30-07-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - દુઃખહર્તા - સુખકર્તા એક બાપ છે , એ જ તમારા બધાં દુઃખ દૂર કરે છે , મનુષ્ય કોઈ નાં દુઃખ દૂર કરી નથી શકતાં”

પ્રશ્ન :-
વિશ્વ માં અશાંતિ નું કારણ શું છે? શાંતિ સ્થાપન કેવી રીતે થશે?

ઉત્તર :-
વિશ્વ માં અશાંતિ નું કારણ છે અનેકાનેક ધર્મ. કળિયુગ નાં અંત માં જ્યારે અનેકતા છે, ત્યારે અશાંતિ છે. બાપ આવીને એક સત્ ધર્મ ની સ્થાપના કરે છે. ત્યાં શાંતિ થઈ જાય છે. તમે સમજી શકો છો કે આ લક્ષ્મી-નારાયણ નાં રાજ્ય માં શાંતિ હતી. પવિત્ર ધર્મ, પવિત્ર કર્મ હતાં. કલ્યાણકારી બાપ ફરી થી તે નવી દુનિયા બનાવી રહ્યા છે. એમાં અશાંતિ નું નામ નથી.

ઓમ શાંતિ!
રુહાની બાપ રુહાની બાળકો ને સમજાવે છે, રુહાની બાપ ને જ જ્ઞાન નાં સાગર કહેવાય છે. આ તો બાળકોને સમજાવ્યું છે. બોમ્બે માં પણ ખૂબ સોશિયલ વર્કર્સ છે, એમની મીટીંગ થતી રહે છે. બોમ્બે માં ખાસ જ્યાં મીટીંગ કરે છે એનું નામ છે ભારતીય વિદ્યા ભવન. હવે વિદ્યા હોય છે બે પ્રકાર ની. એક છે શારીરિક વિદ્યા, જે સ્કૂલો-કોલેજો માં અપાય છે. હવે એને વિદ્યા ભવન કહેવાય છે. જરુર ત્યાં કોઈ બીજી વસ્તુ છે. હવે વિદ્યા કોને કહેવાય છે? આ તો મનુષ્ય જાણતા જ નથી. આ તો રુહાની વિદ્યા ભવન હોવું જોઈએ. વિદ્યા જ્ઞાન ને કહેવાય છે. પરમપિતા પરમાત્મા જ જ્ઞાન સાગર છે. શ્રીકૃષ્ણ ને જ્ઞાન નાં સાગર નહીં કહેવાશે. શિવબાબા ની મહિમા અલગ, શ્રીકૃષ્ણ ની મહિમા અલગ છે. ભારતવાસી મૂંઝાઈ પડ્યા છે. ગીતા નાં ભગવાન શ્રીકૃષ્ણ ને સમજી બેઠાં છે તો વિદ્યા ભવન વગેરે ખોલતા રહે છે. સમજતા કંઈ પણ નથી. વિદ્યા છે ગીતા નું જ્ઞાન. તે જ્ઞાન તો છે જ એક બાપ માં. જેમને જ્ઞાન નાં સાગર કહેવાય છે, જેમને મનુષ્યમાત્ર જાણતા નથી. ભારતવાસીઓનું ધર્મ શાસ્ત્ર તો હકીકત માં છે જ એક-સર્વ શાસ્ત્રમઈ શિરોમણી ભગવદ્ ગીતા. હવે ભગવાન કોને કહેવાય? તે પણ આ સમયે ભારતવાસી સમજતા નથી યા તો શ્રીકૃષ્ણને કહી દે છે અથવા રામ ને અથવા પોતાને જ પરમાત્મા કહી દે છે. હમણાં તો સમય પણ તમોપ્રધાન છે, રાવણ રાજ્ય છે ને?

તમે બાળકો જ્યારે કોઈને સમજાવો છો તો બોલો - શિવ ભગવાનુવાચ. પહેલાં તો આ સમજે કે જ્ઞાન-સાગર એક જ પરમપિતા પરમાત્મા છે, જેમનું નામ છે શિવ. શિવરાત્રી પણ મનાવે છે, પરંતુ કોઈને પણ સમજ માં નથી આવતું. જરુર શિવ આવ્યા છે ત્યારે તો રાત્રિ મનાવે છે. શિવ કોણ છે, એ પણ નથી જાણતાં. બાપ કહે છે ભગવાન તો બધાનાં એક જ છે. બધાં આત્માઓ ભાઈ-ભાઈ છે. આત્માઓનાં બાપ એક જ પરમપિતા પરમાત્મા છે, એમને જ જ્ઞાન-સાગર કહેવાશે. દેવતાઓમાં આ જ્ઞાન નથી. કયું જ્ઞાન? રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન કોઈ મનુષ્ય માત્ર માં નથી. કહે પણ છે પ્રાચીન ઋષિ-મુનિ જાણતા નહોતાં. પ્રાચીન નો પણ અર્થ નથી જાણતાં. સતયુગ-ત્રેતા થયાં પ્રાચીન. સતયુગ છે નવી દુનિયા. ત્યાં તો ઋષિ-મુનિ હતાં જ નહીં. આ ઋષિ-મુનિ વગેરે બધાં પછી આવ્યા છે. તે પણ આ જ્ઞાન ને નથી જાણતાં. નેતી-નેતી કહી દે છે. તે જ જાણતા નથી તો ભારતવાસી જે હમણાં તમોગુણી થઈ ગયા છે, તે કેવી રીતે જાણી શકે?

આ સમયે સાયન્સ નું ઘમંડ પણ કેટલું છે? આ સાયન્સ દ્વારા સમજે છે કે ભારત સ્વર્ગ બની ગયું છે. એને માયા નો પામ્પ કહેવાય છે. ફોલ ઓફ પામ્પ નું એક નાટક પણ છે. કહે પણ છે કે આ સમયે ભારત નું પતન છે. સતયુગ માં ઉત્થાન છે, હમણાં પતન છે. આ કોઈ સ્વર્ગ થોડી છે? આ તો માયા નો પામ્પ છે, એને ખતમ થવાનું જ છે. મનુષ્ય સમજે છે-વિમાન છે, મોટા-મોટા મહેલ, વીજળીઓ છે-આ જ સ્વર્ગ છે. કોઈ મરે છે તો પણ કહે છે સ્વર્ગવાસી થયાં. એમાં પણ સમજતા નથી કે સ્વર્ગ ગયાં તો જરુર સ્વર્ગ કોઈ બીજું છે ને? આ તો રાવણનો પામ્પ છે, બેહદનાં બાપ સ્વર્ગ ની સ્થાપના કરી રહ્યા છે. આ સમયે છે ચટાભેટી માયા અને ઈશ્વર ની, આસુરી દુનિયા અને ઈશ્વરીય દુનિયાની. આ પણ ભારતવાસીઓ ને સમજાવવું પડે. દુઃખ તો હજી ખૂબ આવવાનું છે. અથાહ દુઃખ આવવાનું છે. સ્વર્ગ તો હોય જ સતયુગ માં છે. કળિયુગ માં હોઈ ન શકે. આ પણ કોઈને ખબર નથી પુરુષોત્તમ સંગમયુગ કોને કહેવાય છે? આ પણ બાપ સમજાવે છે જ્ઞાન છે દિવસ, ભક્તિ છે રાત. અંધારા માં ધક્કા ખાતા રહે છે. ભગવાન ને મળવા માટે કેટલાં વેદ-શાસ્ત્ર વગેરે વાંચે છે? બ્રહ્મા નો દિવસ અને રાત સો બ્રાહ્મણો નો દિવસ અને રાત. સાચાં મુખ વંશાવલી બ્રાહ્મણ તમે છો. તે તો છે કળિયુગી કુખ વંશાવલી બ્રાહ્મણ. તમે છો પુરુષોત્તમ સંગમયુગી બ્રાહ્મણ. આ વાતો બીજા કોઈ નથી જાણતાં. આ વાતો જ્યારે સમજે ત્યારે બુદ્ધિ માં આવે કે અમે આ શું કરી રહ્યા છીએ? ભારત સતોપ્રધાન હતું, જેને સ્વર્ગ કહેવાય છે. તો જરુર આ નર્ક છે, ત્યારે તો નર્ક માંથી સ્વર્ગ માં જાય છે. ત્યાં શાંતિ પણ છે, સુખ પણ છે લક્ષ્મી-નારાયણ નું રાજ્ય છે ને? તમે સમજાવી શકો છો - મનુષ્યો ની વૃદ્ધિ કેવી રીતે ઓછી થઈ શકે છે? અશાંતિ કેવી રીતે ઓછી થઈ શકે છે? અશાંતિ છે જ જૂની દુનિયા કળિયુગ માં. નવી દુનિયામાં જ શાંતિ હોય છે. સ્વર્ગ માં શાંતિ છે ને? એને જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ કહેવાય છે. હિન્દુ ધર્મ તો હમણાંનો છે, એને આદિ સનાતન ધર્મ ન કહી શકાય. આ તો હિન્દુસ્તાન નાં નામ પર હિન્દુ કહી દે છે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો. ત્યાં કમ્પ્લીટ પવિત્રતા, સુખ, શાંતિ, હેલ્થ, વેલ્થ વગેરે બધું હતું. હમણાં પોકારે છે અમે પતિત છીએ, હે પતિત-પાવન આવો. હવે પ્રશ્ન છે પતિત-પાવન કોણ? શ્રીકૃષ્ણ ને તો નહીં કહેવાશે. પતિત-પાવન પરમપિતા પરમાત્મા જ જ્ઞાન નાં સાગર છે. એ જ આવીને ભણાવે છે. જ્ઞાન ને ભણતર કહેવાય છે. બધો આધાર છે ગીતા પર. હમણાં તમે પ્રદર્શની, મ્યુઝિયમ વગેરે બનાવો છો પરંતુ હજી સુધી બી.કે. નો અર્થ નથી સમજતાં. સમજે છે આ કોઈ નવો ધર્મ છે. સાંભળે છે, સમજતા કંઈ નથી. બાપે કહ્યું છે બિલકુલ જ તમોપ્રધાન પથ્થર બુદ્ધિ છે. આ સમયે સાયન્સ ઘમંડી પણ ખૂબ બની ગયા છે, સાયન્સ થી જ પોતાનો વિનાશ કરી લે છે તો પથ્થરબુદ્ધિ કહેવાશે ને? પારસબુદ્ધિ થોડી કહેવાશે? બોમ્બ્સ વગેરે બનાવે છે પોતાનાં વિનાશ માટે. એવું નથી, શંકર કોઈ વિનાશ કરે છે. ના, એમણે પોતાનાં વિનાશ માટે બધું બનાવ્યું છે. પરંતુ તમોપ્રધાન પથ્થરબુદ્ધિ સમજતા નથી. જે કંઈ બનાવે છે આ જૂની સૃષ્ટિ નાં વિનાશ માટે. વિનાશ થાય ત્યારે પછી નવી દુનિયાનો જયજયકાર થાય. તે તો સમજે છે સ્ત્રીઓનું દુઃખ કેવી રીતે દૂર કરીએ? પરંતુ મનુષ્ય થોડી કોઈ નું દુઃખ દૂર કરી શકે છે? દુઃખહર્તા-સુખકર્તા તો એક જ બાપ છે. દેવતાઓને પણ નહીં કહેવાશે. શ્રીકૃષ્ણ પણ દેવતા થઈ ગયાં. ભગવાન ન કહી શકાય. આ પણ સમજતા નથી. જે સમજે છે તે બ્રાહ્મણ બની બીજાઓને પણ સમજાવતા રહે છે. જે રાજ્ય-પદ નાં અથવા આદિ સનાતન દેવતા ધર્મ નાં છે તે નીકળે છે. લક્ષ્મી-નારાયણ સ્વર્ગ નાં માલિક કેવી રીતે બન્યા? શું કર્મ કર્યા જે વિશ્વ નાં માલિક બન્યાં? આ સમયે કળિયુગ અંત માં તો અનેકાનેક ધર્મ છે તો અશાંતિ છે. નવી દુનિયામાં એવું થોડી હોય છે? હમણાં આ છે સંગમયુગ, જ્યારે બાપ આવીને રાજયોગ શીખવાડે છે. બાપ જ કર્મ-અકર્મ-વિકર્મ નું જ્ઞાન સંભળાવે છે. આત્મા શરીર લઈને કર્મ કરવા આવે છે. સતયુગ માં જે કર્મ કરે તે અકર્મ થઈ જાય છે, ત્યાં વિકર્મ થતા નથી. દુઃખ હોતું જ નથી. કર્મ-અકર્મ-વિકર્મ ની ગતિ બાપ જ આવીને અંત માં સંભળાવે છે. હું આમનાં અનેક જન્મો નાં અંત નાં પણ અંત માં આવું છું. આ રથ માં પ્રવેશ કરું છું. અકાળમૂર્ત આત્મા નો આ રથ છે. ફક્ત એક અમૃતસર માં નથી, બધાં મનુષ્યો નું અકાળતખ્ત છે. આત્મા અકાળમૂર્ત છે. આ શરીર બોલે-ચાલે છે. અકાળ આત્મા નું આ ચૈતન્ય તખ્ત છે. અકાળમૂર્ત તો બધાં છે બાકી શરીર ને કાળ ખાઈ જાય છે. આત્મા તો અકાળ છે. તખ્ત તો ખલાસ કરી દે છે. સતયુગ માં તખ્ત કોઈ ખૂબ થોડી હોય છે? આ સમયે કરોડો આત્માઓનાં તખ્ત છે. અકાળ આત્મા ને કહેવાય છે. આત્મા જ તમોપ્રધાન થી સતોપ્રધાન બને છે. હું તો એવર સતોપ્રધાન પવિત્ર છું. ભલે કહે છે પ્રાચીન ભારત નો યોગ, પરંતુ તે પણ સમજે છે શ્રીકૃષ્ણ એ શીખવાડ્યું હતું. ગીતા ને ખંડન કરી દીધી છે. જીવન કહાણી માં નામ બદલી દીધું છે. બાપ ની બદલે બાળકનું નામ નાખી દીધું છે. શિવરાત્રી મનાવે છે પરંતુ એ કેવી રીતે આવે છે? એ જાણતા નથી. શિવ છે જ પરમ આત્મા. એમની મહિમા બિલકુલ અલગ છે, આત્માઓની મહિમા અલગ છે. બાળકો ને આ ખબર છે રાધા-કૃષ્ણ જ લક્ષ્મી-નારાયણ છે. લક્ષ્મી-નારાયણ નાં બે રુપ ને જ વિષ્ણુ કહેવાય છે. ફરક તો નથી. બાકી ૪ ભુજા વાળા, ૮ ભુજા વાળા કોઈ મનુષ્ય હોતાં નથી. દેવીઓ વગેરે ને કેટલી ભુજાઓ આપી દીધી છે. સમજાવવામાં સમય લાગે છે.

બાપ કહે છે હું છું જ ગરીબ નિવાઝ. હું આવું જ ત્યારે છું જ્યારે ભારત ગરીબ બની જાય છે. રાહુ નું ગ્રહણ બેસી જાય છે. બૃહસ્પતિ ની (વૃક્ષપતિની) દશા હતી, હવે રાહુ નું ગ્રહણ ભારત માં તો શું, આખા વિશ્વ પર છે એટલે બાપ પછી ભારત માં આવે છે, આવીને નવી દુનિયા સ્થાપન કરે છે, જેને સ્વર્ગ કહેવાય છે. ભગવાનુવાચ - હું તમને રાજાઓનાં રાજા, ડબલ સિરતાજ સ્વર્ગ નાં માલિક બનાવું છું. ૫ હજાર વર્ષ થયા જ્યારે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો. હમણાં તે નથી. તમોપ્રધાન થઈ ગયા છે. બાપ પોતે જ પોતાનો અર્થાત્ રચયિતા અને રચના નો પરિચય આપે છે. તમારી પાસે પ્રદર્શની, મ્યુઝિયમ માં એટલા આવે છે, સમજે થોડી છે? કોઈ વિરલા સમજીને કોર્સ કરે છે. રચયિતા અને રચના ને જાણે છે. રચયિતા છે બેહદ નાં બાપ. એનાથી બેહદ નો વારસો મળે છે. આ જ્ઞાન બાપ જ આપે છે. પછી રાજાઈ મળી જાય છે તો ત્યાં નોલેજ ની જરુર નથી. સદ્દગતિ કહેવાય છે નવી દુનિયા સ્વર્ગ ને, દુર્ગતિ કહેવાય છે જૂની દુનિયા નર્ક ને. બાપ સમજાવે તો ખૂબ સારી રીતે છે. બાળકોએ પણ એવી રીતે સમજાવવાનું છે. લક્ષ્મી-નારાયણ નું ચિત્ર દેખાડવાનું છે. આ વિશ્વ માં શાંતિ સ્થાપન થઈ રહી છે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નું ફાઉન્ડેશન નથી જે બાપ સ્થાપન કરી રહ્યા છે. દેવતાઓનો પવિત્ર ધર્મ, પવિત્ર કર્મ હતાં. હમણાં આ છે જ વિશેશ વર્લ્ડ (વિકારી દુનિયા). નવી દુનિયા ને કહેવાય છે વાઈસલેસ વર્લ્ડ (નિર્વિકારી) શિવાલય. હવે સમજાવવું પડે તો બિચારાઓ નું થોડું કલ્યાણ થાય. બાપ ને જ કલ્યાણકારી કહેવાય છે. એ આવે જ છે પુરુષોત્તમ સંગમયુગ પર. કલ્યાણકારી યુગ માં કલ્યાણકારી બાપ આવીને સર્વ નું કલ્યાણ કરે છે. જૂની દુનિયાને બદલી નવી દુનિયા સ્થાપન કરી દે છે. જ્ઞાન થી સદ્દગતિ થાય છે. આનાં પર રોજ સમય લઈને સમજાવી શકો છો. બોલો, રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ને અમે જ જાણીએ છીએ. આ ગીતા નો એપિસોડ ચાલી રહ્યો છે જેમાં ભગવાને આવીને રાજયોગ શીખવાડ્યો છે. ડબલ સિરતાજ બનાવ્યા છે. આ લક્ષ્મી-નારાયણ પણ રાજયોગ થી આ બને છે. આ પુરુષોત્તમ સંગમયુગ પર બાપ પાસે થી રાજયોગ શીખે છે. બાબા દરેક વાત કેટલી સહજ સમજાવે છે! અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. રાજયોગ નું ભણતર સોર્સ ઓફ ઈન્કમ છે કારણ કે એનાથી જ આપણે રાજાઓનાં રાજા બનીએ છીએ. આ રુહાની ભણતર રોજ ભણવાનું અને ભણાવવાનું છે.

2. સદા નશો રહે કે આપણે બ્રાહ્મણ સાચાં મુખ વંશાવલી છીએ, આપણે કળિયુગી રાત થી નીકળી દિવસ માં આવ્યા છીએ, આ છે કલ્યાણકારી પુરુષોત્તમ યુગ, એમાં પોતાનું અને સર્વ નું કલ્યાણ કરવાનું છે.

વરદાન :-
દરેક શ્રેષ્ઠ સંકલ્પ ને કર્મ માં લાવવા વાળા માસ્ટર સર્વ શક્તિવાન ભવ

માસ્ટર સર્વશક્તિવાન એટલે સંકલ્પ અને કર્મ સમાન હોય. જો સંકલ્પ ખૂબ જ શ્રેષ્ઠ હોય અને કર્મ સંકલ્પ પ્રમાણે ન હોય તો માસ્ટર સર્વશક્તિવાન નહીં કહેવાશે. તો ચેક કરો જે શ્રેષ્ઠ સંકલ્પ કરો છો તે કર્મ સુધી આવે છે કે નહીં? માસ્ટર સર્વશક્તિવાન ની નિશાની છે કે જે શક્તિ જે સમયે આવશ્યક હોય તે શક્તિ કાર્ય માં આવે. સ્થૂળ અને સૂક્ષ્મ બધી શક્તિઓ એટલી કંટ્રોલ માં હોય જે, જે સમયે જે શક્તિ ની આવશ્યકતા હોય એને કામ માં લગાવી શકે.

સ્લોગન :-
જ્ઞાની તૂ આત્મા બાળકો માં ક્રોધ છે તો એનાથી બાપ નાં નામ ની ગ્લાનિ થાય છે.