-નારાયણ નું ચિત્ર પણ ઘર માં રાખી દો. આપણે બાપ પાસેથી આ વરસો લઈ રહ્યાં છીએ. બાપ પરમધામ થી આવેલાં છે. પરંતુ માયા ચીલ (ગરુડ) પણ ઓછી નથી. બધાની વાત નથી પરંતુ નંબરવાર છે. કોઈ તો એકદમ ભૂલી જાય છે કે અમે બાપ પાસેથી વારસો લઈએ છીએ. અહીં બેઠાં છે તો નશો ચઢે છે. અહીં થી બહાર નીકળ્યાં અને ભૂલ્યાં પછી સવાર નાં રિફ્રેશ થાય છે પછી આખો દિવસ ભૂલી જાય છે. ૪-૫ વર્ષ રહીને સારી સેવા કરવા વાળા પણ આજે જુઓ નથી. કંઈક અવજ્ઞા કરી છે તો માયાએ જોર થી થપ્પડ માર્યો અને ચાલ્યા ગયાં. બાબા કહી દે છે - ચઢે તો ચાખે પ્રેમ રસ, ગિરે તો ચકનાચૂર. જુઓ છો કેવી રીતે ચકનાચૂર થઈ જાય છે. વૈકુંઠ માં તો જરુર આવશે. પરંતુ પદ તો નંબરવાર છે ને. ભલે ત્યાં બધાં સુખી રહે છે છતાં પણ પદ તો છે ને. સ્કૂલ માં પદ મેળવવા માટે જ તો પુરુષાર્થ કરે છે. એવું નહીં પ્રજા જ ભલે, જે તકદીર માં હશે. ના, આને તમોપ્રધાન પુરુષાર્થ કહેવાય છે. સતોપ્રધાન એમને કહેશું જે બાપ પાસેથી પૂરો વારસો લેવાની પ્રતિજ્ઞા કરે છે. આ ઘોડા ની દોડ છે. બધાં નંબરવન તો નહીં જશે. આ હ્યુમન (મનુષ્ય) રેસ છે. તમે ઈચ્છો છો અમે જલ્દી થી શિવબાબા નાં ગળા માં પરોવાય જઈએ તો એમને યાદ કરવાં પડે. આખો આધાર યાદ પર છે. માયા વિધ્ન એવી રીતે નાખે છે જે એકદમ રેસ થી કાઢી દે છે. તમારી હ્યુમન રેસ છે. આત્મા કહે છે અમે ખૂબ દુઃખી થયાં છીએ. શરીર લેતા-લેતા ખૂબ હેરાન થયાં છીએ. કહે છે હવે જઈએ બાબાની પાસે. બાબાએ યુક્તિ તો બતાવી છે. કહે છે બાબા અમે તમારી યાદ માં જ રહીશું. જેટલો સમય કાઢી શકો એટલું સારું છે. ગવર્મેન્ટ ની સર્વિસ માં પણ ૮ કલાક આપો છો, એવી રીતે યાદ માં પણ ૮ કલાક તો રહો. સૃષ્ટિ ને સ્વર્ગ બનાવવી એ કેટલી ઉંચી સર્વિસ છે. ફક્ત બાપ ને યાદ કરો અને સુખધામ ને યાદ કરો. બસ, આ ૮ કલાક સર્વિસ કરશો તો તમે પૂરો વારસો પામશો. આમ-આમ યાદ કરતાં-કરતાં તમારા વિકર્મ વિનાશ થશે. ૮ કલાક આ સર્વિસ માં આપો બાકી ૧૬ કલાક તમે ફ્રી છો. જેટલું થઈ શકે તમે ઘડી-ઘડી યાદ કરો. યાદ તો ક્યાંય પણ બેસી કરી શકો છો. સૌથી સારો સમય તમને સવારે મળશે. સિંધી માં કહેવત પણ છે સવેરે સોના, સવેરે ઉઠના… તે જ મનુષ્ય ખુબ ગુણવાન છે. આ ગાયન પણ હમણાનું છે. બાપ કહે છે રાત નાં જલ્દી સૂઈ જાઓ અને પછી સવારે-સવારે ઉઠો. અજ્ઞાની લોકો ૮ કલાક ની નિંદર કરે છે, તમારી નિંદર અડધી હોવી જોઈએ. ૪-૫ કલાક નિંદર બસ. તમે કર્મયોગી છો ને. રાત નાં ૧૦ વાગ્યે સૂઈ જાઓ ૨ વાગે ઉઠો. શિવબાબા ને યાદ કરવાથી તમારી કમાણી ખૂબ છે. તમને હેલ્થ (સ્વાસ્થ્ય), વેલ્થ (સંપત્તિ) બંને જ મળશે. સારું ૨ વાગ્યે નહીં તો ૩ વાગ્યે ઉઠો, ૪ વાગ્યે ઉઠો. ફર્સ્ટક્લાસ સમય આ છે. શાંતિ હોય છે, બધાં અશરીરી બની જાય છે. તે સમયે સન્નાટો ખૂબ હોય છે. અમૃતવેલા ની યાદ સારી અસર કરે છે. બાબા ખાસ કરીને રાત નાં જાગતાં રહે છે. સૂક્ષ્મ સર્વિસ માં થકાવટ નથી થતી. કમાણી થી તો ખુશી થશે. આપ બાળકો સવાર નાં ઉઠીને પોતાની અવિનાશી કમાણી કરતાં રહો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ૨૧ જન્મ સદા સુખી બનવાનાં માટે એક બાપ પર પૂરે-પૂરાં બલિહાર જવાનું છે. શ્રીમત થી શ્રેષ્ઠ બનવાનું છે. મનમત કે પરમત ને ત્યાગી દેવાની છે. કોઈ અવજ્ઞા નથી કરવાની.

2. સવારે-સવારે ઉઠી યાદ માં બેસી કમાણી કરવાની છે. સૃષ્ટિ ને સ્વર્ગ બનાવવાની સર્વિસ ઓછા માં ઓછી ૮ કલાક જરુર કરવાની છે.

વરદાન :-
સમય અને સંકલ્પ સહિત પોતાનાં સર્વ ખજાનાઓ ને વિલ કરવા વાળા મોહજીત ભવ

જેવી રીતે બાળકો ને સર્વસ્વ વિલ કરાય છે, એવી રીતે તમે લોકો પણ બાપ ને પોતાનાં વારીસ બનાવીને બધું જ વિલ કરી દો તો વિલ પાવર આવી જશે. એ વિલ પાવર થી મોહ સ્વતઃ નષ્ટ થઈ જશે. જેવી રીતે સાકાર બાપે પૂરા જ પોતાને વિલ કર્યા તેવી રીતે આપ સૌની જે સ્મૃતિ છે, સમય અને સંકલ્પો નો ખજાનો છે એને વિલ કરો અર્થાત્ શ્રીમત પ્રમાણે સેવાઓમાં લગાવો તો મોહજીત, બંધનમુક્ત બની જશો.

સ્લોગન :-
એક-બીજા નાં સ્નેહી બનવા માટે સરળતા અને સહનશીલતા નો ગુણ ધારણ કરો.

અવ્યક્ત ઇશારા - સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચર ને સરળ બનાવો , સહનશીલ બનો .

બાપદાદા નું વરદાન છે સદા ખુશ રહો, ખુશી નો ખજાનો વહેંચો, ખુશી ની લહેર સર્વ માં ફેલાવો. તમારા ચહેરા પર સદા ખુશી ની મુસ્કુરાટ ચમકતી રહે. એવાં હર્ષિત મુખ રહો. એનાં માટે બોલ માં મધુરતા, સંતુષ્ટતા, સરળતા ની નવીનતા અવશ્ય હોય. બ્રાહ્મણ આત્માઓનાં બોલ સાધારણ બોલ ન હોય. દરેક કર્મ માં એવી નવીનતા હોય જે દરેક એનાથી પ્રાપ્તિ નો અનુભવ કરે.