30-08-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
જ્ઞાન ને બુદ્ધિ માં ધારણ કરી પરસ્પર મળીને ક્લાસ ચલાવો , પોતાનું અને બીજાઓનું
કલ્યાણ કરી સાચ્ચી કમાણી કરતા રહો”
પ્રશ્ન :-
આપ બાળકો માં કયો અહંકાર ક્યારેય ન આવવો જોઈએ?
ઉત્તર :-
ઘણાં બાળકો માં અહંકાર આવે છે કે આ નાની-નાની બાળકીઓ અમને શું સમજાવશે. મોટી બહેન
ચાલી ગઈ તો રિસાઈ ને ક્લાસ માં આવવાનું બંધ કરી દેશે. આ છે માયા નાં વિઘ્ન. બાબા કહે
- બાળકો, તમે સંભળાવવા વાળા શિક્ષક નાં નામ-રુપ ને ન જુઓ, બાપ ની યાદ માં રહી મોરલી
સાંભળો. અહંકાર માં ન આવો.
ઓમ શાંતિ!
બાપ બાળકો ને
સમજાવે છે. હવે બાપ જ્યારે કહેવાય છે તો આટલાં બાળકો નાં એક શરીરધારી બાપ તો હોઈ ન
શકે. આ છે રુહાની બાપ. એમનાં અસંખ્ય બાળકો છે, બાળકો માટે આ ટેપ, મોરલી વગેરે
સામગ્રી છે. બાળકો જાણે છે હમણાં આપણે સંગમયુગ પર બેઠાં છીએ પુરુષોત્તમ બનવા માટે.
આ પણ ખુશી ની વાત છે. બાપ જ પુરુષોત્તમ બનાવે છે. આ લક્ષ્મી-નારાયણ પુરુષોત્તમ છે
ને? આ સૃષ્ટિ માં જ ઉત્તમ પુરુષ, મધ્યમ અને કનિષ્ઠ હોય છે. આદિ માં છે ઉત્તમ, વચ્ચે
છે મધ્યમ, અંત માં છે કનિષ્ટ. દરેક વસ્તુ પહેલાં નવી ઉત્તમ પછી મધ્યમ પછી કનિષ્ટ
અર્થાત્ જૂની બને છે. દુનિયા નું પણ એવું છે. તો જે-જે વાતો પર મનુષ્યો ને સંશય આવે
છે, તેનાં પર તમારે સમજાવવાનું છે. ખાસ કરીને બ્રહ્મા માટે જ કહે છે કે આમને કેમ
બેસાડ્યાં છે? તો તેમને ઝાડ નાં ચિત્ર પર લઈ આવવાં જોઈએ. જુઓ, નીચે પણ તપસ્યા કરી
રહ્યાં છે અને ઉપર એકદમ અંત માં અનેક જન્મો નાં અંત નાં જન્મ માં ઉભાં છે. બાપ કહે
છે હું આમનામાં પ્રવેશ કરું છું. આ વાતો સમજાવવા વાળા ખૂબ અક્કલમંદ જોઈએ. એક પણ બે-અક્કલ
નીકળે છે, તો બધા બી.કે. નું નામ બદનામ થઈ જાય છે. પૂરું સમજાવતા આવડતું નથી. ભલે
કમ્પલિટ (પૂરાં) પાસ તો અંત માં જ થાય છે. આ સમયે સોળે કળા સંપૂર્ણ કોઈ બની ન શકે
પરંતુ સમજાવવા માં નંબરવાર જરુર હોય છે. પરમપિતા પરમાત્મા સાથે પ્રીત નથી તો વિપરીત
બુદ્ધિ થયા ને? આનાં પર તમે સમજાવી શકો છો જે પ્રીત બુદ્ધિ છે તે વિજ્યન્તી અને જે
વિપરીત બુદ્ધિ છે તે વિનશયન્તી થઈ જાય છે. આનાં પર પણ ઘણાં મનુષ્ય બગડે છે, પછી કોઈ
ન કોઈ આરોપ લગાવી દે છે. ઝઘડા-કંકાશ કરવામાં વાર નથી કરતાં. કોઈ કરી જ શું શકે છે?
ક્યારેક ચિત્રો ને આગ લગાવવા માં પણ વાર નહીં કરશે. બાબા સલાહ પણ આપે છે - ચિત્રો
ને ઇન્શ્યોર કરાવી દો. બાળકો ની અવસ્થા ને પણ બાપ જાણે છે, ક્રિમિનલ આંખ (કુદૃષ્ટિ)
પર પણ બાબા રોજ સમજાવતા રહે છે. લખે છે - બાબા, તમે જે ક્રિમિનલ આંખ પર સમજાવ્યું
છે આ બિલકુલ ઠીક કહ્યું છે. આ દુનિયા તમોપ્રધાન છે ને? દિવસે-દિવસે તમોપ્રધાન બનતા
જાય છે. તેઓ તો સમજાવે છે કળિયુગ હજી રેગડી પહેરી રહ્યો છે (ઘૂંટણે ચાલી રહ્યો છે)
અજ્ઞાન નિંદ્રા માં બિલકુલ સૂતેલા છે. ક્યારેક-ક્યારેક કહે પણ છે આ મહાભારત લડાઈ નો
સમય છે તો જરુર ભગવાન કોઈ રુપ માં હશે. રુપ તો બતાવતા નથી. એમને જરુર કોઈ માં
પ્રવેશ થવાનું છે. ભાગ્યશાળી રથ ગવાય છે. રથયાત્રા તો આત્મા ની પોતાની હશે ને? તેમાં
આવીને પ્રવેશ કરશે. એમને કહેવાય છે ભાગ્યશાળી રથ. બાકી એ જન્મ નથી લેતાં. એમની જ
બાજુ માં બેસી જ્ઞાન આપે છે. કેટલું સારી રીતે સમજાવાય છે. ત્રિમૂર્તિ ચિત્ર પણ છે.
ત્રિમૂર્તિ તો બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને કહેવાશે. જરુર એ કાંઈક કરીને ગયા છે. જે પછી
રસ્તા પર, મકાન પર પણ ત્રિમૂર્તિ નામ રાખ્યું છે. જેમ આ રોડ ને સુભાષ માર્ગ નામ
આપ્યું છે. સુભાષ ની હિસ્ટ્રી તો બધા જાણે છે. તેમની પછી હિસ્ટ્રી લખે છે. પછી તેમને
બનાવીને મોટાં કરી દે છે. કેટલી પણ મોટાઈ લખે. જેમ ગુરુનાનક નું પુસ્તક કેટલું મોટું
બનાવ્યું છે. એટલું તેમણે તો લખ્યું નથી. જ્ઞાન નાં બદલે ભક્તિ ની વાતો લખી છે. આ
ચિત્ર વગેરે તો બનાવાય છે સમજાવવા માટે. આ તો જાણો છો આ આંખો થી જે કાંઈ દેખાય છે આ
બધું ભસ્મ થઈ જવાનું છે. બાકી આત્મા તો અહીં રહી ન શકે. જરુર ઘરે ચાલ્યાં જશે.
આવી-આવી વાતો કોઈ બધાની બુદ્ધિ માં બેસે થોડી છે? જો ધારણા હોય છે તો ક્લાસ કેમ નથી
ચલાવતાં? ૭-૮ વર્ષ માં એવાં કોઈ તૈયાર નથી થતા જે ક્લાસ ચલાવી શકે. ઘણી જગ્યાએ આમ
ચલાવે પણ છે. તો પણ સમજે છે માતાઓ નું પદ ઊંચું છે. ચિત્રો તો ઘણાં છે પછી મોરલી
ધારણ કરી તેનાં પર થોડું સમજાવે છે. આ તો કોઈ પણ કરી શકે છે. ખૂબ સહજ છે. પછી ખબર
નહીં કેમ બ્રાહ્મણી ની માગણી કરે છે? બ્રાહ્મણી ક્યાંય ગઈ તો બસ રિસાઈ ને બેસી જાય
છે. ક્લાસ માં નથી આવતા, પરસ્પર ખીટપીટ થઈ જાય છે. મોરલી તો કોઈ પણ બેસીને સંભળાવી
શકે છે ને? કહેશે ફુરસદ નથી. આ તો પોતાનું પણ કલ્યાણ કરવાનું છે તો બીજાઓ નું પણ
કલ્યાણ કરવાનું છે. ખૂબ ભારે કમાણી છે. સાચ્ચી કમાણી કરાવવાની છે જે મનુષ્યો નું
હીરા જેવું જીવન બની જાય. સ્વર્ગ માં બધા જશે ને? ત્યાં સદૈવ સુખી રહે છે. એવું નથી,
પ્રજા નું આયુષ્ય ઓછું હોય છે. ના, પ્રજા નું પણ આયુષ્ય લાંબુ હોય છે. તે છે જ
અમરલોક. બાકી ઓછા પદ વાળા - વધારે હોય છે. તો કોઈ પણ ટોપીક (વિષય) પર ક્લાસ કરાવવો
જોઈએ. એવું કેમ કહો છો સારી બ્રાહ્મણી જોઈએ? પરસ્પર ક્લાસ ચલાવી શકો છો. રડીઓ ન
મારવી જોઈએ. કોઈ-કોઈ ને અહંકાર આવી જાય છે - આ નાની-નાની બાળકીઓ શું સમજાવશે? માયા
નાં વિઘ્ન પણ ખૂબ આવે છે. બુદ્ધિ માં નથી બેસતું.
બાબા તો રોજ સમજાવતા
રહે છે, શિવબાબા તો ટોપિક પર નહીં સમજાવશે ને? એ તો સાગર છે. ઉછળ મારતા રહેશે.
ક્યારેક બાળકોને સમજાવે, ક્યારેક બહાર વાળાઓ માટે સમજાવે. મોરલી તો બધાને મળે છે.
શબ્દ નથી જાણતા તો શીખવું જોઈએ ને - પોતાની ઉન્નતિ માટે પુરુષાર્થ કરવો જોઈએ. પોતાનું
પણ અને બીજાઓ નું પણ કલ્યાણ કરવાનું છે. આ બાપ (બ્રહ્મા બાબા) પણ સંભળાવી શકે છે
ને, પરંતુ બાળકો નો બુદ્ધિયોગ શિવબાબા તરફ રહે એટલે કહે છે હંમેશા સમજો શિવબાબા
સંભળાવે છે. શિવબાબા ને જ યાદ કરો. શિવબાબા પરમધામ થી આવ્યાં છે, મોરલી સંભળાવી
રહ્યાં છે. આ બ્રહ્મા તો પરમધામ થી નથી આવીને સંભળાવતાં. સમજો, શિવબાબા આ તન માં
આવીને અમને મોરલી સંભળાવી રહ્યાં છે. આ બુદ્ધિ માં યાદ હોવું જોઈએ. યથાર્થ રીતે આ
બુદ્ધિ માં રહે તો પણ યાદ ની યાત્રા રહેશે ને? પરંતુ અહીં બેઠાં પણ અનેક નો
બુદ્ધિયોગ આમ-તેમ ચાલ્યો જાય છે. અહીં તમે યાત્રા પર સારી રીતે રહી શકો છો. નહીં તો
ગામ યાદ આવશે. ઘરબાર યાદ આવશે. બુદ્ધિ માં આ યાદ રહે છે - શિવબાબા અમને આમનાં માં
બેસીને ભણાવે છે. અમે શિવબાબા ની યાદ માં મોરલી સાંભળી રહ્યાં હતાં પછી બુદ્ધિયોગ
ક્યાં ભાગી ગયો? આવો અનેક નો બુદ્ધિયોગ ચાલ્યો જાય છે. અહીં તમે યાત્રા પર સારી રીતે
રહી શકો છો. સમજો છો શિવબાબા પરમધામ થી આવ્યાં છે. બહાર ગામડા વગેરે માં રહેવાથી આ
વિચાર નથી રહેતો. કોઈ-કોઈ સમજે છે શિવબાબા ની મોરલી આ કાનો થી સાંભળી રહ્યાં છીએ પછી
સંભળાવવા વાળા નું નામ-રુપ યાદ ન રહે. આ જ્ઞાન બધું અંદર નું છે. અંદર માં વિચાર રહે
શિવબાબા ની મોરલી આપણે સાંભળીએ છીએ. એવું નહીં, ફલાણી બહેન સંભળાવી રહી છે. શિવબાબા
ની મોરલી સાંભળી રહ્યાં છીએ. આ પણ યાદ માં રહેવાની યુક્તિયો છે. એવું નહીં કે જેટલો
સમય આપણે મોરલી સાંભળીએ છીએ, યાદ માં છીએ. ના, બાબા કહે છે-અનેક ની બુદ્ધિ
ક્યાંક-ક્યાંક બહાર ચાલી જાય છે. ખેતીવાડી વગેરે યાદ આવતું રહેશે. બુદ્ધિયોગ ક્યાંય
બહાર ભટકવો ન જોઈએ. શિવબાબા ને યાદ કરવામાં કોઈ તકલીફ થોડી છે? પરંતુ માયા યાદ કરવા
નથી દેતી. પૂરો સમય શિવબાબા ની યાદ રહી નથી શકતી, બીજા-બીજા વિચાર આવી જાય છે.
નંબરવાર પુરુષાર્થ અનુસાર છે ને? જે ખૂબ નજીક વાળા હશે તેમની બુદ્ધિ માં સારી રીતે
બેસશે. બધા થોડી ૮ ની માળા માં આવી શકશે. જ્ઞાન, યોગ, દૈવીગુણ આ બધું પોતાનાં માં
જોવાનું છે. અમારા માં કોઈ અવગુણ તો નથી? માયા નાં વશ કોઈ વિકર્મ તો નથી થતાં?
કોઈ-કોઈ ખૂબ લાલચી બની જાય છે. લાલચ નું પણ ભૂત હોય છે. તો માયા ની પ્રવેશતા એવી
થાય છે જે ભૂખ-ભૂખ કરતા રહે છે - ખાઉં-ખાઉં પેટ મેં બલાઉં… કોઈનાં માં ખાવાની ખૂબ
આસક્તિ હોય છે. ખાવાનું પણ કાયદા અનુસાર હોવું જોઈએ. અસંખ્ય બાળકો છે. હજી અનેક
બાળકો બનવાનાં છે. કેટલાં બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ બનશે. બાળકો ને પણ કહું છું - તમે
બ્રાહ્મણ બની બેસો. માતાઓ ને આગળ રખાય છે. શિવ શક્તિ ભારત માતાઓ ની જય.
બાપ કહે છે સ્વયં ને
આત્મા સમજો અને બાપ ને યાદ કરો. સ્વદર્શન ચક્ર ફેરવતા રહો. સ્વદર્શન ચક્રધારી તમે
બ્રાહ્મણ છો. આ વાતો નવાં કોઈ આવે તો સમજી ન શકે. તમે છો સર્વોત્તમ બ્રહ્મા મુખ
વંશાવલી બ્રાહ્મણ કુળ ભૂષણ, સ્વદર્શન ચક્રધારી. નવાં કોઈ સાંભળે તો કહેશે સ્વદર્શન
ચક્ર તો વિષ્ણુ ને છે. આ, પછી આ બધાને કહેતાં રહે છે, માનશે નહીં એટલે નવાં-નવાં ને
સભા માં એલાઉ (પરવાનગી) નથી કરતાં. સમજી નહીં શકે. કોઈ-કોઈ પછી બગડી પડે છે - શું
અમે બેસમજ છીએ જે આવવા નથી દેવાતા કારણ કે બીજા-બીજા સત્સંગો માં તો એવી રીતે કોઈ
પણ જતા હોય છે. ત્યાં તો શાસ્ત્રો ની જ વાતો સંભળાવતા રહે છે. તે સાંભળવાનો દરેક નો
હક છે. અહીં તો સંભાળ રાખવી પડે છે. આ ઈશ્વરીય જ્ઞાન બુદ્ધિ માં નથી બેસતું તો બગડી
પડે છે. ચિત્રો ની પણ સંભાળ રાખવી પડે છે. આ આસુરી દુનિયા માં પોતાની દૈવી રાજધાની
સ્થાપન કરવાની છે. જેમ ક્રાઈસ્ટ આવ્યાં પોતાનો ધર્મ સ્થાપન કરવાં. આ બાપ દૈવી
રાજધાની સ્થાપન કરે છે. આમાં હિંસા ની કોઈ વાત નથી. તમે ન કામ કટારી ની અને ન સ્થૂળ
હિંસા કરી શકો. ગાય પણ છે મૂત પલીત કપડ ધોએ... મનુષ્ય તો બિલકુલ ઘોર અંધકાર માં છે.
બાપ આવીને ઘોર અંધકાર થી ઘોર અજવાળું કરે છે. તો પણ કોઈ-કોઈ બાબા કહીને પછી મોઢું
ફેરવી દે છે. ભણતર છોડી દે છે. ભગવાન વિશ્વ નાં માલિક બનાવવા માટે ભણાવે છે. આવાં
ભણતર ને છોડી દે તો તેમને કહેવાય છે મહામૂર્ખ. કેટલો જબરજસ્ત ખજાનો મળે છે. એવાં
બાપ ને થોડી ક્યારેય છોડવા જોઈએ? એક ગીત પણ છે - આપ પ્યાર કરો યા ઠુકરાઓ, હમ આપ કા
દર કભી નહીં છોડેંગે. બાપ આવ્યાં જ છે - બેહદ ની બાદશાહી આપવાં. છોડવાની તો વાત જ
નથી. હા, લક્ષણ સારા ધારણ કરવાના છે. સ્ત્રીઓ પણ રિપોર્ટ લખે છે-આ અમને ખૂબ હેરાન
કરે છે. આજકાલ લોકો ખૂબ-ખૂબ ખરાબ છે. ખૂબ સંભાળ રાખવી જોઈએ. ભાઈઓએ બહેનો ની સંભાળ
રાખવાની છે. આપણે આત્માઓએ કોઈ પણ હાલત માં બાપ પાસે થી વારસો જરુર લેવાનો છે. બાપ
ને છોડવાથી વારસો ખલાસ થઈ જાય છે. નિશ્ચયબુદ્ધિ વિજયન્તી, સંશયબુદ્ધિ વિનશયન્તી. પછી
પદ ખૂબ ઓછું થઈ જાય છે. જ્ઞાન એક જ જ્ઞાન સાગર બાપ આપી શકે છે. બાકી બધી છે ભક્તિ.
ભલે કોઈ કેટલાં પણ પોતાને જ્ઞાની સમજે પરંતુ બાપ કહે છે બધાની પાસે શાસ્ત્રો અને
ભક્તિ નું જ્ઞાન છે. સાચ્ચું જ્ઞાન કોને કહેવાય છે, આ પણ મનુષ્ય નથી જાણતાં. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ધ્યાન
રાખવાનું છે કે મોરલી સાંભળતી વખતે બુદ્ધિયોગ બહાર ભટકતો તો નથી? સદા સ્મૃતિ રહે કે
આપણે શિવબાબા નાં મહાવાક્ય સાંભળી રહ્યાં છીએ. આ પણ યાદ ની યાત્રા છે.
2. સ્વયં સ્વયં ને
જોવાનું છે કે અમારા માં જ્ઞાન-યોગ અને દૈવીગુણ છે? લાલચ નું ભૂત તો નથી? માયા નાં
વશ કોઈ વિકર્મ તો નથી થતાં?
વરદાન :-
નિમિત્ત ભાવ
ની સ્મૃતિ થી હલચલ ને સમાપ્ત કરવા વાળા સદા અચલ - અડોલ ભવ
નિમિત્ત ભાવ થી અનેક
પ્રકાર નાં હું-પણું, મારા પણું સહજ જ ખતમ થઈ જાય છે. આ સ્મૃતિ સર્વ પ્રકાર ની હલચલ
થી છોડાવીને અચલ-અડોલ સ્થિતિ નો અનુભવ કરાવે છે. સેવા માં પણ મહેનત નથી કરવી પડતી.
કારણકે નિમિત્ત બનવા વાળા ની બુદ્ધિ માં સદા યાદ રહે છે કે જે અમે કરીશું અમને જોઈ
બધા કરશે. સેવા નાં નિમિત્ત બનવું અર્થાત્ સ્ટેજ પર આવવું. સ્ટેજ તરફ સ્વતઃ બધાની
નજર જાય છે. તો આ સ્મૃતિ પણ સેફ્ટી નું સાધન બની જાય છે.
સ્લોગન :-
સર્વ વાતો માં
ન્યારા બનો તો પરમાત્મ-પ્રેમ નાં સહારા નો અનુભવ થશે.
અવ્યક્ત ઈશારા - સહજ
યોગી બનવું છે તો પરમાત્મ - પ્રેમ નાં અનુભવી બનો
વર્તમાન સમયે ભટકતા
આત્માઓ ને એક તો શાંતિ જોઈએ, બીજું રુહાની સ્નેહ જોઈએ. પ્રેમ અને શાંતિ નો જ બધી
જગ્યાએ અભાવ છે એટલે જે પણ પ્રોગ્રામ કરો એમાં પહેલાં તો બાપ નાં સંબંધ નાં સ્નેહ
ની મહિમા કરો અને પછી એ પ્રેમ થી આત્માઓ નો સંબંધ જોડ્યા પછી શાંતિ નો અનુભવ કરાવો.
પ્રેમ સ્વરુપ અને શાંત સ્વરુપ બંને નું બેલેન્સ હોય.